Sapt-Kon? book and story is written by Sheetal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sapt-Kon? is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સપ્ત-કોણ...? - નવલકથા
Sheetal
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
સપ્તપદીના સાતે વચનોથી કટીબદ્ધ થઈ વ્યોમ અને ઈશ્વા અગ્નિદેવની સાક્ષીએ સાત ફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. લાલ રંગના જામનગરી જરી બંધેજ અને બનારસી ગોલ્ડન બોર્ડરથી સજેલા ચણિયાચોળીમાં ઈશ્વા આસમાનથી ઉતરી આવેલી અપ્સરા જેવી સુંદર દેખાતી હતી. ગોરો વાન, સપ્રમાણ કદકાઠી, ગોળ ચહેરો, અણિયાળી આંખો, તીખું નાક, ખભાથી નીચે ઝુલતા વાંકડિયા કાળા વાળ, સૌમ્ય અને સાદગીનો શણગાર અને લજ્જભર્યું સ્મિત એને ઓર સુંદર બનાવતું હતું.. તો સામા પક્ષે વ્યોમ પણ કોઈ રાજકુમારથી જરાય ઉતરતો નહોતો.. ગૌર વર્ણ, છ ફૂટ જેટલી હાઈટ, જીમમાં કસરત કરીને કસાયેલું શરીર, સુદ્દ્ઢ બાંધો, લહેરાતી ઝુલ્ફો, બેફિકર ચહેરો, પાણીદાર આંખો, ઓલીવ ગ્રીન અને ઓફ વ્હાઇટ જોધપુરી સૂટમાં સોહામણો લાગતો વ્યોમ હાજર રહેલી દરેક વ્યક્તિઓ વચ્ચે પણ ઉડીને આંખે વળગે એવું વ્યક્તિત્વ ધરાવતો હતો.
ભાગ -૧સપ્તપદીના સાતે વચનોથી કટીબદ્ધ થઈ વ્યોમ અને ઈશ્વા અગ્નિદેવની સાક્ષીએ સાત ફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. લાલ રંગના જામનગરી જરી બંધેજ અને બનારસી ગોલ્ડન બોર્ડરથી સજેલા ચણિયાચોળીમાં ઈશ્વા આસમાનથી ઉતરી આવેલી અપ્સરા જેવી સુંદર દેખાતી હતી. ગોરો વાન, ...વધુ વાંચોકદકાઠી, ગોળ ચહેરો, અણિયાળી આંખો, તીખું નાક, ખભાથી નીચે ઝુલતા વાંકડિયા કાળા વાળ, સૌમ્ય અને સાદગીનો શણગાર અને લજ્જભર્યું સ્મિત એને ઓર સુંદર બનાવતું હતું.. તો સામા પક્ષે વ્યોમ પણ કોઈ રાજકુમારથી જરાય ઉતરતો નહોતો.. ગૌર વર્ણ, છ ફૂટ જેટલી હાઈટ, જીમમાં કસરત કરીને કસાયેલું શરીર, સુદ્દ્ઢ બાંધો, લહેરાતી ઝુલ્ફો, બેફિકર ચહેરો, પાણીદાર આંખો, ઓલીવ ગ્રીન અને ઓફ વ્હાઇટ જોધપુરી
ભાગ - ૨"એ આવી રહ્યો છે. .. એ...એ... પાછો આવી રહ્યો છે. .." કહેતા રઘુકાકા લોનમાં ગોઠવેલી બેન્ચ પર ફસડાઈ પડ્યા અને ખભે રહેલા ગમછા વડે કપાળે વળેલો પરસેવો લુછવા લાગ્યા પણ એ પરસેવાના ઉતરેલા રેલા એમની છાતી વીંધીને ...વધુ વાંચોસોંસરવા ઉતરી અંદર ને અંદર વલોવાઈ રહ્યા હતા અને એની જ અકળામણ અને અજંપો એમના ચહેરા પર છવાયેલા ભયમાં ડોકાઈ રહ્યો હતો. . @@@@સાઈઠ પાર કરી ચૂકેલા રઘુકાકા આ હવેલીનો એક વણકહ્યો હિસ્સો હતા. માત્ર અગિયાર વરસની અણસમજુ ઉંમરે માં બાપને ગુમાવ્યા બાદ કાકાની આંગળી પકડી વેરાવળથી જામનગર આવી આ હવેલીની ચાકરીમાં લાગી ગયા હતા. એ ઘડી ને આજનો દીવસ,
ભાગ - ૩"હેલો.... હેલો.... ધ્યાનથી સાંભળો. બંને ગાડીઓ અહીંથી માનગઢ જવા નીકળી ગઈ છે પણ એ ત્યાં સુધી ન પહોંચે એ જોવાનું કામ હવે તમારું....." હવેલીમાંથી કરાયેલા ફોન પર બોલાયેલા શબ્દો સાંભળી સંતુના પગ દરવાજે જ ખોડાઈ ગઈ..સંતુએ પાછા ...વધુ વાંચોએ દરવાજાની તિરાડમાંથી અંદર જોવાનો પ્રયાસ કર્યો પણ ઓરડામાં પ્રકાશ ખુબ ઝાંખો હતો અને બારીએ પડદા લાગેલા હોવાથી સ્પષ્ટ દેખાતું નહોતું. એણે અવાજ ઓળખવાનો પણ પ્રયત્ન કરી જોયો પણ એ પારખી ન શકી એટલે જીવાને વાત કરવા માટે એ ફરી બહાર લોનમાં ગઈ જ્યાં જીવો છોડવાઓને પાણી પાઈ રહ્યો હતો પણ જીવો ત્યાંય એને ન દેખાયો એટલે એ હવેલીમાં પાછી
ભાગ - ૪આવનારા સમયથી અજાણ સૌ આંખોમાં સપનાઓ આંજીને સુઈ ગયા. કલ્યાણીદેવીએ જો એકવાર પણ પાછું વળીને જોયું હોત તો એ સ્તબ્ધ થઈ ગયા હોત. મોહન આરામ કરવાને બદલે એમનો પીછો કરતી અહીં સુધી આવીને દૂર ઉભેલી બ્લેક સકોર્પિયોમાં ...વધુ વાંચોરહ્યો હતો...કલ્યાણીદેવી રૂમમાં આવ્યા ત્યારે પાર્થિવ અને કૃતિ બંને બાળકો હજી આઈપેડમાં ગેમ રમવામાં મશગુલ હતા. "હવે આ રમકડું બાજુએ મુકો બાળકો.. તમે રમો છો કે આ રમકડું તમને રમાડે છે કોને ખબર... આ આજકાલના છોકરાઓ... અહીંયા આવો બેય.. મારી પાસે.." કલ્યાણીદેવીએ વ્હાલથી બેયને પાસે બોલાવ્યાં. બેય બાળકોના માથામાં હાથ ફેરવતા ફેરવતા કલ્યાણીદેવી આંખો બંધ કરી ઊંડા વિચારોમાં ડૂબી ગયા.
ભાગ - ૫વ્યોમ અને ઈશ્વા જે તરફ કદમ ઉપાડી રહ્યા હતાં એની વિરુદ્વ દિશામાં ઉગેલી ઝાડીઓ પાછળથી બે આંખો એમને તગતગીને જોઈ રહી હતી....મંદિરની આસપાસ જે વસ્તી હતી એ ત્યાંના વર્ષોથી રહેતા આવેલા આદિવાસીઓના ઘરો હતાં. અણઘડ, અભણ, અણસમજુ ...વધુ વાંચોલાગણીભૂખ્યા હતાં. કલ્યાણીદેવીએ એમના વિકાસ અર્થે ઘણો પ્રયાસ કર્યો હતો અને થોડેઘણે અંશે સફળ પણ થયા હતા. હજી આધુનિકતાના વાયરા અહીં સુધી પહોંચ્યા નહોતા. પોતાની મસ્તીમાં રહેવું, થોડીઘણી ખેતી અને માતાજીની સેવા ચાકરીમાં જ પોતાનું જીવન વ્યતીત કરતો આ આદિવાસી સમાજ હજી ઘણો પછાત હતો. વ્યોમ અને ઈશ્વા ઓટલે બેઠેલ વડીલોના આશીર્વાદ લઈ ગાડીમાં ગોઠવાયા. કૌશલ અને દિલીપ પણ બધા