ઉદય ભાગ ૨૦ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

ઉદય ભાગ ૨૦

સવારે ઉદય પ્રાતઃ કર્મ પતાવીને મફાકાકા ના ઘરે ગયો. કાકા સાથે વાત વાત માં કહ્યું કે પરમ દિવસે રોનક્ભાઇ ખેતરે આવ્યા હતા તેમને કહ્યું કે તે સ્વામી અસીમાનંદ ના ભક્ત છે , એમનું નામ તો મેં પણ સાંભળ્યું છે પણ કોઈ દી દર્શન નથ કર્યા તો મોટાભાઈ જાવાના છે તો હારે હું પણ જાઉં કે ? ઉદય ના ચેહરા પાર ના દયામણા ભાવ જોઈને મફાકાકા એ રોનક ને કહ્યું ભઈ તું આશ્રમ જતી વખતે ઓનય લેતો જજે . રોનકે અનિચ્છાએ હા પડી.

બીજે દિવસે ગાડીમાં બેસીને રોનક , રેખા , નયના , દેવાંશી અને ઉદય આશ્રમ જવા નીકળ્યા . રસ્તામાં ઉદય ને ખબર પડી કે તેઓ રાજસ્થાન નહિ પણ દ્વારકા માં આશ્રમ માં જવાના છે . સ્વામીજી હમણાં સત્સંગ કરવા દ્વારકા આવ્યા છે . બપોરે જમવા ગાડી એક ઢાબા પાસે રોકી ઉદય ભૂખ નથી એવું બહાનું કાઢી ગાડી માં બેસી રહ્યો. થોડીવાર પછી જયારે જોયું કે કોઈનું ધ્યાન નથી તો તેણે રોનક ની બેગ ખોલી અને ઓજાર ની તપાસ કરી તો સોઉથી નીચે એક ચેન વાળા ખાના માં એક હાથ લાંબો સળીયો પડ્યો હતો તેની ધાતુ અલગ હોવાથી તે સળીયો બેગમાં થી કાઢી લીધો અને બેગ હતી તેમ મૂકી દીધી અને ગાડી માં થી ઉતર્યો . દૂર એક સાધુ વડ ના ઝાડ નીચે બેઠો હતો તેની પાસે ગયો અને તેણે પ્રણામ કર્યા અને પૂછ્યું બાપુ રાજકોટ ના છો તો સાધુ એ કહ્યું ના હું તો લંકા નો છું. સાંકેતિક જવાબ મળી જતા તે ઓજાર સાધુ ને હવાલે કર્યું અને કહ્યું આ કટંકનાથજી ને આપજો હું પછી આવીને મળીશ.પછી ગાડી માં આવીને બેસી ગયો . હવે ઉદય ના મનમાં સંતોષ હતો કે જો હું પાછો નહિ પણ આવું તો તે ઓજાર ભભૂતનાથ પાસે પહોંચી જશે .

બીજે દિવસે દ્વારકા પહોંચીને બપોર સુધી બધાએ આરામ કર્યો , બપોરે પછી દ્વારકાધીશ ના દર્શન કર્યા અને સાંજે તેઓ આશ્રમ જવા નીકળ્યા પણ તેણે જોયું કે આશ્રમ જતી વખતે રોનક નો ચેહરો પીળો પડી ગયો હતો અને તેના પગમાં જોર પણ ના હતું . બધા સાથે ન હોત તો તે કદાચ આશ્રમ માં પણ ન ગયો હોત . એનું કારણ ફક્ત રોનક અને ઉદય ને ખબર હતી . રોનક ને જરાય અંદાજો ન હતો કે ઓજાર ક્યાં ગયું નીકળતી વખતે બેગ માં ચેક પણ નહોતું કર્યું, ચેક કર્યું હોત તો ખબર પડી ગયી હોત કે ગાડી ના પ્રવાસ માં જ ગાયબ થયું છે તો જરૂર પલ્લવ નું કામ હશે .તે અવઢવ માં હતો ઓજાર વિષે તેના સિવાય કોઈને ખબર ન હતી. હવે કદાચ સ્વામીજી તેણે મારી પણ નાખે પણ જે થશે તે જોયું જશે તેમ વિચારીને પરિવાર ને લઈને આશ્રમ પહોંચ્યો . સત્સંગ માં થોડીવાર બેઠા પછી સત્સંગ પૂરો થયાની જાહેરાત થઇ અને બધા લોકો વિખેરાયા પછી સ્વામીજી જે કુટિર માં રહેતા હતા ત્યાં મળવા ગયા . રોનક પરિવાર સાથે ત્યાં પહોંચ્યા પછી સ્વામીજી એ બધાને કુશળમંગલ પૂછ્યા અને આશિરવાદ આપ્યા. પછી રોનક ને કહ્યું કે આપ મોડેથી આ તમારી સાથે છે તેમને લઈને પાછા આવજો રાત્રે અભિષેક કરવાનો છે.

રોનક બધાને લઈને હોટેલ માં ગયો પછી કહ્યું કે રાત્રે અભિષેક કરવાનો છે તો કોઈ ચિંતા કરતા નહિ હું કદાચ સવારે આવીશ નટુભાઈ મારી સાથે આવે છે . મહિલામંડળ ને જમાડીને ઉદય અને રોનક બાબા ની કુટિર માં પહોંચ્યા તો બાબા એ કહ્યું કે અભિષેક પહેલા સમુદ્ર કિનારે જવું પડશે.

સમુદ્ર કિનારે પહોંચ્યા પછી બાબા એ રોનક ને પૂછ્યું મારુ ઓજાર . રોનક નો ચેહરો પીળો પડી ગયો તે બાબા ના ચરણો માં પડી ગયો અને બોલ્યો સ્વામીજી મેં તો ઓજાર બેગ માં મૂક્યું હતું પણ હવે તે બેગ માં મળતું નથી . સ્વામીજી ને આંખો લાલ થવા મંડી અને રોનક ને કહ્યું કે આટલી બધી નિષ્કાળજી, મારી ૧૦ વરસ ની મહેનત પણ પાણી ફરી વળ્યું હવે હું આગળ શી રીતે વધીશ. ઉદય મનોમન હસી રહ્યો હતો . જો કે રોનક તમારી ભૂલ નથી કારણ તમે તો પ્યાદા છો વજીર સાથે ક્યારેય જીતી નહિ શકો . સાચું કહું છું ને ઉદયનાથ ? ઉદય તરફ જોઈને સ્વામીજી એ પૂછ્યું . ઉદય ના ચેહરાપર નું હાસ્ય વિલાઈ ગયું અને તે વિચારવા લાગ્યો કે તેમને કઈ રીતે ખબર . રોનક ના ચેહરા ને જોઈને લાગતું હતું તેને કોઈએ મુક્કો મારી દીધો હોય . તેને ખબર ન પડતી હતી કે પલ્લવ ને સ્વામીજી કયા નામથી બોલાવી રહ્યા છે .

તેમના ચેલાને ઈશારો કર્યો તો તે રોનક ને ત્યાંથી નીકળી ગયો અને બીજા ત્રણ જાણે ઉદય ને પકડી લીધો અને કહ્યું કે ચાલ ચાલવી મને પણ પસંદ છે અને હું તેનો મોટો ખિલાડી છું. બે વાર તો તને પછાડી ચુક્યો છું હવે કેટલી વાર હારવું છે ?

ઉદયે કહ્યું આ વખતની જીત મારી છે , અને પહેલા પણ તમે આમને સામને લડ્યા નથી ફક્ત પીઠમાં ખંજર ભોંક્યું છે . તમને તે ઓજાર કોઈ દિવસ નહિ મળે .એટલું કહીને ઉદય જોર જોરથી હસવા લાગ્યો.

અસીમાનંદ પણ જોરજોરથી હસવા લાગ્યો અને કહયું કે આ ઓજાર ની વાત કરે છે ઉદય તેમ કહીને તેને ચોરેલો સળીયો બતાવ્યો. ઉદય ના ચેહરા પર આશ્ચર્ય ના ભાવ હતા . તેને પૂછ્યું કેવી રીતે આ તો મેં કટંકનાથ પાસે પહોંચાડ્યો હતો ?

તમને શું લાગે છે આટલું કિંમતી ઓજાર આપણા દેશ માં આવ્યા પછી હું નજર પણ નહિ રાખું ? રોનક એરપોર્ટ પર પહોંચ્યો ત્યારથી મારા માણસો તેનો પીછો કરે છે . તમને શું લાગે છે આટલી બચકાની ચાલ રમીને તમે મને હરાવી દેશો . હું સામાન્ય માણસ નહિ દિવ્ય પુરુષ છું તેમ કહીને હાથ આકાશ તરફ પહોળા કર્યા તો આકાશમાં વીજળી કડકી અને તેમના હાથ સુધી લંબાઈ . દ્રશ્ય એવું હતું જાણે વીજળી ને તલવાર ની જેમ પકડી હોય તેમ લાગતું હતું . અસીમાનંદ ને ચારે તરફ એવું વર્તુળ રચાઈ ગયું જાણે તેમના શરીર માં થી વીજળી પ્રવાહિત થઇ રહી હોય પછી તેમણે પોતાના માણસો ને દૂર થવા જણાવ્યું અને અને તે વીજળી નો ઘા ઉદય પર કર્યો . છુટ્ટો હોવાથી ઉદય તે જાગ્યો થી ખસી ગયો અને કિનારા પર મોટો ખાડો પડી ગયો હતો . ઉદયે એક મોટો કૂદકો મારી અસીમાનંદ તરફ જવાનો પ્રયાસ કર્યો જેથી તેને મુક્કો મારી શકે પણ તે ફેંકાઈ ગયો જાણે વીજળી નો ઝાટકો લાગ્યો હોય . હવે તેને પેતરો બદલ્યો અને તે પણ અસીમાનંદ ની જેમ ઢીચણ સુધી ના પાણીમાં પહોંચી ગયો જેથી અસીમાનંદ તેને વીજળી નો ઝાટકો ન આપી શકે . બંને પાણી માં વર્તુળાકારે ફરવા લાગ્યા અને બંને એકબીજાને તોલતા હોય તેમ જોવા લાગ્યા પછી ઉદયે એક કૂદકો મારી ને અસીમાનંદ પર પૂર્ણ શક્તિથી પ્રહાર કર્યો . પણ તેને આશ્ચર્ય થયું કે હળવા મુક્કા થી મગર ને પણ ભગાડ્યો અને ઝાડ પણ પડી દીધું પણ તેના પ્રહાર ની અસીમાનંદ પર કોઈ અસર ન થઇ . પછી તેને ઘણા બધા પ્રહાર કર્યા અસીમાનંદ પર પણ તે પડવાનું તો જવા દો એક ડગલું પાછળ પણ ના ખસ્યો. હવે વારો અસીમાનંદ નો હતો તેને એક જ પ્રહાર માં ઉદય ને સમુદ્ર ની બહાર ફેંકી દીધો . તેના પ્રહાર એવી તો શક્તિ હતી કે ઉદય માં બીજી વાર ઉઠવાની શક્તિ ન રહી . અસીમાનંદે સમુદ્ર ની બહાર આવીને જોયું તો ઉદય ઉઠવાની કોશિશ કરી રહ્યો હતો તો તેને એક લાત મારી. હવે ઉદય માં ઉઠવાની તાકાત ન રહી . અસીમાનંદે નજીક આવીને કહ્યું હજી તું પરિપક્વ નથી થયો કે મારી સાથે યુદ્ધ કરી શકે અને હવે થઇ પણ નહિ શકે કારણ હું તને સમુદ્ર માં સમાધિ આપવાનો છું. અને રહી મારી વાત તો ચોથા પરિમાણ નો દરવાજો મારી માટે ખુલવાનો છે આજે રાત્રે . કાલી શક્તિઓ એ મારા નરબલી થી પ્રસન્ન થઈને ખોલી નાખ્યો છે અને એક વાર ચોથા પરિમાણ માં પહોંચું પછી આ ઓજારથી પાંચમા ને છઠા પરિમાણ માં પહોંચીને હું મહાશક્તિ ની સમકક્ષ બની જઈશ અને પછી મને કોઈ નહિ હરાવી શકે તારો ભભૂતનાથ પણ નહિ અને ખુદ મહાશક્તિ પણ નહિ અને આખા જગત પર હું રાજ કરીશ .પછી આકાશ તરફ હાથ કરીને વિકરાળ તા થી હસવા લાગ્યો કે ઉદય થથરી ઉઠ્યો . પછી ઉદય ના બે પગ પકડીને સમુદ્ર માં ફેંકી દીધો .અને ધીમા પણ મક્કમ પગલે અસીમનાથ પોતાના આશ્રમ તરફ ચાલી નીકળ્યો .