Aatmja book and story is written by Mausam in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aatmja is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આત્મજા - નવલકથા
Mausam
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
" નહીં..નહીં..! મારે હોસ્પિટલ નથી જવું. ના..મને હોસ્પિટલ ન લઈ જા...પ્લીઝ પ્રદીપ..! તમે તો મને સમજવાની કોશિશ કરો..!" બેડરૂમના એક ખૂણે ટૂંટિયુંવાળીને બેઠેલી નંદિની રડે જતી હતીને માથું ધુણાવી ગભરાયેલા સ્વરે બોલે જતી હતી. તેના શબ્દે શબ્દે ડરની ભાવના વર્તાતી હતી. તેની આંખોનું કાજળ અશ્રુઓમાં ભળી તેનાં ગોરા ગોરા ગાલો પરથી સરકતું હતું. તેનો લાંબો, કાળો, ગૂંથાયેલો ચોટલો વીંખાઈ ગયો હતો. તેની કેટલીક લટો તેના અશ્રુભીનાં ગાલોને ચોંટી ગઈ હતી.
" તારે હોસ્પિટલ તો આવવું જ પડશે નંદિની..! આપણા ભુવાજીએ કહ્યું છે તે સાચું છે કે ખોટું તે જાણવા માટે આપણે હોસ્પિટલ જવું પડશે." નંદિનીને સમજાવતાં પ્રદીપે કહ્યું.
રાજવી પરિવારનો એકનો એક દીકરો પ્રદીપ. બાપદાદા દ્વારા વારસામાં પ્રદીપને અઢળક સંપત્તિ અને જાહોજલાલી મળેલી.
આત્મજા ભાગ 1 " નહીં..નહીં..! મારે હોસ્પિટલ નથી જવું. ના..મને હોસ્પિટલ ન લઈ જા...પ્લીઝ પ્રદીપ..! તમે તો મને સમજવાની કોશિશ કરો..!" બેડરૂમના એક ખૂણે ટૂંટિયુંવાળીને બેઠેલી નંદિની રડે જતી હતીને માથું ધુણાવી ગભરાયેલા સ્વરે બોલે જતી હતી. તેના શબ્દે ...વધુ વાંચોડરની ભાવના વર્તાતી હતી. તેની આંખોનું કાજળ અશ્રુઓમાં ભળી તેનાં ગોરા ગોરા ગાલો પરથી સરકતું હતું. તેનો લાંબો, કાળો, ગૂંથાયેલો ચોટલો વીંખાઈ ગયો હતો. તેની કેટલીક લટો તેના અશ્રુભીનાં ગાલોને ચોંટી ગઈ હતી. " તારે હોસ્પિટલ તો આવવું જ પડશે નંદિની..! આપણા ભુવાજીએ કહ્યું છે તે સાચું છે કે ખોટું તે જાણવા માટે આપણે હોસ્પિટલ જવું પડશે." નંદિનીને સમજાવતાં પ્રદીપે
આત્મજા ભાગ 2રાતો ચોળ થઈ ગયેલા ગાલને પંપાળતી નંદિની પ્રદીપની સામે જ જોઈ રહી. ગુસ્સાથી લાલ થઈ ગયેલી આંખોમાંથી બોર બોર જેવડાં આંસુઓ પડી રહ્યા હતા. પ્રદીપનો આવો વ્યવહાર પહેલીવાર નહોતો. છેલ્લા ત્રણ વર્ષમાં નંદિની ઘણીવખત પ્રદીપના ગુસ્સાનો શિકાર ...વધુ વાંચોગરીબ માતા પિતાએ આપેલ સંસ્કારોને વળગી રહી નંદિની મૂંગા મોઢે બધું સહન કરે જતી. પણ આ વખતે તો સવાલ હતો તેના સંતાનને બચાવવાનો.કમને નંદિની ઊભી થઈ. બે હાથ વડે આંખો પોછાતી તે બાથરૂમ તરફ ગઈ.વૉશ બેસીનમાં પાણીની છાલક મારીને તેણે પોતાનો ચહેરો ધોયો અને અરીસા સામે જોયું. રડી રડીને લાલ થયેલા આંખોમાં હજુ પણ ગુસ્સો હતો. ગુસ્સો હતો સમાજ પર..
આત્મજા ભાગ 3“એ વાત તો તમે જાણો જ છો કે અત્યારે ગર્ભ પરીક્ષણ કરવું અને કરાવવું બંને ગુનો છે. હું આ જોખમ ન લઈ શકું.” ડોક્ટરે કહ્યું. “કેવી વાત કરો છો બેન..? ગર્ભ પરીક્ષણની વાત તમારા અને અમારા સિવાય ...વધુ વાંચોક્યાંથી ખબર પડશે..? તમે બસ એટલું અમને જણાવો કે નંદિનીના પેટમાં દીકરો છે કે દીકરી..?” પ્રદીપએ કહ્યું. “ગર્ભ પરીક્ષણ કરવું અમારા માટે જોખમકારક છે. જો કોઈને ખબર પડી જાય તો અમારો ડોક્ટરનો વ્યવસાય પણ છીનવાઈ જાય. હું ગર્ભ પરીક્ષણ નહીં કરું.” ડોક્ટરે પ્રદીપ સામે જોઈ કહ્યું. પ્રદીપ એ પોતાની બેગમાંથી 10000 નુ બંડલ કાઢ્યું અને ટેબલ પર મૂક્યું. ડોક્ટર નોટોના
આત્મજા ભાગ 4“મારી સાથે આવી રીતે વાત ન કરો.મને શોખ નથી થતો ગર્ભ પરીક્ષણ કરવાનો..! તમે જ લોકો તો આવ્યા છો ગર્ભ પરીક્ષણ કરવા માટે..! અને મેં રૂપિયા લીધા છે તો મારે સાચું તો કહેવું જ પડશે કે તમારા ...વધુ વાંચોદીકરી છે.” ડોક્ટરે હાથ છોડાવી કહ્યું."એક સ્ત્રી થઈ સ્ત્રીની વેદનાને નહિ સમજી શકો તમે ? તમે બહાર એમ કહેશો કે મારા પેટમાં દીકરી છે, તો આ લોકો મારા સંતાનને મારા પેટમાં જ મારી નાખવા તમને મજબૂર કરશે. તમે આવું કરશો તો તમને પાપ લાગશે,મારી દીકરીની હત્યા કરવાનું." નંદિનીએ ડૉક્ટર સામે જોઈને કહ્યું. પણ ડૉક્ટર પર તેની વાતોની કોઈ જ અસર
આત્મજા ભાગ 5એવાંમાં નંદિની આવી. ઘર આંગણે લોકોને ટોળે વળેલાં જોઈ તે પણ ગભરાઈ ગઇ. દોડતી તે અંદર આવી. " શું થયું બાપુને..? કેમ બધા ટોળે વળ્યાં છે ?" સસરા પાસે આવીને બેસતા નંદિનીએ ચિંતિત સ્વરે કહ્યું. " કાળમુખી..! ...વધુ વાંચોબધું તારા લીધે જ થાય છે. ભુવાજીએ ચોખ્ખા શબ્દોમાં કહેલું કે તારી છોડી ઘરનો વિનાશ નોટરશે. જો અભાગી..! વિનાશની શરૂઆત થઈ ગઈ. હજુ સમય છે સમજી જા.!" કંચનબેને નંદિની પર ગુસ્સો ઠાલવતા કહ્યું. " બા, એવું ના હોય, તમે ચિંતા ન કરો..! બાપુને હું કંઈ નહીં થવા દઉં..!" આટલું કહી જાણે આખી ઘટનાનો ચિતાર મેળવી નંદિની દોડતી ઘરમાં ગઈ અને