THE GOLDEN SPARROW book and story is written by Rahul Makwana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. THE GOLDEN SPARROW is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
THE GOLDEN SPARROW - નવલકથા
Rahul Makwana
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પુનર્જન્મ આ શબ્દ સાંભળતાની સાથે જ આપણાં મનમાં એક તરફ શંકા ઉત્પન્ન થાય તો, બીજી તરફ વિશ્વાસ પણ ઉત્પન્ન થાય છે, આપણે અત્યાર સુધી પુનર્જન્મ વિશે ઘણું બધુ સાંભળતા આવીએ છીએ, જે બધી બાબત સાચી છે કે ખોટી એ બાબત વિશે આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચારેલ હોતું નથી, જેમાંથી આપણી દુનિયામાં કેટલાં પ્રસંગો એવાં પણ બની ગયાં છે કે જેમાં વૈજ્ઞાનિકોએ પણ વ્યક્તિનો પુનર્જન્મ થાય છે, આ બાબતને પૂરેપૂરી રીતે સમર્થન આપેલ છે.
(THE ANCIENT LOVE STORY) 1. પુનર્જન્મ આ શબ્દ સાંભળતાની સાથે જ આપણાં મનમાં એક તરફ શંકા ઉત્પન્ન થાય તો, બીજી તરફ વિશ્વાસ પણ ઉત્પન્ન થાય છે, આપણે અત્યાર સુધી પુનર્જન્મ વિશે ઘણું બધુ સાંભળતા આવીએ છીએ, જે ...વધુ વાંચોબાબત સાચી છે કે ખોટી એ બાબત વિશે આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચારેલ હોતું નથી, જેમાંથી આપણી દુનિયામાં કેટલાં પ્રસંગો એવાં પણ બની ગયાં છે કે જેમાં વૈજ્ઞાનિકોએ પણ વ્યક્તિનો પુનર્જન્મ થાય છે, આ બાબતને પૂરેપૂરી રીતે સમર્થન આપેલ છે. સમય : સવારનાં 6 કલાક સ્થળ : રાજ મકવાણાનું ઘર. એક બાજુએ સૂર્યનારાયણ આકાશમાં પોતાનું સ્થાન જમાવવા માટે મથામણ
2. રાજ જ્યારે એક વર્ષનો હતો ત્યારે. સમય : સવારનાં 11 કલાક. સ્થળ : કિશોરભાઈનું ઘર દિવાળી તહેવાર હિન્દૂ સંસ્કૃતિ મુજબ ખૂબ જ આધ્યાત્મકતા ધરાવે છે, હિન્દૂ ધર્મના ગ્રંથો મુજબ દિવાળીનાં દિવસે રામ, સીતા અને લક્ષ્મણ ...વધુ વાંચોચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અને રાવણ જેવાં અસુરનો વધ કરીને પાછા અયોધ્યામાં ફરી રહ્યાં હતાં, તેની ઉજવણીનાં ભાગ સ્વરૂપે અને મર્યાદા પુરષોતમ રામને હર્ષોલ્લાસ સાથે વધાવવા માટે અયોઘ્યામાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આમ દિવાળી તહેવાર અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે કિશોરભાઈ દિવાળીનો તહેવાર હોવાને લીધે દિવાળીની ખરીદી કરવાં માટે
3. ધીમે ધીમે રાજને ઊંઘમાં આવતાં પેલાં ભયાનક સપનાની તીવ્રતામાં વધારો થવાં લાગ્યો, આ ડરામણા સપનાને કારણે રાજ અડધી રાતે ભર ઊંઘમાંથી અવારનવાર જાગી જતો હતો. આ ડરામણા સપનાંને લીધે રાજ કેટલી રાત સૂતો પણ ન હતો. જાણે ...વધુ વાંચોઆ દુનિયાથી અલિપ્ત થઈ ગયો હોય તેમ પોતે આખો દિવસ પોતાનાં જ રૂમમાં પુરાઈને રહેવા લાગ્યો, ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું,કોઈ બાબતમાં તેને રસ પડતો ન હતો. રાજના આવા બદલાયેલા વર્તનને જોઈને તેનાં માતાપિતા અને બહેન ખૂબ જ ચિંતાતુર બની ગયાં હતાં, તેઓ મનોમન પોતાનાં ઇષ્ટદેવને એક જ પ્રાર્થના કરી રહ્યાં હતાં કે, "બસ ! રાજ જેટલું શક્ય હોય
4. રાજની દિવસેને દિવસે હાલત સુધરવાને બદલે ખૂબ જ વણસી રહી હોવાથી રાજનાં માતાપિતા અને બહેન રાજને લઈને નિયતિ સાઇકિયાટ્રિક હોસ્પિટલે લઈ જાય છે, ત્યાં ડૉ. રાહુલ રાજની બધી જ તાપસ કરે છે અને હિસ્ટ્રી જાણે છે, અને ...વધુ વાંચોડૉ. રાહુલ કિશોરભાઈને જણાવે છે કે હાલ રાહુલ કોઈ દેખીતા કારણ વગર જ ડિપ્રેશનનો ભોગ બની ગયેલ છે. આ સાથોસાથ તે હિલયુસીનેશનથી (આભાસ કે ભ્રમ) દ્વારા પીડાય રહ્યો છે, જેથી તેને અલગ અલગ વ્યક્તિઓ દેખાય છે અને તેનો અવાજ પણ સંભળાય છે. ત્યારબાદ ડૉ. રાહુલ કિશોરભાઈને “ડિપ કોમા સાઇકો થેરાપી વિશે વિગતવાર જણાવે છે. જ્યારે આ બાજુ કિશોરભાઇ અને ભાર્ગવી
5. (કિશોરભાઈ અને ભાર્ગવી ડૉ. રાહુલ જૈનનાં જણાવ્યાં મુજબ ડિપ કોમા સાઇકો થેરાપી માટે રાજને લઈને હોસ્પિટલે આવી પહોંચે છે. થોડીવારમાં ડૉ. રાહુલ જૈન પણ આવી પહોંચે છે. ત્યારબાદ ડૉ. રાહુલ તન્વીને બોલાવીને થેરાપી રૂમ તૈયાર કરવાં માટે ...વધુ વાંચોછે, આ દરમ્યાન ડૉ. રાહુલ કિશોરભાઈ અને ભાર્ગવીના મનમાં રહેલ પ્રશ્નોનું નિરાકરણ કરે છે, અને ઓ.ટી ડ્રેસ પહેરીને ડૉ. રાહુલ જૈન થેરાપીરૂમમાં પ્રવેશે છે. મયંકે ડિપ કોમા સાઇકો થેરાપી માટેની બધી જ તૈયારીઓ આગવથી કરી લીધી હતી, જ્યારે થેરાપીરૂમનાં કાચની બીજી બાજુએ કિશોરભાઈ અને ભાર્ગવી મનોમન પોતાનાં ઇષ્ટદેવને બે હાથ જોડીને પ્રાર્થના કરવાં માંડે છે. સમય : સવારનાં 7: