ચણોઠીનાં વન એટલે જીવન

(119)
  • 73.2k
  • 9
  • 31.5k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 1 વિજય શાહ પ્રૂફ રીડ સહાય – જુગલકિશોરભાઈ વ્યાસ ચણોઠી –વાલનાં ત્રીજા ભાગનું વજન કે રતી ભાર સુચવવા વપરાતુ રાતું ઝેરી ફળ જ્યોતિષ મહેશ રાવળે જ્વલંતનાં આખા જીવન નું ભવિષ્ય ભાખ્યુ હતુ તેમ જ જીવન વહ્યુ હતુ ભારત માં હતા ત્યાં સુધી નાના મોટા પ્રસંગોએ તાળો મેળવાતો અને ભવિષ્ય કથન ની સચોટતા જોવાતી. ૭૨ વર્ષ પછીનું ભવિષ્ય કથનનું પાનુ ગાયબ હતુ...અને આજથી ૭૨ તેને શરુ થતું હતું. જ્વલંત વિચારમાં હતો મ્રુત્યુ આટલું બધુ નજીક હતુ? અને જ્વલંત પાસે જ્યોતિષ કથન નહોંતુ. આ વર્ષે તેનું મૃત્યુ થવાનું છે તે નક્કી છે પણ તેની પાસે સમય નથી,

Full Novel

1

ચણોઠીનાં વન એટલે જીવન - 1

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 1 વિજય શાહ પ્રૂફ રીડ સહાય – જુગલકિશોરભાઈ વ્યાસ ચણોઠી –વાલનાં ત્રીજા ભાગનું વજન રતી ભાર સુચવવા વપરાતુ રાતું ઝેરી ફળ જ્યોતિષ મહેશ રાવળે જ્વલંતનાં આખા જીવન નું ભવિષ્ય ભાખ્યુ હતુ તેમ જ જીવન વહ્યુ હતુ ભારત માં હતા ત્યાં સુધી નાના મોટા પ્રસંગોએ તાળો મેળવાતો અને ભવિષ્ય કથન ની સચોટતા જોવાતી. ૭૨ વર્ષ પછીનું ભવિષ્ય કથનનું પાનુ ગાયબ હતુ...અને આજથી ૭૨ તેને શરુ થતું હતું. જ્વલંત વિચારમાં હતો મ્રુત્યુ આટલું બધુ નજીક હતુ? અને જ્વલંત પાસે જ્યોતિષ કથન નહોંતુ. આ વર્ષે તેનું મૃત્યુ થવાનું છે તે નક્કી છે પણ તેની પાસે સમય નથી, ...વધુ વાંચો

2

ચણોઠીનાં વન એટલે જીવન - 2

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 2 વિજય શાહ સંવેદન ૩ અર્થઘટન અર્થહીન “રાજ્જા તારી સાથે તો કંઈ લઢાય?” “ના અને ક્યારેક સમય સંજોગ અને છોકરા છૈયા મા અને બાપ પણ નિમિત્ત બનીને આવે આપણ ને ઝગડાવવા. તો હું ઠંડુ પાણી અને તારે ઠારવાની તે આગ તેમાં અને ધ્યાન રાખવાનું કે આપણી જિંદગી છે આપણાથી ના લઢાય” “આ નિયમ કંઈ મારી એકલી માટે નથી હં,” “ હા એટલે તો જોવા છે એ લાયકાતનાં નિયમો. .એ આપણા બંને માટે છે અને તે આપણ ને ફાવે છે કે નહીં તે આપણે જોવાનાં છે.” “તું વહાલથી કહીશ તો હું મને ચઢેલો ગુસ્સો પી ...વધુ વાંચો

3

ચણોઠીનાં વન એટલે જીવન - 3

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 3 વિજય શાહ સંવેદન ૫. દીકરીનાં રુઆબ અરિહંત ટૂલ્સમાં જ્વલંત તો ખુબ જ કમાતો ફીયાટ ગાડી લીધી અને ધંધો રાતે ન વધે તેટલો દિવસે વધે. સુમતિબા કહે સંતાન નું પગલું સારું છે. જનાર્દન રાયને ત્યાં થી વાત આવીકે તેમની નાણાકીય સ્થિતિ નબળી પડી. હીનાનું પગલું ગયું અને તેમને ત્યાં અન્ન અને દાંતને વેર થઈ ગયું સુમતિબા કહે હીનાને તો પહેલી સુવાવડ પીયરમાં જ કરાવવી રહી.વહેવારે તો શહેરમાં જ કરાવવી જોઇએ પણ જનાર્દન રાય કહે ગામડા ગામમાં સુવાવડ ના કરાવો. સાંજે માંદે દોડ ધામ થઈ જાય.તેને બદલે સુવાવડ શ હેરમાં જ કરાવો અને બધો ખર્ચો ...વધુ વાંચો

4

ચણોઠીનાં વન એટલે જીવન - 4

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 4 વિજય શાહ પુરા બે મહીને દાદીમા મલકતા હતા… મેં તો મારા પૌત્રનું નામ કરી રાખ્યુ છે રોશની નો ભાઇ તો દીપક જ હોયને? સવા ત્રણ વર્ષની રોશની આ સમાચાર સાંભળીને રાજી થઈ. તેને મન એક નવું રમકડુ “ભાઈ” આવશે જેના ઉપર દાદાગીરી કરાશે પણ તેને ખબર નહોંતી કે તે હેત પ્રીતમાં ભાગ પાડશે “નામ તો દીપ જ રહેશે” હીનાએ પોતાની મરજી જાહેર કરી અને વસુધા અને વીણા ફોઇઓ સરસ મોર્ડન નામ છે કહીને ઝુમી ઉઠી. નવમા મહીને મહારાણી શાંતાબાઇ નર્સીંગ હોમ માં હીના દર્દ ખાતી હતી, પણ ઉત્સર્જન માર્ગનો રસ્તો સાંકડો પડતો હતો.દાયણો ...વધુ વાંચો

5

ચણોઠીનાં વન એટલે જીવન - 5

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 5 વિજય શાહ સંવેદન ૯ હાથ ઉંચા કરી કહે હવે તે ના થાય જ્વલંતના અમુલખ રાય ખુશ હતા. હીનાએ વંશજ આપ્યો હતો. તેની ખુશી તેમના ચહેરા ઉપર છલકાતી હતી. તેઓ તો દીકરાને નહાઇ ધોઇને તૈયાર થઈને પથારીમાં બેઠેલો જુએ એટલે કહે બરોબર નગરશેઠ જેવો ઠાઠ છે અને બગલાની પાખ જેવો ધોળો ધબ વેશ છે. છ મહિના નો થયો અને બરોબર રમાડવા જેવો થયો ત્યારથી દાદાજી અને દીકરો સવાર અને સાંજ સાથે રમે. જાણે દાદજીની દરેક વાત સમજતો હોય તેમ હોંકારા પુરાવે અને ખીલ ખીલાટ હશે.રોશની નો ભાઈ એટલે દીપ એનું નામ.સુમતિબા એને હીંચકા નાખે ...વધુ વાંચો

6

ચણોઠીનાં વન એટલે જીવન - 6

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 6 વિજય શાહ “રાજ્જા મને લાગે છે કે ઘરમાં બેસી રહેવાને બદલે તારું ટીફીન હું ઓફીસ આવી જઉં. સાથે જમશું અને કામ કાજ્માં મદદ કરીશ અને સાડા ચારે રોશની અને દીપ સ્કુલથી આવે એટલે ઘરે આવી જઈશ.” “પછી બપોરની તારી ઉંઘનું શું થશે?” “છોકરા સ્કુલે જતા રહે પછી આમેય ઘરમાં કામનું કામ રહેતું નથી”. “કેમ? સવારથી રસોડું ચાલતું હોયને?” “હા. પણ બાર વાગે ,સુમતિ બા અને પપ્પા તો ઉંઘતા હોય અને મને તો તારો સંગ વધારે ગમે એટલે ટીફીનમાં તારા ભાવતા ભોજનો સાથે હું પણ કંઈ કામ શીખીશ.” ” ભલે. આવજે પણ સ્ટાફ સાથે ...વધુ વાંચો

7

ચણોઠીનાં વન એટલે જીવન - 7

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 7 વિજય શાહ સંવેદન ૧૩ અમેરિકા ગમનની તૈયારી જ્વલંત પાસે થોડુંક આગોતરું જ્ઞાન રહેતું તેને સમજાઈ જતું કે પવન કઈ દિશામાં વહે છે તે દિવસોમાં તેના મામાનો દિકરો હીતેશ વાત લાવ્યોકે વડોદરામાં સ્ટોક એક્ષ્ચેંજ આવે છે તેણે રોકાણ ખાતર ૧૦૦૦૦ રુપિયા ની ફીક્ષ્ડ ડીપોઝીત કરાવી. થોડા સમયે તેની વાતો નેશનલ સ્ટોક એક્ષ્ઘેંજ તરફ વળી. ઇજ્નેર હોવાને કારણે ટેક્નોલોજી ને કારણે નેશનલ સ્ટોક એક્ષ્ચેંજ્ની ગતિવીધી સમજી ગયો.એક કરોડ રુપિયામાં મર્યાદીત સમયમાં જેમને શેર બજાર નો અનુભવ હોય તેઓને સભ્ય્પદ મળી શકે. એક મિત્ર કહે અમેરિકામાં ૨૦ મિત્રો પાસેથી ૫૦૦૦ ડોલર લઈ આવો એટલે કરોડ રુપિયાનો ...વધુ વાંચો

8

ચણોઠીનાં વન એટલે જીવન - 8

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 8 વિજય શાહ સંવેદન ૧૯ ભગવાન ની મહેરબાની બે ગાડી તો સચવાય છે હીના જ્વલંત ઉપરાંત હવે રોશની માટે ગાડી લેવાની થઈ એટલે ત્રીજી ગાડી માટે બેંકમાં અરજી થઈ. કોલેજ્માં જવાનાં સમય સાચવવાનાંને? હીના નો આખો પગાર હપ્તામાં જતો રહેશે પણ ડાઉન ટાઉનમાં ગાડી વીના કેમ ચાલે? બસમાં તો કેવી રીતે રોજ જવાય? દીપ તો હજી બસમાં જશે. સ્કુલમાં બદલાવ આવ્યો પણ તે જ્યાં એ જતો હતો તેની નજીકમાં જ જવાનું હતુ.તે સ્કુલની બસ પણ ઘર પાસે આવતી હતી. જ્વલંતે સાંજની શાળામાં ભણી અને અમેરિકાની ડીગ્રી લઈ લીધી હતી તેથી નવી જોબ બમણા પગારની ...વધુ વાંચો

9

ચણોઠીનાં વન એટલે જીવન - 9

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 9 વિજય શાહ સંવેદન ૨૩ અમેરિકન શૉક– અમે ડેટીંગ કરીયે છે. હીનાને લીધા વીના તેને ગામ કોઇ પણ જાતની ખબર આપ્યા વિના પહોંચી ગયો. દીપ અકળાઈને બોલ્યો “પપ્પા આમ મારે ત્યાં ન અવાય. પહેલા જાણ કરવી જોઇએ અને મારી મંજુરી હોય તો જ અવાય.” પહેલો અમેરિકન શૉક જ્વલંતને મળ્યો. દિકરો કહેતો હતો કે મને મળવા આવતા પહેલા મને જાણ કરવી જરુરી છે. જ્વલંતે કહ્યું “ તારી ચિંતા થતી હતી અને આજે રજા હતી એટલે નીકળી આવ્યો.” ત્યાં પેલુ ગલુડીયુ આવ્યું અને જ્વલંતનાં પગ ચાટવા લાગ્યુ એટલે દીપ પ્રસન્ન થઈને બોલ્યો “તમે ગમે તે વિચારતા ...વધુ વાંચો

10

ચણોઠીનાં વન એટલે જીવન - 10

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 10 વિજય શાહ “સંવેદન ૨૯ મારો દીકરો ભોળો છે” મારો દીકરો ભોળૉ છે .હીના હતી અને જ્વલંત સાંભળતો હતો રોશની અને દીપ વચ્ચે ૪ વર્ષનો ફેર છે પણ કામદેવનાં તીર બંનેને એક જ સમયે વાગ્યા છે.વાત તો ફક્ત રોશની ની જ લખવી છે પણ દીપ એ વાતોમાં ક્યાં અને કેવી રીતે વણાઇ જાય છે તે સમજાતુ નથી. અભિલાષે હીરાની વીંટી આપ્યા પછી રોશની નાં સાસુ અને સસરા આવ્યા અને ખુબ ખુશી વ્યક્ત કરી ગયા. હીરાનો હાર, મોંઘોદાટ હજાર ડોલરનો હળવા કલરનો શરારો અને મીઠાઇ લઇને આવ્યા. જાતેજ વિવાહ નું ઉજવણું કરી ગયા આનંદનો પ્રસંગ ...વધુ વાંચો

11

ચણોઠીનાં વન એટલે જીવન - 11

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 11 વિજય શાહ રડારોળ કરવાનો સમય નહોંતો. ધાર્યુ ના હોય છતા જે થતું હોય પ્રભુ ઇચ્છા કહી સ્વિકારવામાં જ બુધ્ધીમાની એમ જ્વલંતે પોતાની જાતને વાળી લીધી પણ હીના એમ ના માની શકી. મારો દીપ ભોળો છે કહી તેનું રુદન ચાલુંજ રહ્યુ. સંવેદન ૩૩ નવો નંબર દીપે આપ્યો નથી. શરુ શરુમાં તો હીનાને દીપ બહું જ યાદ આવતો હતો.પણ જ્યારે સાંભળ્યુ કે તે બાપ બનવાનો છે ત્યારે તો તે હરખની મારી ફોન લગાડવા ગઈ ત્યારે નક્કર વાસ્તવિકતા તેની સંવેદનશીલતા ને અથડાઈ. ફોન નંબર બદલાઇ ગયો હતો અને નવો નંબર તો હતો નહીં. તેના માતૃહ્રદયને ભારે ...વધુ વાંચો

12

ચણોઠીનાં વન એટલે જીવન - 12

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 12 વિજય શાહ અભિલાષ અને રોશનીનાં લગ્નજીવનમાં તેમના પુત્ર દેવનો જન્મ થયો ત્યારે હીનાને હતી કે હવે જવાબદારી વધશે અને ડૉક્ટર સાહેબ નું વેકેશન ખતમ થશે.. પણ વેકેશન તો ના ખતમ થયું પણ રોશની પીસાતી ગઈ. અરે ત્યાં સુધી કે નોકરીએ જતા પહેલા દેવ ને ડેકેરમાં મુકવા જવાનુ બ્રેક ફાસ્ટ બનાવવાનો અને સાંજે ડે કેરમાંથી લાવવાનો..ગ્રોસરી ખરીદવાની અને સાંજે ડીનર પણ બનાવવાનું…બેરોજગાર ડોક્ટર અભિલાષ થી આવા કામો ના થાય. પણ ઝીણી ઝીણી વાતોમાં રોશની ની ભુલો કાઢવાનું ન ચુકતો. રોશની પણ સમજી ગઈ હતીકે ડોક્ટર સાહેબનું વેકેશન પુરુ થવાનું નથી. દેવની જેમજ અભિલાષ પણ ...વધુ વાંચો

13

ચણોઠીનાં વન એટલે જીવન - 13

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 13 વિજય શાહ કૉર્ટ માં કેસ ચાલ્યો કે રોશની દેવને લઈને નાસી આવી છે.તેનો અભિલાષને જોઇતો હતો. રોશની તેનું કહ્યું માનતી નથી. પંદર જ મીનીટ્માં ચુકાદો આવી ગયો કે નાનો દેવ રોશની પાસે ૧૬ વરસ સુધી રહેશે અને ભરણ પોષણ તરીકે મહીનાનાં હજાર ડોલર રોશનીને આપવા પડશેં અને મહિનામાં એક વખત વીઝીટેશન એક વીક એંડ મળશે. અને વેકેશન માં ૧૫ દિવસ મળશે. રોશનીતો માની જ નહોંતી શકતી કે અભિલાષ આટલી સહજતા થી દેવને છોડી દેશે. પણ રોશની એ મકાન છોડી દીધુ. દેવ મળી ગયો એટલે તેને તો બધુંજ મળી ગયુ હતુ. ડે કેર અને ...વધુ વાંચો

14

ચણોઠીનાં વન એટલે જીવન - 14

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 14 વિજય શાહ “ મારી મોમ નું આયુષ્ય કેટલું?” હીનાને શરુઆતમાં કિરણો અપાવવાનાં હતા. મુખ્યત્વે જીભની આજુ બાજુ અને આખા શરીર માં હોય છે. શરીરની રોગ પ્રતિકારત્મક શક્તિનો મુખ્ય આધાર છે લીંફ અને લીંફ્નોડ ની વ્યવસ્થા..જેમ રક્ત વાહીની અને ચેતાતંત્ર હોય તેમજ આખા શરીરમાં લીંફ્તંત્ર હોય જે શરીરમાંથી અશુચી દુર કરવાનું અને પોષણ પહોંચાડવાનાં કાર્યને સક્ષમ બનાવે છે.ટુંકમાં શરીરનાં રક્ષણ માટે જરુરી એંટીબોડીઝ્ની સેના માટેનું પરિવહન તંત્ર છે.એમ ડી એંડર્સન કેંસર હોસ્પીટલમાં પહેલે દિવસે રોશની મમ્મીને લઈને ગઈ. જ્વલંત જોબ ઉપરથી સીધો પહોંચ્યો. ડો જેનીફરે સમય પ્રમાણે તેમની ચેંબરમાં બોલાવ્યા. સ્કેનીંગ નાં પરિણામ પ્રમાણે ...વધુ વાંચો

15

ચણોઠીનાં વન એટલે જીવન - 15

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 15 વિજય શાહ સન્માનની સાડી “રોશની દીપને આ સમાચાર આપી દેજે. પાછો તેને વાંધો પડે.” “ભલે!” જ્વલંતની જેમ એકાક્ષરી જવાબ આપી રોશની તેનું ગુસ્સા વાળું મો છુપાવવા પાછળ ફરી ગઈ. જ્વલંત કહે “મા તરીકે ભલે તું ભુલી જાય પણ રોશની તે અપમાનો ભુલી નથી.” “ એટલે?” હીના વિચિત્ર રીતે જ્વલંત સામે જોતા બોલી. “દીપ નાના મોટાનું માન નથી રાખતો એટલે રોશની ને ગમતું નથી.” રોશનીએ દીપને ફોન લગાડીને કહ્યું “ મૉમને એમ ડી એંડર્સન હોસ્પીટલમાં લીંફનોડ નું ઓપરેશન કરાવ્યુ છે.. “ ફોનને સ્પીકર મુકતા રોશની બોલી “મોમને તને જણાવવુ હતું તેથી મેં ફોન કર્યો ...વધુ વાંચો

16

ચણોઠીનાં વન એટલે જીવન - 16

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 16 આ તસ્વીર પ્રકરણ ચાલતુ હતું ત્યારે દીપ ટેંસ હતો. જેસીકા મેક્ષ અને તેની (કુતરી) ટ્વીકીનાં જોરદાર સંગઠન માં ગાબડા પડી રહ્યા હતા. તે જાણતો હતો તેના કુટુંબને અને જેસીકાને પણ. સંવેદન શીલતા બધામાં ખુબ હતી અને બીન જરુરિયાત વાંધા વચકામાં તેને કુટાવું નહોંતુ. હોસ્પીટલમાંથી વિદાય મળી અને દવા અને ટોનીકોનાં બૉટલ્સ લઈને ઘરે આવ્યા એટલે હીના ને પલંગમાં પડી રહેવાનું ન ગમે. કેંસર તો હટ્યુ પણ સુગરની બીમારી એ વકરવાનું શરુ કર્યુ. “ઘી, અને ખાંડ વિનાનું ખાવાનું તે ખાવાનું કહેવાય? ઈક્વલ સ્વીટ્નર તો ચા દુધમાં નાખીને પીવાય પણ ખાંડ જેવું ગળ્પણ ના આવે..ગોળ, ...વધુ વાંચો

17

ચણોઠીનાં વન એટલે જીવન - 17

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 17 ગોળધાણા ખવાયા ઉજ્વલની મુલાકાત છાયા સાથે પાઠશાળામાં થઈ. સુત્રાથોનમાં સુત્રો રાગમાં ગાતી છાયાનો માત્ર પ્રતિસ્પર્ધી ઉજ્વલ હતો. ખાસ તો બૃહદ ગુરુશાંતિ અને લઘુ શાંતિને શાસ્ત્રીય રાગોમાં ગાતો ઉજ્વલ સમગ્ર શ્રોતાઓનો માનીતો ગાયક હતો. જ્યારે છાયા તે ફીલ્મી ગીતોનાં ઢાળમાં ગાતી તેથી જ્યારે સંવત્સરી પ્રતિક્રમણમાં સ્ત્રીનાં પ્રતિક્રમણમાં તે છવાઈ જતી.જો કે સાધ્વીજી કાયમ કહેતા સુત્રો ફીલ્મીગીતનાં ઢાળમાં ના ગાવ તો સારુ..પણ શાસ્ત્રીય રાગોમાં તે રાગની જાણકારી હોવી જરુરી હોવાથી ઉજ્વલ મેદાન મારી જતો. ભાવનામાં રોશની અને છાયા બંને બેનોની માંગ સરખી રહેતી. ખાસ તો સાધ્વીજી મહારાજ દરેક મહીનાનાં અંતે યોજાતી ભક્તિ ભાવનામાં હીનાને આગ્રહ ...વધુ વાંચો

18

ચણોઠીનાં વન એટલે જીવન - 18

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 18 છાયા નાં વિવાહ પછી બંને પ્રેમી પંખીડાઓને જાણે પાંખ આવી. જ્વલંત તેઓને કહેતો..” ધ્યાન રાખો આ છેલ્લુ વર્ષ છે પછી આખી જિંદગી પડી છે મહાલવા માટે.” પણ સાંભળે તે બીજાને..વીક એંડ એટલે છાયા ઉજ્વલને દેરાસર પછી સાંજે સાત વાગ્યા સુધીહરવાનું અને ફરવાનું.મૂવી જોવાનું હોટેલમાં ખાવા જવાનું અને રાત્રે નવ વાગે ઘરે જવાનું. જ્વલંતને કોઇ પણ સંતાન રાતનાં દસ વાગ્યા પછી ઘરે આવે તે ના ગમે. ઉપેંદ્રભાઇ પણ તે જ મતનાં એટલે સવારે નવ વાગે એટલે દેરાસર..ત્યાંથી એક વાગે એટલે પ્રેમી પંખીડાઓ પોત પોતાનાં મિત્રો સાથે દેરાસરમાંથી ગાયબ. જ્વલંતને દીકરીની બહું ચિંતા એટલે છાયાએ ...વધુ વાંચો

19

ચણોઠીનાં વન એટલે જીવન - 19

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 19 આજે તને કાગળ લખું છું તે તો માત્ર દિલનો ગુંગળાયેલ અવાજ માત્ર છે..કારણ તન થી તો હું તને ખોઇ બેઠેલો વિધુર છું પણ મેં તને મનથી ખોવાયેલ ગણી જ નથી. તને ગમતું ગીત ગણગણું અને તું પ્રત્યક્ષ હાજર થઈ જ જાય.અને સાથે લાવે તું યાદોની ફૌજ. આજે થયું એ ફૌજ ન લાવવી હોય તો ચાલ કંઇક એવુ કરું કે તુ રહે મૌન અને મને વાતો કરવાનો અને આ ગુંગળાતા અવાજને તક મળે થોડું બોલવા માટે…હું મારામાં મસ્ત રહેતો અને તું મારે માટે જાત જાતનું અને ભાત ભાતનું ખાવાનું બનાવતી. અને પ્રેમથી મને જમાડતી.તને ...વધુ વાંચો

20

ચણોઠીનાં વન એટલે જીવન - 20

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 20 છાયાનાં વડસાસુ સ્પેનમાં હતા અને અઠવાડીયા પહેલા તેઓ કોરોનાની અસરમાં મૃત્યુ પામ્યા. ઉપેંદ્રભાઇ રેખા બહેન ઉદાસ હતા. લોક ડાઉન ને કારણે તેઓ ત્યાં જઈ શક્યા નહીં. તેઓ ફોન ઉપર વાતો કરતા હતા. મોટી ઉંમરે મ્રુત્યુ પામ્યા હતા પણ તેઓની વ્યથા કંઈક જુદીજ હતી. તેમના ભાઈ એટલામાટે ઉદાસ હતા કે તેમની અંત્યેશ્ઠી (અંતિમ ક્રીયા) માટે તેમને પરવાનગી મળતી નહોંતી. શબ ઘરમાં હતું અને જન્મદાતા માતા આખા ઘરમાં મૃત્યુનો ભય બની બેઠી હતી. તેના વિષાણુઓ ગમે તેટલી તકેદારી રાખે પણ ઘરમાં કોઇક્ને અને કોઇક્ને લાગીજ શકે. જ્વલંત ઉપેંદ્રભાઇને સાંત્વના આપે તો કેવી રીતે આપે? કર્મનાં ...વધુ વાંચો

21

ચણોઠીનાં વન એટલે જીવન - 21

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 21 હેમલતાશ્રીજી મહારાજે ઉપધાન તપ માટે આમંત્રણ મોકલ્યું હતું. ભાવનગરમાં લઘુત્તમ ૧૮. દિવસ ૩૫ અને મહત્તમ ૪૫ દિવસનું. આ વ્રતને લોક્ભોગ્ય ભાષામાં ચારિત્ર જીવન જ કહેવાય. રોશની અને જ્વલંતે ટીકીટ કઢાવી…ભાવનગરની. ત્રીજે દિવસે જ્યારે ભાવનગર પહોંચ્યાં ત્યારે સૌથી વધુ ખુશ સાધ્વીજી હેમલતાશ્રીજી હતા. . હેમલતાશ્રીજી મહારાજે વ્યાખ્યાનમાં કહ્યું જૈન કૂળમાં જન્મ મળ્યો એટલે નવકારમંત્ર ગળથુથીમાં થી મળ્યો કહેવાય. પરંતુ તેને સ્મરણ કરવાની પૂર્વ શરત એટલે ઉપધાન તપ. જે ઉપધાન તપ કરે તેને જ નવકાર મંત્ર જપવાનો અધિકાર મળે. આ તપને વીધિ પુર્વક સમજાવતા તેઓએ કહ્યું.આ તપ ૪૫ દિવસ સુધી પોષામાં રહી સાધુ જીવન જીવવાનું ...વધુ વાંચો

22

ચણોઠીનાં વન એટલે જીવન - 22

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 22 કુટુંબમાં આવી તપશ્ચર્યા ખોડંગાયેલા સંબંધોને સવળા કરી દે. ભાઇ જ બહેન ને માળ અને પારણું કરાવે. દીપ અને બે નાના ભાઇઓ તો આ પ્રસંગે જોઇએ જ. દેવ અભિલાષ અને તેના સાસરીયાને પણ આમંત્રણ અપાયુ.. આખરે માળનો દિવસ આવી ગયો.૪૫ દિવસની તપશ્ચર્યા પુરી ત્યારે ૩૦૦ તપસ્વી થી શરુ થયેલ ઉપધાન તપ પૂર્ણતાનાં આરે પહોંચ્યુ ત્યારે ૧૨૫ તપસ્વી હતા.ઘણાં તપસ્વીઓ અઢાર દિવસ અને ત્રીસ દિવસ સમાપન માં નીકળી ચુક્યાં હતા તે બધા માળ પહેરશે. રોશની એ રંગ રાખ્યો. અનુમોદના અને પ્રંસંગ ઉજવવા બધા ભાવનગર એક દિવસ પહેલા પહોંચ્યા. તપસ્વીનાં અતિથિઓને બહુ આદર માનથી રાખ્યા. માળનાં ...વધુ વાંચો

23

ચણોઠીનાં વન એટલે જીવન - 23

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 23 ભાવનગરથી સાંજે સાત વાગ્યે ફ્લાઈટમાં જ્વલંતનું કુટુંબ, ઉપેંદ્રભાઇનું કુટુંબ હ્યુસ્ટન જતું હતું ત્યારે અને દેવ સાન્ફ્રાંસીસ્કો જતા હતા. એક અઠવાડીયામાં ધણું બધુ થઈ ગયુ હતું.ભાવનગર યાત્રામાં છાયા જોતી હતી પપ્પા ની ઉંમર દસ વર્ષ વધી ગઈ હતી. દીપ ધીમે ધીમે કુટુંબનો દીકરો બની રહ્યો હતો.શ્વેત અને શ્યામ કોલેજ્માં જવા થનગની રહ્યા હતા.. ઉપેંદ્રભાઇએ ભાવનગર એરપોર્ટ ઉપર રેખા બહેન ને વાત કરતા કહ્યું આજે જ્વલંતભાઈને વાત કરીયે. રેખાબહેન ની સંમતિથી છાયાને કહ્યું તારા પપ્પા સાથે વાત કરવી છે. આપણી સિંદુરી અને ગુલાબી સાથે શ્વેત અને શ્યામને માટે માંગુ નાખવું છે. ત્યારે છાયાએ આનંદીત અવાજ્માં ...વધુ વાંચો

24

ચણોઠીનાં વન એટલે જીવન - 24 - છેલ્લો ભાગ

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 24 જ્વલંતનાં અન્ન્શન નો ત્રીજો દિવસ હતો. ઘરની ત્રણેય વહુઓ સસરાજીએ કશું ખાધુ નથી ચિંતા કરતી હતી. ત્યારે જ્વલંત તંદ્રામાં હતા. એ સપનું જોતો હતો અને સપનામાં તેને એક ખુબ નાનો લીલો તક્ષક નાગ દેખાતો હતો.સપનુ આગળ વધ્યું અને તે નાગની હલચલ બદલાવા માંડી એક તબક્કે તે બે સોનેરી નાગમાં ફેરવાઇ ગયા અને જ્યાં રુપાંતરણ થયું ત્યાં સોનેરી રંગની ઘણી બધી રજકણો હતી.તેણે સપનામાં પડેલી એ સ્વર્ણ રજકણ ભેગી કરી અને ચકાસણી કરાવડાવી તો તે ૨૪ ટકા સોનુ હતુ. તેનું મન હતું તે તક્ષક નાગને શોધવા પાછું કાર્યરત થયું આ વખતે સ્વપ્ન જરા વિચિત્ર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો