Jahanvi no khuni kon book and story is written by Om Guru in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jahanvi no khuni kon is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જાન્હવીનો ખૂની કોણ? - નવલકથા
Om Guru
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
"અમદાવાદના જાણીતા ફેશન ડીઝાઇનર રાજ મલ્હોત્રાને ખૂનના આરોપમાં ગીરફ્તાર કરવામાં આવ્યા છે." હરમન છાપાના છેલ્લા પેજ પર આવેલા સમાચારને વાંચી રહ્યો હતો.
"જમાલ, આ ફેશન ડીઝાઇનર રાજ મલ્હોત્રા ખૂનના આરોપમાં ગીરફ્તાર થયા એ સમાચાર તે વાંચ્યા? આ ફેશન ડીઝાઇનર અમદાવાદમાં ખૂબ પ્રખ્યાત છે. આ કેસ ચારેબાજુ ચકચાર જગાવે એવો છે." હરમને જમાલને છાપું પકડાવતા કહ્યું હતું.
"હા, એ સમાચાર તો મેં સવારે જ વાંચી લીધા હતાં અને હા કોઇ સીમાબેનનો તમને મળવા માટે ફોન આવ્યો હતો માટે તમારી બપોરની સાડાબારની મળવાની એપોઇન્ટમેન્ટ આપી છે, તો બોસ તમે ક્યાંય જવાના નથીને?" જમાલે છાપું ગડી વાળીને ટેબલ ઉપર મુકતા કહ્યું હતું.
"ના, હું ક્યાંય જવાનો નથી. ઓફિસમાં જ છું." હરમને જમાલને કહ્યું હતું.
જાન્હવીનો ખૂની કોણ? (પ્રતિલિપિ વાર્તા સમ્રાટ) ભાગ-1 જાન્હવીનું ખૂન "અમદાવાદના જાણીતા ફેશન ડીઝાઇનર રાજ મલ્હોત્રાને ખૂનના આરોપમાં ગીરફ્તાર કરવામાં આવ્યા છે." હરમન છાપાના છેલ્લા પેજ પર આવેલા સમાચારને વાંચી રહ્યો હતો. "જમાલ, આ ફેશન ડીઝાઇનર રાજ ...વધુ વાંચોખૂનના આરોપમાં ગીરફ્તાર થયા એ સમાચાર તે વાંચ્યા? આ ફેશન ડીઝાઇનર અમદાવાદમાં ખૂબ પ્રખ્યાત છે. આ કેસ ચારેબાજુ ચકચાર જગાવે એવો છે." હરમને જમાલને છાપું પકડાવતા કહ્યું હતું. "હા, એ સમાચાર તો મેં સવારે જ વાંચી લીધા હતાં અને હા કોઇ સીમાબેનનો તમને મળવા માટે ફોન આવ્યો હતો માટે તમારી બપોરની સાડાબારની મળવાની એપોઇન્ટમેન્ટ આપી છે, તો બોસ તમે ક્યાંય જવાના નથીને?"
જાન્હવીનો ખૂની કોણ? ભાગ-2 ખૂનની તપાસ હરમન સીમા મલ્હોત્રાની આખી વાત સાંભળ્યા બાદ થોડી મિનિટો માટે વિચારતો રહ્યો હતો. ત્યારબાદ એકવાર એણે જમાલ સામે જોયું અને પછી સીમા મલ્હોત્રા સામે જોઇ બોલ્યો હતો. "સારું, હું આપના પતિનો ...વધુ વાંચોકેસ મારા હાથમાં લઉં છું અને શક્ય એટલું ઝડપથી તમારા પતિ પર જાન્હવીના ખૂનનો જે આરોપ છે એ આરોપમાંથી એમને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન કરું છું. જો એ નિર્દોષ હોય તો જ એમને હું આ કેસમાંથી છોડાવીશ. તમારે પણ એના માટે તમારા પતિ મને સહયોગ આપે એ માટે એમને સમજાવવા પડશે." હરમને સીમા સામે જોઇ કહ્યું હતું. "મારા પતિ બધો જ
જાન્હવીનો ખૂની કોણ? ભાગ-3 ચાકુ અને લાલ ડંબેલ્સ હરમન અને જમાલ અચરજથી જાન્હવીના ડ્રોઅરમાં પડેલા અણીદાર ચાકુ અને કસરત કરવા માટેનું લાલ કલરનું ડંબેલ જોઇ રહ્યા હતાં. હરમને પોતાના રૂમાલથી એ ચાકુ લઇ લીધું અને જમાલે પોતાના ...વધુ વાંચોએ ડંબેલ ઉપાડી લીધું હતું અને સીમા મલ્હોત્રાને દેખાડ્યું હતું. "આ ડંબેલ અને અણીદાર ચાકુ જાન્હવીના ડ્રોઅરમાં કેમ છે?" હરમને સીમા મલ્હોત્રાને પૂછ્યું હતું. "જાન્હવી આ ચાકુને લકી ગણતી હતી એટલે એ હંમેશા આ ચાકુ એના ડ્રોઅરમાં રાખતી હતી અને જ્યારે એ ખૂબ જ અપસેટ હોય ત્યારે એ આ ડંબેલ હાથમાં પકડી હાથ ઊંચો નીચો કરી પોતાના મગજને રીલેક્સ કરવાની કોશિષ
જાન્હવીનો ખૂની કોણ? ભાગ-4 અજ્ઞાત વ્યક્તિ ઇન્સ્પેક્ટર પરમારે જાન્હવી જે ફ્લેટમાં રહેતી હતી એ ફ્લેટના બીલ્ડીંગમાં પ્રવેશ કરી જીપ પાર્કીંગમાં પાર્ક કરી અને ફ્લેટના સિક્યોરીટી ગાર્ડને સાથે લીફ્ટમાં લઇ તેઓ જાન્હવીના ફ્લેટ પાસે પહોંચ્યા હતાં. ઇન્સ્પેક્ટર પરમારે જાન્હવીનો ફ્લેટ ...વધુ વાંચોઅને ચારે જણ ફ્લેટમાં પ્રવેશ્યા હતાં. "હરમન, આ જાન્હવીનો બેડરૂમ છે અને અહીંયા લાશ જાન્હવીની પડી હતી જ્યારે હું પહેલી વખત રૂમમાં પ્રવેશ્યો હતો ત્યારે. હું કહેતો હતો એ મુજબ આખા રૂમમાં ક્યાંય કોઇ લોખંડની વસ્તુ નથી જેનાથી એનું માથું ટકરાઇ શકે અને મોત થઇ જાય." ઇન્સ્પેક્ટર પરમારે હરમનને જાન્હવીના બેડરૂમમાં પ્રવેશતા કહ્યું હતું. "જાન્હવીનું જે દિવસે ખૂન થયું એ
જાન્હવીનો ખૂની કોણ? ભાગ-5 હીરાની અંગૂઠી હરમન અને જમાલ નવરંગપુરા વિસ્તારમાં આવેલા સનરાઇઝ ફ્લેટના બીલ્ડીંગમાં દાખલ થયા હતાં અને લીફ્ટ દ્વારા ચોથા માળે પહોંચ્યા હતાં. તેઓ દિપાલીના ...વધુ વાંચોનં. 404 પાસે પહોંચ્યા ત્યારે એક યુવતી એ ફ્લેટ લોક કરી રહી હતી. પહેરવેશ ઉપરથી એ ફેશન ડીઝાઇનર જેવી લાગતી હતી. "મારે મીસ. દિપાલીને મળવું છે. તમે જ મીસ. દિપાલી છો?" હરમને યુવતીને પૂછ્યું હતું. "હા, હું જ દિપાલી છું. તમારે શું કામ હતું?" દિપાલીએ પૂછ્યું હતું. "હું જાન્હવીના ખૂન કેસની તપાસ કરી રહ્યો છું અને સીમા મલ્હોત્રાએ આ કેસની તપાસ માટે મને એપોઇન્ટ કર્યો છે. મારું નામ જાસૂસ હરમન