Gandharv-Vivah book and story is written by Praveen Pithadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gandharv-Vivah is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગંધર્વ-વિવાહ. - નવલકથા
Praveen Pithadiya
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
વનો જાણતો હતો કે સાહેબ ના નહી કહે છતાં તેણે પોતાની ફરજ બજાવી હતી. તે એ પણ જાણતો હતો કે અહીં આખા દિવસ દરમ્યાન આઠ-દસ વખત ચા ન બને ત્યાં સુધી સાંજ પડતી નહી. તેનું કારણ એ હતું કે નવરા બેસવા અને ચા પિવા સિવાય અહીં કરવા જેવું કશું જ નહોતું! ખબર નહીં સરકારે શું વિચારીને ઘેઘૂર વન-વગડા વચ્ચે આ ચોકી ઉભી કરી હશે? એક તો સાવ અંતરીયાળ જંગલ વિસ્તાર, આજૂ-બાજૂમાં કોઈ બસ્તી કે ગામ નહી, ઉપરથી ચારેકોર ગીચ વનરાજીથી ઘેરાયેલી એકલી અટૂલી ચોકીનું મકાન. એને મકાન પણ કેમ કહેવું?
“ચા બનાવું સાહેબ?” વના સોલંકીએ નવા નિમાયેલા ફોરેસ્ટ ઓફિસર અંકુશ રાજડાને માનપૂર્વક પૂછયું. વનો જાણતો હતો કે સાહેબ ના નહી કહે છતાં તેણે પોતાની ફરજ બજાવી હતી. તે ...વધુ વાંચોપણ જાણતો હતો કે અહીં આખા દિવસ દરમ્યાન આઠ-દસ વખત ચા ન બને ત્યાં સુધી સાંજ પડતી નહી. તેનું કારણ એ હતું કે નવરા બેસવા અને ચા પિવા સિવાય અહીં કરવા જેવું કશું જ નહોતું! ખબર નહીં સરકારે શું વિચારીને ઘેઘૂર વન-વગડા વચ્ચે આ ચોકી ઉભી કરી હશે? એક તો સાવ
પ્રવીણ પીઠડીયા. બપોર પછીનું વાતાવરણ સાવ અન-અપેક્ષિત રીતે ઓચિંતુ જ બદલાયું હતું. ધોમધખતા તડકામાં કોણ જાણે ક્યાંથી અચાનક કાળા ડિબાંગ વાદળોનો સમુહ આકાશમાં ઉમટી પડયો. હજું હમણાં જ તો સૂર્યની ગરમીથી ...વધુ વાંચોધરા ત્રાહીમામ પોકારી રહી હતી અને જોત-જોતામાં બિહામણાં અસૂરી વાદળોએ સમગ્ર ગગનને પોતાની ગિરફ્તમાં જકડી લીધું હતું. માત્ર ગણતરીની મિનિટોમાં એ ખેલ ભજવાયો હતો. અંકુશ રાજડા અને વનો સોલંકી વાતાવરણમાં થયેલા અજીબ ફેરફારને નિહાળવા ચોકીની બહાર દોડી આવ્યાં. “સાહેબ, લાગે છે કે આજે કશુંક અશુભ થવાનું છે.” વના સોલંકીને આકાશ તરફ તાકતા
પ્રવીણ પીઠડીયા. વના સોલંકીનો શ્વાસ ભરાઈ આવ્યો. ઉબડ-ખાબડ રસ્તા ઉપર સાયકલનાં એકધારા પેડલ મારવાનાં કારણે તેના ફેફસા કોઈ ઘમણની જેમ ચાલતાં હતા. ફોરેસ્ટ ચોકીથી તેનું ગામ માંડ પાંચેક માઈલ છેટું ...વધુ વાંચોપરંતુ એ પાંચ માઈલ કાપવા તેને અત્યારે બહુ અઘરા લાગ્યાં. એવું જ થતું હોય છે… ઘણી વખત માણસને જ્યારે ખુબ ઉતાવળ હોયને… ત્યારે એ કામ કોઈ દેખીતા કારણ વગર જ વિલંબમાં પડતું હોય છે. કુદરત જાણે કસોટી લેતો હોય એટલો ધીમો એ સમય વિતે. વના સાથે પણ એવું જ બની રહ્યું હતું. તેને ગામ પહોંચવાની જબરી ઉતાવળ હતી કારણ કે
પ્રકરણ-૪. પ્રવીણ પીઠડીયા. “અને શું વનરાજ..?” રાજડાને થોડો રસ પડયો. તેણે જીપ ચલાવતાં અધીરાઈ ભેર પૂછયું. “મને આવી બધી વાતો સાવ ગપગોળા જ લાગે પરંતુ અત્યારનું વાતાવરણ જોઈને થાય છે કે તારી ...વધુ વાંચોઉપર થોડોક વિશ્વાસ કરું.” અંકુશ રાજડા નાનપણથી જ કઠણ કાળજાનો હતો. ભૂત, પલિત, ડાકણ, ચૂડેલ, ભૂવા, ડાકલા કે એવી અન્ય કોઈ દૂન્યવી બાબતોનો ક્યારેય કોઈ ખોફ તેને લાગતો નહી. અલબત્ત આવી વાતોને તે હસી નાંખતો. તેને માટે આ જગતમાં ડર નામની કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી જ નહોતી એટલે વનરાજની વાતોથી તેને નવાઈ જરૂર લાગતી હતી પરંતુ ડર નહી. વળી આ
પ્રકરણ-૫. પ્રવીણ પીઠડીયા. અંકુશ રાજડા સ્તબ્ધતામાં સરી પડયો. તેના મસ્તિસ્કમાં શૂન્યતા છવાય ગઈ. વનરાજે જે કહ્યું એ તેના માન્યામાં આવ્યું નહી. આજ સુધી ન્યૂઝ-પેપરોમાં અને ટીવીમાં તેણે ઓનર કિલિંગની ઘણી ઘટનાઓ ...વધુ વાંચોજાણ્યું, સાંભળ્યું હતું. એ સમયે પણ તેને એવા લોકો પ્રત્યે સખત ધ્રૂણા જન્મતી કારણ કે કોઈને મારી નાંખવાનો અધિકાર કુદરતે માનવીઓને ક્યારેય આપ્યો જ નથી. અને તેમા પણ પોતાના અંગત… ઓળખીતા પ્રિયજનને તો કોઈ કેમ કરીને મારી શકતું હશે..! શું એવું કરતા એક વખત પણ તેમનું કાળજું કાંપતું નહી હોય..! તેમના હાથ ધ્રૂજતા નહી હોય…! એ જંગલીયાત ભર્યા ક્રૃત્યને કોઈ