ઉદય ચેહરા પર પ્રશ્નાર્થ લઈને ભભૂતનાથ ની સામે જોઈ રહ્યો . ભભૂતનાથે ઉદય સામે જોઈને પૂછ્યું મનમાં કોઈ શંકા છે ? ઉદયે પૂછ્યું તમે ટાઈમ મશીન ની વાત કરી રહ્યા છો જેનાથી ભૂતકાળ અને ભવિષ્યકાળ માં જઇ શકાય . ભભૂતનાથે કહ્યું હું ભૂતકાળ માં જવાની વાત જરૂર કહી રહ્યો છું પણ આ કોઈ ટાઈમ મશીન ના સહારે નહિ પણ શારીરિક શક્તિ ને સહારે સમય પરિવર્તન ની વાત છે. હું તમને સમજાવું સમય એક અવિરત પરિમાણ છે જેમાં પાછળ તરફ નથી જવાતું સમય હંમેશા આગળ તરફ ગતિ કરે છે અને તે પણ નિશ્ચિત દર થી . મારા પહેલાના એક દિવ્યપુરૂષ બદ્રીનાથએ આના પર તોડ કાઢ્યો . જો તમે પ્રકાશ વેગ થી ગતિ કરો તો સમય ને એક જગ્યા પર સ્થિર કરી શકો અને જો તેનાથી વધુ ગતિ થી પ્રવાસ કરો તો સમય ની વિરુદ્ધ દિશા માં જઈ શકો એટલે કે ભૂતકાળ માં. ઉદયે કહ્યું પણ મારામાં પ્રકાશ ના વેગ થી ગતિ કરવાની શક્તિ નથી. ભભૂતનાથે કહ્યું મને ખબર છે અત્યારે તે શક્તિ તમારા માં નથી પણ કીયંડુનાથ માં છે તે પણ તમારા દ્વારા જ આપયેલ છે પણ તમને ખબર નથી કારણ તે શક્તિ નો સંબંદ્ધ તમારા જુના શરીર સાથે છે આ શરીર સાથે નહિ .
હવે સમય પરિવર્તન ના નિયમ સમજી લો કે તમે ભૂતકાળ માં જશો એટલે તમને ત્યાં પહોંચાડવામાં આવશે જે વખતે તમે ચોથા પરિમાણ માં પ્રવેશ કર્યો . તમારે ચોથા પરિમાણમાં થી ત્રીજા પરિમાણમાં પ્રવેશ કરવાનો છે. તમે પોતે પોતાની સામે નહિ આવતા એટલે કે તમારા ભૂતકાળ ના પલ્લવ ની સામે આવતા નહિ. બીજું ત્રીજા પરિમાણ માં પ્રવેશ કાર્ય પછી કોઈની સાથે મનનું તેમજ શરીરનું બંધન બાંધતા નહિ . તમારું ફક્ત એકજ બંધન તમારું કાર્ય . તમારે કોઈ પણ જાતનો કોઈના પ્રત્યે વેરભાવ રાખવાનો નથી અને કોઈની પણ હત્યા કરવાનો કે નુકસાન પહોંચાડવાનો અધિકાર નથી હા આત્મરક્ષા જરૂર કરી શકો . તમારી શક્તિ નું પ્રદર્શન કરવાનું નથી. મારા સુધી કોઈ વાત પહોંચાડવી હોય તો એક કૂતરો છે લાલિયા નામ નો તેની સામે કહી દેશો એટલે મને સમાચાર મળી જશે પણ મારો જવાબ તમને કટંકનાથ દ્વારા મળી જશે જો કે મને નથી લાગતું કે તેવી કોઈ જરૂર પડે .
ભભૂતનાથે પૂછ્યું કે હજી મનમાં કોઈ શંકા હોય તો પૂછી લો . ઉદયે પૂછ્યું જો સમય માં પાછળ જવાતું હોય તો તમે સમય માં પાછળ જઈને મારુ મૃત્યુ કેમ ન રોક્યું . ભભૂતનાથે કહ્યું કે અલબત્ત કરી શકાય અને મેં મહાશક્તિ ને પૂછ્યું પણ ત્યારે તેમને રજા ન આપી અને કારણ પણ ના આપ્યું . મહાશક્તિ એ ફક્ત એટલું કહ્યું કે તમારું મૃત્યુ પણ એક મોટી યોજના નો ભાગ છે. મહાશક્તિ અને દિવ્યશક્તિ પર વિશ્વાસ રાખો. તમારે ફક્ત તમારું કર્મ કરવાનું છે. ઉદય બહાર આવ્યો અને કુટિર માં જઈને દાઢી કરીને આવ્યો હતો તે વખતના કપડાં પહેરી લીધા . હવે તે ઉદય માં થી નટુ બની ગયો હતો. કીયંડુનાથ તેને એક મેદાન માં લઇ ગયો અને કહ્યું કે તમે હવે મારો હાથ મજબૂતી થી પકડી લો અને આંખો બેન્ડ અને થોડીવાર શ્વાસ પણ રોકી લેજો થોડી ગુંગળામણ પણ થાય તો પણ મારો હાથ છોડતા નહિ .
ઉદયે કીયંડુનાથ નો હાથ મજબૂતી થી પકડી લીધો અને આંખો બંદ કરી લીધી . થોડીવાર માં તેને ગભરામણ થવા લાગી પણ તેને હાથ ના છોડ્યો કે આંખો પણ ના ખોલી . જયારે કીયંડુનાથે કહ્યું કે હવે આંખો ખોલો ત્યારે જ આંખો ખોલી ત્યારે સામે એક દરવાજો હતો. કીયંડુનાથે તરત તેને એક પથ્થર ની ઓથે લઇ લીધો અને કહ્યું સંભાળીને હમણાજ તમે સામેથી નીકળશો. ઉદયે જોયું કે દરવાજા માં થી પોતે બહાર આવી રહ્યો છે . ખુબજ વિચિત્ર લાગતું દ્રશ્ય હતું પોતાની નજીક થી પોતે પસાર થયી ગયો . પોતાના ત્યાંથી ગયા પછી ઉદયે પૂછ્યું કે તમે પાછા કેવી રીતે જશો . કીયંડુનાથે કહ્યું જેમ આવ્યો તેમ પાછો જઈશ ફક્ત મારે વિરુદ્ધ દિશા માં દોડવાનું છે અને તમને લેવા પણ ભભૂતનાથ ના આદેશ પછી આવીશ. હવે જાઓ અને આ મહાકાર્ય પર પાડો .
ઉદયે પ્રકશિત દરવાજામાં પ્રવેશ કર્યો અને ફરી પાછો ઓરડી માં આવી ગયો. આવ્યા ના થોડી વાર પછી દરવાજો અદ્રશ્ય થઇ ગયો . પછી ઉદયે પથારી માં લંબાવ્યું .અને તરત ઘસઘસાટ સુઈ ગયો.