આગે ભી જાને ના તુ

(344)
  • 142.7k
  • 32
  • 53.5k

પ્રકરણ - ૧૧/અગિયાર ગતાંકમાં વાંચ્યું..... રતન અને રાજીવ ખીમજી પટેલને મળવા જાય છે. ખીમજી પટેલ એમને આઝમગઢની કહાણી સંભળાવે છે. રાત્રે જોરાવરસિંહ સાથે વાત કરતાં રાજીવ અને રતનને ખબર પડે છે કે અનંતરાય અને જોરવરસિંહ બાળપણના મિત્રો છે. જોરવરસિંહ બંનેને બાળપણની વાત કરે છે..... હવે આગળ...... "જમનામાસી, આજે નાસ્તામાં ગરમાગરમ ઉપમા થઈ જાય," રોશની મોબાઈલમાં મેસેજ વાંચતી દાદરો ઉતરી રહી હતી. "આજકાલની પ્રજા તોબા તોબા. જ્યારે જુઓ ત્યારે દસે આંગળીઓ મોબાઇલ પર ચોંટેલી હોય. છોકરીઓ રોટલી તો દુનિયાના નકશા જેવી બનાવશે પણ સ્ટેટસ પર ગોળ દડા જેવા ફુલકાનો ફોટો મુકશે ને પાછું લખશે મેડ બાય મી અને છોકરાઓ ઘરમાં ઘરઘાટીની

1

આગે ભી જાને ના તુ - 11

પ્રકરણ - ૧૧ અગિયાર ગતાંકમાં વાંચ્યું..... રતન અને રાજીવ ખીમજી પટેલને મળવા જાય છે. ખીમજી પટેલ એમને આઝમગઢની કહાણી છે. રાત્રે જોરાવરસિંહ સાથે વાત કરતાં રાજીવ અને રતનને ખબર પડે છે કે અનંતરાય અને જોરવરસિંહ બાળપણના મિત્રો છે. જોરવરસિંહ બંનેને બાળપણની વાત કરે છે..... હવે આગળ...... જમનામાસી, આજે નાસ્તામાં ગરમાગરમ ઉપમા થઈ જાય, રોશની મોબાઈલમાં મેસેજ વાંચતી દાદરો ઉતરી રહી હતી. આજકાલની પ્રજા તોબા તોબા. જ્યારે જુઓ ત્યારે દસે આંગળીઓ મોબાઇલ પર ચોંટેલી હોય. છોકરીઓ રોટલી તો દુનિયાના નકશા જેવી બનાવશે પણ સ્ટેટસ પર ગોળ દડા જેવા ફુલકાનો ફોટો મુકશે ને પાછું લખશે મેડ બાય મી અને છોકરાઓ ઘરમાં ઘરઘાટીની ...વધુ વાંચો

2

આગે ભી જાને ના તુ - 12

પ્રકરણ - ૧૨/બાર ગતાંકમાં વાંચ્યું..... ખીમજી પટેલ પાસેથી આઝમગઢ, તરાના અને અર્જુનસિંહની વાત સાંભળ્યા પછી રતન અને રાજીવ આગળ બન્યું એ સાંભળવા આતુર હતા પણ ખીમજી પટેલે વાત અધવચ્ચે જ છોડી દેતા બંને કમને ઘરે પાછા ફરે છે.... હવે આગળ.... રતન અને રાજીવ ભરબપોરે અસહ્ય તડકામાં ગલીઓમાંથી પસાર થતા ઘરે પહોંચે છે. ખીમજી પટેલે બંનેને સાંજે આવવાનું કહ્યું હોવાથી બંને ક્યારે સાંજ પડે ને ક્યારે ખીમજી પટેલ પાસે જઈ આગળની કહાણી અને રહસ્ય બાબત કઈ જાણવા મળે તો સારુંની ચર્ચા કરતા જમીને રાજીવના ઓરડામાં બેઠા હતા. એસી ચાલુ હોવાથી વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ પણ બંનેના મનમાં ઉકળાટ પ્રસરેલો ...વધુ વાંચો

3

આગે ભી જાને ના તુ - 13

પ્રકરણ - ૧૩/તેર ગતાંકમાં વાંચ્યું...... ખીમજી પટેલ દ્વારા સર્પાકાર કમરપટ્ટાનું રહસ્ય તેમજ પોતે જ આમિર અલી હોવાનો એકરાર સાંભળી અને રાજીવ વિધિએ રચેલી વિચિત્ર માયાજાળમાં અટવાઈ ગયા. તરાના ક્યાં અલોપ થઈ હશે, આગળ શું થયું હશે એ જાણવાની તાલાવેલીમાં બંને હજી ખીમજી પટેલની ડેલીએ જ બેસી રહ્યા..... હવે આગળ...... અનન્યા વહેલી સવારે જ પોરબંદરથી વડોદરા આવવા એને લેવા આવેલ માલતીમાસીના દીકરા મનન અને પોતાની બેસ્ટ ફ્રેન્ડ લીના સાથે નીકળી ગઈ હતી. મનન માલતીમાસીનો નાનો પુત્ર હતો, એમનો મોટો દીકરો કરણ અમેરિકામાં ભણી પરણીને ત્યાં જ સેટ થઈ ગયો હતો. પોરબંદરથી વડોદરા આવતાં રસ્તામાં પથરાયેલી લીલી વનરાજી પર મહોરેલી વસંતની ...વધુ વાંચો

4

આગે ભી જાને ના તુ - 14

પ્રકરણ - ૧૪/ચૌદ ગતાંકમાં વાંચ્યું..... અનન્યા, માલતીમાસીના દીકરા મનન અને પોતાની બેસ્ટ ફ્રેન્ડ લીના સાથે પોરબંદરથી વડોદરા આવી પહોંચી. ખીમજી પટેલ ઉર્ફે આમિર અલીએ રતન અને રાજીવને સાચી હકીકત જણાવી...... હવે આગળ.... અનન્યા અને લીના બંને ફ્રેશ થઈ કપડાં બદલી નીચે આવીને માલતીમાસીને મદદ કરવા કિચનમાં આવી ત્યારે મનન બહાર નીકળી ગયો હતો. "અરે...માસી અમે બંને આવી ગયા છીએ ને તો લાવો અમે રસોઈમાં તમને મદદ કરીએ,"અનન્યા અને લીના ડાઇનિંગ ટેબલ પર વટાણા ફોલી રહેલા માલતીમાસીને મદદ કરવા એમની બાજુમાં ગોઠવાઈ. "ના....ના.....દીકરીઓ, હું ય અમસ્તી બેઠી હતી એટલે વટાણા લઈને બેસી ગઈ. આ ભાનુબેન છે ને એ બધું સંભાળી ...વધુ વાંચો

5

આગે ભી જાને ના તુ - 15

પ્રકરણ - ૧૫/પંદર ગતાંકમાં વાંચ્યું...... ખીમજી પટેલ ઉર્ફે આમિર અલી, રતન અને રાજીવને પોતે તરાના, લાજુબાઈ અને એમની દીકરી અલવિદા કહ્યા પછી ક્યાં ક્યાં, રખડતા, રઝળતા, કેવી રીતે વેજપર પહોંચે છે.......... હવે આગળ...... "આવો... આવો... આમિર અલી કહું કે ખીમજી પટેલ," ડેલીનો દરવાજો બંધ કરતા અને અવાચક ઉભેલા આમિર અલી, તરાના, લાજુબાઈ અને દીકરી તરફ ફરતાં વલ્લભભાઈ બોલ્યા. "મારી પાસે તમારે આવવું જ પડશે એવી મારી ધારણા સાચી પડી, જવા દયો હમણાં એ બધું છોડો, તમારા ચહેરા ભૂખ અને થાક દેખાઈ રહ્યા છે. પહેલા થોડું ખાઈ લો, થોડો સમય આરામ કરો પછી આપણે વાત કરીએ, ત્યાં સુધી હું પણ ...વધુ વાંચો

6

આગે ભી જાને ના તુ - 16

પ્રકરણ - ૧૬/સોળ ગતાંકમાં વાંચ્યું..... આમિર અલી ઉર્ફે ખીમજી પટેલ, તરાના, લાજુબાઈ અને એમની દીકરી સાથે વલ્લભરાય પારેખના ઘરે આવી પહોંચે છે પણ ત્યાં સલામતી જોખમાતા એ લાજુબાઈની મદદથી તરાનાને લઈ ત્યાંથી નીકળી જાય છે..... હવે આગળ..... "શેઠ.......શેઠ......ઉઠો," દરવાજે પડી રહેલી થાપના અવાજથી વલ્લભરાય અને નિર્મળા સફાળા જાગી ગયા અને દરવાજો ખોલતાં જ સામે વિખરાયેલા વાળ અને રડીને સુઝેલી આંખોવાળી લાજુબાઈને જોઈ બંને ડઘાઈ ગયાં. દોડતી લાજુબાઈની પાછળ દોડી જઇ વલ્લભરાય ઓરડીમાં આમિર અલી અને તરાનાને ન જોતા પોતાની અસ્વસ્થ જાતને સંભાળતા દીવાલને ટેકે ઉભા રહી ગયા. "શું થયું....." વલ્લભરાયની પાછળ આવતા નિર્મળાએ વલ્લભરાયની અસ્વસ્થતા જોઈ એમનો હાથ પકડી ...વધુ વાંચો

7

આગે ભી જાને ના તુ - 17

પ્રકરણ - ૧૭/સત્તર ગતાંકમાં વાંચ્યું..... આમિર અલી તરાનાને લઈ વેજપરથી ભાગી છૂટવામાં સફળ નિવડે છે અને દૂર એક નાનકડા ધર્મશાળામાં આશ્રય લે છે. લાજુબાઈ અને એમની દીકરી જમના વલ્લભરાયના ઘરે રોકાય છે. તરાનાનો કમરપટ્ટો ખોવાઈ જાય છે. એ કમરપટ્ટો વલ્લભરાયની તિજોરીમાં જોવા મળે છે..... હવે આગળ..... આઝમગઢથી નીકળેલા સૈનિકો ઘોડા દોડાવતા વેજપર વલ્લભરાયની ડેલીએ પહોંચે છે. રાજા ઉદયસિંહના માણસોને જોતા જ ઓળખી જઈ, લાજુબાઈ જમનાને લઈ વલ્લભરાયના ઘરમાં જૂનો સામાન મુકેલી પાછળની ઓરડીમાં મોટી પેટીઓ પાછળ સંતાઈ જાય છે. સૈનિકો વલ્લભરાય અને નિર્મળાની પૂછપરછ કરે છે અને આખું ઘર શોધી વળે છે પણ ક્યાંય આમિર અલી કે તરાના અને ...વધુ વાંચો

8

આગે ભી જાને ના તુ - 18

પ્રકરણ - ૧૮/અઢાર ગતાંકમાં વાંચ્યું....... આમિર અલી ઉર્ફે ખીમજી પટેલ અને તરાના વેજપરથી ભાગી જઇ એક નાનકડા ગામની ધર્મશાળામાં લે છે જ્યાં કમરપટ્ટો ન મળવાના આઘાતથી તરાના મૃત્યુ પામે છે. વલ્લભરાય પણ ઉદયસિંહના ડરથી વેજપર છોડી વડોદરા પહોંચી જાય છે સાથે લાજુબાઈ અને જમનાને પણ લઈ જાય છે. આમિર અલી કાયમી સ્વરૂપે ખીમજી પટેલનું રૂપ લઈ રાજપરાનો નિવાસી બને છે..... હવે આગળ...... ખીમજી પટેલને રાજપરામાં રહેતા લગભગ એક દાયકો વીતી ગયો. આ એક દાયકામાં ખીમજી પટેલ બે ખેતર અને એક ડેલીબંધ મકાનના માલિક બની ગયા હતા પણ એમના દિલમાં વલ્લભરાય અને લાજુબાઈ સામે બદલો લેવાની ભાવના ઓછી થવાને બદલે ...વધુ વાંચો

9

આગે ભી જાને ના તુ - 19

પ્રકરણ - ૧૯/ઓગણીસ ગતાંકમાં વાંચ્યું..... ખીમજી પટેલ વ્યવસાયિક કામ અંગે વડોદરા આવે છે જ્યાં અનાયાસે એમની મુલાકાત વલ્લભરાય પારેખ એમની પેઢી પર થાય છે. ખીમજી પટેલ વલ્લભરાયને કમરપટ્ટા અંગે પૂછપરછ કરે છે પણ વલ્લભરાય પોતાની પાસે કમરપટ્ટો હોવાનો ઇનકાર કરે છે. ખીમજી પટેલના પરત જતાં પેઢીએ લાજુબાઈ આવે છે અને વલ્લભરાય એને સાંજે ખીમજી પટેલને મળવા જવાના હોવાનું કહે છે.... હવે આગળ...... "આટલી સુરક્ષિત જગ્યાએ મુકેલો કમરપટ્ટો આખરે ગયો ક્યાં"? કોણે ચોર્યો હશે?" લાજુબાઈને લાગેલા જોરદાર ઝટકાની કળ ધીમે ધીમે વળી રહી હતી. " આટલા વર્ષોમાં નથી વલ્લભશેઠ વડોદરા છોડીને ક્યાંય ગયા કે નથી એમના ઓરડામાં કોઈ બહારી વ્યક્તિ ...વધુ વાંચો

10

આગે ભી જાને ના તુ - 20

પ્રકરણ - ૨૦/વીસ ગતાંકમાં વાંચ્યું..... વલ્લભરાયની મુલાકાત ખીમજી પટેલ સાથે થાય છે, ખીમજી પટેલ વલ્લભરાય પાસેથી કમરપટ્ટો પાછો માંગે એના માટે પંદર દિવસની મહેતલ આપે છે અને જો કમરપટ્ટો પાછો ન મળ્યો તો પરિવારની સલામતી જોખમાવાની ધમકી આપે છે. લાજુબાઈને કોઈ એમનો પીછો કરતો હોવાનું લાગે છે. ઘરે વલ્લભરાય અને નિર્મળા વચ્ચે અનંતના લગ્ન માટે ચર્ચા થાય છે. હવે આગળ....... સવારે ઉઠ્યા ત્યારથી નિર્મળા ખુશ દેખાઈ રહી હતી. એ કશુંક ગણગણતી ચા નાસ્તો લઈ આવી અને વલ્લભરાયની બાજુમાં બેઠી. "કહું છું, આપણો અનંત પાછો આવે એટલે આપણે એના માટે છોકરી શોધવાનું કામ શરૂ કરી દઈએ. આપણા જયસુખમામા છે ને ...વધુ વાંચો

11

આગે ભી જાને ના તુ - 21

પ્રકરણ - ૨૧/એકવીસ ગતાંકમાં વાંચ્યું...... વલ્લભરાય અને નિર્મળા વચ્ચે એમના પુત્ર અનંતના લગ્ન વિશે ચર્ચા થાય છે જે બહારગામથી મહિના પછી ઘરે આવે છે અને પોતાને એક યુવતી પસંદ હોવાનું જણાવે છે તો વલ્લભરાય ક્રોધિત થઈ એને તમાચો મારે છે..... હવે આગળ.... "પ.....ણ.... માં...બાપુ.....મારી વાત તો સાંભળો.... મને એક છોકરી પસંદ છે..... એ...ટ....લે... કે મેં છોકરી પસંદ કરી લીધી છે...એટલે એ...મ.... કે ......" અનંત હજી આગળ કાંઈ બોલે ત્યાં જ એના ગાલે એક સણસણતો તમાચો પડ્યો. અનંતની આંખે તમ્મર આવી ગયા. આંખોમાં આંસુ બાઝી ગયા અને અનંત નીચું મો કરી ઉભો રહી ગયો અને એની સામે વલ્લભરાય ધ્રુજતા અને ...વધુ વાંચો

12

આગે ભી જાને ના તુ - 22

પ્રકરણ - ૨૨/બાવીસ ગતાંકમાં વાંચ્યું...... અનંતને લાફો માર્યા પછી, અનંત પાસેથી સાચી હકીકત જાણી વલ્લભરાય અને નિર્મળા અનંત અને લગ્ન માટે રાજી થઈ હા પાડે છે. અનંતની જાન જોડી વલ્લભરાય પરિવારસહિત જામનગર જાય છે. અનંત અને સુજાતાના લગ્ન લેવાય છે ત્યાં જ લગ્નમાં વિઘ્ન એવી ઘટનાઓ બનવી શરૂ થાય છે..... હવે આગળ...... ગોરમહારાજના કહેવાથી અનંત અને સુજાતા સપ્તપદીના ફેરા ફરવા ઉભા થયા. જેવા એ બંનેએ ફેરા ફરવા પગ ઉપાડ્યા ત્યાં જ વલ્લભરાય, નિર્મળા અને લાજુબાઈની નજર સુજાતાએ પહેરેલા તરાનાના કમરપટ્ટા પર પડતા એ ત્રણેય વિસ્ફરિત નજરે એકમેક તરફ જોઈ રહ્યા. ત્રણેયના મનમાં એક જ સવાલ ઉઠ્યો 'તરાનાનો કમરપટ્ટો સુજાતા ...વધુ વાંચો

13

આગે ભી જાને ના તુ - 23

પ્રકરણ - ૨૩/ત્રેવીસ ગતાંકમાં વાંચ્યું..... અનંત અને સુજાતાના લગ્નમાં ખીમજી પટેલ વિઘ્ન બની ઉભા રહે છે પણ લાજુબાઈ પોતાની એમને ત્યાંથી વળાવે છે. જામનગર આવેલી જાન પાછી વડોદરા પહોંચે છે. સુજાતાનો ગૃહપ્રવેશ થાય છે. વલ્લભરાય અને લાજુબાઈ વચ્ચે ખીમજી પટેલ અને કમરપટ્ટાને લગતી વાતચીત થાય છે..... હવે આગળ..... "એ મને નહીં છોડે, એમ... ને..., લાજુબાઈ, તમે જરાય ચિંતા કર્યા વગર સુઈ જાઓ, ખીમજી પટેલને કેમ વારવા એનો ઉપાય મને જડી ગયો છે...... તમતમારે નિરાંતે સુઈ જાઓ. તમારા ચહેરા પર ચિંતા અને થાક બંને દેખાય છે." એક લુચ્ચાઈભર્યા સ્મિત સાથે વલ્લભરાય ઉભા થઇ પોતાની ઓરડીમાં ગયા. "શેઠને એવો તે કયો ...વધુ વાંચો

14

આગે ભી જાને ના તુ - 24

પ્રકરણ - ૨૪/ચોવીસગતાંકમાં વાંચ્યું....અનંત અને સુજાતાના લગ્નમાં વિઘ્નરૂપે આવેલ ખીમજી પટેલની વાત વલ્લભરાય અનંતને કરે છે અને સુજાતા પાસે તરાનાના કમરપટ્ટાનો ખુલાસો માંગે છે. અનંત આઝમગઢ જવાનું વિચારે છે.....હવે આગળ......"પણ... અનંત, ખંડેર બની ગયેલા આઝમગઢમાં જઈને શું કરવું છે તારે... શું વિચાર ચાલે છે તારા મનમાં?" "એ બધું હું પાછો આવીને સમજાવીશ. હવે તમે બધા નિરાંતે સુઈ જાઓ, હું વહેલી સવારે જ આઝમગઢ જવા નીકળી જઈશ." અનંત વલ્લભરાયના રૂમમાંથી નીકળી પોતાની રૂમમાં ગયો.વલ્લભરાય, નિર્મળા અને લાજુબાઈ ત્રણેય પોતપોતાની પથારીમાં હજી જાગતા પડ્યા હતા. ત્રણેયના મનમાં એક જ સવાલ ઘુમરાઈ રહ્યો હતો 'આખરે અનંત આઝમગઢ શા માટે જવા માંગે છે. શું ...વધુ વાંચો

15

આગે ભી જાને ના તુ - 25

પ્રકરણ - ૨૫/પચીસ ગતાંકમાં વાંચ્યું...... વલ્લભરાય કમરપટ્ટો લઈ ખીમજી પટેલને આપવા જાય છે અને અનંત ખીમજી પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવે છે. અનંતની ફરિયાદના આધારે ઇન્સપેક્ટર ખીમજી પટેલ પાસે જઈ એમની તલાશી લે છે.... હવે આગળ...... "હવાલદાર, ઓરડીની તલાશી લ્યો.. એકે ખૂણો બાકી ના રહેવો જોઈએ." ઇન્સ્પેક્ટરે આદેશ આપતાં જ બંને હવાલદાર અંદર ઘુસી ગયા અને ઓરડીની તપાસ શરૂ કરી. થોડીક જ વારમાં બંનેમાંથી એક હવાલદાર એક હાથમાં ખીમજી પટેલનો બગલથેલો અને બીજા હાથમાં કમરપટ્ટાની પેટી લઈ પલંગ પાસે આવ્યો જ્યાં ઇન્સપેક્ટર ઉભા હતા. પેટી ખોલી અંદર કમરપટ્ટો જોતાં જ ઇન્સ્પેક્ટરે ખીમજી પટેલને હથકડી પહેરાવી દીધી..... "આ શું છે......?" ...વધુ વાંચો

16

આગે ભી જાને ના તુ - 26

પ્રકરણ - ૨૬/છવીસ ગતાંકમાં વાંચ્યું...... ખીમજી પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ એમની ધરપકડ કરે છે, અનંત એમને કોટડીમાં છે. ઇન્સપેક્ટર ચુકાદા પછી કમરપટ્ટો સોંપવાની વાત અનંતને કરે છે. મધરાતે કોઈનો ફોન આવતા વલ્લભરાય હડબડી ઉઠે છે.... હવે આગળ...... "અટાણે... આટલી રાતે કોનો ફોન હશે?" વલ્લભરાય અને નિર્મળા એકમેક તરફ પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા એટલામાં ફરીવાર રિંગ વાગી. વલ્લભરાયે ઉઠીને લાઈટ ચાલુ કરીને ફોનનું રિસીવર ઉપાડી કાને માંડ્યું. ફોનના સામે છેડે રહેલી વ્યક્તિની વાત સાંભળી વલ્લભરાયના હાથમાંથી રિસીવર છટકી ગયું ને ટેબલ નીચે લટકી રહ્યું. નિર્મળાએ જોયું તો વલ્લભરાયના કપાળે પરસેવો વળી રહ્યો હતો, આંખો ચકળવકળ થઈ રહી હતી. ...વધુ વાંચો

17

આગે ભી જાને ના તુ - 27

પ્રકરણ - ૨૭/સત્યાવીસગતાંકમાં વાંચ્યું....સુજાતાના પિતા નગીનદાસ ઝવેરીનું અવસાન થતાં અનંત અને સુજાતાની સાથે જમના પણ જામનગર જાય છે અને બાદ વલ્લભરાય અને નિર્મળા પણ જામનગર જાય છે. લાજુબાઈ વડોદરામાં એકલી છે ત્યારે જ ઇન્સપેક્ટરનો ફોન આવતા એને અજાણતા જ ખીમજી પટેલ જેલમાં હોવાની માહિતી મળે છે.....હવે આગળ......લાજુબાઈએ સુખદ આશ્ચર્યજનક સ્મિત સાથે ઇન્સપેક્ટર સાથે વાત કરીફોન પાછો મુક્યો અને રસોડામાં જઈ તૈયાર થયેલી ચાનો કપ ભરી પરસાળમાં આવીને હીંચકે બેઠી પૂર્ણ આસ્વાદ સાથે ચાની ચૂસકી ભરતાં ભરતાં પોતાનું ઉજાગરાથી ઠપ થઈ ગયેલું મગજ ફરી કામે લગાડ્યું અને આ માહિતી પોતાના માટે કેટલી ઉપયોગી થશે એના તાણાવાણા ગૂંથવા અને ઉકેલવામાં લાગી ...વધુ વાંચો

18

આગે ભી જાને ના તુ - 28

પ્રકરણ - ૨૮/અઠ્ઠાવીસ ગતાંકમાં વાંચ્યું.... જામનગરમાં જમનાના લગ્ન કાંતિ સાથે નક્કી થાય છે અને પારેખ પરિવાર ગોળધાણા ખાઈ વડોદરા છે. લાજુબાઈ જમનાના લગ્નને લઈને ઉત્સાહમાં છે તો અનંત પોલિસસ્ટેશનમાં ઇન્સપેક્ટરને મળવા જાય છે ત્યાં એને ખબર પડે છે કે લાજુબાઈ ખીમજી પટેલને મળવા આવી હતી અને હવે કોર્ટમાં ચુકાદો પણ આવવાનો છે..... હવે આગળ..... "એક વાત કરવી છે.... તમારા ઘરે જે બેન છે ને...શું નામ... યાદ આવ્યું, લાજુબાઈ, કાલે અહીં આવ્યા હતા ખીમજી પટેલને મળવા." "શું....?" એક આંચકા સાથે અનંત ખુરશીમાં બેસી ગયો, પણ તમે એમને મળવાની પરવાનગી કેમ આપી અને એમની વચ્ચે શું વાતચીત થઈ તમને કાંઈ ખબર ...વધુ વાંચો

19

આગે ભી જાને ના તુ - 29

પ્રકરણ - ૨૯/ઓગણત્રીસ ગતાંકમાં વાંચ્યું.... ખીમજી પટેલને ચોરીના આરોપરૂપે સજા મળે છે. જમના લગ્ન પછી પહેલીવાર પિયર આવે છે લાજુબાઈનું નિધન થાય છે અને અધૂરામાં પૂરું એવી ઘટના બને છે જેનાથી દરેકના જીવનમાં ઉઠલપાથલ મચી જાય છે.... હવે આગળ.... જમનાના લગ્નને એકાદ મહિનો વીત્યો હશે ત્યાં જમના લગ્ન પછી ફેરો વાળવા કાંતિ સાથે વડોદરા આવી હતી. બે દિવસ રોકાઈને કાંતિ તો પાછો જામનગર જતો રહ્યો હતો. સુખી લગ્નજીવનની અનેરી ચમક જમનાના રતુમડા ગાલોને ચમકાવી રહી હતી. જમનાના આવ્યા બાદ પારેખ નિવાસમાં ચહેલપહેલ અને રોનક વધી ગઈ હતી. લાજુબાઈના ચહેરા પર પોતાને સર્વ સુખ મળ્યાની સંતોષની ઝલક સાફ છલકાઈ રહી ...વધુ વાંચો

20

આગે ભી જાને ના તુ - 30

પ્રકરણ - ૩૦/ત્રીસ ગતાંકમાં વાંચ્યું..... લાજુબાઈ પછી કાંતિના આકસ્મિક મૃત્યુથી જમના ભાંગી પડે છે. કાંતિની અંતિમયાત્રાના સમયે એના સાસુ નણંદ એની સાથે અપમાનિત વ્યવહાર કરે છે પણ સુજાતા જમનાનો સાથ આપે છે. અંતિમયાત્રામાં આવેલી ભીડમાં અનંતને ખીમજી પટેલ દેખાય છે..... હવે આગળ.... કાંતિની અંતિમયાત્રામાં આવેલા સગા-સંબંધીઓની ભીડમાં અનંતે ખીમજી પટેલના ચહેરાની અછડતી ઝલક જોઈ એટલે એ ખાતરી કરવા એ ચહેરાની પાછળ ગયો પણ ત્યાં સુધીમાં તો એ ચહેરો ક્યાંક અલોપ થઈ ગયો અને અનંત અહીં-તહીં હવાતિયાં મારવા લાગ્યો પણ કંઈ હાથ ન લાગતા એ પણ અન્ય લોકોની સાથે અંતિમવિધિમાં જોડાઈ ગયો. બધી વિધિ પુરી થતાં સુધીમાં સાંજ પડી ગઈ. ...વધુ વાંચો

21

આગે ભી જાને ના તુ - 31

પ્રકરણ - ૩૧/એકત્રીસ ગતાંકમાં વાંચ્યું.... ખીમજી પટેલ ફરી એકવાર કહાણીને અજીબ મોડ પર લાવીને છોડે છે. રાજીવ અને રતન ખૂટતી કડી શોધવાની કોશિશ કરે છે. અનન્યા અને રાજીવ વચ્ચે ફોન પર ટૂંકી વાતચીત થાય છે. રતન અને ખીમજી પટેલ વચ્ચે નાનકડી ચણભણ થાય છે..... હવે આગળ..... "હવે સમય બગાડ્યા વગર જે કડી ખૂટે છે એ સીધેસીધી કહી દયો નહિતર પગ કબરમાં જ લટકતો રહેશે અને તમે ઉપર પહોંચી જશો," રતને કમરે ખોસેલી રિવોલ્વર કાઢી ને ખીમજી પટેલના લમણે તાકી દીધી. "રતનીયા, આ રમકડાથી ખીમજી પટેલ પહેલાં પણ નથી ડર્યો તો હવે શું ખાક ડરશે... ચાલ આ રમકડું એની જગ્યાએ ...વધુ વાંચો

22

આગે ભી જાને ના તુ - 32

પ્રકરણ - ૩૨/બત્રીસ ગતાંકમાં વાંચ્યું.... ખીમજી પટેલે કહેલી પોતાની, તરાનાની અને એના કમરપટ્ટાની પૂર્ણતાના આરે આણેલી કથા સાંભળીને રતન રાજીવ આગળ શું કરવું એની ચર્ચા જોરવરસિંહ સાથે કરે છે. રાજીવને સતત કોઈ એનો પીછો કરી રહ્યો હોવાનો આભાસ થાય છે તો માયા પણ એવુંજ કોઈ દ્રશ્ય જોઈ ચકિત થઈ જાય છે.... હવે આગળ..... માયા પોતાના રૂમમાં ટીવી ચાલુ કરી બેડ પર સૂતી સૂતી રિમોટ વડે ટીવીની ચેનલો બદલી રહી હતી પણ એનું મન મર્કટની જેમ વિચારોની ડાળે કૂદાકૂદ કરી રહ્યું હતું. "મેં આજે જે જોયું એ સત્ય હતું કે આભાસ, હકીકત હતી કે મૃગજળ, ચલ હતું કે છલ, એ ...વધુ વાંચો

23

આગે ભી જાને ના તુ - 33

પ્રકરણ - ૩૩/તેત્રીસ ગતાંકમાં વાંચ્યું.... માયા એના રૂમમાં ટીવી જોતી સૂતી હોય છે ત્યારે એની છાતી પર ગરોળી પડતાં ગભરાઈ જાય છે અને માયા આંગણે હીંચકામાં બેઠી હોય છે ત્યારે અચાનક એની તબિયત બગડે છે. રતન અને ઘરના સૌ સભ્યો ચિંતિત થઈ જાય છે. રતન અને રાજીવ રાતે ખેતરે જમવાનો અને રોકવાનો પ્રોગ્રામ ઘડે છે અને રાત ખેતરે વિતાવવા જાય છે.... હવે આગળ..... રાત હવે કાજળઘેરી થઈ રહી હતી. તારલાઓ ટમટમી રહ્યા હતા, નીરવ પથરાયેલી શાંતિ વચ્ચે ક્યાંક ક્યાંક દૂરદૂરથી કૂતરાના ભસવાના અવાજ આવતો હતો. આછું અજવાળું અને આજુબાજુનું ભેંકાર ભાસતું વાતાવરણ મનમાં આછો ભય ઉપજાવી રહ્યું હતું. રતનને ...વધુ વાંચો

24

આગે ભી જાને ના તુ - 34

પ્રકરણ ૩૪/ચોત્રીસ ગતાંકમાં વાંચ્યું.... રતન અને રાજીવ ખીમજી પટેલને મળવા જાય છે પણ એમની ડેલીએ તાળું લટકતું જોવા છે અને એમનો નોકર બંનેને એક ચિઠ્ઠી આપી જાય છે જેમાં ખીમજી પટેલ બંનેને આઝમગઢ બોલાવે છે. રતન અને રાજીવ રાત વિતાવવા ખેતરમાં જાય છે જ્યાં મધરાતે અચાનક રાનીની હણહણાટી અને બેબાકળાપણું જોઈ રતન અને રાજીવ જાગી જાય છે અને રતન ખેતરની બહાર જઈ જુવે છે પણ કોઈ ન દેખાતાં પાછો ફરે છે. કોઈ પીછો કરી રહ્યું છે એ બાબતે રતન અને રાજીવ અજાણ છે..... હવે આગળ...... "ચાલ રાજીવ, તૈયાર થઈ જઈએ મંઝિલે પહોંચવા માટે," પાછા ઘોડીએ બેસી ઘરે પહોંચતા પહેલા ...વધુ વાંચો

25

આગે ભી જાને ના તુ - 35

પ્રકરણ - ૩૫/પાંત્રીસ ગતાંકમાં વાંચ્યું..... રતન અને રાજીવનો પીછો કરતી વ્યક્તિ જોરવરસિંહનો પણ પીછો કરે છે. અનન્યાના કહેવા પ્રમાણે વડોદરાથી બે દિવસથી ક્યાંક બહાર ગયા છે. જોરવરસિંહને કરસન એક પાયલ આપે છે જે એને ખેતરની બહારથી મળે છે અને એ પાયલ માયાનું જણાતાં જોરવરસિંહને ભારે આંચકો લાગે છે.... હવે આગળ...... "અનન્યા સાચું કહેતી હતી. આટલા વર્ષોમાં મેં તો શું મારા પરિવારે પણ ક્યારેય એમના કોઈ રિલેટિવ વિશે નથી સાંભળ્યું અને મમ્મી-પપ્પાએ પણ મને કંઈ નથી કીધું. ક્યાં ગયા હશે જમનામાસી અને આ ચીમન કોણ હશે?" અનન્યા સાથે ફોન પર વાત પૂરી કરી રાજીવ વિચાર કરતો બેડ પર પડી રહ્યો. ...વધુ વાંચો

26

આગે ભી જાને ના તુ - 36

પ્રકરણ - ૩૬/છત્રીસ ગતાંકમાં વાંચ્યું...... રતન અને રાજીવ આઝમગઢ જવાની તૈયારી કરે છે. માયા દવાખાને જવાને બદલે ખીમજી પટેલની પહોંચી જાય છે જ્યાં એની સાથે અન્ય વ્યક્તિ પણ ડેલીમાં જાય છે. ડેલીમાં હજી એક વ્યક્તિ હાજર હોય છે. આઝમગઢનું નામ સાંભળીને કનકબા અને માયા ચોંકી ઉઠે છે. રતન અને રાજીવ આઝમગઢ જવા રવાના થાય છે અને રસ્તામાં રતન રાજીવને વેજપર લઈ આવે છે..... હવે આગળ..... ગામની પાદરે 'વેજપર' નું બોર્ડ જોઈ રાજીવે આશ્ચર્યમિશ્રિત ભાવ સાથે બ્રેક મારી અને સ્પીડમાં દોડી રહેલી કાર એક ચિચિયારી સાથે ઉભી રહી એટલે રતને રાજીવને પોતાની સાથે ચાલ્યા આવવાનો ઈશારો કર્યો અને રાજીવ કાર ...વધુ વાંચો

27

આગે ભી જાને ના તુ - 37

પ્રકરણ - ૩૭/સાડત્રીસ ગતાંકમાં વાંચ્યું.... રતન અને રાજીવ વેજપર જાય છે જ્યાં મામાની ડેલીએ ખીમજી પટેલને જોઈ રાજીવ ચોંકી છે. ત્યાંથી નીકળી આઝમગઢ જતાં રસ્તામાં રતન રાજીવને હકીકતથી વાકેફ કરે છે. બંને જણ વેરાન રણપ્રદેશમાં પહોંચી જાય છે જ્યાં એમનો પીછો કરતા કરતા બે વ્યક્તિઓ પણ ત્યાં પહોંચી જાય ને ડેરા તાણી દે છે.... હવે આગળ..... "રાજીવ, દોસ્ત, ફિકર નોટ, આપણે મંઝીલે જરૂર પહોંચશું, જબ હોસલા હૈ બુલંદ તો મંઝીલ ભી દૂર નહીં" રતને પણ લંબાવતા કહ્યું. "હવે સુઈ જા, સવારે પાછું આગળ વધવાનું છે." રતન અને રાજીવ બેય તંબુની ઝીપ બંધ કરી સુવાની કોશિશ કરવા લાગ્યા ત્યારે એમના ...વધુ વાંચો

28

આગે ભી જાને ના તુ - 38

પ્રકરણ - ૩૮/આડત્રીસ ગતાંકમાં વાંચ્યું..... પારેખવિલા અને માલતીમાસીના બંગલે રાજીવ અને અનન્યાની સગાઈ માટે મહેમાનોનું આગમન, મહેંદી, ગરબા, ડીજે, વિવિધ કાર્યક્રમોની મહેફિલ જામે છે. અન્ય મહેમાનોની સાથે એક અજાણ્યા અતિથિનું પણ પારેખવિલામાં આગમન થાય છે અને શરૂ થાય છે અણધારી સફર...... હવે આગળ..... પંદર-વીસ મિનિટ પછી એક કાર પારેખવિલાના ગેટ પાસે આવીને ઉભી રહી અને બંગલામાં ગયેલી વ્યક્તિ બહાર આવીને પોતાની બેગ પાછલી સીટ પર મૂકી પોતે આગળની સીટ પર ગોઠવાઈ એટલે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિએ મોબાઈલમાં જીપીએસ ઓન કરી, આઝમગઢનું લોકેશન ગોઠવી કાર દોડાવી મૂકી.. વડોદરા શહેર છોડીને આઝમગઢ તરફની દિશા પકડ્યા બાદ રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ ...વધુ વાંચો

29

આગે ભી જાને ના તુ - 39

પ્રકરણ -૩૯/ઓગણચાલીસ ગતાંકમાં વાંચ્યું..... રતન અને રાજીવ રણપ્રદેશમાં આવેલા રેતીના તોફાનમાં અટવાઈ જાય છે તો બીજી તરફ બીજા મનીષ માયા પણ આઝમગઢ પહોંચવાની તૈયારી સાથે તંબુ તાણે છે પણ અચાનક ઉઠેલા રેતીના વંટોળિયામાં ફસાઈ જાય છે.... હવે આગળ...... "આટલી રાહ જોઈ છે તો થોડી વધારે....અને હવે આપણે હિંમત અને શાંતિથી અહીં જ બેસી રહીએ કેમકે અત્યારે આપણું બહાર નીકળવું જોખમી જણાય છે." "હા.. મનીષ, બસ એકવાર આઝમગઢ પહોંચી જઈએ પછી ગમે એ પરિસ્થિતિને સાથે મળી પહોંચી વળશું." માયાએ મનીષના ખભે માથું ઢાળી દીધું અને બંને તોફાન શમવાની રાહ જોતા તંબુમાં જ બેસી રહ્યા. રતન અને રાજીવ ઝાડની ઓથે બેસી ...વધુ વાંચો

30

આગે ભી જાને ના તુ - 40

પ્રકરણ - ૪૦/ચાળીસ ગતાંકમાં વાંચ્યું.... વંટોળ શમ્યા પછી રતન અને રાજીવ આઝમગઢની ભૂમિ પર કદમ મૂકે છે જ્યાં રતન આઝમગઢનો નકશો બતાવી દૂર ફરફરતી મંદિરની ધજા તરફ ઈશારો કરે છે અને બીજી બાજુ એ બંનેને બે ઊંટસવાર એમની તરફ આવતા નજરે ચડે છે...... હવે આગળ..... "રતન.... ત્યાં જો...બે ઊંટ આવતાં દેખાય છે, તારી જમણી તરફ વળીને જો" "ઊંટ.... કોઈ વટેમાર્ગુ હશે. આમ તો આ જગ્યાએ કોઈ આવતું હોય એમ લાગતું નથી. આમપણ આપણને કોઈની સાથે શું લેવાદેવા. ચાલ આપણે પણ જઈએ હવે. આ લે પાણી પી લે" રતને રાજીવને પાણીની બોટલ આપી, "કદાચ કોઈ ભૂલા પડેલ મુસાફર પણ હોઈ ...વધુ વાંચો

31

આગે ભી જાને ના તુ - 41

પ્રકરણ - ૪૧/એકતાલીસ ગતાંકમાં વાંચ્યું...... રતન અને રાજીવ વર્ષો પુરાણા મંદિર તરફ પોતાના ઊંટ વાળે છે, મનીષ અને માયા એ જ તરફ જાય છે. આ બાજુ રોશનીને ઘરની નોકરાણી આશા મારફત મનીષ કોઈ સ્ત્રી સાથે બહાર ગયો હોવાના સમાચાર મળતા એ શંકા-કુશંકાની લહેરોમાં ગોથાં ખાય છે..... હવે આગળ..... રતન અને રાજીવના ઊંટ મંદિર લગોલગ પહોંચી ચુક્યા હતા. બંને જણ નીચે ઉતરી બેય ઊંટને છુટ્ટા મૂકી મંદિરના પગથિયા પાસે ઉભા રહી નિરીક્ષણ કરી રહ્યા હતા. સદીઓ જૂનું મંદિર વૈભવશાળી ઇતિહાસની મુક સાક્ષી પુરી રહ્યું હતું. રાતા સેન્ડસ્ટોન અને રાજસ્થાની પરંપરાગત કોતરણી ધરાવતું મંદિર સોનેરી રેતીમાં સુવર્ણમય બની ચળકી રહ્યું હતું. ...વધુ વાંચો

32

આગે ભી જાને ના તુ - 42

પ્રકરણ - ૪૨/બેતાલીસ ગતાંકમાં વાંચ્યું..... રતન અને રાજીવ આઝમગઢ પહોંચી જાય છે અને એક મંદિરમાં પહોંચે છે જ્યાં શિવલિંગ રહેલા નાગને જોતાં જ એમને તરાનાનો કમરપટ્ટો સાંભરે છે તો મનીષ અને માયા પણ ત્યાં પહોંચી રહ્યા છે. વડોદરામાં જમનાબેનના મનમાં ઉઠેલો વંટોળ એમના હૈયાના રસ્તે હોઠો પર આવે છે. કેશવપરથી ફોન દ્વારા માયાના પિતાની વાત જોરવરસિંહ સાથે થાય છે..... હવે આગળ..... "રતનની માડી એ જ કહેતી હતી કે આ ફેરે તો માયા પિયર જઈને અમને ભૂલી ગઈ. બે દા'ડાથી એનો ફોન નથી આવ્યો. અમને ચિંતા થતી હતી. સાંજે ફોન કરવાનું વિચાર્યું ત્યાં તમારો જ ફોન આવી ગયો." "પ....ણ.... માયા ...વધુ વાંચો

33

આગે ભી જાને ના તુ - 43

પ્રકરણ - ૪૩/તેતાલીસગતાંકમાં વાંચ્યું....રતન અને રાજીવ આઝમગઢના મંદિરને નીરખી રહ્યા છે તો મનીષ અને માયા પણ ત્યાં પહોંચી રહ્યા જોરવરસિંહ અને નટવરસિંહ વચ્ચેની વાતચીતથી બંને પરિવારમાં ચિંતાનું વાતાવરણ છવાઈ જાય છે. અનંતરાય અને સુજાતા એક ગુમનામ વ્યક્તિએ મોકલેલી નાનકડી ચબરખીને વાંચતા જ પરેશાન થઈ જાય છે.....હવે આગળ....."ઠક....ઠક....ઠક....." બેડરૂમના દરવાજે ટકોરા પડતા સુજાતા અને અનંતરાય તન અને મનની સ્વસ્થતા જાળવી ચહેરા પર પરાણે સ્મિત લાવી એકબીજા સામે જોઈ રહ્યા."રોશની તૈયાર થઈને આવી લાગે છે. જોઉં તો ખરી આપણી દીકરી કેવી શોભે છે..." કહેતા સુજાતાએ નોબ ફેરવી બેડરૂમનો દરવાજો ખોલ્યો તો સામે રોશનીને બદલે અનન્યાને ઉભેલી જોઈ અવાચક બની ગઈ......"અ...ન.....ન્યા..., તું, ...વધુ વાંચો

34

આગે ભી જાને ના તુ - 44

પ્રકરણ - ૪૪/ચુમ્માલીસ ગતાંકમાં વાંચ્યું.... સુજાતા અને અનંતરાયની સામે અચાનક અનન્યા આવી ચડે છે. જોરવરસિંહ અને કનકબા કેશવપર જાય અને ત્યાં પણ રહસ્યમય વ્યક્તિનો ફોન આવે છે. રતન અને રાજીવ હજી આઝમગઢમાં અવઢવભરી સ્થિતિમાં છે.... હવે આગળ...... હમમમ....એ મૂંગુ પ્રાણીય પ્રેમનું ભૂખ્યું હોય અને રતનની પણ હેવાઈ છે એટલે રતનની ગેરહાજરી એનેય સાલતી હશે... જોરુભા એક વાત કિયો, રતન એના શહેરવાળા મિત્ર જોડે ગયો છે ક્યાં?" "આઝમગઢ" જોરવરસિંહ જવાબ આપે એ પહેલાં જ કનકબાના મોઢેથી શબ્દો સરી પડ્યા. "આઝમગઢ........!" હવે ચોંકવાનો વારો નટવરસિંહ અને વસુમતીનો હતો. "શું બોલ્યા તમે, ફરીથી બોલો" નટવરસિંહ અને વસુમતીએ એકસાથે શબ્દો ઉચ્ચાર્યા. "આ....આઝમગઢ" ...વધુ વાંચો

35

આગે ભી જાને ના તુ - 45

પ્રકરણ - ૪૫/પિસ્તાલીસ ગતાંકમાં વાંચ્યું... મનીષ અને માયા મંદિરમાં જાય છે અને અચાનક કોઈ સળવળાટ થતા મંદિરના દરવાજા બંધ જાય છે...અનન્યાને વારંવાર એક સપનું સતાવી રહ્યું છે જેમાં એક સ્ત્રી એને કમરપટ્ટો આપી રહી છે અને એ કમરપટ્ટો એને ભરડો લે છે.. આ વાત એ અનંતરાયને કરે છે અને અનંતરાય એને એક તસવીર બતાડે છે.... હવે આગળ.... "આ સ્ત્રી જ તરાના છે અનન્યા..." અનંતરાયે મોબાઈલમાં તસવીર બતાડતા કહ્યું. "શું....? આ... આ...તો મારી તસ્વીર છે....એ મારા સપનામાં કેમ આવે છે..શું કહેવા માગે છે...બધું મારા સમજની બહાર છે. પપ્પા પ્લીઝ મને આઝમગઢ લઈ જાઓ.. મારે રાજીવ પાસે જવું છે...એનો જીવ જોખમમાં ...વધુ વાંચો

36

આગે ભી જાને ના તુ - 46

પ્રકરણ -૪૬/છેતાલીસ ગતાંકમાં વાંચ્યું.... આ બાજુ જોરવરસિંહ કેશવપરથી નટવરસિંહ સાથે આઝમગઢ જવા નીકળી પડે છે તો બીજી બાજુ વડોદરાથી અને અનન્યાએ પણ આ ગુત્થી સુલઝાવવા દોટ મૂકી હતી.. પણ કિસ્મતનો ખેલ બધાને દોડાવતો દોડાવતો એકમેકને હાથતાળી આપતો અને છતાંય સામસામે લઈ આવતો, સુલઝાવવાને બદલે વધુ ઉલઝાવતો ચાલી રહ્યો છે.... હવે આગળ..... અનન્યા, બેટા, આ છે જોરુભા, રતનના પિતા અને મારા બાળપણના ભેરુ.." અનન્યાએ પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને જોરવરસિંહની સામે આવી ઉભી રહી ત્યારે જોરવરસિંહના ફાટી આંખે એને જોઈ મનોમન વિચારી રહ્યા, " આ અનન્યા જ છે કે પછી તરાના...!!??" અને અનન્યાની આંખોમાં અજબ ચમક આવી અને હોઠો પર ...વધુ વાંચો

37

આગે ભી જાને ના તુ - 47

પ્રકરણ - ૪૭/સુડતાલીસગતાંકમાં વાંચ્યું....આઝમગઢ પહોંચવા માટેની અવિરત સફરના અણધાર્યા હમસફર બની ભેગા થયેલા જોરુભા, નટુભા, અનંતરાય અને અનન્યા ચારેય પર સવાર થઈ મંઝિલે પહોંચે છે અને ત્યાં એમનો સામનો થાય છે રતન, રાજીવ, મનીષ અને માયા સાથે....હવે આગળ....નટુભા અને અનંતરાય આળસ મરડતા પોતાના અકળાયેલા શરીરને સ્વસ્થ કરી રહ્યા હતા. અવિરત યાત્રા અને અપૂરતી ઊંઘનો થાક આંખોમાં ડોકાઈ રહ્યો હતો. અનન્યા હળવેથી નીચે ઉતરી, આળસ મરડી, આંખો ચોળતી અને દુપટ્ટો સરખો કરતી ઉભી રહી ત્યાં જ... ધ.....ડા.....મ.....કરતો મંદિરનો દરવાજો ખુલ્યો અને એક માનવાકૃતિ આંધીરૂપે બહાર આવી એની પાછળ-પાછળ ગભરાટ અને ગૂંગળામણથી બેચેન મનીષ અને માયા પગથિયાં ઉતરતા નજરે ચડ્યા અને ...વધુ વાંચો

38

આગે ભી જાને ના તુ - 48

પ્રકરણ - ૪૮/અડતાલીસ ગતાંકમાં વાંચ્યું.... જોરુભા, નટુભા, અનંતરાય, અનન્યા, રતન, રાજીવ, માયા અને મનીષ, આ આઠે જણ એકબીજા સામે છે. મનીષને મારવા જઈ રહેલા નટુભાને રતન રોકી લે છે. રાજીવ અને અનન્યા આવી પડેલ સમસ્યાનો તોડ શોધવા મથી પડે છે અને ત્યાં જ અણધારી આફત જેવા અણગમતા અતિથીનું આગમન થાય છે.... હવે આગળ.... આઠેય જણ અત્યારે ક્ષોભ, ક્રોધ, અકળામણની અકથ્ય અને અકલ્પનીય ધારાના વહેણમાંથી પસાર થઈ રહ્યા હતા. ન કહેવાય ન સહેવાયની બેધારી તલવાર પર બધા ઉભા હતા. આ આઠેય જણ સામાન્ય સ્થિતિમાં પાછા આવે એ પહેલાં જ રેતીની ડમરીઓ ઉડાડતા ઊંટ પર સવાર બે વ્યક્તિઓને આવતાં જોઈ પોતાનું બધું ...વધુ વાંચો

39

આગે ભી જાને ના તુ - 49

પ્રકરણ - ૪૯/ઓગણપચાસ ગતાંકમાં વાંચ્યું.... માયા અને મનીષ પર રતન પોતાના હૃદયમાં ભરાયેલો આક્રોશ ઠાલવે છે. સંબંધોના સમીકરણમાંથી લાગણીઓનું થઈ ગયું છે. પ્રેમની બાદબાકી થઈ ગઈ છે અને નફરતનું બીજ રોપાઈ ગયું છે. રાજીવ ત્યાંથી જ પાછા વળવાની વાત કરે છે પણ અનન્યા ના પાડે છે... હવે આગળ.... "કોણ અનન્યા...હું કોઈ અનન્યા નથી, હું છું ત...રા...ના." અનન્યા રાજીવ તરફ આગળ વધી રહી હતી. "આ તો સ્પ્લિટ પર્સનાલીટી ડિસઓર્ડર જેવું થઈ ગયું નહિ માયા, આના શરીરમાં ભૂલભુલૈયાની મંજુલિકાએ પ્રવેશ કર્યા જેવું લાગે છે." મનીષ માયાના કાનમાં ગણગણી રહ્યો હતો. રણની શાંત રેતમાં અચાનક વંટોળ ચડ્યો હોય અને ધૂંધળા વાતાવરણમાં અટવાઈને ...વધુ વાંચો

40

આગે ભી જાને ના તુ - 50

પ્રકરણ - ૫૦/પચાસ ગતાંકમાં વાંચ્યું.... અનન્યાના શરીર દ્વારા પોતાના શબ્દોને વાચા આપતી તરાનાની વાર્તાના વહેણમાં વહીને એક અગમ્ય, અગોચર, શક્તિનો પરચો પોતાની સમક્ષ જોતાં સૌ કોઈ પોતપોતાની માનસિકતા પ્રમાણે મૂલ્યાંકન કરી ચાલી રહેલા સમયચક્રના સાક્ષી બની તરાનાની વાત ક્યાં વળાંક લેશે અને એના કમરપટ્ટાનો સાચો હકદાર કોણ હશે એની તાલાવેલી સાથે તાલમેળ મેળવી રહ્યા હતા.... હવે આગળ.... "કેટલાંય વર્ષોની પ્રતિક્ષા પછી હું મારા જ પ્રતિબિંબને મારી સામે લાવવામાં સફળ બની. બસ હવે મારે એક આખરી અંજામ આપવાનો બાકી રહ્યો, આ અલીએ જે અપરાધ આદર્યો એની સજા આપવાનો અને મારો કમરપટ્ટો પાછો મેળવી એના હકદારને સુપરત કરવાનો. મારા કમરપટ્ટાની એક ...વધુ વાંચો

41

આગે ભી જાને ના તુ - 51

પ્રકરણ - ૫૧/એકાવન ગતાંકમાં વાંચ્યું..... તરાનાના પીડાદાયક પ્રવાસકથાના સાક્ષી બનેલા સૌને તરાના કમરપટ્ટો મંદિરમાં જ હોવાની જાણ કરે છે સાથે એ કમરપટ્ટો મેળવવા બપોરના બે વાગ્યા સુધીનો સમય આપે છે. મનીષ-માયા અને રતન-રાજીવ મંદિરમાં જાય છે અને બીજા બધા મંદિરની બહાર ઓટલે જ બેસે છે. આમિર અને જમના સાથે તરાના મંદિરના પ્રાંગણમાં ઓટલે રાહ જોતી બેસે છે..... હવે આગળ..... "રાજીવ, આ મંદિરમાં વર્ષો પહેલાં પણ કોઈ એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જે આપણી સમજશક્તિની બહાર છે. વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને આંતરિક દ્રષ્ટિએ આવું પણ બની શકે એ ક્યારેય સ્વપ્નેય વિચાર્યું નહોતું." આજુબાજુ જોતા આગળ વધતા વધતા રતન અને રાજીવ શિવલિંગની ...વધુ વાંચો

42

આગે ભી જાને ના તુ - 52

પ્રકરણ - ૫૨/બાવન ગતાંકમાં વાંચ્યું.... કમરપટ્ટો મેળવવાની જાણે હોડ જામી છે. ઉતાવળા થઈ ઉંબરો કોતરી કમરપટ્ટો પોતાના હાથવગો લાયમાં મનીષ ઇજાગ્રસ્ત બની પાછો ફરે છે અને માયા બેહોશ થઈ ઢળી પડે છે. રતન અને રાજીવ બાર વાગવાની રાહ જોતા અને તીરોના મારાથી પોતાને કેવી રીતે બચાવવા એનો ઉપાય શોધવા મથી રહ્યા છે.... હવે આગળ.... "હા રાજીવ.... હવે જો, આ બારસાખમાંથી તીર ત્યારે જ છૂટે છે જ્યારે આપણે ઉંબરા પર કોઈ ધારદાર વસ્તુથી કોતરીએ અને એ પણ બારસાખની નીચેની બાજુએથી જ તીર એકસામટા આવી ચડે છે. જો આપણે તીરને રોકી શકીએ તો આપણા માટે અડધી જંગ જીતી જવા જેવું થાય. ...વધુ વાંચો

43

આગે ભી જાને ના તુ - 53

પ્રકરણ - ૫૩/ત્રેપન ગતાંકમાં વાંચ્યું..... મંદિરમાં થયેલા ચમત્કારિક, અલૌકિક અને અવિશ્વસનીય ઘટનાના સાક્ષી બની રતન અને રાજીવ ઉંબરામાંથી કમરપટ્ટાની બહાર કાઢવામાં સફળ થાય છે. બંને યુવાનો અંતિમ આતુરતાના ઓરતા લઈ એ પેટી તરાનાને સોંપે છે. તરાના, રતન અને અનંતરાય પાસેથી પેટીની ચાવીના અડધા હિસ્સા મેળવે છે..... હવે આગળ.... ચાવી પેટીમાં પરોવીને ફેરવી અને ખટ... અવાજ સાથે પેટીનું લોક ખુલી ગયું. પોતાની સ્નેહભીની હથેળી વડે ધીરેથી પેટી ખોલી એ સાથે જ દરેકની દ્રષ્ટિ કમરપટ્ટા પર પડી. તરાનાએ જતનપૂર્વક કમરપટ્ટો બહાર કાઢ્યો અને પોતાની કમરે વીંટળાવી દીધો એ સાથે જ એનું કમર નીચેનો અર્ધ દ્રશ્યમાન ધૂંધળો દેહ આઝમગઢની સ્વરૂપમાન યુવતી તરાનાના ...વધુ વાંચો

44

આગે ભી જાને ના તુ - 54

પ્રકરણ - ૫૪/ચોપન ગતાંકમાં વાંચ્યું..... વીતેલા વર્ષોની વાતો વાગોળતી તરાના આમિર અલી અને જમનાબેન સાથે પોતાના વેરની વસુલાત કરે અને પોતાનો મૂલ્યવાન કમરપટ્ટો અનંતરાયને સોંપે છે. મનીષ અને માયાને પણ એ સજા આપે છે અને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા એ બંને નીકળી જાય છે. બધું સમુસુતરું પાર પડે છે અને સૌ પોતપોતાના ઘરે પહોંચે છે. રાજીવ, અનંતરાય અને અનન્યા પણ વડોદરા પહોંચી જાય છે અને સગાઈ માટે તૈયાર થાય છે, રાજીવ એની વ્હાલસોયી બેન રોશનીને મળવા જાય છે.... હવે આગળ.... "રાજીવ, તું કહે એ પહેલાં હું તને કંઈ કહેવા માગું છું. મને ખબર છે મનીષ હવે ક્યારેય પાછો નહીં ...વધુ વાંચો

45

આગે ભી જાને ના તુ - 55 - છેલ્લો ભાગ

ગતાંકમાં વાંચ્યું.... આઝમગઢથી પાછા ફર્યા બાદ અનંતરાય કમરપટ્ટો પોતાના રૂમમાં સાચવીને મૂકી દે છે. રાજીવ અને અનન્યાની સગાઈ નિર્વિઘ્ને સુપેરે સંપન્ન થાય છે. શારીરિક શ્રમ અને માનસિક થકાવટને લીધે બધા આરામ ફરમાવી રહ્યા છે, બસ જાગે છે તો એકલતાના શૂન્યવકાશમાં પોતાની યાદોની ખારાશ ઉલેચતી અને આંખોમાં આંસુઓનો સાગર ઘૂઘવતી રોશની.... હવે આગળ..... રોશની પણ હજી જાગતી બેડ પર બેઠી હતી. એને ખબર હતી કે આવનારી સવાર સૂરજની સાથે સેંકડો સવાલ લઈને આવનારી હતી. કાલે રાજીવ અને અનંતરાય પાસેથી જ્યારે સુજાતાને વાસ્તવિકતાની જાણ થશે તો કેવો ધરતીકંપ સર્જાશે અને પોતે શું કહેવું એની અવઢવમાં આળોટતી રોશનીની આંખોમાં ઊંઘ ક્યારે અડ્ડો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો