રાજવી : પ્રીતની નવી રીત

(222)
  • 130.3k
  • 22
  • 62.9k

જૈન સંસ્કૃતિ એક અગાધ સમુદ્ર છે. જેમાં આપણે ડૂબકી મારીએ તો તેમાંથી દરેક વખતે નવું એક છીપ અને એક નવું જ મોતી મળે. દરેક ડૂબકીમાં નવા નવા જ મોતી મળે. દરેક મોતીનો એટલે કે દરેક વાતનો સાર મોક્ષ મેળવવાનો અને સંસારમાં થી પાર ઉતારવાનો છે. આધ્યાત્મિક વાતો કરનારા ગ્રંથો, એને સમજાવતી વાર્તાઓ પણ ઘણી અને અદ્ભુત છે. એ ગ્રંથો આધ્યાત્મિક કેવી રીતે વિકાસ કરવો એની માહિતી સાથે સાથે પ્રેરણા આપે છે. જૈન ગ્રંથોમાં ચોવીસ તીર્થંકરો અને એમની સાથે જોડાયેલા દરેક પાત્રોનું વર્ણન છે. એ દરેક વર્ણનો એટલા અદભૂત અને જીવંત છે કે જાણે એવું લાગે કે, આપણે ત્યાં જ બેઠા છીએ અને દરેકને નજર સમક્ષ નિહાળીએ છીએ. આવો જ અગાધ સમુદ્ર સમાન ગ્રંથોમાં થી કહો કે વાર્તાઓ માંથી કહો તો ડૂબકી લગાવીને મેં શોધ્યું છે, એક એવું પાત્ર. શ્રી નેમિનાથ તીર્થંકરના સમયમાં થયેલ અને હિંદુઓના સમયમાં કૃષ્ણ ભગવાનના સમયમાં થયેલ છે. જેને નેમિનાથ ભગવાન સાથેની પ્રીતિ સાચવી અને નિભાવી જાણી. એ પણ એક નવી રીત સાથે. જેને મંડપમાં જ એકલી મૂકીને જતા રહ્યા છતાંય તેને પોતાની પ્રીતિ સાચવવા શ્રી નેમિનાથ પાછળ ભેખ લીધો. આ પાત્ર વિશે જેમ જેમ હું વિચારતી ગઈ તેમ તેમ હું ઊંડી ઊતરતી ગઈ. અને એ પાત્રને લખવા માટે મારું મન અતિશય લલચાઈ ગયું. આ પાત્રને વિશે લખવા માટે જૈન ગ્રંથો અને જયા ઠાકોરના પુસ્તકનો આધાર લીધો છે. તો તમારા મહત્ત્વના પ્રતિભાવ અવશ્ય આપશો.

Full Novel

1

રાજવી : પ્રીતની નવી રીત - 1

પ્રસ્તાવના જૈન સંસ્કૃતિ એક અગાધ સમુદ્ર છે. જેમાં આપણે ડૂબકી મારીએ તો તેમાંથી દરેક વખતે નવું એક છીપ અને નવું જ મોતી મળે. દરેક ડૂબકીમાં નવા નવા જ મોતી મળે. દરેક મોતીનો એટલે કે દરેક વાતનો સાર મોક્ષ મેળવવાનો અને સંસારમાં થી પાર ઉતારવાનો છે. આધ્યાત્મિક વાતો કરનારા ગ્રંથો, એને સમજાવતી વાર્તાઓ પણ ઘણી અને અદ્ભુત છે. એ ગ્રંથો આધ્યાત્મિક કેવી રીતે વિકાસ કરવો એની માહિતી સાથે સાથે પ્રેરણા આપે છે. જૈન ગ્રંથોમાં ચોવીસ તીર્થંકરો અને એમની સાથે જોડાયેલા દરેક પાત્રોનું વર્ણન છે. એ દરેક વર્ણનો એટલા અદભૂત અને જીવંત છે કે જાણે એવું લાગે કે, આપણે ત્યાં જ ...વધુ વાંચો

2

રાજવી : પ્રીતની નવી રીત - 2

(૨) (મથુરાના રાજા ઉગ્રસેન મહારાજ અને ધારિણી રાણીને એક દિકરીનો જન્મ થયો. તેનું નામ ઉગ્રસેન રાજાએ રાજુલ પાડયું. હવે બાળપણ કેવું હોય, એક નિર્દોષ સમય જેમાં કંઈ જ ના વિચારવાનું કે ના કોઈ જાતની ચિંતા કરવાની. કોઈને ગમશે કે નહીં ગમે તે વિચાર્યા વગર જીવનનો આનંદ જ લેવાનો. બાળપણના દિવસો જેવા દિવસો અદ્ભુત બીજા એકપણ સમયના નથી. એ જ દરેક વ્યક્તિના ઘડતરમાં સૌથી વધારે યાદગાર અને મહત્ત્વ ધરાવે છે. એ વખતની નિર્દોષ મિત્રતા, નિર્દોષ હાસ્ય, નિર્દોષ રમતો અને એવા જ આપણા તોફાનો, મસ્તી અને મનફાવે તેમ કરવાની આઝાદી. આ બધી દરેકના બાળપણની નિશાની છે. રાજુલની ત્રણ સખીઓ વૃંદા, શશિલેખા ...વધુ વાંચો

3

રાજવી : પ્રીતની નવી રીત - 3

(૩) (બાળપણની રમતો રમતી, સખીઓ સાથે હસતી રાજુલ મોટી થઈ ગઈ અને જોડે જોડે તેના વિચારો પણ. હવે આગળ...) ચક્ર હંમેશા એકધારી ગતિમાં જ આગળ વધતું રહે છે, તે કયારેય પાછું નથી જતું કે નથી ધીમું ચાલતું. ઉગ્રસેન રાજા પ્રભાતે જાગ્યા તેવા જ જાણે તે ચક્રવર્તી થયા હોય એવા આનંદમય થઈ ઉઠયા. ધારિણી દેવી પણ પતિને આટલા આનંદિત જોઈ હરખાઈ ગયા. સ્વભાવિક રીતે ઉગ્રસેન રાજા નામ પ્રમાણે થોડા ઉગ્ર સ્વભાવવાળા હતા. એટલે જ જયારે પતિ આનંદિત હોય ત્યારે રાણી પોતાના મનની વાત કહી દેતા. "આજે આટલા વહેલા કેમ જાગી ગયા, મહારાજ?" "કોણ જાણે પણ આજે મારું મન આનંદ અનુભવે ...વધુ વાંચો

4

રાજવી : પ્રીતની નવી રીત - 4

(૪) (ધારિણી રાણી મનમાં રાજુલ માટે ચિંતા કરે છે અને તે મહારાજ ઉગ્રસેન આગળ વાત પણ કરે છે. હવે વિચારો! કુંભારના ચક્રની જેમ ગોળ ગોળ ફર્યા જ કરે છે, એમ જ વિચારો પણ એક પછી એક મનમાં જન્મયા જ કરે છે. તેનો અંત કયારેય નથી હોતો. પહેલા રાજુલ અને હવે તેની માતા ધારિણી દેવી વિચારોમાં ખોવાઈ ગયા હતા. રાજુલ તેની માતાની છાતીમાં લપાઈ ગઈ અને ધારિણી રાણી એના લાંબા કેશકલાપને પંપાળતા કયાંય સુધી બેસી રહ્યા. તેમના મનના વિચારો તો.... 'મારી દિકરીના મનમાં કેટકેટલા અભરખા અને આશાઓ એના હ્રદયમાં રમતા હશે! એ કોને પામશે?... મારા આ સુંદર પુષ્પનો ભોક્તા કોણ ...વધુ વાંચો

5

રાજવી : પ્રીતની નવી રીત - 5

(૫) (ધારિણીદેવીને માતા તરીકે રાજુલના વિચારો તેમને એક બાજુ ગમે છે અને એક બાજુ તેની ચિંતા પણ થાય છે. આગળ...) કુદરતની માનવજાત માટે એક મોટી મજાક છે કે માનવીના મનમાં એક વિચાર લાંબો કયારે પણ ટકતો નથી. એક વિચારનો મનમાં જન્મે અને ગાઢ થાય તે પહેલા જ એની પાછળ ને પાછળ વિરોધાભાસી વિચાર જન્મ લે છે. અને મનમાં આવો ને આવો વિરોધાભાસ ચાલતો જ રહે છે. આવું પણ રાજુલ જોડે થયું. 'મને પણ છે ને... એક પણ વખત મારું મન જ નથી સમજાતું, તો પછી માતા પિતાની વાત તો શું કરું? જેવો ચંદ્રોદય જોઉં છું અને મારા મનનો મોર ...વધુ વાંચો

6

રાજવી : પ્રીતની નવી રીત - 6

(૬) (રાજુલ પોતાના હ્દયસ્વામી કયાં? પ્રશ્ન મનમાં રમ્યા કરે છે અને શિવાદેવી ભૂતકાળ વિશે વિચારે છે. હવે આગળ...) સ્વભાવ દરેક વ્યકિતના અલગ અલગ હોય છે, એ દરેક સમયે અને દરેક કાળમાં પણ. અને એ જ દુનિયામાં દરેકને એકબીજાથી અલગ પાડે છે. શિવાદેવી વિચારી રહ્યા હતા કે કૃષ્ણ, બળદેવ અને નેમકુમારની ત્રિપુટી હતી. નેમકુમાર એટલે રાજા સમુદ્રવિજય અને મારો પુત્ર. કૃષ્ણ રાજકાજમાં હોશિયાર. નેમ આમ તો ઘણો બળવાન, પણ નાનપણથી જ નેમ અલગારી નીકળ્યો. બળ એનામાં ઘણું છે પણ તે કહે - શરીરનું બળ નકામું, આત્માનું બળ સાચું. રૂપ ઘણું પણ એ કહે - માણસના દેહનું રૂપ તો પતંગ જેવું, ...વધુ વાંચો

7

રાજવી : પ્રીતની નવી રીત - 7

(૭) (શિવાદેવીને પોતાના પુત્ર નેમ માટે ચિંતા થાય છે અને એ તે પોતાના પતિ સમુદ્રવિજય રાજાને કહે છે. હવે કળાઓથી ભરેલી હોય છે સ્ત્રીઓ, એમાં પણ અમુક જન્મજાત હોય છે. એમાંની એક, 'ભલે તે એકબીજા સાથે ગમે તેટલી લડે, પણ જયારે તે પોતાના પરિવાર પર કોઈ મુસીબત આવે તો તે એક થઈ જાય.' બીજી, 'તે પોતાના પતિના મુખેથી જ તેમની ગમતી કે મનની વાત જ બોલાવી શકે.' આવી જ કળા શિવાદેવીમાં પણ સ્વભાવિક રીતે હતી. એટલે જ એમને બધી ગોઠવણ કરી દીધી અને પછી પોતાના પતિને જણાવ્યું અને હા પણ કરાવી દીધી. એ જ સમયે રથના પૈડાંનો અવાજ સાંભળ્યો, ...વધુ વાંચો

8

રાજવી : પ્રીતની નવી રીત - 8

(૮) (શિવાદેવીએ નેમના લગ્ન કરવાની જવાબદારી રુક્મિણી અને સત્યભામાને આપે છે. રુક્મિણી નેમનું તોફાન યાદ કરી રહી છે. હવે પરાક્રમ એ કોઈ વ્યકિતની જાગીર નથી હોતી. એ દરેક વ્યક્તિને જન્મજાત મળે છે, જેમ કૃષ્ણ મહારાજને મળી, અર્જુનને મળી. એમાંય એનાથી પણ ઘણા ચડિયાતા હોય છે, જેમ કે કર્ણ. આવું જ છે, નેમકુમારમાં. કૃષ્ણ, બલદેવ અને નેમકુમાર ત્રણે રૂપમાં, ગુણમાં જ સરખા નહીં, પણ એટલા જ બળમાં સરખા. કદાચ નેમકુમાર એમનાથી પણ વધારે બળમાં હતા. દ્રારકાનગરી ઉપર નીચે થઈ ગઈ હતી. પાંચજન્યના શંખનાદથી બધા જ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. ત્યાં તો આશ્ચર્ય નું આશ્ચર્ય ત્યારે થયું, જયારે તેમને ખબર પડી ...વધુ વાંચો

9

રાજવી : પ્રીતની નવી રીત - 9

(૯) (નેમકુમારે શંખમાં સ્વર પૂર્યો પછી કૃષ્ણ મહારાજ થોડો ગુસ્સો અને થોડા ગર્વ સાથે અંત:પુરમાં ગયા. હવે આગળ...) મમત કે જીદ, જેને લીધા પછી કોઈ નથી મૂકતું. મમતને તમે એક રીતે મિથ્યાભિમાન પણ કહી શકો. આ દરેકને હોય છે જ, હું આ કરી શકું જ, મારો દેખાવ સુંદર, મારા બળ આગળ બધા નકામા.... આવું મિથ્યાભિમાન ઘણા મનમાં લઈને જીવતા જ હોય છે. "પણ મેં કયાં એવું કરવા શંખ લીધો હતો? મને શી ખબર કે આટલી નાની વાતને લોકો આટલું મોટું સ્વરૂપ આપતા હશે?" "તું આને નાની વાત માને છે, છોકરા!" કૃષ્ણ મહારાજ ખરેખર ચિડાયા. "હા, તને આજે ભયંકર શિક્ષા ...વધુ વાંચો

10

રાજવી : પ્રીતની નવી રીત - 10

(૧૦) (કૃષ્ણ મહારાજ જયારે નેમકુમારને શંખમાં સ્વર પૂરવા બદલે સજા આપે છે તો નેમ તેમને શસ્ત્રોની જગ્યાએ પ્રેમથી રાજય કહે છે. હવે આગળ...) રુક્મિણી તરંગી વિચારો ધરાવતા નેમકુમાર માટે કન્યા કેવી મળશે? એ વિચારો કરતાં કરતાં તેને ઉગ્રસેન રાજાને ત્યાં અતિ લાવણ્યમય પુત્રી છે, એવું સાંભળ્યું તો છે. એની તપાસ કરી હોય તો.... એ જ સમયે શિવાદેવીએ પૂછ્યું કે, "કયાં ખોવાઈ ગઈ રુક્મિણી?" "હા...ના... કાકી, આ તો મને એક જણ યાદ આવે છે." "કોણ..." "મથુરાના ઉગ્રસેન રાજા અને ધારિણીદેવી." અરે હા, ઠીક યાદ આવ્યું. બહેન એ દંપતી ઘણા સુંદર છે અને એમ કહેવાય છે કે તેમના ઘરે દેવબાળા ઊતરી ...વધુ વાંચો

11

રાજવી : પ્રીતની નવી રીત - 11

(૧૧) (શિવાદેવી રુક્મિણી અને સત્યભામાને રાજુલ વિશે તપાસ કરવાનું કહે છે. સત્યભામા કૃષ્ણ મહારાજને કાકી જોડે થયેલી વાત કહે હવે આગળ....) કમળ ભલે કાદવમાં જ ખીલે પણ તે હંમેશા કાદવથી તો નિર્લેપ જ રહે છે. કમળ લેવા જનાર કાદવથી ખરડાય પણ કમળ નહીં, અને એવા જ નેમકુમાર હતા. કૃષ્ણ મહારજ વિચાર થી અકળાઈને આળસ મરડી. સત્યભામા તેમનું મન અને તેમાં ચાલતા વિચાર પારખી ગઈ હોય તેમ બોલી, "અરે, તમેય વળી શા એવા વિચારમાં પડી ગયા? કયો પુરુષ સ્ત્રીથી અળગો રહ્યો જાણ્યો છે! રાજ ચલાવો છો અને પુરુષનો સ્વભાવ નથી ઓળખતા?" "પુરુષ નો સ્વભાવ ઓળખું છું, માટે જ ચિંતા થાય ...વધુ વાંચો

12

રાજવી : પ્રીતની નવી રીત - 12

(૧૨) ‌(સત્યભામા કૃષ્ણ મહારાજને રાજુલ વિશે કહે છે. નેમકુમારનું મન સંસાર અને વૈરાગ્ય વચ્ચે ખેંચાઈ રહ્યું છે. હવે આગળ...) પોતાની મનોસ્થિતિ થી અકળાઈને પોતાના બે હાથથી આંખો બંધ કરી દીધી. "શા વિચારમાં પડયા છો, દિયરજી?" એટલામાં સત્યભામાએ નેમના ખભા પર હાથ મૂકતા પ્રશ્ન કર્યો. જાણે સપનું જોતા કોઈએ તેમને જગાડયા હોય તેમ તે ચમકી ગયા. "સ્વપ્ન જોતા હતા કે શું?... બોલો, કોણ હતી તમારા સ્વપ્નાની દેવી?" "મને હેરાન ના કરો?" "જયાં સુધી તમે અમને હેરાન કરશો ત્યાં સુધી અમે તમને હેરાન કરવાના, સમજયા." સત્યભામાએ નેમને છેડતા કહ્યું અને જવાબની આશા રાખતી બે હાથથી કેડ પર મૂકીને ઊભી રહી. "હું... ...વધુ વાંચો

13

રાજવી : પ્રીતની નવી રીત - 13

(૧૩) (સત્યભામા નેમકુમારને સરોવરતટે જળક્રીડા કરવા માટે મનાવી લે છે. હવે આગળ...) મનુષ્ય તરીકે જન્મયા પછી નક્કી જ હોય બાળપણમાં રમો.. આનંદ લૂટો.. એ પણ જવાબદારી વગર, મોટા થાવ એટલે ભણો અને નવું નવું શીખો.. કંઈક કાબેલિયત મેળવો, યુવાવસ્થામાં લગ્ન કરો. આ જ ઘટનાક્રમ દરેક માટે એકસરખો જ હોય છે. અને આવું જ નેમ જોડે થવા જઈ રહ્યું છે. અને 'હવે આ કયાં છટકવાનો છે?' એ વિચાર આવતા જ કૃષ્ણ મહારાજથી હસી પડાયું. "ભાઈ, આ બધા તમારા કારસ્તાન લાગે છે. મારી પર આટલો બધો જુલમ?" નેમે તેમને કહ્યું તો, "અને તું એમ માને છે કે આ મારી પર જુલમ ...વધુ વાંચો

14

રાજવી : પ્રીતની નવી રીત - 14

(૧૪) (કૃષ્ણ મહારાજ અને તેમની પટરાણીઓ એ નેમકુમારને રાજુલ સાથે લગ્ન કરવા માટે તેમના મનને પલાળી દે છે. હવે કૃષ્ણ મહારાજને એક વાર નેમની આછીપાતળી પણ સંમતિ મળી એટલે એમના મન પરનો ભાર ઉતરી ગયો એમને તો તરત જ દૂતને ઉગ્રસેન રાજાના દરબાર ભણી મોકલ્યો. સંદેશામાં એમને લખ્યું કે, 'આપની પુત્રી રાજુલનું સગપણ મારા ભાઈ નેમકુમાર સાથે આપ કરો એવી અમને આશા છે. બંને એકબીજા માટે સર્જાયાં હોય એવું જ મને લાગી રહ્યું છે. અને અમારી આ માગણી આપ નહીં નકારો એટલી આપને અમારી વિનંતી.' ઉગ્રસેન રાજા પાસે એક સુંદર રત્ન હતું, જેને અત્યાર સુધી તેમને સંભાળી રાખેલું. ખબર ...વધુ વાંચો

15

રાજવી : પ્રીતની નવી રીત - 15

(૧૫) (ઉગ્રસેન રાજાએ નેમકુમાર સાથે પોતાની પુત્રીનું સગપણ કર્યું. હવે આગળ...) મતભેદ હંમેશા ચાલ્યા જ કરે છે. કોઈ વાત એકનો મત અલગ હોય અને બીજાનો અલગ. ઉગ્રસેન રાજા લગ્ન વર્ષાઋતુ પછી કરવા માંગે છે. કૃષ્ણ મહારાજે જયારે સમુદ્રવિજય રાજાને આ બધી વાતો કરી તો તેમને એક નવો મત દર્શાવ્યો. "જો ભાઈ, આનું ભલું પૂછવું. માંડ માંડ ઠેકાણે આવ્યો છે. એમાં જો બે માસ વીતી જશે તો પાછો ફરી બેસશે." "પણ કાકાજી, શું થાય? ચોમાસામાં તો ઉગ્રસેન રાજા તૈયાર ન જ થાય." "આપણે એમને સમજાવીશું." "પણ એમ તો ઓછું કહેવાય કે અમારો પુત્ર પરાણે પરણવા તૈયાર થયો છે." કૃષ્ણ મહારાજે ...વધુ વાંચો

16

રાજવી : પ્રીતની નવી રીત - 16

(૧૬) (કૌષ્ટુકિજી એ નેમ-રાજુલ માટે શ્રાવણ સુદિ છઠનો દિવસ લગ્ન માટે યોગ્ય છે, કહીને મુહૂર્ત કાઢી આપ્યું. હવે આગળ...) મહારાજે લગ્નની જવાબદારી સ્વીકારી તેમની વિદાય લીધી. તેમના ગયા પછી થોડીવારે શિવાદેવી એમને એમ વિચારતા બેસી રહ્યા. સમુદ્રવિજય રાજાના કહેવાથી તૈયારીમાં લાગ્યા. જયારે ઉગ્રસેન રાજાને 'શ્રાવણ સુદિ છઠનો દિવસ લગ્નદિવસ માટે નક્કી કરવામાં આવ્યો છે.' એવા સમાચાર મળ્યા ત્યારે એ પણ થોડા વિચારમાં પડી ગયા. છતાં વેવિશાળ કર્યા પછી કુમારની પ્રશંસા તેમને એટલી બધી સાંભળી હતી કે એમના મનને પણ એમ થવા માંડયું કે કયારે રાજુલને એની સાથે વળાવવાની શુભ ઘડી આવે. આવો રૂડો રૂપાળો વર હાથમાં આવ્યો છે તો ...વધુ વાંચો

17

રાજવી : પ્રીતની નવી રીત - 17

(૧૭) (ઉગ્રસેન રાજાએ લગ્ન દિવસને વધાવી પોતાની મંજુરી આપી દીધી. ધારિણીરાણીના મહેલમાં લગ્નની ત્યાં તૈયારી ચાલુ થઈ ગઈ. હવે લગ્નની આગળ ચાલતી વિધિઓ ઘર પરિવારને જોડવા માટે જ બનાવવામાં આવી છે. એમાં જ પરિવારની એકતા અને સંવાદિતા દેખાય છે. મથુરા નગરી જમાઈના આગમનની પૂરજોશમાં તૈયારી ચાલી રહ્યા છે. રાજુલના મહેલમાં ગૌરીપૂજન અને ગણેશની વિધિ પૂરી થઈ ગઈ હતી. શ્રાવણ સુદિ પાંચમ ની સવાર થઈ. હસી મજાક કરતાં કરતાં રાજુલની પીઠી ચોળવામાં આવી. જયારે આ બાજુ દ્રારકાનગરીમાં પણ હિલોળે ચડી હતી. તેને પણ સ્વર્ગ સમાન શણગારી દેવામાં આવી હતી. પાંચમનું પ્રભાત ઊગ્યું અને ભાભીઓનું જૂથ નેમકુમારને ચારે બાજુથી ઘેરી રહ્યું ...વધુ વાંચો

18

રાજવી : પ્રીતની નવી રીત - 18

(૧૮) (નેમકુમારની પણ પીઠી ચોળવવાની વિધિ મજાક મશ્કરીમાં પૂરી થાય છે. હવે આગળ...) શ્રાવણ સુદિ છઠનો દિવસનો પ્રાતઃકાળ ઊગી લગ્ન દિવસ પણ આવી પહોંચ્યો. સૂરજના કિરણો વર્ષા હોવા છતાં પણ થોડા પ્રગટ થયાં અને કુમારને લગ્નની શુભેચ્છાઓ પાઠવીને થોડી જ ક્ષણોમાં ચાલી ગઈ. એટલામાં જ સૂરજ પણ થનગનતો આવી ગયો, જાણે કિરણો એના નાથ સૂરજદેવને જ બોલવવા ગઈ હોય તેમ કોહીનૂર હીરાની જેમ તે ચમકવા લાગી. "ઓહો... આજે તો સૂરજદાદા પણ તમને આર્શીવાદ આપવા આવી પહોંચ્યા." રુક્મિણીએ રથમાં બેસવા જઈ રહેલા કુમારના કાનમાં કહ્યું, "તમારા બધાનો પ્રતાપ છે." કુમારે પણ જવાબ આપતા કહ્યું. "ના, તમારા સૌભાગ્યનો પ્રતાપ!" રુક્મિણીને મળેલો ...વધુ વાંચો

19

રાજવી : પ્રીતની નવી રીત - 19

(૧૯) (નેમકુમારનો વરઘોડો દ્રારિકામાં નીકળીને મથુરાનગરીએ પહોંચે છે. ત્યાં બધા જ વરને જોવા ઉત્સુક છે. હવે આગળ...) સંયોગ... એકબીજા સંયોગ આ બધું જ ભાગ્યને આધીન છે. પણ સાથે એટલું જ સાચું એ પણ છે કે સંયોગ શબ્દની સાથે સદાને માટે વિયોગ સંકળાયેલો જ છે અને રહેશે જ. "રાજુલ ગોરી બેઠાં બારીએ રે. જુએ નેમિની વાટ..." વૃદાં જયારે મોટેથી ગાવા લાગી તો શશિલેખાએ તેને ધમકાવતાં કહ્યું, "તું જરા છાની મર. આખું ગામ જાણશે કે રાજુલ અહીં બેઠી છે." "એમાં કંઈ કોઈની ચોરી છે? રાજુલ એના વરને નહીં જુએ તો કોણ જોશે. જા... જા... તું તો આવીને આવી જ રહી. ચાલ ...વધુ વાંચો

20

રાજવી : પ્રીતની નવી રીત - 20

(૨૦) (પશુઓનો પોકાર સાંભળીને નેમકુમારે રથને પાછો વાળ્યો. હવે આગળ...) એ સમયમાં આવનાર જાનનું સ્વાગત કરવા માટે નિર્દોષ પશુઓની લેવાતી. અને એ દેખાડો દિવસે ને દિવસે વધી રહ્યો હતો. સૌની નજર રથ બાજુ હતી. એટલામાં તો રથે દિશા બદલી. "શતાયુ, મારે આ પ્રાણીઓને જોવા છે." નેમે સારથીને કહ્યું અને રથે વાડા બાજુ ચાલવા માંડ્યું. વાડાનો રક્ષક તો રથને આવતો જોઈ ગભરાયો. એટલામાં રથની પાછળ ચાલી રહેલા હાથીઓ, અશ્વો અને શિબિકાઓ વગેરે પણ જાણે અચેતન વસ્તુની માફક ત્યાંને ત્યાં જ સ્થિર થઈ ગઈ. કોઈને કંઈ જ સમજ ન પડી કે આ બધું શું બની રહ્યું છે. સમુદ્રવિજય રાજા, કૃષ્ણ મહારાજ ...વધુ વાંચો

21

રાજવી : પ્રીતની નવી રીત - 21

(૨૧) (રાજુલના મનને આઘાત લાગતાં બેભાન થઈ જાય છે. તે સ્વસ્થ થઈને વાત જાણવા પ્રયત્ન કરે છે. હવે આગળ...) જોડે વિયોગ સંકળાયેલાં છે. અને એવું જ રાજુલ જોડે બની રહ્યું છે. તે નેમિ... નેમિ... મનથી જ પોકારી રહે છે. "કુમાર કયાં ગયા છે?" એ પ્રશ્નનો જવાબ કોઈ આપે તો પણ કેવી રીતે? એટલે અકળાઈને શશિલેખાએ કહ્યું, "રાજુલ, છોડ હવે એનું નામ..." "કોનું કુમારનું?... ગાંડી થઈ લાગે છે, શશિલેખા!' "હું આર્યકન્યા ખરી કે નહીં?" રાજુલ કોઈ અલગ જ દુનિયાથી બોલતી હોય એમ બોલાવા લાગી તેમ તેને સામો પ્રશ્ન કર્યો. "ખરી ભાઈ ખરી." વૃદાંએ જવાબ આપ્યો. "કુવંરીબા, હું જઉં છું... હું ...વધુ વાંચો

22

રાજવી : પ્રીતની નવી રીત - 22

(૨૨) "સ્વામી... તારા..." ધારિણીરાણી એકાએક બોલી ઉઠયા. "હા... મારી મા..." રાજુલે પણ એટલાજ સંકલ્પ અને મક્કમતાથી કહ્યું તો બધા આશ્ચર્યથી જોઈ જ રહ્યા. "માફ કરજો, પિતાજી રાજુલ અવિનય કરે છે એમ લાગે તો... પણ મા, તું પણ મને ન ઓળખી શકી કે આર્યકન્યાને એક જ પતિ હોય. એવું તો તે જ મને ભણાવ્યું છે." "આર્યસ્ત્રીને... કન્યાને નહીં, કુંવારી કન્યાને તો સો વર ને સો ઘર." ધારિણીરાણીએ કહ્યું. "પણ હું કયાં કુંવારી છું? તમારા સૌની દ્રષ્ટિએ ભલે લાગે, બાકી મારા મનથી તો મેં એમને મારા સ્વામી માની જ લીધા છે." "હવે એ બધી વાત પછી થશે. પણ એ પહેલાં તો ...વધુ વાંચો

23

રાજવી : પ્રીતની નવી રીત - 23

(૨૩) (કૃષ્ણ મહારાજે નેમ અને સમુદ્રવિજય વતી રાજા ઉગ્રસેનની અને રાજુલની માફી માંગવા પત્ર મોકલ્યો છે. હવે આગળ...) "મહારાજ..." આંખો મીંચીને ઉંડા વિચારમાં પડેલા રાજાને જગાડતા હોય તેમ કહ્યું. "બોલો..." "આપ આમ આટલા બધા નિરાશ થશો તો કેમ ચાલશે?" "હું સમજું છું, પણ મારાથી રાજુલનું.મોં નથી જોવાતું. એ રડી રડીને જીવન વીતાવે અને હું મેં મારું કામ પતાવ્યું એમ માની સંતોષ અનુભવું? ના.. ના, મારાથી આવું નહીં થઈ શકે." "પણ આનો જવાબ તો લખાવો." "હા જરૂર, જવાબ તો આપવો જ પડશે, આપી દેજો." "પણ આપ સૂચવો ત્યારે ને." "અરે, એ તો ભૂલી જ ગયો." ઉગ્રસેન રાજાએ પોતાના બે હાથે ...વધુ વાંચો

24

રાજવી : પ્રીતની નવી રીત - 24

(૨૪) (ઉગ્રસેન રાજા કૃષ્ણ મહારાજને સંદેશનો જવાબ આપે છે. નેમકુમારનું મનોમંથન ચાલી રહ્યું છે. હવે આગળ...) જયારે નેમકુમારે શિવાદેવી એમની ઈચ્છા બદલ કહ્યું તો, "માતાજી, રહનેમિ તમારી ઈચ્છા પૂરી કરશે." "રહનેમિ...." એ તો ઉશ્કેરાઈ ગયાં. "હજી તો હમણાં જ એ અહીં આવ્યો છે. મોસાળમાં જ એ મોટો થયો છે. યાદવકુળની પ્રતિષ્ઠાનું એને ભાન નથી. અને ગમે તેમ તો પણ એ તો નાનો ભાઈ, એને માથે એવી કોઈ જવાબદારી હોય જ નહીં. નેમ, આ તો તારે વિચારવાનો સવાલ છે, અને..." એ રડી પડ્યા અને મને એમના આસું લૂછવાનો પણ અધિકાર નહોતો. જાણે ચારે દીવાલો મને કહી રહી હતી કે આટલો ...વધુ વાંચો

25

રાજવી : પ્રીતની નવી રીત - 25

(૨૫) (નેમકુમારનું મનોમંથન ચાલી રહ્યું છે. તે માતા પિતાને મનાવે છે. હવે આગળ...) હજી તો બે દિવસ પહેલાની જ છે, સત્યભામા અને કૃષ્ણ મહારાજ મારા અસ્તિત્વને જ આવરી બેઠા હતા. એ ભૂલાય પણ કેવી રીતે જાણે કે તે સૌથી વધારે કરુણ દિવસ હશે. ભાભી મારા પર કોપ્યાં હતાં. ભાઈનો રોષ ભલે વ્યક્ત નહોતો થયો, પણ એ છૂપો રહે એમ પણ નહોતું. ભાભી તો જાણે મારા પર ભારોભાર કડવાશ ઠાલવતા હોય એમ બોલતાં હતાં. "આટલી બધી બનાવટ ન કરી હોત તો તમારી હોંશિયારી ઓછી ન થઈ જાત." "ભાભી, મેં બનાવટ કરી?" મેં આટલું કહ્યું ત્યાં તો જાણે બળતામાં ઘી હોમાયું. ...વધુ વાંચો

26

રાજવી : પ્રીતની નવી રીત - 26

(૨૬) (નેમકુમારને સત્યભામા અને કૃષ્ણ મહારાજ ના કહેવા પ્રમાણે રાજુલને પોતાનો માર્ગ સમજાવી અને ક્ષમા માંગવા કહ્યું. હવે આગળ...) ક્ષમા ત્યારે મળશે જયારે રાજુલ તમને ક્ષમા આપશે." બસ... ભાભીનું એ છેલ્લું વાક્ય મારા માટે સાચું માર્ગદર્શક બની ગયું. "રાજુલ... રાજુલ... ક્ષમા કર, દેવી." નેમે આંખો મીંચી સ્વગત બોલી પડયા. થોડા દિવસ પછી એ જ માર્ગે રથ આગળ વધી રહ્યો હતો. પણ એની પાછળ સાજન નહોતું, વરઘોડો નહોતો. ના તો નેમકુમારે રાજસી કપડાં પહેર્યા, પણ સાદાં વસ્ત્રોમાં નેમકુમાર રાજુલને મળવા જઈ રહ્યા હતા. ઉગ્રસેન રાજાના મહેલમાં ના તો કોઈ સ્વાગતના ચિહ્નો હતા કે ના તો કોઈને ઉત્સાહ હતો. વાજિંત્રો જાણે ...વધુ વાંચો

27

રાજવી : પ્રીતની નવી રીત - 27

(૨૭) (રાજુલ નેમકુમારને મળવા માટે ઉતાવળી થાય છે, જયારે નેમકુમાર રાજુલની માફી માંગવા માટે. હવે આગળ...) બધા જ દાનમાં સૌથી વધારે ઊંચું ગણાય છે કારણ કે બધા જ દાનમાં લેનારનો હાથ નીચે જયારે આપનારનો હાથ ઉપર. પણ ક્ષમાદાન માં આવું કંઈ નથી. એટલે જ ક્ષમા માંગનાર કરતાં પણ અધિક મહાન તો ક્ષમા આપનાર છે, એક તો બધું જ ભૂલીને માફ કરવાનો, મન ચોખ્ખું કરી દેવાનું. સાથે સાથે બીજું તેને બરાબર દર્જો પણ આપવાનો. પોતાના આવેશને રાજુલે સાવ શાંત કરી દીધી. એ વિચાર આથમે ના આથમ્યો, ત્યાં તો સુભટ આવ્યો. "ચાલો... ચાલો, મહારાજ આવી ગયા છે." રાજુલ અને માધવી અંદર ...વધુ વાંચો

28

રાજવી : પ્રીતની નવી રીત - 28

(૨૮) (નેમકુમાર રાજુલને પોતાનો દ્રષ્ટિકોણ બતાવી રહ્યા છે. હવે આગળ...) "તમે જ મને માર્ગ બતાવો, કુમાર. તમે જ મારે મારા સ્વામી અને મારા તારણહાર છો." "સ્વામી... રાજકુમારી, પાછાં ભૂલ્યા. કોણ સ્વામી અને કોણ સેવક! આત્માની રીતે સૌ સરખા, કોણ ઊંચ અને કોણ નીચ? કદાચ તમારો આત્મા મારા આત્મા કરતાં પણ અનંતગણી વધારે શક્તિ ધરાવતો હોય. અને જયાં સર્વસ્વ ન્યોછાવર કરવાની આટલી પ્રચંડ શક્તિ દેખા દે છે, એ શું બતાવે છે?" "પણ મારે તો આ બધા કુટુંબીજનોનો સામનો કરવાનો છે. તમે મુકત થઈ ગયા, પણ મારી સ્વતંત્રતા કયાં?" "મુક્ત છે આત્મા, એને શા માટે બાંધો છો? એને બંધાવા દેવો પણ ...વધુ વાંચો

29

રાજવી : પ્રીતની નવી રીત - 29

(૨૯) (રાજુલ નેમકુમારને તેના આત્માની સિદ્ધિની જવાબદારી સોંપે છે. હવે આગળ...) આખું વાતાવરણ અને મહેલ નેમકુમારના મુખ પર છવાયેલા અને રાજુલના આત્મત્યાગથી ઝળહળી ઊઠયું. રાજુલને મળીને નેમકુમાર ઉગ્રસેન રાજા અને ધારિણીરાણીની વિદાય લેવા ગયા. ધારિણીનાં સૂઝેલી આંખો જોઈ કુમાર પાછા દ્રિધામાં પડયા. સમસ્ત માનવજાતિના પોતે અપરાધી બની બેઠા હોય એવો ભાવ તેમના ચહેરા પર ઊગ્યો. "માતાજી, આપને પ્રણામ કરવા આવ્યો છું." કુમારે ધારિણીને પ્રણામ કરતાં કહ્યું. "બેસો, કુમાર." કહીને તે ઊભા થવા ગયા, તેમનામાં પલંગમાં થી નીચે ઉતરવાનું બળ નહોતું છતાં ઊભા થાય તે પહેલા જ રાજુલે તેમને પકડીને પાછા બેસાડી દીધા. "મા, તમે બધા હવે મારા માટે જીવ ...વધુ વાંચો

30

રાજવી : પ્રીતની નવી રીત - 30

(૩૦) (નેમકુમાર ઉગ્રસેનરાજા અને ખાસ તો રાજુલની ક્ષમા માંગી આવ્યા. તે પોતાના માતા પિતાને એ વિશે વાત કરે છે. આગળ...) "ગળે ઊતરી છે એમ નહીં, પણ એક આર્યકન્યા મનથી એકવાર માની લીધેલા પતિ પાછળ ભેખ લેવા નીકળી છે, એમ કહે." "મા..." નેમ જાણે ચીસ પાડીને બોલતા હોય એમ બોલી ઊઠ્યા. "હા, દીકરા.. મા છું સાથે સાથે હું પણ આખરે એક સ્ત્રી છું. સ્ત્રીના અંતરને ના સમજું? પતિની પાછળ એ જોગણ પણ બને અને એની પાછળ અભિસારિકા પણ બને." શિવાદેવી એટલું બોલીને બંધ થઈ ગયો. પુત્ર આગળ જનેતા આવી વાત કરે ખરી? એમને વિચાર આવ્યો. પણ પુત્રને સાચી પરિસ્થિતિ નું ...વધુ વાંચો

31

રાજવી : પ્રીતની નવી રીત - 31

(૩૧) (રહનેમિ સત્યભામાની સલાહ લેવા જાય છે, ત્યાં શતાયુ મળે છે. હવે આગળ...) "અને કુમારીએ શો જવાબ આપ્યો?..." રહનેમિએ પૂછ્યું. "એમને મને કહ્યું કે બહેનને કહેજે કે તમારી આટલી બધી લાગણી માટે આભાર. પણ હવે આ જન્મમાં મારે માટે તમારે બીજો ભરથાર શોધવાની જરૂર નથી અને મારું મન સ્વસ્થ જ છે." "સાચે જ?" રહનેમિને આશ્ચર્યથી પૂછ્યું. "હા, કુમાર... એમના જ શબ્દો મેં તમને કહ્યા. અને એમની એ વેળાની મુખમુદ્રા... શું કહું? ખરેખર કોઈ દૈવી શક્તિ એમને બોલાવતી હોય એમ જ મને લાગ્યું." રહનેમિને રાજુલની મૂર્તિ વધારેને વધારે યાદ આવવા લાગી. આવી પુષ્પ શી કોમળ અને ચંદ્રિકા શી અમીભરી અને ...વધુ વાંચો

32

રાજવી : પ્રીતની નવી રીત - 32

(૩૨) (રહનેમિ સત્યભામા જોડે માર્ગદર્શન લેવા જાય છે. હવે આગળ ..) "પણ મારી પાસે કોઈ માર્ગ હોય તો હું ને." સત્યભામાએ કહ્યું. "મને મારા માર્ગમાં મદદ કરશો?" રહનેમિને થયું કે હવે મન ઉઘાડયા વિના ઉપાય નથી. "મારાથી થશે તો જરૂર કરીશ." સત્યભામા પણ બાંધી બંધાય એમ નહોતી, અને રહનેમિને વાતનો ઘટફોસ્ટ કર્યા વિના ચાલે એમ નહોતું. એના અંતરને કોરી નાખતી વાત એ બહાર ન કાઢે તો કદાચ એ વીંધાઈ જાય. "મારું એમ કહેવું છે કે આપણે ઉગ્રસેન રાજાને કહેવરાવીએ કે યાદવકુળમાં જ તમારી કન્યા વધૂ તરીકે સ્થાન પામશે." "વાહ, એ તો કેમ બને, ભલા?" સત્યભામા આશ્ચર્ય પામતી હોય તેમ ...વધુ વાંચો

33

રાજવી : પ્રીતની નવી રીત - 33

(૩૩) (ધારિણીરાણીના જન્મદિવસની ઉજવણી માટે રાજુલ નારાજગી બતાવી રહી છે. હવે આગળ...) એ જ સાદાં વસ્ત્રોમાં રાજુલ ધારિણીરાણી પાસે કેશકલાપ એને સાદા અંબોડામાં બાંધેલો, તેમાં વેણી નહોતી ઝૂલતી. આંખોમાં કાજળ પણ નહોતું અને શરીર પર કોઈ જ અલંકારો નહોતા. છતાં એ જાણે સૌદર્યમૂર્તિ એવી દેખાઈ રહી હતી. કદાચ આભૂષણો પોતે ઝાંખા પડવાના ભયે પણ એના શરીર પર આવતાં અચકાયાં હોય. વગર ઝાંઝરે પણ જયારે ધારિણીરાણીના શયનખંડમાં ગઈ તો એના પગલાના રણકાર જાગ્યો. "આવ દીકરી..." રાણીએ એને જોતાં જ કહ્યું. "અરે, તૈયાર પણ થઈ નથી, લે આ માળા નાંખ ગળામાં." "તૈયાર જ છું, મા." રાજુલે હસતા હસતા કહ્યું. "આ વસ્ત્રો..." ...વધુ વાંચો

34

રાજવી : પ્રીતની નવી રીત - 34

(૩૪) (ધારિણીદેવીએ રાજુલને પોતાના જન્મદિવસની ઉજવણી માટે શણગારી રહ્યા છે. હવે આગળ...) "મા, આજે છેલ્લી વાર આ શણગાર સજું રાજુલે કહ્યું અને ધારિણીએ આનંદમાં આવીને હા પાડી. એટલામાં તો માધવી હાથમાં ઝાંઝર લઈને આવી. અને એને રાજુલના પગ પકડીને એને પહેરાવવા માંડ્યા. "તારે હજી રૂમઝૂમ કરવાનું બાકી હતું." "હવે ઠેકાણે આવ્યા ને...." માધવી બોલી તો આટલું જ, પણ એના કરતાં એની આંખોની ભાષા સારા પ્રમાણમાં એની તરફ તે વધારે કટાક્ષ વહાવતી હતી. રાજુલે પગના ઠેકાથી પોતાનો વિજય દર્શાવ્યો, પણ માધવીનો અંગૂઠો હાલ્યો અને પોતે હારી ગઈ હોય એવું ભાન પણ રાજુલને થયું. હવે શું થાય? રાજુલ તો મનમાં જ ...વધુ વાંચો

35

રાજવી : પ્રીતની નવી રીત - 35

(૩૫) (રાજુલે શણગાર કર્યો એ સાંભળીને નવાઈ લાગી અને આશ્ચર્ય દર્શાવવા વૃદાં અને શશિલેખા ત્યાં આવ્યા. હવે આગળ...) "આ મહારાજની જોડે કોણ બેઠા છે?" "રહનેમિકુમાર...." વૃદાંએ પૂછયું અને એનો રાજુલે જવાબ આપતાં કહ્યું. "લાગે છે તો સારા વરણાગિયા..." લેખાએ વૃદાંનો પડતો બોલ ઝીલી લીધો. "એમાં આપણે શું?" રાજુલ છણકાઈને કહ્યું. એટલામાં તો સુભટ આવ્યો, "કુંવરીબા, મહારાજા અને અતિથિઓ આ બાજુ પધારે છે." ત્રણે સખીઓ એકબીજા તરફ જોવા લાગી. રાજુલે ઊભા થઈ વસ્ત્રો પરથી રજ ખંખેરવા માંડી. દરબારમાં એને રહનેમિ તરફ ખાસ નજર નહીં નાખેલી, પણ હવે તો વાત પણ કરવી પડશે એમ એને લાગ્યું. બહારથી કોઈની વાતોનો ગણગણાટ થતાં ...વધુ વાંચો

36

રાજવી : પ્રીતની નવી રીત - 36

(૩૬) (કૃષ્ણ મહારાજ અને રહનેમિ રાજુલ તથા ઉગ્રસેન રાજા જોડે વાત કરી રહ્યા છે. હવે આગળ...) કૃષ્ણ મહારાજ, ઉગ્રસેન અને ધારિણીરાણીના ગયા એટલે રહનેમિએ વાતનો દોર તરત જ હાથમાં લીધો. "કુમારી, મારા ભાઈ તરફથી હું તમારી ક્ષમા માગું છું." "પણ તમારા ભાઈએ માગી લીધી છે અને મેં આપી પણ દીધી છે." રાજુલે મશ્કરી કરતાં બોલી. "છતાં મારું અંતર બળ્યા કરે છે... તમારા જીવનને એ આટલી હદ સુધી હોમી દે એ મારાથી જોયું જતું નથી." "દુનિયામાં ઘણું એવું છે જે આપણાથી જોયું જતું નથી, છતાં આપણે કંઈ કરી શકતા નથી. નેમકુમાર જ એક એવા નીકળ્યા કે જોયું ન ગયું એનો ...વધુ વાંચો

37

રાજવી : પ્રીતની નવી રીત - 37

(૩૭) (રહનેમિ રાજુલને પોતાની જીવનસંગીની બનાવવા વીનવે છે. હવે આગળ...) "તમે તમારા ભાઈને સાચા સ્વરૂપમાં સમજ્યા જ નથી. જે ગુણ, વૈભવ તમને આકર્ષે છે. એ એમનું એક નાનું સરખું રુંવાડું પણ ન ફરકાવી શકયા. દેહસૌષ્ઠવ, અવનવી સૌંદર્યછટા એમના અંતરને ન હલાવી શકી. હવે બોલો, એ આત્માની ઉચ્ચતા આપણામાં કયાંય દેખાય છે?" "તમારા જીવનને એ કેટલું બધું દુઃખદ અને કરુણ બનાવી ગયા? એક નારીના અંતરને તોડી નાંખવાનું પાપ જેવું તેવું ન ગણાય." "અને એક સામાન્ય કન્યાના આત્માને મુક્તિના ગાન સંભળાવી એને ઉચ્ચ માર્ગે વાળવાનું પુણ્ય પણ નાનું સૂનું તો નથી જ ને?" રાજુલ કોઈ અલૌકિક ભાવે બોલતી હોય એમ પ્રત્યેક ...વધુ વાંચો

38

રાજવી : પ્રીતની નવી રીત - 38

(૩૮) (રહનેમિ રાજુલને ગુરૂ સ્વીકારી લે છે. ધારિણીએ શિવાદેવીને સંદેશો મોકલાવે છે. હવે આગળ...) રહનેમિ જતાં જતાં રથમાં પણ વિચારો રાજુલની આસપાસ જ ભમતા રહ્યા. ખરેખર વિધાતા શી એ બાળાએ મને પાપગર્તામાં થી બચાવ્યો. ભાઈ જાણશે તો... પણ હું પોતે જ એમની પાસે મારી નબળાઈનો એકરાર કરીશ. પ્રલોભનો અને સંસારના ઝંઝાવતો સામે અણનમ ટકી રહેનાર એ મહાનુભાવ અવશ્ય મારી આત્મશુધ્ધિનો માર્ગ શોધી આપશે. કેવો છો હું... ગયો હતો ભાઈની ભૂલ સુધારવા અને આવ્યો એનાથી પણ વધારે મોટી ભૂલ કરીને. વાહ વિધાતા... તારી ગતિ પણ અકળ છે. રાજુલકુમારીને એક સાધારણ સૌંદર્યવતી બાળા માની એને વૈભવ અને રાજસુખનાં આંજણ આંજવા ગયો. ...વધુ વાંચો

39

રાજવી : પ્રીતની નવી રીત - 39

(૩૯) (રહનેમિ રાજુલ તરફ વિકારી નજરથી જોવા બદલ નેમકુમાર આગળ સ્વીકારે છે અને દંડ માંગે છે. હવે આગળ...) "તમે પણ તમારું સમગ્ર જીવન મને માર્ગદર્શન કરશે." રહનેમિ બોલ્યો તો નેમકુમારે હસતા હસતા કહ્યું. "મારા પર રિસાયો?" "તમારા જેવા અવધૂત અને યોગીને રીસની કે રોષની અસર ઓછી થવાની છે?" તેને પણ સસ્મિત જવાબ આપ્યો. "હવે પિતાજી પાસે જઈ આવું." "અરે, હા, ઠીક યાદ આવ્યું. તું એમને સમજાવજે કે મારી પાછળ એ નાહકનાં તાપ ન વેઠે." "મને લાગે છે કે તમે સૌને જોગી બનાવીને જ જંપશો." અને હસતો હસતો રહનેમિ બહાર નીકળી ગયો. નેમકુમારને તે જ દિવસે વિચાર આવ્યો કે હવે ...વધુ વાંચો

40

રાજવી : પ્રીતની નવી રીત - 40

(૪૦) (નેમકુમાર પોતાના ભાગની સંપત્તિ દાન કરવા માંગે છે. હવે આગળ...) એક જેને ત્યજે છે, એની પાછળ બીજું ગાંડાની ભમે છે. માનવ સ્વભાવ તારી પણ બલિહારી છે. શતાયુ આગળ ન વિચારી શકયો. ધીમે ધીમે તો આખો રાજમાર્ગ પ્રજાથી ઊભરાઈ ગયો. નેમકુમારે છુટ્ટે હાથે ચારે બાજુ ધન વેરવા માંડયું. છતાં રાજ્યલક્ષ્મી એક દિવસમાં કંઈ ઓછી ખૂટી જાય? અને કુમારને પણ વિચાર આવ્યો કે આમ તો શિબિકા ઉપાડનારા પણ થાકી જશે. હવે શું કરવું? "શતાયુ... શિબિકા પાછી લઈ લે. આમ તો તમે બધા થાકી જશો. કાલે આપણે સવારે પાછા નીકળીશું." નેમકુમારે શતાયુને આજ્ઞા કરી. "જેવી આજ્ઞા, કુમાર." અને શિબિકા મહેલ પ્રતિ ...વધુ વાંચો

41

રાજવી : પ્રીતની નવી રીત - 41

(૪૧) (નેમકુમાર પોતાની સંપત્તિ લોકોમાં વહેચવા માંડી. સત્યભામા રાજુલને છેલ્લીવાર સમજાવવાનો પ્રયાસ કરવા જાય છે. હવે આગળ...) જેમ નૌકા તારે... તેમ જ નેમકુમારે રાજુલને માર્ગ બતાવ્યો અને રાજુલે રહનેમિને. "અમારા વાજાં...." "હા, તમારા વળી. એમને પણ હવે દિવસે ને દિવસે વિરક્તિનો રંગ ચડતો જાય છે." સત્યભામાએ રાજુલને થોડો ગુસ્સામાં કહ્યું. "નવાઈની વાત આ તો..." રાજુલ આટલું બોલી અને સત્યભામા વધારે ચીડાઈ. "બોલ્યાં, નવાઈની વાત... પોતે જ તો આ બધું કર્યું છે. અને પાછી અજાણી થાય છે. તું તો મને લાગે છે કે તારું ચાલે તો આખા યાદવકુળનું નામોનિશાન મટાડી દે." "મારા માથે આવો આક્ષેપ?" "સાચી વાત છે. બધા સાધુ ...વધુ વાંચો

42

રાજવી : પ્રીતની નવી રીત - 42

(૪૨) (સત્યભામા રાજુલને સમજાવી શકતી નથી અને કૃષ્ણ મહારાજ આગળ ગુસ્સો કરે છે. હવે આગળ...) "થોડા વિચારમાં તો છું સત્યભામા આવીને વધારે રોષે ભરાઈ છે. એ તો કહે છે કે આપણે બધાં નબળા એટલે જ રાજુલનો ભવ બગડયો." કૃષ્ણ મહારાજે કહ્યું. "એની રીતે એ સાચી છે, પણ આપણને એ નહીં સમજાય." "તમને સમજાય છે, દેવી? એટલે હું તમને એ જ પૂછવા આવ્યો છું." "મારા મનમાં પણ ઘણીવાર આ વાત ઘોળાય છે. કાલે જ મેં નેમ સાથે પણ વાત કરી. એમને આ બધી જંજાળ લાગે છે અને એમનો આત્મા મોક્ષ જ ઝંખે છે. એ ઝંખનાને સિધ્ધ કરવા એ આ બધું ...વધુ વાંચો

43

રાજવી : પ્રીતની નવી રીત - 43

(૪૩) (નેમકુમાર દિક્ષિત બની જાય છે. તેમનો ઉપદેશ સાંભળવા કૃષ્ણ મહારાજ જાય છે. હવે આગળ...) અસંબ્ધપણે કૃષ્ણ મહારાજ બોલ્યે હતા તો યોગી નેમનાથે કહ્યું, "વીજળીના ઝબકારા જેવી લક્ષ્મી, એનો વળી મોહ શો... અને વાદળની છાયા જેવું યૌવન, ઘડીમાં આવે અને જાય, પાણીના પરપોટા જેવી જીંદગી... આ બધું મને સમજાયું એટલે હું નીકળી ગયો, આમાં તમારી તો કોઈ જવાબદારી જ નથી." "છે, આટલી સરસ સાધનામાં થી તમને ચળાવવા અમે મથ્યાં." કૃષ્ણ મહારાજ તરત જ આત્મીય ભાવ પર આવીને બોલ્યા. "હવે એ બધું યાદ કરવાની જરૂર નથી." શ્રી નેમનાથે જણાવ્યું. લોકો તો કુમારની દેશના સાંભળવા તલપાપડ થઈ ગયા હતા. કર્મયોગી શ્રી ...વધુ વાંચો

44

રાજવી : પ્રીતની નવી રીત - 44

(૪૪) (શ્રી નેમનાથ ઉપદેશ દે છે. રાજુલ નેમનાથના સાદ ની રાહ જોઈ રહી હતી, એટલે વૃદાં તેને સમજાવે છે. આગળ...) રાજુલ સહસા ચમકી, વિશિષ્ટ અનુરાગ.... સાચી વાત છે. એ તો સૌની માફક જ, સૌને ચાહે છે એ જ રીતે મને પણ ચાહે છે. એવો કોઈ વિશિષ્ટ અધિકાર એ મને આપતા ગયા નથી. અને હું એમના આત્મા સાથે એકરસ બની ગઈ છું. એ ઓછા મારા આત્મા સાથે એકરસ કે એકતાન બની ગયા છે? "આ તો એકપક્ષી ખેંચતાણ કહેવાય." વૃદાંએ છેલ્લો પ્રહાર કર્યો. રાજુલ સચેત બની ગઈ. જાણે ભૂલભૂલામણીમાં ફસાયેલો કોઈ જીવ બહાર નીકળવાનો માર્ગ જુએ અને જે સ્થિરતા અનુભવે એવી ...વધુ વાંચો

45

રાજવી : પ્રીતની નવી રીત - 45

(૪૫) (રાજુલ દીક્ષા લેવા માટે પહેલાં ધારિણીને મનાવવા જાય છે. ધારિણી પિતાની મંજૂરી લેવા કહે છે. હવે આગળ...) "પિતાજી..." પિતા સૂતા હતા એટલે એમની નજીક જઈને એમને બોલાવ્યા. "ઓહ, કોણ રાજુલ..." ઉગ્રસેન રાજા તો એની પ્રસન્ન મુખમુદ્રા જોઈ એકદમ બેઠા થઈ ગયા. "હા, આજે તમારી અનુજ્ઞા માગવા આવી. છું. મા ના પાડે છે, પણ છેવટે એને તમારી પર છોડયું છે." જરાપણ પ્રસ્તાવના કર્યા વિના જ રાજુલે વાત શરૂ કરી. એની અધીરતા એના અંગેઅંગમાં થી છલકાઈ રહી હતી. "બોલ... તને નારાજ કરવાનું બળ હવે મારામાં નથી." "નેમકુમાર... અરે, બળ્યું, મારાથી કુમાર શબ્દ વીસરતો જ નથી. ભગવાન નેમનાથ અહીં વિહરતા વિહરતા ...વધુ વાંચો

46

રાજવી : પ્રીતની નવી રીત - 46

(૪૬) (રાજુલ દીક્ષા દેવા માટે ભગિ નેમનાથને વિનંતી કરે છે. હવે આગળ...) મથુરાનગરીમાં આજે હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતો. આજે એક સુંદર ઘટનાની સાક્ષી બનવા સૌ કોઈ ઉતાવળા બની રહ્યા હતા. રંગોળી અને તોરણો દરેક ઘરે ઘરે દેખાઈ રહ્યા હતા. જાણે એવું લાગી રહ્યું હતું કે પ્રજાની જોડે એ પણ રાજુલ જેવી અદ્ભુત નારીના દર્શન કરવા બહાર આવી ગયા છે. રાજુલ જયારે મથુરાનગરીના પથ પરથી પસાર થઈ ત્યારે તેના મનમાં આ બધાં જ કરતાં ભગવાન નેમનાથ અને તેમની વાતોનું જ ધ્યાન ધરી રહી હતી. તેની આંખો સમક્ષ ભગવાનની મુખાકૃતિ તરવરી રહી હતી અને એના મનમાં 'રજોહરણ મારું મંગળસૂત્ર હોજો, મારી ...વધુ વાંચો

47

રાજવી : પ્રીતની નવી રીત - 47

(૪૭) (રાજુલ વરસાદ પડવાના લીધે એક ગુફામાં આશરો છે. એ જ ગુફામાં રહનેમિ પણ આશરો લે છે. હવે આગળ...) પહેલાં સંસાર માણીએ પછી સંસારત્યાગ કરીશું, રાજુલકુમારી...." રહનેમિએ પોતાની વાત ફરીથી રજૂ કરતાં કહ્યું. "આપ શું બોલી રહ્યા છો? આવી સુંદર સાધના ચાલી રહી છે, મોક્ષમાર્ગ જવા માટે આ વેશ પહેર્યો છે. આ સાધના આદરેલ છે એનું શું?" રાજુલ રહનેમિની વાત સાંભળી આઘાત લાગ્યો અને બોલી. "પણ એ માટે વૈરાગી બની પોતાની પ્રીત ભૂલી થોડી જવાની હોય?" રાજુલ કંઈ બોલી નહીં તો, "અને એ માનવી મૂર્ખ તો છે જ, જે પ્રીત કરીને પોતાના પ્રિયપાત્રથી દૂર રહે. અને એ વ્યક્તિ ડાહ્યો ...વધુ વાંચો

48

રાજવી : પ્રીતની નવી રીત - 48

(૪૮) (રહનેમિ પોતાના પ્રીતનું રાજુલ આગળ નિવેદન કરી અને સંસાર માણવા માટે સમજાવે છે. હવે આગળ...) "આપણે લગ્ન કરીને આપણે પ્રીતિ પાળીએ, સંસાર માણીએ પછી આપણે બંને જોડે દીક્ષા લેશું પણ હાલ યૌવન વયમાં નહીં, રાજુલકુમારી...." રહનેમિએ પોતાના મનની વાત જણાવતાં કહ્યું. તે પોતાની વાત મનાવવા તેમની વાતો સ્પષ્ટ રીતે બોલી રહ્યા હતા. જે અવાજ અત્યાર સુધી દબાયેલા અને આડકતરો ઈશારો કરી રહ્યો હતો, જે કેવી રીતે સ્પષ્ટ બોલવું સમજી નહોતો શકતો. પણ રાજુલના સૌંદર્ય જોઈ અને તેને પામવાની ઉત્સુકતા આગળ બધી જ વાતો વિસરીને પોતાની વાત સ્વીકારીને રાજુલને મનાવવા પ્રયત્ન કરવા લાગ્યા. "જે વેશ આપણને પ્રભુના સ્વર્ગ સમાન ...વધુ વાંચો

49

રાજવી : પ્રીતની નવી રીત - 49 - છેલ્લો ભાગ

(૪૯) (રાજુલ રહનેમિને સંયમ વ્રત છોડે ના એ માટે સમજાવી રહી છે. હવે આગળ...) "જે સંયમ વ્રત લે અને પછી ભાંગે તો તેને નરક મળે. અને જો તે સંયમવ્રત બરાબર પાળે અને મનને સ્થિર કરી શકે તો તેની ઈચ્છા પૂરી થાય છે. એવું ભગવાન નેમનાથે તેમના ઉપદેશમાં કહ્યું છે." રાજુલે આવું કહેતાં રહનેમિ બોલ્યા કે, "ઈચ્છાઓ તો પૂરી કયારેય થતી જ નથી, રાજુલકુમારી. કેટલાય ભોગ ભોગવ્યા, સ્વર્ગતણા સુખ અંનતી વાર મેળવ્યા." "તો આનો અંત કેમ નથી ઈચ્છતા? મોક્ષ માટે તો કોઈ પણ વિદ્રાન કે પંડિત દીક્ષા લઈ અને પછી ભવભય પામ્યા વગર તજે નહીં." રહનેમિએ જવાબમાં કહ્યું, "જો એવું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો