પ્રગતિ ભાગ - 25 Kamya Goplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રગતિ ભાગ - 25

પ્રગતિએ એક નિસાસો નાખ્યો. ચુપચાપ વિવેક જ્યાં બેઠો હતો એની સામે પોતે લાવેલી પેસ્ટ્રીનું બોક્સ મૂકીને પ્રગતિ ત્યાંથી જતી રહી.....હજુ સુધી પોતાની જ ધૂનમાં બોલતા વિવેકનું ધ્યાન પ્રગતિએ પોતાના હાથમાં પકડેલા બોક્સ પર હતું જ નહીં. હવે એને આ બોક્સ પોતાની નજર સમક્ષ જોઈને અજુગતું લાગ્યું. એણે બોક્સ ખોલ્યું. પ્રગતિ ખાસ એના માટે એની ફેવરિટ પેસ્ટ્રી લાવી હતી એ જોઈને વિવેકને પોતાના વર્તન પર પારાવાર અફસોસ થયો....પેસ્ટ્રીનું બોક્સ ત્યાં જ છોડીને વિવેક પ્રગતિ સાથે વાત કરવા એની પાછળ ગયો......

પ્રગતિને શોધતા શોધતા વિવેક ઘરના ઉંબરે આવી ગયો હતો. આખા ઘરમાં એને પ્રગતિ ક્યાંય દેખાય નહતી. ઘરમાં સફાઈ કરતા એક બેનને પૂછતાં વિવેકને જણાયું કે થોડીવાર પહેલા પ્રગતિ બગીચામાં ગઈ હતી. વિવેક બહાર આવીને સહેજ આગળ વધ્યો તો એણે થોડે દુર એક સ્ત્રી સાથે બગીચામાં ઘાસ પર બેઠેલી પ્રગતિ દેખાય. પ્રગતિ એની સાથે નવા છોડ રોપવાનું કામ કરી રહી હતી. ઘાટા લીલા રંગના કુર્તામાં પ્રગતિ એ બગીચાનો જ એક ભાગ લાગી રહી હતી. નીચે બેઠી હોવાથી એના કપડાં સહેજ માટીવાળા થઈ ગયા હતા. એના ખાતરવાળા હાથ કદાચ એના વાળ સરખા કરતી વખતે એના કપાળ પર લાગ્યા હશે માટે એના કપાળની એક તરફ સૂર્યના તડકાંને લીધે આવેલા પરસેવાથી ખાતર ચોંટી ગયું હતું. આવી પરિસ્થિતિમાં પણ એ પોતે પેલી માળી સ્ત્રી સાથે હસી હસીને વાતો કરતા કરતા એની મદદ કરી રહી હતી. વિવેકએ એની સાથે વાત કરવા માટે એની પાસે જવા પગ ઉપાડ્યો પરંતુ કોણ જાણે ક્યાં વિચારથી એ અટકી ગયો અને પાછો ઉપર ગયો......થોડી જ વારમાં એ પોતાના કેમેરા સાથે બહારે લૉન તરફ ગયો અને પ્રગતિને ખબર ન પડે એમ પ્રગતિના ખૂબ સુંદર સુંદર ફોટા પાડીને એ ચુપચાપ અંદર આવી ગયો....

બપોરના સમયે મહારાજ મુરારિલાલ પોતાના નિજી આનંદમાં ડાઇનિંગ પર રસોઈ પીરસી રહ્યા હતાં. સુમિત્રા અને વિવેક સામસામે ટેબલ પર ગોઠવાયા...

" પ્રગતિ ક્યાં છે ? " સુમિત્રાએ પૂછ્યું ત્યારે વિવેકએ ખભ્ભા ઉલાડ્યા.

પ્રગતિ મુખ્ય દરવાજામાંથી અંદર પ્રવેશતી હતી. સુમિત્રાનું ધ્યાન એ તરફ ગયું. પ્રગતિએ જાણે માટી સ્નાન કર્યું હોય એવી રીતે એ આખી માટીથી ભરેલી હતી. ડ્રોઇંગ રૂમમાં સોફા પર છાપા સાથે ચા નો કપ લઈને આરામ ફરમાવેલા સુબોતનું ધ્યાન પણ પ્રગતિ તરફ ગયું....

" જય શ્રી કૃષ્ણ પપ્પાજી " પ્રગતિએ કહ્યું.

" આ ઘરમાં જે કામ કરે છે એ નોકરો છે....આપણા સેવકો. " સુબોતએ ચા નો કપ નીચે મુક્યો ને પછી આગળ કહ્યું, " એમને માથે ચડાવાની જરૂર નથી. "પછી સુબોતએ સુમિત્રા તરફ એક આંખથી ઈશારો કર્યો...." એક એ તો ચડાવ્યા જ છે....હવે હું નથી ઇચ્છતો કે આવા ફાલતુ કામોમાં બંસલ ખાનદાનની વહુઓ પોતાનું સ્ટેટ્સ ખોઈ બેસે.....તમને મારી વાત સમજાય છે ને......" પ્રગતિ ચુપચાપ સુબોતને સાંભળી રહી હતી એમને પોતાનો પક્ષ પૂરો કર્યો પછી પ્રગતિએ બોલવા માટે બે હોઠ ખોલ્યા પણ પછી કંઈક વિચારીને એ ચૂપ થઈ ગઈ. એણે સુમિત્રાની સામે જોયું. સુમિત્રાએ આંખો પલકારીને પ્રગતિને બોલવાની પરવાનગી આપી....

" પપ્પાજી, હું તો એમ જ માનતી હતી કે એ પણ એક માણસ છે.....આપણા જેવા જ એક સામાન્ય માણસ." પ્રગતિએ એક સ્મિત કર્યું.

" હા..... એ હું કઈ રીતે ભૂલી શકું....! આખરે તમે પણ એ જ કોમમાંથી આવ્યા છો ને....." સુબોતએ બે હાથેથી પકડેલા છાપાને સહેજ ખેંચીને અવાજ કર્યોને પછી એમાં જોઈને વાંચવાનો ડોળ કરવા લાગ્યા. પ્રગતિ હજુ એમ જ હતી શાંત. આટલીવાર સુધી આ બધો તમાશો સાંભળી રહેલા વિવેકનું મગજ હવે ફર્યું એ ખુરશીના અવાજથી ટેબલ પરથી ઉભો થવા ગયો. સુમિત્રાએ એનો હાથ પકડીને એને શાંત રહેવાનો ઈશારો કર્યો.

" પ્રગતિ, બેટા જલ્દીથી ફ્રેશ થઈ આવો. અમે તારી રાહ જોઈએ છીએ...." સુમિત્રાએ કહ્યું.

" જી મા. જય શ્રીકૃષ્ણ પપ્પાજી " પ્રગતિ સડસડાટ પગથિયાં ચડીને ઉપર જતી રહી......

રાત્રે દસ વાગ્યે પ્રગતિ નાઇટસ્યુટ પહેરીને ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવી. કમરામાં રહેલી નાની મોટી વસ્તુઓને એ વ્યવસ્થિત એની જગ્યા પર ગોઠવી રહી હતી. અત્યારસુધીમાં બિસ્તર પર બેઠા બેઠા વિવેક લગભગ પાંચ એક વખત ઉધરસ ખાઈને પ્રગતિનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યો હતો.....

" હવે સાચે જ ઉધરસ થઈ જાય એ પહેલાં જે કહેવું હોય એ કહી દો...." પ્રગતિ હોમથીયેટરની બાજુમાં પડેલુ બોક્સ હાથમાં લઈને એમાં રહેલી ડીવીડીઝ ક્રમબદ્ધ રીતે ગોઠવી રહી હતી.

" અ... બ...ડ્રાઇવ પર જઈએ ? " વિવેકએ પૂછ્યું.

" હં...." પ્રગતિએ નવાઈ ભરી નજરે એની સામે જોયું.

" ડ્રાઇવ....પર....જઈએ ? " વિવેકએ એક એક શબ્દને છુટા પાડીને ફરીથી કહ્યું.

" અ.... ઓહકે....ચેન્જ.... કરી આવું. " પ્રગતિએ ડ્રેસિંગ રૂમ તરફ હાથ લંબાવતા કહ્યું ને પછી ત્યાંથી વિવેકને ન દેખાય એમ હસતા હસતા બહારે જતી રહી. જેવી પ્રગતિ બહાર નીકળી એવો વિવેક પણ બિસ્તર પરથી ઉછળીને નીચે ઉતર્યો....

રાતે સાડા દસ વાગ્યે પ્રગતિ અને વિવેક પાર્કિંગમાંથી ગાડી લેવા માટે બંસલ મેન્શનના ગેટ વે પર ચાલી રહ્યા હતા. મેન્શનની મધ્યમાં રહેલા ફુવારા પાસેથી પ્રગતિ ડાબી તરફ જઈ રહી હતી....

" અરે....ત્યાં ક્યાં જાય છે....આ બાજુ...." વિવેકએ કહ્યું.

" પણ ગાડી તો...." પ્રગતિ વિવેકની દિશામાં એની પાછળ પાછળ ગઈ. વિવેકએ પાર્કિંગ એરિયામાં આવેલી નાનકડી ગેરેજનું શટર ઊંચું કર્યું. પ્રગતિ હજુ વિવેકની પાછળ પાછળ જ જતી હતી. શટર ઊંચું કરતા ધૂળના રજકણો હવામાં ફેલાવા લાગ્યા એટલે રાત્રીના અંધારામાં આછી આછી લાઈટોમાં પ્રગતિને કઈ દેખાતું નહતું. એવામાં વિવેક કાળા રંગનું એક બાઇક બહાર કાઢી લાવ્યો.

" આ શું ? " પ્રગતિ હજુ હવામાંથી ધૂળ દૂર કરતી હોય એમ હાથ હલાવી રહી હતી.

" તને નથી દેખાતું કે શું છે....." વિવેકએ હસીને કહ્યું.

" હા પણ..." પ્રગતિ આગળ કઈ કહે એ પહેલાં જ વિવેકએ સ્પષ્ટતા કરતા કહ્યું, " હું કામમાં અતિવ્યસ્ત થયો ત્યારે ક્યારેક ક્યારેક મારુ મગજ થાકી જતું હતું. એ વખતે જ્યારે રોહિતએ નવું બાઇક લીધું ત્યારે મને આ....એનું જૂનું બાઇક ગિફ્ટ કર્યું હતું.....ફોર રિમેમ્બરિંગ માય કોલેજ ડેઝ જેથી હું થોડો ફ્રેશ થઈ શકું......મેં બે દિવસ ચલાવ્યું ને પછીથી ધૂળ ખાય છે....."

" ઓહહ....તો ડ્રાઇવ પર આમાં જઇશું ? " પ્રગતિએ પૂછ્યું.

" હા.....એની પ્રૉબ્લેમ ? " વિવેક બાઇકને વ્યવસ્થિત સાફ કરી રહ્યો હતો.

" અ ના.....તમે મેઈન ગેટ પાસે આવીને મારો વેઇટ કરશો....? " પછી જાણે વિવેકનો જવાબ હા જ હશે એમ માનીને પ્રગતિએ વધુમાં ઉમેર્યું...." હું બસ દસ મિનીટમાં આવું...." પ્રગતિ ત્યાંથી જતી રહી...

" અરે પણ તું જાય છે ક્યાં ? " વિવેકએ પૂછ્યું ત્યારે પ્રગતિ એની નજરોથી ઓઝલ થઈ ચૂકી હતી....

મેઈન ગેટ પાસે પહોંચીને વિવેક સતત હોર્ન વગાડી રહ્યો હતો.
પ્રગતિએ હાથમાં પહેરેલી રિંગ વડે પોતાના વાળ બાંધીને આગળ કર્યા...." વિવેક, આ ઘરમાં ભૂત નથી રહેતા.... સ્ટોપ ઇટ. " એ પગથિયાં ઉતરીને નીચે આવી.

" ખબર છે....મા મોડે સુધી જાગતા જ હોય છે...." વિવેકએ કહ્યું.

" છતાંય આ ઘરમાં એ એક જ નથી રહેતા....." પ્રગતિએ પોતાના વાળ બરાબર પોતે પહેરેલા લેધર જેકેટની અંદર કરીને એની ચેઇન બંધ કરી.

" ઓહકે...ઓહકે...." વિવેકએ કહ્યું. " હાવ ઓર્ગેનાઇઝડ યુ આર....! " વિવેક પ્રગતિને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો.

" તું તો મને મારુ જેકેટ તને ઓઢાડવાનો મોકો પણ નથી આપવાની....." વિવેક હસ્યો.

" તો તમે શું ઈચ્છો છો....આ તમારા ફિલ્મી સીનના ચક્કરમાં હું આ કાળો કેર વરતાવતી ઠંડીમાં ઠુઠરી જાવ....! " પ્રગતિએ કહ્યું.

" ઓહકે....પણ આ...." પ્રગતિએ પોતાના જેકેટમાં વ્યવસ્થિત વાળ ખોસ્યાં હતા વિવેકએ એ તરફ ઈશારો કર્યો.

" મને કોઈ જ શોખ નથી હાઇવે પર પોતાના વાળ ખોલીને ઉડાડવાનો....." પ્રગતિએ કહ્યું.

" અને મને હોય તો....." વિવેકથી અનાયાસે જ કહેવાય ગયું. પ્રગતિ સહેજ શરમાઈ ગઈ. લાઈટોના આછા પ્રકાશમાં વિવેકને પ્રગતિનો ગુલાબી ચહેરો બહુ સ્પષ્ટ ન દેખાયો....

" તો લાવો...." પ્રગતિએ વિવેક સામે હાથ ધર્યો.

" શું ? " વિવેકએ પૂછ્યું.

" ચાવી....બીજું શું " પ્રગતિએ કહ્યું.

" વોટ ? " વિવેકને નવાઈ લાગી.

" વોટ વોટ ? આપો...." પ્રગતિએ બાઈકમાંથી ચાવી કાઢી લીધી.

" આર યુ શ્યોર ? " વિવેક બાઇક પરથી ઉતરી ગયો.

" હા...." પ્રગતિ પગ ફેરવીને બાઇક પર ગોઠવાય.

" પાકું ને....? " વિવેકએ ફરી પૂછ્યું.

" હા...." પ્રગતિ બાઇક સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરી રહી હતી.

" પેલા ક્યારેય ચલાવી છે....? " વિવેકએ પૂછ્યું.

" ના...." પ્રગતિએ ખુશ થતા કહ્યું.

" શું ? પડી જઈશું તો....? " વિવેકએ ચિંતિત સ્વરમાં કહ્યું.

" વિવેક, વી આર નોટ કિડઝ.....પડી જઈશું તો....! " વિવેક પ્રગતિ પાસેથી ચાવી લેવા ગયો. " અ.....આઉટ ડોર સુધી તો ચલાવા દો ને પ્લીઝ......." પ્રગતિ આજીજી કરીને ફરી પાછા બાઇક સ્ટાર્ટ કરવાના પ્રયત્નમાં લાગી.

" ઠીક છે....." વિવેક એની નજીક ગયો. એણે પોતાનો એક હાથ પ્રગતિના બાઇક પર પડેલા હાથ પર મુક્યો અને પ્રગતિની નજીક ગયો. વિવેકના આટલા નજીક હોવાથી પ્રગતિના ધબકારા વધી ગયા.....એટલી જ વારમાં વિવેકએ નીચેથી બાઇકને કીક મારી....." થઈ ગઈ. " એણે પ્રગતિના કાનમાં કહ્યું પછી એની પાછળ ગોઠવાય ગયો.....

રાતના સાડા બાર વાગ્યે પ્રગતિ અને વિવેક હાઈ - વે પર ફરી રહ્યા હતા. હવે પ્રગતિ વિવેકની પાછળ બેઠી હતી. એને જેકેટમાં પણ ઠંડી લાગતી હતી. એ પોતાના બંને હાથ વાળીને મોઢું ઊંચું કરીને આસપાસ જોઈ રહી હતી.

" પ્રગતિ...." વિવેકએ હેલ્મેટમાંથી અરીસામાં જોઈને કહ્યું.

" હમ...."

" આજ માટે સૉરી....." વિવેકએ કહ્યું.

" ઇટ્સ ઓહકે....વિવેક. મને હવે પપ્પાજીનું કહેલું કંઈ પણ ખરાબ નથી લાગતું એન્ડ આઈ સજેસ્ટ કે તમે પણ વાતે વાતે એમના પર ગુસ્સો ન કરો તો સારું.....એમને એમની રીતે જીવવા દો....." પ્રગતિએ કહ્યું.

" મને ખબર છે.....હું એના માટે સૉરી નથી કહી રહ્યો...." વિવેકએ આગળ જોઈને કહ્યું.

" તો ? " પ્રગતિએ પૂછ્યું.

" અ.... તું મારી ફેવરિટ પેસ્ટ્રી લાવી અને હું...." વિવેક બોલતા બોલતા અટકી ગયો.

" કંઈ વાંધો નહીં...." પ્રગતિ હજુ આસપાસ જ જોઈ રહી હતી. બંને વચ્ચે થોડીવાર મૌન રહ્યું.

" પ્રગતિ, રજતને તે જ તેડવા બોલાવ્યો હતો ને ? " વિવેકએ મૌન તોડતા પૂછ્યું. સવાલ પૂછ્યા બાદ વિવેકને અરીસામાં પ્રગતિની નીરસ નજર દેખાય. ત્યારબાદ ઘર સુધી બે માંથી કોઈ કંઈ બોલ્યું નહિ.....
To be Continued

- Kamya Goplani