ઉદય ભાગ ૩૩ - અંતિમ ભાગ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉદય ભાગ ૩૩ - અંતિમ ભાગ

વર્ષ ૪૦૧૮

શહેર - ગ્લોક્સિયા

દેશ - usu ( યુકુ સરંજ વોલ યુરોપ )

જગત ની અત્યારની સ્તીથી કુલ દેશ ; ૮ વસ્તી; ૩૫ કરોડ બોલાતી ભાષાઓ ;૧૫

ગ્લોકસિયા શહેર મધ્યમાં એક બંગલો માં એક દંપતી ખુરસી માં બેઠું હતું . પાસે બે બાળકો બેઠા હતા . પુરુષના હાથમાં એક ડાયરી હતી તેમાંથી વાર્તા વાંચી રહ્યો હતો. બાળક નું નામ જિમ અને બાલિકા નું નામ જીબ્રા હતું.

જીમે પુરુષ ને લાસિયા ભાષામાં પૂછ્યું " રુક્સમ તેના પછી શું થયું ઉદય અને દેવાંશી અને પાછા આવ્યા કે નહિ અને મહાશક્તિએ તેમને શું કહ્યું અને આ ડાયરી માં લખેલી ભાષા કઈ છે ?" રુકસમે જવાબ આપ્યો આ એક પ્રાચીન ભાષા છે હજારો વર્ષો પહેલા વપરાતી હતી ભાષા નું નામ ગુજરાતી . આ ડાયરી મને ખોદકામ કરતી વખતે એક શહેર મળ્યું તેમાંથી મળી. મને લાગે છે આ કોઈ ફૅન્ટેસી સ્ટોરી છે ' રુકસમે લાસિયા ભાષામાં જવાબ આપ્યો. જીમે પૂછ્યું હા તો પછી આગળ શું થયું ?

રુકસમે પછી ડાયરી વાંચવાનું શરુ કર્યું .

પછી ઉદય અને દેવાંશી એક બીજા ખંડમાં ગયા ત્યાં એક જ્યોત હતી તેને પ્રણામ કર્યા અને આવ્હાન મંત્ર બોલ્યો એટલે જ્યોત માં થી અવાજ આવ્યો શું કામ પડ્યું મારુ ઉદયશંકરનાથ .

ઉદયે જવાબ આપ્યો હું ઉદય બનીને જ ખુશ છું. હું રજા લેવા આવ્યો છું હું ત્રીજા પરિમાણ માં જવા માંગુ છું અને ત્યાંજ રહેવા માંગુ છું. તમે જો પાછા જવા માંગતા હો તો જઈ શકો છો પણ પછી તમારી ઉમર ત્રીજા પરિમાણ જેટલી જ રહેશે . હા તમારી શક્તિ તમારી પાસે રહેશે પણ તે એક નિયમ સાથે કે તમે તેને અત્યંત જરૂર હોય ત્યારે જ અને તમારી ઓળખ છુપાવીને વાપરવાની. મહાશક્તિ એ કહ્યું . ઉદયે કહ્યું ભલે પણ હું દેવાંશી સાથે લગ્ન કરીને શાંતિથી જીવન ગુજારવા માંગુ છું.

ઉદય અને દેવાંશી ત્રીજા પરિમાણ માં જવા ત્યાંથી નીકળી ગયા . ગામમાં જઈને મફાકાકા ને મળ્યા અને કહ્યું કે હું બાબા અસીમાનંદ સાથે હિમાલય ગયો હતો ત્યાં તેમણે સમાધિ લઇ લીધી અને હું પાછો આવ્યો છું અને પાછો હવે ખેતર ના કામે લાગી જઈશ . દેવાંશી એ કહ્યું કે હું નટુ સાથે લગ્ન કરવા માંગુ છું. મફાકાકા એ કહ્યું તમે જો લગ્ન કરવાના હો તો હું ભભૂતનાથવાળું ખેતર નટુના નામે કરું છું અને મારી બાકીની જમીન પણ નટુ જ વાવશે.પછી ઉદય અને દેવાંશીના ધામધૂમ થી લગ્ન થયા.

આટલું કહીને રુકસમે ડાયરી બંદ કરી અને કહ્યું કે બસ એટલુંજ લખ્યું છે ડાયરીમાં. હવે તમે બંને તમારા ઘરે જાઓ તમારા માતાપિતા તમારી રાહ જોતા હશે . જીમે જવાબ આપ્યો અત્યારે ઘરે કોઈ નહિ હોય મારા માતાપિતા બ્લૂમ (મંદિર) માં ગયા હશે. આજે એક સંત આવવાના છે પ્રવચન આપવા. તમે નથી જવાના પ્રવચન માં . રુકસમે કહ્યું જવાના છીએ પણ થોડા લેટ. તમે ઘરે જાઓ . પછી જિમ અને જીબ્રા ઘરે જવા નીકળ્યા .

રુક્સમ અને નીલા એ એકબીજા સામે જોયું. નીલા એ કહ્યું ડાયરી ના છેલ્લા પાના પાર તો એવું બધું તો નથી લખ્યું. રુક્સમ હસ્યો અને કહ્યું ઠીક છે હું ફરી વાંચું છું .

ઉદય અને દેવાંશી જ્યોત પાસે ગયા . ઉદયે પૂછ્યું કે દેવાંશી એ મારો હાથ પકડ્યા પછી શું થયું . મહાશક્તિ એ જવાબ આપ્યો આ તારી ચેતના હતી અને વગર તું અધૂરો હતો. અસીમાનંદ જાણ બહાર આના મનમાં તારા વિષે પ્રેમ પ્રગટાવ્યો. દેવાંશી એ તારો જ ભાગ છે એટલે તે પણ હવે દિવ્યસ્ત્રી બની ગયી છે. હવે તે પણ તારા જેટલું જ જીવશે . તમારો અંત પણ એકસાથે થશે . આ આશીર્વાદ સાથે એક શ્રાપ જોડાયેલો છે કે તમે પતિપત્ની તો બની શકશો પણ કોઈ દિવસ માતાપિતા નહિ બની શકો. હવે તમે ત્રીજા પરિમાણ માં જાઓ અને ત્યાં જઈને જગત માં પાપપુણ્ય નું સંતુલન કરવામાં યોગદાન આપો . મારો આદેશ તમને કટંકનાથ અથવા ભભૂતનાથ દ્વારા મળી જશે. યાદ રાખો તમારી ભૂમિકા ખુબ મહત્વની છે .

રુકસમે ડાયરી બંદ કરી અને પાસે પડેલું એક રિમોટ ઉપાડ્યું અને ભીંત તરફ કરીને બટન દબાવ્યું એટલે ભીંત માં ટીવી ચાલુ થયું. તેણે જોરથી કહ્યું usuના સમાચાર. એટલે usuના સમાચાર શરુ થયા. પાંચ જગ્યાએ બૉમ્બ ફૂટયાના સમાચાર હતા . બોમ્બવિસ્ફોટ ની જિમ્મેદારી રુકસોદ નામના ગ્રુપે લીધી હતી. તેમણે કહ્યું અમારા ધર્મ રુકઝર માં ન માનનાર ને જીવવાનો અધિકાર નથી . બે જગ્યા પાર બરફવર્ષા ના સમાચાર હતા.

તેના હાથમાંથી બીપ બીપ અવાજ આવ્યો . તેણે ત્રીજી આંગળી પોતાની હથેળી પર દબાવી એટલે હાથ માં સંદેશ લખાઈને આવ્યો " રુકસોદ નામનું એક ગ્રુપ છે તેનો નેતા પાનાઝર કાળીશક્તિ ને આધીન કામ કરી રહ્યો છે. તે અત્યારે ગ્લોક્સિયા શહેર ની બહારની પહાડી માં છે . તેને નેસ્તાનાબૂદ કરો .----બી બી એન

રુકસમે કહ્યું ચાલો ભભૂતનાથ નો આદેશ આવી ગયો છે . ટીવી બંદ કરીને છત્રી લઈને રુક્સમ અને નીલા ઘરની બહાર નીકળ્યા .

સમાપ્ત