ઉદય ભાગ ૭ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

ઉદય ભાગ ૭

મારો જન્મ બહુ પૈસાદાર તો નહિ પણ ઉચ્ચ મધ્યમવર્ગ કુટુંબ માં થયો હતો મારા પિતા સુંદરલાલ ઓઝા સરકારી નોકરી માં હતા . માતા નું નામ હતું નિર્મળાબેન . પલ્લવે વાત શરૂ કરતા જણાવ્યું . મારી માતા શંકર ભગવાન ની પરમ ભક્ત તેથી મને પણ શિવ પ્રત્યે નાનપણથી ખુબ ખેંચાણ . નાનપણથી હું ભણવામાં અને રમતગમતમાં ખુબ હોશિયાર . હું નાનપણ માં જાડો પણ નહિ અને પાતળો પણ નહિ મધ્યમ શરીર હતું તેથી એથલેટિક્સ માં સરસ હતો . ૧૦૦ મીટર ની રેસ માં હું હંમેશા પ્રથમ આવતો અને વર્ગમાં પણ .પણ મારા પિતા જુનવાણી વિચારણા હોવાથી તેમને મને ફક્ત ભણવામાં જ રસ લેવા કહ્યું મારી માતા જોકે રમતગમત માં પ્રોત્સાહન આપતા પણ પિતાજી કડક સ્વભાવ ના હોવાને લીધે મેં પણ ભણવામાં વધારે રસ લીધો . મને આમપણ માનવ મનના રહસ્ય તરફ વધારે ખેંચાણ હોવાથી સાયકોલોજિસ્ટ બન્યો પછી અમેરિકા જઈને માસ્ટર્સ ની ડિગ્રી લીધી અને પાછા રાજકોટ આવીને પ્રેકટીસ શરુ કરી . હિપ્નોટિઝમ માં મારી માસ્ટરી હતી . ગમે તેવો મનનો મજબૂત વ્યક્તિ હોય તું આસાની થી હિપ્નોટાઈઝ કરી શકતો . ખુબ સુખી જીવન જીવતો હતો. પછી મારા જીવન માં શોભા આવી તે સોશ્યિલ વર્કર હતી અને એક બે વાર મળવાનું થયું તેના પિતા ચંદુલાલ મારા પિતાના મિત્ર હોવાથી અમારો પ્રેમ લગ્ન માં પરિણમ્યો . અમારા ધામધૂમથી લગ્ન થયા . સુખી હતું અમારું લગ્ન જીવન એક દીકરો થયો . મારી દિનચર્યા પણ ખુબ સિમ્પલ હતી સવારે ક્લિનિક જવું અને સાંજે ઘરે અથવા ફરવા નીકળી જતી આવક પણ ખુબ સરસ હતી. પણ મારી હિપ્નોટિઝમ ની માસ્ટરી મારા માટે મુસીબત બની . ધીરે ધીરે સરકાર તરફ થી કેસ આવવા લાગ્યા પછી ગુનેગારો ને હિપ્નોટાઈઝ કરીને તેમની પાસે કબૂલાત કરાવવાનું કામ મળવા લાગ્યું . આવી રીતે કરેલી કબૂલાત જો કે અદાલત માં માન્ય નહોતી પણ કબૂલાત કર્યાં પછી સબુત શોધવાનું કામ પોલીસ માટે આસાન હતું . આ આઈડિયા ઇન્સ્પેક્ટર મન્સૂરી નો હતો . એકદમ ચપળ ચુસ્ત અને ઈમાનદાર માણસ હતો તેમના ડીપાર્ટમેન્ટ માં કહેવાતું હતું કે એકવાર કોઈ હીરોઈન ના ગાલ પાર ડાઘ મળી આવશે પણ ઇન્સ્પેક્ટર મન્સૂરી ની ખાખી પાર કોઈ ડાઘ નહિ મળે . તેમની કડકાઈ અને આવો મિજાજ હોવાને લીધે ક્યાંય વધારે સમય ટકતા નહિ તેમની બદલી ખુબ જલ્દી થઇ જતી . પણ ના જાણે કાયા કારણસર તે રાજકોટ માં ટકી ગયા.

પણ એક દિવસ એક એવો કેસ આવ્યો જેના લીધે મારી અને ઇન્સ્પેક્ટર બંનેની જિંદગી જ બદલાયી ગયી . તે વખતે ઘણા બધા બાળકો નું અપહરણ થતું હતું અને પછી તેમનો કોઈ પત્તો લાગતો નહોતો. પણ એકદિવસ એક અપહરણ થયેલું બાળક પાછું આવ્યું ત્યારે આખા રેકેટ નો ભાંડો ફૂટી ગયો . તે બાળક ની નિશાનદેહી પાર દરોડા પડતા ચાર બાળકો મળી આવ્યા અને રેકેટ ચલાવનાર નું નામ પણ મળી ગયું તે હતો ગૃહમંત્રી નો પુત્ર . પણ તેને અરેરેસ્ટ કરી શક્યા નહિ. બાળકો ફાર્મ હાઉસ પાર મળી આવ્યા અને પુરી જવાબદારી તેના મેનેજરે લઇ લીધી અને કબૂલાત આપી કે સાહેબ ને જાણ બહાર આ રેકેટ ચલાવતો હતો પણ તેના પહેલાના ૧૬૦ બાળકો નો કોઈ પત્તો નહોતો તેથી મન્સૂરી સાહેબે એક મોટું રિસ્ક લીધું અને મંત્રીજી ના પુત્ર નું અપહરણ કરી તેને હિપ્નોટાઈઝ કરી હકીકત જાણવાનું નક્કી કર્યું પણ તે અમારા જીવનનો ટર્નીંગ પોઇન્ટ હતો. તેને હિપ્નોટાઈઝ કર્યાં પછી જે વાત બહાર આવી તે ખુબ જ હિચકારી હતી. તે લોકો પહેલા જુદી જુદી ગેંગ પાસે અપહરણ કરાવતા પછી એક મિડિયેટર પાસેથી બાળકો ને ફાર્મ હાઉસ પર લાવતા અને પછી એક ટેમ્પો માં બીજા રાજ્ય માં મોકલી આપતા .તે બાળકો નો બાબા અસીમાનંદ ના આશ્રમ માં મોકલતા જ્યાં તેમનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે થતો હતો. પછી જયારે આશ્રમ માં ઇન્સ્પેક્ટર મન્સૂરી એ રેડ પડી ત્યારે આશ્રમ ની પાછળ ઘણા બધા બાળકો ના હાડપિંજર મળી આવ્યા . પણ બાબા અસીમાનંદ ની પહોંચ ખુબ ઉપર સુધી હતી તેથી આખી વાત દબાઈ ગયી અને સત્ય બહાર ના આવ્યું. પછી ઘણી બધી ઘટનાઓ નો દોર ચાલ્યો ઇન્સ્પેક્ટર મન્સૂરી પર નક્સલવાદી ને મદદ કરવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેમના ઘરે જયારે મળવા ગયો ત્યારે તેમને રડમસ અવાજે કહ્યું કે હું સસ્પેન્ડ થયો તેનું મને કોઈ દુઃખ નથી પણ આવા નરરાક્ષસોં ને હું ઉઘાડા પડી ના શક્યો અને સજા ના કરાવી શક્યો તેનું દુઃખ છે . તેમને મળીને જયારે ક્લીનીક ગયો ત્યારે એક છોકરી મારી રાહ જોતી હતી . તેનું નામ પ્રીતિ હતી મને આસિસ્ટન્ટ તરીકે જોડાવા આવી હતી તે મારા એક સિનિયર ની ભલામણ લઈને આવી હતી . ખુબ સુંદર હતી અને સ્વભાવ માં ખુબ મીઠડી હતી ૧૫ દિવસ માં તો મારો વિશ્વાસ જીતી લીધો તે મારા ઘરે પણ આવતી જતી હતી બે ત્રણ વાર તો મારા ઘરે પણ જમવા પર આવી. મારી પત્ની પણ તેના ખુબ વખાણ કરવા લાગી . એક દિવસ બપોર ના સમયે મારા ટિફિન માં જમતા જમતા ખબર નહિ કેમ તેને કાંઈક ભેળવી દીધું કોઈ મેડિસિન હતી ઉત્તેજિત કરવાની દવા હું પોતાના પર કાબુ કરી શક્યો અને તેને પણ મને ઉશ્કેર્યો અને મારાથી ના બનવાનું બની ગયું. ઉત્તેજના માં મને ખબર નહોતી હું શું કરી રહ્યો છું અને સાંજે જયારે આંખ ખુલી ત્યારે મારી સામે પોલીસ હતી મારી ધરપકડ કરવા આવી હતી . પ્રીતિ એ મારા પર બળાત્કાર નો આરોપ મુક્યો હતો . મેં ઘણી કોશિશ કરી પોતાને નિર્દોષ સાબિત કરવાની પણ મેડિકલ ટેસ્ટ પણ પોઝિટિવ હોવાથી મને સાત વરસ ની જેલ ની સજા થઇ . એક સમય નો સફળ વ્યક્તિ હવે એક કેદી હતો . મારી પત્ની ને સમજાવવાની કોશિશ કરી પણ તે પણ મને ગુનેગાર સમજવા લાગી હતી અને ડિપ્રેશન માં આવી ને મારા દીકરા ને ઝેર પીવડાવી પોતે પણ આત્મહત્યા કરી લીધી . સમય ની કેવી બલિહારી હતી કે એક પ્રખ્યાત સાયકોલોજિસ્ટ ની પત્ની એ ડિપ્રેશન માં આવી આત્મહત્યા કરી લીધી .

જયારે પલ્લવ આંખમાં આંસુ લઈને ઉઠ્યો ત્યારે દેવાંશી ની આંખના ખૂણા ભીના હતા .સાંજ પડી ગયી હતી અને દેવાંશી એ ભારે હૈયે ગામ તરફ જવા પગ ઉપાડ્યા . જતા જતા તેને પલ્લવ ને પૂછ્યું કે હું તમારી કોઈ મદદ કરી શકું છું ? ત્યારે પલ્લવે કહ્યું કે અહીં હું નટુ બનીને રહું છું અને જિંદગીભર નટુ તરીકે જ રહીશ તો આ વાત કોઈને કહેશો નહિ. સહમતી આપીને દેવાંશી જતી રહી .

દેવાંશીના ગયા પછી પલ્લવ ના હૈયા પરથી જાણે ખુબ મોટો ભાર ઓછો થયો હોય તેમ હળવોફૂલ થયી ગયો . તેને દેવાંશી ને બધી વાત કરી હતી છતાં તેને ડૉક્ટર રોનક પટેલ ની વાત છુપાવી હતી અને આમેય જેને સહારો આપ્યો હતો તેના પરિવાર ના વ્યક્તિ ની ઇમેજ બગાડવાનો કોઈ અર્થ નહોતો.

પણ છતાં પણ તેને આજે આનંદ હતો કે તેના હૈયા નો ભાર હળવો થયો હતો.

તેને વિચાર્યું કે હવે જીવન શાંતિથી જીવશે પણ તેને ક્યાં ખબર હતી કે વિધાતા એ તેના માટે કાંઈક જુદું જ વિચાર્યું છે અને તે ઓરડી તેની રાહ જોઈ રહી છે જેમાં આવ્યા પછી તે ખપ પૂરતો જ ગયો છે.