પ્રગતિ. એક રંગીન મિજાજી છોકરી. એને શ્રેષ્ઠ ભારતીય નારી બનતા પણ આવડતું અને હોલીવુડ ની હેરોઈન બનતા પણ. સમય સુચકતા જોઈને એ પોતે શું પેહરેશે, ક્યાં કેવી રીતે વર્તશે એ બધું જ ધ્યાને રાખતી. જુદા જુદા રંગોથી રંગીન હતી પ્રગતિ. સ્વભાવથી નરમ, ગરમ અને જરૂર પડે ત્યારે શરમ કરતા પણ એને ફાવી ગયેલ હતું. પ્રગતિ, એની નાની બહેન આયુશી, બા અને એના પિતા બધા એકસાથે રહેતા હતા. અહમદાબાદ ના એક સારા એવા વિસ્તારમાં એમનું ત્રણ માળનું મકાન હતું. પૈસે ટકે સુખી પરિવાર હતો છતાં પ્રગતિને એના પોતાના સપનાઓ હતા ને એ સપનાઓને
Full Novel
પ્રગતિ ભાગ - 1
પ્રગતિ. એક રંગીન મિજાજી છોકરી. એને શ્રેષ્ઠ ભારતીય નારી બનતા પણ આવડતું અને હોલીવુડ ની હેરોઈન બનતા પણ. સમય જોઈને એ પોતે શું પેહરેશે, ક્યાં કેવી રીતે વર્તશે એ બધું જ ધ્યાને રાખતી. જુદા જુદા રંગોથી રંગીન હતી પ્રગતિ. સ્વભાવથી નરમ, ગરમ અને જરૂર પડે ત્યારે શરમ કરતા પણ એને ફાવી ગયેલ હતું. પ્રગતિ, એની નાની બહેન આયુશી, બા અને એના પિતા બધા એકસાથે રહેતા હતા. અહમદાબાદ ના એક સારા એવા વિસ્તારમાં એમનું ત્રણ માળનું મકાન હતું. પૈસે ટકે સુખી પરિવાર હતો છતાં પ્રગતિને એના પોતાના સપનાઓ હતા ને એ સપનાઓને ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 2
સઘળું કામ આટોપી ને બંને બહેનો તૈયાર થઈ. આયુશીએ પ્રગતિએ ખાસ એના માટે ડિઝાઈન કરેલું એક લાઈટ પિંક કલરનું પહેર્યું અને પ્રગતિએ એનું ફેવરિટ બ્લેક કલરનું થોડું લોંગ ટોપ અને ગોઠણથી થોડું નીચું બ્લેક જીન્સ પહેર્યું તેમજ પગમાં બ્લેક પ્લેટફોર્મ હિલ્સ પહેર્યા. કાજલ થી અત્યંત આકર્ષક લાગતી આંખો, ગુલાબી હોઠ, સુંદર વણાક ધરાવતું નાક , ઘરના કામ કરી કરીને બનાવેલું સુડોળ શરીર ને વધુમાં કર્લ્સ કરેલા વાળ સાથે પ્રગતિ કોઈ હીરોઇન થી કમ નહતી લાગતી. પપ્પા પછીથી બા ને લઈ જવાના હોવાથી પ્રગતિ અને આયુશી પ્રગતિની કાર માં કાકીના ઘરે જવા નીકળ્યા. ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 3
" સોરી પ્રગતિ. આઈ એમ ઇન હરી. તમે મને મેઈલ કરી શકશો. " ફોન કટ કરીને એક સ્માઈલ આપી દુર સુધી પાછળ જોઈ ને પછી આગળ જોઈને વિવેક નીકળી ગયો. આ બધું એટલી ઉતાવળમાં થયું કે પ્રગતિ કંઈ જ ન કરી શકી ત્યાં ઉભા રહીને ધીમે ધીમે બસ અદ્રશ્ય થતી કારને જોઈ રહી..... વિવેક બંસલ , સુબોત બંસલ અને સુમિત્રા બંસલ નો દીકરો. વિવેક ને એક મોટી બહેન પણ હતી અંજલી જે પરણી ગઈ હતી. બંસલ ઈંડ્ઝટ્રીઝ નામે બંને પિતા પુત્ર જુદા જુદા બિઝનેઝ કરતા હતા. સુમિત્રા બંસલ આમ તો ગૃહિણી હતા ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 4
બધા વાતચીત કરવા ગોઠવાયા હતા પ્રીએંગેજમેન્ટ નો માહોલ છવાયો હતો....એમાં જ અચાનક વિવેક નું ધ્યાન હિલ્સ પેરીને આમથી તેમ કરતી પ્રગતિ પર અટક્યું....... " અરે આ તો પેલી જ....શું નામ કહ્યું હતું અ.. પ..પ...હા પ્રગતિ. પ્રગતિ શર્મા. હમ્મ આ જ હતું પણ આ અહીંયા શુ કરે છે ? પ્રગતિ શર્મા , અભય વર્મા ઓહહ અભયની સગાઈ આ છોકરી સાથે છે....! ના ના હોય જ નહીં ગમે તેટલા મોર્ડન થઈ જઈએ પણ આપણા દેશમાં આવા શુભ પ્રસંગે ટ્રેડીશનલ વેર પહેરવાનો રિવાજ હજુ તો મરી પરવાર્યો નથી જ ને વળી જો આની સગાઈ હોય તો ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 5
" હેલો મિસ પ્રગતિ..." બે પાંચ મિનિટ પછી વિવેક ત્યાં આવી પહોંચે છે. " યસ..." પ્રગતિ આંખ ઉઘાડતા જ જોઈને વ્યવસ્થિત બેઠી થવા જાય છે..... " ઇટ્સ ઓહકે. નો ફોર્મલિટીઝ . અહીંયા મને ધ વિવેક બંસલ ન સમજો તો મને ગમશે. " વિવેકએ સહજતાથી ખુરશી લઈને ગોઠવતા કહ્યું. પ્રગતિ એ જ પરિસ્થિતિમાં થોડી સીધી થઈને બેઠી. વાત ની શરૂઆત કોણ કરે એ મૂંઝવણમાં બંને તરફ બે મિનિટ મૌન રહ્યું. " તમારે કશું વાત કરવી હતી ને મારી સાથે...." આખરે વિવેક એ મૌન તોડ્યું. " જી... હાજી...હા...એક " પ્રસંગના વાતાવરણમાં આ રીતે વાત ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 6
ખુરશીનાખીને પગ ટેબલ પર ગોઠવી ને આરામ ફરમાવેલી આયુએ એ જ કાચની નાની ટેબલ પર પડેલા પ્રગતિના ફોનમાં જોઈને " આવી ગયો...." " આવી ગયો.... એટલે અ વિવેક સરનો મેસેજ આવી ગયો એમ..." પ્રગતિની તીખી નજરનો સામનો ન થતા પોતાની આંખ ફેરવી આયુશીએ વાત સ્પષ્ટ કરી. પ્રગતિએ મેસેજ ચેક કર્યો એમાં સમય અને સ્થળ સ્પષ્ટ લખાયા હતા. એક વાગ્યો હતો પ્રગતિને બરાબર ત્રણ વાગ્યે પોહચવાનું હોવાથી બાકી રહેલા કામો આયુશીએ ગમા - અણગમાથી દુર રહીને હાથમાં લીધા. પ્રગતિ પોતાના રૂમમાં ગઇ અને સંપૂર્ણ તૈયારી સાથે પોણા બે વાગ્યે નીચે ઉતરી. " ઓલ ધ ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 7
" તારે મોટાભાગનું કામ તો મારી સાથે જ કરવું પડશે. વિવેકને તો મેં પાર્ટીઓ એટેન્ડ કરવા માટે આ કામમાં રાખ્યો છે " પ્રગતિને કેહતા કેહતા સુમિત્રા બંસલ હસી પડ્યા. પ્રગતિને નવાઈ લાગી કે આવો સામાન્ય દેખાવ ધરાવતી સ્ત્રી ને ફેશનની સમજ કઈ રીતે હશે....! પ્રગતિ હજુ વિચાર કરી રહી હતી ત્યાં જ સુમિત્રા બંસલ સમયસૂચકતા જોઈને પ્રગતિને એની સાથે વાત કરવા, કામ સમજાવા તેમજ ઓફિસ બતાવવા લઈ ગયા જેથી વિવેક જમી શકે. સવારના નવ વાગ્યાના નાસ્તા પછી સવા ચાર થઈ ગયા હતા વિવેક હજુ જમ્યો નહતો માટે એક મા તરીકે ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 8
કાલે બપોરે પાછું ફરવાનું હોવાથી દોઢ દિવસ બંને સાથે જ હતા માટે વિવેકએ મનમાં એક નિશ્ચય કર્યો....... પૂરા ત્રણ પછી વડોદરાની સયાજી હોટલના ગેટ પાસે ગાડીની બ્રેક ના જાટકાથી પ્રગતિની આંખો ઉઘડી. ગેટ પાસે સિક્યોરિટી ગાર્ડએ ગાડીની નજીક આવીને જરૂરીયાત પૂરતી પૂછપરછ કરી અને પછી ગાડી સીધી જ અંદર પાર્કિંગમાં રવાના થઈ. અગિયાર વાગ્યે બે હેન્ડ લગેજ લઈને પ્રગતિ અને વિવેક હોટેલમાં દાખલ થયા. " પ્રગતિ શર્મા ઍન્ડ વિવેક બંસલ " રીસેપશનિસ્ટ પાસે જઈને વિવેકે કહ્યું. રૂમની ચાવીઓ મળી એટલે ત્યાંના કર્મચારીઓ એમને રૂમ તરફ લઈ ગયા. વિવેક અને પ્રગતિ નો રૂમ ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 9
" વી નીડ વન કોલ્ડ કોફી એન્ડ વન ગ્લાસ ઓફ ઓરેંજ જયુસ...... ઇન 402.......યસ થેન્ક્સ. " પ્રગતિએ ફોન મુક્યો. પોતે ખુરશી પર આવીને લેપટોપ સામે બેઠી અને કામ કરવા લાગી. પાંચ સાત મિનિટ પછી લેપટોપની બાજુમાં પડેલા પ્રગતિના ફોનની રિંગ વાગી........ સ્ક્રીન પર નામ હતું ' ડોલી '. એ જોઈને હમણાં પ્રગતિએ ફોન ઉઠાવાનું ટાળ્યું કારણ કે અત્યારે કામ વધુ જરૂરી હતું અને વળી ડોલી અડધી કલાક પહેલા ફોન મુકશે નહીં એવી પ્રગતિને ખાતરી હતી. ફોનને એકબાજુ મૂકીને પ્રગતિ પોતાના કામમાં પરોવાઈ. લાંબા સમય સુધી એ કામમાં મશગુલ હતી માટે જ ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 10
રેસ્ટોરન્ટમાં આવતા આવતા હસી હસી ને વાત કરતા બંનેને જોઈને સૌ ખુશ થતા હતા કારણકે ફાઇનલી એમના વિવેકસર આવી હતા. જે લોકો પ્રગતિને ઓળખતા હતા એ પ્રગતિને પેહલીવખત જોઈને ખુશ હતા. અંદર ટેબલ સુધી પોહચતાં પોહચતાં વિવેક એ બે વાર પ્રગતિની પીઠ થપથપાવી આવા દ્રશ્યો પોતાની આંખ સામે જોઇને જુલી ધુંઆપુઆ થઈ ગઈ અને એને પોતાનો ઈરાદો વધુ મજબૂત કર્યો....... મોટા લંબચોરસ ટેબલની બંને બાજુ સૌ વ્યવસ્થિત ગોઠવાયા હતા વિવેકના આવતા જ એની ખાલી ખુરશી પણ ભરાય ગઈ. વિવેકની એક તરફ પ્રગતિ બેઠી હતી તો બીજી તરફ જુલી. ચા, કોફી, જુયસ પછી ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 11
" ક્યારે ? ક્યારે કહેવાની હતી ? " પ્રગતિના અવાજમાં એક મોટીબેન હોવાનો રુવાબ હતો. " અ.. બ..બબ....હું " ના ગળામાંથી શબ્દો નહતા નીકળતા..... પ્રગતિ આયુશી સામે એકીટશે જોઈ રહી હતી અને આયુશી એની ધારદાર આંખોનો સામનો ન કરી શકતી હોય એમ મોં નીચે રાખીને ઉભી હતી. આયુશીના ગળે ડૂમો ભરાયો. હજુ આયુશીનીઆંખોનો બંધ તૂટીને અશ્રુધારા શરૂ થાય અને પ્રગતિ કમજોર પડે એ પેહલા જ એ જાતે જ થોડી નરમ થઈ ગઈ. એને આયુને બંને ખભેથી પકડ્યું ઊંડો શ્વાસ ભર્યો અને એને પલંગ પર બેસાડી. પોતે એની બાજુમાં નીચે ઘૂંટણના ટેકે બેઠી. ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 12
પ્રગતિએ પોતાને સાચવીને ગાડી પાર્ક કરી. બંને જણા અંદર ગયા. એક કોર્નરના ટેબલ પર ગોઠવાયા કે જ્યાં અન્ય લોકોથી પ્રાઇવસી મળી રહે. પ્રગતિ ખુરશી પર માથું ટેકવી આંખો બંધ કરી પોતે કઈ રીતે રોહિત સાથે વર્તશે ? શું કહેશે ? શું નહિ ? ની ગણતરીમાં વ્યસ્ત હતી તો આયુશી દરવાજે એકધારું તાકીને રોહિતની રાહ જોઈ રહી હતી દરવખતે દરવાજો ખુલે ત્યારે કદાચ રોહિત હશે ! એવું એને લાગી રહ્યું હતું.... આયુશી અને પ્રગતિ હજુ પણ એ જ સ્થિતિમાં આવનારી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થતા હતા. થોડીવાર થયા પછી આયુશી મનોમન ગભરાય રહી હતી ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 13
નેત્રસંવાદોની વચ્ચે કોણ જાણે શું થયું પણ અનાયાસે જ રોહિતનો જમણો હાથ આયુશીના કપાળ અને માથા પાસે પહોંચી ગયો. આંખમાં આવતા વાળ એને સહેજ પાછળ કર્યા. એના સ્પર્શથી તૃપ્ત થઈને આયુશીના ચક્ષુપટમાં ક્યારના માંડ માંડ કરીને સાચવેલા આંસુ સરકીને ગાલ પર આવે એ પેહલા જ રોહિતનો હાથ આયુશીના ગાલ સાફ કરતો કરતો એના વાળમાં પહોંચી ગયો. હવે જાતને રોકવું આયુશી માટે અસહ્ય હતું રોહિતના સ્પર્શથી એને જાતને છૂટી મૂકી દીધી એટલે પોતે સીધી જ એના તરફ ઢળી પડી અને જોર જોરથી ડૂસકાં ભરીને રડવા લાગી. રોહિતની છાતી અને એના પર રહેલો કોટ ભીંજાતો ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 14
" ના બા....પરેશાની તો નથી પણ પપ્પા સાથે એક વાત કરવાની છે અને તમારી સાથે પણ. આજે એ સહેજ હતા એટલે આપણે બધા કાલે એકસાથે બેસીને જ વાત કરીશું.....ચાલો અત્યારે સુઈ જઈએ. " પ્રગતિ ખુરશી પરથી ઉઠીને બા નો હાથ પકડી એમને રૂમમાં લઈ જાય છે. " અચ્છા.... ભલે દીકરા......" બા હજુ પણ બાજુમાં સુતેલી પ્રગતિને માથે હાથ ફેરવતા રહ્યા. એ હુંફાળા સ્પર્શમાં પ્રગતિને ખરેખર શાંતિ મળતી હતી એને સમજાય રહ્યું હતું કે નાનપણથી જ બા બીજા કોઈપણ સાથે રહેવાને બદલે આ બંને બહેનો સાથે રહેવાનું શું કામ પસંદ કર્યું હતું..... લગભગ સાંજ પડી ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 15
" સાચે બેટા ? " સવાલ પુછાય ગયા પછી સંજયભાઈને સમજાયું કે આ ખોટું થઈ રહ્યું છે..... " હા.....આમ ડોલીની સગાઈ સમયે બા એ ઘરમાં વાત કાઢી હતી પછી મેં પણ ઘણું વિચાર્યું....હવે હું લગ્ન માટે તૈયાર છું એવું મને લાગે છે...." પ્રગતિએ સંજયભાઈના દિલનો ભાર હળવો કરવા કહ્યું.....આયુ તો બેનના આ ત્યાગને એકીટશે જોઇ રહી..... વિવેકની કેબીનમાં આવ્યા પછી રોહિત ત્યાં પડેલી ખુરશીમાં ગોઠવાયો ત્યાં તો વિવેક પોતાની ખુરશી તરફ ગયો. ત્યાં ઉભા ઉભા જ એણે પોતાના ખિસ્સામાં પડેલી ચાવી કાઢી ટેબલની નીચે તરફ રહેલું ડ્રોવર ખોલ્યું ને ત્યાંથી પાંચસો રૂપિયા વાળી ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 16
" હું છું ને....." વિવેક વધુ કંઈ કહે એ પેહલા જ રોહિતે એની વાત કાપી. " ના ભાઈ ના....વર્ષો જે કારણે મને તમારાથી દૂર કરાયો જો ફરીથી એ પરિસ્થિતિ થશે તો હું સહન નહીં કરી શકું. અને હું મોટાપપ્પા નો પણ આદર કરું છું....આપણે આ ઉંમરે એમને હેરાનગતિ ન દઈએ તો સારું...." કહેતા કહેતા અનાયાસે જ રોહિતના હાથ જોડાય ગયા. વિવેક તો રોહિતને એક ક્ષણ જોઈ રહ્યો પછી એને ફરી ગળે વળગી પડ્યો..... બે દિવસ બહારગામ ને પછી ઘરમાં પુરા ત્રણ દિવસની માથાકૂટ પછી પ્રગતિ આજે છેક ઓફિસે આવી હતી. એની ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 17
" મારી એની સાથે વાત થઈ ચૂકી છે. તું એની ચિંતા નહીં કર. છતાં તારે વાત કરવી હોય તો કરજે....તું તારો સમય લે...કોઈ ઉતાવળ નથી.....ચાલો ત્યારે જયશ્રી કૃષ્ણ. " કહીને જલ્દી જ સુમિત્રા બંસલ ત્યાંથી નીકળી ગયા....... પોતાના ઓરડામાં છત ને તાકીને એકસામટા વિચારો કરતી પ્રગતિની ઊંઘ આજે જાણે રજા પર હતી. સામે આવી ઉભેલા પ્રશ્નોથી એને ભાગવાની ટેવ તો ક્યારેય હતી જ નહીં પરંતુ અત્યારે એ ગંભીર મુંજવણમાં હતી. આયુની પ્રેગ્નેન્સી વિશે એ બરાબર જાણતી હતી, પોતે પિતાને વચન આપી ચૂકી હતી ને વિવેકની પોતાના પ્રત્યેની લાગણી વિશે પણ એ અજાણ તો ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 18
પ્રગતિ એ માથે હાથ દીધો.... " તું નહીં જ માને ને....." પ્રગતિએ કહ્યું. " ઓફકોર્સ નોટ...." કહીને રજતએ રીતસર ચહેરા પર પ્રેમથી જાપટ મારી. " ઠીક છે...જા બહાર ઉભો રહે....હું હમણાં આવું...." પ્રગતિએ એક હાથે બહાર જવાનો ઈશારો કરીને રજતને કહ્યું.... ફેશન હાઉસના ગેટ ને બરાબર રીતે અડકીને ઉભો રહેલો રજત પ્રગતિની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ વાર માં પ્રગતિ ત્યાં આવી. " ચલ..." પ્રગતિ આગળ ચાલવા માંડી. " ઓહહ....મેડમ આમાં જઈશું !? " રજતએ દરવાજે ઉભેલી પોતાની કાર તરફ ઈશારો કર્યો. પછી એણે પ્રગતિના હાથમાંથી ગાડીની ચાવી લીધી. " ડ્રાઇવર ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 19
" જો પરી, તારા સિવાય બધા ઓળખી ગયા મને....." પ્રગતિએ કંઈ જ જવાબ ન આપ્યો. એ હજુ આઘાત માંથી નહતી આવી. સુમિત્રા બંસલનું ઘરે આવવું, પરેશાનીના સમયમાં અચાનક જ રજતનું આવી પહોંચવું, જાણે પોતે હળવી થઈ જશે એ લાલચે હોય કે પછી પોતાના ઇમોશન્સ પર કાબુ ન રહેતા રજતને બધું જ કહી દેવું, રજતનો એ જ બધી વાતોને મજાકમાં ઉડાડવાનો સ્વભાવ ને વળી આયુ સાથે બનેલી ઘટનાથી પ્રગતિ થાકી હતી. એ ચુપચાપ રસોડામાં જતી રહી. અંદર જતી વખતે કદાચ રજતે એની ભીની આંખો જોઈ હતી..... પ્રગતિ રસોડામાં રોટલીઓ વણી રહી હતી. એક ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 20
પછી જાણીને હોય કે અજાણતા, ઇચ્છાએ હોય કે અનિચ્છાએ હોય કે પછી મરજીથી બે અઠવાડિયા પછી ડોલીની સાથે સાથે અને આયુશીના લગ્ન પણ કરાવાયા......... બંસલ મેન્શનમાં બીજા માળની સીડી ચડીએ એટલે ડાબી તરફ પહેલો રૂમ વિવેકનો હતો. એમ કહી શકીએ કે એ તરફ વિવેકના રૂમ સિવાય બીજું કંઈ જ નહતું અથવા કંઈ બની શકે એમ જ નહતું. રૂમની શરૂઆત એક સામાન્ય બેઠક થી થતી હતી. અંદર જતા પેહલા જ ઓફ વ્હાઇટ રંગનો સોફા સેટ અને એની વચ્ચોવચ કાળા રંગની કાચની નાની ટીપોઈ હતી. ત્યાંથી ડાબા હાથ તરફ જઈએ તો ત્યાંની આખી ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 21
" થાકી ગઈ....." બાજુમાં આવેલા રોહિતએ આયુના માથા પર હાથ ફેરવતા કહ્યું. કંઈ જ બોલવાની તાકાત નહતી બચી એટલે માત્ર આંખો મીચકારી હામી ભરી. " સુઈ જા...." રોહિતએ આયુના માથા પર એક હળવી કિસ કરી અને પછી પોતે પણ એના પડખાંમાં સુઈ ગયો...... વહેલી સવારે પ્રગતિ ડ્રેસિંગરૂમના અરીસા સામે ઉભી રહીને તૈયાર થઈ રહી હતી. પોતાનું છાપું અને બેડ ટી ને પૂર્ણ કર્યા બાદ વિવેક જ્યારે ડ્રેસિંગ રૂમમાં દાખલ થયો ત્યારે પ્રગતિ મોટા બ્રશ વડે પોતાના વાળ સવારી રહી હતી. એ બે ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. એ અરીસામાં પ્રગતિને જોઈ ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 22
" અચ્છા....અહીંયા સુધી....!? " સુમિત્રાના ચહેરા પર આશ્ચર્ય અને પ્રશ્ન બંને હતાં. " હવે કામ પત્યું હોય તો....સિધાવ....નાસ્તો કરીને જવાનું છે આપણે....." વિવેક ત્યાંથી ચાલતો થયો. પગફેરા સહિતની જુદી જુદી વિધિઓ પુરી કરતા કરતા આજે પ્રગતિને બંસલ મેન્શનમાં આવ્યાને પુરા આઠ દિવસ થઈ ચૂક્યા હતા. આ આઠ દિવસોમાં એને સુબોત ના સ્વભાવ તેમજ સુમિત્રાના વ્હાલનો પણ પરચો મળી ગયો હતો. સુમિત્રા એટલા તો સ્નેહાળ હતા કે એ ઘરમાં કામ કરતા દરેક કર્મચારીઓનો આદર કરતાં. ઘરના સભ્યોનું તો કંઈ ઠેકાણું હતું નહિ પરંતુ ઘરના કર્મચારીઓ રોજ બપોરે એક સાથે ડાઇનિંગ પર જમવા બેસતાં. ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 23
" આજે મળવાની છું હું રજતને....એવું ચોક્કસ કહીશ કે તને કોઈ યાદ કરી રહ્યું હતું....." પ્રગતિએ શ્રેયાની નજીક જઈ એ બંનેને જ સંભળાય એ રીતે શ્રેયાની પીઠ થાબડીને કહ્યું. પછી સહેજ હસીને ત્યાંથી જતી રહી. શરમને મારે શ્રેયાનો ચહેરો લાલ થઈ ગયો...... ઓફિસની પાર્ટીમાં મોડું થઈ ચૂક્યું હતું એટલે પ્રગતિ અને વિવેક ત્યાંથી જ તૈયાર થઈને રજતના ઘરે જવા માટે નીકળ્યા.... રજતનું ઘર એટલું મોટું નહતું પરંતુ આધુનિક સુવિધાઓથી ભરપૂર હતું. પોતે ઘરમાં એક રસોઈ કરતા પ્રભુદાદા સાથે એ એકલો રહેતો હતો અને ઘરના બીજા કામો કરવા માટે દિવસના સમયે એક બાઈ ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 24
" ઓફકોર્સ.....તને મારા સિવાય બીજુ કોણ ઓળખે છે.....! " પ્રગતિએ રજતની આંખોમાં જોઈને કહ્યું ને પછી આઈસ્ક્રીમની ટ્રે ઉઠાવીને જતી રહી..... આઈસ્ક્રીમ ખાઈને થોડીવાર મસ્તી મજાક કરી. રાત ઘણી થઈ ચૂકી હતી એટલે રજતએ રોહિત અને આયુને ત્યાં જ રોકી લીધા અને પ્રગતિ અને વિવેક બધાની વિદાય લઈને નીકળી ગયા..... સમય એની ગતિએ વિતતો જતો હતો. લગભગ એક મજબૂરીમાં જ બંધાયેલા સંબંધમાં પ્રગતિએ શ્વાસ પરોવવાનું કાર્ય ચાલુ જ રાખ્યું હતું. એની નાની મોટી કોશિશ વિવેકને હંમેશા ખુશ કરી દેતી પરંતુ વિવેકને એ પણ ધ્યાનમાં હતું કે પ્રગતિ જ્યારે રજત સાથે રહેતી ત્યારે ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 25
પ્રગતિએ એક નિસાસો નાખ્યો. ચુપચાપ વિવેક જ્યાં બેઠો હતો એની સામે પોતે લાવેલી પેસ્ટ્રીનું બોક્સ મૂકીને પ્રગતિ ત્યાંથી જતી સુધી પોતાની જ ધૂનમાં બોલતા વિવેકનું ધ્યાન પ્રગતિએ પોતાના હાથમાં પકડેલા બોક્સ પર હતું જ નહીં. હવે એને આ બોક્સ પોતાની નજર સમક્ષ જોઈને અજુગતું લાગ્યું. એણે બોક્સ ખોલ્યું. પ્રગતિ ખાસ એના માટે એની ફેવરિટ પેસ્ટ્રી લાવી હતી એ જોઈને વિવેકને પોતાના વર્તન પર પારાવાર અફસોસ થયો....પેસ્ટ્રીનું બોક્સ ત્યાં જ છોડીને વિવેક પ્રગતિ સાથે વાત કરવા એની પાછળ ગયો...... પ્રગતિને શોધતા શોધતા વિવેક ઘરના ઉંબરે આવી ગયો હતો. આખા ઘરમાં એને પ્રગતિ ક્યાંય ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 26
" પ્રગતિ, રજતને તે જ તેડવા બોલાવ્યો હતો ને ? " વિવેકએ મૌન તોડતા પૂછ્યું. સવાલ પૂછ્યા બાદ વિવેકને પ્રગતિની નીરસ નજર દેખાય. ત્યારબાદ ઘર સુધી બે માંથી કોઈ કંઈ બોલ્યું નહિ..... પ્રગતિ અને વિવેક વચ્ચે થોડીઘણી સમજણની શરૂઆત થઈ જ હતી ત્યાં તો બંને અચાનક સખત કામમાં વ્યસ્ત થઈ ગયા. સવારે નવ થી લઈને રાતે નવ સુધી બંને ભાગ્યે જ મળતા અને જો મળતા તો કામ માટે મળતાં. પ્રગતિને અચાનક ઘણા બધા ઑર્ડર આવવા લાગ્યા હતા એટલે એ રોજ રોજ કંઈક નવું કરવામાં વ્યસ્ત રહેતી. વળી એ સુમિત્રાને પણ એના સામાજિક ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 27
" હવે ક્યાં જાય છે ? " વિવેક એની પાછળ પાછળ ગયો. પ્રગતિ ત્યાં ઉપર ચડીને એક પથ્થરના ટેકે ગઇ. વિવેક પણ એની બાજુમાં ગોઠવાયો. સામેની બાજુ એમને ઢળતા સૂરજનું અત્યંત રમણીય દ્રશ્ય દેખાતું હતું...... " ફ્રેન્ડસ ? " વિવેકએ પ્રગતિ તરફ હાથ લંબાવ્યો. પ્રગતિએ હસીને હાથ મિલાવ્યો. " મજા આવી ? " પ્રગતિએ પૂછ્યું. " હું તો સમજણો થયો ત્યારથી મેં આવી જિંદગી જોઈ જ નથી.....તને ખબર છે...આજે મેં લગભગ દસેક વર્ષ પછી ફૂટબોલને લાત મારી હશે......આઈ વોઝ ચેમ્પિયન ઓફ ઇટ યર્સ એગો.....આ બધા માટે તારો ખૂબ ખૂબ આભાર પ્રગતિ." વિવેક ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 28
વિવેકએ પ્રગતિનો ફોન કાપ્યો પછી લગભગ કલાક થઈ હતી પ્રગતિ હજુ ન આવી. હવે વિવેકના ધબકારા વધી ગયા હતા. પ્રગતિને ફોન કર્યો તો ફોન બંધ હતો. ગુસ્સો શાંત થયાના થોડા ક્ષણો બાદ વિવેકને ખ્યાલ આવ્યો કે એનાથી શું થઈ ગયું છે...... એણે રાતના સમયે સામેથી તેડવા માટેનો ફોન કરેલી પોતાની પત્નીને લેવા આવવાની ના કહી હતી. " તું જાતે આવી જા.....! ઓહહ....આ શું બોલાય ગયું મારાથી....પ્રગતિ ખોટું પણ બોલી શકતી હતી, પણ એણે એવું ન કર્યું અને મેં શુ કર્યું....! કેટલો બેવકૂફ છું હું...." વિવકને પોતાના વર્તન પર પારાવાર અફસોસ થયો. ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 29
વિવેક પોતાની ઓફિસમાં રિવોલવિંગ ચેર પર ઘૂમતા ઘૂમતા મોબાઈલ મચડી રહ્યો હતો.....એણે પ્રગતિનું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું...... કાળા બેકગ્રાઉન્ડમાં દરિયાના ઉછળતા અને એના પર સફેદ અક્ષરે લખેલું હતું. " જસ્ટ ગોઇંગ વિથ ધ ફ્લો...." આ પ્રગતિની લાસ્ટ પોસ્ટ હતી.....એ પોસ્ટમાં ધૈર્યનો જન્મ થયો એના બે દિવસ પછીની તારીખ હતી. વિવેકને યાદ આવ્યું કે ત્યારપછી પ્રગતિ ક્યારેય ઓફિસએ ટિફિન લઈને નહતી આવી, એણે ક્યારેય બાઇક ચલાવાનું કે પોતાની સાથે ક્યાંક એમ જ રખડવા જવાનું ગાંડપણ નહતું બતાવ્યું......સવાર, કામ, રસોઈ, આયુ, ડિનર બસ.....આ એનો નિત્યક્રમ હતો..... વિવેકએ થાકીને પોતાનો મોબાઈલ સામેની ટેબલ પર મુક્યો ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 30
" યાર....ચાલ ને હવે...ત્રણ મહિના જ જવાનું છે...ત્રણ વર્ષ નહીં...." આખરે રજતની ધીરજ ખૂટી એણે પ્રગતિનો હાથ પકડી એને " સો કોલ્ડ મેલો ડ્રામાઝ....! હજુ ચેક ઇન કરવાનું ય બાકી છે....." પ્રગતિ એની પાછળ ઢસડાય.... હોટલમાં પહોંચીને પ્રગતિ ફ્રેશ થઈ આવી. મુંબઈમાં પોતાનું ઘર હતું છતાં રજત પ્રગતિ જ્યાં સુધી કમ્ફર્ટેબલ થઈ જાય ત્યાં સુધી પ્રગતિ સાથે રોકાયો હતો. એણે પૂછવા ખાતર પ્રગતિને પોતાના ઘરમાં રહેવા માટે પૂછ્યું હતું પણ એ જાણતો હતો કે રોજ એટલે દૂરથી ટ્રાવેલ કરવું અઘરું પડે એમ હતું વળી, પ્રગતિને કંપની તરફથી જ હોટેલમાં રહેવા મળતું હતું ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 31
વિવેક વારે વારે મોબાઈલ જોતો હતો. એને પ્રગતિના એક મેસેજ કે ફોનની આશા હતી. એ હેમખેમ પહોંચી ગઈ છે ખબર તો એને રજતએ આપી જ દીધી હતી છતાં પોતે જે કદમ લીધો હતો એ વિશે પ્રગતિનું શુ માનવું છે એ બાબતે વિવેક હજુ અજાણ હતો. એણે એક બે દિવસ સુધી રાહ જોઈ પણ પ્રગતિએ ફોન ન જ કર્યો. આખરે ઓફિસમાં બેઠા બેઠા એણે જ ફોન કાઢીને પ્રગતિનો નંબર ડાયલ કર્યો ત્યારે એક કર્મચારીએ અંદર આવીને વિવેકના ટેબલ પર પ્રગતિએ સાઈન કરેલા પેપર મૂક્યાં.... પ્રગતિની મુંબઈ જવાની તૈયારીઓ થતી હતી ત્યારે ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 32
રજતની કાર જ્યારે શ્રેયાના ઘરની શેરીની બહાર થોડે દુર રોડ પર ઉભી રહી ત્યારે શ્રેયાએ રજતના ગાલ પર એક સ્પર્શ કરીને કહ્યું, " સૉરી...." રજતની શરારતી આંખો એના પર સ્થિર થઈ..." શેને માટે ? " જવાબમાં શ્રેયાએ માત્ર ખભ્ભા ઉલાડયા..... " ઠીક છે.....હવે જા...ઘરે પહોંચીને મને મૅસેજ કર તો હું અહીંયાંથી નીકળું. ઓહકે....." રજતએ કહ્યું. શ્રેયા એક સ્મિત કરીને ત્યાંથી નીકળી ગઈ....... પ્રગતિએ બે ત્રણ દિવસ ઉચાટમાં કાઢ્યા. એ શું કરે ? અને કોની સાથે વાત કરે ? આવા કેટલાય પ્રશ્નો એને મૂંઝવતા હતા. પપ્પા અને બા સાથે તો ભૂલેચૂકે પણ વાત ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 33
અહમદાવાદ ટુ બોમ્બે સવા કલાકની ફ્લાઇટમાં વિવેકને એકબાજુ પ્રગતિને મળવાની ખુશી પણ થતી હતી તો બીજીબાજુ ક્યાંક ને ક્યાંક ફરી ખોઈ બેસવાનો ડર પણ લાગતો હતો..... વિવેક આઈ.એમ.એફ ની ઓફિસએ પહોંચ્યો ત્યારે પ્રગતિ એક મિટિંગ માં છે એવી ખબર પડતાં જ એ વેઇટિંગ એરિયામાં ગોઠવાય ગયો. કલાક એક પછી સામેથી ગ્લાસ ડોર ખોલીને એક આધેડ વયનો માણસ બહાર આવ્યો અને એની પાછળ પ્રગતિ પણ બહાર આવી......બ્લેક પેન્ટ, વ્હાઇટ શર્ટ , બ્લેક બ્લેઝર અને બ્લેક સ્નેડલ પહેરેલી પ્રગતિએ વાળ ઊંચા લઈને એની પોની લીધી હતી. એની આંખોમાં આંજણ હતું અને હોઠો પર આછા ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 34
વ્હેલી સવારે બરાબર પોણા ચાર વાગ્યે વિવેકના સેલ પર પ્રગતિનો મૅસેજ આવ્યો, " ઇમરજન્સી.... પ્લીઝ કમ...." પ્રગતિના આવા મૅસેજથી ચિંતિત થઈ ગયો. એ હાંફળો ફાંફળો લૉબીમાં ચાલીને પોતાનાથી બે રૂમ દૂર પ્રગતિના રૂમમાં પહોંચી ગયો. દરવાજો ખુલ્લો જ હતો એટલે વધુ રાહ જોયા વગર એ સીધો જ અંદર ધસી ગયો ત્યારે સામેનું દ્રશ્ય જોઈને એની આંખો ફાટી ગઈ.... આખા રૂમમાં જુદી જુદી જગ્યાએ લવન્ડર કેન્ડલ્સ ચમકતી હતી, બિસ્તરની સફેદ ચાદર પર ગુલાબની પાંખડીઓથી ' લવ ' લખેલું હતું, એકબાજુ ધીમા અવાજે ચાલતા અંગ્રેજી રોમાન્ટિક સોંગ્સ અને બીજીબાજુ લવન્ડર કેન્ડલ્સની સુગંધથી આખા રૂમનું ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 35
વિવેક પોતાના ખોળામાં સુતેલી માસૂમ પ્રગતિને જોઈ રહયો....એને આજે ફરી સંજયભાઈની કહેલી વાત યાદ આવી ગઈ....લગન પછી બંને દીકરીઓને વખતે આયુ અને પ્રગતિ જ્યારે બા ને ભેટી રહી હતી ત્યારે સંજયભાઈએ ધીમે રહીને વિવેકના કાનમાં માત્ર એને સંભળાય એટલા અવાજથી જ કહ્યું હતું, " ઢીંગલીથી રમવાની ઉંમરે મારી દીકરીએ એક જીવતી જાગતી ઢીંગલીની સંભાળ લીધી છે, જે ઉંમરે દીકરીઓ રસોઈ કરવાના રમકડાઓથી રમે એ ઉંમરે એણે રોટલી વણતા શીખી છે.... એટલું જ નહીં જે ઉંમરે બાળકો મા - બાપના પૈસા ઉડાડીને જલસા કરે ત્યારે એણે આંગળીના વેઢે એક એક પૈસો ગણીને ...વધુ વાંચો
પ્રગતિ ભાગ - 36 ( અંતિમ ભાગ )
" પ્રગતિ ભાગ - 36 " આખરે થાકીને વિવેક અને પ્રગતિ પાળી પર દરિયાને જોતા બેસી ગયા. બંને વચ્ચે સુધી મૌન રહ્યું એ પછી, " વિવેક..." પ્રગતિએ વિવેકની સામે જોયું, " હવે ? " પ્રગતિમાં અવાજમાં માર્દવ હતો. વિવેકએ કોઈ જ જવાબ આપ્યા વગર પ્રગતિના ખભ્ભે હાથ વીંટાળીને એને પોતાના આશ્લેષણમાં લઈ લીધી...... વ્હેલી સવારે સાત વાગ્યે એલાર્મ વાગ્યો ત્યારે પ્રગતિ એકબાજુ જોઈને ઊંઘી સૂતી હતી અને વિવેક એની બાજુમાં સૂતો હતો. અત્યારે સુધીમાં વિવેક પાંચેક વખત પ્રગતિને ઉઠાડવા માટે એને હાથ મારી ચુક્યો હતો પણ પ્રગતિ કોઈ પ્રતિભાવ નહતી આપતી. " ...વધુ વાંચો