પ્રગતિ ભાગ - 8 Kamya Goplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રગતિ ભાગ - 8

કાલે બપોરે પાછું ફરવાનું હોવાથી દોઢ દિવસ બંને સાથે જ હતા માટે વિવેકએ મનમાં એક નિશ્ચય કર્યો.......

પૂરા ત્રણ કલાક પછી વડોદરાની સયાજી હોટલના ગેટ પાસે ગાડીની બ્રેક ના જાટકાથી પ્રગતિની આંખો ઉઘડી. ગેટ પાસે સિક્યોરિટી ગાર્ડએ ગાડીની નજીક આવીને જરૂરીયાત પૂરતી પૂછપરછ કરી અને પછી ગાડી સીધી જ અંદર પાર્કિંગમાં રવાના થઈ. અગિયાર વાગ્યે બે હેન્ડ લગેજ લઈને પ્રગતિ અને વિવેક હોટેલમાં દાખલ થયા.

" પ્રગતિ શર્મા ઍન્ડ વિવેક બંસલ " રીસેપશનિસ્ટ પાસે જઈને વિવેકે કહ્યું. રૂમની ચાવીઓ મળી એટલે ત્યાંના કર્મચારીઓ એમને રૂમ તરફ લઈ ગયા. વિવેક અને પ્રગતિ નો રૂમ એકદમ સામસામે જ આવ્યો.

" અ... પ્રગતિ..." વિવેકએ પોતાના રૂમમાં જતી પ્રગતિને અટકાવીને કહ્યું.

" જી...." પ્રગતિએ કહ્યું.

" કોફી પીવા જઈએ ? અડધી કલાકમાં ? અ... ઇફ યુ ડોંટ માઇન્ડ...." વિવેકે પૂછ્યું.

" વેલ....આઈ વિલ કમ...માત્ર તમારી કંપની માટે...." પ્રગતિએ કહ્યું.

" ઓહકે ધેન...." વિવેકે કહ્યું.

" જવાનું હોય ત્યારે કહેજો. અત્યારે આઈ હવે સમ વર્ક....." પ્રગતિએ કહ્યું ને બસ અંદર જતી જ હતી.

" ઓહ હા.....હું પણ આવું જ છું...." વિવેક એ કહ્યું અને પ્રગતિએ એક મુસ્કાન આપીને હામી ભરી અને સડસડાટ અંદર જતી રહી.

થોડા ઈન્વેસ્ટર્સ સાથે સાંજે મિટિંગ હતી જેના માટે પ્રગતિને પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું હતું. બહુ કામ ન હતું છતાં પણ વિવેકની કંપની માટે આ મોકો છોડવા જેવો નહતો. બહુ જ લાઈટલી લેવાય એવી વાત નહતી એટલે પ્રગતિને કામમાં કોઈ જ કચાશ છોડવી ન હતી. વળી સુમિત્રા બંસલ એ જાતે પ્રગતિને આ કામ સોંપ્યું હતું. આ સિવાય રાતે આઠ વાગ્યે બીજા પ્રગતિ જેવા ડીઝાયનર્સ માટે વિવેક એ ડીંનર પાર્ટી રાખી હતી જે એ જ હોટેલમાં થવાની હતી. બધું જ પૂરું થાય અને જો સવારે બીજું કોઈ કામ ન આવે તો પ્રગતિ અને વિવેક બીજા દિવસે વહેલા નીકળવાના હતા અને જો મિટિંગ પછી કઈ કામ આવે તો બપોરે નીકળવાનું થવાનું હતું.

પ્રગતિ ફ્રેશ થઈને બાથરૂમની બહાર જ આવી હતી ત્યાં જ એના રૂમનો દરવાજો રણક્યો. ટુવાલ નજીક પડેલી ખુરશી પર રાખી પોતે સીધી જ દરવાજા તરફ ગઈ.

" હુવસ ધેર ? " પ્રગતિએ અંદરથી જ પૂછ્યું.

" વિવેક...." વિવેકએ નમ્રતાથી કહ્યું.

પ્રગતિએ દરવાજો ખોલ્યો. વ્હાઇટ કલરનું નેટ વાળું ટોપ,બ્લેક કોટન કેપરી સાથે એકદમ કોરો મેકઅપ લેસ ચેહરો અને ખુલા ભીના વાળ સાથે વિવેકને પ્રગતિ જાણે સોળ વર્ષની અલ્હડ કન્યા લાગતી હતી. વિવેક જેટલી વાર પ્રગતિને મળતો એ કોઈ ન કોઈ નવા અવતારમાં જ દેખાતી. વિવેક પ્રગતિને તાકીને વિચાર કરી રહ્યો હતો ત્યારે એના ચહેરાની સામે એકધારે ફરતા પ્રગતિના હાથએ એની તંદ્રા તોડી.

" શું ? " પ્રગતિએ ધીમા અવાજે પૂછ્યું. વિવેકએ માથું ધુણાવી ના પાડી અને બંને અંદર ગયા.

ચોતરફ વાહનોની અવરજવર થતી હતી એક પછી એક થતા હોર્નના અવાજ ખરેખર ખૂબ અકળાવનારા હતા. સાદો સીધો પંજાબી ડ્રેસ પહેરેલી એક છોકરી એ વાહનો વચ્ચે ફસાઈ હતી છતાં પણ એને કોઈ સુદ્ધ નહતી. બીજા લોકો જે વાહનોના અવાજથી કંટાળતા હતા એ અવાજની એ છોકરીના માનસપટ પર જાણે કોઈ અસર થતી જ નહતી એ પોતાનામાં જ મગ્ન હતી. એનો ચહેરો ગંભીર હતો. ભીની આંખો અને સુકાયેલા હોઠ સાથે એ બસ રસ્તાની વચ્ચોવચ જઇ રહી હતી. એક બાઇક ફૂલ સ્પીડમાં પોતાના રસ્તે જઇ રહ્યું હતું. રસ્તે થયેલા ટ્રાફિક વચ્ચે એ પોતાની જગ્યા બનાવતું પસાર થયે જતું હતું. એ છોકરી પાછળથી જ્યારે એ બાઇક આવ્યું ત્યારે પણ ફૂલ સ્પીડ અને મોટા મોટા હોર્નના અવાજ સાથે આવતું હતું પણ જેમ પેલી છોકરી બાકીના અવાજો નહતી સાંભળતી એમ અત્યારે પણ એ પોતાની જ ધૂનમાં હતી. બાઇકની સ્પીડ એટલી હતી કે એને બ્રેક લગાવવી અસંભવ હતી. બાઇક જ્યારે પેલીની નજીક પહોંચ્યું ત્યારે વટેમાર્ગુઓને એમ જ હતું કે હમણાં જોરદાર એક્સિડન્ટ થવાનું છે........પણ ન થયું. બાઇક એકદમ નજીક આવી ત્યારે પેહલી છોકરીને કોઈએ બાવડાથી પકડીને ફૂટપાથ તરફ ખેંચ્યું. બધાના મનમાં જાણે હાશકારો ઉદ્દભવ્યો.

" શું કરે છે તું ? ગાંડી છે કે ? " જીન્સ સાથે શોર્ટ કુર્તિ, ખુલ્લાવાળા, ગોગલ્સ અને હાથમાં બે ત્રણ પ્લાસ્ટિક બેગ્સ પકડેલી ડોલીએ રસ્તા વચ્ચે પેલીને મોટા અવાજે કહ્યું.

" આયુ......" ડોલી વધુ જોરથી બોલી. ઓહહ એ છોકરી આયુ હતી.....!

ડોલીએ આયુને બંને ખભેથી પકડીને જોરથી હલાવી. " અ.. બ...દીદી તું...." આયુશી ને હોંશ આવ્યો.

" શું છે આ બધું ? " ચશ્માંમાંથી મોટી મોટી આંખો કાઢીને ડોલીએ આયુને કહ્યું.

" અ... ક...કઈ જ નહીં.... તું અહીંયા ખરીદી માટે આવી છે ને તો એ કર....જા....કંઈ જ નથી " આયુશીએ થોડા સ્વસ્થ થવાનો દેખાવ કરતા કહ્યું અને પોતે સીધી જ ત્યાંથી જતી રહી. ડોલી બસ એને જોઈ જ રહી. બધું જ ક્ષણવારમાં થઈ ગયું એટલે ડોલીને વધુ સમય ન રહ્યો.

" ધ્યાન રાખજે...." આયુશી જતી હતી ત્યારે ડોલી જોરથી બોલી.

" ચાલ દીકરા...." પાછળથી ડોલીના મમ્મીએ આવીને એના ખભા પર ધબ્બો માર્યો અને ડોલી એમની સાથે ઢસડાય. પોતે ચાલતા ચાલતા હજુ સુધી વિચારતી વિચારતી આયુ ગઈ એ જ દિશામાં તાકતી હતી.

પ્રગતિના પલંગ પર જુદા જુદા પ્રકારની પેન્સ, મોટા ચાર્ટ્સ પડ્યા હતાં. પલંગની આગળ નીચે જગ્યા હતી ત્યાં એક મોટા ચાર્ટપેપરમાં બનેલી ડીઝાઇન ખુલી પડી હતી અને એ ઉડે નહિ એના માટે એના કોર્નર્સ પર વજન રાખેલા હતા. એ પેપરની પેહલી બાજુ એકદમ સામાન્ય બ્લ્યુ જીન્સ અને રેડ વી શેપડ નેક વાળી અડધી બાયની ટી શર્ટ પહેરેલો વિવેક હાથમાં એક બે સ્કેચપેન લઈને કંઈક કરી રહ્યો હતો. થોડા ઘણા જ્ઞાન સિવાય પોતાને કઈ જ એક્સપિરિયન્સ નહતો છતાં પણ ધ વિવેક બંસલ નીચે બેસીને પ્રગતિની મદદ કરી રહ્યા હતા આ વિચારે ખુરશી પર બેઠેલી પ્રગતિ ખુરશીને માથું ટેકવી વિવેકને જોઈ સતત મંદ મંદ મુસ્કુરાતી હતી. આચાનક જ વિવેકનું ધ્યાન એના પર પડ્યું.

" શું ? " વિવેકે શાંતિથી પૂછ્યું. વિવેકના આવા પ્રશ્નથી પ્રગતિ ખડખડાટ હસી પડી. વિવેકને કંઈ જ ખબર નહતી એટલે પોતે આશ્ચર્ય સાથે પ્રગતિને હસતી જોઈ રહ્યો હતો. ઓફિસમાં કે અન્ય કોઈ કામના સ્થળે પ્રગતિને આવી રીતે હસતી ક્યારેય નહતી જોવાય એટલે વિવેક બસ એ ક્યૂટ લાગતું હાસ્ય નિહાળી રહ્યો હતો. થોડા સમય બાદ પ્રગતિ જાતે જ શાંત થઈ ગઈ. એને ઘડીયાળમાં જોયું તો સાડા બાર વાગ્યા હતાં. એને યાદ આવ્યું કે વિવેક એ કોફી પીવાનું કહ્યું હતું અને પોતે ક્યારની એને કામમાં ગુંચવાળીને બેઠી છે એ વિચારે પ્રગતિને થોડો અફસોસ થયો. રૂમમાં રહેલું ઇન્ટરકોમ હાથમાં લઈને પ્રગતિએ રિંગ કરી.

" વિચ કોફી ? " પ્રગતિએ વિવેકને પૂછ્યું.

" અ.... કોલ્ડ " વિવેકને યાદ આવ્યું કે એને કોફી પીવી હતી.

" યસ મેમ હાવ કેન આઈ હેલ્પ યુ ? " ફોનમાંથી અવાજ આવ્યો.

" વી નીડ વન કોલ્ડ કોફી એન્ડ વન ગ્લાસ ઓફ ઓરેંજ જયુસ...... ઇન 402.......યસ થેન્ક્સ. " પ્રગતિએ ફોન મુક્યો. ફરી પોતે ખુરશી પર આવીને લેપટોપ સામે બેઠી અને કામ કરવા લાગી.

પાંચ સાત મિનિટ પછી લેપટોપની બાજુમાં પડેલા પ્રગતિના ફોનની રિંગ વાગી........
To be Continued

- Kamya Goplani