રોબોટ્સ એટેક 21 Kishor Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ્સ એટેક 21

રોબોટ્સ એટેક

ચેપ્ટર 21

એક મહિનો અને એક દિવસની મુસાફરીના અંતે કાશીની સેના તેમના આખરી મુકામે પહોચી હતી.તેઓ જ્યારે ત્યાં પહોચ્યા ત્યારે મિ.સ્મિથે ત્યાં પહેલાથી જ તેમના માટે બધી જ વ્યવસ્થા કરીને રાખી હતી.જેવા બધા તે જગ્યાએ પહોંચ્યા .સ્મિથના માણસો તેમની સહાયતામાં આવી ગયા.મિ.સ્મિથ જ્યારથી આવ્યા ત્યારથી ડૉ.વિષ્નુને શોધી રહ્યા હતા.છેલ્લે જ્યારે તેમને ડૉ.વિષ્નુનો સંદેશ મળ્યો ત્યારે તેમને તેમના માટેની બધી વ્યવસ્થા કરીને રાખશે તેવો વળતો જવાબ મોકલાવ્યો હતો.ત્યારબાદ તેમની સાથેનો સંપર્ક તુટી ગયો હતો.મેજરને જોઇને તે સીધા તેમની પાસે પહોચી ગયા. “યાત્રા કેવી રહી? કોઇ મુશ્કેલી તો નહોતી પડી? અને આવવામાં એક દિવસ મોડુ કેમ થયુ?” તે મેજરને સીધા સવાલો પુછવા લાગ્યા.એક ટેંટ બાંધીને તૈયાર થઇ ગયો હતો.મેજર મિ.સ્મિથને તેની અંદર લઇ ગયા.ત્યારબાદ તેમને તેઓ જ્યારથી કાશીથી નિકળ્યા ત્યારથી લઇને ડૉ.વિષ્નુના મોતની અને પછી તેઓ અહિંયા પહોંચ્યા ત્યાં સુધીની બધી વાત મિ.સ્મિથને વિસ્તારથી જણાવી અને તેમને એ પણ જણાવ્યુ કે ડૉ.વિષ્નુએ મરતા પહેલા તેમને બનાવેલા એક ખુફિયા હથિયાર વિશેની માહિતી પાર્થને જણાવી હતી.પાર્થ વિશે ડૉ.વિષ્નુએ જે ભવિષ્યવાણી કરી હતી કે તે જ તેમનો મસિહા બનશે અને બધાને શાકાલના ચંગુલમાંથી છોડાવશે તે પણ જણાવ્યુ.ડૉ.વિષ્નુના મોતના સમાચાર સાંભળીને મિ.સ્મિથને ખુબ જ દુઃખ થયુ અને સાથે સાથે પાર્થ વિશેની વાત સાંભળીને તેટલુ જ આશ્ચર્ય પણ થયુ.તેમને મેજરને પુછ્યુ, “ડૉ.વિષ્નુ સાચે જ માનતા હતા કે પાર્થ જ આપણને અને આ દુનિયાને શાકાલના કબજામાંથી છોડાવશે? તેમને મને આ વાત આજ સુધી ક્યારેય જણાવી ન હતી”.મેજરે ભાર દઇને કહ્યુ, “તે માનતા જ ન હતા પણ તેમને પુરો વિશ્વાસ હતો કે પાર્થ જ આપણને આ મુસીબતમાંથી બચાવશે.તેમને મને ખુદ આ વાત કહી હતી.તેમને તમને આ વાત એટલા માટે નહી જણાવી હોય કારણકે તે તમને જ્યારે મળે ત્યારે જાતે જ રુબરુ મળીને બધી વાત જણાવવા માગતા હશે.તેમને કહેલી કોઇ વાત અત્યાર સુધી ખોટી નથી પડી અને પાર્થને જોઇને મને પણ એટલો વિશ્વાસ તો આવી ગયો છે કે પાર્થમાં જરુર કંઇક તો છે જેના લીધે ડૉ.વિષ્નુએ તેના વિશે આવી ભવિષ્યવાણી કરી હતી.કારણકે તે જ્યારે લોકોને કોઇ વાત કહે છે ત્યારે લોકો તેની વાતોમાં ડુબી જાય છે.તેની વાતોની અસર સીધી લોકોના દિલ પર થાય છે.તેનામાં કોઇક તો શક્તિ જરુર છે.તમે પણ તેને મળશો તો તમને પણ ખબર પડી જશે.

મિ.સ્મિથ અને મેજર વાત કરી રહ્યા હતા ત્યાં જ મેજરે બહાર પાર્થ અને નાયકને તેમની સામેથી જતાં જોયા.પાર્થને દુરથી જતાં જોઇને મેજરે તેને ત્યાં બોલાવ્યો અને મિ.સ્મિથને તેની ઓળખાણ કરાવતા કહ્યુ, જુઓ મિ.સ્મિથ આ જ પાર્થ છે અને આ તેનો મિત્ર નાયક. પાર્થ,આ મિ.સ્મિથ છે.જેમને આપણને કાશીના નિર્માણથી લઇને અત્યાર સુધીના દરેક કાર્યમાં આપણને મદદ કરી છે.પાર્થે મિ.સ્મિથની સામે એક હાસ્ય વેરીને તેમની સાથે હાથ મિલાવ્યા.નાયકે પણ તેમ જ કર્યુ.મિ.સ્મિથ પાર્થની સામે થોડીવાર સુધી જોઇ જ રહ્યા.પાર્થને થોડુ અજુકતુ લાગ્યુ.તેથી તેને પુછ્યુ, “શુ થયુ અંકલ કેમ મારી સામે આમ જોઇ રહ્યા છો?” મિ.સ્મિથે કહ્યુ, “કંઇ નહિ એ’તો તને જોઇને તારા પિતાની યાદ આવી ગઇ.તારો ચહેરો અને તારુ વ્યક્તિત્વ પણ તારા પિતા જેવુ જ છે.તને મળીને ખુબ જ આનંદ થયો”.પાર્થે કહ્યુ, “મને પણ ખુબ જ આનંદ થયો.મે પણ મારા પિતા અને મેજર અંકલ પાસેથી તમારા વિશે ખુબ સાંભળ્યુ છે”. “આશા રાખુ છુ કે સારુ જ સાંભળ્યુ હશે”.મિ.સ્મિથે મજાક કરતા કહ્યુ.બધા તેમની વાત સાંભળીને હસી પડ્યા.ત્યારબાદ પાર્થ અને નાયક ત્યાંથી તેમની રજા લઇને લોકોના રહેવા માટેની અને બીજી બધી વ્યવસ્થા કરવામાં મદદ કરવામાં લાગી ગયા.મિ.સ્મિથ અને મેજર ઘણા સમય પછી મળ્યા હતા.તે ફરીથી તેમની વાતોમાં લાગી ગયા.મેજર તેમને શાકાલના સુરક્ષિત ઘેરા વિશે અને તેની અન્ય વ્યવસ્થાઓ વિશે પુછી રહ્યા હતા.મિ.સ્મિથ તેમને બધી જાણકારી વિગતવાર આપી રહ્યા હતા.મેજર અને મિ.સ્મથ એમ જ કેટલીક વાર સુધી મસલત કરતા રહ્યા. ત્યારબાદ તેઓ બન્ને બધી વ્યવસ્થા બરાબર થઇ છે કે નહી તે જોવા માટે નિકળ્યા.મિ.સ્મિથને નિકળવાનુ હોવાથી તેઓ સીધા ત્યાંથી નિકળી ગયા.મેજર લોકોને તેમના કામમાં સહાયતા કરવામાં લાગી ગયા.તેમના સ્વભાવમાં બેસવુ હતુ જ નહી.તેઓ પણ લોકોની સાથે ટેંટ બાંધવાના કામમાં તેમની સાથે જોડાઇ ગયા.રાત પડતા સુધીમાં તો લોકોના રહેવા માટેની બધી જ વ્યવસ્થા થઇ ગઇ હતી.

મેજર પણ બધી વ્યવસ્થા જોતા જોતા તેમના ટેંટ તરફ જવા લાગ્યા.તે જ્યારે તેમના ટેંટમાં પહોચ્યા ત્યારે પાર્થ ત્યાં પહેલેથી જ બેઠો હતો.તેમને પાર્થને જોઇને કહ્યુ, “પાર્થ શુ થયુ? તુ અત્યારે કેમ અહિંયા? બધુ બરાબર તો છે ને? તુ આરામ કરવા માટે ના ગયો?” પાર્થે કહ્યુ, “આરામ કરવા માટે તો ઘણો સમય પડ્યો છે પણ અંકલ તમે આગળ વિશે કંઇ વિચાર્યુ છે? આપણે આગળ શાકલ પર કેવી રીતે હુમલો કરવાનો છે?” મેજરે પાર્થની આખોમાં રહેલી ઉતાવળને જોઇ.તેમને કહ્યુ, “જો પાર્થ મે મિ.સ્મિથ સાથે હમણા જ એ વિશે વાત કરી હતી.તેમને મને શાકાલના રહેવાની જગ્યા અને તેના કામ કરવાની લેબ વિશેની બધી માહિતી આપી છે.પણ તેની સુરક્ષા ખુબ જ મજબુત છે તેમાં ઘુસવા માટે કોઇક રસ્તો શોધવો પડશે.ત્યારપછી જ આપણે આગળનુ પ્લાનીંગ કરી શકીશુ”.પાર્થે કહ્યુ, “શાકાલની એ ખુફિયા જગ્યાના બ્લુપ્રિંટ તો પિતાજીને પણ મિ.સ્મિથે મોકલાવ્યા હતા અને તેમાં શાકાલના એ મજબુત કિલ્લામાં જવા માટે એક રસ્તો છે,જે મે જ તેમને સુચવ્યો હતો.આપણે જો વીજળીનો સ્ત્રોત બંદ કરી દઇએ તો બધા જ દરવાજા ખોલવા આપણા માટે આસાન બની જશે.મેજરે કહ્યુ, “હા તારી એ વાત સાચી છે.મિ.સ્મિથનુ કહેવુ પણ એજ હતુ કે બધા જ દરવાજા વીજળીથી ચાલે છે.તેથી વીજળીનો સ્ત્રોત બંધ કરવાથી આપણુ કામ બની જશે.પણ એમાં બીજી બે મુશ્કેલીઓ છે.એક તો વીજળીનો સ્ત્રોત અંદરની બાજુ છે તેથી આ કામ અંદરથી જ કોઇએ કરવુ પડશે. મિ.સ્મિથના વિશ્વાસુ માણસો દ્વારા એ કામ તો થઇ જશે.પણ બીજી મુશ્કેલી એ છે કે શાકાલ જે જગ્યાએ કામ કરે છે એ લેબનો દરવાજો અંદરથી જ ઓપરેટ થાય છે તે જ્યારે લેબમાં હોય છે ત્યારે તેના સિવાય કોઇ એની અંદર નથી હોતુ.તેથી જો શાકાલ આપણા ત્યાં પહોંચતા પહેલા લેબમાં ચાલ્યો ગયો તો પછી તેને બહાર નિકાળવો આપણા માટે મુશ્કેલ બની જશે.મિ.સ્મિથના કહેવા મુજબ જો દરવાજા અંદરથી વીજળી બંધ કરીને પણ આપણે અંદર ઘુસી જઇશુ તો પણ દસ જ મિનિટમાં તેના સર્વર દ્વારા બેકઅપ સ્ત્રોત દ્વારા દરવાજા ઓપરેટ થવા લાગશે એટલે જો એ વખતે આપણે અંદર હોઇએ તો આપણે પણ અંદર જ ફસાઇ જઇએ.એટલા સમયમાં શાકાલ સુધી પહોંચવુ અને તેનો સામનો કરીને તેને ખતમ કરવો લગભગ નામુમકીન છે.એ માટે આપણે બીજો જ કોઇ પ્લાન બનાવવો પડશે.એ માટે જ મિ.સ્મિથ આપણને ઘણા દિવસોથી કોંટેક્ટ કરવાને કોશીશ કરી રહ્યા હતા.પણ ડૉ.વિષ્નુના મોત પછી આપણે બધાથી આપણો સંપર્ક કાપી નાખ્યો અને આપણે આપણો રુટ પણ બદલી દીધો.તેથી તેઓ આપણા સુધી આ સમાચાર ના પહોંચાડી શક્યા”.પાર્થ પણ મેજરની વાત સાંભળીને વિચારમાં પડી ગયો. “હા તમારી વાત સાચી છે કારણકે આપણે જો આ કામમાં ફેલ જઇએ તો તે કદાચ આપણુ કઇ ના બગાડી શકે તો પણ તે સાવધાન થઇ જાય અને પછી તેને તેના દરમાંથી બહાર નિકાળવો વધારે મુશ્કેલ બની જાય.આપણે એ માટે બીજો જ કોઇ પ્લાન બનાવવો પડશે”.પાર્થે કહ્યુ.મેજરે કહ્યુ, “હવે આપણે એ વિશે સવારે વાત કરીશુ અત્યારે તુ આરામ કર.બીજો કોઇને કોઇ રસ્તો જરુર મળી આવશે”.પાર્થ પણ ત્યારબાદ આરામ કરવા માટે ગયો.

પાર્થે પથારીમાં પડ્યો પડ્યો જ જાગી રહ્યો હતો.તે ઉંઘવા માટેની કોશીશ કરી રહ્યો હતો પણ તેને ઉંઘ જ નહોતી આવી રહી.તે બસ શાકાલને કઇ રીતે ખતમ કરવો તે જ વિચારી રહ્યો હતો.તેને ઘણો વિચાર કર્યો પણ એવો કોઇ પ્લાન તેના મગજમાં નહોતો આવી રહ્યો જેમાં કોઇ રિસ્ક વગર શાકાલ સુધી પહોચી શકાય અને ઓછા લોકોની જાન ખતરામાં નાખીને શાકાલને ખતમ કરી શકાય.આખરે તેને એક આઇડિયા આવ્યો પણ એ આઇડિયા ખુબ જ ખતરનાક હતો.તેનો અમલ કરવામાં ખુબ જ રિશ્ક રહેલુ હતુ અને એ પણ ફક્ત તેના માટે જ નહી પણ તેની સાથે રહેલા બધા જ લોકો માટે રિશ્ક હતુ.પણ તેને બધી દિશામાં વિચારી જોયુ હતુ.હવે જો તેમને શાકાલને જલદીથી જલદી ખતમ કરવો હોય તો થોડુ રિશ્ક તો લેવુ જ પડે તેમ હતુ. કારણકે તે લોકો વધારે સમય સુધી શાકાલની સામે જ તેની નજરોથી છુપાઇને રહી શકે તેમ ન હતા અને જો શાકાલને તેમના અહિંયા હોવાની ખબર પડી જાય તો એમ પણ તેમના માટે ખતરો જ હતો.તેથી તેને તેને આવેલો આઇડિયા જ અજમાવવાનુ નક્કી કર્યુ.સવારે તે વિશે મેજર સાથે ચર્ચા કરવાનુ નક્કી કર્યુ.તેના પછી તેને તરત જ ઉંઘ આવી ગઇ.

*

આજે સવારે પાર્થે વહેલો જ ઉઠી ગયો.ઉઠીને જલદીથી તૈયાર થઇને તે સીધો મેજરના ટેંટમાં પહોચી ગયો.તે જ્યારે ત્યાં પહોંચ્યો તો તેને જોયુ કે મેજર પણ તૈયાર થઇને બેઠા હતા.પાર્થે મેજરને પુછ્યુ, “મેજર અંકલ મારે તમને એક જરુરી વાત કરવાની છે.એટલા માટે હુ થોડો વહેલો જ તમારી પાસે આવી ગયો.પણ તમે પણ આજે વહેલા જ તૈયાર થઇ ગયા.શુ તમે ક્યાંય બહાર જઇ રહ્યા છો?” મેજરે કહ્યુ, “ના પાર્થ એ તો કાલે રાત્રે મોડા મિ.સ્મિથનો સંદેશ મળ્યો હતો કે તેઓ દિવસમાં મોડા મળી શકે તેમ નથી તેથી અત્યારે વહેલા જ તેઓ અહીં મને મળવા આવી રહ્યા છે.તેથી હુ પણ વહેલો ઉઠીને તૈયાર થઇ ગયો.હા તુ બોલ તારે શુ વાત કરવી હતી?” અંકલ જો મિ.સ્મિથ અહિંયા આવી રહ્યા હોય તો એ આવી જાય પછી જ આપણે વાત શરુ કરીએ જેથી મારી વાતમાં તેમની પણ રાય મળી રહે.ત્યારબાદ થોડી જ વારમાં મિ.સ્મિથ ત્યાં આવી ગયા.તેમને આવતાની સાથે જ કહ્યુ, “મેજર તમારા માટે એક ખરાબ સમાચાર છે.શાકાલ બે દિવસમાં જ શહેર છોડીને બીજા શહેરમાં જઇ રહ્યો છે અને મને ડર છે કે ત્યાં જઇને કદાચ તે ફરીથી લોકો પર એવો જ અત્યાચાર કરશે જેવુ એક મહિના પહેલા થયુ હતુ.તેથી આપણે જલદીથી કોઇ પ્લાન બનાવીને તેનો અમલ કરવો પડશે.કારણકે જો શાકાલ અહિંયાથી નિકળી ગયો તો પછી તેને ફસાવવો મુશ્કેલ થઇ જશે.હુ આ જગ્યા વિશે બધુ જ જાણુ છુ અને નવી જગ્યાએ તેના પર એટેક કરવો ખુબ જ જોખમી રહેશે અને એ માટે નવેસરથી પ્લાનિંગ કરવામાં પણ આપણો ઘણો ટાઇમ નિકળી જશે.વળી લોકોની ધીરજ હવે ખુટી રહી છે.જો આપણે જલદી કોઇ એકશન નહી લઇએ તો લોકો વિદ્રોહ કરી દેશે અને એમાં નુકશાન લોકોનુ જ થશે કારણકે વિદ્રોહને દબાવવા માટે શાકાલ કોઇ પણ હદે જઇ શકે છે તે આપણે પહેલા પણ જોયુ જ છે.

પાર્થ તેમની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.તેને લાગ્યુ કે આજ સારો મોકો છે તેને તેનો આઇડિયા અત્યારે જ આ લોકોને કહેવો જોઇએ.કારણકે હવે તેમની પાસે ખુબ જ ઓછો ટાઇમ બચ્યો હતો.તેને કહ્યુ, “સ્મિથ અંકલ મારી પાસે એક આઇડિયા છે”.એટલુ કહીને તે તેમના રિએક્શન માટે રોકાયો.મિ.સ્મિથે કહ્યુ, “હા તો બોલ એ માટે રાહ કોની જોઇ રહ્યો છે”.પાર્થે કહ્યુ, “મારો આઇડ્યા થોડો રિશ્કી છે પણ એનુ રિઝલ્ટ સો ટકા મળશે”.મિ.સ્મિથે કહ્યુ, “હા તુ બોલ તો ખરો પછી આગળ વિચારીએ કે રિશ્ક લેવુ કે નહી?” પાર્થે તેનો પ્લાન કહેવો શરુ કર્યો.

જુઓ,સૌથી પહેલી વાત આપણે જો શાકાલને ખતમ કરવો હશે તો તેને તેના સુરક્ષીત ઘરમાંથી તેને બહાર નિકાળવો પડશે બરાબર? “હા પણ એવુ કઇ રીતે બનશે?”મિ.સ્મિથે વચ્ચે જ પુછ્યુ.પાર્થે કહ્યુ, “હા હુ એ વાત પર જ આવુ છુ.પણ એ એના સુરક્ષિત ઘેરામાંથી ત્યારે જ બહાર આવશે જ્યારે આપણે તેને કોઇ ચારો આપીશુ.જેમ સિંહનો શિકાર કરવા માટે તેને લલચાવવો પડે છે.તેમ આપણે પણ શાકાલને લલચાવીશુ”.હવે મેજર પણ ના રહી શક્યા.તેમને વચ્ચે જ પુછ્યુ, “પણ એ કેવી રીતે?” પાર્થે કહ્યુ, “એ માટે આપણે પિતાજીની મદદ લેવી પડશે”. મિ.સ્મિથ અને મેજર બન્ને પાર્થની સામે આશ્ચર્યથી જોઇ રહ્યા!!! તેઓ હજુ સુધી પાર્થની વાત સમજી શક્યા ન હતા.પાર્થે આગળ કહ્યુ, “જુઓ શાકાલ કેટલાય વર્ષોથી પિતાજીને શોધી રહ્યો છે અને પિતાજીનુ મોત થઇ ગયુ છે એ વાતની ખબર ફક્ત આપણને જ છે.કારણકે જે રોબોટ્સે અમારા પર હુમલો કર્યો હતો તે રોબોટ્સ તો ત્યાં જ ખતમ થઇ ગયા હતા.તેથી શાકાલ સુધી હજી આ વાત પહોચી નથી.આપણે એ વાતનો ફાયદો ઉઠાવવાનો છે અને શાકાલ સુધી તેના વિશ્વસનિય સુત્ર દ્વારા એ વાત પહોચાડવાની છે કે પિતાજી અહિંયા શહેરની બહાર તેમની સાથે આખી સેના લઇને આવ્યા છે અને તે શહેર પર હુમલો કરવાની ફિરાકમાં છે.સાથે સાથે એ વાત પણ ફેલાવવાની છે કે જો તે શહેરમાં દાખલ થઇ ગયા તો તેમની પાસે એવુ હથિયાર છે જેના દ્વારા તે સમસ્ત રોબોટ્સ સામ્રાજ્યને ખતમ કરી શકે તેમ છે.જ્યારે શાકાલ સુધી આ વાત પહોચશે તે ચુપ નહી બેસી રહે.પિતાજી એકવાર તેના પંજામાંથી છટકી ગયા હોવાથી અને પિતાજીના દિમાગને તે સારી રીતે જાણતો હોવાથી તેમને રોકવા માટે તે જાતે જ તેના દરમાંથી બહાર આવશે.પણ તે પણ પુરી તૈયારી સાથે જ આવશે અને તેની સાથે તેની આખી સેના પણ હશે.જેનો મુકાબલો કરવો એ આપણા ખુબ જ માટે મુશ્કેલ છે.પણ આપણે તેમ કરવુ જ પડશે”.મેજર વચ્ચે જ કંઇક બોલવા જતા હતા તેમને અટકાવીને પાર્થે કહ્યુ, “તમે પહેલા મારી આખી વાત સાંભળી લો.ત્યારબાદ તેને આગળ ચલાવ્યુ.આપણે ફક્ત થોડો સમય જ તેની સેનાને ટક્કર આપવાની છે.શાકાલ તેની સુરક્ષાથી બહાર ક્યારેય નહી આવે તે સેનાની વચ્ચે જ રહીને લડશે અને તેમને માર્ગદર્શન આપશે.આપણી સેનાને બસ હુ તેના સુધી પહોચી જાઉ ત્યાં સુધી તેની સેનાને ટક્કર આપવાની છે.ત્યારબાદ પિતાજીએ મને આપેલા તેમના હથિયાર દ્વારા એક જ ઝટકામાં બધા જ રોબોટ્સ થોડો સમય નિષ્ક્રિય થઇ જશે.મારા અંદાજથી મારી પાસે ફક્ત દસ મિનિટ જેટલો જ સમય હશે.મારી પાસે આ એક જ મોકો હશે અને એટલા સમયમાં જ મારે શાકાલને ખતમ કરીને તેની અંદરથી તેની ચીપ નિકાળવી પડશે.મને લાગે છે કે એટલો સમય મારા માટે કાફી હશે અને જો બધુ આપણા પ્લાન પ્રમાણે થયુ તો પછી આપણે આઝાદ હોઇશુ.હુ જાણુ છુ કે આ પ્લાનમાં જોખમ એ રહેલુ છે કે જો શાકલને આપણા પ્લાનની જરા પણ ગંધ આવી ગઇ તો પહેલા તો તે તેના સુરક્ષા ઘેરામાંથી બહાર જ નહી આવે અને આપણને બધાને શોધી શોધીને ખતમ કરી દેશે.પણ હવે આપણી પાસે જોખમ વગરનો કોઇ જ રસ્તો નથી અને મારુ તો માનવુ છે કે જો મરવાનુ જ છે તો આવી રીતે ડરીને,શાકાલથી છુપાઇને કે જીંદગીભર તેની ગુલામી કરીને શા માટે મરીએ? મરવાનુ જ છે! તો પછી શાનથી લડતા લડતા એક યોદ્ધાની મોત જ મરવુ હુ વધારે પસંદ કરીશ.બાકી પછી આગળ તમે જે કરવા માગતા હોય તેમાં હુ તમારી સાથે છુ”.પાર્થે તેની વાત પુરી કરીને મેજર અને મિ.સ્મિથની સામે જોયુ અને તેમના જવાબની રાહ જોવા લાગ્યો. મેજરે કહ્યુ, “પાર્થ તારો પ્લાન તો તે કહ્યુ તેમ રિશ્કી જ છે પણ આપણે જો આ મોકો ચુકી ગયા તો બીજો મોકો તો આપણને મળવાનો જ નથી.વળી હવે આપણી પાસે હવે વધારે સમય પણ નથી તેથી જોખમ તો લેવુ જ પડશે.કારણકે વધારે સમય સુધી આપણે અહિંયા છુપાઇને પણ બેસી શકીએ તેમ નથી.કારણ કે આપણી સાથે આખી સેના છે અને તારી બીજી વાત પણ સાચી છે.જો આપણે લડીશુ તો યા તો જીતીશુ અથવા તો મરીશુ.પણ હવે આવી જીંદગી તો નથી જ જીવવી.માટે હુ તો તૈયાર છુ.શુ કહો છો મિ સ્મિથ તમારુ શુ માનવુ છે?” મિ.સ્મિથ પણ વિચારમાં પડી ગયા.થોડીવાર વિચારીને તેમને કહ્યુ, “મને પણ એ વાત જ સાચી લાગે છે.મેજર હવે આ નકલી જીંદગી વધારે નથી જીવવી.જો જીવીશુ તો શાનથી નહી તો શાનથી જાન આપી દઇશુ.બાકી બધુ ઉપરવાળા પર છોડી દઇએ.હવે આપણે અત્યારે જ આ પ્લાન પર કામ ચાલુ કરી દેવુ જોઇએ.

બન્ને જણ તરફથી હા આવી ગઇ તેથી પાર્થે કહ્યુ, “સ્મિથ અંકલ તમને શુ લાગે છે,આપણે કોના દ્વારા આ સમાચાર શાકાલ સુધી પહોચાડીશુ તો તે તરત જ વિશ્વાસ કરી લેશે?” મિ.સ્મિથે કહ્યુ, “શાકાલ માણસોને તેના કામ માટે તેની પાસે રાખે છે.પણ તે સૌથી વધુ ભરોસો તેના રોબોટ્સ સાથીઓ પર જ કરે છે.કારણકે રોબોટ્સ ક્યારેય ખોટુ નથી બોલતા.કારણ કે તે ફિચર્સ તેમનામાં હોતુ જ નથી.તેમના ડેટામાં જે સાચુ હોય તેજ દેખાઇ આવે છે.તેથી આપણે તેના સૌથી ભરોસાપાત્ર જાસુસ 555 ને ગુમરાહ કરીને તેના દ્વારા જ આ સંદેશ તેના સુધી પહેચાડીશુ.અને એ માટે હુ મારા બે ત્રણ ભરોસાપાત્ર માણસોને કહી દઇશ કે તે શહેરમાં વાત ફેલાવી દે કે ડૉ.વિષ્નુ અહિંયા આ શહેરની બહાર જ છે અને તે શહેરમાં ઘુસવાની ફિરાકમાં છે.વાત થોડી પણ ફેલાશે કે તરત જ 555 સુધી પહોચી જશે.અને તે વાતની ખરાઇ કરવાની કોશીશ કરશે.એ માટે આપણે અહિંયા એવો માહોલ ઉભો કરવો પડશે કે એવુ લાગે કે ડૉ.વિષ્નુ અહિંયા જ છે અને આપણે તેમને સુરક્ષાઘેરામાં છુપાવીને રાખ્યા છે.ત્યારબાદનુ આપણુ કામ 555 જ કરી આપશે”.પાર્થે કહ્યુ, “સરસ તો પછી આપણે અત્યારથી જ પ્લાન માટે તૈયારી કરવામાં લાગી જવુ પડશે.એ માટે આપણે બધાને એકઠા કરીને આખો પ્લાન સમજાવવો પડશે અને બધાએ શુ કરવાનુ છે તે પ્રમાણે દરેકની ભુમિકા નિશ્ચિત કરવી પડશે. જેથી યુદ્ધ વખતે હડબડીમાં કોઇ ગડબડ ના થઇ જાય.બાકી તો બધુ કાશીવિશ્વનાથના ભરોસે છે.આપણે બસ આપણુ કર્મ કરવાનુ છે ફળની ચિંતા ભગવાન પર જ છોડી દેવાની છે.

પાર્થ જે વાત કરવા માટે આવ્યો હતો તે વાત થઇ ગઇ અને તેનો પ્લાન એક્સેપ્ટ પણ થઇ ગયો.હવે ફક્ત તેને યોગ્ય દિશા આપીને તેને સફળ બનાવવાના પ્રયત્નો કરવાના હતા.તે માટે તેમને તરત જ બધા લોકોને એક જગ્યાએ એકઠા કર્યા અને તેમને આખો પ્લાન સમજાવી દીધો.તેમને બધાને જ્યારે મિ.સ્મિથના માણસો દ્વારા ફેલાવેલા સંદેશ પછી જ્યારે 555 તેમની અત્યારની જગ્યાએ એ કંફર્મ કરવા માટે આવે કે ડૉ.વિષ્નુ અહિંયા છે કે નહી? ત્યારે બસ તેને ગુમરાહ કરવાનો હતો.એ માટે પાર્થે એક યોજના બનાવી હતી. બધાને એ યોજના અને યોજનામાં તેમના રોલ પાર્થે સમજાવી દીધા હતા.ત્યારબાદ બધા તરત જ પોતપોતાના રોલની તૈયારીમાં લાગી ગયા.મિ.સ્મિથ પણ ત્યાંથી નિકળીને તરત જ પ્લાનના કામમાં લાગી ગયા.મેજરે પણ તેમના ભરોસાપાત્ર ખાસ સાથીઓને બોલાવીને તેમને એક જગ્યાએ ટેંટની આજુબાજુ એ રીતે પહેરો ગોઠવ્યો જેથી 555 જ્યારે આ જગ્યા પર આવે તો તેને એમ જ લાગવુ જોઇએ કે ડૉ.વિષ્નુ જ આ ટેંટની અંદર છે અને તેવુ જ લાગે તે માટે દરેકને શુ કરવાનુ છે તે પણ સમજાવી દીધુ.