આત્મજા - ભાગ 7 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મજા - ભાગ 7

આત્મજા ભાગ 7

" મને ખબર જ હતી. તમે પણ મારી વાત નહિ જ સમજો. મને હતું જ કે તમે નંદિનીને જ સાથે આપશો. પણ એ વાત ન ભૂલો કે ભુવાજીએ કહેલ અત્યાર સુધીના બધાં વેણ સાચા પડ્યાં છે. તમે જ વિચારો, હોસ્પિટલમાં નંદિનીના પેટમાં છોકરી છે તે વાતની હજુ ખબર જ પડી છે ને ઘરે તમને સાપ ડંખી ગયો. મતલબ સમજ્યા તમે..? આપણા ઘરમાં અશુભ થવાની શરૂઆત થઈ ગઈ. આ એક સંકેત છે કે નંદિનીનું આવનાર બાળક આપણા ઘરનો કાળ બની જશે. નંદિનીની કાળમુખી છોકરી ઘરનો વિનાશ નોતરશે." કંચનબેનએ ગુસ્સાથી મોઢું બગાડતાં કહ્યું.

" અરે બસ બસ કંચન..! તું બહુ દૂરનું વિચારી લે છે. મને સાપ કરડ્યો એ તો સહજ એક બનાવ હતો. તેનો નંદિનીની
છોકરી સાથે કોઈ લેવા દેવા નથી. અને જેમ તને તારો દીકરો દીકરી વ્હાલા છે એમ તે પણ એક સ્ત્રી છે. તેને તેના પેટમાં રહેલ દીકરી પ્રત્યે મમતા હોય એ સ્વાભાવિક છે. ભુવાજીની વાતોને મનમાંથી કાઢી નાખ અને ભગવાન પર શ્રદ્ધા રાખ, તેઓ બધું સારાંવાના કરશે."

" મતલબ ખબર હોવા છતાં હું મારા છોકરાનો વિનાશ થતો જોઈ રહું..? મારાથી આમ નહિ થાય. " આટલું કહી કંચનબેન હિંચકા પરથી ઊભા થઈ ચાલતાં થયા.

"અરે ક્યાં ચાલી..? ઊભી રે..! મારી વાત તો સંભાળ..!" ખાટલામાં સુતા સુતા જ હરખસિંગે કહ્યું.

" ઊભી રહીને શું કરું..? તમે મારી એકેય વાત સાંભળતાં તો નથી..!" ચાલતાં ચાલતાં ઊભા રહી કંચનબેને પાછળ જોઈ કહ્યું.

" અરે, વાત એ નથી..! બીજી કોઈ વાત છે. જો તું સાંભળે તો કહું." ધીમેથી પગને ખાટલામાંથી લટકતો કરી બેઠા થતાં હરખસિંગે કહ્યું.

" સાંભળું છું..! બોલો શું વાત હતી ? " હરખસિંગ પાસે આવી ઊભા રહીને કંચનબેને કહ્યું.

" એમ નહિ, મારી બાજુમાં આવી બેસ. શાંતિથી કહું તને." હસીને હરખસિંગે કહ્યું.

" તમારે કહેવું હોય તો કહો નહીંતર હું તો આ ચાલતી થઈ. તમારી જેમ નવરી નથી હું..!" રૂઆબથી કંચનબેને કહ્યું અને ત્યાંથી ચાલતાં થયા.

" અરે સાંભળ...! અમેરિકાથી કીર્તિ આવવાની છે." હરખસિંગે કહ્યું. કીર્તિનું નામ સાંભળતાં જ કંચનબેન હરખપદુડા થઈ ગયાં અને હરખસિંગ પાસે આવી બેસી ગયાં.

" તે હેં..! ક્યારે કિર્તી આવવાની છે ? સાથે કોણ કોણ આવવાનું છે ? ભાણીયાને તો લાવશે ને ? તમને કેવીરીતે ખબર પડી કે તે આવવાની છે ? તેનો ફોન આવ્યો હતો ? મારી વાત કેમ ન કરાવી ?"એક સામટા ઘણાં પ્રશ્નોનો વરસાદ કરતાં કંચનબેને પૂછ્યું.

" તે હેં..! ક્યારે કિર્તી આવવાની છે ? સાથે કોણ કોણ આવવાનું છે ? ભાણીયાને તો લાવશે ને ? તમને કેવીરીતે ખબર પડી કે તે આવવાની છે ? તેનો ફોન આવ્યો હતો ? મારી વાત કેમ ન કરાવી ?"એક સામટા ઘણાં પ્રશ્નોનો વરસાદ કરતાં કંચનબેને પૂછ્યું.

" કીર્તિનું નામ સાંભળતા જ તારા ચહેરા પર કેવી ખુશી છવાઈ ગઈ ? તો વિચાર કર નંદિનીને તેની બાળકી પ્રત્યે સ્નેહ નહિ હોય ?" હરખસિંગ જાણે કંચનબેનને સબક શીખવતાં હોય તેમ કહ્યું. હરખસિંગના શબ્દો સાંભળીને કંચનબેન લાલ પીળા થઈ ગયાં.

" તમારાં કહેવાનો મતલબ શું છે ?" પોતાના પતિને જાણે ઠપકો આપતા હોય તેમ કંચનબેને પૂછ્યું.

" તું એટલી પણ નાસમજ નથી કે મારી વાતોનો મતલબ ન સમજી શકે..!" હરખસિંગએ પોતાની પત્ની સામે જોતાં કહ્યું.

" જુઓ..પહેલી વાત તો એ કે હું નંદિનીની દુશ્મન નથી. પણ ભુવાજીના કહેવા મુજબ હું કોઈ જોખમ ઉઠાવવા નથી માંગતી. બીજી વાત એ કે તમારે નંદિનીનો પક્ષ લેવાની કોઈ જરૂર નથી. પહેલાં આપણા દીકરાનું વિચારો પછી વહુ વિશે વિચારજો. રહી વાત કિર્તીની તો કીર્તિ તો આપણા ઘરની લક્ષ્મી છે. તેના આવ્યાં પછી જ આ જાહોજલાલી અને કરોડોની બાપદાદાની મિલકત તમારા નામે થઈ હતી અને આ જ કારણે કીર્તિ પ્રત્યેનો મારો સ્નેહ દિવસે ને દિવસે વધતો જાય છે." કંચનબેને કહ્યું.

To be continue..

મૌસમ😊