this book is about a war between human and robots.its all about that humanity win always against evil.

Full Novel

1

Robots attack

this book is about a war between human and robots.its all about that humanity win always against evil. ...વધુ વાંચો

2

રોબોટ્સ એટેક

આધુનિક યુગમાં રોબોટ્સની બોલબાલા વચ્ચે માનવજાતિની ઇર્ષ્યા અને દ્વેષના લીધે એક એવા રોબોટનુ સર્જન થઇ જાય છે જે અસ્તિત્વ સામે મોટો ખતરો બની જાય છે.અને પછી શરુ થાય છે એક જંગ સમસ્ત માનવજાતિ અને રોબોટ્સની સેનાની વચ્ચે. પરંતુ એના ગંભીર પરિણામો માનવજાતિએ ભોગવવા પડે છે. ...વધુ વાંચો

3

રોબોટ્સ એટેક - 3

રોબોટ્સ એટેક.મશીન અને માણસ વચ્ચેની જંગની કથા.આધુનિક યુગનો માણસ જ્યારે તેને કરેલી તરક્કી અને શોધોના લીધે ખુબ જ અભિમાનમાં જાય છે.કુદરતને પણ ભુલી ગયેલો માણસ એક એવી શોધ કરે છે જે એના માટે વિનાશનુ કારણ બની જાય છે. ...વધુ વાંચો

4

રોબોટ્સ એટેક - 4

જ્યારે કોઇ જાતિ કે સમુહ કોઇ મુસીબતમાં કે સંકટમાં આવી જાય છે ત્યારે તેમનામાં એકતાની ભાવના આપોઆપ આવી જાય પરિસ્થિતિમાં લોકો પોતાનો સ્વાર્થ ભુલી જઇને અન્યની સહાયતા કરવા લાગે છે.દરેક માનવમાં સુશુપ્ત પડેલી માનવતાની ભાવના જાગ્રુત થઇ જાય છે.રોબોટ્સનો દરેક શહેર પર હુમલો થયા પછી અત્યારે દુનિયામાં દરેક જ્ગ્યાએ આવી જ પરિસ્થિતિનુ નિર્માણ થયુ હતુ.જેટલા લોકો શહેરથી નિકળી શક્યા તે શહેરથી દુર જઇ રહ્યા હતા.અત્યારે બધ જ સમાન અવસ્થામાંં હતા.બધા જ ભેદભાવ દુર થઇ ગયા હતા. ...વધુ વાંચો

5

રોબોટ્સ એટેક 5

પ્રાર્થનામાં ખુબ જ તાકાત રહેલી છે.પ્રાર્થના જો ખરા દિલથી કરવામાં આવે તો ભગવાનને પણ તે સાંભળવી પડે છે અને મનુષ્ય પાસે કોઇ રસ્તો નથી બચતો ત્યારે તે પ્રાર્થનાનો જ સહારો લે છે અને તે સમયે ભગવાન પણ તેની પ્રાર્થના જ્રુરર સાંભળે પણ છે.ડૉ.વિષ્નુ અને તેમના સાથીઓ પણ અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા.હવે ભગવાનને તેમની પ્રાર્થના સાંભળવી જ પડી કારણકે તેમાં કોઇનો અંગત સ્વાર્થ જોડાયેલો ન હતો.તે અત્યારે બધા લોકોના જીવન માટેની પ્રાર્થના કરી રહ્યા હતા. ...વધુ વાંચો

6

રોબોટ્સ એટેક 6

ડૉ.વિષ્નુ યુદ્ધ સ્થળ પર પહોચી ચુક્યા છે પણ હજુ પણ રોબોટ્સ સામેના યુદ્ધમાં રોબોટ્સનુ પલડુ ભારે છે.પણ ડૉ.વિષ્નુને અચાનક આઇડિયા આવે છે અને થોડીવાર માટે રોબોટ્સ સામે માનવોનુ પલડુ થોડુ ભારે જણાઇ રહ્યુ છે.રોબોટ્સનો આટલા મોટા પાયા પર સંહાર પહેલી વાર જોવા મળે છે.પરંતુ શુ એક નાની જીતથી તેઓ યુદ્ધ જીતવામાં સફળ થશે ...વધુ વાંચો

7

રોબોટ્સ એટેક 7

મિટિંગ પહેલા જ તેને મિટિંગમાં આવનાર તમામ લોકોને બંદી બનાવીને આખી દુનિયા પર કબજો કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કરી હતો.બસ તેની એક ચુક થઇ ગઇ હતી અને તેનો ફાયદો ઉઠાવીને ડૉ.વિષ્નુ તેના આ પ્લાનમાંથી સાફ બચી નિકળ્યા હતા.હવે મિટિંગ બસ શરુ થવાની તૈયારીમાં જ હતી ત્યાંજ અચાનક મિટિંગની જગ્યાને શાકાલના રોબોટોએ ચારેબાજુથી ઘેરી લીધી અને બધા દેશોના પ્રતિનિધિઓ શાકાલની જાળમાં ફસાઇ ગયા. ...વધુ વાંચો

8

રોબોટ્સ એટેક

એક સમયે જેને મોક્ષની નગરી કહેવામાં આવતી હતી તે સુંદર કાશી આજે એકદમ ઉજ્જળ અને વેરાન બની ગઇ હતી.તેની જાણે કોઇની નજર લાગી ગઇ હતી.તેમના અહિંયા પહોંચ્યા પહેલા રોબોટ્સ અહીં આવી ચુકયા હતા.જ્યારે ભગવાન શિવની આ નગરીના લોકોએ રોબોટ્સની ગુલામી કરવાનો ઇંકાર કર્યો,ત્યારે તે શેતાનો અહિંયા વિનાશ વેરીને ચાલ્યા ગયા હતા.કેટલાક લોકો જે આ વિનાશમાં બચી ગયા હતા તેમના પાસેથી તેમને આ બધી વાત જાણવા મળી.આખા શહેરમાં ફક્ત એક કાશી વિશ્વનાથનુ મંદીર એમ જ અડગ ઉભુ હતુ.જે સમગ્ર દેશના લોકોની આસ્થાનુ પ્રતિક હતુ. ...વધુ વાંચો

9

રોબોટ્સ એટેક 9

જ્યારે શાકાલ શહેરોમાં આ બધા નવા નવા ફેરફારો કરી રહ્યો હતો ત્યારે ડૉ.વિષ્નુએ તેમના પુત્રને તેના જ સામ્રાજ્યની વચ્ચે માટે મુકવા માટેની તૈયારીમાં લાગેલા હતા.કાશીનુ નિર્માણ કાર્ય હવે પુરુ થઇ ગયુ હતુ.ત્યારબાદ તેમને તુરત જ તેમના પત્નીને પાર્થના વિશે તેમને આવેલા સ્વપ્નની અને નિયતીએ તેને શાકાલ સામે લડવા માટે અને દુનિયામાં માનવતા ફરીથી કાયમ કરવા માટે જ અહિંયા આ ધરતી પર મોકલ્યો છે એ બધી વાત વિસ્તારથી સમજાવી. ...વધુ વાંચો

10

રોબોટ્સ એટેક 10

સમય બસ એમ જ ચાલ્યે જતો હતો બધા પોતપોતાની ચાલો ચાલવામાં અને ભવિષ્યમાં થનારા બીજા યુદ્ધ માટેની તૈયારીઓમાં લાગેલા તરફ શાકાલ પોતાની યુદ્ધ ક્ષમતા વધારવામાં અને રોબોટ્સની ટેકનોલોજીને વધારે એડવાંસ બનાવવામાં લાગેલો હતો તો બીજી તરફ ડૉ.વિષ્નુ અને મેજર રોબોટ્સની સામે લડાઇમાં તેમને ઉપયોગી થઇ શકે તેવા હથિયાર બનાવવામાં લાગેલા હતા તો ત્રીજી દિશામાં આ બધાથી સાવ અજાણ પણ આ બધાનો ભવિષ્યમાં હિસ્સો બનનાર પાર્થ અને તેનો મિત્ર નાયક પણ રોબોટ્સની કમજોર કડીઓ શોધવામાં લાગેલા હતા. ...વધુ વાંચો

11

રોબોટ્સ એટેક 11

પણ જ્યારે પાર્થ કોઇ રીતે તેમની વાત માનવા તૈયાર ન હતો ત્યારે તેમને તેને કહ્યુ કે તે બન્ને જ તેના પિતાની આજ્ઞાથી અહિંયા લાવ્યા હતા અને તે અહિંયા આવ્યો ત્યારથી તેઓ તેના પર નજર રાખી રહ્યા હતા અને તેની સુરક્ષા કરી રહ્યા હતા.ત્યારબાદ તેમને તેના જન્મથી લઇને અત્યાર સુધી તે ક્યાં કયાં ગયો અને તેને શુ શુ કર્યુ તે બધી જ વાતો તેને જણાવી.પાર્થે જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકવા લાગી.. ...વધુ વાંચો

12

રોબોટ્સ એટેક 12

ઘરની અંદર પ્રવેશતાની સાથે જ તેમને આટલા વર્ષોથી રોકી રાખેલા આંસુનો દરિયો છલકાઇ ઉઠ્યો.તેમને પાર્થને ખુબ જ વહાલથી તેના ચુમ્યો અને તેને ગળે લગાવીને તેના પર વહાલનો વરસાદ કરી દીધો.એક માએ આટલા વર્ષોથી જે વેદના તેના દિલમાં દબાવી રાખી હતી તેને આજે દુનિયાની કોઇ તાકાત રોકી શકે તેમ ન હતી. ડૉ.વિષ્નુ અને બીજા બધા આ મિલનને જોઇ રહ્યા હતા. મા અને દિકરાનુ આ મિલન જોઇને બધાની આંખો ભરાઇ આવી. ...વધુ વાંચો

13

રોબોટ્સ એટેક 13

અરે ચલો..ચલો જલ્દી ચાલો આપણા મસિહા આવી ગયા છે, “અરે,શુ વાત કરો છો! સ્વયં મસિહા અહિંયા પધાર્યા છે! આપણે વર્ષોથી રાહ જોઇ રહ્યા છે તે ભગવાન સાક્ષાત આજે અહીં આવ્યા છે! મને તો મારા કાનો પર વિશ્વાસ જ નથી આવી રહ્યો.શુ કહ્યુ,તે સ્વયં મસિહા આવ્યા છે! હુ કોઇ સપનુ તો નથી જોઇ રહ્યોને મને મારા કાનો પર વિશ્વાસ નથી થઇ રહ્યો.એકવાર ફરીથી કહે,શુ સાચે જ આપણા મસિહા પધાર્યા છે અરે, હેરી સાચે જ ભગવાન પધાર્યા છે.મને પણ પહેલા તો વિશ્વાસ નહોતો આવી રહ્યો પણ મે સ્વયં મારા કાનોથી સાંભળ્યુ છે. ...વધુ વાંચો

14

રોબોટ્સ એટેક 14

તેને રોબોટ્સના શહેરમાં રોબોટ્સની પહેલા જ્યારે માણસોનુ શાસન હતુ તે સમયની ઘણી વાતો અનેક લોકો પાસેથી સાંભળી હતી.તેને ઇતિહાસની અમર જગ્યાઓ અને સ્થળો વિશે ઇતિહાસના જાણકાર લોકો પાસેથી સાંભળ્યુ હતુ. “કાશી” પણ તેમાંની એક જગ્યા હતી જેના વિશે તેને સાંભળ્યુ હતુ,પણ તેની જાણકારી પ્રમાણે રોબોટ્સે આ શહેરને અને તેની સાથે અહીની પુરાની સંસ્ક્રુતિને નષ્ટ કરી દીધી હતી.પણ અહિંયા આવીને તેને જોયુ કે, “કાશી એક એવુ નગર છે જેને કોઇ પણ નષ્ટ ના કરી શકે.વર્ષોથી જળવાયેલા અમુલ્ય સાંસ્ક્રુતિક વારસાનુ આ નગર હતુ”.આ શહેરને જીવંત જોઇને અને પહેલા કરતા પણ વધારે સાંસ્ક્રુતિક વારસાવાળુ જોઇને તેને ખુબ જ આનંદ થયો હતો. ...વધુ વાંચો

15

રોબોટ્સ એટેક 15

થોડા સમય પહેલાનો પાર્થ હવે બદલાઇને એક સુદ્રઢ શરીર અને મજબુત મનોબળવાળો બની ચુક્યો હતો.તે રોજ નવી નવી ટેકનિક દાવ શિખતો હતો.ધીરે ધીરે તે એક પરીપક્વ યોદ્ધા બની રહ્યો હતો. નાયક પણ તેની સાથે જ ટ્રેનિંગ કરી રહ્યો હતો અને તે પણ પાર્થના જેટલી જ ઝડપથી નવા નવા કૌશલ વિકસાવી રહ્યો હતો.નાયક પણ ખુબ જ મન લગાવીને ટ્રેનિંગ કરી રહ્યો હતો કારણ કે જેમ પાર્થનુ એક જ લક્ષ્ય હતુ શાકાલને ખતમ કરવાનુ.તેમ નાયકે પણ તેનુ લક્ષ્ય નક્કી કરી લીધુ હતુ.તેને પાર્થને શાકાલને હરાવવામાં તેની મદદ કરવા માટે તેના ખભાથી ખભો મિલાવીને તેની સાથે દરેક કદમ પર તેનો સાથ આપવાનુ લક્ષ્ય બાનાવી લીધુ હતુ. ...વધુ વાંચો

16

રોબોટ્સ એટેક 16

પણ શાકાલે ત્યાં આવીને સ્થિતીને કાબુમાં કરવા માટે ખુબ જ ક્રુર રીત અજમાવી.તેને તેની સાથે હતા તે બધા જ મશીનગન પકડાવીને માણસો પર ગોળીબારનો ઓર્ડર આપી દીધો.થોડી જ વારમાં બધી જ ભીડ ઓછરી ગઇ.પણ તે જગ્યાએ કેટલીય લાશોના ઢગલા થઇ ગયા!! અંગ્રેજો દ્વારા જલિયાવાલા બાગમાં કરેલા હત્યાકાંડ સમયે જે દ્રષ્યો સર્જાયા હતા તેના કરતા પણ ભયંકર દ્રષ્યો ત્યાં દેખાઇ રહ્યા હતા!! જ્યાં જુઓ ત્યાં લોહી વહી રહ્યુ હતુ.કેટલાય લોકો તો ગોળીબારના લીધે નહી પણ તેનાથી બચવા માટે દોડી રહેલી ભીડમાં ચકદાઇને મરી ગયા હતા. ...વધુ વાંચો

17

રોબોટ્સ એટેક 17

આજનો દિવસ કાશીમાં વસતા બધા જ લોકો માટે ખુબ જ અગત્યનો હતો.આજે જ તેઓ શાકાલ સામે યુદ્ધ કરવા માટે હતા.તેમની પાસે તેમના પરિવાર અને સ્નેહીઓની સાથે સમય વિતાવવા માટેનો આ આખરી દિવસ હતો.એના પછી યુદ્ધમાંથી કોણ પાછુ જીવતુ પાછુ આવશે અને કોણ આ યુદ્ધમાં શહીદ થઇ જશે તે કોઇ નહોતુ જાણતુ.તેથી જ બધા લોકો તેમનો આજનો દિવસ તેમના પરિવારજનો સાથે વિતાવવા માગતા હતા.પરંતુ પાર્થ સવારથી ઉઠ્યો ત્યારથી દ્વીધામાં હતો.તે પણ તેનો આજનો દિવસ તેના પરિવાર સાથે વિતાવવા માગતો હતો. ...વધુ વાંચો

18

રોબોટ્સ એટેક 18

મિ.સ્મિથે વાતને ઘુમાવ્યા વગર સીધી જ બધા સામે મુકતા કહ્યુ, “જુઓ સાથીઓ આપણે બધા જ અહિંયા આટલા વર્ષોથી કોઇ શક્તિ કે મદદની રાહ જોઇ રહ્યા છીએ,જે આપણને આ નર્કમાંથી આઝાદ કરાવે.આજે એ સમય આવી ગયો છે.આપણને આ નર્કમાંથી છોડાવવા માટે મદદ આવી રહી છે!!”.મિ.સ્મિથે જ્યારે તેમનુ વાક્ય પુરુ કર્યુ અને શ્વાસ લેવા માટે રોકાણા ત્યારે દરેક જણના ચહેરા પર આશ્ચર્યના ભાવો હતા.પણ આ આશ્ચર્ય એ સુખદ આશ્ચર્ય હતુ.કારણકે, “જ્યારે બચવાની કોઇ આશા જ ન હોય અને ત્યારે માણસને એક તણખલુ પણ દેખાય તો તેનામાં જીવવાની આશાનો સંચાર થઇ જાય છે”. ...વધુ વાંચો

19

રોબોટ્સ એટેક 19

અચાનક થયેલા આ રીતના હુમલાને લીધે લોકો પણ ગભરાહટમાં તેનો સામનો કરવાને બદલે આમતેમ ભાગી રહ્યા હતા.કારણકે તેમની પાસે કરવા માટે કોઇ હથિયાર ન હતુ.આખરે તે લોકો પણ સામાન્ય મનુષ્ય જ હતા.તે અહિંયા લડવા માટે તો આવ્યા હતા પણ તેઓ સૈનિક જેટલી ચપળતા અને ચતુરાઇ ધરાવતા ન હતા. તેમની વચ્ચે જે બે ચાર નિપુણ સૈનિકો હતા તે ઝાડની આડશ લઇને રોબોટ્સના હુમલાને ખાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.ડૉ.વિષ્નુ પણ તેમની સાથે જોડાઇ ગયા.રોબોટ્સની ટીમમાં કુલ દસ રોબોટ્સ જ હતા પણ અત્યાર સુધીમાં તેમને ડૉ.વિષ્નુની સેનાને ખુબ જ નુકશાન પહોંચાડી દીધુ હતુ. ...વધુ વાંચો

20

રોબોટ્સ એટેક 20

અત્યારે તેઓ એક નાના ગામડામાં રોકાયા હતા.ત્યાં ગામ તો હતુ પણ કોઇ માણસનુ નામોનિશાન ન હતુ. શાકાલના રોબોટ્સ આ અહિંના લોકોને ઉઠાવી ગયા હતા.જેથી તેમની પાસે ગુલામી કરાવી શકે અને તેમનો તેના ફાયદા માટે ઉપયોગ કરી શકે.મેજરે આ ગામમાં તેમની સેનાને લઇને આવ્યા પહેલા ગામની પુરી તલાશી લીધી હતી.તેમને અહિંયા રોબોટ્સ કે માણસના હોવાના કોઇ સંકેત મળ્યા ન હતા.તેથી જ તેમને આ જગ્યા સેનાના રાત્રી રોકાણ માટે પસંદ કરી હતી. ...વધુ વાંચો

21

રોબોટ્સ એટેક 21

પણ હવે આપણી પાસે જોખમ વગરનો કોઇ જ રસ્તો નથી.અને મારુ તો માનવુ છે કે જો મરવાનુ જ છે આવી રીતે ડરીને,શાકાલથી છુપાઇને કે જીંદગીભર તેની ગુલામી કરીને શા માટે મરીએ મરવાનુ જ છે! તો પછી શાનથી લડતા લડતા એક યોદ્ધાની મોત જ મરવુ હુ વધારે પસંદ કરીશ.બાકી પછી આગળ તમે જે કરવા માગતા હોય તેમાં હુ તમારી સાથે છુ”.પાર્થે તેની વાત પુરી કરીને મેજર અને મિ.સ્મિથની સામે જોયુ અને તેમના જવાબની રાહ જોવા લાગ્યો. ...વધુ વાંચો

22

રોબોટ્સ એટેક - 22

શાકાલ આખી વાત ધ્યાનથી સાંભળી રહ્યો.પછી તેને કહ્યુ, “તારી વાત જો સાચી હોય તો એ વાત પણ સાચી છે તેમને શહેરની બહાર જ ખતમ કરી દેવા પડશે.પણ આ વખતે હુ કોઇના ભરોસે કામ સોંપવા માગતો નથી.હુ જાતે જ તેને મારા હાથેથી જ ખતમ કરીશ.આ વખતે તે મારા હાથોમાંથી નહી બચી શકે.તુ અત્યારે જ આપણી સેનાને તૈયાર કરવામાં લાગી જા.સૌથી તાકતવર રોબોટ્સની એક અલગ ટીમ બનાવીને રાખજે.કાલે સવાર સુધીમાં બધી તૈયારીઓ થઇ જવી જોઇએ.આપણે કાલે જ તેમના પર હુમલો કરીશુ અને તેમના સ્વપ્નને એકવાર ફરીથી સ્વપ્ન બનાવી દઇશુ. ...વધુ વાંચો

23

રોબોટ્સ એટેક 23

હવે આ પરિસ્થિતિથી નિપટવા માટે શુ કરવુ તે વિશે જ તે વિચારી રહ્યો હતો.ત્યાં જ તેને જોયુ કે છાવણીમાં અચાનક હલચલ શરુ થઇ ગઇ.તેઓ એક વર્તુળ બનાવીને એક ટેંટનો ઘેરો બનાવવા લાગ્યા.એક વર્તુળ પુરુ થતાં જ તેની ફરતે બીજુ વર્તુળ થવા લાગ્યુ.એમને એમ એક પછી એક બીજુ વર્તુળ થતુ જ ગયુ.શાકાલ આ બધુ ધ્યાનથી જોઇ રહ્યો હતો.તેને એ આઇડિયા તો આવી ચુક્યો હતો કે તેની વચ્ચે કોણ છે.હવે તેના માટે ડૉ.વિષ્નુ સુધી પહોંચવુ ખુબ જ મુશ્કેલ થઇ ગયુ હતુ.તે કોઇ એક્શન લે તે પહેલા જ દુશ્મન સેનાએ તેમની ચાલ ચાલી દીધી હતી. ...વધુ વાંચો

24

રોબોટ્સ એટેક 24

પાર્થ તો આ મોકાની રાહ જ જોઇ રહ્યો હતો.શાકાલે જોયુ કે અચાનક જ! બધા રોબોટ્સ તેની જગ્યાએ જ સ્થિર ગયા છે!! તેથી તે બધા રોબોટ્સને ફરીથી કમાંડ મોકલવા લાગ્યો.પણ બધા રોબોટ્સ તે સ્થિતીમાં જ રહ્યા.તેઓ તેનો કમાંડ એક્સેપ્ટ કરી જ રહ્યા ન હતા.હજુ તે કંઇ સમજે કે શુ થઇ રહ્યુ છે તે પહેલા જ તેના પર હુમલો શરુ થઇ ગયો.પાર્થ જ્યારે ધુમાડો છોડ્યો કે તરત જ તે તેના પછી મેજર દ્વારા સોફ્ટવેર એક્ટીવ થવાની રાહ જોઇ રહ્યો હતો.જ્યારે મેજરે સોફ્ટવેર એક્ટીવ કર્યુ અને શાકાલ તેના રોબોટ્સને કમાંડ આપવામાં પડેલો હતો,તે દરમ્યાન જ પાર્થે પાછળથી આવીને શાકાલ પર હુમલો કરી દીધો. ...વધુ વાંચો

25

રોબોટ્સ એટેક 25

આ રોબોટ્સ એટેકનું છેલ્લું ચેપ્ટર છે.વાંચો અને તમારો રિવ્યુ જરૂરથી આપજો.કાશીની અંદર પ્રવેશતાં જ પાર્થનુ અને યુદ્ધમાં વિજય મેળવીને ફરેલી સેનાનુ ભવ્ય સ્વાગત થયુ.મેજર પણ તેમના કોઇના અહિંયા ન હોવા છતા આટલા મોટા પાયે થયેલી તૈયારીઓ જોઇને દંગ જ રહી ગયા.સ્વાગત માટેની બધી જ તૈયારી અદીતીએ કાશીની બધી સ્ત્રીઓને સાથે રાખીને કરી હતી.મેજર આ બધી તૈયારી જોઇને ખુબ જ પ્રસન્ન થઇ ગયા અને તેમને અદીતીના ખુબ જ વખાણ કર્યા. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો