સૂર્યોદય - એક નવી શરૂઆત...

(806)
  • 111.1k
  • 32
  • 42.8k

ભાગ :- ૧ પ્રસ્તાવના... કેટલાય લાડકોડથી ઉછરેલી એક દીકરી જ્યારે કોઈની પત્ની બનીને પીયુના ઘરમાં આવે છે ત્યારે એની જોડે એના કેટલાય અરમાન અને આશા લઈને આવે છે. આ વાર્તા પણ એક એવી જ સ્ત્રી 'સૃષ્ટિ'ની છે. સૃષ્ટિ પણ દરેક નવોઢાની જેમ કેટલાય સપના આંખોમાં આંજીને આવી હતી. પણ જીવનના દરેક તબક્કે એના સપના, આશા અને અરમાનોને એના પતિ દ્વારા કચડવામાં આવ્યા. વારંવાર પતિ દ્વારા થતું એના સ્ત્રીત્વનું અપમાન એનાથી અસહ્ય બનતું જાય છે. લગ્નના પંદર વર્ષ સુધી આ સંબંધમાં ઝઝૂમ્યા બાદ એના જીવનમાં એક નવી શરૂઆત થાય છે.સૃષ્ટિના જન્મથી માંડીને એના નવા જીવનની શરૂઆત, એની જિંદગીમાં આવતા ઉતાર ચઢાવ અને એની

Full Novel

1

સૂર્યોદય - એક નવી શરૂઆત. - 1

ભાગ :- ૧ પ્રસ્તાવના... કેટલાય લાડકોડથી ઉછરેલી એક દીકરી જ્યારે કોઈની પત્ની બનીને પીયુના ઘરમાં આવે છે ત્યારે એની એના કેટલાય અરમાન અને આશા લઈને આવે છે. આ વાર્તા પણ એક એવી જ સ્ત્રી 'સૃષ્ટિ'ની છે. સૃષ્ટિ પણ દરેક નવોઢાની જેમ કેટલાય સપના આંખોમાં આંજીને આવી હતી. પણ જીવનના દરેક તબક્કે એના સપના, આશા અને અરમાનોને એના પતિ દ્વારા કચડવામાં આવ્યા. વારંવાર પતિ દ્વારા થતું એના સ્ત્રીત્વનું અપમાન એનાથી અસહ્ય બનતું જાય છે. લગ્નના પંદર વર્ષ સુધી આ સંબંધમાં ઝઝૂમ્યા બાદ એના જીવનમાં એક નવી શરૂઆત થાય છે.સૃષ્ટિના જન્મથી માંડીને એના નવા જીવનની શરૂઆત, એની જિંદગીમાં આવતા ઉતાર ચઢાવ અને એની ...વધુ વાંચો

2

સૂર્યોદય - એક નવી શરૂઆત. - 2

ભાગ :- ૨ આપણે આગળના ભાગમાં જોયું કે સૃષ્ટિની જીવંતતા ઉંમરના અલગ અલગ પડાવ ઉપર પહોંચી કઈ રીતે પોતાનો તોડે છે અને એના મનના વિચારો એને ભૂતકાળમાં ખેંચીને લઈ જાય છે. જ્યાં સૃષ્ટિ અને અનુરાધાના ગાઢ મિત્રતાના સંબંધો અને સૃષ્ટિના જીવનને આપણે જોયું. *****રાકેશ અને ભદ્રેશની વાત અને એકબીજાની હોંશિયારી ઉપર બંને હસી પડે છે. સૃષ્ટિ પોતાના સ્વભાવ મુજબ અનુરાધાના મનમાંથી વાત કઢાવવા મથે છે. પ્રેમથી અનુરાધા સૃષ્ટિને સ્વીટુ કહેતી હોય છે જ્યારે સૃષ્ટિ અનુરાધાને રાધા અથવા અનુ કહેતી કહેતી હોય છે. "Oye... ખોટુડી, હું જાણું છું તને. તું આમને આમ કોઈની સામુ જોવે નહીં, સાચું બોલ તો." આંખો ઉલાળતા સૃષ્ટિ બોલી.."સૃષ્ટિ, ...વધુ વાંચો

3

સૂર્યોદય - એક નવી શરૂઆત... - 3

ભાગ :- ૩ આપણે બીજા ભાગમાં જોયું કે શાળામાં ભણતી સૃષ્ટિ અને અનુરાધાની નિજાનંદ જિંદગી કેવી રીતે આગળ વધી છે. હવે સૃષ્ટિ માટે રાકેશની આવેલી ચીઠ્ઠી અનુરાધાના જીવનમાં શું ઊથલ પાથલ સર્જે છે અને સૃષ્ટિના જીવનમાં શું વળાંકો આવે છે એ હવે જોઇએ... ***** "લાગણીઓ લખીને મોકલી છે કોઈએ, એમાં માંગણીઓ લખીને મોકલી છે કોઈએ, વળતા જવાબની આશાઓ હશે એની, એટલે જ પ્રીત લખીને મોકલી છે કોઈએ." અનુપના હાથમાં અનુરાધાની સંતાડેલી અને રાકેશે જે સૃષ્ટિ માટે લખી હતી એ ચીઠ્ઠી આવતા જ ઘરમાં ઊથલ પાથલ સર્જાઈ જાય છે. અનુરાધાને બોલાવી એને રીતસર ટોર્ચર કરવામાં આવે છે. અને પછી આ ...વધુ વાંચો

4

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૪

ભાગ :- ૪ આપણે ત્રીજા ભાગમાં જોયુ કે અનુપના હાથમાં ચિઠ્ઠી આવ્યા પછી અનુરાધાના શું હાલ હવાલ થાય છે. કેવી રીતે અને શા કારણથી રાકેશ તરફની પોતાની લાગણી છૂપાવી દે છે અને રાકેશને ચિઠ્ઠીનો સમજદારી ભર્યો જવાબ આપીને ટાળી દે છે. તો બીજી તરફ રાકેશ પણ સામે એવીજ સમજદારી દાખવીને એ વાતને કાયમ માટે મનમાં જ દફનાવી દે છે. એ પછી શરૂ થાય છે અનુ અને સૃષ્ટિનું કોલેજનું ભણતર, અનુના જીવનમાં આવેલો શ્યામ નામનો વ્યક્તિ, સૃષ્ટિના લગ્ન થયા પછી એના અરમાનો ને સપનાઓનું વાસ્તવિકતાની દુનિયામાં નિરવ દ્વારા દહન. હવે આગળ..*****અનુરાધાનું હૃદય સૃષ્ટિની વાતો સાંભળીને દ્રવી ઉઠે છે અને મનોમન એ ...વધુ વાંચો

5

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૫

ભાગ :- ૫ આપણે ચોથા ભાગમાં જોયું કે સૃષ્ટિ પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનું નક્કી કરે છે. હવે જોઇએ નવી શરૂઆત તેની જીંદગીમાં શું રોમાંચ શું તોફાનો લઈને આવે છે.!? ***** "નવી સવાર અને એક નવો નિર્ધાર, જીવવું ખુદ કાજ એજ એનો આધાર. આશ્રિત નહીં રહે મારી ખુશી હવે, ડગલે ડગલે રહેશે જિંદગીનો પ્રભાવ." નવી સવાર નવા વિચારો સાથે સૃષ્ટિએ આજે એક્દમ ખુશખુશાલ માહોલમાં તૈયાર થઈને ઓફિસ જવાનું નક્કી કર્યું. એણે એના ગમતા આછા વાદળી રંગની કુર્તી, એને મેચિંગ દુપટ્ટો અને ચુડીદાર પહેર્યા, એના લાંબા, કાળા વાળને એક બાજુ પિન અપ કર્યા ને બીજી બાજુથી ખુલ્લા રાખ્યા. મનસ્વી તો ...વધુ વાંચો

6

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૬ 

ભાગ :- ૬ આપણે પાંચમા ભાગમાં જોયું કે સૃષ્ટિ હવે ફરી એ જ અસલ મિજાજમાં આવતી જાય છે જે લગ્ન પહેલા હતી. શ્રાવણ વરસતો જોઈ એને પહેલા જેટલો જ રોમાંચ થાય છે. અને કોઈ અલ્લડ યુવતીની જેમ એની આંખો ત્યાં ચા પીવા આવેલા યુવાન ઉપર ટકી જાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે. *****"નવજીવનનો વિચાર જીવનમાં લાવ્યો નવીન સંચાર, આવુંજ જીવંત રહેવું છે હવે ને આવોજ જોઈએ સંચાર.!"એક નવા જોશ અને ઉમંગ સાથે સૃષ્ટિ અને પાયલ આજે ઓફિસમાં દાખલ થાય છે. પહેલીવાર પાયલે સૃષ્ટિનું આવું નવીન રૂપ અને આંતરિક ખુશી જોઈ હતી. પણ પછી એ વિચારીને એને કાંઈપણ ...વધુ વાંચો

7

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૭

ભાગ :- ૭ આપણે છઠ્ઠા ભાગમાં જોયું કે સૃષ્ટિ ગળી બ્લૂ કલરની સાડીમાં એક્દમ અલગ જ લાગી રહી હતી. સમય પછી એ આટલી તૈયાર થઈ હતી. સાર્થક પણ આ નવા રૂપને જોઈને છક થઈ ગયો હતો. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે...*****"વ્યાખ્યા ક્યાં હોય છે આમ તો સુંદરતાની અહીં.!?જેની સાદગી પણ મનને મોહે એજ સુંદર મારા મન મહીં.!!"સૃષ્ટિ ગળી બ્લ્યુ કલરની સાડીમાં એટલી મોહક લાગી રહી હતી કે ઓફિસનો આખો સ્ટાફ એને જોઈને વાહ કહી ઉઠયો હતો. આજે તો સાર્થકના મનમાં પણ કાંઈક અલગજ ભાવ ઊભા થઈ રહ્યા હતા. આમપણ ઓફિસમાં કોઈ બીજું કામ તો હતું નહીં ...વધુ વાંચો

8

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૮ 

ભાગ :- ૮ આપણે સાતમા ભાગમાં જોયું કે સૃષ્ટિના નવા અંદાજથી સાર્થક મોહિત થઈ રહ્યો હતો. સાર્થક અને સૃષ્ટિ મનમાં કાંઈ અલગજ અવઢવ ચાલી રહી હતી. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****"અજીબ બેચેની ઘેરી વળી છે આજે આ દિલને,લાગે છે જાણે અસ્વીકારનો ડર લાગે છે એને.!"સાર્થક હવે સૃષ્ટિએ અચાનક નેટ બંધ કરતા બેચેન થઈ ઉઠયો હતો. એને આજે ફરી ફરીને પોતાના ભૂતકાળની યાદ આવી રહી હતી. "શું સૃષ્ટિનો સાથ પણ છૂટી જશે.!?" એવું વિચારતા જ એ બેબાકળો થઈ ઉઠયો અને નિશ્ચય કર્યો કે આજે સૃષ્ટિને પોતાના ભૂતકાળથી અવગત કરાવવી. અને ફોન લઈને મેસેજ ટાઇપ કરવા બેઠો. "ભાર હળવો ...વધુ વાંચો

9

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૯

ભાગ :- ૯ આપણે આઠમા ભાગમાં જોયું કે સાર્થક પોતાના ભૂતકાળથી સૃષ્ટિને ભેટો કરાવે છે. આ તરફ સૃષ્ટિ પણ જાતને સાર્થક આગળ ખુલી ચોપડીની જેમ ધરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સૃષ્ટિ સાર્થકને પોતાના ભૂતકાળ વિશે જાણ કરી ફરી પાછી સૂઈ જાય છે. સાર્થક જેવો સવારમાં નેટ ઓન કરે ત્યારે સૃષ્ટિના આટલા બધા મેસેજ જોઈ ખુશ થઈ જાય છે. એના માટે મહત્વનું એ હતું કે સૃષ્ટિ એની ઉપર વિશ્વાસ કરી રહી છે અને આ જ વિશ્વાસ એને કેળવવો હતો. આ સંબંધ એક નવા વિશ્વાસ સાથે આગળ વધારવો હતો. "એક ડગલું આગળ વધી છે વાત,"જોઈએ હવે.. જીવન શું આપે ...વધુ વાંચો

10

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૧૦

ભાગ :- ૧૦ આપણે નવમા ભાગમાં જોયું કે સાર્થક પોતાના ભૂતકાળથી સૃષ્ટિને ભેટો કરાવે છે. આ તરફ સૃષ્ટિ પણ જાતને સાર્થક આગળ ખુલી ચોપડીની જેમ ધરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****એકમેક સાથે સૃષ્ટિ અને સાર્થક લાગણીની ભાષામાં વાત કરતા હોય છે ત્યાંજ એક પેટ્રોલીંગ પોલિસ વાન એમની ગાડી આગળ આવી ઉભી રહે છે અને એક્દમ એમની આ તન્દ્રા તૂટી જાય છે. પોલિસ એ બંનેને અલગ અલગ લઈ જઈ પૂછપરછ કરે છે. સૃષ્ટિ અણધાર્યા આવેલા આ વળાંકથી એક્દમ ડરી જાય છે અને પૂછપરછમાં એ સાર્થકની પત્ની હોવાનું નિવેદન આપે છે. ફોન નંબર અને પોતાનું સરનામું આપ્યા પછી ...વધુ વાંચો

11

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૧ 

ભાગ :- ૧૧ આપણે દસમા ભાગમાં જોયું કે સાર્થક કઈ રીતે પોલીસ વાળી પરિસ્થિતિને પહોંચી વળીને સૃષ્ટિના મનમા વ્યાપેલ દૂર કરે છે. અને એ સૃષ્ટિને પોતાના જીવનમાં શું સ્થાન આપવા માંગે છે એ કહે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****ફોન ઉપાડતા જ એના કાને ડરેલી, ગભરાયેલી સૃષ્ટિના શબ્દો પડે છે. સાર્થક... એ આગળ કાંઈ બોલી નથી શકતી. આ શબ્દો સાર્થકના મનને હચમચાવી નાખે છે. અને સ્વસ્થ થતાં એ ફરી પૂછે છે. "શું થયું સૃષ્ટિ..!?" સાર્થક... "જોને મનસ્વીને શું થયું છે.? એ સવારથી કાંઈજ બોલતી નથી, સખત તાવ છે, આજે નિરવ પણ ઘરે નથી." સાર્થક સૃષ્ટિને ત્યાં પહોંચવાની હૈયાધારણ ...વધુ વાંચો

12

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૨ 

ભાગ :- ૧૨ આપણે અગિયારમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ હવે બસ પોતાની જિંદગી પોતાની રીતે જીવી લેવાના મૂડમાં છે. સાથે ખરેખર લગ્ન કરી સમાજ માટે એક અનૈતિક સંબંધ કહેવાય એવા સંબંધે એની પત્ની બનવા તૈયાર થાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે...*****સૃષ્ટિ ખુબજ ખુશ હતી. હવે સમય આવી ગયો હતો કે એ પોતાના મનની વાત અનુરાધા અને પાયલ સાથે શેર કરે. હજુ પણ એના મનમાં આ વાત અનુજને શેર કરવા માટે અવઢવ હતી કારણકે એ ભલે એના મનથી અનુજને પોતાનો મિત્ર માનતી પણ અનુજનો એની તરફનો ભાવ આ વાત અનુજને કરતા રોકી રહ્યો હતો. આથી સૃષ્ટિએ ...વધુ વાંચો

13

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૩ 

ભાગ :- ૧૩ આપણે બારમાં ભાગમાં જોયું કે અનુરાધા સૃષ્ટિના ઘરે જાય છે અને ત્યાંથી એ બંને સાર્થકના ઘરે જાય છે. સૃષ્ટિ અનુરાધાને બીજા દિવસે બપોર પછી અંબાજી જવાની વાત કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****રાત્રે મોડા સુધી અનુરાધા અને સૃષ્ટિ એકબીજાની જિંદગીની વાતો કરે છે. સતત સૃષ્ટિની વાતોમાં સાર્થક, સાર્થક સાથેનો પ્રેમ, સાર્થક સાથેની લાગણીઓ વ્યક્ત થઈ રહી હતી અને આ વાતોમાંને વાતોમાં સમય ક્યાં નીકળી ગયો ખબર જ ના રહી. આખરે મોડી રાત્રે બધા સૂઈ જાય છે. અનુરાધા પણ થોડાક વિચારો કરીને સૂઈ જાય છે.રાત્રે મોડા સૂવાના કારણે સવારે ૯ વાગે અનુરાધા ઊઠે ...વધુ વાંચો

14

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૪

ભાગ :- ૧૪આપણે તેરમાં ભાગમાં જોયું કે સાર્થક અને સૃષ્ટિ સમાજના નીતિમત્તાના નિયમો બાજુ ઉપર મુકી અંબાજીમાં લગ્ન કરે અને પોતાના જીવનની એક અલગ શરૂઆત કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****હોટલમાં જમીને એ બધા ધર્મશાળામાં આવે છે અને પોતાના રૂમમાં જાય છે. સાર્થક એના અલગ રૂમમાં જાય છે અને સૃષ્ટિ, અનુરાધા અને તેમની દીકરીઓ એક અલગ રૂમમાં જાય છે. અનુરાધા અને સૃષ્ટિ ફ્રેશ થઈ વાતોએ વળગે છે અને એમની દીકરીઓ ઊંઘવાની તૈયારીમાં લાગી જાય છે. લગભગ ૧૧ વાગ્યા સુધીમાં તો અનુરાધાની દીકરી સુઈ જાય છે અને અનુરાધાને સૃષ્ટિ પોતાના મનની વાત કહી સાર્થકના રૂમમાં ...વધુ વાંચો

15

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૫

ભાગ :- ૧૫આપણે ચૌદમાં ભાગમાં જોયું તો સાર્થક અને સૃષ્ટિએ સમાજના નીતિમત્તાના બધાજ ધારા ધોરણ તોડી એક અલગ જ પ્રસ્થાપિત કર્યો હતો. નિરવનું સૃષ્ટિની જીંદગીમાં હવે કેવું સ્થાન રહેશે અને શું આ સંબંધ આમજ આગળ વધશે.!? આ જોવા હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****અનુરાધાની એ વાત કે... "જે પળ મળે એ પળ માણી જીવી લેવી, લોકો શું કહેશે.? કોણ શું વિચારશે એવું વિચારીને તો જિંદગી વિતે... જિંદગી ના જીવાય..." સૃષ્ટિને સાચી લાગી રહી હતી અને કદાચ એટલેજ હવે એને કાંઈજ ખોટું કર્યાનો કોઈજ ક્ષોભ નહોતો. અનુરાધા એના વિચારોમાં ક્યાંક ખોવાઈ ગયેલી હતી એ જોઈ સૃષ્ટિએ પોતાના ...વધુ વાંચો

16

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૬

ભાગ :- ૧૬આપણે પંદરમાં ભાગમાં જોયું કે શ્યામ અને અનુરાધા શ્યામના જન્મદિવસે મળ્યા અને અનુરાધાએ શ્યામ સાથે મળી પોતાના બાળ કૃષ્ણ લાલો લીધો. સાર્થક સૃષ્ટિને મળી એ પોતે જીવનમાં આગળ વધવા માગે છે અને પોતાની ઓફિસ ખોલવા માગે છે એ કહ્યું. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સાર્થક જીવનમાં આગળ વધવા માગે છે એ વિચારી સૃષ્ટિ ખુબજ ખુશ થઈ ઉઠી. આમપણ એ પોતે મનોમન એવું ઇચ્છતી હતી કે સાર્થક પોતે આગળ વધે અને એક સફળ કારકિર્દીનું નિર્માણ કરે. આજે તો જાણે સૃષ્ટિના મનની વાત સાર્થકે કરી હતી અને સાર્થકે પોતાના જીવનનો ખુબજ મહત્વનો નિર્ણય લીધો હતો. સૃષ્ટિ ...વધુ વાંચો

17

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૭ 

ભાગ :- ૧૭ આપણે સોળમાં ભાગમાં જોયું કે સાર્થક પોતાના CA મિત્ર અભય સાથે મળી એકાઉન્ટ કન્સલ્ટેશન ઓફિસ ખોલે સૃષ્ટિ પણ સાર્થકને આ કામમાં પોતાના મિત્ર રાકેશની મદદથી ફાઇનાન્સિયલ હેલ્પ કરે છે. પાયલ અને સૃષ્ટિ એને સાથ આપવા ત્યાં જોબ ચાલુ કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સૃષ્ટિ અને સાર્થક નવી ઓફિસમાં ખુબજ મહેનત સાથે કામ કરી રહ્યા હતા અને પોતાના ક્લાયન્ટને પણ ચોકસાઇથી ધ્યાન આપી રહ્યા હતા. સાથે એમને આમ એકબીજા સાથે સમય આપવો પણ ખુબજ ગમી રહ્યો હતો. આમને આમ ત્રણ મહિના વીતી ગયા પણ માત્ર ખર્ચાઓ નીકળી રહ્યા હતા. કોઈજ બચત થઈ રહી ...વધુ વાંચો

18

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૮ 

ભાગ :- ૧૮ આપણે સત્તરમાં ભાગમાં જોયું કે સાર્થક પોતાના CA મિત્ર અભય સાથે પાર્ટનરશીપ પુરી કરે છે અને શોધમાં લાગે છે. સૃષ્ટિ અને સાર્થક બંનેની ફાઇનાન્સિયલ હાલત દિવસે દિવસે બગડી રહી છે અને સૃષ્ટિના મિત્ર રાકેશના પૈસા અને વ્યાજનું ટેન્શન પણ વધી રહ્યું છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સાર્થકને આખરે એકાદ મહિનાના બ્રેક પછી એક નોકરી મળી ગઈ હતી. પગાર ભલે પહેલા કરતા ઓછો હતો પણ અત્યારે નવરા બેઠા કરતા સમય સ્થિતિને અનુરૂપ બની આગળ વધવું એને યોગ્ય લાગ્યું હતું. સૃષ્ટિએ પણ એને આ વાત માટે સમજાવ્યો હતો. અને વારે વારે એ સાર્થક સાથે વાત ...વધુ વાંચો

19

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૯ 

ભાગ :- ૧૯ આપણે અઢારમાં ભાગમાં જોયું કે એકતરફ સૃષ્ટિને સાર્થક અને સુનિધિ વચ્ચે શું ચાલી રહ્યું છે એ છે તો બીજી તરફ નોકરી જવાના દુખથી એ એક્દમ વ્યગ્ર બની સતત સાર્થકનો સાથ મળે એવી ઝંખના કરી રહી છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****"વ્યગ્ર રહે છે મન મારું સતતઝંખે છે સાથ એ તારો સતત.જાણું સરળ નથી તારા માટે,તોય એ દલિલ કરે છે સતત."સૃષ્ટિની વ્યગ્રતા સતત વધતી જતી હતી. પહેલા તો ઓફિસના કામમાં થોડી વ્યસ્ત રહેતી તો ત્યાં થોડો સમય જતો પણ અત્યારે માત્ર ને માત્ર એ વિચારોમાં ખોવાયેલી રહેતી. મનસ્વી પણ પોતાની મમ્મીની આ હાલત જોઈને ...વધુ વાંચો

20

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૦ 

ભાગ :- ૨૦ આપણે ઓગણીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિને સાર્થક અને સુનિધિ વચ્ચે શું ચાલી રહ્યું છે એ સાથે આગળ વધે એ પણ ચિંતા થઈ રહી છે. નિરવ આટલા વર્ષોમાં પહેલીવાર સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં મિસ કરી રહ્યો છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****નિરવને અત્યારે તો કાંઈજ સમજાઈ રહ્યું નહોતું કે શું કરવું શું ના કરવું. અનુરાધાની વાત ઉપરથી ઘણા સવાલો પોતાના ભવિષ્ય ઉપર આવીને ઉભા રહેવાના હતા એ સમજાઈ રહ્યું હતું. આથી એ વિચારમાં પડ્યો કે હવે મારે શું કરવું જોઈએ જેથી ફરીથી હું સૃષ્ટિ અને મનસ્વીનો વિશ્વાસ કેળવી આગળ વધી શકું. મનસ્વીના મનમાં ...વધુ વાંચો

21

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૧ 

ભાગ :- ૨૧ આપણે વીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ સાર્થક ઉપર ગુસ્સે થઈને એને મળવા બોલાવે છે. નિરવ પણ પરીક્ષાના સમયમાં મનમાં આખી જીવન સફર ખેડી ફરી મનસ્વી અને સૃષ્ટિને મેળવવા અમુક નિર્ણયો લે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સૃષ્ટિ સાર્થક સાથે જાણે આજે આર યા પાર કરવાના મૂડમાં હતી. સાર્થક પણ આ ઘડી કઈ રીતે નીકળી જાય એ વિચારોમાં સૃષ્ટિ પાસે પહોંચી ગયો. જેવો એ પહોંચ્યો સૃષ્ટિ ફરી વરસી પડી... "સાર્થક તું મારા પ્રત્યે આટલો બેદરકાર કેમનો થઈ શકે.!? ફોનનો પણ જવાબ તું ના આપી શકે, અને આજે મળવાનું નક્કી જ હતું તોય તું આમ ...વધુ વાંચો

22

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૨ 

ભાગ :- ૨૨ આપણે એકવીસમાં ભાગમાં જોયું કે સાર્થક અને સૃષ્ટિ મળે છે. અને સાર્થકે છુપાવેલું પ્રકરણ સુનિધિ છતું જાય છે. સૃષ્ટિ લાગણીસભર અને ગુસ્સે થઈ ઘણા બધા સવાલો કરી નાખે છે અને આખરે તૂટીને એ ઘરે આવવા નીકળી જાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સાર્થકને ઘરે જવાનું મન નહોતું થતું. વારંવાર એને મનમાં લાગી આવતું હતું કે કદાચ એણે સૃષ્ટિને સમજવામાં કોઈ ભૂલ તો નથી કરી ને.! એણે સૃષ્ટિને આમ અંધારામાં નહતી રાખવી જોઈતી. જો એણે એને વિશ્વાસમાં લીધી હોત તો સૃષ્ટિ એને સમજી શકી હોત. એની ખુશી માટે કચવાતા મને પણ એણે એના અને ...વધુ વાંચો

23

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૩ 

ભાગ :- ૨૩ આપણે બાવીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ સાર્થક ઉપર બહુ ગુસ્સે છે અને સાર્થકને એની ભૂલનો અહેસાસ એમ ઈચ્છે છે. નિરવ અને મનસ્વી પ્લાન કરીને સૃષ્ટિને મુવી અને ડિનર માટે લઇ જાય છે. નિરવ પુરો પ્રયત્ન કરે છે કે એ સૃષ્ટિની નજીક આવી શકે અને ખુશ રહે એ માટે એ બધુંજ કરી છૂટવા તૈયાર થાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****નિરવ ફરી પોતાના રોજીંદા કામોમાં વ્યસ્ત થઈ જાય છે. સૃષ્ટિ સતત રોયા પછી હવે મજબૂત મનની બની ગઈ હોય છે. સાર્થકની નિષ્ફળતા કરતા પણ એને અત્યારે પોતાની પ્રેમ નિષ્ફળ નહીં થાયને એ ડર સતત ...વધુ વાંચો

24

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૪ 

ભાગ :- ૨૪ આપણે ત્રેવીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ શ્યામને મળવા બોલાવે છે અને ત્યાં શ્યામ, સાર્થક અને સૃષ્ટિ ખુબજ ગમગીન બનેલા વાતાવરણમાં વાતચીત થાય છે. બધાજ પોતપોતાની વાત સાચી છે એ કહેવા, પૂરતો પ્રયત્ન કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****શ્યામ, સાર્થક અને સૃષ્ટિ વચ્ચેની વાત આજે જાણે કોઈ નિર્ણાયક તબક્કામાં પહોંચી, આજે જ કોઈ નિર્ણય લઈ લેવાના હોય એમ એક પછી એક તર્ક કરતા તેઓ આગળ વધે છે. હમેશાં તર્કોના સાથમાં પ્રેમ અને લાગણીઓ હારતા શ્યામે જોઈ છે એટલે એ પણ હવે વિચલિત મને આ સ્થિતિનું શું યોગ્ય સમાધાન થાય એવું વિચારવામાં લાગી જાય ...વધુ વાંચો

25

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૫

ભાગ :- ૨૫આપણે ચોવીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ, સાર્થક, શ્યામ બધાજ આ સંબંધને પોતપોતાની રીતે, નજરે જોઈ રહ્યા છે આ સંબંધ સાચવવા શું કરવું જોઇએ એ મથામણમાં લાગી જાય છે. એકબીજાથી છૂટા પડીને સાર્થક અને સૃષ્ટિ બંને નવેસરથી પોતાના સંબંધ વિશે વિચારે છે જેના અંતે બંને એક નિર્ણય લઈને ઊંઘી જાય છે. જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સવારના છ વાગ્યા છે. ગાંધીનગરમાં આવેલા નિરવ દેસાઈના બંગલાના પહેલા માળે આવેલા એના બેડરૂમમાં કેટલાય વર્ષોથી જાણીતા અજનબીની જેમ રહેતી એની પત્ની સૃષ્ટિ દેસાઈના ચેહરા પર બારીમાંથી સીધો કુમળો તડકો પડી રહ્યો હતો. એ ઉભી થાય છે, એક નજર બાજુમાં ...વધુ વાંચો

26

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૬

ભાગ :- ૨૬ આપણે આગળના ભાગમાં જોયું કે સૃષ્ટિ એક અફર નિર્ણય લઈ ચૂકી છે અને સાર્થકની ખુશી માટે પોતાની જિંદગીમાંથી રુખસદ આપી દે છે. મનસ્વી મેડિકલ પરિક્ષા NEET પાસ કરી ચુકી છે. જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે. ***** સૃષ્ટિની વાત સાંભળી નિરવના મનમાં કેટલાય સવાલોનો મારો ચાલુ થઈ ગયો. આખરે સૃષ્ટિ શું માંગવા જઈ રહી છે.!? મન સ્થિર કરી નિરવે કહ્યું, "હા, સૃષ્ટિ... તું માંગીશ એ કોઈપણ સવાલ જવાબ વગર હું આપીશ." સૃષ્ટિને જાણે આટલું જ જોઈતું હતું. એ તરતજ બોલી ઉઠી, "મનસ્વીના MBBS ડોકટર થવાના સપના વિશે મેં કઈક વિચાર્યું છે અને મારે એવુંજ ...વધુ વાંચો

27

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ - ૨૭ (અંતિમ)

ભાગ - ૨૭ (અંતિમ) સૂર્યોદય - એક નવી શરૂઆતના આ અંતિમ ભાગ સાથે આપણી આ ભાવનાત્મક સફરનો અંત થવા રહ્યો છે. એક દીકરી, એક પત્ની, એક પ્રેમિકા, એક માતા દરેકે દરેક રૂપમાં એક સ્ત્રીને કેવીરીતે સમય તકલીફો આપે છે અને એ સમયને પર થઈ એક સ્ત્રી કઈ રીતે પોતાના માટે એક સૂર્યોદય સાથે આગળ વધે છે એની સફરમાં આપ સૌ મિત્રો, સ્નેહીઓ એ ખુબ સાથ આપ્યો. આપના સાથ વિના આ સફરનું કોઈજ ઔચિત્ય ના રહેત. સુંદર પ્રતિભાવો સાથે હંમેશા મને માર્ગદર્શન અને હિંમત આપી સાથ આપવા બદલ આ સૌ મિત્રો, સ્નેહીઓનો ખુબ ખુબ આભાર. અંતિમ ભાગમાં પણ ખુબજ સુંદર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો