ઘર - (ભાગ-4) Pooja Bhindi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર - (ભાગ-4)

અનુભવ પોતાની કેબિનમાં કામ કરી રહ્યો હતો.પ્રફુલ કેબિનની અંદર આવીને બોલ્યો, “ ચાલ અનુભવ લંચ માટે.આજે તારા લંચને વધારે લજીઝ બનાવે એવી એક અપડેટ છે મારી પાસે.”

અનુભવ અને પ્રફુલની મિત્રતાને ભલે હજુ થોડો સમય જ થયો હતો પરંતુ ‘તમેં’માંથી ‘તું’ કહી શકાય એટલી ગાઢ જરૂર બની ગઇ હતી.

"હા ચાલ." અનુભવે ઉભો થતાં કહ્યું. બંને કેન્ટીનમાં ગયાં અને પોતાની પ્લેટ્સ લઇને ટેબલ પર બેઠાં.

"ચાલ, મારાં લંચને લજીઝ બનાવવાનું ચાલું કરી દે."અનુભવે ઉત્સુકતાથી કહ્યું.

યાર, તારાં ઘર વિશે એક ન્યૂઝ છે.પ્રફુલે થોડો ધીમેથી બોલ્યો.

શું?

"તને થોડું વિગતે કહું તો એ ઘર આપણા બોસનાં એક ફ્રેન્ડ છે,તેનાં ભાઇનું હતું. જેનું એક વર્ષ પહેલાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું. તેથી થોડાંક સમયથી તેની વિધવા પત્ની અને સાત આઠ વર્ષની નાની દીકરી તે ઘરમાં એકલાં રહેતાં હતાં. અને તે બંનેએ પણ ડિપ્રેશનનાં લીધે લગભગ દોઢેક મહિના પહેલા સુસાઇડ કરી લીધું હતું. તેથી એ ઘરનું ધ્યાન અત્યારે આપણા બોસનાં ફ્રેન્ડ રાખે છે."

ઓહ…અનુભવ માયુસીથી બોલી ઉઠ્યો.

અને હા, તેનું નામ પણ યાદ હતું મને અઅઅ…હા. તેની પત્નીનું નામ પ્રીતિ હતું જેણે સુસાઇડ કરી લીધું હતું પોતાની નાની દીકરી સાથે.પ્રફુલે યાદ આવતાં કહ્યું.

"પ્રી.. તિ..ના ના. પ્રીતિને કઇ ન થઇ શકે.એ શા માટે આવું પગલું ભરે?એની તો વિશ પુરી થઇ ગઇ હતી ને. એને તો જે જોતું હતું એ મેળવી લીધું હતું,એને ‘એનું’સપનાનું ઘર મળી ગયું હતું. તો પછી એ સુસાઇડ શા માટે કરે?એ પણ નાની દીકરીને લઇને. ના,પ્રીતિ એવું કરી જ ના શકે. એ કોઇક બીજું હશે. એમ પણ એનું એકનું નામ જ થોડીને પ્રીતિ હોય."

ઓ હેલો અનુભવ,ક્યાં ખોવાઇ ગયો?પ્રદીપે પૂછ્યું.

ક્યાંય નહીં. બસ એ વિચારતો હતો કે એવી તે શી મજબૂરી હશે કે તેઓને સુસાઇડ કરવું પડ્યું હશે.

શું ખબર?સાચી વાત તો જે નજીકનાં હોય એને જ ખબર હોય ને.

હા. એ પણ છે. તો તને આ વાત કોણે કરી?અનુભવે પૂછ્યું .

આપણી કલીગ નીયા છે ને,એણે. એનાં કોઇક સગા તારાં ઘરનાં જે માલિક છે એની બાજુમાં જ રહે છે. તો તેણે થોડી ઘણી ખબર હતી.ગઇકાલે જ્યારે એ ઘર વિશે કંઇક વાત નીકળી ત્યારે તેણે કીધું હતું.

ઓકે. મને લાગે છે કે એ ઘરમાં બે સુસાઇડ થયાં એટલે જ કદાચ આજુબાજુ રહેતાં લોકોએ ખોટી અફવાઓ ઉડાડી હશે.

મને પણ એમ જ લાગે છે. બાય ધ વે તને તો કોઇ ખરાબ અનુભવ નથી થયો ને?

આ સવાલ સાંભળતા જ અનુભવને પહેલાં દિવસે જોયેલો પ્રીતિનો ચહેરો યાદ આવી ગયો અને તેનો ચહેરો પડી ગયો.તેણે વિચાર્યું “શું જેણે સુસાઇડ કર્યું એ પ્રીતિ જ હશે?”


અનુભવ અને મીલી જમી રહ્યાં હતાં.

અનુભવ,આઈ એમ સોરી. કાલે હું તમારાં પર ચિલ્લાઈ.મારો એવો કોઇ ઈરાદો ન હતો પણ હું એટલી બધી ડરી ગઇ હતી કે ખબર જ નહોતી પડતી કે શું કરવું.

કઇ વાંધો નહીં,મીલી.

સ્વીટી કહેતી હતી કે કાલે તેનાં ઘરે પણ લાઇટનો પ્રોબ્લેમ હતો.

હમમમ…અનુભવે ટુંકમાં જવાબ આપ્યો.

શું થયું અનુભવ?કંઇ થયું છે?તમે કેમ આજે આટલાં ઉદાસ લાગો છો? મીલીએ અનુભવને જોઇને પૂછ્યું.

અરે ના.એવું કઇ જ નથી.અનુભવે પોતાના હાવભાવ છુપાવતાં કહ્યું અને સ્ટોરરૂમ તરફ જોયું જાણે તેણે સ્ટોરરૂમમાં જવાની ઉતાવળ હોય.


( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)


અન્ય રચના : ૧) અભય (a bereavement story)
(પૂર્ણ)