ટર્નિંગ પોઈન્ટ ઇન એલ.એ.

(536)
  • 96k
  • 68
  • 39.2k

“ મારી છોકરીને બદનામ કરતી આ વિડીયો વાઇરલ ના કરશો.” મેઘા કહે “ ના. તે વાઇરલ નહીં થાય પણ કોર્ટમાંથી કેસ પાછો નહીં ખેંચો તો હું રૂપા અને અક્ષરનાં લગ્નની કંકોત્રી કેવી રીતે છાપીશ ” જાનકી સુખદ આંચકો ખાઈ ગઈ.. “ એટલે ” “આ વિડીયોમાં મને રૂપાનું રૂપ ગમી ગયું અને અક્ષર પણ કેટલો ખુશ છે ”. મેઘાએ ફોડ પાડ્યો. “પણ હજી તો અક્ષર ભણે છે ને ” “તે ભણશે અને સાથે સાથે દાંપત્ય જીવન પણ માણશે સજા તરીકે. તમે ભણાવજો અક્ષરને. તમને તો ખબર છે ને મેડીકલ અહીં તો કેટલું મોંઘુ હોય છે ” આ ટર્નીંગ પોઇંટ ઇન એલ.એ હતો

Full Novel

1

ટર્નિંગ પોઈન્ટ ઇન એલ.એ.

“ મારી છોકરીને બદનામ કરતી આ વિડીયો વાઇરલ ના કરશો.” મેઘા કહે “ ના. તે વાઇરલ નહીં થાય પણ કોર્ટમાંથી પાછો નહીં ખેંચો તો હું રૂપા અને અક્ષરનાં લગ્નની કંકોત્રી કેવી રીતે છાપીશ ” જાનકી સુખદ આંચકો ખાઈ ગઈ.. “ એટલે ” “આ વિડીયોમાં મને રૂપાનું રૂપ ગમી ગયું અને અક્ષર પણ કેટલો ખુશ છે ”. મેઘાએ ફોડ પાડ્યો. “પણ હજી તો અક્ષર ભણે છે ને ” “તે ભણશે અને સાથે સાથે દાંપત્ય જીવન પણ માણશે સજા તરીકે. તમે ભણાવજો અક્ષરને. તમને તો ખબર છે ને મેડીકલ અહીં તો કેટલું મોંઘુ હોય છે ” આ ટર્નીંગ પોઇંટ ઇન એલ.એ હતો ...વધુ વાંચો

2

ટર્નીંગ પોઈન્ટ ઈન એલ.એ. - પ્રકરણ-2

રામ અવતાર જાનકીનાં ફોનની રાહ જોતો જ હતો.જાનકી એ વાત શરુ કરતા કહ્યું. “મારી સાથે ફોન ઉપર રેડ્ડી સાહેબ સવારે મેઘાને મેં ફોન કર્યો ત્યારે તેની શરત હતી કે કેસ પાછો ખેંચી લો અને રૂપા સાથે અક્ષરનાં લગ્ન. “શું અક્ષરનાં લગ્ન ” “હા રામ અવતારજી આ તો આપણું જ કહેલું આપણને પાછુ આપે છે” “એક વધુ શરત છે અને તે અક્ષરનું ભણતર આપણે માથે છે. “શું ” “હા, આ તો છટકું છે. આપણી પાસે કોઇ છુટકો નથી” રામ અવતાર બોલ્યો. ...વધુ વાંચો

3

ટર્નિંગ પોઈન્ટ ટુ એલ.એ. - 3

રામ અવતાર જાનકીનાં ફોનની રાહ જોતો જ હતો.જાનકી એ વાત શરુ કરતા કહ્યું. “મારી સાથે ફોન ઉપર રેડ્ડી સાહેબ સવારે મેઘાને મેં ફોન કર્યો ત્યારે તેની શરત હતી કે કેસ પાછો ખેંચી લો અને રૂપા સાથે અક્ષરનાં લગ્ન. “શું અક્ષરનાં લગ્ન ” “હા રામ અવતારજી આ તો આપણું જ કહેલું આપણને પાછુ આપે છે” “એક વધુ શરત છે અને તે અક્ષરનું ભણતર આપણે માથે છે. “શું ” “હા, આ તો છટકું છે. આપણી પાસે કોઇ છુટકો નથી” રામ અવતાર બોલ્યો. ...વધુ વાંચો

4

ટર્નિંગ પોઈન્ટ ટુ એલ.એ. - 4

એક વાત વારંવાર કહેવાઈ છોકરો એટલે લોટો અને ઉટકો એટલે ચોખ્ખો એ ભારતની બદી. પણ અહીં તો તે ગુનો..અજ્ઞાન જાણી જોઇને થયેલું આ કામ ચાઈલ્ડ મોલેસ્ટેશન ગણાય. ગમે તેટલી સાવધાની કેમ ન હોય આ વર્તન અસ્વિકાર્ય છે. આપણા આ કેસમાં જો તે બંને લગ્ન સંબંધે બંધાય તો સજા હળવી થતી હોય છે.છોકરી ૧૮ વર્ષની ન થાય ત્યાં સુધી અને સંમતિ થી થયેલ છેડછાની સ્વિકૃત છે. ...વધુ વાંચો

5

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 5

તે રાત્રે જાનકી રામ અવતાર સાથે વાતો કરતા બોલી “ મેઘાનો સારો અનુભવ લઈને રૂપા આવી છે. મને તો છે તે લોકો પાસે બે ચહેરાઓ છે. કૉર્ટ્માં ગયેલ કેસ કેવીરીતે બદલી નાખ્યો હતો રામ અવતાર કહે રૂપાને સમજાવી દે “જ્યારે અક્ષર કે મેઘા ચહેરો બદલે ત્યારે એકદમ સાવધ થઈ જવું.” ...વધુ વાંચો

6

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 6

પપ્પા અને મમ્મીને સાથે રાખીને ફેસટાઇમ શરૂ કર્યુ સામે અક્ષર, પરિ અને મેઘા હતા. એક મેકની ખબર પુછી. નોર્મલ પણ રૂપા રૂપાળી દેખાતી હતી.જાનકી એ વાત શરૂ કરી.. મેઘાબહેન રૂપાને આપે આવકારી અને દીકરી બનાવી તે વાતનો બહુ આભાર. અક્ષર ભાઇ તું કેમ છે અક્ષર કંઇ બોલે તે પહેલા મેઘા એ કહ્યું આવતી કાલે સવારે તમને સૌને પ્રીત ભોજન માટે આમંત્રણ આપવા માટે હું અને પરિ આ ફેસ ટાઈમમાં આવ્યા છે. રામ અવતારભાઇ આપ પણ રૂપા અને જાનકી સાથે પધારજો. ...વધુ વાંચો

7

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 7

રૂપા બહું નરમાશ અને મૃદુતા થી બોલી “ પપ્પા અમે તમને લોકોને કહ્યું છે તેમ સમજી ને ભણશું અને વરસ તો સમજ થી કાઢી નાખશું જોજોને,” જાનકી કહે “ હા પણ ધબકતાં હૈયાનો ઉછાળ દાબવા સંયમ પણ ખૂબ જરૂરી છે.” મા ગુગલ ઉપરથી તે ઉછાળા રોકવાનાં બધા જ નુસખાથી અક્ષર વાકેફ છે અને મને ખબર છે અમે તે ઉછાળા અમારા ભવિષય માટે તો રોકીયે છે. સદાશિવે જાનકી સામે જોઇને કહ્યું તમારી તાલિમ ઉચ્ચ છે સંસ્કાર સારા છે બાકી આજનાં સમયમાં તો સ્વ નિયંત્રણ આ પેઢીને જોઇતું જ નથી. ...વધુ વાંચો

8

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 8

મનમાં ને મનમાં તે વિચારતી રહી કે રૂપા ફોટોજનીક ફીચર તો ધરાવે છે. હવે સાંજે બીજી વાતો જેવી કે અને અવાજ કેવો છે જોયા પછી વિચારીયે. ભારત થી લવાતી અભિનેત્રીઓના નખરા સહન કરવા કરતા ટીચેબલ અહીની છોકરી મળી જાય તો એક જોખમ લેવું જોઇએ તે વાત પ્રોડ્યુસરને પણ સમજાવવી અઘરી તો છેજ…પંડીત જતા જતા કહેતો ગયો આપણે અહીં થી સાથે જઇશુંને. ...વધુ વાંચો

9

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 9

સદાશિવ જ્યારે ઘરે પહોંચ્યો તેજ સમયે રૂપા પણ પહોંચી…બંને ગાડી ખાલી થઈ. પ્રિયંકા અને પદ્મજા બંને ને ગુલાબ આપી પગે લાગી ત્યારે પ્રિયંકા લગભગ રૂપાને ભેટી જ પડી..ભાભી તું તો ફોટા કરતા રૂબરુમાં વધારે સરસ લાગે છે. અક્ષરનું તો ભાગ્ય જ ખુલી ગયું.રૂપા પ્રિયંકાનાં વર્તાવથી ખૂબ સંકોચાઇ અને તરત જ પરિ પાસે પહોંચી ગઈ.તે પણ સરસ સજ્જ થઇને બેઠી હતી. ...વધુ વાંચો

10

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 10

તેમા શક્ય જોખમો અને ફાયદાની ચર્ચા કરતા પ્રિયંકા બેન બોલ્યા આ પ્રોજેક્ટ ૨૯ મારું સ્વપ્નું છે. આ પ્રોજેક્ટ હીરોઇન પ્રોજેકટ છે અને મમ્મીની મૂડી આમા લાગશે. જનાદેશ બંને માટે મંગાશે કોંપ્યુટર પરથી ટીવી માં નવરંગ ફીલ્મનું ગીત “ તુમ મેરે મૈ તેરી” ની સંધ્યા દેખાતી હતી અને પરિ અને રૂપાને તે એક વખત બતાડી. ટેક લેવાનાં હતા. કેમેરા પંડીત અને પરિ એ સાથે શુટ કરવાનાં હતા.ઘરનાં બધા સાથે ફોન પર અક્ષર પણ હતો. ...વધુ વાંચો

11

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 11

પ્રોફેસર માર્ક લેક્ચર ચાલુ રાખતા બોલ્યા..જેમ ડોક્ટરને આખા શરીરનું જ્ઞાન હોય તેમ એક્ટરને શરીર થી એક્ટીંગ કરતા આવડવી જોઇએ. આ આખા શરીરને કાબુમાં રાખતું પહેલુ અંગ છે મન. જેના ઉપર કાબુ ખૂબ અઘરો વિષય છે તેથી તેની તાલિમ આખા કોર્સ દરમ્યાન વારં વાર આવશે. ઉદાહરણ તરીકે બળાત્કાર થતો હોય ત્યારે શરીર સાથે મન પણ સંવેદના અનુભવતું હોય તો તે સામાન્ય ઘટના છે. પણ અભિનયમાં તમારાથી બળાત્કારી જોજનો માઇલ દુર હોય તેવો ભાવ મજબુત હોય તો શરીર થી વેદના ના અનુભવાય. અથવા બળાત્કારી જોજનો માઈલ દુર હોય છતા મન તે વેદના અનુભવી શક્તું હોય તેનું જ નામ અભિનય. એટલેકે જે નથી છતા જે અનુભવતા બતાવી શકાય તેનું નામ અભિનય. ...વધુ વાંચો

12

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 12

સાંજે ઘરે જતા એપલ સ્ટોરમાંથી નવું લેટેસ્ટ લેપ ટૉપ અને સ્માર્ટ ફોન લીધો અને ટેલીફોન નાં છેલ્લા નંબર સાહ્યબા આ બધુ કરતાં ક્યાંય જાનકીનો અભિપ્રાય કે પરવાનગી લેવાની જરૂર ના સમજી. જાનકી તો સમ સમી ગઈ. આ તો ૧૭માં વર્ષનાં ઉભરા છે. ૨૨નાં થતા સુધીમાં શું ય કરશે આ રૂપા નાની ઉંમરે પૈસા મળી ગયા અને આઝાદી પણ… ...વધુ વાંચો

13

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 13

“ મા આ પહેલા તબક્કાની જીત એ તારી દેન છે .તને હું શું કહું. હું કેટલી ખુશ છું મારી ફીલ્મ સ્ટાર બની ગઈ એ તારી ધીરજને લીધે બની છું.”પ્રિયંકા બોલી “કટ કટ” લખાણને ફરીથી વાંચ રૂપા વાક્યમાં અલ્પ વિરામ ચિન્હ મુકેલ છે ત્યાં અટકવાનું પણ અલ્પ જ અને પૂર્ણ વિરામ છે ત્યાં શ્વાસ ફરી લેવાય તેટલું અટકવાનું અને અલ્પવિરામ કરતા બમણું અટકવાનું.” ...વધુ વાંચો

14

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 14

યુનિવર્સલ સ્ટુડિયોમાં ભણવાનું અને લંચ લીધા પછી સેટ ઉપર અભિનય વ. બધું નિયમિત થઈ ગયું. ધારણા કરતાં વધુ ઝડપે રાધા” આગળ વધી રહી હતી. પ્રિયંકા અને પદ્મજા બન્ને ખુશ હતાં. રિટેક ઓછા થતા હોવાનાં કારણોમાં રૂપાનું આગોતરું વાંચન અને પરીની કુનેહ સાથેસાથે કામ કરતી હતી પણ આ તો મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર થતી હતી. એવું લાગતું હતું કે ઍડિટિંગ અને ટ્રિકસીન્સની જરૂર નહીંવત રહેશે. અલય પણ વચ્ચે બે અઠવાડિયાં બે ફિલ્મીગીત શૂટ કરવા માટે આવ્યો. પરી ઇચ્છતી હોવા છતાં અલય બહુ આગળ ના વધ્યો. પણ રૂપા સાથે સ્ક્રિન ઉપર તે બહુ જ ખીલતો.. વિલન સાથે ફોન ઉપર ભારે ડરામણા પ્રસંગો સરસ રીતે ભજવાયા. લાગતું હતું કે સ્ક્રિપ્ટ પ્રમાણે પ્રોજેક્ટ ૨૯ વહેલો પતશે. કદાચ પ્રોજેક્ટ ૨૮ની લગોલગ પૂરો થઈ જાય તો નવાઈ નહીં. ...વધુ વાંચો

15

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 15

“હા. આવો પાછાં ક્યાંક બહાર જમવા ના જતાં રહેશો.” જાનકીના ઠંડા પ્રતિભાવથી અક્ષર જરા મૂંઝાયો. પણ ફોન મૂકીને પરીને કર્યો. પરીએ ફોન ઉપાડીને કહ્યું, “ભાઈ પિક્ચરમાં નથી?” “ના, પણ તું ક્યાં છે?” “મારું શૂટિંગ હમણાં જ પત્યું. પ્રિયંકા મેમ અને અલયને મૂકવા જઈશ. હોલિવૂડ સ્ટ્રિટના આપણા ઍપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સમાં..’ “હું અને રૂપા આવીએ છીએ. રાહ જોજે.” “ભલે.. પણ પ્રિયંકા મેમ અને અલય થાક્યાં છે.” “હું તો રૂપાના હીરોને મળવા આવું છું. કયા એપાર્ટ્મેન્ટમાં છે?” “રૂપાને ખબર છે કૅન્ટીનની બાજુનો એપાર્ટમેન્ટ..” “ભલે.” થોડા ડ્રાઇવ પછી પરીનો ફોન આવ્યો. તે પહોંચી ગઈ હતી. અને કેટલે દૂર છો? અક્ષર કહે, “હજી દસેક મિનિટ લાગશે. ત્યાં સુધીમાં ફ્રૅશ થઈ જાવ.” ...વધુ વાંચો

16

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 16

આજનું કામ સમજાવતાં પ્રિયંકા હરહંમેશ કરતાં વધુ ગંભીર હતાં. “પ્રેમદીવાની રાધા”નો આજનો રોલ વાર્તાનો અગત્યનો રોલ હતો. જોકે વાર્તામાં ઘટનાના બે જ પેરેગ્રાફ હતા પણ પ્રિયંકા મેમની જિંદગીમાં આ સમયે પદ્મજાએ તેમને શીખવેલ અભિનયજ્ઞાન બહુ જ અગત્યનું હતું. સેટ પ્રિયંકા મેમે કહ્યું હતું તે રીતે તૈયાર હતો અને સવારે ટ્રેઇનિંગમાં પણ આ વિષયે ઘણી ચર્ચા થઈ હતી. વાતની ગંભીરતા સલામત રાખીને તેમણે શરૂ કર્યું. તમારી જિંદગીમાં આ પરિસ્થિતિ વારંવાર આવશે. એક વસ્તુ તમારે શીખવાની છે અને તે છે મનને સ્વિચ ઓન અને ઑફ કરતાં આવડવું જોઈએ. સંવેદનશીલ છો એટલે જ ભાવો સચોટ આવશે. આ મૂડી પણ છે અને દુર્ગુણ પણ. આ બે ઘટનાને સબળ મનથી જ આપણી તરફેણમાં લાવી શકાય. વળી એ પણ સત્ય છે, આ વિચારોમાં ત્વરિત બદલાવ તમારું કામ કૅમેરા સામે ત્વરિત પરિણામ આપી શકે છે પણ સાચું કારણ મનને નહીં અપાયું હોય તો તે કસરતોનું પરિણામ પદ્મજામાં જોવા મળે છે તેવી ભૂલી જવાની વ્યાધિ પણ આપી જઈ શકે. ...વધુ વાંચો

17

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 17

“પ્રેમદીવાની રાધા”નું પ્રોડક્શન શિડ્યુઅલ કરતાં વહેલું પત્યું. સાથે સાથે ડિપ્લોમાંનું ભણતર પણ પૂરું થયું. અમેરિકન સિરિયલ માટે પરી લેવાઈ અભિનેત્રીના રોલ માટે મુંબઈથી ઓફર આવતી. પણ પ્રિયંકા મેમની તાલીમે એક વાત તેને શીખવી હતી. અને તે સ્ટોરી અનુકૂળ ના હોય તો રોલ લેતાં વિચારવું. અને આમેય ફિલ્મમાં સ્ટીરીઓ ટાઇપ કામ લેવા કરતાં વૈવિધ્ય તે પીરસી શકે છે..વળી ભારતના રૂપિયાને ડૉલરમાં રૂપાંતર કરતાં પૈસા ઓછા મળતા તેથી અક્ષર ભારત જવાની વિરુદ્ધ હતો. તેથી કામ તો હોલિવૂડમાં જ શોધવું જરૂરી હતું. ...વધુ વાંચો

18

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ.-18

રૂપા એકલી જ નીચે આવી. પરી અને અક્ષર રાહ જોતાં હતાં. રૂપાને બાય કહી પરી તેના રૂમ તરફ ચાલી એકલાં પ્રેમીપંખીડાં ગાડી તરફ વધ્યાં. “સાહ્યબા, આપણે અહીં જ રહીએ તો? લોંગ રાઇડ ઉપર નથી જવું. આપણે એકાંતમાં સાથે બેસીએ અને વહાલ કરીએ તો?” “મને કંઈ જ વાંધો નથી. મને પણ તારી સાથે કેટલીય વાતો કરવી છે જે ફોન ઉપર કે ચૅટિંગ ઉપર નથી થતી.” રિસેપ્શન રૂમમાં સહેજ પણ ભીડ નહોતી. ખૂણા ઉપરના સોફા ઉપર અને રિસેપ્શનથી સહેજ દૂર બન્ને બેઠાં..પાસે પાસે નહીં પણ આમને સામને. અક્ષરની આ ચેષ્ટાથી રૂપા સહેજ મલકી અને બોલી, “સાહ્યબા, કેમ દૂર દૂર?” અક્ષર કહે, “વડીલોએ આપણને એકાંત આપ્યું સમજીને. આપણે પણ તે એકાંતનો સમજણ કેળવવા જ ઉપયોગ કરવાનો ને?” ...વધુ વાંચો

19

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 19

યુનિવર્સલ સ્ટુડિયોના વર્ગમા ઍક્ટિંગવર્ગમાં પરી સાથે પ્રથમ આવ્યો અને તેનો રૂપા સાથે પરિચય કરાવ્યો, “આમચા માણુસ પ્રથમ. પ્રોજેક્ટ ૩૦માં હીરો. તે પણ તારી સાથે ભણશે.” રૂપાએ પ્રથમ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું, “વેલ કમ ઓન બોર્ડ. પછી પરીને પૂછ્યું, “તારી સાથે ક્યારે મુલાકાત થઈ?” “કાલે રાત્રે ૩ વાગે તે લોસ એન્જેલસ ઊતરી ગયો હતો. હજી જેટ્લેગ છે પણ યુનિવર્સલમાં ભણવાનું આકર્ષણ એને અહીં લઈ આવ્યું. પ્રિયંકામેમે મને ફોન કરી તેને લઈ જવા કહ્યું, અને ટીમને મેળવવા અહીં લાવી છું.” “લેક્ચર શરૂ થતાં હજી દસ મિનિટ છે ત્યાં સુધી કૉફી પીવી હોય તો કૅન્ટીનમાં જઈએ.” રૂપાએ ફોર્માલિટી કરી. પ્રથમ આમ તો નાટકનો જીવડો એટલે અદા મારીને કહ્યું, “હા ચાલો જઈએ.” ...વધુ વાંચો

20

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 20

સમયનું ચક્ર આગળ વધી રહ્યું છે. રૂપા પાંચ ફિલ્મો સફળતાથી કરી ચૂકી છે. પ્રથમ સાથે જોડી જામી ચૂકી છે. ફિલ્મો હીટ રહી. ભણતર પણ પૂરું કરી રહી હતી. લગ્નની જરૂરિયાત જાણે રહી નહોતી.૧૮ વર્ષ પછી પરી અને રૂપા જુદા ફ્લૅટમાં રહેતાં હતાં.. વડીલોના માર્ગદર્શનની જરૂર હવે હતી નહીં. પ્રિયંકા મેમ સમજાવવતાં રહેતાં પણ હજી શી ઉતાવળ છેવાળી દલીલ અને સંતાન હમણાં કારકિર્દી માટે જરૂરી નથીવાળી વાતો ન્યૂઝ મીડિયા ચલાવતું રહેતું. કમનસીબે અક્ષરને ચોથી સેમેસ્ટરમાં ડેઝર્ટેશન તે જ સમયે હતું તેથી તે રૂપાની અનુકૂળતાએ સમય આપી શકતો નહીં, જ્યારે આ વાતથી થતા ટેન્શનો ખાળવા પરીની જવાબદારી વધતી હતી. એક વખત વાતવાતમાં પરી બોલી ગઈ, “અક્ષર નથી ત્યારે હું છું ને અક્ષરનો રોલ બજાવવા… અને આમેય મને ગમે છે તારા પ્રિયતમનો રોલ ભજવવાનો.” ...વધુ વાંચો

21

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 21

પ્રિયંકાએ બે સખીઓના ચુંબનદૃશ્યને જોયું અને તેનામાં રહેલો બિઝનેસ શૉમેન જાગી ગયો. તેણે પંડિતને કહ્યું, આ તસ્વીરનો આપણે લાભ રીતે લઈ શકાય? પંડિતે આજુબાજુનું બૅકગ્રાઉન્ડ સાફ કરી એ તસ્વીરને વૉટર કલરમાં તૈયાર કરી પ્રોજેક્ટ ૩૫ માટે લેસ્બિયન કલાકારની જિંદગી ઉપર ફિલ્મ બનાવવાની તૈયારી કરી લીધી જેથી રૂપાને નવું કામ અને પરી નાયક તરીકે ફિલ્મમાં આવે. અમેરિકન બૅકગ્રાઉન્ડમા બનતી આ ફિલ્મને સેન્સરમાંથી પાસ કરાવવી અઘરી છે પણ “ગુપ્તજ્ઞાન” ફિલ્મની સફળતાએ તેને એક રસ્તો બતાવ્યો હતો અને તે ચિત્રને જ્ઞાનની પરિભાષા આપીને રજૂ કરવું તેમ વિચારી સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવી શરૂ કરી. અને બન્ને સખીઓને પંડિતે બનાવેલ સ્કૅચ બતાવ્યો. ...વધુ વાંચો

22

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 22

લોલક પાછું પલટાયું. પ્રિયંકા મેમની વાત તો સાચી છે. તેઓ પણ તેમનું નામ દાવમાં મૂકે છે ને? વળી આ માટે નાણાં પણ પાંચ ગણાં ખર્ચે છે..એક રોગના ઇલાજ તરીકે રજૂ થતી કથામાં ગલગલિયાં હશે કે નિદાન. પોલીસ પિતા માટે તેના મનમાં માન વધી ગયું. પુખ્તતા આવે સમયે મપાઈ જાય. વાત તૂટે પણ નહીં અને ક્યાંય અંધારામાં ના રહેવાય.. પહેલી વખત ૬ આંકડાની રકમ મળવાની હતી તેને એમ જ ના છોડાય.. સાહ્યબો પણ વીક ઍન્ડમાં આવવાનો હતો. જોકે તે તો ઝઘડવાનો જ છે પણ કોઈ નિરાકરણ પણ આવી જશે.. સાંજે પ્રિયંકાજીએ સમાચારપત્રનાં કટિંગોથી ભરેલ એક ફાઈલ આપી જેમાંથી કથા તેઓ બાંધી રહ્યાં છે. એલ એ.ની બે બહેનોની કથા હતી. અને તે કથાને સાયકોલૉજીસ્ટે કેવી રીતે સારવાર આપી વગેરે બાબતોથી ભરેલ ફાઇલ હતી. દૃશ્ય હજી લખાય છે એમ કહી ગુગલ પરનાં સંશોધનોની લિંક આપી હતી.. મડોના અને લેડી ગાગા ઉપર સૌથી વધારે સાહિત્ય હતું તેથી એટલું તો રામઅવતાર કળી શક્યા કે રૂપા મડોનાના ભારતીય સ્વરૂપમાં હતી અને લેડી ગાગાનું પાત્ર પરીનું હતું. ...વધુ વાંચો

23

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 23

શનિવારે સવારે સેટ ઉપર પ્રેક્ટિસ હતી ત્યાં પ્રિયંકા મેમ સાથે અક્ષર વાત કરતો હતો. તેની રેસિડન્સી સાથે સેટ ઉપર કામ મને પણ આપો કે જેથી તે વધુ સમય રૂપા સાથે રહે અને અલયને નાનો રોલ આપો કે જેથી પરી તેની સાથે વધુ સમય ગાળી શકે. વાતમાં ને વાતમાં સાયકોલૉજિસ્ટ પરેરા અને જ્યોતિષજ્ઞ અનિલ શાહનાં બે કાલ્પનિક પાત્રોને વાર્તામાં સમાવાયાં અને અલય અને અક્ષર માટેની જગ્યા વાર્તામાં ઊભી કરવામાં આવી. તેમની વાર્તા લખાતી હતી તેથી પ્રિયંકા મેમે કહ્યું, “તારો સ્ક્રિનટેસ્ટ લઈને પરેરાનો રોલ પ્રાયોગિક રીતે વિચારી શકાય. અલય માટે તેની તારીખો અને જ્યોતિષજ્ઞાતાનો રોલ વિચારી શકાય પણ તે બહુ બહુ તો એક અઠવાડિયાનો રોલ હશે.” ...વધુ વાંચો

24

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 24

ઍપાર્ટમેન્ટ નાનું અને સુઘડ હતું. ઘરમાં આવતાંની સાથે આવો ઉત્કટ રૂપાનો પ્રેમ માણી રહ્યા બાદ તેણે પૂછ્યું, “કેમ કોઈ ઘરમાં?” “હું છું. એકાંત છે અને તું છું. શું એ પૂરતું નથી?” “હા, પૂરતું છે.” “પણ તું રાતા ગુલાબ સાથે પેંડા શાને માટે લાવ્યો તે તો કહે.” “પહેલાં પેંડો ખાઈને મારી સફળતા ઊજવીએ.” “હા. તું મને ખવડાવ અને પછી હું તને ખવડાવું.” “જો, પહેલાં મારો સ્ક્રિનટેસ્ટ સફળ. હું તારી સાથે તારી ફિલ્મમાં જ નાનો રોલ ભજવું છું કે જેથી સવારે તારી સાથે સેટ ઉપર રહી શકું.” “વાઉ! પ્રિયંકા મેમને કેવી રીતે પટાવ્યાં?” ...વધુ વાંચો

25

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 25

અલય આવ્યો ત્યારે પરીને જોવાનો તરીકો તેને બદલાયેલો લાગ્યો. રૂપાનાં તો લગ્ન પણ જાહેર થઈ ગયાં અને હવે તો તેની પહોંચ બહાર છે તે સમજાઈ જતાં પુખ્ત વલણ અપનાવાઈ રહ્યું હતું. પરીને હાય કહેતાં તેનું હાસ્ય તેના પરિવર્તનની ચાડી ખાતું હતું. પરી હવે ફોટોગ્રાફર નહોતી. તેની જેમ જ અભિનયના ક્ષેત્રે પ્રિયંકા મેમની શિષ્યા હતી. લીડ રોલમાં હતી. વળી રૂપા કરતાં એક કદમ આગળ વધીને તે તાંબે પરિવારની હતી. તેને એ યાદ હતું કે અક્ષરને અને પરીને થોડો સમય આપો એમ કહેલું હતું. ...વધુ વાંચો

26

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 26

બીજા દિવસની સવાર પરી માટે અને રૂપા માટે ખૂબ બિઝી રહી. અલયનાં ઘરવાળાં શિકાગોથી ૧૧ વાગે આવી જવાનાં હતાં. પહેલાં મેકઅપવાળા ૯ વાગે આવવાના હતા. અલયને સૂટ લાવવાનો હતો. ભારે કપડાં ઉપરાંત બૅન્કમાંથી લૉકર ખોલાવી દાગીના લાવવાના હતા. પરીને ક્યાંય છૂટા પડવું નહોતું એટલે અલય, અક્ષર અને રૂપા તે બધાં સાથે ફરતાં હતાં તેથી રઘવાટ વધતો હતો. સવારે નાસ્તો કરવાના પણ હોશ નહોતા. અલયનાં મમ્મી અને કઝીનોનું ટોળું આવવાનું હતું. અને સેટ ઉપર પ્રેક્ટિસ ચાલુ હતી.. બધા સેટ ઉપર જ એક વાગે ભેગાં થવાનાં હતાં. પરીને ખિલખિલાટ હસતી જોવાનો મોકો આજે રૂપાને અને અક્ષરને મળ્યો હતો. પરી સંકોચાતી અને શરમાતી પણ અક્ષર તેની શરમને ધોઈ પીતો અને ગાતો – ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો