Ghar book and story is written by Pooja Bhindi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ghar is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઘર - નવલકથા
Pooja Bhindi
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
એક ટેક્ષી લીમડાલાઈનમાં છેલ્લે આવેલ ઘરનાં દરવાજા પાસે ઉભી રહી.તેમાંથી એક દંપતી ઉતર્યું.
ઘરનો દરવાજો ખોલી તેઓ ઘરની અંદર આવ્યાં. દરવાજો ખોલતાં જ વચ્ચે ચાલવા માટે રસ્તો હતો અને બંને બાજુ અવનવાં ફૂલોની લાંબી ક્યારીઓ હતી. તેની એક તરફ ઘણી જાતનાં ફૂલો અને વૃક્ષો હતાં અને તે જ બાજું આગળની તરફ સામસામે બે હીંચકાઓ ગોઠવેલા હતાં.જ્યારે બીજી બાજુ એક મોટો સ્વિમિંગપુલ હતો. તેની બાજુમાં એક નાનું ગોળ ટેબલ હતું,જેની ફરતે ત્રણ ખુરશીઓ ગોઠવાયેલ હતી. ત્રણેય ખુરશીઓમાં સ્કેચપેનથી જીણા અક્ષરે કોઇકે લખેલું હતું. પહેલી ખુરશી પર લખેલું હતું ‘કુલ ડેડ’, બીજી ખુરશી પર લખેલું હતું ‘સ્વીટ મમ્મા’અને ત્રીજી ખુરશી પર લખેલું હતું ‘ડેડી એન્ડ મમ્માસ લિટલ પ્રિન્સેસ’.ઘરને જોઇને કોઇને પણ ખબર પડી જાય કે આ કોઈકના સપનાનું ઘર હશે.
ઘરએક ટેક્ષી લીમડાલાઈનમાં છેલ્લે આવેલ ઘરનાં દરવાજા પાસે ઉભી રહી.તેમાંથી એક દંપતી ઉતર્યું.ઘરનો દરવાજો ખોલી તેઓ ઘરની અંદર આવ્યાં. દરવાજો ખોલતાં જ વચ્ચે ચાલવા માટે રસ્તો હતો અને બંને બાજુ અવનવાં ફૂલોની લાંબી ક્યારીઓ હતી. તેની એક તરફ ઘણી ...વધુ વાંચોફૂલો અને વૃક્ષો હતાં અને તે જ બાજું આગળની તરફ સામસામે બે હીંચકાઓ ગોઠવેલા હતાં.જ્યારે બીજી બાજુ એક મોટો સ્વિમિંગપુલ હતો. તેની બાજુમાં એક નાનું ગોળ ટેબલ હતું,જેની ફરતે ત્રણ ખુરશીઓ ગોઠવાયેલ હતી. ત્રણેય ખુરશીઓમાં સ્કેચપેનથી જીણા અક્ષરે કોઇકે લખેલું હતું. પહેલી ખુરશી પર લખેલું હતું ‘કુલ ડેડ’, બીજી ખુરશી પર લખેલું હતું ‘સ્વીટ મમ્મા’અને ત્રીજી ખુરશી પર લખેલું હતું
અનુભવ ઓફિસમાં પોતાનું કામ કરી રહ્યો હતો.લંચબ્રેકનો સમય થતાં તે કેન્ટીનમાં ગયો.જમવાનું પ્લેટમાં લઇ તે વિચારી રહ્યો હતો કે ક્યાં બેસવું. “અહીં આવી જાઓ મીત્ર.” અનુભવે અવાજની દીશામાં જોયું. એક યુવાન પોતાનો હાથ ઉંચો કરી સામેની ખાલી ખુરશીમાં ...વધુ વાંચોકહી રહ્યો હતો. હાઇ, આઇ એમ અનુભવ. હાઇ,હું પ્રદીપ.આજે જ જોઇન કર્યું છે? હા. ફર્સ્ટ ડે. તમે કેટલાં સમયથી છો.અનુભવે પૂછ્યું. લગભગ પાંચેક મહિના થવાં આવ્યાં હશે. ઓકે. અહીંના જ છો? હા, હું મારા મમ્મી-પપ્પા સાથે અહીં જ રહું છું.તમે?પ્રદીપે પૂછ્યું. હું પહેલાં નાગપુર હતો. કાલે જ શિફ્ટ થયો છું. ઓકે. કઇ બાજુ રહેવાનું. અનુભવે પોતાનું એડ્રેસ કહ્યું. ઓહ…પ્રદીપે પોતાનાં હાવભાવ
મીલીએ વધારાની વસ્તુઓ એક બોક્સમાં પેક કરી અને બોલી, “ એક કામ કરું,આ બોક્સ સ્ટોરરૂમમાં મુકી દવ જેથી આડું ન આવે.”મીલી એ બોક્સ ઉપાડી સ્ટોરરૂમમાં ગઇ. તે વિચારી રહી હતી કે બોક્સ ક્યાં રાખવું,ત્યાં જ તેની નજર બારી પાસે ...વધુ વાંચોખાલી ટેબલ પર પડી. તેને બોક્સને ટેબલની ઉપર મુક્યું. તે જેવી સ્ટોરરૂમની બહાર નીકળવા ગઇ તેવી જ ટેબલની બાજુની બારી જોશથી ભટકાણી.“ઓ ગોડ, આજે તો પવને લોહી પીધું છે.”કહેતાં મીલીએ બારી બંધ કરી.ત્યાં તેનું ધ્યાન ટેબલ ઉપર પડેલ એક ફોટા પર ગયું. તે ફોટો પોતાનાં હાથમાં લઇ જોવા લાગી.તે ફોટામાં વચ્ચે એક નાની સાત-આઠ વર્ષની છોકરી બેઠી હતી અને તેની
અનુભવ પોતાની કેબિનમાં કામ કરી રહ્યો હતો.પ્રફુલ કેબિનની અંદર આવીને બોલ્યો, “ ચાલ અનુભવ લંચ માટે.આજે તારા લંચને વધારે લજીઝ બનાવે એવી એક અપડેટ છે મારી પાસે.”અનુભવ અને પ્રફુલની મિત્રતાને ભલે હજુ થોડો સમય જ થયો હતો પરંતુ ‘તમેં’માંથી ...વધુ વાંચો‘તું’ કહી શકાય એટલી ગાઢ જરૂર બની ગઇ હતી."હા ચાલ." અનુભવે ઉભો થતાં કહ્યું. બંને કેન્ટીનમાં ગયાં અને પોતાની પ્લેટ્સ લઇને ટેબલ પર બેઠાં."ચાલ, મારાં લંચને લજીઝ બનાવવાનું ચાલું કરી દે."અનુભવે ઉત્સુકતાથી કહ્યું.યાર, તારાં ઘર વિશે એક ન્યૂઝ છે.પ્રફુલે થોડો ધીમેથી બોલ્યો.શું?"તને થોડું વિગતે કહું તો એ ઘર આપણા બોસનાં એક ફ્રેન્ડ છે,તેનાં ભાઇનું હતું. જેનું એક વર્ષ પહેલાં એક કાર
રાત્રીનાં ત્રણ વાગ્યાં હતાં. અનુભવે મીલી સામે જોયું. એ ઘસઘસાટ ઉંઘતી હતી. તે અવાજ ન આવે એ રીતે પોતાનાં રૂમની બહાર નીકળ્યો. તેણે ઉંડો શ્વાસ લીધો અને સ્ટોરરૂમ તરફ આગળ વધ્યો.અનુભવ સ્ટોરરૂમનું બારણું ખોલી અંદર પ્રવેશ્યો અને બારણું બંધ ...વધુ વાંચોદીધું.તેણે ટેબલ પર નજર કરી. મીલીના કહ્યાં પ્રમાણે પેલો ફોટો નીચે પડી ગયો હતો પણ અત્યારે તે ફોટો ટેબલ ઉપર જ હતો. અનુભવે પોતાની આંખો બંધ કરી અને બોલ્યો, “અનુભવ ,તારે એ ફોટો જોવો જ પડશે.” તે ધીમે ધીમે ટેબલની બાજુમાં ગયો અને તે ફોટો જોયો. અનુભવનું હ્દય એક ધબકારો ચુકી ગયું. એ પ્રીતિ જ હતી. અનુભવની પ્રીત.નહીં….કહેતો અનુભવ નીચે બેસી