અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન

(526)
  • 81.3k
  • 26
  • 37.8k

પ્રસ્તાવના: નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ અને ગામડાની પ્રેમકહાની બંને નવલકથા પૂરી કર્યા પછી વાંચકોના પ્રેમને ધ્યાનમાં રાખીને આજ આપની સમક્ષ એક નવી નવલકથા રજૂ કરવાં જઈ રહી છું.આ નવલકથા એકદમ કાલ્પનિક છે. આજકાલ ઘણાં લોકોને તેનો પ્રેમ મળતો નથી. અમુક લોકોએ પરિવાર કે મિત્રો માટે પોતાનાં પ્રેમનું બલિદાન આપવું પડે છે. બસ આવી જ વાતો પરથી આ નવલકથાની રચનાં કરવામાં આવી છે. આશા છે કે મારાં બધાં વાંચકોને આ નવલકથા પસંદ આવશે.અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાનભાગ-૧ રાજુ પોતાનાં રૂમમાં ગુમસુમ બેઠો હતો. માત્ર દશ વર્ષની ઉંમરે જ તેણે જીવનનાં કેટલાંય ઉતાર ચઢાવ જોઈ લીધાં હતાં. રાજુ દશ વર્ષનો હતો. ત્યારે

Full Novel

1

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 1

પ્રસ્તાવના: નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ અને ગામડાની પ્રેમકહાની બંને નવલકથા પૂરી કર્યા પછી વાંચકોના પ્રેમને ધ્યાનમાં રાખીને આજ સમક્ષ એક નવી નવલકથા રજૂ કરવાં જઈ રહી છું.આ નવલકથા એકદમ કાલ્પનિક છે. આજકાલ ઘણાં લોકોને તેનો પ્રેમ મળતો નથી. અમુક લોકોએ પરિવાર કે મિત્રો માટે પોતાનાં પ્રેમનું બલિદાન આપવું પડે છે. બસ આવી જ વાતો પરથી આ નવલકથાની રચનાં કરવામાં આવી છે. આશા છે કે મારાં બધાં વાંચકોને આ નવલકથા પસંદ આવશે.અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાનભાગ-૧ રાજુ પોતાનાં રૂમમાં ગુમસુમ બેઠો હતો. માત્ર દશ વર્ષની ઉંમરે જ તેણે જીવનનાં કેટલાંય ઉતાર ચઢાવ જોઈ લીધાં હતાં. રાજુ દશ વર્ષનો હતો. ત્યારે ...વધુ વાંચો

2

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 2

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨ સુજાતા પોતાનાં રૂમમાં જઈ સૂઈ ગઈ. સુજાતાની વાતોનાં લીધે રાજુને પણ સારી ઉંઘ આવી ગઈ. ઉઠી સુજાતા શાળાએ જવા તૈયાર થતી હતી. ત્યારે સુજાતાનાં પપ્પાએ આવીને કહ્યું, "ચાલ બેટા, તૈયાર થઈ ગઈ? આજ હું તને શાળાએ મૂકવાં આવીશ." કલ્પેશભાઈની વાત સાંભળી સુજાતાએ પૂછ્યું, પપ્પા તમારે આજે ઓફીસે નથી જવાનું?" કલ્પેશભાઈએ સુજાતાને કહ્યું, "જવાનું છે ને બેટા, પણ આજ મારે તારી શાળામાં એક કામ છે." કામની વાત સાંભળી સુજાતાએ કહ્યું, "એવું તો શું કામ છે પપ્પા? કે તમારે ક્યારેય નહીં ને આજ મારી શાળાએ આવવું પડે છે." કલ્પેશભાઈએ સુજાતાને કહ્યું, "તારાં માટે એ એક સરપ્રાઈઝ છે. ...વધુ વાંચો

3

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 3

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૩ આઠ વર્ષ પછી રાજુ કોલેજમાં આવી ગયો હતો. સુજાતાનો અગિયારમાં ધોરણનો અભ્યાસ ચાલું હતો. સુજાતાએ રાખ્યું હતું. તે પોતાનાં અભ્યાસમાં બહું વ્યસ્ત રહેતી. રાજુ સુજાતાનાં અભ્યાસમાં તેની પૂરી મદદ કરતો. સુજાતા સાથે રહીને રાજુને જીવન જીવવાની નવી ઉમ્મીદ મળતી. તે વધુમાં વધું સમય સુજાતા સાથે જ પસાર કરતો. આઠ વર્ષ પછી ઘણું બધું બદલાઈ ગયું હતું. બસ, રાજુનું ઘર અને તેનો ભૂતકાળ એમ જ અકબંધ હતાં. બસ ફરક એટલો હતો. રાજુ હવે પોતાનો ભૂતકાળ કોઈની સામે યાદ નાં કરતો. રાતે પોતાનાં રૂમમાં એકલાં બેસી તેની મમ્મીનાં ફોટોની સામે રોજ જે-જે બનતું તે બધી વાતો કરીને, ...વધુ વાંચો

4

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 4

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૪ બીજાં દિવસે સવારે કલ્પેશભાઈ ઓફિસે જવા નીકળતા હતાં, ત્યારે જ આવીને કલ્પેશભાઈને કહ્યું, "અંકલ આજે મારે પણ તમારી સાથે ઓફિસે આવવું છે, મને કોલેજમાંથી બિઝનેસ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ મળ્યો છે, તો તે અંગે તમારી પાસેથી થોડી માહિતી જોઈએ છે. "હાં બેટા, ચાલને. આમ પણ મારાં પછી તો તમારે છોકરાંવે જ આ બિઝનેસ સંભાળવાનો છે, તો અત્યારે જ શીખી લો. એથી મોટી વાત મારાં માટે શું હોય?" કલ્પેશભાઈએ કહ્યું. રાજુ કલ્પેશભાઈ સાથે ચાલતો થયો, ત્યાં જ સુજાતા આવી. સુજાતા હજું કાંઈ બોલે, એ પહેલાં કલ્પેશભાઈએ જ કહ્યું, "બેટા, તું પણ અમારી સાથે આવ. આમ પણ આજે રવિવાર ...વધુ વાંચો

5

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 5

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૫ સવારે રાજુ કોલેજે અને સુજાતા તેની શાળાએ જતી રહી. જતી વખતે બંનેએ પોતાનો પ્લાન યાદ લીધો. બપોરે ઘરે મળવાનું કહીને છૂટાં પડ્યાં. રાત્રે કલ્પેશભાઈ અને કમલાબેનની સાંભળેલી વાતોથી સુજાતાનું તો આજે ભણવામાં ધ્યાન જ નહોતું લાગતું. સુજાતાને આજે રાત્રે શું થાશે? તેનાં પપ્પા સુધી પહોંચવાનો કોઈ રસ્તો મળશે કે નહીં? એજ વિચારો આવી રહ્યાં હતાં. માંડ કરીને સુજાતાએ બપોર સુધી ભણવામાં ધ્યાન લગાવ્યું. જેવો બપોરનો સમય થયો, સુજાતા ફટાફટ ઘરે જવા નીકળી ગઈ. ઘરે પહોંચીને પણ સુજાતાને ક્યાંય ચેન નહોતું પડતું. રાજુને પણ આજે કોલેજેથી આવવામાં મોડું થયું હતું. આથી સુજાતા વધુ પરેશાન થઈ રહી ...વધુ વાંચો

6

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 6

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૬ સુજાતા આદિત્ય અને રાજુ ત્રણેય કારમાં સુજાતાની ઘરે આવી પહોંચ્યા હતાં. "અરે આદિ, કાર કેમ "અરે ભાઈ સુજાતાનું ઘર આવી ગયું. તો કાર તો રોકવી પડે ને!કે પછી કારને સીધી ઘરની અંદર જવા દવ?" આદિત્યએ મજાક કરતાં કહ્યું. "તું નહીં સુધરે. તારે તો બધી વાતમાં મજાક જ હોય." આદિત્યના સ્વભાવથી વાકેફ એવાં રાજુએ કહ્યું. "હવે હું તો જેવો છું એવો છું, હવે તમે બંને જલ્દીથી ઉતરો અને સુજાતાનાં ઘરમાં જઈને સબૂત શોધો. આપણી પાસે વધું સમય નથી." આદિત્યએ કહ્યું. આદિત્યના કહેવાથી રાજુ અને સુજાતા કારનો દરવાજો ખોલી બહાર નીકળ્યાં. બહાર નીકળી રાજુએ કહ્યું, "ચાલો અંદર ...વધુ વાંચો

7

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 7

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૭ આદિત્ય કોલેજે પહોંચીને રાજુનો હાથ પકડી તેને કેન્ટીન તરફ લઈ ગયો. કેન્ટીનમાં પહોંચી રાજુએ પૂછ્યું, શું કરી રહ્યો છે? મને અત્યારે અહીં શાં માટે લાવ્યો?" "મારે તને એક વાત જણાવવી ખૂબ જ જરૂરી છે. તો તું પ્લીઝ મારી વાત ધ્યાનથી સાંભળ." આદિત્યએ ગંભીર અવાજે કહ્યું. "કાલે સુજાતાની ઘરે જે કાંઈ થયું‌. એ મેં જ કર્યું હતું. પેલા ચોકીદારને મેં જ માર્યો હતો, ને તેને માર્યા પછી મેં ખુદ જ મારાં માથામાં ડંડો માર્યો, ને બેહોશ થવાનું નાટક કર્યું." આદિત્ય બધું એક જ શ્વાસે બોલી ગયો. "શું બકવાસ કરે છે તું? ક્યાંક માથાંમાં વાગવાથી તું પાગલ ...વધુ વાંચો

8

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 8

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૮ કિશનભાઈ પોતાની ગાડી લઈને આરુની ઘરે જતાં હતાં. જે વાતની આદિત્યને જાણ થતાં આદિત્ય રાજુ તેનો પીછો કરી રહ્યો હતો. "યાર આદિ, તું કાર જલ્દી ચલાવ." રાજુએ ઉતાવળા અવાજે કહ્યું. "હવે કાંઈ હું તેની આગળ તો નાં થઈ શકું ને! તે આપણને જોઈ નાં જાય, એટલાં માટે આટલું અંતર તો રાખવું જ પડે." આદિત્યએ રાજુને સમજાવતાં કહ્યું. બરાબર એક કલાકનાં સમય પછી કિશનભાઈએ એક નાનાં એવાં ઘર સામે ગાડી રોકી. કિશનભાઈના ગાડી રોકતાની સાથે જ આદિત્યએ પણ તેમની ગાડીથી થોડે દૂર ગાડી ઉભી રાખી. કિશનભાઈ ગાડીમાંથી ઉતરી, રૂપિયાની બેગ લઈને, ઘરની અંદર જતાં ...વધુ વાંચો

9

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 9

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૯ આરાધ્યાની ઘરે કોઈ આવ્યું. જેનાં લીધે બધાંએ પાછળ ફરીને જોયું. પાછળ ફરતાની સાથે જ બધાંને ઝટકો લાગ્યો. પાછળ સુજાતા કોઈ આદમી સાથે ઉભી હતી. સુજાતાને અજાણ્યાં વ્યક્તિ સાથે જોઈને આદિત્યએ પૂછ્યું, "અરે તું અહીં? ને આ તારી સાથે કોણ છે?" "આ વ્યક્તિ જ આપણને મારાં અને રાજુના પપ્પા સુધી પહોંચાડશે. આઠ વર્ષ પહેલાં જે થયું હતું. એ આ વ્યક્તિ જાણે છે. આ અરવિંદઅંકલની ઓફિસમાં કામ કરતાં." "પણ આ વ્યક્તિ સાચું જ કહે છે. એ હું કેવી રીતે માની લઉં?" રાજુએ પૂછ્યું. "એ સાચું કહે છે રાજુ. કેમકે, હું જ્યારે એ ઓફિસમાં કામ કરતી. ત્યારે ...વધુ વાંચો

10

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 10

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૦ રાજુની કાર સવારે સાત વાગ્યે રાજકોટ ભક્તિનગરમાં એક આલિશાન બંગલો સામે ઉભી રહી. કાર ઉભી જ રાજુ અંદરથી ઉતરી, દોડીને બંગલોની અંદર ગયો. અંદર જતાં જ તેની સામે અરવિંદભાઈને જોઈને, રાજુ તેમને ભેટી પડ્યો. આઠ વર્ષ પછી અરવિંદભાઈ રાજુને પોતાની નજર સમક્ષ જોઈને ખૂબ જ ખુશ થયાં. રાજુને અરવિંદભાઈને મળીને ખુશી તો બહું થઈ. પરંતું, તેનાં મનમાં ઘણાં સવાલ હતાં. જેનાં જવાબ માત્ર અરવિંદભાઈ પાસે હતાં. તો રાજુને એ સવાલોનાં જવાબો જાણવાની તાલાવેલી હતી. રાજુને એ રીતે વિચારતો જોઈ, અરવિંદભાઈએ કહ્યું, "મને ખબર છે. તારાં મનમાં ઘણાં સવાલો છે. પણ બેટા તું પહેલાં થોડો આરામ ...વધુ વાંચો

11

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 12

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૨ આશાબેન ઉઠ્યાં એટલે તેમણે જોયું કે, કિશનભાઈ રૂમમાં નથી. રૂમમાં કિશનભાઈને નાં જોઈને, આશાબેન તેમને ઘરમાં શોધવાં લાગ્યાં. બધી જગ્યાએ શોધતાં શોધતાં આશાબેન આસ્થાના રૂમમાં ગયાં. તો ત્યાં આસ્થા પણ નહોતી. આશાબેન ખૂબ જ ડરી ગયાં હતાં. કિશનભાઈ અને આસ્થા ઘરે નથી. એ વાત આશાબેન આદિત્યને જણાવવા તેનાં રૂમમાં ગયાં. આદિત્ય તેનાં રૂમમાં કોલેજે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. ત્યાં જ આશાબેને આવીને કહ્યું. "આદિત્ય, તારાં પપ્પા અને આસ્થા બંનેમાંથી કોઈ તેનાં રૂમમાં નથી. તું આસ્થાને ફોન કરીને પૂછ કે, તે ક્યાં છે?" આશાબેનને ડરેલા જોઈ, આદિત્યએ તરત જ આસ્થાને ફોન કર્યો. પહેલીવાર તો ...વધુ વાંચો

12

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 13

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૩ અમદાવાદ આસ્થાની હોસ્ટેલે પહોંચીને કિશનભાઈ આસ્થાને તેનાં રૂમ સુધી મુકવા ગયાં. આસ્થાને મૂકીને કિશનભાઈ ગાડીમાં જતાં જ હતાં. ત્યાં જ તેમને કોઈકે બોલાવ્યાં. કિશનભાઈએ પાછળ ફરીને જોયું. એ આસ્થાનાં મેથ્સનાં સર હતાં. તેમણે કિશનભાઈને પૂછ્યું. "તમે આસ્થાનાં પપ્પા છો ને?" "હાં, કોઈ કામ હતું મારું?" "હાં, આજે અમે દરેક વાલીને અમુક સૂચનો આપવાનાં છીએ. દશમાં ધોરણ પછી અમુક વાલીઓ તેમનાં છોકરાં/છોકરીને તેઓની મરજી વિરુદ્ધ આગળ શું ભણવું એ બાબતે ફોર્સ કરતાં હોય છે. "તો અમારે બધાંને એ સમજાવવું છે કે, બધાં માતા-પિતા તેમનાં બાળકો આગળ જે ભણવા માંગતા હોય. તેનો સ્વીકાર કરે અને તેમને જરાં ...વધુ વાંચો

13

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 14

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૪ કિશનભાઈના મૃત્યુ પછી, સુજાતાના પપ્પા સુધી પહોંચવાનો સરળ રસ્તો બંધ થઈ ગયો હતો. હવે તેમને મુશ્કેલ હતાં. જે વાતથી સુજાતા બહું દુઃખી હતી. આદિત્ય પણ કિશનભાઈના મૃત્યુ પછી ઉદાસ રહેવા લાગ્યો હતો. અત્યારે બંનેને એકબીજાનાં પ્રેમ અને હૂંફની જરૂર હતી. જે કામ સુજાતા સારી રીતે કરી રહી હતી. સવારે સુજાતા આદિત્યને સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવાં માટે લઈ ગઈ. ત્યાંનાં શાંત વાતાવરણમાં આદિત્યનાં મનને ઘણી શાંતિ થઈ. ત્યાંથી બંને કાંકરિયા તળાવ ગયાં. જ્યાં બંનેએ એકાંતની પળો માણી. કાંકરિયા તળાવે બંને એકબીજાનાં હાથમાં હાથ પરોવીને બેઠાં હતાં. અત્યારે સુજાતાનો સાથ આદિત્ય માટે તેનાં દર્દની દવા સમાન હતો. ...વધુ વાંચો

14

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 15

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૫ સુજાતાની ઉંઘ અચાનક જ ઉડી ગઈ. તેણે ઉઠીને ઘડિયાળમાં જોયું. રાતનાં બે વાગ્યા હતાં. સુજાતાએ એક ઘૂંટ પાણી પીધું, ને ફરી બેડ પર લાંબી થઈ. સૂવાની કોશિશ કરી. તેમ છતાંય તેને ઉંઘ નાં આવી. તેણે ઉભાં થઈને, રિસોર્ટનાં રૂમની બારી બહાર એક નજર નાંખી. આકાશ તારાથી ઝગમગતું હતું. ચંદ્રની શીતળતા ચારેકોર ફેલાઈ રહી હતી. વાતાવરણમાં થોડી ઠંડી પ્રસરી ગઈ હતી. આજુબાજુ નિરવ શાંતિ હતી. સુજાતાએ એક નજર દરવાજા તરફ કરી. તે ધીમે-ધીમે દરવાજા તરફ આગળ વધી. દરવાજો ખોલીને બહાર નીકળી, આદિત્યનાં રૂમ તરફ આગળ વધી. દરવાજા પાસે પહોંચીને, હળવેકથી દરવાજા પર હાથ મૂક્યો. દરવાજો ખુલ્લો ...વધુ વાંચો

15

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 11

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૧ આદિત્ય સાથે વાત કરીને, અરવિંદભાઈ ઉપરનાં રૂમમાં જ્યાં રાજુ સૂતો હતો, ત્યાં ગયાં. રૂમમાં પ્રવેશતાં અરવિંદભાઈએ જોયું, તો રાજુ સોફામાં બેઠો હતો. રાજુને જાગતો જોઈ, અરવિંદભાઈ અંદર જઈને રાજુ પાસે સોફામાં બેસી ગયાં, ને કહેવા લાગ્યાં. "બેટા, હમણાં જ આદિત્યનો ફોન આવ્યો હતો." "શું કહ્યું આદિત્યએ? ત્યાં બધું સરખું તો છે ને? સુજાતા ઠીક છે ને?" "હાં, ત્યાં બધું ઠીક છે. સુજાતા, આદિત્ય અને આરાધ્યા કોઈને કાંઈ થયું નથી. "જીવરાજભાઈનો પ્લાન કામ કરી ગયો. આરાધ્યા કિશનની હવસનો શિકાર બનતાં બચી ગઈ." "તો હવે? તમે મને અહીં શાં માટે બોલાવ્યો છે? ત્યાં બધું સરખું થઈ ગયું ...વધુ વાંચો

16

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 16

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૬ કલ્પેશભાઈની વાત પૂરી થતાં જ પાછળથી એક પ્રચંડ અવાજ આવ્યો. જે સાંભળી બધાંએ પાછળ જોયું. જોતાં જ બધાનાં હોંશ ઉડી ગયા. પાછળ આશાબેન પોલીસને લઈને, ત્યાં આવી પહોંચ્યા હતાં. પોલીસને જોતાં જ કલ્પેશભાઈને એક જોરદાર ઝટકો લાગ્યો. ગોડાઉનની અંદર પ્રવેશીને આશાબેને કહ્યું, "કલ્પેશે જ મારાં પતિનું એક્સિડન્ટ કરાવ્યું છે. આને ગિરફ્તાર કરી લો." આશાબેનનાં એ શબ્દો સાંભળી કલ્પેશભાઈએ કહ્યું, "મને કેટલાં વર્ષો પછી મારી દિકરી મળી છે. મને એકવાર તેને મળી લેવાં દો. પછી તમે જે સજા આપો એ મને મંજૂર છે." કલ્પેશભાઈની વાતને પોલીસે મંજૂર કરી. પોલીસ ઈન્સ્પેકટરની 'હાં' મળતાં જ કલ્પેશભાઈ અદિતિ પાસે ...વધુ વાંચો

17

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 17

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૭ આદિત્ય વહેલી સવારે ઉઠીને સુજાતાના રૂમમાં ગયો. સુજાતા હજું ઉઠી નહોતી. આદિત્ય તેની પાસે જઈને તેનો હાથ પકડીને તેને ચૂમી લીધો. સુજાતા આદિત્યની એ હરકતથી જાગી ગઈ. સુજાતાએ આંખો ખોલી, એટલે આદિત્યએ કહ્યું, "ગુડ મોર્નિંગ, ચકી." "યાર હવે તો મને ચકી નાં કે!!" "કેમ?? હું તને પ્રેમ કરું તો ચકી નાં કહી શકું. એવો કોઈ નિયમ છે??" "હાં." "કોણે બનાવ્યો એવો નિયમ??" "મેં બનાવ્યો એવો નિયમ. હવે તું મને ચકી નહીં કહે." "તો શું કહું? બોલ. જાનુ કહું કે, બેબી કહું?? મારાં દિલની ચોર કહું કે, મારાં દિલની રાણી કહું??" "એવું કાંઈ નહીં." "તો કેવું ...વધુ વાંચો

18

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 18

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૮ સુજાતા રાત્રે સાડાબાર વાગ્યે રીસોર્ટની બહાર સ્વિમિંગ પૂલ પાસે બેઠી બેઠી આદિત્યના આવવાની રાહ જોઈ હતી. થોડીવારમાં જ આદિત્ય આવ્યો, ને સુજાતાની પાસે બેસી ગયો. "બોલ, આટલી રાતે શું એવું જરૂરી કામ હતું?" સુજાતા આદિત્ય સામે એક અલગ જ નજરે જોઈ રહી. આદિત્ય તરત જ સમજી ગયો કે, સુજાતા આજે તેનાં દિલમાં રહેલો બધો દર્દ અને ખુશી તેની સામે ઠાલવવાની છે. આદિત્ય થોડીવાર ચૂપ જ રહ્યો. "આપણી જીંદગી પણ કેવી કમાલની છે. ક્યારે શું થાય? કાંઈ કહી નાં શકાય. એક સમય એ હતો, જ્યારે મને ખબર પડી કે, હું જેને પપ્પા માનું છું, એ મારાં ...વધુ વાંચો

19

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 19

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૯ સુજાતાના બારમાં ધોરણની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. થોડાં દિવસનાં વેકેશન પછી, સુજાતાએ કોલેજ જવાનું કરી દીધું હતું. સુજાતાએ રાજુ અને આદિત્યની કોલેજમાં જ એડમિશન લીધું હતું. અરવિંદભાઈ અને રાજુ પણ રાજકોટથી ફરી સુરત આવતાં રહ્યાં હતાં. રાજુ અરવિંદભાઈ સાથે તેનાં બંગલે જ રહેતો હતો. જ્યારે સુજાતા તેનાં મમ્મી-પપ્પા સાથે ફરી તેનાં પોતાનાં ઘરે આવતી રહી હતી. સુજાતા અને રાજુની મિત્રતા ગાઢ બની ગઈ હતી. હવે રાજુ, સુજાતા અને આદિત્ય વધુ સમય એકબીજા સાથે જ વિતાવતાં. આમ છતાં અરવિંદભાઈએ હજું સુધી રાજુને આદિત્ય અને સુજાતા એકબીજાને પ્રેમ કરે છે, એ જણાવ્યું નહોતું. અરવિંદભાઈએ ફરી તેનો ...વધુ વાંચો

20

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 20

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૦ અરવિંદભાઈ કલ્પેશભાઈને મળવાં અમદાવાદ આવ્યાં હતાં. અરવિંદભાઈને એમ હતું કે, તેમની આ રમત વિશે કોઈને ખબર નથી. પણ આરાધ્યા પહેલેથી બધું જાણતી હતી. આરાધ્યા પણ અમદાવાદ જ હતી. જે વાતથી અરવિંદભાઈ બેખબર હતાં. અરવિંદભાઈ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઈને મળીને બહાર નીકળ્યાં. ત્યારે આરાધ્યા નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં કોઈ કામથી આવી હતી. તો તેણે કલ્પેશભાઈને પોલીસ સ્ટેશનની બહાર નીકળતાં જોઈ લીધાં. અરવિંદભાઈનાં ગયાં પછી આરાધ્યા તરત જ પોલીસ સ્ટેશનની અંદર ગઈ. તેણે ઈન્સ્પેકટર પાસે કલ્પેશભાઈને મળવાની પરવાનગી માંગી. "સર, મારે કલ્પેશભાઈને મળવું છે." "કોણ કલ્પેશ?" "કલ્પેશ મલ્હોત્રા, કિશનભાઈનાં એક્સિડન્ટ કેશવાળા." "ઓહ, તમારે તેમને શાં માટે મળવું છે?" ...વધુ વાંચો

21

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 21

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૧ આરાધ્યા અને અદિતિ સુરત આવતાં રહ્યાં. અદિતિ, આદિત્ય અને રાજુ બધાં સુજાતાની ઘરે ભેગાં થયાં "સોરી અદિતિ, મારાં લીધે આજે તારાં પપ્પા જેલમાં છે. તને પણ કેટલાં સમય પછી તારાં પપ્પાને મળવાનો મોકો મળ્યો હતો. મારાં લીધે તમે સરખી રીતે મળી પણ નાં શક્યાં." "યાર, એમાં તારો કોઈ વાંક નથી. પરિસ્થિતિ જ એવી હતી કે, એમાં કોઈ કાંઈ કરી શકે એમ નહોતું. "મારાં પપ્પાએ ગુનો કર્યો હતો. જેની સજા તેમને મળી. તો તું તારી જાતને ગુનેગાર નાં સમજ. જેને આ બધું કર્યું - રાજુ સામે નજર કરીને - તેને કાંઈ નથી. તો તું શાં માટે ...વધુ વાંચો

22

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 22

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૨ સુજાતા કોલેજના ગેટ પાસે આદિત્યની રાહ જોતી હતી. આદિત્યને આજ કોલેજ આવવામાં મોડું થયું હતું. આદિત્યને કેટલીવાર કોલ કરી ચૂકી હતી. પણ આદિત્યએ કોલ રિસીવ જ નહોતો કર્યો. "સુજાતા અહીં એકલી કેમ ઉભી છે?" "યાર અદિતિ, આદિત્ય હજું કોલેજ નથી આવ્યો. તે મારો કોલ પણ રિસીવ નથી કરતો." "ચિંતા નાં કર, હમણાં આવી જાશે." "તેને ક્યારેય મોડું નથી થતું. આજ જ શાં માટે મોડું થયું?" "લો આવી ગયો, આદિત્ય. તેને જ પૂછી લે. કેમ મોડું થયું?" આદિત્ય તેની કારમાંથી લાલ ગુલાબનો ગુલદસ્તો અને એક મોટું બોક્સ લઈને ઉતર્યો. સુજાતા સામે જોઈને સ્માઈલ કરી, તેની તરફ ...વધુ વાંચો

23

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 23

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૩ એક પછી એક દિવસો વીતતાં ગયાં. સુજાતાની કોલેજનું બીજું વર્ષ ચાલી રહ્યું હતું. આદિત્ય અને કોલેજનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું હતું. છેલ્લાં વર્ષનાં વિધાથીર્ઓ માટે farewell party નું આયોજન કરવામાં આવ્યું હતું. બધાં પાર્ટીની તૈયારીઓ કરી રહ્યાં હતાં. "આદિ, તારું તો કોલેજનું છેલ્લું વર્ષ છે. હવે હું તારાં વગર કેવી રીતે રહીશ?" "અરે, હું કોલેજ છોડીને જવાનો છું. સુરતમાંથી થોડો ચાલ્યો જવાનો છું." આદિત્ય સુજાતાને મનાવવા બોલી તો રહ્યો હતો. પરંતુ પોતે પણ અંદરથી દુઃખી હતો. બંનેની આંખના ખુણા ભીના થઈ ગયાં હતાં. બંને એકબીજાને ભેટી એકબીજાને સાંત્વના આપી રહ્યાં હતાં. "અરે ઓ, પ્રેમીપંખીડાઓ. પાર્ટીની ...વધુ વાંચો

24

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 24

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૪ સુજાતાની ઘરે ડિનર પર આવ્યાં પછી આદિત્ય એક અઠવાડિયા સુધી સુજાતાને મળ્યો નહોતો. તે સુજાતાનો પણ ઉપાડતો નહીં. આખરે સુજાતાને આદિત્યની ચિંતા થવા લાગી. તેણે આશાબેનને ફોન કર્યો. "હેલ્લો આંટી, આદિત્ય ઘરે છે?" "નહીં બેટા, તે દિવસે તારાં ઘરેથી ડિનર કરીને આવ્યાં પછી, આદિત્ય કોઈને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે. ફોન પણ બંધ આવે છે." "હું પણ ઘણાં સમયથી તેને ફોન કરું છું. પણ તેનો ફોન બંધ જ આવે છે. તો આજ તમને ફોન કર્યો. મને થયું તમને કોઈ જાણકારી હશે." "નાં બેટા, મને કશું ખબર નથી. જો ખબર પડશે, તો પહેલાં હું ...વધુ વાંચો

25

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 25 - અંતિમ ભાગ

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૫ (અંતિમ ભાગ) સુજાતાએ રાજુ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. એ વાતથી રાજુની તબિયત ખરાબ થતી જતી હતી. હવે અરવિંદભાઈ પાસે સુજાતાને રાજુ સાથે લગ્ન કરવાં મનાવવા સિવાય કોઈ રસ્તો વધ્યો નહોતો. અરવિંદભાઈ સુજાતા સાથે વાત કરવા તેની ઘરે આવ્યાં હતાં. "સુજાતા તું મારી વાતને સમજવાની કોશિશ કર. તને તો રાજુની તબિયત વિશે ખબર જ છે. તો પ્લીઝ બેટા, તું તેનો પ્રેમ સ્વીકારી લે. તેની સાથે લગ્ન કરી લે." "પણ અંકલ મેં ક્યારેય આ બાબતે વિચાર્યું જ નથી. તો એમ કેમ લગ્ન કરી લઉં? મેં એક વર્ષનો સમય માંગ્યો છે. હું એક વર્ષ પછી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો