પ્રગતિ ભાગ - 32 Kamya Goplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રગતિ ભાગ - 32

રજતની કાર જ્યારે શ્રેયાના ઘરની શેરીની બહાર થોડે દુર રોડ પર ઉભી રહી ત્યારે શ્રેયાએ રજતના ગાલ પર એક અછડતો સ્પર્શ કરીને કહ્યું, " સૉરી...."

રજતની શરારતી આંખો એના પર સ્થિર થઈ..." શેને માટે ? " જવાબમાં શ્રેયાએ માત્ર ખભ્ભા ઉલાડયા.....

" ઠીક છે.....હવે જા...ઘરે પહોંચીને મને મૅસેજ કર તો હું અહીંયાંથી નીકળું. ઓહકે....." રજતએ કહ્યું. શ્રેયા એક સ્મિત કરીને ત્યાંથી નીકળી ગઈ.......

પ્રગતિએ બે ત્રણ દિવસ ઉચાટમાં કાઢ્યા. એ શું કરે ? અને કોની સાથે વાત કરે ? આવા કેટલાય પ્રશ્નો એને મૂંઝવતા હતા. પપ્પા અને બા સાથે તો ભૂલેચૂકે પણ વાત કરાય એમ નહતું. આયુ તો પોતાના જીવનમાં ગૂંથાયેલી હતી એની પાસે એટલી તો જવાબદારીઓ હતી કે એ ક્યારેક જ પ્રગતિ સાથે વાત કરી શકતી એવામાં એને આ બધી બાબતોનું ટેંશન દેવું પ્રગતિને યોગ્ય ન લાગ્યું. એને એકવાર રજતનો વિચાર પણ આવ્યો પરંતુ રજતની માંડ માંડ ગોઠવાય રહેલી જિંદગી પોતાના કારણે ફરી વિખેરાય એવું એ ઇચ્છતી નહતી.

આખરે ઘણું વિચાર્યા પછી પ્રગતિએ પોતે અત્યારે જે કામ માટે આવી છે એના પર જ ધ્યાન આપવાનું નક્કી કર્યું. થોડો સમય અસમંજસમાં કાઢ્યા પછી એણે પેપર સાઇન કરીને વિવેકને મોકલી આપ્યા. પોતે જ્યાં સુધી પાછી ન જાય ત્યાં સુધી આ વાતનો કોઈને ખ્યાલ ન આવે એ માટે પ્રગતિએ પૂરેપૂરી કાળજી લીધી હતી. એ સુમિત્રા સાથે સતત સંપર્કમાં હતી એટલે એને એ ખ્યાલ હતું કે વિવેકએ એમને હજુ કંઈ જ નથી જણાવ્યું તો બીજીબાજુ પ્રગતિ પણ પોતે પાછી આવશે ત્યારે એકવાર બેસીને બધા સાથે શાંતિથી વાત કરી લેવી એવું એણે નક્કી કર્યું હતું, પરંતુ એક દિવસ અચાનક જ સુમિત્રાએ પ્રગતિ સાથે વાત કરી ત્યારે પ્રગતિએ એમને પણ હમણાં કોઈ ને કશું જ નહીં જણાવા વિનંતી કરી હતી. થોડી લપ કર્યા પછી સુમિત્રાએ પણ એની હામી ભરી.

સૂર્યનારાયણનો કુણો તડકો આંખે પડતા જ પ્રગતિની આંખો ખુલી. એણે તરત જ બાજુમાં પડેલો ઇન્ટરકોમ ઉઠાવીને નંબર ડાયલ કર્યો.

" યસ મેમ...વોટ યુ વોન્ટ ? " સામે છેડેથી અવાજ આવ્યો.

" આલમંડ કોર્નફલેક્સ એન્ડ વન ગ્લાસ ઓફ ઓરેંજ જ્યુસ પ્લીઝ.....યસ ઇન 502 " પ્રગતિએ કહ્યું. " ઓહકે મૅમ " ફોન કપાય ગયો. પ્રગતિ પોતાના બિસ્તર પર બેઠી થઈ. થોડી આળસ મરડીને પોતાના બંને ચહેરા પર ફેરવ્યા ત્યાં જ એનો સેલ રણક્યો. ફોન ઉઠાવીને ખાસી વાર સુધી વાત કર્યા પછી પ્રગતિએ પોતાના પગ પરથી ચાદર હટાવી.

" જી મા....હા મા..... જી....હા મા તબિયત એકદમ ઠીક છે...." પ્રગતિએ જમીન પર પડેલી ચપ્પલમાં પોતાના પગ નાખ્યા. એ ઉભી થઈને બાથરૂમ તરફ ગઇ....

રજત અને શ્રેયાને એકસાથે જોયા પછી વિવેકનું મગજ ચકરાતું હતું. પ્રગતિ ક્યાં હશે થી લઈને પોતે જે કર્યું છે એ બરાબર કર્યું છે કે નહીં સુધીના તમામ વિચારો એના મગજમાં ઘુમરાતા રહેતા હતા.એ આખી રાત જાગીને ગાળી લીધા પછી એણે નિર્ણય કર્યો કે સવાર થતા જ મા સાથે વ્યવસ્થિત રીતે બધી જ વાત કરવી. કદાચ એ વિવેકની મદદ કરી શકે.....!

સવારે બેડ ટી લઈને વિવેક સીધો જ મા સાથે વાત કરવા માટે સુમિત્રાના રૂમ તરફ ગયો. અંદર પ્રવેશતા જ એને બિસ્તર પર બે ત્રણ છાપા પાથરીને બેઠેલા સુબોત દેખાયા.

" કમ કમ માય સન....." સુબોતએ વિવેકનું સ્વાગત કર્યું.

" મા બહાર છે ? " વિવેકએ અટારી તરફ ઈશારો કરતા પૂછ્યું.

" લે.....તને એક બાપ પણ છે.....ખબર નથી ? " સુબોત અકળાયા.

" ડેડ પ્લીઝ..... અત્યારે શરૂ નહીં કરો. મારે મા નું જરૂરી કામ છે....." આગળ કંઈ પણ બોલ્યા વગર વિવેક સીધો જ સુમિત્રાને મળવા બાલ્કનીમાં પહોંચ્યો....

" પ્રગતિ, મેં તને પહેલા પણ કહ્યું હતું ને વિવેકની તબિયત દિવસે દિવસે બગડતી જાય છે.....એ કોઈનું નથી સાંભળતો ને....." સુમિત્રા હિંડોળાની પાછળના ભાગમાં આમથી તેમ આટા મારતા મારતા ફોન પર વાતો કરી રહ્યા હતા એમણે લગભગ ચોથી વાર આ એક જ વાત પ્રગતિ સાથે કરી હતી.

" સમજું છું મા..... પણ હું હવે કંઈ કરી શકું એમ નથી છતાં તમને વચન આપું છું કે એકવાર હું એમની સાથે આ વિશે ચોક્કસ વાત કરીશ....." પ્રગતિ બારી પાસે બેસીને નાસ્તો કરી રહી હતી.

વાત કરતા કરતા સુમિત્રાનું ધ્યાન અચાનક જ સામે ઉભેલા વિવેક પર પડ્યું એના ચહેરા પરથી સ્પષ્ટ વર્તાતું હતું કે બધું જ જાણ્યા પછી પણ સુમિત્રા હજુ સુધી એટલા જ વ્હાલથી પ્રગતિ સાથે વાત કરે છે એ વાતે વિવેક અશ્ચર્ય પામ્યો હતો એમણે જાણીજોઈને વાત ચાલુ રાખી, " પ્રગતિ, મને તો સમજાતું જ નથી કે આ તમે બંનેએ અચાનક શું માંડ્યું છે ? હું તને ફરી કહું છું બેટા મારી વાત માનો ને ગમે તેમ કરીને આ બધું ઠીક કરો...." સુમિત્રા વિવેકની સામે જોઇને કહી રહ્યા હતા.

પ્રગતિનો અવાજ એકદમ શાંત હતો , " મા, જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે.....હું તમને એટલું જ કહીશ કે એટલીસ્ટ તમે તો આ વાત બને એટલી જલ્દી સ્વીકારો જેથી અમને બીજા બધાને સમજાવામાં સરળતા રહે.....પ્લીઝ...." પ્રગતિએ જ્યુસનો ગ્લાસ ખાલી કર્યો.

" મૉમ...." પુરી પાંચ મિનિટ સુમિત્રા ફોન મૂકે એની રાહ જોયા પછી આખરે વિવેકની ધીરજ ખૂટી. પ્રગતિએ અચાનક જ ફોન પર કેટલાય સમય પછી વિવેકનો અવાજ સાંભળ્યો. એના ગળે ડૂમો ભરાય ગયો, " મ...મા.... હું પછી વાત કરું...." પ્રગતિએ ધ્રુજતા અવાજે કહ્યું. સામેછેડેથી કોઈ પ્રતિભાવ આવે એ પહેલાં જ એણે ફોન કાપી નાખ્યો.

" મા....! " વિવેકના ચહેરા પર પારાવાર આશ્ચર્ય ઝળકતું હતું. સુમિત્રા એની નજીક આવ્યા....એમણે વિવેકના ગાલ પર પોતાની હથેળી મૂકીને સહેજ સ્મિત કર્યું, " બેટા આ લાગણીઓ છે.....આમાં હિસાબ માંડીને ગણતરીઓ કરવા બેસીએને તો દરેક સ્થિતિમાં ખોટ સિવાય કંઈ હાથ ન લાગે.....એના કરતાં વહેતા પાણીએ વહી જવાનું દીકરા....." એ સહેજ અટકીને વિવેક થી થોડા દૂર ગયા, " મા વિના ઉછરી છે બિચારી..... એને પણ ખોટ તો સાલે ને....." વિવેક બે મિનિટ ત્યાં જ ઉભો રહ્યો પછી એમની બાજુમાં જઈને કહ્યું, " મા...." એને સમજાયું નહીં કે વાત કઈ રીતે શરૂ કરે.....

સુમિત્રાએ એની સામે જોયું, " કંઈ મુંજવણ છે ? " વિવેકએ હા માં માથું ધુણાવીને પોતાની વાત શરૂ કરી......

પ્રગતિએ સુમિત્રાનો ફોન મુક્યો પછી બે મિનિટ રડું રડું થઈને એણે પોતાની જાતને સંભાળી લીધી.... એ સીધી જ નાહવા ગઈ.....એ ફ્રેશ થઈને ડ્રેસિંગ ગાઉન પહેરીને બહાર આવી. એણે બેડની બાજુમાં રહેલા સ્વિચ બોર્ડમાં પ્લગ નાખ્યું. બિસ્તર પર કોટ પાથરીને એને પ્રેસ કરવા લાગી ત્યારે ફરીથી એનો ફોન રણક્યો.....

" બોલ....." પ્રગતિ કોટ પર ઈસ્ત્રી ફેરવતી હતી....

" તારા હસબન્ડને સમજાવી દે જે.....રસ્તા વચ્ચે તાયફા કરે છે....આ વખતે શ્રેયા સાથે હતી જો બીજીવાર આવું થયું તો મા કસમ......" રજત ભભૂકી ઉઠ્યો.....

" ઓહહ....હેલ્લો...." પ્રગતિનો અવાજ સહેજ ઊંચો થયો, " કોની સાથે વાત કરે છે એનું ભાન છે ને તને ? "

રજત ડઘાય ગયો, " હ...હા...."

" તો પછી મોઢું સંભાળીને વાત કર....શાંતિથી બોલ શુ થયું છે ? "

એક નાનું બાળક જેમ મા ને એના મિત્રોની ફરિયાદ કરે એ જ શૈલીમાં રજત પ્રગતિને વિવેકની ફરિયાદો કરી રહ્યો હતો....પ્રગતિને હસવું પણ આવતું હતું તો પોતે રજતથી હજુ સુધી બધુ છુપાવી રાખ્યું છે એ બાબતે એને દુઃખ પણ થતું હતું....

" હું વાત કરીશ...." પ્રગતિએ પ્લગ કાઢયો, ફરતે વાયર વીંટીને એણે બેડની બાજુના નાનકડા ટેબલ પર ઈસ્ત્રી ગોઠવી દીધી. પ્રગતિને થોડે ઘણે અંશે સમજાય ગયું હતું કે વિવેક આ રીતે શુ કામ વર્તયો હશે, પરંતુ એણે મનોમન ગાંઠ વાળી હતી કે એ પાછી નહિ જાય ત્યાં સૂધી વિવેકનો સંપર્ક નહિ જ કરે. જેમ તેમ કરીને એણે રજતનો ફોન મુક્યો અને પોતે ઓફિસ જવા માટે તૈયાર થઈ.

" હમમમ...." સુમિત્ર પોતાના હિંડોળા પર બેસીને ઠાકોરજીની માળા બનાવતા હતા. વિવેક પલાંઠી વાળીને એની બાજુમાં ગોઠવાયો હતો.....સુબોત કામે ગયા પછી બંને મા દીકરો કેટલીયવાર સુધી ત્યાં બેસીને વાતો કરતા રહ્યા. વિવેકએ પહેલેથી છેલ્લે સુધીની રજેરજ વિગત સુમિત્રાને આપી હતી. એ ત્યાં બેઠા બેઠા સવારની એક ચા પછી પણ બે બ્લેક કોફી ગટગટાવી ચુક્યો હતો....

મહેશ ત્રીજો કપ લઈને વિવેક પાસે પહોંચ્યો, " લો સાહેબ....મા આપકો કુછ ? "

" ના.....અને આ પણ લઈ જા....." સુમિત્રાએ વિવેક પાસેથી મગ લઈને મહેશની ટ્રેમાં પાછો મૂકી દીધો...

" મા...." વિવેકના અવાજમાં આજીજી હતી.

" કેટલી હોય પછી ? મહેશ ઇસ લે જાવ ઓર તુમ્હી પી લો..." સુમિત્રાનો આદેશ સૌ માટે સર્વોપરી હતો એટલે મહેશ જેમ આવ્યો હતો એમ જ જતો રહ્યો....

" વિવેક, તું સાચો છે.....છતાં એ પણ ખોટી નથી જ. " સુમિત્રા હજુ એમ જ પોતાનું કામ કરી રહ્યા હતા.

" પણ મા એણે કમ સે કમ એકવાર ફોન તો કરવો જોઈએ કે નહીં....." વિવેક ચિડાયો....

સુમિત્રાએ પોતાની આંખો વિવેકના ચહેરા પર સ્થિર કરી, " તે કર્યો ? " એમણે પૂછ્યું. વિવેકની ભ્રમરો સંકોચાય. એણે આમ તેમ માથું ધુણાવીને જવાબ દેવાનું ટાળ્યું.

" બસ તો પછી....જ્યાં સુધી મને સમજાય છે ત્યાં સુધી આ એક સામાન્ય ગેરસમજ છે.......જે ફક્ત તારા કારણે ઉભી થઈ છે...." સુમિત્રા હજુ એમ જ શાંત , સયંત હતા.

" પણ મા...." વિવેક કઈ કહે એ પહેલાં જ સુમિત્રા ફરી બોલી ઉઠ્યા, " જો બેટા.....પહેલીવાર આયુની વાત સાંભળીને તે પ્રગતિની ઈચ્છા નહોતી પૂછી....બરાબર અને બીજીવાર પણ તે આ જ ભૂલ કરી...." વિવેક પોતાની મા સામે એકીટશે જોઇ રહ્યો.

" એણે એનાથી બને એટલા પ્રયત્ન કર્યા હતા જે તું જાણે છે એ તારી કાર્યેષુ મંત્રી, કરણેશું દાસી અને ભોજયેષુ માતા બનીને જ રહી હતી....હા શયનેષુ રંભા બનવામાં એણે થોડો સમય માંગ્યો હશે કદાચ....." સુમિત્રાએ માળા પુરી કરીને છાબડીમાં ગોઠવી. એમણે વિવેકના માથા પર પોતાનો હાથ મુક્યો, " અને મને ખાતરી છે કે તે એને આ માટે કોઈ જબરદસ્તી નહિ જ કરી હોય....." સુમિત્રાના ચહેરા પર સ્મિત અકબંધ હતું. વિવેકએ ના માં ડોકું ધુણાવ્યું.....

" સરસ.....એનાથી બન્યું એટલું એણે કર્યું ને જ્યારે તારો વારો આવ્યો ત્યારે તે હાથ ખંખેરી લીધા ને હવે પોતે જ હેરાન થાય છે......" સુમિત્રાએ કહ્યું.

" તું કહેવા શું માંગે છે.....? " વિવેકએ પૂછ્યું.

સુમિત્રા છાબડી લઈને ઉભા થયા. એમણે પોતાની સાડીનો પાલવ ખભ્ભે ચડાવ્યો. " વાત વણસે એ પહેલાં જો સચવાઈ જતી હોય તો એમાં કંઈ જ ખોટું નથી. " સુમિત્રાએ વિવેકના ખભ્ભા પર હાથ મૂકીને વિવેકનો ખભ્ભો થાબડયો, " પૂજાનો સમય થઇ ગયો છે....." સુમિત્રા ત્યાંથી સડસડાટ નીકળી ગયા.

વિવેક કલાક સુધી ત્યાં જ બેઠો સુમિત્રાની વાતો સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.....એણે એક ઊંડો શ્વાસ લઈને છોડ્યો. કંઈક વિચારીને કોઈકને ફોન જોડીને એ સુમિત્રના રૂમની બહાર નીકળવા ગયો.....

" જી સાહેબ...." સામે છેડેથી અવાજ આવ્યો.

" વહેલામાં વહેલી જે મુંબઈની ફ્લાઇટ મળે એ બુક કરો....." વિવેક સુમિત્રાના રૂમમાંથી પોતાના રૂમમાં જતો હતો.

" જી સાહેબ.....હોટલ ? તાજ, ઓબેરોય કે પછી મેરિયટ ? " સામે છેડેથી કોઈકએ કહ્યું.

" અ..... એક મિનિટ...." વિવેકને રસ્તામાં જ સુમિત્રા મળ્યા.
" મા પ્રગતિ કઈ હોટલમાં રહે છે ? " વિવેક પોતાની વાત આટલી જલ્દી સમજી ગયો એ વાત પર એમને નવાઈ લાગી.

" સરસ...." એમણે મનોમન કહ્યું. " જીંજર. અંધેરી ઇસ્ટ. " સુમિત્રા એ કહ્યું. વિવેક ફોનમાં કહેવા જ જતો હતો કે ફરી એણે સુમિત્રાને પોકાર્યું, " ફ્લોર ? " હસી પડ્યા સુમિત્રા.

" 502...." સુમિત્રા હસતા હસતા સીડી ઉતરી ગયા.

" હા.....જીંજર, અંધેરી ઇસ્ટ ઓર ફિફ્થ ફ્લોર.....અને હા...કોઈ કંઈ પણ પૂછે તો બધાને એમ કહેવાનું છે કે સાહેબ કામ માટે બહારગામ ગયા છે.....સમજાયું ? " વિવેકએ કહ્યું.

" જી....ક્યાં સાહેબ મેડમ કો સરપ્રાઈઝ હનીમૂન પે લે જા રહે હો ક્યાં....?" ફોન પર આડો હાથ રાખ્યો હોવા છતાં એ માણસ વિવેક અને સુમિત્રાની વાતો સાંભળી ગયો હતો.

" શટઅપ...! બકવાસ બંધ કરો ને જે કહ્યું છે એ કરો જલ્દી અને કોઈને ખબર...." વિવેક આગળ કઈ કહે એ પહેલા જ સામેવાળા માણસે કહ્યું, " નહિ પડે સાહેબ....." ફોન કપાય ગયો ત્યાં સુધીમાં વિવેક પોતામાં રૂમમાં પહોંચી ગયો હતો ડ્રેસિંગરૂમમાં જઈને એક સ્યુટકેસ કાઢીને જે સમજાય એ કપડાં બેગમાં ખોંસીને એણે જરૂરી ડોક્યુમેન્ટસ લીધા. બે કલાક પછી સુમિત્રાની વિદાય લઈ નીકળ્યો ત્યારે ઘરથી શરૂ કરીને એરપોર્ટ સુધી ગાડીમાં બેઠા બેઠા એણે આઈ.એમ.એફ વિશેની જરૂરી ડિટેઇલ્સ શોધી લીધી.

અહમદાવાદ ટુ બોમ્બે સવા કલાકની ફ્લાઇટમાં વિવેકને એકબાજુ પ્રગતિને મળવાની ખુશી પણ થતી હતી તો બીજીબાજુ ક્યાંક ને ક્યાંક એને ફરી ખોઈ બેસવાનો ડર પણ લાગતો હતો.....
To Be Continued

- Kamya Goplani