પરિતા આજે લગભગ પાંચ વર્ષ પછી એ શહેરમાં, એ ઘરે જઈ રહી હતી, જે એનું જન્મસ્થળ હતું, જ્યાં એણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું, સ્કૂલ - કોલેજનાં દિવસો પસાર કર્યાં હતાં. રસ્તામાં એ જ સમય અને એ જ દિવસો એની સ્મૃતિમાં અથડાયા કરતાં હતાં. કામની વ્યસ્તતાને કારણે પોતાનાં ઘરે જવાનો, પરિવાર સાથે સમય વિતાવવા માટેનાં સમયનો અભાવ થઈ ગયો હતો. મોબાઈલ દ્વારા એકબીજા જોડે વાત-ચીત તો થયાં જ કરતી, વિડીયો કૉલ દ્વારા એક-બીજાનાં ચહેરા પણ જોવા મળી જતાં, પણ રૂબરૂ થવાનો ને સામસામે મળવાનો મોકો આજે પાંચ વર્ષ પછી મળ્યો હતો. પરિતા ખૂબ જ ખુશ હતી. પાંચ-પાંચ વર્ષ સુધી બહેનો, મિત્રો સાથેની ધમાલ-મસ્તી, મોજ-મજા, મશ્કરી- ટીખળ જે બધું અકબંધ રાખ્યું હતું એ બધું જ કરી લેવાની એની ઈચ્છા અતિરિક્ત બની રહી હતી.
નવા એપિસોડ્સ : : Every Monday & Thursday
પરિતા - ભાગ - 1
પરિતા આજે લગભગ પાંચ વર્ષ પછી એ શહેરમાં, એ ઘરે જઈ રહી હતી, જે એનું જન્મસ્થળ હતું, જ્યાં એણે બાળપણ વિતાવ્યું હતું, સ્કૂલ - કોલેજનાં દિવસો પસાર કર્યાં હતાં. રસ્તામાં એ જ સમય અને એ જ દિવસો એની સ્મૃતિમાં અથડાયા કરતાં હતાં. કામની વ્યસ્તતાને કારણે પોતાનાં ઘરે જવાનો, પરિવાર સાથે સમય વિતાવવા માટેનાં સમયનો અભાવ થઈ ગયો હતો. મોબાઈલ દ્વારા એકબીજા જોડે વાત-ચીત તો થયાં જ કરતી, વિડીયો કૉલ દ્વારા એક-બીજાનાં ચહેરા પણ જોવા મળી જતાં, પણ રૂબરૂ થવાનો ને સામસામે મળવાનો મોકો આજે પાંચ વર્ષ પછી મળ્યો હતો. પરિતા ખૂબ જ ખુશ હતી. પાંચ-પાંચ વર્ષ સુધી બહેનો, મિત્રો ...વધુ વાંચો
પરિતા - ભાગ - 2
એ રાત ઘરનાં બધાં સભ્યો માટે ખૂબ જ ખુશ રહી. દાદી કે જેમણે ઘણાં વર્ષોથી બહારનું ખાધું ન હતું પણ એ રાત્રે હોટલમાં જમવાની લહેજત માણી હતી. રાત્રે ઘરે આવ્યા પછી બધાં સૂવાની તૈયારી જ કરી રહ્યાં હતાં ત્યાં અચાનક જ પપ્પાએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી. પરિતાએ તાત્કાલિક ડૉક્ટરને ફોન કરી ઘરે બોલાવ્યા ને દાદી અને મમ્મીએ ડૉક્ટર આવે ત્યાં સુધી ઘરેલુ ઉપચારનાં આવડે તેટલાં નુસખાઓ અજમાવી જોયાં. ઘરેલુ ઉપચારથી પપ્પાની તબિયતમાં કોઈ સુધાર જોવા મળ્યો નહોતો! એટલે બધાં કાગડોળે ડૉક્ટર આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. પંદર-વીસ મિનિટમાં તો ડૉક્ટર હાજર થઈ ગયાં. એમણે પપ્પાને તપાસ્યા ને કહ્યું કે, "અતિ ...વધુ વાંચો
પરિતા - ભાગ - 3
પરિતાએ પોતાની ઓફિસમાં વધારે દિવસની રજા મૂકી દીધી. પપ્પાની સારવારમાં, ઘર સાચવવામાં ને આર્થિક રીતે મદદરૂપ થવામાં એ મમ્મીની ખડેપગે ઊભી રહી. જ્યાં સુધી પપ્પા હોસ્પિટલથી ઘરે આવી ગયાં ત્યાં સુધી એણે હોસ્પિટલની અને ઘરની મોટાભાગની તમામ જવાબદારીઓમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. શિખા નાની હોવાથી અને દાદી અશક્ત હોવાથી પરિતાએ એકલે હાથે જ બધું કામ પૂરું પાડ્યું હતું. જો કે શિખા અને દાદીએ પરિતાને નાનાં - નાનાં કામોમાં મદદ કરવામાં પાછી પાની રાખી ન હતી. પપ્પાની તબિયત હવે એકદમ બરાબર થઈ ગઈ હતી ને એટલે જ હવે એમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી ...વધુ વાંચો
પરિતા - ભાગ - 4
પરિતાએ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર્યા પછી પોતાનાં પિતાની સમક્ષ એક રજૂઆત કરી. એણે કહ્યું કે, "પપ્પા..., મેં વિચારી લીધું કે જ્યાં સુધી ભણવાનું પૂરું કરી, ઉચ્ચ પદની નોકરી કરી, મારાં લગ્ન માટે પૈસા જમા ન કરી લઉં ત્યાં સુધી હું લગ્ન નહિ કરું.....,""બેટા....., તું ક્યારે પોતાનું ભણવાનું પૂરું કરી લઈશ....,ક્યારે નોકરીએ લાગીશ....ને ક્યારે પૈસા ભેગા કરી લઈશ....?! ત્યાં સુધીમાં તો સારાં - સારાં છોકરાઓ હાથમાંથી નીકળી જશે...!""પણ....,પપ્પા....,""બેટા...., અમે આજે છીએ અને કાલે નથી...., સારાં ઘરમાં તને અને શિખાને પરણાવીને ઠરીઠામ કરાવી દઈએ એટલે અમને તમારી ચિંતા ન રહે અને નિરાંતપણે અંતિમ શ્વાસ લઈ શકીએ...""પપ્પા..., અત્યારથી મરવાની વાત શું કામ ...વધુ વાંચો
પરિતા - ભાગ - 5
બીજા દિવસે મનિષ અને એનાં પરિવારનાં લોકો એટલે કે એ, એની પત્ની અને દીકરો પરિતાનાં ઘરે આવી પહોંચ્યા. આમ એ લોકો આવ્યા હતાં પરિતાનાં પપ્પાની ખબર પૂછવા માટે પણ વિગતો કઢાવી રહ્યાં હતાં પરિતાની. પરિતાએ સમર્થ સામે એક નજર કરી. લાંબું કદ, મધ્યમ શરીર, સાધારણ દેખાવ છતાં આકર્ષક વ્યક્તિત્વ. પરિતાને સમર્થ ગમ્યો તો ખરો એટલે એનાં ચહેરા પરની મૂંઝવણની રેખા થોડી ઓછી થઈ ગઈ. મનિષ સાથે વાતો કરતાં - કરતાં પરિતાનાં પપ્પા સમર્થ સાથે વાતોએ વળગ્યા."બેટા..., તું કેટલું ભણ્યો છે....?""જી..,મેં ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું છે..,અંકલ...""વાહ.., સરસ...!""નોકરી...ક્યાં કરે છે...."?"હું એક પ્રાઇવેટ કંપનીમાં હેડ એન્જિનિયરની નોકરી કરું છું.""ઓહ...! સરસ....,સરસ....""પગાર કેટલો....?""સારી રીતે જીવી ...વધુ વાંચો
પરિતા - ભાગ - 6
સંપૂર્ણ હિન્દુ રીતિ- રિવાજ પ્રમાણે વિધિસર સમર્થ અને પરિતાનાં લગ્ન કરવામાં આવ્યાં. બધું જ સારી રીતે પાર પડી હતું. મુંબઈમાં એકલી રહેતી પરિતા પાંચ વર્ષે ઘરે થોડાં દિવસ માટે પાછી ફરી હતી ને અચાનક જ એનાં લગ્ન ગોઠવાઈ ગયાં ને એ હવે સાસરે સાસુ - સસરા, પતિ સાથે રહેવા લાગી હતી. શરૂઆતનાં દિવસો તો હનીમૂન માટે ફરવા જવામાં, નજીકનાં સગાં - સંબંધીઓને ત્યાં મળવા જવામાં, પસાર થઈ ગયાં પણ પછી...., પછી પરિતાને ઘરમાં રહેવાનું અઘરું થવા માંડ્યું હતું. એવું નહોતું કે એને ઘરકામ કરવામાં કંટાળો કે પછી રસોઈ કરવાનો અણગમો હતો, એ બધું કામ તો એ ફટાફટ કરી લેતી ...વધુ વાંચો
પરિતા - ભાગ - 7
પરિતાને પોતાની સાસુ સાથે ફાવી રહ્યું નહોતું. નાની - નાની વાતમાં એને સાસુ સાથે વાંકું પડવા લાગ્યું હતું. પોતે વિચારો ધરાવતી હતી એટલે એને સાસુનાં વિચારો, એમની વાતો, એમની હરકતો, એમનાં રિવાજો, કામ કરવાની એમની રીત, વગેરે એને જુદાં અને જુનાં લાગી રહ્યાં હતાં. જોકે પોતે સાસુને મોઢાં પર કંઈ કહેતી નહિ પણ આખો દિવસ એમની સાથે રહેવાનું હોવાથી એમની વાતો સાંભળીને અને એમની ટેવોને જોઈને એને મનોમન અકળામણ થઈ આવતી હતી. સમર્થ પણ પોતાનાં કામમાં હવે પહેલા કરતાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યો હતો ને પરિતા કંઈ કહેવા જાય તો એને 'બહુ ટેન્શન છે.' એમ કહી ટાળી દેતો હતો. એટલે ...વધુ વાંચો
પરિતા - ભાગ - 8
સમર્થનાં મધમીઠા જેવા આ શબ્દોનાં જાદૂથી પરિતા હવે ઘરનાં કામોમાં મન પરોવવાનો પ્રયત્ન કરી રહી હતી. થોડા દિવસ માટે ભણતરને અને નોકરી કરવાની વાતને બાજુ પર મૂકી દીધી હતી. એક દિવસ સવારે રસોઈ બનાવતાં - બનાવતાં એને અચાનક ચક્કર આવ્યાં અને એ જમીન પર પડી ગઈ. ડૉક્ટરને ઘરે બોલાવવામાં આવ્યાં. તપાસ કરતાં ખબર પડી કે 'ગુડ ન્યૂઝ' છે, પરિતા ગર્ભવતી હતી, એ સમર્થ અને પોતાનાં બાળકની માતા બનવાની હતી! ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યું. ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. બધાં બહુ જ ખુશ હતાં પણ પરિતાનાં મોઢાં પર ખુશી નહોતી પણ ઉપરછલ્લી ખુશી દેખાઈ રહી હતી. એ વધારે ...વધુ વાંચો
પરિતા - ભાગ - 9
એક રાત્રે પરિતા વિચાર કરતી બેઠી હતી, 'હજી તો લગ્ન જીવન જ બરાબર સમજમાં આવી નથી રહ્યું ત્યાં આવનાર બાળક. પપ્પાની તબિયત લથડતાં પોતે પરણી જવાનો લીધેલો નિર્ણય અને હવે આ બાળક...,' એને આ બધું પોતે ભરેલું ઉતાવળિયું પગલું લાગી રહ્યું હતું. જોત - જોતામાં એનાં નવ મહિના પૂરા થઈ ગયાં હતાં ને એણે એક તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. એણે પુત્રને જન્મ આપ્યો હોવાથી સાસુ - સસરા, સમર્થ બધાં જ એની પર ખૂબ જ ખુશ થયાં હતાં. પરિતાને આ વાત પણ મનમાં ખટકી હતી કે જો એણે પુત્રીને જન્મ આપ્યો હોત તો કદાચ આ લોકો આટલાં ખુશ ન ...વધુ વાંચો
પરિતા - ભાગ - 10
'મમ્મીને કેવી રીતે સમજાવવું ?' એ વાતની પરિતાને સમજ નહોતી પડી રહી. મમ્મી માટે તો છૂટાછેડા માટે કાં તો લડાઈ, દહેજની માંગણી, કાં તો મારઝૂડ.., વગેરે જેવાં જ કારણો હોય શકે. મમ્મીનો ચહેરો ચિંતાગ્રસ્ત બની ગયો હતો. મનમાં હાયકારો પેસી ગયો હતો. હજી તો દીકરીનો સંસાર માંડ - માંડ શરૂ થયો છે ને એનાં મોઢાં પર છૂટાછેડાની વાત...!'પતિ સાથે ન ફાવવાનું કારણ ઝગડો, કંકાસ કે પછી મગજમારી જ હોય શકે...? વિચારોમાં ભિન્નતા, રીતભાતમાં તફાવત કે પછી જુદી - જુદી માન્યતાઓ ન હોય શકે...?' પરિતાએ મનમાં વિચાર્યું."બેટા..., તને સાસરામાં કોઈ જાતની તકલીફ નથી, હેરાનગતિ નથી તો પછી છૂટાછેડા લેવા જેવી ...વધુ વાંચો
પરિતા - ભાગ - 11
પરિતાએ પહેલાં તો પોતાનું મનોબળ એવું મજબૂત કરી લેવાનું નક્કી કર્યું કે સાસુ - સસરા કે સમર્થનાં સારાં કે વિચારો, સુટેવો કે કુટેવો, ગમતી વાતો કે અણગમતી વાતો, વગેરેની અસર પોતાનાં મન પર ન થાય. એ માટે એણે રોજ સવારે યોગ કરવાનું શરૂ કર્યું. એણે પોતાનું બધું જ ધ્યાન દીપનાં ઉછેર માટે અને એને યોગ્ય શિક્ષણ મળી રહે એ માટે જ બસ કેન્દ્રિત કરી રાખ્યું હતું. ઘરમાં બધાંને સહન કરવા એનાં માટે સરળ તો નહોતું જ ને એટલે જ એને પોતાની જાતને એવી એક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવી હતી કે એનું મન બીજે વળી જાય.એવું નહોતું કે સમર્થ અને એનાં ...વધુ વાંચો
પરિતા - ભાગ - 12
પરિતાએ પોતાની આ જ જિંદગી સ્વીકારી લીધી હતી. સમર્થની પરિસ્થિતિ એવી જ હતી, કામનું દબાણ ને એનાં લીધે સદા જ રહેતો સ્વભાવ. દીપ કયા ધોરણમાં ભણે છે...? શું ભણે છે...? કેવું ભણે છે...? એ બાબતે એનું કશું જ ધ્યાન રહેતું નહિ. એ સવારનો જતો રહેતો તે છેક મોડી રાત્રે ઘરે પાછો ફરતો હતો. પરિતા ઓનલાઈન જે કામ કરી રહી હતી , એનાં કારણે એ પાર્થનાં પરિચયમાં આવી. પાર્થ થોડો બોલકો હતો, એટલે એ કામ સિવાય પણ પરિતા સાથે થોડીઘણી આડી - અવળી પણ વાત કરી લેતો હતો. કામ સિવાયની આવી થોડી વાતોને કારણે પરિતાને સારું લાગતું હતું. પોતે એક ...વધુ વાંચો
પરિતા - ભાગ - 13
પરિતાએ પોતાની જિંદગી સાથે સમાધાન તો કરી લીધું હતું પણ આ રીતે મન મારીને જીવવા માટે એનું મન માની નહોતું. પત્ની તરીકે સમર્થનું ખાવા - પીવાનું ધ્યાન રાખવું, એનાં સ્વભાવને સાચવવાનું ને એની કહેલી વાતને માની લેવાનું બસ એ જ એનું જીવન બની ગયું હતું. સમર્થનો હાથ પોતાનાં હાથમાં પકડીને એ વિહરી શક્તી નહોતી, એનાં જોડાજોડ બેસીને મનપસંદ મૂવી જોઈ શક્તી નહોતી, નાની - નાની આવી દરેક અને અનેક પળો અને એમાંથી મળતો આનંદ કે જે જુવાન હૈયું જીવવા અને માણવા માટે ઝંખતું હોય છે, એ પળો અને એ આનંદની પરિતાનાં જીવનમાં કમી હોવાને કારણે પરિતાનું મન આવી પળોને ...વધુ વાંચો
પરિતા - ભાગ - 14
પરિતાનાં મનનો ગૂંચવાડો ઉકેલાવાને બદલે દિવસે ને દિવસે વધતો જતો હતો. એક બાજુ મન મારીને લગ્ન જીવનને સ્વીકાર કરીને રહી હતી ને બીજી બાજુ પાર્થ સાથે જીવવાનું મન રાજી હોવા છતાં એ પોતાની જિંદગીને એની સાથે જીવી શક્તી નહોતી. દીપનાં કારણે સમર્થ સાથે રહેવું ઘણું જ જરૂરી હતું ને પોતાને ન મળેલા આદર ને પ્રેમ પ્રાપ્ત કરવા માટે પાર્થ સાથે રહેવું એને જરૂરી લાગતું હતું. માતા - પિતા પ્રત્યેનાં સ્નેહ સંબંધ અને સમર્થનાં ભરોસાભર્યા શબ્દો પર વિશ્વાસ રાખીને એણે લગ્ન તો કરી લીધાં હતાં પણ લગ્ન પછી માતા - પિતાનો સ્નેહ ફિકરમાં ફેરવાઈ ગયો હતો ને સમર્થનાં શબ્દો એનાં ...વધુ વાંચો
પરિતા - ભાગ - 15
પોતાનાં સોનેરી ભૂતકાળને વાગોળતી પરિતા બેઠી હતી ને સાસુમાની બૂમ એને સંભળાઈ. ભૂતકાળમાં ખોવાયેલ પરિતા વર્તમાનમાં આવી ને એક નિ:સાસો નાંખતા બોલી, "હવે તો લગ્ન પછી એ દિવસો માત્ર સપના જેવા બનીને રહી ગયાં છે." સાસુમા પાસે પહોંચતાં જ એમની કટકટ શરૂ થઈ ગઈ હતી. આ આમ કેમ છે? પેલું આવું હોવું જોઈએ.., ફલાણુ ને ઢીકણુ ને બીજું ઘણું બધું. પરિતા ચૂપચાપથી સાંભળી રહી હતી. એવું નહોતું કે દર વખતે એ ચૂપચાપથી સાંભળી લેતી હતી, ક્યારેક ક્યારેક સહન ન થતાં એય સામે થોડું ઘણું સંભળાવી લેતી ને પછી નાની અમથી વાતમાંથી થઈ જતી માથાકૂટ અને વધી જતી બોલાચાલી. આજે ...વધુ વાંચો
પરિતા - ભાગ - 16
પાર્થની મીઠી - મીઠી વાતો પરિતાને એનાં તરફ ખેંચી રહી હતી. સમર્થને ન તો પરિતાની કોઈ વાતો સાંભળવામાં રસ કે ન એને કંઈ પણ કહેવા માટે એની પાસે સમય હતો. સમર્થ આખો દિવસ પોતાનાં કામમાં રચ્યો - પચ્યો રહેતો હતો ને બાકી જે થોડો ઘણો સમય મળે એ પોતાનાં મિત્રો સાથે વિતાવતો હતો. પરિતા માટે ખાસ એણે સમય ફાળવ્યો હોય એવું પરિતાને યાદ નહોતું. પરિતા હવે પાર્થ સાથે વધુ સમય વિતાવવા લાગી હતી. સમય મળે ત્યારે એ પાર્થ સાથે ફરવા માટે ઉપડી જતી હતી. પહેલા તો એનાં સાસુને આ બધું સામાન્ય લાગતું હતું પણ પછી એમને આ રીતે પરિતાનું ...વધુ વાંચો
પરિતા - ભાગ - 17
પરિતા આ રીતે પાર્થને મળવા તો જતી રહેતી હતી પણ અંદરખાને એ અપરાધની લાગણી અનુભવી રહી હતી. પોતે સાસુ સસરા ને સમર્થને છેતરી રહી હતી એ વાત એનાં મનમાં ડંખ્યા કરતી હતી. મન પાર્થ તરફ વળેલું હતું ને જવાબદારીઓ સમર્થ તરફ ઢળેલી હતી. દિલમાં એક પ્રકારની દુવિધા પણ હતી કે એનાં માટે કોણ મહત્તવનું રહ્યું હતું સમર્થ કે પાર્થ? એક તરફ પાર્થ સાથેની જિંદગી હતી જેમાં ખુશી મળતી હતી ને બીજી બાજુ સમર્થ સાથેની જિંદગી હતી જેમાં રાજી રહેવાની જરૂરિયાત હતી. પાર્થ જ્યારે પણ પરિતાને મળતો ત્યારે એક જ જીદ કરતો રહેતો હતો કે એ પરણશે તો એની જ ...વધુ વાંચો
પરિતા - ભાગ - 18
પરિતા એ દૃશ્ય જોઈને ખૂબ જ દુ:ખી થઈ હતી. પરિતા તરત જ ત્યાંથી બહાર ચાલી આવી અને દીપ પાસે ગઈ. દીપને લઈ એ ફટાફટ મૉલની બહાર જતી રહી. ઘરે આવી પોતાનાં રૂમમાં જઈ એ ખૂબ જ રડી. દીપ એને પૂછતો રહ્યો કે, "મમ્મી શું થયું છે..?" પણ પરિતાએ એને કંઈ જ જવાબ ન આપ્યો. એણે દીપને થોડીવાર માટે રૂમમાંથી બહાર મોકલાવી દીધો ને પાછી જોર - જોરથી રડવા લાગી. એ દૃશ્ય વારંવાર એની આંખ સામે દૃશ્યમાન થઈ રહ્યું હતું. માંડ - માંડ એ પોતાની જાતને ચૂપ કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં એને સાસુમાની કટકટનો અવાજ કાને સંભળાયો. પોતાની ...વધુ વાંચો
પરિતા - ભાગ - 19
પરિતાએ પાર્થ સાથેનાં પોતાનાં સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. પોતાની જિંદગીમાં પાછી એકલવાયી થઈ ગઈ હતી. પોતાનું હતું એ એટલે અંદરથી તૂટી ગઈ નહોતી પણ ખૂબ જ દુ:ખી થઈ ગઈ હતી. મન એનું દુ:ખી થઈ ગયું હોવા છતાં એનું મન સમર્થ પ્રત્યે ઢળી રહ્યું નહોતું. પોતે અંદર - અંદર જ એકલી - એકલી પોતાનું દુ:ખ ઘટાડવાનો પ્રયત્ન કરી રહી હતી.સમર્થ માટેની બધી જ આશા, આકાંક્ષા તો ક્યારનીય એણે ગુમાવી દીધી હતી. સમર્થને માટે સમયસરનું ભોજન બનાવી રાખવું, સમયસર એનાં કપડાં તૈયાર કરી રાખવા ને એની વસ્તુઓનું ધ્યાન રાખવું, વગેરે જેવા કામો સિવાય ન તો એનાં અને સમર્થ ...વધુ વાંચો
પરિતા - ભાગ - 20
પરિતા પોતાનાં કામનું, ઘરનાં કામનું, દીપની સંભાળ, સાસુ - સસરાનું ધ્યાન, સમર્થને સાચવવાનું, વગેરે જેવી પોતાની બધી જ જવાબદારીઓ સંતુલન બરાબર રીતે જાળવી રહી હતી. પણ છતાં સમર્થનાં મમ્મી - પપ્પાને કોઈને કોઈ વાતની પરિતા સામે ફરિયાદ રહેતી હતી. સમર્થ પણ પરિતાની પરિસ્થિતિને સમજ્યા વગર માતા - પિતાની વાતને સાંભળી પરિતા માટે ઉખડો - ઉખડો રહેવા લાગ્યો હતો. એ લોકોનાં આ રીતનાં વ્યવહારને કારણે પરિતાને અંદરથી સતત એવું લાગ્યા કરતું કે પોતે જાણે એક વહુ, પત્ની તરીકે નિષ્ફળ છે. પરિતા સમર્થ અને સાસુ - સસરા સાથે પોતાનો સંબંધ મન મારીને જાણે નિભાવી રહી હોય એવી લાગણી એ અનુભવવા લાગી ...વધુ વાંચો
પરિતા - ભાગ - 21
પરિતા દીપને લઈ મુંબઈ પહોંચી ગઈ હતી. એણે પોતાનો રહેવાનો બંદોબસ્ત કરી લીધો હતો. દીપનાં સ્કૂલની પણ વ્યવસ્થા થઈ હતી. પોતાની કમાણી ચાલુ જ રહેવાથી એને આ બધી બાબતમાં કોઈ તકલીફ થઈ નહોતી. બધું બરાબર ગોઠવાઈ જતાં એણે એક સારી કંપનીમાં પોતાનાં માટે જોબ પણ શોધી લીધી હતી. હવે એ પોતાની જિંદગીને પોતાની રીતે જીવી રહી હતી. દીપને ખાસ કોઈ વધારે ફરક પડ્યો ન હતો કારણ એનાં માટે સમર્થ તરફનો પ્રેમ કે લાગણી વધુ વિશેષ રહ્યાં નહોતાં એટલે ત્યારે પણ એનાં માટે પરિતા જ સાથે હતી ને અત્યારે પણ મમ્મી સાથે હતી એટલે એને પપ્પાની કમી જણાતી નહોતી.સમર્થે ઘણાં ...વધુ વાંચો
પરિતા - ભાગ - 22
હોસ્પિટલનાં કોરિડોરમાં સમર્થ અને પરિતા બંન્ને એકબીજાની સામ - સામે આવ્યાં, બંન્નેની નજર મળી. શરૂઆતની બે મિનિટ માટે તો એકબીજા સામે ચૂપચાપથી જોયા જ કર્યું. સમર્થની આંખમાંથી નરી ભાવુકતા છલકાઈ રહી હતી. પરિતા પણ સમર્થને આદરભરી નજરે જોઈ રહી હતી. "પરિતા....., તું.....!!!" બે મિનિટ પછી સમર્થ બોલ્યો."હા...., હું અહીં એક સંબંધીને મળવા માટે આવી હતી ને તું.....?""હું અહીં મારાં એક મિત્ર માટે આવ્યો છું.""ઓહ...!" "કેમ છે તું....?" સમર્થે પૂછ્યું."મજામાં...., ને તું....?" પરિતાએ વિવેક ખાતર પૂછ્યું."જરાય મજામાં નથી......" સમર્થે તરત જ કીધું.આ સાંભળી પરિતાએ પોતાની આંખો ચડાવી. એણે સમર્થ સામે લાગણીભરી નજરે જોયું અને પછી પૂછ્યું, "જરાય મજામાં નથી.., એટલે....?""એટલે ...વધુ વાંચો
પરિતા - ભાગ - 23
સમર્થ ઘણી બધી વસ્તુઓ જેમ કે ટોયઝ, ગેમ્સ અને ચોકલેટ્સ લઈને પહોંચી ગયો દીપને મળવા માટે. એને જોતાં જ દોડીને "ડેડી..., ડેડી..." કરીને એને વળગી પડ્યો. સમર્થ એને ઊંચકીને એને ગાલ પર હેતભરી ચૂમીઓ કરવા લાગ્યો. સમર્થે વિચાર્યુ જ નહોતું કે દીપ આ રીતે આટલા પ્રેમથી એને આવકારશે...! સમર્થ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. દીપને છોડવાનું એને મન જ નહોતું થઈ રહ્યું હતું પણ તેમ છતાં એણે એને નીચે મૂક્યો અને એની સાથે વાતો કરવા માંડ્યો. જ્યારે દીપ અંદર સમર્થ માટે પાણી લેવા ગયો ત્યારે સમર્થે આખા ઘરમાં નજર ફેરવી લીધી હતી. ઘર સુઘડ, સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત ...વધુ વાંચો