ભયાનક સફર (આફ્રિકાના જંગલોની)

(1.5k)
  • 109.5k
  • 45
  • 36.4k

આફ્રિકાના જંગલો એટલે કુદરતની અલૌકિક દુનિયાનો અદ્ભૂત ખજાનો.આ જંગલોમાં અનેક વિવિધ જાતિઓના આદિવાસીઓ અને હબસી પ્રજાઓ વસવાટ કરે છે. કહેવાય છે કે આ ગાઢ જંગલોમાં માણસને પણ કાચોને કાચો ખાઈ જાય એવી ક્રૂર પ્રજા વસે છે. આવા એક ગાઢ જંગલમાં બપોરના કાળઝાળ તડકામાં ત્રણ ગોરા માણસો જઈ રહ્યા છે.એમના વર્તન અને મુખાકૃતિ જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ કોઈક ની શોધ નીકળ્યા હશે.એકના ખભે બે થેલા લટકી રહ્યા હતા. દૂરથી જોઈએ તો વજનદાર લાગે પણ તેની હળવાશભરી ચાલ જોઈને એમ લાગે છે કે ઓછી વજનદાર વસ્તુઓ ભરેલી હશે થેલામાં.એકના હાથમાં નાનકડી રાઇફલ અને કુહાડી છે. જેના વડે તે માર્ગમાં આવતા ઝાડી ઝાંખરાઓને સાફ કરી રહ્યો છે. અને એમની સાથે ચાલી રહેલો ત્રીજો જેનો દેખાવ પહેલવાન જેવો છે જે થેલીમાં કંઈક વજનદાર સામગ્રી ઊંચકીને ચાલી રહ્યો છે.

Full Novel

1

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 1

આફ્રિકાના જંગલો એટલે કુદરતની અલૌકિક દુનિયાનો અદ્ભૂત ખજાનો.આ જંગલોમાં અનેક વિવિધ જાતિઓના આદિવાસીઓ અને હબસી પ્રજાઓ વસવાટ કરે છે. છે કે આ ગાઢ જંગલોમાં માણસને પણ કાચોને કાચો ખાઈ જાય એવી ક્રૂર પ્રજા વસે છે. આવા એક ગાઢ જંગલમાં બપોરના કાળઝાળ તડકામાં ત્રણ ગોરા માણસો જઈ રહ્યા છે.એમના વર્તન અને મુખાકૃતિ જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ કોઈક ની શોધ નીકળ્યા હશે.એકના ખભે બે થેલા લટકી રહ્યા હતા. દૂરથી જોઈએ તો વજનદાર લાગે પણ તેની હળવાશભરી ચાલ જોઈને એમ લાગે છે કે ઓછી વજનદાર વસ્તુઓ ભરેલી હશે થેલામાં.એકના હાથમાં નાનકડી રાઇફલ અને કુહાડી છે. જેના વડે તે માર્ગમાં આવતા ...વધુ વાંચો

2

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 2

રાઇફલ અને રિવોલ્વરે બચાવ્યા. ******************* ગર્ગ અને જ્હોન પાછળ ફરીને જોયું તો એક વિખેરાયેલા મોટા વાળવાળો આદિવાસી નીચે પડેલા રોબર્ટની પીઠ ઉપર એના મજબૂત હાથો વડે મુઠ્ઠીઓનો પ્રહાર કરી રહ્યો હતો. આવો ભયકંર મુઠ્ઠી પ્રહારોનો માર સહન ના થતાં રોબર્ટ વેદનાભરી ચીસો પાડ્યે જતો હતો. "ગર્ગ હવે જલ્દી કંઈક કર નહીંતર રોબર્ટ મરી જશે.' જ્હોને ગર્ગ સામે જોઈને કહ્યું પછી એ એનો થેલો નીચે મૂકીને એમાંથી કંઈક શોધવા લાગ્યો. એટલામાં તો સામેની ઝાડીઓમાંથી ખૂંખાર આદિવાસીઓ ઘસી આવ્યા.એ બધાની આંખો બદલાની આગમાં લાલઘૂમ થઈ ગઈ હતી. ગર્ગે એ આદિવાસીઓને જોયા એટલે એ નખથી માંડીને શીશ સુધી ધ્રુજી ઉઠ્યો. ...વધુ વાંચો

3

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 3

ઝૂંપડીમાં કેદ યુવતી મેરી *************** ઘાસના મેદાનના છેડે દીવડો સળગી રહ્યો હતો. ત્રણેયને તરસ લાગી હતી. ભૂખ પણ. અજાણ્યો પ્રદેશ હતો એટલે ત્રણેયના મનમાં ભય પણ પેદા થઈ ગયો હતો. છતાં કંઈક ખાવા પીવાનું મળી રહેશે એ આશા સાથે ગર્ગ, જ્હોન અને રોબર્ટ એ દિશામાં આગળ વધ્યા. જેમ જેમ તેઓ એની નજીક જઈ રહ્યા હતા એમ એમ એમના મનમાં ભયનો વધારો થઈ રહ્યો હતો. "જ્હોન કંઈક ઝૂંપડી જેવું લાગે છે.' ગર્ગ જ્હોન સામે જોઈને ધીમા અવાજે બોલ્યો. "હા અને આજુબાજુ પણ બીજી કોઈ ઝૂંપડી નથી. ફક્ત એક જ ઝૂંપડી દેખાઈ રહી છે.' જ્હોન રોબર્ટ અને ગર્ગ સામે જોઈને ...વધુ વાંચો

4

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 4

રોબર્ટ, મેરી, જ્હોન અને ગર્ગ ઝડપથી ચંદ્રની ચાંદનીના અજવાળામાં પહાડી વિસ્તાર તરફ આગળ વધી રહ્યાં હતા. કારણ કે પાછળ માઈકલ અને એના સાથીદારો પકડી પાડશે તો ખોટી મુશ્કેલીઓ ઉભી થશે એનો ભય સતાવી રહ્યો હતો. "મેરી મને બહુ તરસ લાગી છે. અહીંયા આજુબાજુ ક્યાંય પાણી મળશે ? રોબર્ટે ચાલતા ચાલતા મેરીને પૂછ્યું. "હા મળી રહેશે પણ એ માટે આપણે હજુ થોડુંક ચાલવું પડશે.! પછી આગળ પહાડીના ઝરણાઓ મળી જ રહેશે. ત્યાં આપણી તરસ છીપશે.' મેરીએ રોબર્ટને માહિતી આપતા કહ્યું. માઈકલ જયારે મેરીને આ ઝૂંપડીમાં કેદ કરવા માટે લઈ આવ્યો હતો ત્યારે મેરી અને માઈકલ પહાડીના ઝરણાઓ પાસેથી પસાર થયા હતા. મેરીને ...વધુ વાંચો

5

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 5

મસાઈઓના જંગલો તરફ. મેસો નદીની અધવચ્ચે આફત. ****************** વહેલી સવારે રોબર્ટની આંખો ખૂલી. એણે આજુબાજુ જોયું તો ગર્ગ અને ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. થોડેક દૂર જોયું તો એમના સામાનનો એક થેલો ચીંથરાયેલી હાલતમાં પડ્યો હતો. એમની સાથે જે ખાવાનો સામાન હતો એ આજુબાજુ વેરાયેલો પડ્યો હતો. આ લોકો આખી રાત ઊંઘમાં હતા અને એક બાજુ જંગલી કુતરાઓએ એમનો થેલો ફાડીને અંદરથી ખાવાની ચીજ વસ્તુઓ ખાઈ ગયા હતા. થોડેક દૂર રોબર્ટની રાઇફલ ધૂળમાં પડી હતી. જ્હોનની રિવોલ્વર પણ એજ હાલતમાં બાજુમાં જ પડી હતી. રાઇફલ અને રિવોલ્વરને આ હાલતમાં પડી જોઈને રોબર્ટને જ્હોન અને ગર્ગ ઉપર ગુસ્સો આવ્યો. "કેટલા બેદરકાર ...વધુ વાંચો

6

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 6

ગર્ગ જંગલીઓના કબજામાં. ******************* જ્હોને કમરપટ્ટામાંથી રિવોલ્વર ખેંચી અને એક માણસને નિશાન બનાવીને ગોળી છોડી. પણ અફસોસ એનું નિશાન ગયું. પેલા માણસો હવે સચેત થઈ ગયા. અને એ બધાએ પાણીમાં ડૂબકી લગાવી. જ્હોને ફરીથી પાછળ જોયું તો કોઈ દેખાયું નહીં. અચાનક પીછો કરેલા માણસો અદ્રશ્ય થઈ જતાં જ્હોનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. "ગર્ગ પાછળ તો કોઈ દેખાતું જ નથી. આપણો પીછો કરી રહેલા માણસો અચાનક ક્યાં ગાયબ થઈ ગયા ? જ્હોને ચિંતાથી ઘેરાયેલા અવાજે ગર્ગને પૂછ્યું. "અરે હા આ માણસો અચાનક ક્યાં ઓગળી ગયા ? ગર્ગે પાછળ ફરીને જોયું તો એની આંખો પણ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મેરી અને ...વધુ વાંચો

7

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 8

ક્લિન્ટનની રાઇફલમાંથી છૂટેલી ગોળી મેરીને વાગી. ****************************** મેરીની ચીસ સાંભળીને રોબર્ટ ઝાડી તરફ દોડ્યો. જ્હોન પણ ઝડપથી રોબર્ટની પાછળ "રોબર્ટ જલ્દી આવ નહિતર આ ભાગી જશે.' રોબર્ટ દોડતો દોડતો ઝાડી પાસે પહોંચ્યો ત્યારે મેરીનો તરડાયેલો અવાજ સંભળાયો. મેરીનો અવાજ સાંભળીને રોબર્ટ ઝડપથી ઝાડીમાં ઘુસ્યો. પાછળ જ્હોન પણ ઘુસ્યો ઝાડીની અંદર જઈને જોયું તો મેરી પેલા જંગલી માણસ સાથે બાથમબાથ જંગ ખેલી રહી હતી. મેરીએ પેલા જંગલીને પગથી સજ્જડ પકડી રાખ્યો હતો. પેલો જંગલી માણસ મરણિયો બનીને પોતાના પગ છોડાવવાની કોશિશ કરી રહ્યો હતો. "મેરી તું એને છોડી દે.' રોબર્ટે મેરી તરફ જોઈને બુમ પાડી. "આને છોડું તો આ ભાગી જશે. ...વધુ વાંચો

8

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 7

જંગલીઓએ ગર્ગને ઊંધો લટકાવ્યો ઝાડ સાથે. ************************** રોબર્ટ અને મેરી આગળ ચાલતા અટકી ગયા. જ્હોને પોતાની રિવોલ્વર આગળ તાકીને તરફ ધીમેથી અવાજ ના થાય એ રીતે ડગ માંડ્યા. આગળ વનરાજી થોડીક ઘેઘૂર હતી એટલે વાતચીત સંભળાતી હતી પણ વાતચીત કરવાવાળા માણસો દેખાઈ રહ્યા નહોતા. ઝાડી તરફ વિચિત્ર ભાષામાં જીણી વાતચીત જ્હોનને સંભળાઈ રહી હતી. જ્હોન ધીમે રહીને ઝાડીમાં ઘુસ્યો. અને આગળનું દ્રશ્ય જોયું તો થોડીક વાર માટે એનું હ્રદય ધબકારો ચુકી ગયું. એના હાથમાંથી રિવોલ્વર નીચે પડતા પડતા રહી ગઈ. એના પગ ધ્રુજી ઉઠ્યા. ત્યાં મેરી અને રોબર્ટ પણ જ્હોનની પાછળ ઝાડીમાં ઘૂસી આવ્યા. રોબર્ટ અને મેરીએ જયારે ...વધુ વાંચો

9

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 9

જ્હોન ઝડપથી ઉભો થયો અને જ્યાં એનો થેલો પડ્યો હતો એ તરફ પાણી લેવા દોડ્યો..મેરી ભાનમાં આવીને ફરીથી બેભાન ગઈ એટલે રોબર્ટ ચિંતાનો માર્યો બેબાકળો બની ગયો. "જ્હોન જલ્દી લાવ પાણી.' બેબાકળા બનેલા રોબર્ટે બુમ પાડી. જ્હોન ઝડપથી થેલો ઉઠાવીને લઈ આવ્યો અને એમાં રહેલી મજબૂત ચામડાની નાનકડી બોટલ જેવી વસ્તુ બહાર કાઢી. જ્હોન આ ચામડાની વસ્તુમાં મુશ્કેલીના સમયે કામ આવે એટલા માટે એમાં પાણી રાખતો.જલ્દી જ્હોને એ ચામડાની થેલીની ઉપર મારેલી ગાંઠ છોડી. રોબર્ટે બન્ને હાથ વડે મેરીનું મોઢું પહોળું કર્યું અને જ્હોને થોડુંક પાણી મેરીના મોંઢામાં રેડ્યું. મેરીના મોંઢામાં પાણી રેડ્યું છતાં એને ભાન આવ્યું નહી.આ જોઈને ...વધુ વાંચો

10

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 10

"રોબર્ટ સામે જો,પેલો જંગલી.!' ભયની મારી મેરીએ ચીસ પાડી. રોબર્ટ, ગર્ગ અને જ્હોન એકબીજાને ભેંટીને લાગણીવશ થઈ ગયા હતા. જ સમયે બચી ગયેલો એક જંગલી બદલાની આગ શાંત કરવા માટે હાથમાં જાડું લાકડું લઈને ઝાડીની સામે તરફના છેડેથી ચુપચાપ આ તરફ આવી રહ્યો હતો. પણ સમયસર મેરીએ એને જોઈ લીધો. મેરીએ એને જેવો જોયો કે તરત જ ગભરાયેલા અવાજે બુમ પાડી. મેરીની બુમ સાંભળીને જ્હોન અને રોબર્ટ ઝડપથી ઉભા થઈ ગયા. ગર્ગ બિચારો ઉભો થવા ગયો પણ શરીરમાં આવેલી અશક્તિના કારણે ઉભો ના થઈ શક્યો. પેલા જંગલીએ જ્હોન અને રોબર્ટને ઉભા થયેલા જોયા છતાં પણ ડર્યા વગર એમની જ ...વધુ વાંચો

11

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 11

કાટ ખાયેલી પિસ્તોલ મળી. ***************** રોબર્ટ, મેરી, જ્હોન અને ગર્ગ આછું અંધારું થવા આવ્યું ત્યારે માંડ માંડ નદી કિનારે જ્હોને એની પાસે રહેલી ચામડાની થેલીમાં પાણી ભરી બધાને પીવા માટે આપ્યું. બધાએ પાણી પી લીધા પછી જ્હોને એ ચામડાની થેલીમાં ફરીથી પાણી ભરી લીધું જેથી આગળની સફરમાં કામ લાગી શકે. "જ્હોન હવે કઈ બાજુ જઈએ ? રાત પસાર કરવા માટે કોઈક સુરક્ષિત જગ્યા મળી જાય તો બધી ચિંતા અને થાક બન્ને ઉતરી જાય.' રોબર્ટે જ્હોન તરફ જોઈને કહ્યું. "અંધારું તો થવા આવ્યું છે પણ થોડાંક આગળ વધીએ. જુઓ સામેની તરફ ત્યાં ઘટાદાર વૃક્ષો અને ઝાડીઓ ગીચ દેખાય છે. ત્યાં ...વધુ વાંચો

12

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 12

ભાષાશાસ્ત્રી થોમસ એન્થોનીનું ઓળખપત્ર. *************************** આ પિસ્તોલ અહીંયા આવી ક્યાંથી ? આ પ્રશ્ન ગર્ગના મનને મૂંઝવવા લાગ્યો. ગર્ગે જોયું તો બીજી કોઈ વસ્તુ એને દેખાઈ નહી.એ પિસ્તોલ લઈને જ્યાં રોબર્ટ, મેરી અને જ્હોન સૂતા હતા ત્યાં આવ્યો. ગર્ગ એમના પડાવ પાસે પહોંચ્યો ત્યારે બધા ઉઠી ગયા હતા. મેરી અને રોબર્ટ એકબીજાને આલિંગનમાં જકડીને બેઠા હતા જયારે જ્હોન તાપણું કરીને કોઈક અજીબ પ્રકારનું ફળ આગમાં શેકી રહ્યો હતો. "ગર્ગ સવાર સવારમાં ક્યાં ચાલ્યો ગયો હતો ? ગર્ગ પાસે આવ્યો ત્યારે જ્હોને એના હાથમાં રહેલું ફળ બાજુમાં મૂકતા પૂછ્યું. "બસ હું તો આ તરફ જ.' ગર્ગ ધીમેથી હસીને બોલ્યો. ત્યાં તો ...વધુ વાંચો

13

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 13

મસાઇઓના જંગલમાં દાઢીવાળો પુરુષ માર્ટિન ************************* સવારનો કૂણો તડકો ધરતી પણ પથરાઈ રહ્યો હતો. ઘાસમાં છુપાયેલા ચળકતા ઝાકળબિંદુઓ ધીમે શોષાઈ રહ્યા હતા. રાતની ઝાકળથી ભીના બનેલા વૃક્ષોના પાંદડાઓ સૂર્યપ્રકાશમાં નવી તાજગી ધારણ કરી રહ્યા હતા. ચારેય બાજુનું વાતાવરણ એક નવી જ રોનક સાથે વિકસિ રહ્યું હોય એવું લાગતું હતું. ગર્ગને કાટ ખાયેલી પિસ્તોલ મળ્યા બાદ વિલિયમ હાર્ડીની શોધ માટેનું એક નવું જ આશાનું કિરણ બધાને મળ્યું હતું. ત્યારબાદ મળેલા ભાષાશાસ્ત્રી થોમસ એન્થોનીના ઓળખપત્રથી બધાને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે વિલિયમ હાર્ડી એમના સાથીદારો સાથે આ રસ્તેથી જ પસાર થયા હતા. મેરી, રોબર્ટ, જ્હોન અને ગર્ગ એમને મળેલા સગડના ...વધુ વાંચો

14

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 14

થોમસ એન્થોલીનો ભેટો. **************** માર્ટિન એ વિલિયમ હાર્ડીનો જ એક હતો. એને મસાઈઓના જંગલમાં આવી રીતે ફરતો જોઈને બધા અચરજ પામ્યાં. જ્હોને જેવો માર્ટિનને પાછળથી પકડ્યો. એટલે માર્ટિન ડરથી ફફડી ઉઠ્યો. કારણ કે એણે જ્હોનને બરોબર ઓળખ્યો નહોંતો. એટલે એ જ્હોનના હાથમાંથી છૂટીને ભાગવાનો પ્રયત્ન કરવાં લાગ્યો. "અરે માર્ટિન હું હાર્ડીનો દોસ્ત જ્હોન છું. તું ડરીશ નહીં. અમે તારા દોસ્તો છીએ.' જ્હોન માર્ટિનનો ડર ઓછો કરવાં માટે બોલ્યો. જ્હોન આટલું બોલ્યો ત્યારે માર્ટિને જ્હોનના હાથમાંથી છૂટવા માટેના તરફડીયા મારવાના બંધ કર્યા. અને જ્હોને પણ એને પોતાના હાથમાંથી મુક્ત કર્યો. "જ્હોન તું.' જ્હોનની પક્કડ ઢીલી થતાં માર્ટિન હર્ષઘેલા અવાજે ...વધુ વાંચો

15

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 15

ભેંદી ઘટના.. ********* આછું અંધારું ધીમે ધીમે ગાઢ થઇ રહ્યું હતું. માર્ટિન જગલમાંના એક તળાવ પાસે રોબર્ટ અને લઈ આવ્યો. તળાવ જોતાં જ મેરી તો ખુશીથી નાચી ઉઠી. રોબર્ટ પણ ખુશ-ખુશ થઇ ગયો. પહેરેલ કપડે જ રોબર્ટ અને મેરી આનંદ સાથે નહાવા લાગ્યા. "તમે બન્ને નાહી લો હું થોડોક દૂર બેઠો છું.' તળાવના પાણીમાં નાહી રહેલા રોબર્ટ અને મેરી સામે જોઈને માર્ટિન બોલ્યો. "હા પણ તું અહીંયા આજુબાજુ જ રહેજે. પડાવ તરફ ચાલ્યો ના જતો. અમે નાહી રહ્યા પછી પડાવે સાથે જઈશું.' માર્ટિન સામે જોઈને રોબર્ટ બોલ્યો. "હા હું અહીંયા જ આજુબાજુમાં હોઇશ. નાહી રહ્યા બાદ તમે મને ફક્ત ...વધુ વાંચો

16

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 16

મેરી નવી આફતમાં ફસાઈ.. ****************** "ત્યાં જુઓ આકાશ તરફ ધુમાડો ઉપર ચડી રહ્યો છે.' ગર્ગ આકાશ તરફ જોતાં બોલ્યો. વળી શાનો ધુમાડો હશે ? મેરીએ પ્રશ્ન કર્યો. "ગર્ગ આ ઝાડ સૌથી વધારે ઊંચું છે તું ઉપર ચડીને જો ધુમાડો ક્યાંથી નીકળી રહ્યો છે.' રોબર્ટ ગર્ગ સામે જોતાં બોલ્યો. રોબર્ટને આગળની રાતે કોઈકે છૂપી રીતે તળાવ કિનારે અંધારામાં લાકડીનો ફટકો માર્યો એનો ભેદ ઉકેલાયો નહોંતો. એ વાત ભૂલી જઈને બધાએ પડાવમાં રાત વિતાવી અને બીજે દિવસે વહેલી સવારે રોબર્ટ, મેરી અને ગર્ગ ત્રણેય જણ માર્ટિન તથા એન્થોલી સાથે મસાઈઓના જંગલમાં આગળ વધી રહ્યા હતા ત્યારે ગર્ગે દૂર આકાશમાં ધુમાડાના ...વધુ વાંચો

17

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 17

હાથીઓનું તોફાની ઝુંડ. ***************** "જ્હોન સામે જો પેલા જંગલીઓ ઝાડી તરફ નાઠા.! ભાષાશાસ્ત્રી એન્થોલી બુમ પાડતા બોલી ઉઠ્યા. "ઓહ.! પછી આ બધું એમનું કારસ્તાન છે.' આમ કહીને જ્હોને રિવોલ્વર આગળ લંબાવી અને ધડા ધડ ગોળીઓ છોડીને ભાગી રહેલા જંગલીઓના ટોળામાંથી ચારપાંચ જંગલીઓને વીંધી નાખ્યા. તીરકામઠાં વાળા જંગલીઓનો સામનો કર્યા બાદ આખો કાફલો આગળ વધી રહ્યો હતો ત્યાં તો જંગલીઓએ રચેલી વેલાઓની જાળી વડે મેરીના બન્ને પગ સખત રીતે જાળીમાં જકડાઈ ગયા અને મેરી ઊંધા માથે ઝાડની ઉપર ખેંચાયેલી જાળમાં નીચેની તરફ લટકી રહી. અને ચીસો પાડવા લાગી. જંગલીઓએ દિમાગ લગાવીને આ જાળ પાથરી હતી. પહેલા વેલાઓ વડે જાળ બનાવવામાં ...વધુ વાંચો

18

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 18

રોબર્ટ અને મેરી એમના સાથીદારોથી છુટા પડ્યા. **************************************** ડાળીમાંથી જાળી મુક્ત થતાં રોબર્ટ અને મેરી હાથીની પીઠ પછડાયા. રોબર્ટ તો હાથીની પીઠ ઉપર જ ચોંટી પડ્યો. મેરી ગબડીને હાથીની પીઠ ઉપરથી નીચે પડવા જતી હતી ત્યાં તો રોબર્ટે એનો એક હાથ મેરીની કમર ફરતે વીંટાળીને ભરડો લઈ લીધો. મેરી નીચે પડતા પડતા બચી ગઈ. જો રોબર્ટે સમયસર મેરીને પકડી ના હોત તો મેરી નીચે ગબડી પડી હોત અને પાછળ આવતા તોફાની હાથીઓના પગ નીચે ચગદાઈ ગઈ હોત. રોબર્ટે મેરીને પકડી રાખી એટલે મેરીમાં હિંમત આવી. એણે પણ થોડીક તાકાત અજમાવીને હાથીની પીઠ ઉપર પોતાના શરીરને સંતુલિત કર્યું. રોબર્ટ ...વધુ વાંચો

19

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 19

સમજદાર હાથી. *********** સાંજ થઈ ચુકી હતી. હાથીઓનું ઝુંડ એક વિશાળ તળાવ પાસે આવીને થોભ્યું. આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો હતા. તળાવથી થોડેક દૂર નાની મોટી ટેકરીઓ નજરે પડી રહી હતી. અમૂક ટેકરીઓ ધૂળની હતી જેમની ઉપર વનરાજી ફેલાયેલી હતી. ટેકરીઓ ઉપરની લીલોતરી આંખો આંજી દે એવી હતી. રોબર્ટ અને મેરી હજુ પણ હાથી ઉપર બેઠા હતા. સૂતેલી મેરી હવે જાગી ગઈ હતી. હાથીઓ તળાવ કિનારે થોભ્યા એટલે મેરી ડરી ગઈ. "રોબર્ટ આ હાથી આપણને નીચે તો નહીં ફેંકી દે ને ? ડરેલી મેરીએ રોબર્ટને પૂછ્યું. "અરે ચિંતા ના કર. આ હાથીઓ ખુબ જ સમજદાર છે. જો તે આપણને ...વધુ વાંચો

20

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 20

માદા હાથીએ બચ્ચાને જન્મ આપ્યો.. *********************** રાતે હાથીની ચીસ સાંભળીને મેરી જાગી ઉઠી. એણે ઉઠીને આજુબાજુ તો તેઓ સૂતા હતા એનાથી થોડેક દૂર એક માદા હાથી નીચે જમીન ઉપર આળોટીને ચીસ પાડી રહી હતી.એ માદા હાથીની ચીસ સાંભળીને એની આસપાસ બીજા બે ત્રણ હાથીઓ આમતેમ ફરી રહ્યા હતા. મેરીએ રોબર્ટ સામે જોયું તો રોબર્ટ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. "રોબર્ટ.. ઉઠોને.' ઊંઘી રહેલા રોબર્ટને જોરથી ઢંઢોળતાં મેરી બોલી. મેરીએ રોબર્ટને જોરથી ઢંઢોળ્યો એટલે રોબર્ટ એકદમ ઝબકીને જાગી ગયો. "શું થયું મેરી ?' આંખો ચોળતા રોબર્ટે મેરીને પૂછ્યું. "અરે પેલી તરફ જો પેલી માદા હાથી નીચે પડીને ક્યારની ચીસો પાડી ...વધુ વાંચો

21

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 21

તળાવ કિનારે રોબર્ટ અને મેરીનું નવું રહેઠાણ માંચડો. ****************************** સવારે રોબર્ટ અને મેરી ઉઠ્યા ત્યારે બધા હાથીઓ તળાવના પાણીમાં પાણી ભરીને એકબીજા ઉપર પાણી ફેંકતા નાહી રહ્યા હતા. રાતે જે માદા હાથીએ બચ્ચાને જન્મ આપ્યો હતો એ માદા હાથી પોતાના બચ્ચા ઉપર વહાલપૂર્વક સૂંઢ ફેરવી રહી હતી. "રોબર્ટ આ બચ્ચું કેટલું સુંદર છે નહીં ? માદા હાથીની સૂંઢ સાથે ગમ્મત કરી રહેલા નાનકડા બચ્ચા તરફ જોઈને મેરી બોલી. "હા હજુ તો રાતે જ જનમ્યુ છે અને કેટલી મસ્તી કરી રહ્યું છે એની મા સાથે.' રોબર્ટ હસતા બોલ્યો. હાથીનું બચ્ચું પોતાની માની સૂંઢમાં પોતાની નાનકડી સૂંઢ ભરાવવાની કોશિશ કરી રહ્યું ...વધુ વાંચો

22

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 22

જંગલી વરુનો હુમલો. ************ "રોબર્ટ અહીંથી તળાવ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે નહીં.!' તળાવ કિનારે ઝાડ ઉપર બાંધેલા માંચડા બેઠેલી મેરીએ તળાવના શાંત પાણી ઉપર નજર નાખતા રોબર્ટને પૂછ્યું. "હા બહુજ મનમોહક લાગી રહ્યું છે.' તળાવ બાજુ સ્થિર નજર રાખીને બેઠેલો રોબર્ટ બોલ્યો. સાંજ પડી ચુકી હતી. સૂર્ય પશ્ચિમમાં ડૂબવાની તૈયારીમાં હતો. સૂર્યના આછા કિરણો તળાવના પાણીમાં પડી રહ્યા હતા. આકાશમાં રાતાશ ફેલાઈ ગઈ હતી. એ રાતાશનું સીધું પ્રતિબિંબ તળાવના પાણીમાં પડતું હોવાથી તળાવનું પાણી પણ રાતાશ પડતું દેખાઈ રહ્યું હતું. "મેરી તું અહીંયા ઉપર બેસી રહે તો હું કંઈક ખાવાનું શોધી લાવું.' રોબર્ટ તળાવના પાણી ઉપરથી નજર ...વધુ વાંચો

23

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 23

જંગલી વરુના દાંત મેરીના પગની ઘૂંટણના નીચેના ભાગે ઊંડે સુધી ખૂંપી ગયા હતા. આવી અસહ્ય વેદના સહન ના થતાં ચીસ પાડીને બેભાન થઈ ગઈ હતી. રોબર્ટ ફાટી આંખે મેરી તરફ જોઈ રહ્યો હતો. મેરીના બેભાન શરીરની પાસે પેલું જંગલી વરુ નિષ્પ્રાણ થઈને પાડ્યું હતું. રોબર્ટની લાકડીના બે જોરદાર ફટકા વરુના માથા ઉપર પડ્યા એટલે વરુના શરીરમાંથી પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આછું અંધારું હવે ગાઢ થઈ રહ્યું હતું. આજુબાજુ મોટુ ઘાસ હતું એટલે જીવજંતુઓ રોબર્ટને પરેશાન કરી રહ્યા હતા. મેરી બેભાન થઈ ગઈ એટલે રોબર્ટનો ચહેરો તો સાવ ઉતરી ગયો હતો. રોબર્ટ ઉભો અને એણે બેભાન મેરીને પોતાના બન્ને ...વધુ વાંચો

24

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 24

અંધારામાં ઘણાબધા માણસો સાથે ઝઝૂમતો હાથી. ***************************** મેરીને માંચડા ઉપર સુવડાવીને રોબર્ટ ફરીથી અંધારામાં મેદાનને પાર કરીને જ્યાં ઘટાદાર વૃક્ષો હતા ત્યાં ફળો લેવા આવ્યો. અંધારું હતું એટલે રોબર્ટને ફળો શોધવામાં થોડીક વધારે મહેનત કરવી પડી.અને એમાંય માંચડા ઉપર મેરી એકલી હતી એની ચિંતા રોબર્ટને કોરી ખાતી હતી. કારણ કે અજાણ્યો વિસ્તાર હતો એટલે ગમે ત્યારે નવી આફત ફૂટી નીકળતી હતી. ફળો મળ્યા બાદ રોબર્ટ ઝડપથી તળાવ તરફની દિશાએ ચાલવા લાગ્યો. અને થોડીકવારમાં તો એ મોટા ઘાસનું મેદાન વટાવીને તળાવ કિનારના જે ઝાડના માંચડા ઉપર મેરી સૂતી હતી એ તરફ આગળ વધ્યો. રોબર્ટ હજુ માંચડાથી થોડોક જ ...વધુ વાંચો

25

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 25

જંગલીનું તીર હાથીની આંખમાં વાગ્યું. ********************** ગાઢ અંધારામાં હાથી ઝડપથી દોડી રહ્યો હતો. હાથી ઉપર બેઠેલો નીચે ગબડી પડવાની બીકે થર થર ધ્રુજી રહ્યો હતો. થોડીવાર થઈ ત્યાં હાથીની દોડવાની ગતિ ધીમી પડી. હાથીની દોડવાની ગતિ મંદ પડી એટલે હાથી ઉપર બેઠેલા રોબર્ટે રાહતનો દમ ખેંચ્યો. પણ હાથી એને ક્યાં લઈ જઈ રહ્યો હતો એ રોબર્ટ વિચારવા લાગ્યો. રોબર્ટ થોડીકવાર વિચારોમાં ડૂબ્યો. ચન્દ્ર આકાશમાં આવી ચુક્યો હતો. ચંદ્રની આછી ચાંદની ધરતી ઉપર રેલાઈ રહી હતી. ત્યાં તો કેટલાક માણસોનો એને અવાજ સંભળાયો. એણે હાથી ઉપર બેઠા બેઠા જ દૂર નજર કરી તો એને વીસ પચીસ માણસો વચ્ચે કોઈકને ...વધુ વાંચો

26

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 26

કાળા પહાડો. ******* હાથીની ધરતી ધ્રુજાવે એવી ચીંઘાડ સાંભળીને પેલા જંગલી માણસનું નિશાન ચૂક્યું અને એણે તીર મેરીને વાગવાની જગ્યાએ હાથીની આંખમાં ઘુસી ગયું. તીર આંખમાં ઘુસ્યું એટલે હાથી ફરીથી વેદના ભરી ચીંઘાડ પાડી ઉઠ્યો. આ વખતે હાથીની ચીંઘાડનો અવાજ એટલો ભયાનક અને વેદનાભર્યો હતો કે એના અવાજથી આજુબાજુનું વાતાવરણ ધ્રુજી ઉઠ્યું. આજુબાજુના વૃક્ષોમાં બેઠેલા પક્ષીઓ પણ હાથીની આ વેદનાભરી ચીંઘાડની અવાજની ફફડી ઉઠ્યા. રોબર્ટ અને મેરી હાથી ઉપર બેઠા હતા એટલે એમણે જંગલીએ તીર એમની તરફ છોડ્યું એ તો દેખાયું પણ હાથીને ક્યાં વાગ્યું એ ના દેખાયું. પણ જયારે હાથીએ ફરીથી પોતાની સૂંઢ ઊંચી કરી ત્યારે ...વધુ વાંચો

27

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 27

કાળા જ્વાળામુખી પહાડો. મેરી બની ગર્ભવતી. *************** "રોબર્ટ રોબર્ટ ઉઠને. જો દિવસ કેટલો ચડી ગયો છે.' મેરી ઊંઘી રહેલા હાથ જોરથી ખેંચતા બોલી. મેરી રોબર્ટનો હાથ ખેંચીને ઉઠાડી રહી હતી.પણ આગળની રાતે થાકેલો રોબર્ટ ઉઠી રહ્યો નહોંતો. એ આંખો ખોલીને ફરી પડખું ફેરવીને સૂઈ જતો હતો. આ બાજુ મેરી સામે રહેલા પેલા કાળા પહાડો જોઈને ખુબ જ ડરી રહી હતી. સામે ફક્ત બે જ વિશાળ પહાડો હતા પણ બન્ને એકદમ કાળા હતા. બન્ને પહાડની ટોચ ઉપરથી કંઈક વરાળ જેવું નીકળતું હતું જે ઊંચે આકાશમાં ચડતું હતું. "રોબર્ટ ઉઠને મને બહુજ તરસ લાગી છે.' મેરીએ રોબર્ટના બન્ને કાન પકડીને ...વધુ વાંચો

28

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 28

વરસાદનું આગમન. રોબર્ટ અને મેરીએ ઝાડના થડમાં આવેલી બખોલમાં આસરો લીધો. ********************** દિવસ ખાસ્સો ચડી ગયો વાતાવરણ ખુશનુમા હતું. ઉનાળો પુરો થઈને હવે ચોમાસાની ઋતુ શરૂ થવાની હતી. એટલે વાતાવરણમાં થોડાંક ફેરફારો થયા હતા. આકાશમાં વાદળાઓની અવર-જવર વધી હતી. રોબર્ટ અને મેરીએ જ્વાળામુખી પહાડમાંથી નીકળીને જંગલ તરફ વહી રહેલા ઝરણાનું પાણી પીધા પછી કાળા જ્વાળામુખીની વિરુદ્ધ દિશાની વાટ પકડી હતી. "આપણું આવનારું બાળક કેટલું ભાગ્યશાળી હશે. નહિ મેરી.' રોબર્ટે ચાલી રહેલી મેરીને બન્ને હાથે ઊંચકી લેતા કહ્યું. "કેમ ? રોબર્ટ શું કહેવા માંગતો હતો એ મેરીને સમજાયું નહિ એટલે એણે રોબર્ટને પૂછ્યું. "ભાગ્યશાળી જ હોય ને.! એને જંગલમાં ...વધુ વાંચો

29

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 29

ભેંદી તીર. ****** વરસાદ બંધ થયો એટલે મેરી અને રોબર્ટ ઝાડની બખોલમાંથી બહાર આવ્યા. જ્યાં સુધી વરસાદ ચાલુ ત્યાં મેરીનો જીવ તાળવે ચોંટેલો રહ્યો કારણ કે ચાલુ વરસાદે વીજળીના કડાકા મેરીનું કાળજું કંપાવતા હતા. "મેરી શું કરીએ હવે આગળ જઈએ કે પછી આજની રાત અહીંયા જ કાઢી નાખીએ ? આજુબાજુની જમીન ઉપર પડેલા ભીંજાયેલા વૃક્ષોના પાંદડાઓ જોઈ રહેલા રોબર્ટે મેરીને પ્રશ્ન કર્યો. "તું કહે એમ કરીએ.' મેરી પાસેના ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં પગની આંગળીઓ ભીંજવતા બોલી. "સાંજ તો થવા આવી છે ક્યાં જઈશું ? પછી આગળ કોઈ સુરક્ષિત સ્થળ મળે ના મળે એના કરતા તો અહીંયા જ રાત વિતાવી દઈએ ...વધુ વાંચો

30

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 30

રીંછને મારનાર હાર્ડી. ************* મહાકાય રીંછ ભેંદી તીરથી વીંધાઈને એકબાજુ પડ્યું પડ્યું તરફડી રહ્યું. રોબર્ટ મેરી અવાચક નજરે એકબીજા સામે જોઈ રહ્યા. અચાનક આ તીર આવ્યું અને રીંછ વીંધાઈ ગયું. પણ આ તીર આવ્યું ક્યાંથી એ વાત વિશે બન્ને હજુ અસંમજમાં હતા. "મેરી આ તીર.' રોબર્ટ એટલું બોલ્યો ત્યાં તો એની સામે એક પડછંદ પુરુષ આવીને ઉભો રહ્યો. લાબું શરીર, ભૂરી લાલ આંખોં, વધેલી દાઢી અને વાળ , શરીર પૂરતા કપડાં પણ એકદમ લઘર-વઘર અને મેલાઘેલા, ગરમીમાં વધારે રખડવાને કારણે કાળી પડી ગયેલી ગોરી ત્વચા, એક હાથમાં છુટ્ટુ તીર, બીજા હાથમાં કોઈક લાકડામાંથી બનાવેલું ધનુષ્ય, પીઠ પાછળ ...વધુ વાંચો

31

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 31 (છેલ્લો ભાગ)

મિલન. વતન ભણી. ******** અજગરના અંત પછી ગર્ગ, એલિસ, માયરા,જ્હોન, એન્થોલી અને માર્ટિન ખીણનો ઢોળાવ ઉતરીને ખીણમાં પહોંચી ગયા. ખીણમા મૃત હાથીઓના હાડપિંજરોથી હાથીદાંત અલગ કરવામાં કલાક જેટલો સમય લાગી ગયો. સાવ સડી ગયેલા હાડપિંજર હતા એમાંથી હાથીદાંત અલગ કરવા સરળ હતા. આ મુશ્કેલ કામ આટોપતાં બધાને લગભગ બે કલાક જેટલો સમય નીકળી ગયો. હવે ફક્ત હાથીદાંતોને ખીણની બહાર જ કાઢવાના બાકી હતા. ખીણમાં ઉતરવું સહેલું હતું. પણ એમાંથી બહાર નીકળવું તો ખુબ જ કપરું હતું. છતાં બધાની મહેનત રંગ લાવી અને બધા કોઈ પણ જાતની મુશ્કેલી વગર બહાર નીકળી ગયા. આ ઝંઝટમાં એલિસ બહુજ થાકી ગઈ હતી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો