સવારના સાડા અગિયાર થયા હતા. વસંત જમી ને ખાટલામાં આડો પડ્યો હતો અને એના ગજવામાં રહેલ મોબાઈલમાં વાઈબ્રેશન થયું. એણે મોબાઈલ કાઢીને જોયું. એનો જ મિસકોલ હતો. એનો અર્થ એ કે ઓપરેશન કદાચ ચાલુ થશે.એ તૈયાર થયો. એણે રાધા ને કહ્યું ' બહાર જાઉં છું , કદાચ ટ્રેકટરની સર્વીસ માટે જવું પડશે. મોડું થાય તો તમે જમી લેજો.' રાધા એની પત્ની , બે માળના ઘરની બહાર વિશાળ આંગણમાં વાસણ ઘસતી હતી. બહાર ત્રણ વૃક્ષો છાયા આપતા હતા. એક વૃક્ષની નીચે દોઢ વર્ષનો બાબો લાલો ઘોડિયામાં

Full Novel

1

હાઇવે રોબરી - 1

હાઇવે રોબરી 01 સવારના સાડા અગિયાર થયા હતા. વસંત જમી ને ખાટલામાં આડો હતો અને એના ગજવામાં રહેલ મોબાઈલમાં વાઈબ્રેશન થયું. એણે મોબાઈલ કાઢીને જોયું. એનો જ મિસકોલ હતો. એનો અર્થ એ કે ઓપરેશન કદાચ ચાલુ થશે.એ તૈયાર થયો. એણે રાધા ને કહ્યું ' બહાર જાઉં છું , કદાચ ટ્રેકટરની સર્વીસ માટે જવું પડશે. મોડું થાય તો તમે જમી લેજો.' રાધા એની પત્ની , બે માળના ઘરની બહાર વિશાળ આંગણમાં વાસણ ઘસતી હતી. બહાર ત્રણ વૃક્ષો છાયા આપતા હતા. એક વૃક્ષની નીચે દોઢ વર્ષનો બાબો લાલો ઘોડિયામાં ...વધુ વાંચો

2

હાઇવે રોબરી - 2

હાઇવે રોબરી 02 સામેની ગાડીમાં સિક્યુરિટી ગાર્ડ રતનસિંહ હતો..જે જવાનસિંહને જી.પી.એસ.થ્રુ એમની ગાડી નું લોકેશન હતો. વસંત , જવાનસિંહ અને રતનસિંહ ત્રણે એકબીજાને ઓળખતા હતો. પણ જ્યારે આ કામનું આયોજન કર્યું ત્યારે તેમા વસંત અને જવાનસિંહ જ મુખ્ય આયોજક હતા. જવાનસિંહે બધી જવાબદારી પોતાના ઉપર લીધી હતી. અને રતનસિંહ અને બીજા બે સમાજ થી તરછોડાયેલા યુવાનો ને તેમાં સામેલ કર્યા. કોઈપણ સ્ટ્રેટેજી વસંત તૈયાર કરતો અને જવાનસિંહને કહેતો. પછી જવાનસિંહ બધાને સ્ટ્રેટેજીની જરૂરી વાતો કહેતો. જવાનસિંહ બધાને ઓળખતો અને બધા જવાનસિંહને ઓળખતા. પણ વસંતને ફક્ત જવાનસિંહ જ ઓળખતો. રતનસિંહ વસંતને ...વધુ વાંચો

3

હાઇવે રોબરી - 3

હાઇવે રોબરી 03 ચારે સૂટકેસના તળિયે હીરા હતો.જવાનસિંહે બાજુમાં પડેલી થાળીમાં બધા હીરા ભેગા કર્યાં. દોઢ થી બે ખોબા ભરાય એટલા હતા. જવાનસિંહ : 'આનું શુ કરીશું ?' 'નક્કી થયા પ્રમાણે બધા વચ્ચે વહેંચી દઈએ.' 'ના ગુરુ , બીજા બધાના ભાગે એટલું કામનું ભારણ અને સ્ટ્રેસ નહતા.વળી જે રૂપિયા બધાના ભાગે આવ્યા તે પણ ઘણા છે.' 'તે પણ ખૂબ કામ કર્યું છે.તું અડધો ભાગ લઈ લે.' 'ના , તમે મારા અન્નદાતા છો.આ કામ તમે કેમ કર્યું એ મને સમજાતું નથી.પણ કંઈક જરૂરિયાત તો હશે જ. તમે ...વધુ વાંચો

4

હાઇવે રોબરી - 4

હાઇવે રોબરી 04 વસંતે બીજો દિવસ પરાણે કાઢ્યો. એ રાતે આઠ વાગે મોટરસાઇકલ લઈ રેલવે સ્ટેશને ટાઈમ થઈ ગયો હતો પણ ગાડી હજુ આવી નહતી. આશુતોષને ફોન લગાવ્યો. ગાડી અડધો કલાક લેટ હતી. આશુતોષ , વસંત નો ખાસ મિત્ર હતો. રેલવે સ્ટેશનથી ઘરે જવાનો ટૂંકો રસ્તો સ્મશાન આગળથી જતો હતો. અને આશુતોષને જો કોઈ કંપનીના હોય તો સ્મશાન આગળથી જવામાં એને ખૂબ ડર લાગતો હતો. એટલે જો કંપનીના મળે તો એ લાંબો રસ્તો પકડતો. પણ એમાં ટાઈમ ઘણો જતો. એટલે જ જ્યારે જ્યારે ટાઈમ મળતો ત્યારે વસંત આશુતોષને ...વધુ વાંચો

5

હાઇવે રોબરી - 5

હાઇવે રોબરી 05 સવારે નવ વાગ્યા થી ડી.વાય.એસ.પી..શ્રી રાઠોડ સાહેબની ટીમ સાઇટ પર પહોંચી હતી.બધા એવિડન્સ પહેલા જ લઈ લેવામાં આવ્યા હતા.છતાં એકવાર સાઇટ પર જવાથી ગુના સંબધી ઘણી જાણકારી મળતી હોય છે.આખા સ્ટાફને સૂચના આપી , આખી જગ્યા ને બરાબર ચેક કરો , નાના માં નાનો એવિડન્સ કલેક્ટ કરો , કંઈ પણ ધ્યાન બહાર રહેવું ના જોઈએ.અને આખો સ્ટાફ કામમાં લાગી ગયો.રાઠોડ સાહેબે જાતે જ પહેલા જે ગાડી માંથી ડેડબોડી મળી હતી , તેને ચેક કરી.જેમ જેમ ચેક કરતા ગયા તેમ તેમ રાઇટર ને કેટલીક નોંધ કરાવતા ...વધુ વાંચો

6

હાઇવે રોબરી - 6

હાઇવે રોબરી 06 આખી બપોર બધા સાથે બેઠા.નંદિનીએ સોનલને પૂછ્યું :' જિજુ ના આવ્યા? ' ' આજે એમને અગત્ય નું કામ હતું.સાંજે લેવા આવશે.' બપોરે બધા કેટલીક રમતો રમ્યા , ગપ્પા માર્યા અને સાંજે માતાજી ના મંદિરે ગયા.બાજુમાં નદી વહેતી હતી.આશુતોષ અને વસંત નહાવા ગયા.વસંતને આશુતોષ સાથે ઘણી વાત કરવી હતી.પણ ખબર નહોતી પડતી કે વાત કેવી રીતે કરવી અને ક્યાંથી શરૂઆત કરવી.અને એ વાતએ દિવસે હદયમાં જ રહી. સાંજે છ વાગે નિરવ આવ્યો.સોનલને ફોન કરી એ આવ્યો હતો એટલેએ સીધો મંદિરે જ આવ્યો.નિરવ ના ...વધુ વાંચો

7

હાઇવે રોબરી - 7

હાઇબે રોબરી 07 આસુતોષે સોનલની સામે જોઈ બોલવાનું ચાલુ રાખ્યું. , એ દિવસે મને પહેલી વાર ખબર પડી કે મન પર સૌથી મોટો બોજ આપણા અપરાધનો હોય છે. અને હું એ અપરાધ કરીને બેઠો હતો. મિત્ર સાથે વિશ્વાસઘાતનો અપરાધ. મિત્ર પોતાના ઘરમાં આવકારે છે , એક વિશ્વાસ સાથે. અને મેં એના જ ઘરમાં હાથ નાંખી એનો વિશ્વાસઘાત કર્યો હતો. મારો આત્મા આ બોજ ઉપાડવા તૈયાર ન હતો. અને સોનલ , જ્યારે મન બે વિરોધાભાષી વિચારો લઈ ઉભું થઈ જાય છે ત્યારે યુધ્ધ ભૂમિ માં દ્વિધા સાથે ઉભેલા અર્જુન ...વધુ વાંચો

8

હાઇવે રોબરી - 8

હાઇવે રોબરી 08 જવાનસિંહ ઘરે આવ્યો.સવિતા અને બાળકોને ગળે લગાવ્યા.વ્યવસ્થિત ઘર જોઈને એને હાશ દિવસ આરામ કર્યો.પછી એણે એના અન્નદાતાને પગે લાગવા જવાનું નક્કી કર્યું. સવિતાને એણે વાત કરી. સવિતાએ રાધા ભાભીને ફોન કરી પૂછ્યું કે વસંત ભાઈ ઘરે હોય તો એનો પતિ મળવા માગે છે.રાધા ભાભી એ બાળકોને પણ લઈને આવવાનું કહ્યું. જવાનસિંહનો અનુભવ હતો કે જેલમાં જનાર ગુનેગારને સમાજ ઘૃણાની નજરે જુએ છે.એક અંતર રાખી ને જીવે છે.જવાનસિંહનું ઘર ગામના છેડે હતું.આજે એ સવિતા અને બાળકોને લઈ ગામ વચ્ચેથી વસંતના ઘરે જઈ રહ્યો હતો.ત્યારે ...વધુ વાંચો

9

હાઇવે રોબરી - 9

હાઇવે રોબરી 09 બે દિવસ વસંતના મનમાં ગડમથલ ચાલી. ત્રીજા દિવસે સવારે એ જવાનસિંહની કિટલી પર પહોંચી ગયો.જવાનસિંહે ચ્હા બનાવી પીવડાવી. ' જવાનસિંહ તારો પેલો મિત્ર આજે આવવાનો છે? શુ નામ છે એનું ? ' ' પ્રહલાદ નામ છે.આજે કદાચ આવે.કેમ?કામ હતું કંઈ? ' ' શુ કહ્યું હતું એણે? ' ' પૂરી વાત તો એણે નહોતી કરી.પણ મોટી મોટી વાત કરી હતી.જો હું તૈયાર હોઉં તો આજે આગળ વાત કરશે.' ' જવાનસિંહ ખૂબ મોટી રકમ હોય અને ભાગે વધારે રૂપિયા આવવાના હોય અને ...વધુ વાંચો

10

હાઇવે રોબરી - 10

હાઇવે રોબરી 10 જવાનસિંહે ખૂબ વિચાર્યું અને અંતે તે વસંત પાસે ગયો.વસંત ખેતરમાં કામ કરતો હતો.થોડા પણ કામ કરતા હતા.બપોરનો સમય હતો. જવાનસિંહ કિટલી બંધ કરીને આવ્યો હતો એટલે વાત ખાસ હોવી જોઈએ. વસંતે કામ પડતું મૂક્યું. ખાટલો ઢાળ્યો. ' બેસ , કેમ આવવું થયું? ' ' ગુરુ , તમે આમાં ના પડો તો સારું , ખતરા વાળું કામ છે. થોડા ઘણા રૂપિયા જોઈએ.તો કામ પતે હું તમને આપીશ.' ' જવાનસિંહ વાત આગળ વધવા દે , જો ખતરા જેવું લાગશે તો હું પાછો વળી જઈશ , તને તો વાંધો ...વધુ વાંચો

11

હાઇવે રોબરી - 11

હાઇવે રોબરી 11 ડી.વાય.એસ.પી. રાઠોડ સાહેબની ચેમ્બરમાં ટીમના તમામ સભ્યો હાજર હતા. ઘટનાનો આજે ત્રીજો હતો. આજે પ્રાયમરી રિપોર્ટ આપવાનો હતો. રાઠોડ સાહેબના માર્ગદર્શન પ્રમાણેની માહિતીનો ઢગલો હતો.. હવે આગળનું ઇન્વેસ્ટીગેશન કરવાનું હતું. પી.એસ.આઈ. મી.પટેલે માહિતી આપવાનું ચાલુ કર્યું.પી.એસ.આઈ નાથુસિંહ પણ બધી માહિતી સાથે તૈયાર હતો. ' સર , સૌથી અગત્યની એક વાત પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ છે. કારમાં પાંચ માણસ હતા. ત્રણને પહેલાં ક્લોરોફોર્મ સુંઘાડી પછી બિલકુલ નજીકથી ગોળી મારવા માં આવી છે. બાકીના બે રતનસિંહ અને અમરસિંહને ક્લોરોફોર્મ સુંઘાડવામાં નથી આવ્યું. ' ' બની ...વધુ વાંચો

12

હાઇવે રોબરી - 12

હાઇવે રોબરી 12 ડી.વાય.એસ.પી. રાઠોડ સાહેબની ચેમ્બરમાં વિડીયો કલીપો પ્લે થતી રહી. આંગડીયા પેઢીની બહારના અને નાસ્તા હાઉસના સી.સી.ટી.વી. ફૂટેજ ચાલતા રહ્યા. કોઈને એમાં કંઈ ખાસ સમજમાં નહોતું આવતું. પટેલ સાહેબ, રાઠોડ સાહેબને ધ્યાનથી જોઈ રહ્યા હતા. પટેલને રાઠોડ સાહેબની કાર્ય પદ્ધતિ પર અજબ વિશ્વાસ હતો. નાથુસિંહ કંઇક કંટાળા સાથે જોઈ રહ્યો હતો. એ એવું માનતો હતો કે શકમંદોને પકડી લાવી થર્ડ ડિગ્રી અજમાવો. આ એરિયાનો કોઈક તો ગુનેગારોને ઓળખતા જ હશે. આવું માનનારો એ સંકુચિત મગજનો પોલીસકર્મી હતો.રાઠોડ સાહેબ કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલ હતા. ' પટેલ તમને આ ...વધુ વાંચો

13

હાઇવે રોબરી - 13

હાઇવે રોબરી 13 દિલાવર એના આલિશાન મકાનમાં એના બન્ટરો સાથે બેઠો હતો. નાથુસિંહે આપેલ ફોટાની પચાસ એની સામે પડી હતી. ' આ ફોટો લઈ જાવ. ગામેગામ આપણા માણસો ને પૂછો. આ માણસ મારે જોઈએ. કોઈ પણ કિંમતે. ' ************************* ડી.વાય.એસ.પી.રાઠોડ સાહેબને નાથુસિંહ રિપોર્ટ આપી રહ્યો હતો. એક વાત સ્પષ્ટ થઈ હતી કે કદાચ રતનસિંહ લૂંટારાઓ જોડે મળેલ હતો. રતનસિંહના ફોનની ડિટેઇલ ચેક કરવામાં આવી.આંગડીયા પેઢીના કર્મચારીઓ , રતનસિંહના મિત્રો , પડોશીઓ , સગા સબંધી બધાના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. પણ કંઇ મળ્યું ન હતું. આખરે પોલીસ ...વધુ વાંચો

14

હાઇવે રોબરી - 14

હાઇવે રોબરી 14 જવાનસિંહ કિટલી ચાલુ કરી ને બેઠો હતો. સવારના લગભગ અગિયાર વાગ્યા એણે ચ્હા નાસ્તા ની સાથે નાના પાયે પૂરી શાક બનાવવાનું પણ ચાલુ કર્યું હતું. કેટલાક રિક્ષાવાળા અને ખેતરોમાં બહારગામથી આવેલા મજૂરો જવાનસિંહના ત્યાં પૂરીશાક ખાવા આવતા હતા. શરૂઆત નાના પાયા ઉપર હતી. પણ જવાનસિંહ વિચારતો હતો કે બધું વ્યવસ્થિત ઉતરે તો એક સરસ પાકી હોટલ બનાવી ત્રણ ચાર છોકરા રાખી સારી હોટલ મોટા પાયે કરવી. જેલમાં ગયા પછી જવાનસિંહની જમવાનું બનાવવા પર હથોટી આવી ગઈ હતી.પણ કોને ખબર હોય છે કે કુદરતને શું મંજુર ...વધુ વાંચો

15

હાઇવે રોબરી - 15

હાઇવે રોબરી 15 મી.પટેલ એમનો રિપોર્ટ ચેક કરી રહ્યા હતા. કોઈ ભૂલ રહી ના હોય ચિંતા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતી હતી. સાંજના પાંચ વાગવા આવ્યા હતા. નાથુસિંહ બેફિકરાઈથી મોના ગલોફામાં પાન દબાવી કંઈક વિચારોમાં ખોવાયેલ હતો. રાઠોડ સાહેબ આવ્યા. કોઈની સાથે બોલ્યા વગર એમની ચેમ્બરમાં જતા રહ્યા. સામાન્ય રીતે હંમેશા પહેલા પોતાના સ્ટાફ સાથે હાય હેલો કરનાર રાઠોડ સાહેબની વર્તણુંકથી જ બધા સમજી ગયા કે કંઈક ગરબડ છે. પાંચ મિનિટમાં બધા ને ચેમ્બરમાં બોલાવ્યા. આજે દેવધર ને પણ બોલાવ્યો હતો. પહેલી વખત એવું થયું કે દેવધર ...વધુ વાંચો

16

હાઇવે રોબરી - 16

હાઇવે રોબરી 16 જવાનસિંહને પ્રહલાદની વાત સાચી લાગી. ' તો શું કરીશું ? ' કિટલી પર કામ લાગે એવા સાધન છે ? ' ' કેવા સાધન ? ' ' પિસ્તોલ તો તોડીને ફેંકી દીધી છે એટલે છરો , કે બીજું કઈક.' ' એવી જરૂર પડશે ? ' ' બોસ , એક બાજુ ફાંસી છે. જો બચવું હોય તો એક જ રસ્તો છે. ' ' છરી છે. ચાલશે ? ' ' ચાલશે. ' જવાનસિંહે કિટલીની નીચેના કબાટનું તાળું ખોલ્યું. અંદર બે ...વધુ વાંચો

17

હાઇવે રોબરી - 17

હાઇવે રોબરી 17 પ્રહલાદે જવાનસિંહને એની કિટલીએ ઉતર્યો. કિટલીની પાછળના ખેતરમાં પાણીનો બોર હતો. બોરમાંથી એક ટાંકીમાં ભરાતું અને ત્યાંથી એ પાણી ખેતરમાં જરૂર મુજબ જવા દેવામાં આવતું. જવાનસિંહે પ્રહલાદને કિટલી પાસે અંધારામાં ઉભો રાખ્યો. અને એ ખેતરમાં ગયો. ખેતર માં કોઈ નહતું. ટાંકીમાં પાણી ઓછું હતું. પણ કામ ચાલે એમ હતું. જવાનસિંહે સિટી વગાડી. પ્રહલાદ ખેતરમાં આવ્યો. બન્નેએ સારી રીતે સ્નાન કર્યું. બન્ને છરીઓ ને માટીથી ઘસીને સારી રીતે સાફ કરી. પ્રહલાદના કપડાં પર લોહીના ડાઘા હતા. પ્રહલાદે નક્કી કર્યું કે ઘરે જઈ બીજા કપડાં પહેરી આ કપડાંનો ...વધુ વાંચો

18

હાઇવે રોબરી - 18

હાઇવે રોબરી 18 સવારના નવ વાગે કન્ટ્રોલ ઓફીસથી ફોન આવ્યો. ગામની બહાર પાસે સ્મશાનમાં કોઈ એક લાશ પડી છે. પી.આઈ. જોરાવરસિંહ જાડેજા એમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા. લોકોનું ટોળું કોઈ તમાશો જોવાનો હોય તેમ એકઠું થઈ ગયું હતું. નજીકના ગામનો કોઈ લોકલ મીડિયા વાળો ફોટા પાડી રહ્યો હતો. જાડેજાના સ્ટાફે સૌથી પહેલા એરિયાને કોર્ડન કર્યો. કન્ટ્રોલ ઓફીસમાં ફોન કરી ઓફિશિયલ ફોટોગ્રાફર , ડોગ ટીમ અને એફ.એસ.એલ.ની ટીમ બોલાવી. એ લોકો બે કે ત્રણ કલાક પહેલા આવે તેમ ન હતા. ત્યાં સુધી જાડેજા એ ઘણી ...વધુ વાંચો

19

હાઇવે રોબરી - 19

હાઇવે રોબરી 19 જાડેજા સાહેબ ને આજે આખો દિવસ દોડધામ રહી. બપોર આખી ટીમ આવી. ફોટોગ્રાફરે અલગ અલગ એંગલથી ફોટા લીધા. એફ.એસ.એલ.ટીમે ફિગરપ્રિન્ટસ તથા બીજી જરૂરી ચીજો , બુટ અને મોટરસાઇકલના ટાયરના નિશાનની પ્રિન્ટ લેવાની કોશિશ કરી. પણ ફિંગરપ્રિન્ટ મળે એવું કશું હતું નહિ. ડોગ ટીમ પણ ખાસ કંઈ કરી ના શકી. ડોગ ત્યાં જ આજુબાજુ ફરીને થાકી ગયા. આખરે પચનામું કરી બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. ************************ જીવણને સતાંડવો જરૂરી હતો. કેમકે પોલીસ સ્નેહના નિવેદન પરથી પકડવા આવશે તો સૌથી પહેલા જીવણને જ ...વધુ વાંચો

20

હાઇવે રોબરી - 20

હાઇવે રોબરી 20 રાઠોડ સાહેબની ઓફીસમાં આજે ધમાલ હતી. રાઠોડસાહેબે રોયસાહેબ સાથે વાત કરી નાથુસિંહને ઉપર ઉતારી દીધો હતો. નાથુસિંહ માટે આ એક મોટું અપમાન હતું. પણ એની પાસે છૂટકો ન હતો. આખી તપાસમાંથી એને બાકાત રાખવામાં આવ્યો હતો. પણ એ જમાનાનો ખાઈબદેલ માણસ હતો. એને બધું આવડતું હતું. એણે આખી વાત દિલાવરને કરી અને એક સ્ટ્રેટેજી નક્કી કરી હતી. પટેલની પાછળ દિલાવરના માણસો હતા. અને જીવણની ધરપકડની દસ જ મિનિટમાં એ સમાચાર દિલાવર અને નાથુસિંહ પાસે હતા. દિલાવર પાસે ક્યાંય પણ કોઈ પણ કામ કરાવવું આસાન હતું. ...વધુ વાંચો

21

હાઇવે રોબરી - 21

હાઇવે રોબરી 21 રાતના સવા ચાર વાગે બીજી ટીમ જવાનસિંહના તરફ જવા રવાના થઈ. દિલાવરની એક ટીમ એમની પાછળ રવાના થઈ. કોઈ શહેર કે ગામ એવું નહોતું જ્યાં દિલાવર કોઈ ઓળખાણ ના કાઢી શકે. સવા પાંચની આસપાસ જવાનસિંહના ગામની બહાર પોલીસની ત્રણ ગાડી ઉભી રહી. રાઠોડ સાહેબ ખુદ આ ટીમનું નેતૃત્વ કરતા હતા. સરપંચ , રોય સાહેબનો ઓળખીતો જ હતો. એને ગામના પાદરે બોલાવ્યો હતો. અને જવાનસિંહના ઘરની આખી ભૂગોળ સમજી લીધી હતી.રાઠોડ સાહેબે જવાનસિંહના ઘરની ભૂગોળ સમજી લઈ આખી ટીમને જરૂરી સૂચનાઓ આપી. સરપંચને સાથે ...વધુ વાંચો

22

હાઇવે રોબરી - 22

હાઇવે રોબરી 22 જવાનસિંહે ફોન ઓન કર્યો. ધ્રુજતા હાથે એણે સવિતાને ફોન લગાવ્યો. હેલો , ક્યાં છો તમે ? કેટલા ફોન તમને કર્યા.' ' હું એક મિત્રને ત્યાં છું. ફોનની બેટરી ખતમ થઈ ગઈ હતી. એટલે રાત્રે બંધ થઈ ગયો હશે. હમણાં જ ચાર્જ કરી ચાલુ કર્યો. ' ' આ બધું શું છે , પાછું તમે કંઈ ખોટું તો નથી કર્યું ને ? ' ' ના ના , કંઈ ખોટું નથી કર્યું. કેમ શું થયું ? ' ' વહેલી સવારે પોલીસ આવી હતી. ' ...વધુ વાંચો

23

હાઇવે રોબરી - 23

હાઇવે રોબરી 23 રાતના અગિયાર વાગ્યા હતા. ખન્ડેર મંદિરની ચારે બાજુ એક દિવાલ હતી. એક દરવાજા માંથી અંદર પ્રવેશી શકાતું હતું. થોડું ચાલ્યા પછી મંદિર આવતું હતું. આજુબાજુની અમુક દિવાલ હજુ અકબંધ હતી. પણ મુખ્ય દરવાજા બાજુનો કેટલોક ભાગ તૂટી ગયો હતો. છતાં મંદિરમાં આવવું હોય તો એ દરવાજામાં થઇને જ આવવું પડે એમ હતું. મંદિરની બાજુમાં બે રૂમ પણ તૂટેલી હાલતમાં હતી. એમાં એક રૂમની હાલત કંઇક ઠીક હતી. પણ એથી વિશેષ એ રૂમ માંથી મંદિરના તૂટેલા દરવાજા તરફ નજર રાખી શકાય તેમ હતી. જવાનસિંહે એ રૂમ નો આગળ ...વધુ વાંચો

24

હાઇવે રોબરી - 24

હાઇવે રોબરી 24 નાથુસિંહ દિલાવરે આપેલી ગાડીમાં આખા એરિયામાં લટાર મારવા નીકળ્યો હતો. સાથે હોટલમાંથી મદનને હતો. મદન આ એરિયાનો જાણકાર હતો. બધા રસ્તાનો જાણકાર હતો. લગભગ બે કલાકથી નાથુસિંહ એ એરિયામાં ફરી રહ્યો હતો. પણ કશું મળતું ન હતું. આખરે હાઇવેની અંદરના રોડ ઉપરથી વસંતના ગામ તરફના રસ્તા તરફ ગાડી ચાલી. આગળ ત્રણ રસ્તા પર મદને માહિતી આપી. ' અહી થી એક રસ્તો ગામ તરફ જાય છે અને બીજો ખન્ડેર મંદિર તરફ જઈ નદી એ પૂરો થઈ જાય છે. ' નાથુસિંહના મગજમાં ચમકારો થયો. એણે ગાડી ઉભી રખાવી. એક સિગારેટ સળગાવી અને ચારે તરફ નજર ...વધુ વાંચો

25

હાઇવે રોબરી - 25

હાઇવે રોબરી 25 રાઠોડ સાહેબે રોય સાહેબ સાથે વાત કરી , સ્ટેટ પોલીસની મદદથી આખા ની નાકાબંધી કરાવી દીધી હતી. જે એરિયામાં જવાનસિંહનું ઘર હતું અને જ્યાં જવાનસિંહનો ફોન સ્વિચ ઓફ થયો હતો એ એરિયા અને સરદારજીના ફોનનો એરિયા નજીક નજીક જ હતા. એ આખા એરિયામાં કડક બંદોબસ્ત હતો. બહાર જતા તમામ વાહનો અને શંકાસ્પદ માણસોને ચેક કરવામાં આવી રહ્યા હતા. જવાનસિંહના મિત્રોની ખૂબ જ ઝીણવટ પૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી હતી. જવાનસિંહના મોટાભાગના મિત્રો ગુન્હા સાથે સંકળાયેલા હતા. એટલે એ લોકો બને ત્યાં સુધી આ વાતથી દુર રહેવા માંગતા હતા. પણ ગામવાળાની પૂછપરછમાં એક વાત બહાર ...વધુ વાંચો

26

હાઇવે રોબરી - 26

હાઇવે રોબરી 26 સમય ખૂબ ઓછો હતો. વસંત વિચારતો હતો કે જે કરવું હોય ફટાફટ કરવું પડશે. જવાનસિંહ ઘેરાઈ ગયો છે. એનું શું થશે એ ખબર નથી અને પોલીસ પોતાના ઘરે પહોંચી ગઈ છે. એવું લાગે છે કે પોલીસ એ જાણી ગઈ છે કે વસંત જ સરદારજી છે જેણે આંગડિયા લૂંટમાં ભાગ લીધો હતો. એટલે જ પોલીસ સરદારજીના અને પોતાના ફોટા લઈ ગામમાં તપાસ કરી રહી છે. હવે ઘરે જઈ શકાય તેમ ન હતું અને પોલીસ પણ ગમે ત્યારે ખેતરે આવી શકે તેમ હતી. એણે ફટાફટ નિર્ણય કર્યો. ...વધુ વાંચો

27

હાઇવે રોબરી - 27

હાઇવે રોબરી 27 વસંત નું હદય એક ધબકારો ચુકી ગયું.. પણ એણે સ્વસ્થ થવા ની કરી અને રસ્તા ની સાઈડ માં ઉભો રહ્યો.. એક બંધ મિની ટ્રક બાજુ માં આવી ને ઉભી રહી.. આખી ટ્રક પર જય શ્રી રામ અને જય બજરંગીબલી લખેલું હતું.. વસંતે જોયું ટ્રક ની સાઈડ માં આશ્રમ નું નામ અને ફોન નમ્બર લખેલા હતા.. ટ્રક ની આગળ સાઈડ માં એક નાનકડો ધ્વજ પણ લહેરાતો હતો.. દૂર થી જ ઓળખાઈ જાય એવી ટ્રક હતી.. આશ્રમ ની ટ્રક હતી.. ટ્રક સાઈડ માં આવી ...વધુ વાંચો

28

હાઇવે રોબરી - 28

હાઇવે રોબરી 28 રાઠોડ સાહેબે, પટેલ અને પોતાના સ્ટાફની સાથે હાઇવેથી અંદરના રસ્તે થઈ વસંતના તરફ જતા રસ્તા પર પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો. બપોરે દિલાવરના માણસોની એ રોડ પરની હલચલની માહિતી મળ્યા પછી લગભગ એક કલાકમાં જ આખો રસ્તો કોર્ડન કરવામાં આવ્યો હતો. પરંતુ બપોર પછી કોઈ હરકત નજરમાં આવી ન હતી. દિલાવરની ગાડીઓ હાઇવે પરની એક હોટલ પાસે પાર્ક થયેલી હતી. રાઠોડ સાહેબે એ હોટલમાં તપાસ કરાવી લીધી. ત્યાં ગાડીના ડ્રાયવર સિવાય કોઈ ન હતું. રાઠોડ સાહેબે એ ગાડીઓ પર પૂરતો બંદોસ્ત કરાવ્યો હતો. અંદરના રસ્તે જઇ ત્રણ ...વધુ વાંચો

29

હાઇવે રોબરી - 29

હાઇવે રોબરી 29 નાથુસિંહ ગાડીઓ સાથે રવાના થયો. જવાનસિંહ ગાડીમાં પાછળ પડ્યો પડ્યો પરિસ્થિતિનો તાગ કોશિશ કરતો હતો. સૌથી પહેલા એક અન્ય ગાડી હતી. પછી પાછળ નાથુસિંહની ગાડી હતી. એની પાછળ બીજી ગાડીઓની લાઈન હતી... પટેલ વસંતના ગામ તરફના રોડની સાઈડમાં જીપની લાઇટો બંધ રાખી રાહ જોતા ઉભા હતા. એમણે ખન્ડેર મંદિરથી મેઈન રોડ તરફ લાઈનસર જતી ગાડીઓને જોઈ. અને રાઠોડ સાહેબને મેસેજ મોકલ્યા. રાઠોડ સાહેબે આડા રોડને બન્ને બાજુથી લોકલ પોલીસ દ્વારા બ્લોક કરાવ્યો હતો. રાઠોડ સાહેબે લોકલ પોલીસને એલર્ટ કરી... નાથુસિંહની ગાડીઓ બહારના રોડ ઉપર ...વધુ વાંચો

30

હાઇવે રોબરી - 30

હાઇવે રોબરી 30 રાઠોડ સાહેબે બઘી જ ગાડીઓને જપ્ત કરાવી. ઘણાની પાસે હથિયાર મળ્યા. એ બધા જપ્ત કરવામાં આવ્યા. રાઠોડ સાહેબે બધી ગાડીઓ ચેક કરી. એમને ડાઉટ હતો કે આંગડીયા લૂંટ કેસનો કોઈ આરોપી કે તેની કોઈ વિગત કે કોઈ મુદ્દો મળશે. પણ એમને કશું ના મળ્યું. નાથુસિંહને ડર હતો કે જવાનસિંહ રાઠોડ સાહેબને મળશે તો પોતાને તકલીફ થશે. પણ એના આશ્ચર્ય વચ્ચે એની ગાડી માંથી જવાનસિંહ ના મળ્યો. એક રીતે તેને હાશ થઈ પણ એને એના ડ્રાયવર પર ભયંકર ગુસ્સો આવ્યો. નાથુસિંહની આખી ટીમે જવાનસિંહ બાબતમાં મૌન ...વધુ વાંચો

31

હાઇવે રોબરી - 31

હાઇવે રોબરી 31 રાઠોડ સાહેબ જવાનસિંહ સાથે વાત કરવા માંગતા હતા. પણ ડોકટર એવું માનતા હતા હજુ જવાનસિંહની સાથે વાત કરવા જેવી એની સ્થિતિ નહતી. દરેકનું પોતાનું એક આગવું કાર્યક્ષેત્ર હોય છે. અને કદાચ એ પોતાની રીતે સાચા હોઈ શકે.. ' ડોકટર, પોલીસ જવાનસિંહનું બયાન લેવા માગે છે... ' ' હજુ પેશન્ટ એ કન્ડીશનમાં નથી. ' ' ડોકટર, એ એક મુજરીમ છે. અને એક ગુન્હાના ઉકેલ માટે એનું સ્ટેટમેન્ટ જરૂરી છે.' ' ભલે એ મુજરીમ હોય, પણ હાલ એ એક પેશન્ટ છે. હું તમને પરમિશન ...વધુ વાંચો

32

હાઇવે રોબરી - 32

હાઇવે રોબરી 32 રાઠોડ સાહેબ પાસે હવે બે અગત્યના કામ બાકી હતા. પહેલું, ફરાર મુજરીમ શોધવાનું અને બીજું કામ પ્રહલાદ અને જીવણને ચાર્જ ફ્રેમ કરી કોર્ટમાં રજૂ કરવા. લૂંટનો 90℅ માલ પકડાઈ ગયો હતો.. વસંતના ફોટા અને વિગતો ગુજરાતના દરેક જિલ્લા અને સેન્ટ્રલ ક્રાઇમ બ્યુરોને પહોંચતા કરવામાં આવ્યા હતા. પ્રહલાદ અને જીવણને અલગ અલગ રાખીને સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. એનું રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યુ હતું. જવાનસિંહનું મરણોન્નમુખ નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યું હતું. એનું રેકોર્ડીંગ પણ હતું. સરદારજી ઉર્ફે વસંત વિશે જીવણ કે પ્રહલાદ કંઈ ખાસ જાણતા ...વધુ વાંચો

33

હાઇવે રોબરી - 33

હાઇવે રોબરી 33 જવાનસિંહની અંતિમક્રિયા પછીની વિધિ પણ પતી ગયે દસેક દિવસ થઈ ગયા હતા. ભાઈ એ બાળકોને લઈ પોતાને ઘરે આવવા કહ્યું. પણ સવિતા કોઈના ઉપર ભાર બનવા ન્હોતી માંગતી. એની પાસે એક ભેંસ તો હતી જ. વળી એ કામ કરવામાં પાછી પડે એમ ન હતી. એટલે એણે બધાને પ્રેમથી ના પાડી આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે એ પોતાના ઘરે જ રહેશે. એને વસંતભાઈ અને રાધા ભાભી યાદ આવ્યા. એ મનોમન પ્રાર્થના કરતી કે વસંત ભાઈ સુખરૂપ પાછા આવી જાય એટલે સારું. રાધા ભાભીને પૈસાની કોઈ તકલીફ ...વધુ વાંચો

34

હાઇવે રોબરી - 34

હાઇવે રોબરી 34 આસુતોષ નિરવના વિશાળ બંગલામાં પ્રવેશ્યો. અને મનોમન પોતાના ઘર સાથે આ બંગલાની તુલના બેઠો. શું પોતે ખોટો હતો ? આવી સાહ્યબી સોનલને એ આપી શક્ત ? નિરવ આશુતોષને ઉપરના માળે ગેસ્ટરૂમમાં લઇ ગયો. થોડી વારમાં સોનલ આવી. અને ચ્હા નાસ્તો પણ આવ્યો. સોનલના ચહેરા પણ કંઈક ઉદાસી હતી. થોડી ઔપચારિક વાતો કર્યા પછી નિરવ મુખ્ય મુદ્દા પર આવ્યો. સોનલ કંઈક આશા સાથે આશુતોષને જોઈ રહી... ' આશુતોષ, હું ઘણી બધી વાતોથી વાકેફ ન હતો. અને હવે જ્યારે વાકેફ થયો છું ત્યારે લેટ તો છું. ...વધુ વાંચો

35

હાઇવે રોબરી - 35

હાઇવે રોબરી 35 આશુતોષના હદયમાં ડાયરીના એ પાના શિલાલેખની જેમ કોતરાઈ ગયા હતા. કાનમાં વસંતના એ હથોડાની જેમ વાગતા હતા. એનું મગજ ચકરાવે ચડ્યું હતું. ' આશુતોષ તારે કરોડપતિની દીકરી જોઈતી હતી ને. તો આજે હું કરોડપતિ છું. હું હયાત હોઈશ તો કરોડપતિ હોવાના નાતે મારી લાડલી નંદિનીનું માગું લઈ હું તારા આંગણે આવીશ. પણ સંજોગો બદલાયા છે. કદાચ હું હયાત ના હોઉં. હું પોલીસના હાથે પકડાવા કરતા મરવાનું વધારે પસંદ કરીશ. કેમકે હું પકડાઉ તો કરોડપતિના રહું. માટે હું હાજર ના હોઉં તો જયાંથી આ ડાયરી મળી છે ત્યાં ...વધુ વાંચો

36

હાઇવે રોબરી - 36

હાઇવે રોબરી 36 વસંત બનારસના અલગ અલગ એકાંત સ્થાનોમાં ફરતો રહ્યો. દિવસમાં એકાદ વાર કોઈ આશ્રમમાં જઇ આવતો. દાઢી અને માથાના વાળ વધી ગયા હતા. એક આશ્રમમાં કોઈ તિથિ નિમિતે થયેલા જમણવાર પછી ભગવા કપડાં પણ મળ્યા હતા એક દિવસ એક આશ્રમમાં પ્રવાસીઓ માટે મુકેલા અરીસા સામે એ ઉભો રહ્યો. વાળમાં સફેદીની ચમક દેખાતી હતી. તૂટેલા સ્વપ્નાં જોતી આંખો થોડી ઉંડી ઉતરી હતી. એ પોતાની જાતને ઓળખી ના શક્યો. ચહેરા પરની યુવાનીનું સ્થાન પરિપક્વતા એ લઈ લીધું હતું. હમેશા નદીના વહેતા સ્વચ્છ નીરમાં પોતાના ગુન્હાને ધોવાના એના પ્રયત્ન ...વધુ વાંચો

37

હાઇવે રોબરી - 37

હાઇવે રોબરી 37 આંગડીયા લૂંટ કેસમાં નાથુસિંહની શંકાસ્પદ ભૂમિકા અને જવાનસિંહના અકસ્માત સમયે ગેરકાયદેસર સાથે દિલાવરના માણસો સાથેનો કેસ કોર્ટમાં મુકાયો હતો. એનો રિપોર્ટ રાઠોડ સાહેબે હાયર ઓથોરિટીને મોકલી આપ્યો હતો. નાથુસિંહ જાણતો હતો કે હવે નોકરી પર પાછા આવવું મુશ્કેલ છે. એને આ કેસ બહુ ભારે પડ્યો. એણે રાજીનામું આપી દીધું. પરંતુ કેસ ચાલવા સુધી એના રાજીનામાં પર નિર્ણય લેવાનું મુલત્વી રહ્યું. જો વ્યક્તિ યોગ્ય સમયે સમજે નહિ તો ગુનેગારનો સંગ વ્યક્તિને ગુનેગાર બનાવી ને જ રહે છે. નાથુસિંહ પણ પાછા વળવાને બદલે આગળ વધતો રહ્યો. એ દિલાવરના ...વધુ વાંચો

38

હાઇવે રોબરી - 38

હાઇવે રોબરી 38 નિરવ બેડ પર પડેલા હીરાના ઢગલાને જોઈ રહ્યો. એણે એક હિરો હાથમાં ઝીણવટપૂર્વક તપાસ્યો. બાકીના હીરા પણ ચેક કર્યા. ' આશુતોષ , આ હીરાની કિંમત ખબર છે? ' ' ના. મને એટલી ખબર છે કે આ હીરા કરતાં મારા માણસોની કિંમત વધારે છે. ' ' આ હીરાની કિંમત કરોડો રૂપિયા છે. ' ' તો તો એનો માલિક આના માટે કંઈ પણ કરી શકે છે. રાધા ભાભી અને નંદિનીને હું જોખમમાં મુકવા નથી માંગતો. ' ' આશુતોષ , આ ...વધુ વાંચો

39

હાઇવે રોબરી - 39

હાઇવે રોબરી 39 સોનલે બ્રેક મારવી પડી કેમકે આગળની ગાડી ઉભી થઇ ગઇ હતી. સોનલે વ્યુ મીરરમાં જોયું , પાછળ પણ એક ગાડી બિલકુલ પાછળ ઉભી થઇ ગઇ હતી. સોનલને વિચાર આવ્યો કે કદાચ આગળની ગાડી ખરાબ થઈ ગઈ હશે. અને આગળની ગાડીમાંથી બે વ્યક્તિ વ્યવસ્થિત કપડાંમાં ઉતર્યા અને સોનલની ગાડી તરફ આવ્યા. સોનલને એ લોકોનું પાછળ આવવું અજુગતું લાગ્યું , પણ એ હજુ વધારે વિચારે ત્યાં સુધીમાં બન્ને માણસો તેના અને નંદિની તરફ , કારના દરવાજામાં રિવોલ્વર તાકીને ઉભા થઇ ગયા. એ માણસે દરવાજો ખોલવા ઈશારો કર્યો. ...વધુ વાંચો

40

હાઇવે રોબરી - 40

હાઇવે રોબરી 40 રાઠોડ સાહેબ સામે ઉભેલા બે નવયુવકોને અવલોકી રહ્યા. એ બન્ને વિશે પ્રાથમિક અનુમાન પર આવી રહ્યા હતા. એમને ખબર હતી કે આ બન્ને આંગડિયા લૂંટ કેસ બાબતે કોઈ વાત કરવા આવ્યા હતા. ' યસ , ટેઈક યોર સીટ. ' બન્ને રાઠોડ સાહેબની સામે બેઠા. ' જુઓ , મારી પાસે સમય ઓછો છે. જે કહેવું હોય એ ઝડપથી કહો. ' આશુતોષ : ' સર , આંગડિયા લૂંટ કેસનો શંકાસ્પદ વ્યક્તિ વસંત મારો મિત્ર હતો. એની એક ડાયરી મને મળી , અને સાથે મળ્યા છે કેટલાક હીરા ...વધુ વાંચો

41

હાઇવે રોબરી - 41

હાઇવે રોબરી 41 કમરામાં આશુતોષના શબ્દો ગુંજતા હતા. નંદિની એન્ડ સોનલ કિડનેપડ. કોણે કર્યું અને શા માટે? ' ' નામ તો એણે નથી કહ્યું પરંતુ હીરા માટે એણે અપહરણ કર્યું છે.' રાઠોડ:' ડોન્ટ વરી, અમે આકાશ પાતાળ એક કરીશું પણ એમને છોડાવીશું. એમને આંચ આવવા નહિ દઈએ.' ' સોરી સર, એમણે ચોખ્ખી ધમકી આપી છે કે જો પોલીસને જાણ કરી તો એ લોકો બન્નેને મારી નાખશે. ' એક પળ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાઠોડ સાહેબે અપહરણના ઘણા કેસ સોલ્વ કર્યા હતા. એટલે એમના ...વધુ વાંચો

42

હાઇવે રોબરી - 42

હાઇવે રોબરી 42 નંદિની અને સોનલ હવે કંઇક ભાનમાં આવ્યા હતા. દિલાવર સામે દૂર ખુરશી પર બેઠો હતો. નાથુસિંહ એની પાસે બેઠો હતો. દિલાવરને ખબર હતી, મુસ્તાક બધા કામમાં હોશિયાર હતો પરંતુ છોકરીઓની બાબતમાં નરમ દિલનો હતો. એણે છોટુને ઈશારો કર્યો. છોટુ આની જ રાહ જોઈને બેઠો હતો. છોટુએ બાજુમાં પડેલ એક જગમાંથી એક ગ્લાસ પાણી ભર્યું અને બન્નેના મ્હોં પર છાંટયું. પાણીની છાલકથી બન્નેએ આંખ ખોલી. છોટુએ નંદિનીના ગાલ પર એક જોરદાર તમાચો માર્યો. નંદિનીના મગજમાં તમારાં બોલી ગયા. એક પળ એવું લાગ્યું કે ...વધુ વાંચો

43

હાઇવે રોબરી - 43

હાઇવે રોબરી 43 આશુતોષે રાધા ભાભીને ફોન કરી કહી દીધું હતું કે એ બન્ને સોનલના ઘરે છે. મનોમન એણે ભગવાનને પ્રાર્થના કરી કે એ નંદિની સાથે વાત કરવાનો આગ્રહ ના કરે તો સારું. અને ભગવાને એની વાત સાંભળી. આશુતોષના મોબાઈલમાં રીંગ વાગી. આસુતોષે ફોન સ્પીકર પર કર્યો. નિરવના બંગલાના ઉપરના રૂમમાં નિરવ અને આશુતોષ બન્ને એકલા હતા. ' હેલો... ' ' હેલો મજનું, તમારી બે તીતલીઓ મારા કબ્જામાં છે. હીરા ક્યાં છે? ' ' તમે ...વધુ વાંચો

44

હાઇવે રોબરી - 44

હાઇવે રોબરી 44 રોય સાહેબ અડધા કિલોમીટર દૂર એક મોટી ટીમ સાથે રાઠોડના સિગ્નલની રાહ જોઈને હતા. રાઠોડ સાહેબ અને પટેલની ટીમ ઝાડવાંઓ પાછળ શાંતિથી ઉભી રહી.. પટેલ જેની પાછળ હતા એ માણસ મોબાઈલમાં વધારે મશગુલ હતો. રાઠોડે પટેલને એની નજીક ઉભા રહેવાનો ઈશારો કર્યો. રાઠોડ જેની પાછળ હતા એનું ધ્યાન મોબાઈલમાં હતું પણ વારેઘડીએ એ આજુબાજુ પણ જોતો હતો. રાઠોડ સાહેબ પહેલાં એને ઝબ્બે કરવા માંગતા હતા. રાઠોડ સાહેબની ટીમ ચુપકીથી આગળ બધી. મોબાઈલમાં ધ્યાન હોવા છતાં એને લાગ્યું કે પાછળ કંઇક આહટ થઈ છે. ...વધુ વાંચો

45

હાઇવે રોબરી - 45

હાઇવે રોબરી 45 આસુતોષે જોયું રાઠોડ સાહેબની સાઈડમાંથી કોઈએ રાઠોડ સાહેબ તરફ હાથ સેટ નિશાન લીધું હતું. એ માણસ છોટુ હતો જે બે છોકરીઓને જોવા સાઈડમાં ટેબલ પાછળ બેઠો હતો. એ બે છોકરીઓને જોઈ શકતો હતો પણ કોઈ એને જોઈ શકતું ન હતું. એ માણસની આંગળી ટ્રિગર પર દબાવાની તૈયારી હતી. આશુતોષના મગજમાં એક પળમાં વિચાર આવ્યો કે જો રાઠોડ સાહેબને કંઈ થયું તો પોતાની બચવાની આશા ડૂબી જશે. એણે એક પળમાં નિર્ણય લીધો અને એ રાઠોડ સાહેબ તરફ કુદયો. એ સમયે એક સાથે બે ઘટના ...વધુ વાંચો

46

હાઇવે રોબરી - 46

હાઇબે રોબરી 46 હોસ્પિટલના પાર્કિંગમાં જીપ પાર્ક કરી રાઠોડ અને પટેલ હોસ્પિટલમાં પ્રવેશ્યા. રાઠોડ સાહેબે કોઈ શર્ટ પહેર્યો હતો. જે થોડો ઢીલો પડતો હતો. પોલીસને જોઈને હોસ્પિટલનો સ્ટાફ વિવેકી થઈ ગયો. રીસેપનિસ્ટે રૂમ નમ્બર બતાવ્યો. રૂમની બહાર નિરવ, રાધા, સોનલના બાપુજી બેઠા હતા. સોનલ અને નંદિનીને ખાસ કોઈ ઇજા ન હતી. સામાન્ય મારની ઇજા હતી. બે ત્રણ દિવસમાં સારું થઈ જાય એમ હતું. ડોકટરે દવા આપી હતી. નંદિની ખૂબ જ ઉત્પાત કરતી હતી. એટલે ડોકટરે એને ઇન્જેશન આપી સુવડાવી દીધી હતી. આશુતોષનું ઓપરેશન પતી ગયું હતું. એને શ્વાસ ...વધુ વાંચો

47

હાઇવે રોબરી - 47

હાઇવે રોબરી 47 સાડા ત્રણ મહિના થઈ ગયા હતા આશુતોષની ઇન્જરીના. નંદિની અઠવાડિયે એક બે દિવસ ગામડે જતી હતી. જ્યારે નંદિની ગામડે જતી ત્યારે આશુતોષ પણ સાથે જવા જીદ કરતો. પણ નંદિની અને સોનલ કોઈ પણ બહાને એને રોકી રાખતા હતા. આશુતોષના બેન્ક ખાતામાં નહિવત બેલેન્સ હતું. છતાં પણ નંદિની ક્યારેક કોરા ચેક પર સહી લઈ જતી. ત્યારે એ હસીને કહેતો... ' બેન્કમાં બેલેન્સ તો છે જ નહિ. ' ' મને ખબર છે... ' ' તો આ ચેકનું શું કરીશ ? ' ' કેમ મારા ...વધુ વાંચો

48

હાઇવે રોબરી - 48

હાઇવે રોબરી 48 રાતથી વસંતને ઘર યાદ આવતું હતું. નંદિની અને રાધા યાદ આવતા મન થતું હતું ઘરે દોડી જાઉં. ખબર નહિ કેમ આજે નંદિનીનો ચહેરો સામે આવી જતો હતો. એ સન્નાન આદિથી પરવારી મંદિરમાં પ્રભુ સામે જઇ બેસી ગયો. આંખો બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતો રહ્યો. માથે કોઈનો હાથ ફરતો હતો. વસંતે આંખો ખોલી. સ્વામીજી એક નિર્મળ હાસ્ય સાથે સામે ઊભા હતા. જાણે આંખોથી હદયમાં ઉતરતી નજર હતી તેમની પાસે. ' વત્સ, માલિકના ખોળા લમાં ચિંતા શેની, બધું જ એને સોંપી દે. સુખ, દુઃખ, ચિંતા, ...વધુ વાંચો

49

હાઇવે રોબરી - 49

હાઇવે રોબરી 49 અમદાવાદ સ્ટેશન પર આવીને ગાડી ઉભી રહી. માતૃભૂમિનો એક ટુકડો... કેટલા સમયે વસંતે પગ મૂક્યો. ટ્રેનમાંથી નીચે પગ મૂકતાં જ હદયમાં એક રોમાંચનો અનુભવ થયો. સાથે સાથે એવું પણ લાગ્યું કે સ્ટેશન પરની બધી પોલીસ એને જ શોધી રહી છે. વસંત બધાની સાથે ખપ પૂરતી જ વાત કરતો હતો. એટલે એને એ ખબર ન હતી કે પોતે ક્યાં જવાનો છે. બહાર લકઝરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. બારીની બાજુમાં વસંત બેઠો હતો. બસ આગળ વધતી હતી. બસ અમદાવાદની બહાર નીકળી. બાજુમાંથી પસાર થતા ઝાડવા વસંતને ...વધુ વાંચો

50

હાઇવે રોબરી - 50 - છેલ્લો ભાગ

હાઇવે રોબરી 50 વસંતને કોઈએ કોર્ટમાં ના જવા દીધો. કોઈ હાઈપ્રોફાઈલ કેસનો ચુકાદો હતો. બહાર પોલીસનો બંદોબસ્ત હતો. બહાર મીડિયાવાળા કવરેજ માટે ગોઠવાઈ ગયા હતા. વસંતને એક વિચાર આવ્યો. મીડિયા સમક્ષ જ સમર્પણ કરી દઉં તો ? મીડિયાવાળા કોઈ કેસની વિગતો, કારણો, સાક્ષિઓ, સાક્ષિઓના મંતવ્યો, સંભવિત ચુકાદાની શકયતા, લોકોના મંતવ્યો વગેરે આપવામાં વ્યસ્ત હતા. વસંતે વાત કરવાની કોશિશ કરી, પણ એક સાધુ સાથે વાત કરવામાં કોઈને રસ ન હતો. વિરેન્દ્રના બોસનો ફોન હતો. ટી.આર.પી.માં એમનો પ્રોગ્રામ સૌથી નીચે હતો. બોસ વિરેન્દ્રને ધમકાવતા હતા. વિરેન્દ્રને એ સમજાતું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો