ડીએનએ - નવલકથા
Maheshkumar
દ્વારા
ગુજરાતી રોમાંચક
જેમ પ્રેમી પોતાની પ્રેમિકાને ઘણા દિવસના વિરહ પછીના મિલનમાં પ્રેમથી ભીંજવી દેવા આતુર હોય કાંઇક એમ જ ગઈકાલથી મેઘરાજા પંદર દિવસના વિરહ બાદ ધરતીને પોતાના અગાધ પ્રેમથી ભીંજવી દેવા આતુર થયા હતા. આજે સવારે થોડોક પોરો ખાઈને ફરીથી ઝરમર ...વધુ વાંચોવરસવા લાગ્યા હતા. લગભગ બપોરના અઢી વાગવા આવ્યા હતા, પણ સામાન્ય દિવસોમાં હોય તેટલું અજવાળું દેખાઈ રહ્યું ન હતું. દેડકાંઓનો ટરર ટરર અને કંસારીઓ તથા તમરાંઓનું સંગીત અમદાવાદ શહેરના શોરબકોરમાં પણ સહેજ સહેજ કુદરતની અનુભૂતિ કરાવી રહ્યું હતું. રસ્તા પર દોડતા વાહનોના હોર્નના અવાજો વચ્ચે કયાંક ક્યાંક મોરલાના ટહુકા કુદરતની હયાતીનો અહેસાસ કરાવી રહ્યા હતા.
આજ વાતાવરણની અનુભૂતિ સૌરાષ્ટ્રના કોઈ છેવાડાના ગામમાં કંઈક અલગ હોય છે. પણ અમદાવાદમાં ઠેરઠેર ગાયોએ કરેલા પોદળા, પોતાની ભૂખ સંતોષી ગમે ત્યાં ફેંકી દીધેલા પ્લાસ્ટીકના પડીકાં, ઘણા દિવસથી સાફ ન કરાયેલા ચાટણમાં નાખેલાં એંઠવાડ અને એની સાથે વાહનોએ છોડેલા કાર્બન ડાયોક્સાઈડની ગંધનો સમન્વય વરસાદી મૌસમમાં અપ્રિય હવાનું સર્જન કરી રહ્યું હતો. પરંતુ નોટો કમાવાની દોટમાં આ પ્રકારના વાતાવરણથી અમદાવાદી માણસ ટેવાઈ ગયો હતો.
જેમ પ્રેમી પોતાની પ્રેમિકાને ઘણા દિવસના વિરહ પછીના મિલનમાં પ્રેમથી ભીંજવી દેવા આતુર હોય કાંઇક એમ જ ગઈકાલથી મેઘરાજા પંદર દિવસના વિરહ બાદ ધરતીને પોતાના અગાધ પ્રેમથી ભીંજવી દેવા આતુર થયા હતા. આજે સવારે થોડોક પોરો ખાઈને ફરીથી ઝરમર ...વધુ વાંચોવરસવા લાગ્યા હતા. લગભગ બપોરના અઢી વાગવા આવ્યા હતા, પણ સામાન્ય દિવસોમાં હોય તેટલું અજવાળું દેખાઈ રહ્યું ન હતું. દેડકાંઓનો ટરર ટરર અને કંસારીઓ તથા તમરાંઓનું સંગીત અમદાવાદ શહેરના શોરબકોરમાં પણ સહેજ સહેજ કુદરતની અનુભૂતિ કરાવી રહ્યું હતું. રસ્તા પર દોડતા વાહનોના હોર્નના અવાજો વચ્ચે કયાંક ક્યાંક મોરલાના ટહુકા કુદરતની હયાતીનો અહેસાસ કરાવી રહ્યા હતા. આજ વાતાવરણની અનુભૂતિ સૌરાષ્ટ્રના કોઈ
જ્યુસના ખાલી ગ્લાસ અને ભાખરીની ખાલી ડીશ ટીપોઈ પર પડ્યા હતા. જોશી પરિવારના હસવાનો અને વાતોનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. તેમની ખુશી જોઈને ઘણાને ઈર્ષા થતી હતી. પરિવાર પ્રેમ, સ્નેહ, હુંફ અને લાગણીથી ટકી રહે છે અને ...વધુ વાંચોક્યાં પસાર થઈ જાય તેની ખબર પણ રહેતી નથી. નિરામયભાઈએ ઘડીયાર જોતા મૈત્રીને કહ્યું, “બેટા, સાડા પાંચ થયા. તારે જવાનું નથી?” મૈત્રીએ ધીરજથી જવાબ આપતા કહ્યું, “હજી તો વાર છે.” નિરામયભાઈએ ઉમેર્યું, “પણ રોજ તો તું સાડા પાંચ વાગ્યે નીકળી જાય છે ને.” મૈત્રીએ મજાકમાં કહ્યું, “હેં, ખરેખર. તો હું જાઉં.” નિરામયભાઈએ તેની બેગ લઈ
ઘડિયાળમાં સાડા સાત થયા હતા. કુમુદબેને ઘડિયાળ જોઈ. તેમના માથાની રેખાઓ તંગ બની. મનમાં બબડ્યા, “કેમ હજી આવી નહીં.” તેમણે મૈત્રીને ફોન લગાડ્યો. ફોનમાં રીંગ વાગી અને ત્રીજી રીંગ પછી ફોન કટ થઈ ગયો. નિરામયભાઈ તૈયાર થઈને આવ્યા. તેમણે ...વધુ વાંચોસામે જોયું. તેમના ચેહરા પર ચિંતા છવાયેલી જણાઈ. તેમણે અવાજમાં માધુર્ય લાવી પૂછ્યું, “આજે તો બહુ સુંદર લાગો છો ને. પણ ચેહરા પર કેમ સુંદરતા કરમાયેલી લાગે છે? શું ચિંતા સતાવે છે?” કુમેદબેને મીઠો સણકો કરતાં કહ્યું, “તમને મજાક સુજે છે. મૈત્રી હજી સુધી આવી નથી.” નિરામયભાઈએ દિલાસો આપતા કહ્યું, “આવી જશે.” કુમુદબેને તરત થોડા ઊંચા અવાજે કહ્યું, “શું આવી
મુકુંદભાઈ નિરામયભાઈની જ સોસાયટીમાં તેમના ઘરથી ત્રણ ઘર છોડીને રહેતા હતા. મુકુંદભાઈના ઘરનો નંબર ૩૯ અને નિરામયભાઈના ઘરનો નંબર ૪૨. મુકુંદભાઈને નિરામયભાઈએ તેમના ઘરે જઈને આખી ઘટનાની વાત કરી ત્યારે મુકુંદભાઈએ સાંત્વના આપતા કહ્યું, “નિરામયભાઈ ચિંતા ન કરો, આપણે ...વધુ વાંચોશોધી લઈશું.” બંને તરત રવાના થયા. નિરામયભાઈ માટે પોલીસ સ્ટેશનનો અનુભવ પહેલીવારનો હતો. તેમણે ઘણીવાર તેમના મિત્રો પાસેથી પોલીસ સ્ટેશનના ખરાબ અનુભવો વિષે સાંભળ્યું હતું. પોલીસ કંઈ કામ કરતી નથી. એમને તો બસ હપ્તા ઉઘરાવવામાં અને હરામનું ખાવામાં જ રસ હોય છે. વરસાદ રોકાઈ ગયો હતો. મુકુંદભાઈએ પોતાના લાગતાવળગતાને ફોન શરૂ કરી દીધા હતા કે કોઈની ઓળખાણ છે નવરંગપુરા પોલીસ
બે ઘટનાઓ એક સાથે બની રહી હતી. ઇન્સ્પેક્ટર પરેશ પટેલની ટુકડી ગુજરાત વિદ્યાપીઠ સ્નાનાગાર જવા માટે રવાના થઈ ને મુકુંદભાઈ નિરામયભાઈને લઈને ઘર તરફ રવાના થયા. ઇન્સ્પેક્ટર પરેશ હજી પણ ઘટનાને સહજ લઈ રહ્યા હતા અને તેમને હતું કે ...વધુ વાંચોબંને ઘરે જઈને ફોન કરશે કે તેમની છોકરી ઘરે આવી ગઈ છે. પોલીસ ખાતામાં જોડાયાને તેમને ત્રણ વર્ષ થવા આવ્યા હતા. અને આ ત્રણ વર્ષ દરમિયાન મોટેભાગે એવું જ બનતું હતું કે ખોવાયેલ વ્યક્તિના ઘરના નાહક પરેશાન થતા હોય, એકાદ બે કલાકમાં જ ખોવાયેલ વ્યક્તિ ઘરે આવી જતી હતી. કોઈ કોઈ કેસમાં બે કે ત્રણ દિવસે આવી જાય. ઘરે નાનકડી
નિરામયભાઈના ઘરમાં સન્નાટો છવાયેલો હતો. કુમુદબેન સોફામાં બેઠા બેઠા ડૂસકાં ભરતા હતા અને વારે વારે સાડીના પાલવથી આંખો અને નાક લુછતા હતા. ટીપોઈ પર નાસ્તાના પડીકાં પડ્યા હતા. પડીકાં જોતા જણાતું હતું કે કોઈએ નાસ્તો કર્યો ન હતો. નિરામયભાઈ ...વધુ વાંચોમારી રહ્યા હતા અને પોતાની જાત પર કાબુ જાળવી રહ્યા હતા. તેમણે મન મક્કમ રાખ્યું હતું. મૈત્રીનું દુઃખ તેમને પણ હતું, પણ જો પોતે ઢીલા પડે તો પરિવારને સાચવે કઈ રીતે? અચાનક લાલ અને વાદળી પ્રકાશે તેમનું ધ્યાન બહાર તરફ ખેંચ્યું. તેઓ ઝડપથી દરવાજા પાસે પહોંચી ગયા. પોલીસ ટીમમાંથી ઇન્સ્પેક્ટર પરેશ અને હવાલદાર ઝાલા મુખ્ય પ્રવેશદ્વાર ખોલી અંદર પ્રવેશ્યા. નિરામયભાઈએ
ઈનોવા ગાડી ઉપર પીળી લાઈટ લગાડેલી હતી. ગાડીમાંથી ઉતારનાર યુવતીએ બ્લ્યુ કલરનું જીન્સ અને ઝીણાં વાદળી ટપકાંવાળો સફેદ શર્ટ પહેર્યો હતો. તેણે વાળમાં પોનીટેલ બનાવી હતી અને આંખો પર ફૂલ રીમના કાળા પોલરાઈઝ ચશ્માં પહેર્યા હતા. ચેહરો સાફ અને ...વધુ વાંચોજોવો ગમે તેવો સુંદર હતો. તેને જોતા લાગતું હતું કે ચેહરા પર નાક અને હોઠ કોઈ શિલ્પકારે સમય લઈને મૂર્તિ પર બનાવ્યા હોય તેવા લાગતાં હતા. મોડેલ તરીકે બીજી મોડેલોને હરીફાઈ આપે તેવો તેનો ઘાટ હતો. શરીરનો ઉપરનો ભાગ કમર પર આવતા જ વળાંક લઈને નીચે જતા ફરી ઉપરના ભાગ જેવો જ ઘાટ પકડતો હતો. તેણે તેના હાથ પર બાંધેલી
ગુજરાત વિદ્યાપીઠની બહાર પોલીસની ગાડી આવીને ઊભી રહી. તેમાંથી બે ઇન્સ્પેકટર અને સાત કોન્સ્ટેબલ ઊતરીને વિદ્યાપીઠના ગેટમાં દાખલ થઈને સ્નાનાગારના દરવાજા સુધી આવ્યા. દરવાજામાં ઉભા રહીને સામે જ પુલ દેખાતો હતો. બધાએ સાવધાન પોઝીશનમાં હાથ ટટ્ટાર કરીને શ્રેયાને “મેડમ” ...વધુ વાંચોકહ્યું, “અહીંયા તપાસ પતી ગઈ છે, ચાલો.” ત્રણેય જણા પગથિયાં ઊતરીને ગાડી તરફ ચાલવા લાગ્યા.શ્રેયાએ ઘટના સમજાવતા કહેવા માંડ્યું, “મૈત્રી નામની એક છોકરી કાલે સાંજે અહીં આવી પછી પાછી ઘરે નથી પહોંચી. તે નેશનલ સ્વીમર છે. કેસ ખાસ છે. કમિશ્નર સરે કેસ આપણને તપાસ માટે ટ્રાન્સફર કર્યો છે.”મનોજે પૂછ્યું, “પ્રોગ્રેસ શું છે?”શ્રેયાએ મનોજની સામે જોયું. મનોજને લાગ્યું કે ખોટો સવાલ
રાણીપના શુભમ્ અપાર્ટમેન્ટ આગળ શ્રેયાની ગાડી આવી ઊભી રહી. શ્રેયાએ તેમાંથી ઊતરીને આજુબાજુ જોયું તો બીજા પણ ઘણા બધા ફ્લેટ હારબંધ દેખાયા. રસ્તા પર બહુ ચહલપહલ ન હતી. ફ્લેટ નવા બનેલા હોય એમ લાગતું હતું. તેણે ભૂખ લાગી હતી. ...વધુ વાંચોઆજુબાજુ નજર કરી, પણ ક્યાંક કોઈ ઢંગની રેસ્ટોરન્ટ ન દેખાઈ. તેણે નાસ્તો કરવાનું માંડી વાળ્યું. ફ્લેટની સામે બસ સ્ટેન્ડ પર તેની નજર ગઈ. તને જોયું કે એક યુવક યુવતીને કંઇક વાત ઉપર બોલાચાલી થઈ રહી હતી. શ્રેયાને દુરથી કંઈ સંભળાતું ન હતું. યુવકે પેલી યુવતીને ઉપરાઉપરી બે ત્રણ તમાચા ચોડી દીધા. શ્રેયા તરત તેમના તરફ આગળ વધી. યુવક પાસે જઈને
શ્રેયા ઝબકીને જાગી ગઈ. તેની દીકરી રુચિ તેને આવીને લપેટાઈ ગઈ હતી. તેણે આંખ ખોલીને જોયું. રુચિ ચાદર ઊંચી કરીને ક્યારે તેની સોડમાં આવીને સુઈ ગઈ તેની શ્રેયાને ખબર જ ન પડી. તેને બાથ ભરીને રુચીએ એક તસતસતું ચુંબન ...વધુ વાંચોપર કર્યું. શ્રેયાએ પણ તેને બાથમાં જકડી લીધી અને સામે બેચાર ઉપરાઉપરી પપ્પીઓ કરી.અચાનક શ્રેયાના નાકે સુગંધ પકડી. સવાર સવારમાં તેને રોજ આવી અલગ અલગ સુગંધ આવતી અને તરત એના હોઠ ફફડી ઉઠતા. આજે પણ તેના હોઠ ફફડી ઉઠ્યા, “બટાકાપૌંઆ.”રુચીએ કહ્યું, “હા. મમ્મા તમને તરત ખબર પડી જાય છે.”શ્રેયાએ રુચીને એક હળવું આલિંગન આપ્યું અને કહ્યું, “શેફ શ્રેયસના હાથની દરેક
શ્રેયા ઇન્સ્પેકટર મનોજ સાથે જેલની કોટડી તરફ જઈ રહી હતી. શ્રેયાએ મનોજને પૂછ્યું, “શું નામ છે એનું?” મનોજે કહ્યું, “તારીક” મનોજ અને શ્રેયા બંને કોટડીમાં પ્રવેશ્યા. કોટડીમાં પીળો પ્રકાશ પાથરતો બલ્બ સળગી રહ્યો હતો. શ્રેયાની નજર કોટડીમાં બેઠેલા એક ...વધુ વાંચોવર્ષના યુવાન પર પડી. યુવાન ગભરાયેલો હતો. યુવાને સાદા કપડાં પહેર્યા હતા. તેણે કાળા કલરનું જીન્સ અને આછી લીલાં રંગની ટીશર્ટ પહેરેલી હતી. કોટડીની ગરમી અને પોલીસે તેને પકડ્યો હતો તેના ડરથી તેના ચેહરા પર પરસેવો વળી રહ્યો હતો. તે વારેવારે પોતાના બાજુને ચેહરા પર ફેરવી પરસેવો લુછી લેતો હતો. શ્રેયા તેને ઘડીકવાર જોઈ રહી. શ્રેયાએ મનોજને પૂછ્યું, “ટ્રાન્સલેટર કેટલીવારમાં
રેશ્માએ શ્રેયાને માહિતી આપી કે અમે ગુજરાત વિદ્યાપીઠની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા. એક સફેદ ટેમ્પો ગાડી કેમેરામાં દેખાય છે. પણ તેની નંબર પ્લેટ સ્પષ્ટ દેખાતી નથી. એ ગાડી જુદાજુદા ચાર કેમેરામાં કેદ થઈ હતી. પોલીસ ડોગ જ્યાં આવીને ...વધુ વાંચોથઈ ગઈ હતી એ રસ્તો આગળ મુખ્ય રસ્તાને મળતો હતો. એ રસ્તો જે રસ્તાને મળતો હતો તે રસ્તાને અડીને અન્ડર ગ્રાઉન્ડ પુલ હતો. ગાડી એ પુલના છેડે રહેલી એક દવાની દુકાનની બહાર લગાડેલા સીસીટીવી કેમેરામાં આશ્રમ રોડ તરફ જતી દેખાતી હતી. પણ આશ્રમ રોડ પાસેના મોટાભાગના બધા કેમેરામાં એ સમયની ફૂટેજમાં એ ગાડી દેખાતી ન હતી. એટલે પોલીસને ખાતરી થઈ
લીલાં ઘાસ પર રુચિ દોડી રહી હતી. તેની પાછળ તેને પકડવા શ્રેયા દોડી રહી હતી. શ્રેયસ દૂર બેઠા બેઠા બંનેની દોડપકડ જોઈ હસી રહ્યો હતો. શ્રેયસ હમણાં જ થાક ખાવા બેઠો હતો. તે પણ હમણાં સુધી તો રુચિ અને ...વધુ વાંચોસાથે રમી રહ્યો હતો. ત્રણેય જણા અઠવાડિયામાં એકાદવાર તો લો ગાર્ડન આવી જતા અને એકમેકની સાથે સમય પસાર કરતાં.શ્રેયસની બાજુમાં પડેલી બેગમાં ફોન રણક્યો. શ્રેયસે ફોન જોયો. સ્ક્રીન પર ઇન્સ્પેકટર મનોજ લખેલું હતું. તેણે શ્રેયાને બુમ પાડી અને ફોન બતાવી ઈશારો કર્યો કે તારા મોબાઈલ કોલ આવ્યો છે. શ્રેયાએ દુરથી ઈશારો કર્યો કે કોનો છે. શ્રેયસે અવાજ મોટો રાખી બુમ
નિરામયભાઈના ઘર આગળ આવીને ઉભી રહેલી સફેદ ગાડી ઉપર શબવાહિની લખ્યું હતું. ગાડીમાંથી ડાબી બાજુએથી એક સફેદ કપડાં પહેરેલો કમ્પાઉન્ડર અને જમણી બાજુથી ડ્રાઈવર ઉતર્યા. નિરામયભાઈ અને મુકુંદભાઈ બંને ગાડીનો અવાજ સાંભળીને બહાર આવી ગયા હતા. તેમને હોસ્પિટલથી આવી ...વધુ વાંચોશબવાહિનીની ખબર પહેલેથી જ આપી દેવાઈ હતી. નિરામયભાઈએ પરિસ્થિતિનો સામનો કરી શકવાની હિંમત એકઠી કરી લીધી હોય તેવું તેમના ચેહરા પરથી જણાતું હતું. બંને ગાડી પાસે આવી ગયા. ગાડીમાંથી ઉતારેલા બંને જણા કમ્પાઉન્ડર અને ડ્રાઈવર ગાડીની પાછળની તરફ ગયા અને ડ્રાઈવરે પાછળનું બારણું ખોલ્યું. તેમાંથી સ્ટ્રેચર કાઢવા માટે ડ્રાઈવરે સ્ટ્રેચરના બંને હાથા પકડીને ખેચ્યું. સ્ટ્રેચર સામેના છેડા સુધી બહાર આવ્યું
ત્રણ દિવસ પછી નિરામયભાઈના ઘરે મૈત્રીનું બેસણું રાખવામાં આવ્યું. બેસણામાં પણ હજારો લોકોની ભીડ હતી. એક પછી એક લોકો આવતા જતા ને મૈત્રીના ફોટા આગળ ફૂલો મૂકી નિરામયભાઈને આશ્વાસન આપી નીકળી જતા. મૈત્રી ફોટામાં હસી રહી હતી. શહેરની મોટી ...વધુ વાંચોહસ્તીઓ મૈત્રીના બેસણામાં તેના પરિવારના દુઃખમાં સહભાગી થવા સામેલ થઈ હતી. રાજ્યના ગૃહમંત્રી જયદીપસિંહ જાડેજા નિરામયભાઈના ઘરે આવ્યા હતા. તેમણે નિરામયભાઈને હત્યારાને કોઈ પણ ભોગે શોધી કાઢવાનું વચન આપ્યું. નિરામયભાઈના ઘરની બહાર મીડિયા સમક્ષ ગૃહમંત્રીએ જનતાને જણાવતા કહ્યું કે, “મૈત્રી જોશી એ આપણા રાજ્યનું ગૌરવ હતી, છે ને રહેશે. મૈત્રી ફક્ત નિરામયભાઈની દીકરી નથી, પણ આપણા તમામની દીકરી છે. એના
મનોજને ડોકટરે આપેલી જાણકારી તેણે તરત જ ફોન કરીને શ્રેયાને આપી હતી. જાણકારી મળતા જ શ્રેયાએ હવે શું કરવું તેની ગણતરીઓ માંડવાનું શરૂ કરી દીધું હતું. તેણે નક્કી કર્યું કે ચોક્કસ પ્લાન સાથે આગળ વધવું પડશે. સૌથી પહેલું પગલું ...વધુ વાંચોલોકોને પોલીસની હાલ સુધીની તપાસ વિષે અવગત કરવાનું ભર્યું. તેણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી. મીડિયા સામે તેણે પોતાની તપાસ વિશેની માહિતી રજુ કરતાં કહ્યું, “અમે મૈત્રીના હત્યારાની તપાસ પૂરી કરી છે. અમને હત્યારાને પકડવા માટે એક મજબુત પુરાવો મળ્યો છે. ખરાબ વાતાવરણ હોવા છતાં અમને હત્યારાના ડીએનએનો સોલીડ પીસ મળ્યો છે. અમને હત્યારાની લાળ અને વીર્યનું સેમ્પલ મળ્યું છે. હત્યારાએ
શ્રેયાએ શરૂ કરેલા અભિયાનને દસ મહિના જેટલો સમય વીતી ગયો. તેમણે મૈત્રીના હત્યારાને શોધવા માટે શરૂ કરેલી ડીએનએ સેમ્પલ એકઠા કરવાની મુહીમમાં શહેરના નાગરિકોનો સાથ સહકાર તેમની ધારણા કરતાં પણ સારો મળ્યો. શ્રેયા અને તેની ટીમની તનતોડ મહેનત રંગ ...વધુ વાંચોહતી. તેમણે ઉભી કરેલી ડીએનએ બેંકમાં વીસ લાખ લોકોના ડીએનએ સેમ્પલ લઈ અભૂતપૂર્વ કલ્પના બહારનો ડેટાબેઝ એકઠો કરવામાં આવ્યો.શરૂઆતમાં શ્રેયાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ તેણે હિંમત હારી નહીં. જયારે તેણે મીડિયા સમક્ષ શહેરના નાગરિકોને અપીલ કરી કે અમે મૈત્રીના હત્યારાને પકડવા શહેરના તમામ લોકોના ડીએનએ સેમ્પલ લેવા માંગીએ છીએ અને તમે સ્વેચ્છાએ તમારું ડીએનએ સેમ્પલ આપો, ત્યારે મૈત્રીના
જશવંતે શ્રેયાને ખુલાસો આપતા કહ્યું કે તેની માં રમીલાબેને મૈત્રીના ઘરે ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. અત્યારે પણ મારી માં ઘણીવાર એમના ઘરે જાય છે. જે દિવસે મૈત્રી ગુમ થઈ હતી એ દિવસે પણ માં તેમના ઘરે તેમને ...વધુ વાંચોગઈ હતી. મારી માંએ જ કહ્યું કે માં જયારે તેના ઘરે પહોંચી ત્યારે મૈત્રી કયાંક બહાર જઈ રહી હતી. આ સાંભળીને શ્રેયા અને મનોજે એકબીજા સામે જોયું, તેમને જશવંત પરની શંકા મજબુત થઈ. બંનેના મગજમાં એક જ વિચાર આવ્યો કે કદાચ માં અને દીકરો બંને તો મૈત્રીના મર્ડરમાં સામેલ નહીં હોય ને.શ્રેયા ઘડીક જશવંતને ધારીને જોઈ રહી, જાણે તેની માનસિકતા
મનોજે શ્રેયાને જે જાણકારી આપી તેનો શ્રેયાએ એવો અર્થ કર્યો કે જો કાનાભાઈનો ડીએનએ મૈત્રીના હત્યારા સાથે જશવંતના બાકીના સગાસંબંધીઓ કરતાં વધુ મેચ થાય છે એટલે કે કાનાભાઈના છોકરાઓમાંથી જ કોઈ મૈત્રીનો હત્યારો છે. કાનાભાઈ હયાત નથી એનો અર્થ ...વધુ વાંચોતેમના સંતાનોમાંથી જ કોઈ હત્યારો હોઈ શકે.મનોજ અને પ્રતાપને કાનાભાઈના છોકરાઓ વિશે માહિતી એકઠી કરવાનો શ્રેયાએ આદેશ આપ્યો એટલે બંને જણા તેની કામગીરીમાં લાગી ગયા. કાનાભાઈનો ડીએનએ તેમને મળ્યો ન હતો એટલે તેમણે તેમના સંતાનોમાંથી પણ કોઈના ડીએનએ સેમ્પલ લીધા ન હતા.મનોજ અને પ્રતાપે ફરીથી મંજુલાબેનને મળીને તેમના સંતાનો વિષે માહિતી એકઠી કરી તો જાણવા મળ્યું કે કાનાભાઈ અને મંજુલાબેનના
ફોરેન્સિક વિભાગે ખાતરી આપી હતી કે મૈત્રીના અન્ડરવેર પરથી મળેલો હત્યારાનો ડીએનએ અને જશવંતના સગા કાકા કાનાભાઈનો મળેલો ડીએનએ એકબીજા સાથે મેચ થાય છે એટલે એ સ્પષ્ટ છે કે હત્યારો કાનાભાઈનો દીકરો છે કારણ કે મૈત્રીના હત્યારાનો ડીએનએ એક ...વધુ વાંચોડીએનએ હતો. શ્રેયાને ખાતરી હતી કે કાનાભાઈને મંજુલાબેન સિવાય પણ કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધો રહ્યા હતા અને તેમના સંબંધોને પરિણામે તેમને એક અથવા વધુ સંતાનો થયા હતા, જેમાંથી કોઈ એક પુરુષ સંતાન જ મૈત્રીનો હત્યારો હતો. પરંતુ હજી સુધી શ્રેયાને ખબર ન હતી કે કાનાભાઈને કોની સાથે અવૈધ સંબંધ હતો અથવા હતા. શ્રેયાને એ પણ શંકા હતી કે કદાચ
મનોજે રમેશ પાસેથી જે માહિતી મેળવી તે તેણે શ્રેયાને ફોન કરીને જણાવી દીધી. શ્રેયાને એ વાતનો આનંદ થયો કે તેની મહેનત સફળ થઈ રહી છે અને તેની તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી. મીડિયાને ખબર નહીં ક્યાંથી જાણ થઈ ...વધુ વાંચોક્રાઈમ બ્રાંચની ટીમ મૈત્રી જોશીના હત્યારાનું પગેરું શોધતી શોધતી સુરત પહોંચી છે. મીડિયામાં ખબર વહેતી થઈ. તાજા ખબર નામની ટીવી ન્યુઝ ચેનલે પ્રસારિત કર્યું, મૈત્રી જોશીના હત્યારાની શોધનું પગેરું શોધતાં શોધાત પોલીસ હત્યારાની માની શોધમાં સુરત પહોંચી છે. શ્રેયાને જયારે તાજા ખબર ન્યુઝ ચેનલની આ હરકત વિશે જાણ થઈ ત્યારે તેનો ગુસ્સો તેની પર ફાટી પડ્યો. શ્રેયાએ ન્યુઝ ચેનલની ઓફિસમાં
શ્રેયાનો આદેશ થયો એટલે મનોજ અને પ્રતાપ કામે લાગી ગયા હતા. તેમની પાસે બે મહિલાઓના નામ હતા કે જેની સાથે કાનાભાઈને લગ્નેતર સંબંધો હતા. પણ પોલીસ માટે સમસ્યા એ હતી કે જે બે નામ મળ્યા હતા સરલા અને સાવિત્રી ...વધુ વાંચોબંને સાથે કાનાભાઈને સંબંધ હતા કે પછી બંને એક જ સ્ત્રીના અલગ અલગ નામ હતા એ સ્પષ્ટ ન હતું થયું, જેને કારણે તેમની મહેનત વધી ગઈ હતી. પ્રતાપે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જઈને તપાસ કરી અને ત્યાં રહેલા જન્મ મૃત્યનો ડેટા રાખનાર સ્ટાફ કર્મચારીને ૧૯૭૮ થી ૧૯૮૩ સુધીમાં જન્મેલા બાળકોના જન્મ પ્રમાણપત્રોની માહિતી આપવા જણાવ્યું. મનોજે પ્રતાપને જન્મપ્રમાણપત્રોની માહિતી એકઠી કરવા
એ વાતની ખાતરી થઈ ગઈ હતી કે સરલાના બંને દીકરામાંથી જ કોઈ એક મૈત્રીનો હત્યારો છે, તો પણ હજી સુધી એ બંનેમાંથી એકેયનો ડીએનએ પોલીસ પાસે ન હતો. કારણ કે ફક્ત અમદાવાદના લોકોના જ ડીએનએ લેવામાં આવ્યા હતા, જયારે ...વધુ વાંચોઅમદાવાદથી બહાર રહેતા હતા. શ્રેયાને સરલાએ જણાવ્યું હતું કે તેના બંનેમાંથી એક પણ દીકરો તેમને પોતાની સાથે રાખતો નથી, એટલે જ તે અને તેનો પતિ તેની દીકરી સાથે રહે છે. શ્રેયા અને તેની ટીમના ઓફિસર્સ શ્રેયાની ઓફિસમાં આગળના પ્લાન પર કામ કરવા માટે એકઠા થયા હતા. શ્રેયા તેમને આખી યોજના સમજાવવા માંગતી હતી. તેનું માનવું હતું કે બંનેમાંથી કોણ સાચો