ઘર - (ભાગ-1) Pooja Bhindi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર - (ભાગ-1)

ઘર

એક ટેક્ષી લીમડાલાઈનમાં છેલ્લે આવેલ ઘરનાં દરવાજા પાસે ઉભી રહી.તેમાંથી એક દંપતી ઉતર્યું.

ઘરનો દરવાજો ખોલી તેઓ ઘરની અંદર આવ્યાં. દરવાજો ખોલતાં જ વચ્ચે ચાલવા માટે રસ્તો હતો અને બંને બાજુ અવનવાં ફૂલોની લાંબી ક્યારીઓ હતી. તેની એક તરફ ઘણી જાતનાં ફૂલો અને વૃક્ષો હતાં અને તે જ બાજું આગળની તરફ સામસામે બે હીંચકાઓ ગોઠવેલા હતાં.જ્યારે બીજી બાજુ એક મોટો સ્વિમિંગપુલ હતો. તેની બાજુમાં એક નાનું ગોળ ટેબલ હતું,જેની ફરતે ત્રણ ખુરશીઓ ગોઠવાયેલ હતી. ત્રણેય ખુરશીઓમાં સ્કેચપેનથી જીણા અક્ષરે કોઇકે લખેલું હતું. પહેલી ખુરશી પર લખેલું હતું ‘કુલ ડેડ’, બીજી ખુરશી પર લખેલું હતું ‘સ્વીટ મમ્મા’અને ત્રીજી ખુરશી પર લખેલું હતું ‘ડેડી એન્ડ મમ્માસ લિટલ પ્રિન્સેસ’.ઘરને જોઇને કોઇને પણ ખબર પડી જાય કે આ કોઈકના સપનાનું ઘર હશે.

અનુભવ, ક્યાં ખોવાઇ ગયાં તમે?ચાલો,ઘરની અંદર નથી જવું?

કઇ નહીં મીલી, હું તો બસ આ ઘરનું ગાર્ડન જોતો હતો. કેટલું સરસ છે નહીં.

હા, મને તો આ લોકેશન બહું જ ગમ્યું.

બંને ઘરની અંદર ગયાં.ઘરની અંદર પ્રવેશતાં જ એક મોટો હોલ હતો.હોલની એક તરફ રસોડું અને તેની બાજુમાં ડાઇનિંગ ટેબલ હતું,જ્યારે બીજી તરફ નાનકડું પુજાઘર હતું. ડાઇનિંગ ટેબલની પાછળ સીડી હતી અને ઉપર બે મોટા રૂમ અને જમણી બાજુ એક નાનો સ્ટોરરૂમ હતો.

“આ તો બીલકુલ એવું જ ઘર છે.” અનુભવ મનમાં જ બોલ્યો.

વાહ અનુભવ, આ વખતે તમારી કંપની તરફથી ખુબ જ સારું ઘર મળ્યું છે. મને તો આશ્ચર્ય થાય છે આટલા સરસ ઘરમાં તેઓ પોતે કેમ નહીં રહેતાં હોય.

મિલી, આ ઘર મારા બોસનું નથી,પણ તેઓનાં એક ફ્રેન્ડનું છે.આ તો ખાલી હતું એટલે આપણને આપ્યું.

હમ્મ..

ત્યાં જ વોચમેન ચા લઇને આવ્યો. બંને સોફા પર બેસીને ચા પીતાં પીતાં વાતો કરતાં હતાં ત્યારે અનુભવને એવું લાગ્યું કે ઉપર કોઇક છે. તેથી તેણે ઉપર જોયું,પણ ત્યાં તેને કોઇ દેખાયું નહીં.


રાતનાં ત્રણ વાગ્યાં હતાં.અનુભવ અને મીલી પોતાના રૂમમાં સુતા હતાં.અચાનક અનુભવની નીંદર ઉડી જાય છે. તે જેવો પડખું ફરે છે,ત્યાં જ તેને પોતાના પલંગની બાજુમાં એક સ્ત્રી બેઠેલી દેખાય છે.

પ્રીતિ….કહેતો અનુભવ સફાળો બેઠો થઇ જાય છે.

શું થયું અનુભવ ?બાજુમાં સુતેલી મીલીએ પૂછ્યું.

ના, કઇ નહીં. આ તો જગ્યા બદલી એટલે નીંદર ઉડી ગઇ. તું સુઇ જા.

અનુભવે વિચાર્યું, “ શું મેં હમણાં જેને જોઇ એ પ્રીતિ હતી? ના ના એ કઈ રીતે હોઇ શકે? પ્રીતિનો ચહેરો તો હંમેશા ખુશ અને ફુલોની જેમ ખીલેલો જ રહેતો,જ્યારે મેં હમણાં જે ચહેરો જોયો એ તો એકદમ મુરજાઇ ગયેલ હતો.”

પણ હું શા માટે એના વિશે વિચારું છું. એને મારી સાથે જે કર્યું એ કર્યાં બાદ એ મારી પાસે શા માટે આવે. એ તો ખુશ હશે ક્યાંક પોતાના વૈભવી જીવનમાં.

અનુભવ, સુઇ જાવ કાલે સવારે તમારે વહેલાં ઉઠવાનું છે. મિલીએ ઉંઘરેટા અવાજે કહ્યું.

અ.. હા. અનુભવે વિચારોમાંથી બહાર આવતાં કહ્યું અને સુઇ ગયો.


વહેલી સવારે મીલી ગાર્ડનમાંથી ફૂલો તોડી રહી હતી. તેની બાજુમાં રહેતી સ્વીટીએ સામાન્ય વાતચીત બાદ
પૂછ્યું, “તમે નવાં છો આ એરિયામાં?”

હા.

હમ્મ…મને લાગ્યું જ.નહીંતો તમે અહીં રહેવાં ન આવો.

કેમ?મીલીએ આશ્ચર્યથી પૂછ્યું.

અરે તમને નથી ખબર?આ ઘરમાં છેલ્લે જે કપલ આવ્યું હતું એ આવ્યાનાં ત્રીજે દિવસે જ આ ઘર ખાલી કરીને જતું રહ્યું હતું.

ઓ…શા માટે?

અરે,કેમ કહેવું.હું કહીશ તો તમે માનશો નહીં. છતાં પણ પૂછ્યું છે તો કંઇ જ દવ, “આ ઘરમાં કોઇક છે.”

કોણ?

મીલી, ક્યાં છો?અંદરથી અનુભવનો અવાજ આવ્યો.

એ આવી.મીલી વાત અધૂરી મૂકી અંદર ગઇ.

મીલીએ પોતાનાં હાથમાં રહેલ પુષ્પો ભગવાનને ચડાવ્યાં અને અનુભવે દીવો પ્રગટાવ્યો. પછી બંનેએ ભેગા મળી ગણપતિજીની પૂજા કરી.

બંને નાસ્તો કરવાં બેઠાં.ત્યાં અનુભવનો ફોન રણક્યો.

હેલો બેટા.કેમ છે?બધું ગોઠવાઇ ગયું?

હા મમ્મી.બધું ગોઠવાઇ ગયું અને હું આજથી જ નોકરી ચાલુ કરી દવ છું.

બેટા,તારા પપ્પાએ તેમનાં મિત્ર ડો. વર્મા સાથે વાત કરી લીધી છે. તો તમે હોસ્પિટલે પણ જતાં આવજો અને કઇ ખોટી ઉપાધિ કરતાં નહીં.

અમમ. હા મમ્મી.

અનુભવ અને મીલીના લગ્નને ચાર વર્ષ થયાં હતાં. તેઓને એકેય સંતાન ન હતું. તેથી તેઓ અનુભવની જોબની સાથે મીલીની ટ્રીટમેન્ટ માટે મુંબઇ શિફ્ટ થયાં હતાં.

મીલી થોડી ઉદાસ થઇ ગઇ. અનુભવે તેનો હાથ પકડ્યો અને કહ્યું, “તું ટેંશન ન લે. બધું સારું થઇ જશે.”

હમ્મ.મીલીની આંખોમાંથી આંસુ નીકળી પડ્યાં.

ઉપરના માળેથી તેઓને તાકી રહેલ બે આંખોમાંથી પણ એ જ સમયે આંસુ નીકળી પડ્યાં.

ચાલ હવે હું ઑફિસે જાવ છું. બાય. અનુભવે ઉભા થતાં કહ્યું.

અચ્છા સાંભળો, સાંજે વહેલાં આવી જાજો.

કેમ?અનુભવે સ્મિત કરતાં પૂછ્યું.

અમમમ..મને આપણી બાજુમાં રહેતી સ્વીટી કહેતી હતી કે અહીં કોઇક છે.

આ વાત સાંભળીને અનુભવને ગઇ રાતે થયેલ અનુભવ યાદ આવી ગયો. પરંતુ મીલીને ચીંતા ન થાય એ માટે તેણે એ કંઈ કીધું નહીં.

અનુભવે મીલીના ખભા પર હાથ રાખતાં કહ્યું, “મીલી,અહીં તારા અને મારા સિવાય કોઇ નથી.લોકોનું તો શું છે, કોઇ ઘર થોડાં સમય માટે બંધ રહે એટલે જાતજાતની અફવાઓ ફેલાવવાનું ચાલુ કરી દે.”

હવે તું જાજુ ના વિચાર નહીં તો હું આજે અહીં જ રોકાય જાવ.

અરે ના ના, તમે જાવ.
...

( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)


અન્ય રચના : ૧) અભય (a bereavement story)
(પૂર્ણ)