ના હો દેવલી તું નાહકની ચિંત્યા કરે છે.તારો જન્મારો આખોય લીલોતરી સમો છે.આ તો જીવતર કેવાય..... અને હાલનું જીવતર એટલે દીઠાનુ ઝેર......રાજાના ઠાઠ સમો ઠાઠ સૌને જોઈએ છે પણ, ગરીબોના ઘરનું તો દૂરથીએ અજવાળું નથી જોઈતું...!..ભલે તેનું ખોરડું લીંપ્યુ ગૂંપ્યુ હોય ને જાહોજલાલી અને તેને સાત પેઢીનોએ રિશ્તો ના હોય.પણ,નાતમાં સઘળેય તેનું ખોરડું ગુણોથી ગવાયેલ મહેલ છે.ખોરડાનો હર જણ એટલે લોકોના વિચારોમાં જાણે રામનો અવતાર..! હવે તુંજ કેહ કે આમાં તને ક્યાંય પણ ઝેરનો ઘુંટડોય દીઠે છે. પરષોત્તમ પોતાની વહાલી વચલી દીકરી દેવલીને તેના માટે માંગું આવેલ તે કાનજીની ગરીબીના વખાણ કરીને હા ,ભણાવવા મથતો હતો.

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

દેવલી - 1

ના હો દેવલી તું નાહકની ચિંત્યા કરે છે.તારો જન્મારો આખોય લીલોતરી સમો છે.આ તો જીવતર કેવાય..... અને હાલનું જીવતર દીઠાનુ ઝેર......રાજાના ઠાઠ સમો ઠાઠ સૌને જોઈએ છે પણ, ગરીબોના ઘરનું તો દૂરથીએ અજવાળું નથી જોઈતું...!..ભલે તેનું ખોરડું લીંપ્યુ ગૂંપ્યુ હોય ને જાહોજલાલી અને તેને સાત પેઢીનોએ રિશ્તો ના હોય.પણ,નાતમાં સઘળેય તેનું ખોરડું ગુણોથી ગવાયેલ મહેલ છે.ખોરડાનો હર જણ એટલે લોકોના વિચારોમાં જાણે રામનો અવતાર..! હવે તુંજ કેહ કે આમાં તને ક્યાંય પણ ઝેરનો ઘુંટડોય દીઠે છે. પરષોત્તમ પોતાની વહાલી વચલી દીકરી દેવલીને તેના માટે માંગું આવેલ તે કાનજીની ગરીબીના વખાણ કરીને હા ,ભણાવવા મથતો હતો. ...વધુ વાંચો

2

દેવલી - 2

લગ્નની પ્રથમરાત્રીના શમણાં જોતો કાનજી રડી રડીને સાવ નીતરાઈ ગયો હતો .મોયરાનાં મીંઢળ લાલ રંગથી શોણિતને ધ્રુજવી રહ્યા હતા.ચારેકોરનો ને ઉત્સાહ માતમમાં પથરાઇ ગયો હતો.માંડવાની ઝૂલ ફર –ફરતી ભેંકાર ભાસતી હતી.પરોઢનો સૂરજ ત્રાહિમામ થઈને ઉગ્યો હોય તેમ આગ ઝરતા કિરણો નાખી રહ્યો હતો. પુરષોતમની પાઘડી લોહીથી ખરડાઈને દીકરીના શોણિતને કાળું ડીબાંગ દેખાડતી હતી.માં વિના ઉછરીને મોટી કરેલી અને પરણાવવાના કોડ જોયેલા; અરે હજુ ગઈકાલે સાંજનાજ દીકરીને પીરસતી જોઈને પુરષોતમની આંખો ભીની થઇ ગઈ હતી અને એક જવાબદારી સમુસુતરી પાર પડે અને પોતાના અભરખા દેવલીને સારા ઘરની પણીહારણ બનાવવાના પુરા થશે.આવતી કાલે તે વિચારો માત્રથી તે કેટલો હરખના આંસુડા થી ...વધુ વાંચો

3

દેવલી - 3

કોલેજના ગેટ પર બધાની નજર ચોટી છે.જોઈ રહેલ હર યુવાનને સૌથી પહેલા અનિમેષ નજરે તે માદકતું રૂપ પી લેવું રૂપ રોજ આ કામણગારી આંખો પીવે છે છતાં તૃપ્ત નથી થતી.તે રૂપની માદકતાજ એવી છે કે તેના એક લચકામાં તો ચંપો ને મોગરો પણ પોતાની ખુશ્બૂ છોડી ઇર્ષાથી કરમાઈ જાય છે.કોલેજના બાગની સઘળી સુગંધ ક્યાય ઓસરી જાય છે ને તે રૂપ પ્રવેશે ત્યારે આખા જગતની સુવાસ જાણે તેના કનેથી પ્રસરતી હોય તેવી ચારેકોર ફેલાઈ જાય છે. ઝીરો ફિગરની કમર લચકતી ના હોય છતાંય લટકા લેતી હોય તેવી, સ્પોર્ટ્સ tights ટાઈપનું ટોપ અને સ્કર્ટ તેના મખમલી બદનને ...વધુ વાંચો

4

દેવલી - 4

તલપ અને દેવલની એન્ટ્રી થઈ.કોલેજમાં રોજ બૂમો નાખી દેવલની જાણ કરતા લોકો ઉદાસ થઈ ગયા હતા.આજે તેમને મેહેસૂસ થયું દેવલ તો રોમિલથીજ શોભે છે.અત્યાર સુધી લોકો દેવલનેજ કોલેજની રોનક માનતા હતા પણ, પહેલીવાર આખી કોલેજને ખ્યાલ આવ્યો કે દેવલનું અજવાળું તો રોમિલના પ્રકાશથીજ પ્રસરે છે.આજ પહેલીવાર આખી કોલેજને રોમિલનો ખાલીપો લાગતો હતો. હર યૌવન ઉદાસીથી મઢાઈ ગયું હતું.ચહેરાની રોનક અને હોઠ પરની મુસકાન ક્યાં ગાયબ થઈ ગઈ હતી. પણ, આ બધી ઉદાસીને વિચારો વચ્ચે સૌના હોઠે એકજ સવાલ રમતો હતો કે , રોમિલ ક્યાં ?........આટલા વરસની રોજની જોડીમાંથી એક પારેવડુ ...વધુ વાંચો

5

દેવલી - 5

..હા..... દેવલ એજ દેવલી હતી.ઊંચેરા સપના લઈને ગામડામાં જન્મી હતી દેવલી.... અનોખી પરંપરામાં જીવતું હતું તે ગામડું...રૂઢિવાદી પરંપરાઓ જે શાસ્ત્રોમાં નથી તેને આગળ ધરીને આ ગામ અસહ્ય અને અશક્ય કહી શકાય તેવા રિવાજો ને ફતવાઓ માં જીવતું હતું.ટીવીઓમાં રોજ આધુનિકતાના લિબાસ પહેરેલી સુંદરીઓ જોવી હતી અને રાત્રે સપનામાં તેની સાથે વિહરીને રજાઈઓ લીસી કરવી હતી.પણ,.. પણ,.. પોતાની કે ગામની...કોઈ દીકરી,વહુ કે બૈયરું આ આધુનિકતાનો પડછાયો માત્ર ઓઢે તોય હલબલાવી નાખે એવા ક્રૂર કુરિવાજો ઓઢાડીને ઠાર સુવડાવી દેતા... ....અને આવોજ એક કુરિવાજ હતો છોકરીના શિક્ષણના અધીકારને હણતો કાયદો... ગ્રામ પંચાયત હતી પણ, જાણે, ખાપ ...વધુ વાંચો

6

દેવલી - 6

રાત સૂમસામ હતી છતાં ભયાનકતા પાથરતી હતી.ક્યાંક ઘુવડ,ચિબડીઓ અને શિયાળું મનખા જાત માટે મરણોતલ રોતી હતી.રાત્રિના અંધકારમાં દેવલીનો રૂમ વડે અંધકારને ચીરવા હવાતિયાં મારતો હતો.પણ, જગત આખાના અંધકાર સામે દીવડાનું જોર કેટલું ? .... મેલી મુરાદનો નરોતમ કલાક પહેલાનો લપાતો છુપાતો કેટલીએ આંખોને માર દઈને દેવલીના ઓરડામાં આવી ભરાઈ ગયો હતો.દોરા-ધાગા,ધૂપ-અગરબત્તી ને કેટલાય મેલા મંત્રોના કવચ લઈને શૈતાની શક્તિની ઉપાસના કરે જતો હતો.દેવલીએ સખીઓને વિદાય આપીને પોતાને વધુ પીઠી ચોરાઈ જતાં ઘેન ચડવાનું બહાનું કાઢીને ઓરડામાં ક્યારનીએ પુરાઈ ગઈ હતી.વહેલું જાગીને તૈયાર થવાનું હોવાથી તેની ઊંઘમાં ખલેલ ના પડે એ માટે બાર વાગ્યે ખુદ ...વધુ વાંચો

7

દેવલી - 7

નરોતમ અને જીવણ મૂંગા બનીને એકબીજાને જોઈ રહ્યા.બંનેનું મગજ કામ નહોતું કરતું.નાખી નજર ઓળખાણની પહોંચે ત્યાં લગી દરેક ચહેરા મનોમન માંડી પણ, ક્યાંય કહેતા ક્યાંય એકેય ચહેરો તેમને આવું દેવલી જોડે કરે એવો લાગ્યો નહીં. ઘડીભર નરોત્તમને કાનજી પર શંકા ગઈ ..કે કદાચ તે જાણી ગયો હોય દેવલીની સત્યતા અને સમાજ વચ્ચે હવે દેવલીનો હાથ પકડવાની ના કહે તો, તેની શાંત,શરમિંદા અને ભોળા સ્વભાવની છાપ પર ધૂળ ફરી વળે તે બીકે પાછલા બારણેજ કાસળ કાઢી નાખ્યું હોય.તેના બાપ જીવણ કનેથી કે પછી જીવન અને તેની વાતો અને આવન-જાવન પરથી સત્યતા જાણી લીધી હોય ...વધુ વાંચો

8

દેવલી - 8

.....ગોરી ગોરી કલાઈવાળા સુંદર હાથ હતા.નરોતમના જમણા પગ પર દેવલીનો હાથ ધીરે ધીરે ઢીંચણ સુધી સરકવા લાગ્યો.સરકતા હાથ પરની ઘૂઘરીયો ખનન...ખનન...થતી હતી.જીવણ પોતાની હોંશિયારી દાખવતો સહસાજ કૂદવા ગયો.પણ,દેવલીનો તે હાથ સર્પેણ પેઠે કૂદયો ને જીવણનો તે પગ દોઢેક ફૂટ હવામાંજ સ્થિર થઈ ગયો.એકદમ શ્યામ ને કાળી મજજર રૂંવાટીથી તે હાથ પર પાતળી ગરુડવેલ ફૂટવા લાગી.તે વેલ ચિતાવરી વેલની જેમ દેખાતી હતી પણ,જાણે જીવણો સર્પ હોય અને તેનો શિકાર કરવા મથતી હોય તેમ ગરુડ વેલ તેના પગે વીંટળાઈ વળી.એકદમ ગરુડવેલની ફરતે રુવાંટી ઊગી નીકળી.દેવલીનો હાથ હવે હાથ નહોતો રહ્યો પણ,રુવાંટીથી ભરેલું જાણે કાળું મજજર થડ જોઈ ...વધુ વાંચો

9

દેવલી - 9

કંકાવતી તું જાણે છે ને કે,હું તાંત્રિક વિદ્યામાં પારંગત છું.અને ઘણાના જીવન-મરણમાં સુખ-શાંતિના દોરાધાગા ને મંત્ર-તંત્રથી ઉમંગના તહેવારમાં લાવ્યો પોતાની ભાભીને વિશ્વાસમાં લાવવા પોતાનો દાવ મુકતા બોલ્યો) હા,નરોત્તમભાઈ... પણ,આજ આવી કપળી ને દુઃખદ વેળામાં તમારી શીદને આવી વાત કરવી પડી ? ભાભી આજ જ્યારે હું દેવલીના દેહ કને ફસડાઈ પડ્યો ત્યારે મને દેવલીનો આત્મા દૂર-દૂર ભટકતો દેખાયો હતો.અને તેનો આત્મા અહીંજ ભટકે છે. પણ,નરોત્તમભાઈ દેવલીનું આવું ક્રૂર ને કમોત મરણ થયું છે એટલે તેનો આત્મા ભટકે એતો સાચી વાત પણ...પણ,શીદ કારણે કોઈએ તેની સાથે આવું કર્યું તે નથી સમજાતું(જાણે,નરોતમ તેના કરતૂતોથી ...વધુ વાંચો

10

દેવલી - 10

હવે આગળનો ભાગ.... પોતાના રસ્તાની અડચણો દૂર થતા અને બધું પાર પડતા કંકાવતી અને જીવણો વાસનાને તૃપ્ત કરીને જંગલ ગજવી મૂકતું અટ્ટહાસ્ય કરીને છૂટા પડ્યા. રાત્રીનો ભયંકર અંધકાર ચીરીને આવતી બે કીકી અચાનક અટકી ગઈ.કાને કંઈક સળવળાટ સંભળાતાજ પગ થંભી ગયા.. ...તો તમેજ દેવલીના કાંતિલ જનની છો એમ ને !,પોતાના પંડનું આવું વિસર્જન કરવાજ સર્જન કર્યું હતું ? મારા વિચારો તો ઠીક પણ,આ સત્યની પરખ કરનાર બે આંખોની નજરો સામેજ આખી ઘટના જોવા છતાં મન માનવા તૈયાર નથી.મને તો તમે નહીં જ ઓળખતા હોય એતો હું જાણું છું.પણ,કદાચ આટલી વાતચીત પરથી મારો ...વધુ વાંચો

11

દેવલી - 11

માતમનો માંડવો પરષોત્તમના ખોરડે ડુસકા લેવા લાગ્યો.હૈયું ફાટી પડે એવો આક્રંદ ચોમેર પડઘાઈ રહ્યો.દીકરીનું રૂપાળું મુખડું છેલ્લીવાર જોતો પરષોત્તમ બાથ ભરીને વરસી રહ્યો હતો.હૃદયનું આ ઊંડું દર્દ કોણ સમજે કે એક બાપ દીકરીને કેવી વિદાય આપે છે.મીંઢર બાંધ્યા હાથે વિદાય આપવાના ઓરતા જોઈ બેઠેલો બાપ આજે પોતાના કાળજાને બંધ થઈ ગયેલા હૃદય સંગ વિદાય આપી રહ્યો હતો.નાનકડી ફુલપરીસી લાગતી દીકરીને તે ટગર ટગર જોઈ રહ્યો.ઘડીક અવાક થઈ જતો તો વળી પાછો ઘડીક હીબકાં ભરી ભરીને દેવલીને ભીંજવી દેતો. .... દેવલી ઓ દેવલી આ તારો બાપ કેટલો અભાગીયો છે તું એકવાર જો તો ...વધુ વાંચો

12

દેવલી - 12

અર્થી ઉઠી ને ખુદ કંકાવતીને પણ ખબર ના રહી કે તેના હૃદયમાંથી પોતાની હોવા છતાં હંમેશા પારકી માની છે દેવલ માટે ક્યાંથી આટલો વિલાપ વહે છે અને આવા વિચારોમાંજ તેને જાણે પોતેજ મીરાણી હોય તેમ મરશિયા રાગમાં વિલાપ છેડયો.. મેં તો મારી છે કળાયેલ ઢેલ,દીકરી દેવલ ! દેવલ રે, દીકરી ! ખમ્મા ખમ્મા તુંને મારે હાલરડે પડી હડતાળ,દીકરી દેવલ ! દેવલ રે,દીકરી ! ખમ્મા ખમ્મા તુંને ! અમે જાણ્યું દેવલને પરણાવશું, અને લાખેણા દઈશું દાન; ઓચિંતાના મરણ આવિયા, એને સરગેથી ઉતર્યા વેમાન દીકરી દેવલ ! ...વધુ વાંચો

13

દેવલી - 13

દેવલીનો પ્રકોપ ગામ પર ઉતરી આવ્યો છે તેની જાણ જીવણ અને કંકાવતીને સારી રીતે થઈ ગઈ હતી.બંનેને ખ્યાલ આવી હતો કે દેવલી બે દિવસ ડરાવીજ શકશે અને જ્યાં લગી તેના આત્માને તેને લાયક કોઈ દેહ નહીં મળે ત્યાં સુધી ધમપછાડા કરશે.પણ,હા ત્રણ દિવસ બાદ તેનામાં ઓર શક્તિ વધવાની પ્રબળતા વધુ રહેલી હોવાથી તેનો રસ્તો કરવો જરૂરી હતો. કાળી ભમ્મર કડકડતી રાતે ઉપરવાળો જાણે રુઠયો હોય તેમ ધોધમાર વરસવા લાગ્યો.ફોન પર થયેલી વાતના આધારે બે ઓળાઓ આવી ભયંકર રાતને ઓઢીને દેવલીને જ્યાં દાહ દેવામાં આવ્યો હતો ત્યાં આવી પહોંચ્યા.વરસાદથી ભીંજાઈને ઓગળી ગયેલી રાખમાં ...વધુ વાંચો

14

દેવલી - 14

( નોંધ...મિત્રો હવે દેવલીની સાથે જોડાયેલા ને દેવલીના તે કેદ ભર્યા જીવનની વાર્તાને નવ વર્ષ પછીના જીવનથી કંડારુ છું.બીજી જ્યારે આ નવ વર્ષ દરમિયાન શું શું બની ગયું તેની પણ આછેરી ઝલક દરેક ભાગમાં આપતો જઈશ.અત્યારે હાલ દેવલીની નવ વર્ષ પછીની જિંદગીનું વર્ણન કરતો ભાગ વાંચો.જેમાં સૌપ્રથમ તેના જીવનને બરબાદ કરનાર રોમિલનું જીવન આ ભાગમાં વાંચો... આભાર) સૂરજના કિરણો બારીએ બેસી અંદર આવવા ડોકિયા કરવા લાગ્યાતા તોય હજુ રોમિલની ઊંઘ નહોંતી ઉડી.દેવાંશી રસોડામાં કોફી બનાવતા બનાવતા બૂમો પાડી-પાડીને તેને જગાડવા મથતી હતી.પણ, આ નવાબ ઘોડા વેચીને ઊંઘતા હતા.નાનકડો ઋતુલ પણ મમ્મીના કહેવાથી પપ્પાને ...વધુ વાંચો

15

દેવલી - 15

( હવે આગળનો ભાગ...) ઋતુલ યાદ આવતાજ દેવાંશી ક્યાંય હડસેલીને રોમિલનું સાવ સુકાયેલું માથું ખોળામાં લઈને ઉભડક બેસી ગઈ.જાણે રોમીલ સાંભળતોજ હોય તેમ સવાલો પર સવાલો કોઈપણ ઉત્તરની આશા વિના કરવા લાગી... રોમિલ હું પરિવારને શું જવાબ આપીશ ? રોમીલ તું આટલો કઠોર કેમ બન્યો ? મને આમ નોંધારી મેલીને જતાં તને જરાય વિચાર ના આવ્યો ? શું હું રોજ સાજ સજતી તે તને નોતું પોષાતું તે છેલ્લા સાજ સજવા આજ મજબૂર કરી ગયો ?... ....તેના દિલના ખૂણામાં દર્દભર્યુ ગીત ગુંજવા લાગ્યું.તે જ્યારે પણ રોમિલથી કે રોમીલ તેનાથી રિસાતો ત્યારે બંને એક ...વધુ વાંચો

16

દેવલી - 16

(આ ભાગમાં કેટલાક વાચકોના કિરદારને મે રંગ આપ્યો છે.બાકી રહેલા વાચકોના કિરદારને આવતા ભાગમાં રંગ આપીશ આભાર) પોતાનાથી નાના વીરાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો.ઋતુલ સામે દ્રષ્ટિ ફેંક્તાજ આંખો સામે બાળપણનો હરપળ ઝઘડતો ને ચોટલો ઝાલીને હકથી નાનો હોવાને લીધે ગમતી વસ્તુ છીનવી લેતો રોમિલ રમવા લાગતો. મેળામાં તો સૌ તેનાજ ઢગલો સપના ખરીદીને લઇ આવતા.અને ભાઈનો ખીલખીલાટ ચહેરો જોઈને તે પોતે પણ પોતાના અરમાનો ત્યજી દેતી.કોઈનું મરણ થાય તો તે પણ દિલાસો આપતી કે "આતો કુદરતનો નિયમ છે,સર્જાયું તેનો નાશ નક્કી છે" પણ,આજે તેનો વીરો ખુદ સ્વધામ સીધાવતા તે ઉપદેશ તેનેજ માઠો ...વધુ વાંચો

17

દેવલી - 17

....સૂરજ પોતાની લાલીમાના છેલ્લા શેરડા નીલા અંબર પર વેરી રહ્યો હતો,મંદિરોમાં ઘંટારવનો નાદ અસ્ત થઈ રહ્યો હતો ને પંખીઓનો માળામાં પુરાઈને શાંત થઈ ગયો હતો.ડોક્ટર પારુલ સોનીના બંગલા આગળ ત્રણ કાર આવીને ઉભી રહી.ડૉકટર મારું,ડિરેકટર પરમાર અને સોહન-કામિની આમ ત્રણ અલગ-અલગ કારમાંથી ઉતરીને ડૉકટર સોનીના બંગલાના પગથિયા ચડવા લાગ્યા. છૂટા મૂકેલા બ્રાઉન વાળ સાંજની મીઠી વાયરીમાં ફર ફર લ્હેરી રહ્યા હતા,સ્ટ્રીટ લાઈટના આછા પ્રકાશમાં ચહેરા પર ઝળહળ ઝળહળ થતું તેજ,આગંતુકો આવકારવા હોઠ પર રેલાતું ખુશહાલ સ્મિત,ફેશનમાં ભરપૂર માનતા હોવાનું ડોક્ટરની ચાડી ખાતો નાઈટ મેકઅપ; સફેદ સુતરાઉ ગાઉનમાં શોભી રહેલા ડોક્ટર પારુલ સોનીએ ...વધુ વાંચો

18

દેવલી - 18

...હવે આગળ.... વર્ષોના વહાણા બાદ લંગોટીયો મિત્ર મહેમાન થતા સુદાનજીના હરખ નોતો હમાતો.દેવલી ભણતી તે વેળાએ પરસોતમના આંટા મહિને એકાદ-બે વાર સુદાનજીને ત્યાં હોયજ ! પણ પછી તો દેવલી ગઈ ગામડે મિત્રનો ક્યારેક મળતો મેળાપ પણ ગયો.છેલ્લે દેવલીના કાંણે ગયો ત્યારે મેળાપ થયેલો.પણ, તે વેળાનો મેળાપ સુખનો ન્હોતો; દુઃખમાં ભાગીદાર થવાનો હતો.ત્યારથી માંડીને આજ ઘણા વર્ષો બાદ માયાળું મિત્રનો મેળાપ થતાં સુદાનજીની આંખો હર્ષથી ઉભરાઈ ગઈ.મહિના પહેલા ફોન પર પરશોતમે કહ્યું હતું કે 'કાલ આવું છું.પણ પછી, કંઇક કામ આવી જતા તેને પછી ક્યારેક આવવા કહ્યું હતું ને; આજ, મહિના ઉપર થોડા જમણ જતા પરસોતમે ...વધુ વાંચો

19

દેવલી - 19

ભાગ 19 ....એક લાંબી આહ ભરતા સંગીતાએ ફરી કહ્યું.....ઘડીના ભાગમાં મારી સામે આવીને પડ્યો.વેરવિખેર વાળ વાળો,ગુસ્સાથી રાતો પીળો ને કંઈક અલગજ દુનિયામાં આવી ગયો હોય તેવા અચરજભર્યા ભાવ ચહેરા પર ધારણ કરેલો,ચહેરાને ગંભીર રૂપ આપીને અમારા સૌની સામે ઘુરકયો.. આ બધી દુનિયા અને એક પળમાં હોસ્ટેલના ટેરેસથી અહીં ફેંકનાર પળો તેને કલ્પના બહારની સૃષ્ટિ લાગી....અદભુત છતાં અકલ્પનીય ગુફા હતી.અમારા ચહેરાના હાવભાવ પરથીજ કંઇક રંધાતું હોવાની ગંધ તેને આવી ગઈ હતી.તલપ અને દેવલી પર કેટલાય સવાલો કરતી નવાઈ પામીને ગુસ્સાને મનોમન પીતી તેની રોષભરી નજરો ફરે જતી હતી.ક્યારેક ક્યારેક તેના કિંકર્તવ્યમૂઢભર્યાં લોચન અમને પણ સળગાવી મૂકે એવા સવાલો કરે ...વધુ વાંચો

20

દેવલી - 20

આગળનો ભાગ.... પુરુષોત્તમ આભો બનીને તલપને જોઈ રહ્યો.પુરષોત્તમની સાથે સુદાનજી પણ હવે સમજી ગયો કે દેવલીએ રોમિલને છોડી તલપ પર કેમ પોતાના પ્રેમ,વિશ્વાસ અને જન્મો-જનમના સાથનો કળશ ઢોળ્યો હશે.યુવાની ખીલી હોય તેવું તેના દેહ પરથી બંધ આંખે પણ જોઈ શકાય એવું રૂપ હતું.પરંતુ ચહેરા પર છવાયેલી ઉદાસીની રેખાઓ જાણે કોઈ મરણોતર ઘા થઈને વેદના છલકે એવી રીતે ઉંમરને દેખાડી રહી હતી.જાણે સઘળું લૂંટાવીને અફાટ રણમાં એકલુંજ મૃગજળની ઓથે જીવતું થડથી ખીલેલું ને પાંદડાથી મૂરઝાયેલો છોડ જોઈ લો ! રતુંબડા ચહેરા પર લાલીમાની કાળાશ એવી છવાઈ ગઈ હતી કે જાણે, ઘડી પહેલાં જ તેનું કોઈ અંગત ચાલી ગયું હોય.એવી ...વધુ વાંચો

21

દેવલી - 21

દેવલી ભાગ 21 ભાગ 21 તુમે હમસે બઢકર દુનિયા દુનિયા તુમે હમસે બઢકર દિલ ગલતી કર બેઠા હૈ ગલતી દિલ કર બેઠા હૈ બોલ કફારા..કફારા બોલ કફારા મેરે દિલ કી દિલસે તૌબા દિલસે તૌબા મેરે દિલકી દિલકી તો આહે... અબ પ્યાર દો બારા ના હોગા બોલ કફારા....કફારા બોલ કફારા... ....અમિતના હોઠેથી વહેતી મીઠી સુરાવલી સમગ્ર અપૂર્ણલોકમાં રોનક ફેલાવી રહી હતી.જેટલો મીઠો સ્વર એટલોજ મીઠા શબ્દોનો શણગાર ! જાણે શબ્દોના દર્દ વડે પોતે દેવલને પોતાના હૃદયની વાત જણાવી રહ્યો હોય ! જાણે કે દેવલ તેને છોડીને જવાની હોય કે, ...વધુ વાંચો

22

દેવલી - 22

ભાગ ૨૨ અપૂર્ણલોક સોનચિડિયા સમી દેવલી અપૂર્ણલોકની હવામાં દર્દીલો સુર છેડતી ચહેકવા લાગી.વાતાવરણજ એવું ગમગીન બની ગયું કે ભલ-ભલા પથ્થર દિલનો માનવી પણ ચોધાર રડી પડે.શબ્દો દ્વારા દેવલી જલ્દ વિદાય લેવાની છે તે બતાવી રહી હોવાનો અહેસાસ હર અપૂર્ણવાસીને થઈ આવ્યો... ...તો શું સાચેજ દેવલી જતી રહેશે ...? ... કઈ રીતે આ શક્ય બને કે એકવાર અપૂર્ણવાસી થાય તે મુક્તિ મેળવ્યા વિના માણસ બની શકે ? ...શું દેવલી પૃથ્વીવાસીઓ સાથે મળીને ફરી માનવ અવતારમાં જવાની યોજના ઘડી આવી હશે ? ....તો શું પછી તે અમને ભૂલી જશે ?... ના,ના તેની આંખો,શબ્દો ને ચહેરા ...વધુ વાંચો

23

દેવલી - 23

ભાગ 23 તલપની ગાડી પુરપાટ વેગે હાઈવે કાપતી ઝડપ કરતાંએ સો ગણી ઝડપે તેનું મન કંકાવતી કને પહોંચીને ડર સાથેના સવાલો કરી રહ્યું હતું. કંકાવતી હીંડોળાખાટ પર ઝૂલતી હતી અને પડખે જીવણ તેની લગોલગ બેઠો હતો.નવયુગલ જેમ પ્રેમથી ધરાઈજ નહીં એમ કંકાવતી અને જીવણનો નાજાયઝ પ્રેમ આટલી ઉંમરે પણ અતૃપ્તજ હતો.પતિ ઘરે નહોતો ને દીકરો પણ હાજર નહોતો.મન ભરીને પ્રેમી સાથે એકલતામાં મહેફિલ ભરી શકાય એવો સુનહરો અવસર ચુકે એ બીજી... આ કંકાવતી તો જેમ જેમ ઉંમરનો ઉતરાર્ધ થાય તેમ તેમ યૌવનથી ખીલતી કળી સમ હંમેશા જીવણ માટે તરોતાજાજ રહેતી. હું અંદર આવી શકું ? (લગભગ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો