રાજવી : પ્રીતની નવી રીત - 47 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજવી : પ્રીતની નવી રીત - 47

(૪૭)

(રાજુલ વરસાદ પડવાના લીધે એક ગુફામાં આશરો છે. એ જ ગુફામાં રહનેમિ પણ આશરો લે છે. હવે આગળ...)

"આપણે પહેલાં સંસાર માણીએ પછી સંસારત્યાગ કરીશું, રાજુલકુમારી...."

રહનેમિએ પોતાની વાત ફરીથી રજૂ કરતાં કહ્યું.

"આપ શું બોલી રહ્યા છો? આવી સુંદર સાધના ચાલી રહી છે, મોક્ષમાર્ગ જવા માટે આ વેશ પહેર્યો છે. આ સાધના આદરેલ છે એનું શું?"

રાજુલ રહનેમિની વાત સાંભળી આઘાત લાગ્યો અને બોલી.

"પણ એ માટે વૈરાગી બની પોતાની પ્રીત ભૂલી થોડી જવાની હોય?"

રાજુલ કંઈ બોલી નહીં તો,

"અને એ માનવી મૂર્ખ  તો છે જ, જે પ્રીત કરીને પોતાના પ્રિયપાત્રથી દૂર રહે. અને એ વ્યક્તિ ડાહ્યો કહેવાય જે મનગમતા પાત્રને મેળવીને સંસાર માણી શકે."

"મને આ બધી ખબર નથી પણ જે માનવી એક નિર્ણય લઈ લે અને પછી તેમાંથી પાછા પગલાં ભરે, એ જરૂર મૂર્ખ કહેવાય."

"રાજુલકુમારી, ભલે મને લોકો મૂર્ખ કહે પણ આ બધા કરતાં તમારો સાથ મારા માટે વધારે મહત્ત્વનો છે."

"યાદ કરો તમારો અને મારો મેળાપ થાય જ કેમ કરીને? આપણે તો દિયર ભોજાઈ સંબંધે બંધાયેલા છીએ. હવે મનમેળ કરવા જશો કે મારા પર રાગ કરશો તો લોક શું કહેશે?"

"એ વખતે લોક કયાં કંઈ બોલ્યું હતું જયારે મારા ભાઈએ તોરણેથી જ રથને પાછો વાળ્યો, મારા ભાઈએ તમને માંડવમાં છોડી જતા રહ્યા. જો તમે ભાભી બનીને મારા ઘરે આવતા અમે તમારી સાથે વાતો કરતાં."

"એવું હોતને તો હું તમને દિયર કરતાં અદેકરા માન દેતી. આપને મારા ભાઈ સમાન ગણતી. કેમ કે પ્રીતમના નાના ભાઈ મારા માટે ભાઈ સમાન હોત. પણ પતિ વિયોગે તો તમારી સાથે વાતનો વિસામો પણ કેમ થાય?"

રહનેમિના આંખોમાં ભીનાશ જોઈને રાજુલ ફરીથી તેમને કહ્યું,

"આમ પણ, કોઈ પણ સ્ત્રી માટે તો વાતના વિસામો તેનો પતિ જ હોય."

"પણ એ પરિણીત કન્યા માટે, અપરિણીત કન્યાને માટે નહીં. એને તો ઘણા પતિ હોય. એક પક્ષે તો જે રાગ રાખે તે તો ખોટું કહેવાય."

રહનેમિએ સમજાવટના અવાજે કહ્યું તો રાજુલ બોલી,

"આવું કોણે કહ્યું? આવો કોઈ નિયમ પણ સતીઓ માટે નથી હોતો, એ તો સામાન્ય સ્ત્રીઓ માટે હોય."

"યાદ રાખજો કે કોઈ પણ સતીના નામ લગ્ન કર્યા પછી થાય છે. અપરણિત સ્ત્રી સતી સ્ત્રીમાં નામ નથી ધરાવતી."

"ના, સ્ત્રી સતી એટલા માટે નથી કહેવાતી કે તે લગ્ન કરીને તકલીફો ભોગવે છે. પણ એટલા માટે એક વાર મનથી માનેલા પતિને વર્યા પછી બીજો વર વરવા તે નથી ઈચ્છતી."

"પણ એ ફેરા ફરે તો, પંચની સાખે તિલક કરેલ હોય તો જ તે પતિ કહેવાય. પણ મારા ભાઈએ તો આમાનું કંઈ નથી કર્યું."

"પણ તમારા ભાઈએ તો મને સાચા અર્થમાં સૌભાગ્યવતી બનાવી. વગર ફેરા ફરે તેમને મને સાચો પંથ દેખાડયો."

રાજુલે અલગ જ દુનિયામાં થી બોલી રહી કે,

"તિલક કરવામાં આવે, મંગળ વરતે હસ્તમેળાપ થાય. માતા પિતા વળાવે પછી કન્યા સાસરે જાય. પણ આ બધું સામાન્ય સ્ત્રીઓને લાગુ પડે."

"આમાનું કંઈ તમારી સાથે થયું જ કયાં છે?"

"હમણાં તો કહ્યું કે આ બધું સામાન્ય સ્ત્રી માટે, મારા જેવી સ્ત્રી માટે લાગુ ના પડે."

"એ કેમ કરીને બને? સમાજના નિયમો તો બધાને સરખા જ લાગુ પડે."

રહનેમિ પોતાની વાતને સમજાવવા માટે દલીલ કરતાં કહ્યું.

"મારા ભાઈએ તો હસ્તમેળાપ શું, પણ મનમેળાપ પણ કયાં કર્યો છે? ના તો તે તમને એક વાર સિવાય મળ્યા છે?"

"મનમેળાપ કેવી રીતે થાય?"

"જયારે એકબીજાને સાથે વાતો કરે, પ્રીત બંધાય ત્યારે."

"ના, સાસરીમાં કુંવારી કન્યા જમવા જાય. સામાન્ય વાતોમાં પણ વધારે તે ઘરના અને થનાર પતિને જાણે. એમની વાતોને વિશેષ સમજી મનમાં સમાવાય. આમ બે વ્યકિત વચ્ચે હસ્તમેળાપ પહેલાં મનમેળાપ થાય."

"તો આમાંનું..."

"મને ખબર છે કે તમારા ભાઈએ આમાંનું કંઈ નથી કર્યું. પણ મને મારો આત્મા એમની આત્મા સાથે જોડાયેલો લાગે છે. મને એમ લાગે છે કે અમારો જન્મોજન્મનો સાથ છે. અમારી જન્મોજન્મની પ્રીત છે. એટલે જ મારે સામાન્ય સ્ત્રીઓની જેમ મનમેળાપ કરવા હસ્તમેળાપની જરૂર નથી."

"પણ મનમેળાપ કરવા તો હું તમારા ઘરે આવતો હતો."

"પણ હું તો મારા પ્રીતમનો લઘુબાંધવ સમજી  આવકાર આપતી હતી અને તમારી સાથે વાતો પણ કરી હતી."

"તો એ વખતે આભૂષણ, કપડાં, મેવા અને ફળ વિગેરે લાવતા હતા અને તમને આપતા તો તમે લઈ લેતાં, એટલે અમને થઈ આશા કે આપણો મનમેળાપ થશે જ?"

"કેમ કરીને આટલી મોટી આશા મનમાં રાખી? એક વાર જો મને પૂછતાં તો જરૂર તમને કહેતી કે તમે મારા પ્રીતમના ભાઈ છો. એટલે હું બધું લઈ લેતી હતી. મારા પ્રિય વ્યક્તિના ઘરેથી આવેલ વસ્તુ હોવાથી મનમાં બીજો કોઈ વિચાર ના આવ્યો કે ના મને ખ્યાલ આવ્યો. શંકા પણ ના કરી કે તમે આવું કંઈ ન વિચાર્યું."

રહનેમિને પોતાના વિચાર પર શરમ અનુભવી, પણ પછી કંઈક વિચાર આવતા જ તે સ્વસ્થ બની ગયા.

"પણ મને એમ કે પતિ વિના રાજુલ ઓશિયાળી બની જશે. તેને કોઈ પરણશે નહીં અને તેનું જીવન બરબાદ થઈ જશે."

"પણ હું તો મારી જાતને ઓશિયાળી ગણતી જ નથી કે ના જગમાં કહેવાત, તો પછી એવું કેમ ધારી લીધું? હું તો ત્રણ જગતના રાજાની રાણી ગણાઈ રહી છું. તેમના સાથ દેવાના લીધે કહો કે તેમની સાથે પ્રીતના બદલે હું પ્રભુના ચરણે રહી. મને આત્મકલ્યાણ સાધવાની, આ જન્મમરણનો ફેરો ટાળીશ અને મુક્તિ વાટે જઈશ."

"કદાચ મેં ધારી લીધું, પણ આપણે લગ્ન કરીને સુખભર આપણે પ્રીતિ પાળીએ, સંસાર માણીએ પછી આપણે બંને જોડે દીક્ષા લેશું પણ હાલ યૌવન વયમાં નહીં."