" જો પરી, તારા સિવાય બધા ઓળખી ગયા મને....." પ્રગતિએ કંઈ જ જવાબ ન આપ્યો. એ હજુ આઘાત માંથી બહાર નહતી આવી. સુમિત્રા બંસલનું ઘરે આવવું, પરેશાનીના સમયમાં અચાનક જ રજતનું આવી પહોંચવું, જાણે પોતે હળવી થઈ જશે એ લાલચે હોય કે પછી પોતાના ઇમોશન્સ પર કાબુ ન રહેતા રજતને બધું જ કહી દેવું, રજતનો એ જ બધી વાતોને મજાકમાં ઉડાડવાનો સ્વભાવ ને વળી આયુ સાથે બનેલી ઘટનાથી પ્રગતિ થાકી હતી. એ ચુપચાપ રસોડામાં જતી રહી. અંદર જતી વખતે કદાચ રજતે એની ભીની આંખો જોઈ હતી.....
પ્રગતિ રસોડામાં રોટલીઓ વણી રહી હતી. એક બે વાર આંસુ આવાના કારણે એને પોતાની આંખો સાફ કરી હતી માટે એની આંખોની નીચે થોડો લોટ લાગી ગયો હતો. પોતાને માંડ કરીને આયુની બકબક, સંજયભાઈની પૂછતાછ અને બા ની તીખી નજરોથી બચાવીને રજત રસોડામાં પહોંચ્યો. અંદર જઈને એ અચાનક પ્રગતિની નજીક ગયો એના ગાલ સુધી જઈને એણે ચોંટી ગયેલા લોટને જોરથી ફૂંક મારી ને પછી હસ્યો.
" છી....ઇડિયટ. " પ્રગતિ દૂર થાય એ પેહલા જ એ પોતે થોડો જ દૂર થયો અને પ્લેટફોર્મ પર એક હાથનો ટેકો આપી ત્યાં જ ગોઠવાયો. એ હજુ હસી રહ્યો હતો. એનું ધ્યાન પ્રગતિની આંખો પર પડ્યું.
" હેય.... આર યુ ક્રાઈંગ ? લીસન....આઈ એમ સો સૉરી. " રજતે કહ્યું પરંતુ પ્રગતિ હજુ પોતાનું કામ જ કરતી હતી.
" યાર....સૉરી ને...મને નહતી ખબર કે આયુ આટલી એકસાઈટ થઈ જશે...." રજતએ સ્પષ્ટતા કરી.
" રજત , હજુ અડધી જ કલાક પહેલા હું તને બધું સમજાવી ચુકી છું ને છતાંય......એને કંઈ થઈ ગયું હોત તો...." પ્રગતિની આંખો આવેલા પાણીથી ચમકી રહી હતી. એણે સાવ ધીમેથી બહારે એકપણ અવાજ ન જાય એ રીતે કહ્યું.
" કંઈ થયું તો નહીં ને.....સ્ટોપ બેહેવિંગ લાઈક અ કિડ પ્રગતિ. " રજતનો ચહેરો સહેજ પલટાયો.
" ડુ યુ થીંક આઈ એમ બીહેવિંગ લાઈક અ કિડ....! " પ્રગતિ હવે થોડી ગુસ્સે થઈ અનાયાસે જ એનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો.
" ઓહકે ઓહકે સૉરી.... લિવ ઇટ. " રજતએ પેન્ટના ખીસામાં પડેલો પોતાનો મોબાઈલ કાઢ્યો. " હું બહારગામ જાવ છું. આજ રાતની ફ્લાઇટ છે. થોડા દિવસોમાં આવી જઈશ. પછી આપણે આરામથી વાત કરીશું. ચલ નંબર દે...." રજતના સુરમાં હવે ખરેખર ચિંતા હતી એણે બે મિનિટ ફોન એ જ સ્થિતિમાં પકડી રાખ્યો પણ પ્રગતિ કંઈ બોલી નહીં ઉપરથી રજતની સામે જોયા વગર એ પોતાનું કામ કરતી રહી.... " પરી....." રજતએ બહુ જ નરમાશથી કહ્યું, પણ પ્રગતિ હજુ સુધી પોતાનું કામ કરી રહી હતી.
" ઓહકે...." રજતએ પોતાનો ફોન બીજા હાથમાં લીધો અને એક હાથ પ્લેટફોર્મ પર જોરથી મારીને ત્યાં પ્રગતિની ગાડીની ચાવી મૂકી અને પછી ત્યાંથી જતો રહ્યો.
" ર..." પ્રગતિ એને રોકવા માંગતી હતી કદાચ પરંતુ કઈ જ ન બોલી શકી.
રસોડામાંથી આગળના ભાગમાં અને પછી હોલમાં સડસડાટ દાખલ થતા રજતએ ટીપોઈ પરથી પોતાનું પાકીટ લીધું અને ત્યાંથી ચાલતો થયો.
" અરે રજતબેટા જમીને જા...." આયુ સાથે જમવા બેઠેલા સંજયભાઈએ કહ્યું.
" પેટ ભરાય ગયું અંકલ. " રજત ત્યાંથી જતો રહ્યો.
" રજતભાઈ....." આયુ ઉભી થઈને એની પાછળ છેક ડેલી સુધી દોડી. એણે બસ રજતની કારને દૂર જતા જોઈ. આયુ અંદર આવીને ઉભી રહી ત્યારે સંજયભાઈએ એની સામે જોયું પછી બંનેએ એકબીજા સામે ખભ્ભા ઉલાળ્યા.
છેલ્લી રોટલી શેકીને બાઉલમાં મૂકી ત્યારે પ્રગતિનું ધ્યાન બાઉલની થોડે જ દૂર પડેલા પોતાના ફોન પર પડ્યું. વિવેકના દસ મિસડકોલ થઈ ગયા હતા. હજુ તો રજત હમણાં જ નીકળ્યો હતો અને એની પાછળ પ્રગતિ એક હાથમાં પર્સ, ચાવી અને બીજા હાથમાં બાઉલ લઈને ઘરની બહાર નીકળી રહી હતી.
" અરે...મોટી, રજતભાઈ કેમ ચાલી ગયા.....? " આયુએ પ્રગતિના હાથમાંથી બાઉલ લેતા કહ્યું.
પ્રગતિએ એક નિઃશ્વાસ નાખ્યો. આયુની આંખોમાં જોયું અને કહ્યું, " ટેવ છે એને....." અને પછી ત્યાંથી જતી રહી.
" પણ દીકરા જમવાનું ? " ક્યારના શાંતિથી ડાઇનિંગ પર બેસીને આ બધો જ તમાશો નિહાળી રહેલા બા હવે બોલ્યા.
" ભૂખ નથી બા...." કહીને પ્રગતિ નીકળી ગઈ.
" કમાલ છે....એક નું પેટ ભરાય ગયું ને એક ને ભૂખ નથી." કહીને સંજયભાઈ હસી પડ્યા
" નક્કી.....ઝઘડો કર્યો હશે.....બિચારા રજતભાઈ કેટલા સમય પછી આવ્યા હતા ઘરે...." કહીને આયુ જમવા બેસી ગઈ. ઝઘડા ની વાત સાંભળીને બા મનોમન ખુશ થયા.
વિવેકની ઓફિસમાં છેલ્લા દસ મિનિટથી શાંત બેઠેલા વિવેક અને પ્રગતિ વારે વારે એકબીજા સામે જોતા હતા અને ફરી નજર ફેરવી લેતા હતા.
" અ.. બ...વિવેકસર...અ..." પ્રગતિએ બોલવાની હિંમત જુટાવી.
" યસ પ્રગતિ સે....." વિવેકએ બહુ જ શાંતિથી કહ્યું.
પ્રગતિએ એક ઊંડો શ્વાસ ભર્યો અને સામે પડેલો પાણીનો ગ્લાસ લઈને થોડું પાણી પીધું. " ઓહકે...લેટ્સ નોટ કોમ્પ્લીકેટ ધીસ....વિવેકસર....આઇમીન વિવેક....વિવેક આર યુ સિરિયસ ફોર ધીસ...આઇમિન ધીસ મૅરેજ ? "
" ઓફકોર્સ.....મિસ પ્રગતિ. આર યુ ? આઇમિન યુ હેવ એની પ્રોબ્લેમ ? આઈ થીંક એનિબડી એલ્સ ઇસ ધેર ઓર વોટ ? " વિવેકએ હસતા હસતા બહુ જ શાંતિથી કહ્યું.
" નો....નો નથિંગ લાઈક ધેટ. આઈ જસ્ટ વોન્ટ ટુ કનફોર્મ. " પ્રગતિએ કહ્યું પછી જમણાં હાથની એક આંગળીથી માથું ખાંજવાળ્યું ને સહેજ હસી. " ઓહકે...." કહીને ઉભી થઇ અને દરવાજા સુધી પહોંચે એ પહેલા વિવેકએ એને પોકાર્યું.
" જી...." પ્રગતિ ઊંઘી ફરી.
" ઇફ યુ ડોંટ માઈન્ડ. કેન વી ગો ફોર ધ લંચ ? " વિવેકએ પૂછ્યું.
" અત્યારે ? " પ્રગતિએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
" ના ના....લંચ પર તો રાત્રે જવાય નઈ...." હસી પડ્યો વિવેક.
" ઓહકે...." ઘરેથી જમીને નહતી આવી એટલે ભૂખ તો પ્રગતિને પણ લાગી જ હતી એટલે બંને સાથે લન્ચ લેવા ગયા.
પાંચ - છ દિવસની ફેમિલી ફોર્મલિટીઝ પછી વિવેક, રોહિત, કેશવ બંસલ, પ્રેરણા બંસલ, સુમિત્રા બંસલ અને ઇચ્છાએ - અનિચ્છાએ સુબોત બંસલ અને ખાનદાની પંડિત સહિત બધા જ સંજયભાઈના ઘરે હાજર હતા. પ્રગતિ કિચેનમાં અને બાકી બધા સોફા પર બેઠા હતા. વિવેક સોફાની બાજુમાં રાખેલા નાનકડા સ્ટુલ સોફા પર બેઠો હતો અને આયુશી તેમજ રોહિત ડાઈનિંગ ની ખુરશીઓ પર ગોઠવાયા હતા. રસોડામાંથી અંદર - બહાર કરી રહેલી પ્રગતિ ક્યારની રોહિતને જોઈ રહી હતી. કંઈક તો એવું હતું જે રોહિતને પરેશાન કરી રહ્યું હતું એવું પ્રગતિને લાગ્યું. વિવેકના ધ્યાને પણ આ વાત આવી હતી અને એ વારે વારે પ્રગતિને પણ કંઈક વિચારતા જોઈ રહ્યો હતો.
" સુમિત્રાબેન, બે અઠવાડિયા પછી અથવા છ મહિના પછી...." અચાનક જ પંડિતજી નું વચન સાંભળીને પ્રગતિની તંદ્રા તૂટી. એણે સીધું જ એ તરફ જોયું.
" બે અઠવાડિયા...... ના ના....એમ કેમ તૈયારીઓ થાય....ત્યારે તો અમારી ડોલીના લગન છે....ના ના...." સંજયભાઈએ કહ્યું.
" છ મહિનામાં તો આયુની પ્રેગ્નેન્સી સ્પષ્ટ દેખાવા લાગશે.....નો.....અને બે વિક્સ પછી મને નહિ ચાલે....શીટ..... શું કરું ? યસ...રજત...." વિચાર કરતા જ પ્રગતિને યાદ આવ્યું કે પોતે જ રજતનો અસ્વીકાર કર્યો હતો અત્યારે એને પોતાની જાત પર સખત ગુસ્સો આવતો હતો.
" અ... મારે તમને બધાને કંઈક કેહવું છે...." રોહિતની આ વાત સાંભળી પ્રગતિ ચમકી. વિવેકએ પણ રોહિતની સામે જોયું. રોહિતનું ધ્યાન પ્રગતિ તરફ ગયું. પ્રગતિએ બીજા કોઈને ખ્યાલ ન આવે એમ ના માં ડોકું ધુણાવ્યું.
" મારે...." રોહિત બોલવા જતો હતો ત્યાં એનું ધ્યાન વિવેક તરફ પડ્યું. વિવેકના ચહેરા ના ભાવ સ્પષ્ટ હતા જાણે કેહવું કે ન કેહવું એ બધું જ એ રોહિત પર છોડી દેવા માંગતો હોય.
" હે ભગવાન..... અત્યારે કંઈ જ તમાશો નહીં પ્લીઝ ગોડ...." પ્રગતિ મનોમન બબડી.
રોહિતની બાજુમાં બેઠેલી આયુ રોહિતને જોઈને એ જાણવાનો પ્રયાસ કરતી હતી કે એને અચાનક શું બોલવું હશે.....
" આઈ હેવ ટુ હેન્ડલ ધીસ...." પ્રગતિએ મનોમન નક્કી કર્યું. " પપ્પા , અ.... હું કંઈ કહું ? " રોહિત કંઈ કહે એ પેહલા જ પ્રગતિએ પૂછ્યું.
" હા પ્રગતિ... એમાં પૂછવાનું શું હોય...."સુમિત્રાબેનએ કહ્યું. ડાઇનિંગ ની ખુરશી લેતી વખતે એણે રોહિતની સામે જોયું એ નજરમાં કોણ જાણે એવું શું હતું રોહિતની આંખો નમી ગઈ. ખુરશી ખેંચીને એ થોડી નજીક ગોઠવાય.
" અ... આયુના એક્ઝામ્સ બે દિવસમાં પુરા થઈ જશે, પણ છ મહિના પછી ફરીથી આયુની એક્ઝામ્સ હશે અને જો એ એક્ઝામ્સને અવોઇડ કરીએ ને તો પણ પછી રોહિતના ફાઇન્સલ હશે. " એક મિનિટ ઉભા રહી એણે વિવેકની સામે જોયું અને પછી ઉમેર્યું. " એમ.બી.એ ફાઇનલ્સ મસ્ટ ટેકન સિરિયસલી રાઈટ....."
" ઓફકોર્સ " વિવેકએ સુર પુરાવ્યો.
" સો...." પ્રગતિએ ખભ્ભા ઉલાડયા. સુમિત્રા અને પ્રેરણા બંને એકબીજાની સામે જોઈ રહ્યા. ક્યારના ચુપચાપ બેઠેલા સુબોત બંસલની સામે જોઇને સુમિત્રાબેનએ કહ્યું, " શું કહો છો સુબોત ? બે અઠવાડિયા પછી ? "
" હં... હ...."
પછી જાણે પોતે પૂછેલા પ્રશ્નનો જાતે જ જવાબ આપતા હોય એમ સ્મિત સાથે સુમિત્રાબેન એ ફરીથી કહ્યું, " બરાબર ને...."
" હા.....ભાભી ચોક્કસ. " કેશવ બંસલએ ઉત્તર આપ્યો.
" ઓહહ ગોડ......" પ્રગતિ મનોમન બબડી.
" પણ તૈયારીઓ...." સુમિત્રાબેન જરા ચિંતિત હતા.
" મૉમ, કંઈ જ શોરબકોર નથી જોઈતો. થોડા લોકોની વચ્ચે શાંતિ અને સાદાઈથી લગ્ન અને પછી બધાને એકાદ પાર્ટી આપી દઈશું....." વિવેકએ કહ્યું.
" વાત તો સાચી છે તારી...." પ્રેરણા બંસલએ કહ્યું.
" હાશ....કમ સે કમ મારે સામાજિક ઢોંગ તો નહીં જ કરવો પડે.....થેન્ક યુ સર. અરે...શુ સર થેંન્ક્સ વિવેક....હાં....ધેટસ બેટર. " પ્રગતિની જાત સાથેની વાતો હજુ ચાલુ હતી ત્યાં એને લાગ્યું કે હવે આ ચર્ચામાં બેસવું એના માટે વ્યર્થ છે....
" રોહિત, જરા મારી સાથે આવ તો મને તારું એક કામ છે...." પ્રગતિએ ખોટા સ્મિત સાથે એને આવકાર્યો. રોહિત સમજી ગયો હતો કે એને શા માટે બોલાવાયો છે....એ નીચે મોં કરી પ્રગતિની પાછળ પાછળ ગયો.
" પ્રગતિબેન, આ આયુને શું ખવડાવી દીધુ છે.....બકબક કવીન માંથી એ મેનિકવીનની જેમ ચુપ ચુપ કેમ થઈ ગઈ છે....." પ્રગતિની પાછળ ઓરડામાં પ્રવેશીને રોહિતએ વાતાવરણ હળવુ કરવા માટે મજાક કરી. પ્રગતિએ હસવાનું ટાળ્યું.
" રોહિત, આ બધું શું હતું ? " પ્રગતિ બંને હાથ વાળીને ગુસ્સા ભરી નજરે રોહિતને જોઈ રહી હતી.
" શું ? "
" મારે કેહવું પડશે ? "
" પ્રગતિબેન, પ્લીઝ ખોટું નહીં માનતા પણ મને આમ આ બોજ હેઠળ નથી ગમતું. કાલે સવારે આ વાતનો બધાને ખ્યાલ આવશે તો બધા એમ જ સમજશે કે મેં મારો અપરાધ સંતાડવા આયુ સાથે લગ્ન કર્યા છે.....નહિ કે મારી અંદર એના માટે કોઈ લાગણી કે પ્રેમ છે....બટ બટ આઈ લવ હર. હું એને કોઈ પણ જાતના દુઃખમાં નથી જોઈ શકતો અને એટલા માટે જ હું સંબંધ માં જોડાવ છું. એટલે મારે બધાની સાથે એકવાર વાત કરવી જ પડશે. " રોહિતનું ગળું ભરાય આવ્યું હતું અને પ્રગતિને પણ આ બધું જોઈને આયુની પસંદગી પર માન થઈ આવ્યું.
" લીસન રોહિત ગોઠવાય ગયેલી બાજી નહીં બગાડ. તને વિશ્વાસ છે કે તારી વાત સાંભળ્યા પછી બધુ શાંતિથી જ પતશે....! " રોહિત થોડો ઘવાયો. " નહીં ને.....તો પછી શા માટે આગમાં ઘી હોમવા જાય છે....? અત્યારે જે થાય છે એ આપણું ધાર્યું થાય છે રાઈટ. તો શું કામ બગાડે છે.....બાકી સવાલ રહ્યો તારા પ્રેમ નો તો યુ નો ધેટ, આઈ નો ધેટ એન્ડ સ્પેશિયલી આયુ નો ધેટ વેરી વેલ. આનાથી વધારે શુ સાબિત કરવું છે તારે.....! એટલે કોઈ અપરાધભાવ નહીં રાખ. એકવાર બધું થઈ જવા દે પછી આ વાત આવી જ રીતે શાંતિથી કરીશું અને જો પછી કોઈ વિરોધ થશે તો આપણને કોઈ ટેંશન નહિ રે. ઓહકે....." રોહિત હજુ વિચારમાં હતો એણે પ્રગતિની વાત નો કોઈ પ્રતિભાવ ન આપ્યો. " ઓહકે રોહિત ? "
" પણ પ્રગતિબેન તમે......? " બંને વચ્ચે ક્યારેય વાત નહતી થઈ પરંતુ ક્યાંક ને ક્યાંક રોહિત પ્રગતિની અસમંજસ વિશે જાણતો હતો.
પ્રગતિએ બને એટલા આત્મવિશ્વાસ સાથે કહ્યું, " સી રોહિત ધીસ ઇસ માઈ લાઈફ ઍન્ડ આઈ કેન હેન્ડલ ઇટ વેરી વેલ....યા...." એને હા માં ડોકું ધુણાવ્યું.
પછી જાણીને હોય કે અજાણતા, ઇચ્છાએ હોય કે અનિચ્છાએ હોય કે પછી મરજીથી બે અઠવાડિયા પછી ડોલીની સાથે સાથે પ્રગતિ અને આયુશીના લગ્ન પણ કરાવાયા.........
To be Continued
- Kamya Goplani