પ્રગતિ ભાગ - 1 Kamya Goplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રગતિ ભાગ - 1

પ્રગતિ. એક રંગીન મિજાજી છોકરી. એને શ્રેષ્ઠ ભારતીય નારી બનતા પણ આવડતું અને હોલીવુડ ની હેરોઈન બનતા પણ. સમય સુચકતા જોઈને એ પોતે શું પેહરેશે, ક્યાં કેવી રીતે વર્તશે એ બધું જ ધ્યાને રાખતી. જુદા જુદા રંગોથી રંગીન હતી પ્રગતિ. સ્વભાવથી નરમ, ગરમ અને જરૂર પડે ત્યારે શરમ કરતા પણ એને ફાવી ગયેલ હતું. પ્રગતિ, એની નાની બહેન આયુશી, બા અને એના પિતા બધા એકસાથે રહેતા હતા. અહમદાબાદ ના એક સારા એવા વિસ્તારમાં એમનું ત્રણ માળનું મકાન હતું. પૈસે ટકે સુખી પરિવાર હતો છતાં પ્રગતિને એના પોતાના સપનાઓ હતા ને એ સપનાઓને પુરા કરવાની ભાગ દોડમાં પોતે લાગી રેહતી. પ્રગતિ જ્યારે 4 વર્ષ ની હતી ત્યારે જ આયુશી નો જન્મ થયો અને એના ત્રણ એક મહિના બાદ જ એના મમ્મી સ્વર્ગે સિધાવ્યા. આયુશી માટે તો પ્રગતિ બધુ જ હતી એક મા, બહેન, મિત્ર અને સારી સલાહકાર. પ્રગતિ અને આયુશી જેટલા નવા વિચારો ધરાવતા એટલા જ રૂઢિચુસ્ત એમના બા હતા. બા ને બીજી બે વહુઓ હતી પણ એમનો લાડકો દીકરો બે બે છોકરીઓને એકલે હાથે કેમ ઉછરેશે એ જ ચિંતામાં પોતે પ્રગતિના પિતા સાથે જ રહેતા. વળી એમને બીજા લગ્ન કરવાની પણ ના પાડી હતી એટલે ના છૂટકે બા એ જ બંને દીકરીઓને સાચવવાની હતી. સમય સાથે એ બંને મોટી થતી ગઈ ને બધું જ શીખતી ગઈ. હવે બા પોતે આખો દિવસ આરામ કરતા ને બંને બહેનો પાસેથી કામ કરાવતા રહેતા અને નવું કંઈક કંઈક શીખવતા પણ રહેતા. પ્રગતિ મોટી હતી, સમજદાર હતી એટલે બા નો વિરોધ ન કરતી ને વળી એની દરેક ઇચ્છઓમાં એના પિતા એનો સાથ આપતાં એટલે બહુ વાંધો ન રહેતો પણ આયુશી નો સ્વભાવ એને ઘરમાં સમજદારી પૂર્વક ચાલવામાં આડો આવતો. એના મન ની વાત એ ગમે રીતે મજાક માં કે પછી સીધું જ બધાને ને સંભળાવી દેતી.

વહેલી સવારે બા ચાલુ થાય એ પેહલા સફાઈ આટોપી લવ એ વિચારે આયુશી સડસડાટ કામ પતાવતી જતી હતી. પ્રગતિનું કામ રસોઈનું અને આયુશીનું સફાઈનું એમ બંને બહેનો સવાર પડતા જ કામે લાગી જતી. પ્રગતિ મોટી હતી એટલે આયુશીને મદદ કરતી. ને આમ પણ રસોઈ વગેરે બપોરે જ હાથમાં આવતું. મમ્મી તો હતા નહીં પણ હાથ - પગ જામી જાય તો પલંગ પર જ પડ્યું રેહવું પડશે એ ડરમાં સવારનો નાસ્તો તો બા જ બનાવતા. આયુશી કામ પતાવતા પતાવતા પ્રગતિના રૂમમાં જઇ પોહોંચી ત્યાં તો પ્રગતિ આજે જંગ લડવાની પુરી તૈયારીમાં હોય એમ કમરે ચૂંદડી બાંધી એક હાથમાં કોરું કપડું અને બીજા હાથમાં સાવરણી લઈને પલંગ પર ચડીને ઉભી હતી.....

" એ મોટી....આ શું માંડ્યું છે તે..." પોતાના કામમાં ખલેલ પોહચી એટલે આયુશી ચિડાઈ ને બોલી.

" અરે....આયુ તું જો આજે તો આ નખ્ખોદીયાઓનું આવી જ બનશે. આજે તો હું એમને છોડવાની જ નથી.... ત્રાંસ આપ્યો છે ને કઈ.....પોતે ઓછા હતા કે હવે પોતાના ભાઈ બંધુઓ ને પણ આવકાર્યા છે અમારા ઘરમાં. નીકળો અહીંથી......." પ્રગતિ છત તેમજ દીવાલ પર ચડેલા બાવા ઉતારતી બોલતી જતી હતી.....

" એ મોટી મુક ને એને.....જો બા ઉઠી ગયા છે ચાલ ને જલ્દી કામ પતાવીએ. તને યાદ છે ને આજે પેલી ડોશીની સગાઈ છે......" આયુશી ચિંતામાં બોલતી જતી હતી.

" ડોશી...." પ્રગતિ ખળખળાટ હસવા લાગી. " આયુ એ ડોશી નથી સમજીને....મારી જેમ તારી મોટી બેન છે ને દાદીની આદર્શ પૌત્રી....." પ્રગતિ એ આયુશી ના કાન પકડતા કહ્યું.

" અરે.....પણ મેં ખોટું શું કહ્યું....જો એનું નામ શું છે ડોલી બરાબરને તો ડોલી શર્મા એટલે થઈને ડોશી...." આયુશીએ પોતાની વાત સમજાવી.

" આયુ......" પ્રગતિ એને સમજાવે એ પહેલાં જ બા એ ટકોર કરી....

" એ ચકલીઓ આમ થી તેમ ઉડા ઉડ જ કરો છો કે કંઈ કામ પણ કરો છો....જલ્દી હાથ હલાવો બેનની સગાઈ છે ને પોતે અહીં પડી છો કંઈ શરમ જેવુ છે કે જઈને મદદ કરાવીએ કાકીને...."

બા ની ટકોરથી પ્રગતિ ઝડપથી નીચે ઉતરીને રસોઈ કરવા લાગી જેથી પોતે કાકી ને કામ કરાવા જઇ શકે અહીં આયુશી બારે કપડાં ધોતી અને સુકવતી જતી હતી.....

" ડોલીની મા પણ એક્કો નીકળી હં.....કેવો સરસ મુરતિયો ગોતી કાઢ્યો છે એની માટે.....મને તો બસ દિવસ - રાત તમારી જ ચિંતા થયા કરે છે આ તમારો પપ્પો કઈક કરે તો તમને બંને ને રવાના કરી હું શાંતિ ના શ્વાસ લઈ શકું " બા એ આરામ ખુરશીમાં ઝુલતા ઝુલતા રસોડામાં રહેલી પ્રગતિ ને કહ્યું.

" હજુ કેટલા શ્વાસ લેવા છે તારે....( આયુ મનમાં બબડી ) હેં બા....અમે બંને પોતાના ઘરે જતા રહેશું તો તને નીચે બેસીને કપડાંને ધોકા મારતા તો ફાવશે ને અને હા દિવસ માં બે વખત નીચે બેસીને પોતા તો મારી શકીશ ને....જો એટલું તો કરવું જ પડે ને ઘરને સ્વચ્છ રાખવા હેને મોટી....." કામ કરી કરીને ચિડાયેલી આયુશી એ કહ્યું. રસોઈ કરતી પ્રગતિ એ એને ઇશારાથી ચૂપ રહેવા કહ્યું પણ આયુ ક્યાં ચૂપ રે એવી હતી.....

" ના એટલે તને અમને કાઢવાની આટલી જ ઉતાવળ છે તો ઘરમાં અમે નહીં હોય ત્યારે તારા કામ કોણ કરશે....? પપ્પા તો કેહતા જ હતા ને કે કામવાળી રાખી લઈએ પણ તે જ ના પાડી કે ઘરના કામ ઘરની સ્ત્રીઓ એ જ કરવા જોઈએ....એટલે પછી તો બધું તારે જ કરવાનું ને એટલે પૂછ્યું બાકી કઈ નહીં....." આયુ એ વધુમાં ઉમેર્યું.

" બસ આયુ. ચલ જમીને તૈયાર થઇ જા પછી આપણે જઈએ. " બા ગરમ થાય એ પેહલા જ પ્રગતિએ સાચવ્યું.

સઘળું કામ આટોપી ને બંને બહેનો તૈયાર થઈ. આયુશીએ પ્રગતિએ ખાસ એના માટે ડિઝાઈન કરેલું એક લાઈટ પિંક કલરનું ફ્રોક પહેર્યું અને પ્રગતિએ એનું ફેવરિટ બ્લેક કલરનું થોડું લોંગ ટોપ અને ગોઠણથી થોડું નીચું બ્લેક જીન્સ પહેર્યું તેમજ પગમાં બ્લેક પ્લેટફોર્મ હિલ્સ પહેર્યા. કાજલ થી અત્યંત આકર્ષક લાગતી આંખો, ગુલાબી હોઠ, સુંદર વણાક ધરાવતું નાક , ઘરના કામ કરી કરીને બનાવેલું સુડોળ શરીર ને વધુમાં કર્લ્સ કરેલા વાળ સાથે પ્રગતિ કોઈ હીરોઇન થી કમ નહતી લાગતી. બા પછીથી આવાના હોવાથી પ્રગતિ અને આયુશી પ્રગતિની કાર માં કાકીના ઘરે જવા નીકળ્યા......
To be continued

- Kamya Goplani