THE GOLDEN SPARROW - 7 Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE GOLDEN SPARROW - 7

7.

 

સમય : સવારનાં 11 કલાક.

સ્થળ : નિયતિ સાઇકિયાટ્રિક હોસ્પિટલ.

 

ડૉ. રાહુલ જૈન પોતાની ચેમ્બરમાં બેસલા હતાં, એટલીવારમાં તન્વી તેઓની ચેમ્બરમાં ચા લઈને પ્રવેશે છે. આથી ડૉ. રાહુલ ચા ની એકપછી એક એમ ચૂસકીઓ લગાવવા માંડે છે. આ સાથે જ ડૉ. રાહુલનાં મગજમાં વિચારોની ટ્રેન દોડવા માંડે છે. શાં માટે તે દિવસે પોતે જ્યારે રાજને ડિપ કોમા સાઇકો થેરાપી આપી રહ્યાં હતાં ત્યારે રાજ સાથે અમુક અવિશ્વનિય અને અજુગતી ઘટનાઓ ઘટેલ હતી ? શાં માટે રાજનો આવાજ, હાવભાવ અને વર્તન એકાએક બદલી ગયાં ? શાં માટે તે કોઈ રાજકુમારની માફક ભારે અને દમદાર આવજે પોતાની સાથે વાતચીત કરી રહ્યો હતો ? શું રાજ પર તે સમયે કે હાલ કોઈ બૂરી આત્માએ તો કબજો (એકસોર્સીઝમ) તો નહીં કર્યો હશે ને ? આખરે  મહારાજા વીરબહાદુરસિંહ અને રાજકુમાર વિક્રમસિંહ કોણ હશે ? તેઓનો  રાજ સાથે શું સબંધ હશે ? શું રાજ પર ભવિષ્યમાં કોઈ મોટી મુસીબત કે આફતો તો નથી આવવાની ને ?” - આમ આવાં અનેક પ્રશ્નો હાલ ડૉ. રાહુલનાં માનસપટ્ટ પર ધીમે ધીમે પોતાનું સ્થાન જમાવી રહ્યાં હતાં.

 

લાંબો વિચાર કર્યા બાદ ડૉ. રાહુલનાં મનમાં એક ઝબકાર સાથે જ કઈ સૂઝયુ હોય તેમ પોતાની સામે રહેલ ટેબલ પર રહેલાં લેપટોપમાં ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલે છે, અને તેમાં મહારાજા વીરબહાદુરસિંહ અને વિક્રમસિંહ એમ બંને નામ ટાઈપ કરીને સર્ચ કરે છે. આખનાં પલકારા સાથે જ ડૉ. રાહુલ જૈનની નજરો સમક્ષ મહારાજા વીરબહાદુરસિંહ અને વિક્રમસિંહનો સો વર્ષ જૂનો ઇતિહાસ તેનાં લેપટોપની સ્ક્રીન પર આવી જાય છે. આ જોઈ ડૉ. રાહુલ જૈન એકદમ આશ્ચર્ય ચકિત થઈ જાય છે કે પોતાનાં દર્દી રાજને 100 વર્ષ પહેલાનાં ઇતિહાસ સાથે કેવી રીતે કોઈ સબંધ હોય શકે. આથી ડૉ. રાહુલ જૈન વધુ સર્ચ કરે છે, જોત જોતામાં લેપટોપની સ્ક્રીન પર એ મનમોહક અને આકર્ષક સૂર્યપ્રતાપગઢ, તેની ફરતે આવેલ અભેદ કિલ્લો, એમાં એક ઊંચી ટેકરી પર આવેલ એ આલીશાન અને ભવ્ય રાજમહેલની ઇમેજ આવી જાય છે. આથી આ વિષે વધુ જાણવા માટે ડૉ. રાહુલ વધુ સર્ચ કરે છે.. આ સાથે જ ડૉ. રાહુલનાં ચહેરા પર માયુસી, નિરાશાં અને હતાશા છવાય જાય છે. કારણે કે લેપટોપની સ્ક્રીન પર “વિકીપીડિયા હેવ નો મોર ઇન્ફોર્મેશન રિગાર્ડિનગ યોર સર્ચ.. ઇફ યુ હેવ મોર ઇન્ફોર્મેશન અબાઉટ ધિસ ધેન યુ કેન એડિટ મોર ઇન્ફોર્મેશન ઓન ધિસ પેઝ.” આ વાંચીને ડૉ. રાહુલ જૈન થોડા હતાશ થયાં, થોડીવાર બાદ તેઓ વિચારે છે તેની પાસે મહારાજા વીરબહાદુરસિંહ અને વિક્રમસિંહ વિશે અગાવ કોઈ જ માહિતી નહોતી તેની સરખામણીમાં ઘણી બધી માહિતી હાલ પોતાની પાસે છે.” - આવો વિચાર આવતાની સાથે ડૉ, રાહુલ જૈન હળવા સ્મિત સાથે મલકાય છે.

 

ત્યારબાદ ડૉ. રાહુલ જૈન સૂર્યપ્રતાપગઢની, તેની ફરતે આવેલ પેલાં અભેદ કિલ્લાની અને પેલાં આલીશાન અને ભવ્ય રાજમહેલનાં જે ફોટા હતાં એમાંથી થોડા ફોટાની કલર પ્રિન્ટ કાઢી લે છે,એવામાં તેઓને ખ્યાલ આવે છે કે પેલાં કપમાં રહેલ ચા ઠંડી પડી રહી છે. આથી ડૉ. રાહુલ એક જ ઘૂંટડામાં બધી જ ચા પી લે છે.

 

બરાબર એ જ સમયે તન્વી ડૉ. રાહુલ જૈનની ચેમ્બરનો અડધો દરવાજો ખોલીને વચ્ચોવચ ઊભી રહીને ડૉ. રાહુલની સામે જોઈને પૂછે છે.

 

“સર ! રાજ અને તેનાં  ફેમિલી મેમ્બર તમને મળવા માટે આવેલ છે, તો હું તે બધાંને તમારી ચેમ્બરમાં મોકલું..?”

 

“હા ! પણ પહેલાં તું રાજનાં પિતા એટલે કે કિશોરભાઈ અને તેની બહેન ભાર્ગવીને મારી ચેમ્બરમાં મોકલ અને હું તને જણાવું ત્યારબાદ તેનાં મમ્મી અને રાજને મારી ચેમ્બરમાં મોકલી આપજે..!” ડૉ. રાહુલ જાણે મનમાં કોઈ યુક્તિ ઘડી હોય તેમ થોડું વિચાર્યા બાદ તન્વીને આદેશ આપતાં કહે છે.

 

“જી ! સર !” આટલું બોલી તન્વી ડૉ. રાહુલની ચેમ્બરનો દરવાજો બંધ કરીને રિસેપ્શન કાઉન્ટર પાસે આવી જાય છે.

 

“મારી સર સાથે તમારા વિશે વાતચીત થઈ, પણ તેઓએ પહેલાં તમને બંનેને એકલા ચેમ્બરમાં જવાં માટે જણાવ્યું છે..!” તન્વી કિશોરભાઈ અને ભાર્ગવીની સામે જોઈને બોલે છે.

 

આથી કિશોરભાઈ અને ભાર્ગવી મનમાં ઘણાબધાં પ્રશ્નો જેવાં કે, “ શાં માટે ડૉ. રાહુલે માત્ર અમને બંનેવને બોલાવ્યા હશે ? શું તેઓ રાજની પરિસ્થિતિ અંગેની કોઈ ખાસ કે ગંભીર બાબત જાણવાવાં માંગતા હશે ? શું રાજની તબિયત વધારે ગંભીર હશે? શાં માટે ડૉ. રાહુલે રંજનબેન અને રાજને હાલ પોતાની ચેમ્બરમાં ના બોલાવ્યાં એ પાછળ શું રહસ્ય છુપાયેલ હશે ?” આવા વગરે પ્રશ્નો સાથે કિશોરભાઈ અને ભાર્ગવી ડૉ. રાહુલ જૈનની ચેમ્બરમાં પ્રવેશે છે.

 

“વી આર કમ ઈન !” ભાર્ગવી ચિંતાતુર સ્વરે ડૉ. રાહુલની ચેમ્બરનાં દરવાજા પાસે ઊભા રહીને સાહજિકપણે  પૂછે છે.

 

“યસ ! કમ ઈન !” ડૉ. રાહુલ ચેમ્બરમાં પ્રવેશવાની પરમીશન આપતા પોતાની સામે રહેલ ખુરશી પર બેસવા માટે ઈશારો કરતાં કરતાં બોલે છે.

 

“સર ! ઇસ એવરીથીંગ ઓકે ?” ભાર્ગવી ગભરાયેલાં આવજે ચિંતિત સ્વરે ડૉ. રાહુલની સામે જોઈને પૂછે છે.

 

“યસ ! ઓલમોસ્ટ એવરીથીંગ ઈસ ઓકે.. બટ સ્ટીલ  ધેર ઈસ સમ મિસ્ટેરિયસ મેટર ઈસ રિમેઇન ઈન રાજ કેસ” ડૉ. રાહુલ પોતાની વાતની શરૂઆત કરતાં જણાવે છે.

 

“સાહેબ ! મને કઈ સમજાયું નહીં..!” કિશોરભાઈ હેરાનીભર્યા અવાજે ડૉ. રાહુલને પૂછે છે.

 

“હાલ ! તમે આવ્યાં એ પહેલાં હું રાજનો કેસ જ સ્ટડી કરી રહ્યો હતો, હાલ રાજ કોઈ મોટી માનસિક બીમારીનો ભોગ પણ નથી બનેલ અને તેનાં શરીર પર કોઈ બૂરી શક્તિઓ એ કાબૂ પણ નથી કરેલ.. પણ..!” ડૉ. રાહુલ થોડું ખચકાતાં બોલે છે.

 

“પણ ! પણ શું સર ?” ભાર્ગવી આશ્ચર્ય સાથે ડૉ. રાહુલને પૂછે છે.

 

“મે રાજનો કેસ સ્ટડી કર્યો તેનાં આધારે, તેની જેટલી તપાસ કરી તેનાં આધારે અને તેનાં આપણે જે કોઈ રિપોર્ટ કરેલાં છે તે વગેરે જોતાં હું એ તારણ પર આવ્યો છું કે રાજ હાલ ડિપ્રેશન સિવાય અન્ય કોઈ માનસિક બીમારીનો ભોગ બનેલ નથી પણ રાજ સાથે આવું થવાનું કારણ કદાચ  “રેનકાર્નિશન ”  હોય તેવું હાલ મને લાગી રહ્યું છે.

 

“સર ! આ  “રેનકાર્નિશન”  એટલે શું ?” ભાર્ગવી ડૉ, રાહુલની સામે જોઈને નવાઈ સાથે પૂછે છે.

 

“ “રેનકાર્નિશન” એટલે “પુનર્જન્મ” મારી પાસે રહેલાં તમામ આધાર અને પુરાવા, અને થોડા દિવસ પહેલા થેરાપી રૂમમાં રાજ અને મારી સાથે ઘટેલ અવિશ્વનિય ઘટનાઓનાં આધારે હાલ મને એવું લાગી રહ્યું છે કે રાજ એ બીજું કોઈ નહીં પરંતુ રાજકુમાર વિક્રમસિંહનો જ પુનર્જન્મ હોય શકે..!” ડૉ. રાહુલ કિશોરભાઈ અને ભાર્ગવીને વાસ્તવિકતા જણાવતાં બોલે છે.

 

“પણ ! સાહેબ તમે આટલાં વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો છો ?” કિશોરભાઈ પોતાનાં મનમાં ચાલી રહેલ શંકાનું સમાધાન કરતાં કરતાં ડૉ. રાહુલને પૂછે છે.

“મારી વાત પર તમને વિશ્વાસ ના આવે તે સ્વાભાવિક પણ છે, પણ જો તમે તમારી આંખો દ્વારા જ રાજને વિક્રમસિંહમાં રૂપાંતરિત થતાં જોયા બાદ  તો તમને મારી વાત પર વિશ્વાસ આવશે છે ને ?” મનમાં કઈક પ્લાન વિચારીને ડૉ. રાહુલ પૂછે છે.

 

“હા ! સર ! આ વાત જ એવી છે કે જે અમારા ગળે નથી ઉતરી રહી પણ જો અમે એકવાર અમારી સગી આંખો વડે રાજને વિક્રમસિંહમાં રૂપાંતરિત થતાં જોઈશું તો અમને તમારી વાત પર ચોક્કસ વિશ્વાસ આવી જશે.” કિશોરભાઈ અને ભાર્ગવી સવિનય આજીજી સાથે ડૉ, રાહુલને જણાવે છે.

 

ત્યારબાદ ડૉ.રાહુલ કિશોરભાઈ અને ભાર્ગવીને પોતાનાં મનમાં જે કઈ પ્લાન ચાલી રહેલ હતો, તે પ્લાન કિશોરભાઈ અને ભાર્ગવીને જણાવે છે, અને તેઓને પ્લાન પ્રમાણે જ વર્તવા માટે સૂચના સહ સલાહ આપે છે. જેમાં તે બંને ડૉ. રાહુલની વાત સાથે સહમત થઈ જાય છે. અને પોતે આ પ્લાન પ્રમાણે કરવાં માટે માનસિક રીતે તૈયાર છે એવું જણાવે છે, આથી ડૉ. રાજન તે લોકોને કહે છે કે.

 

“તમારે મે તમને કહ્યું તે મુજબ જ કરવાનું છે, આ બાબત ભૂલતા નહીં.. જાવ હવે રાજ અને તેનાં મમ્મી રંજનબેનને મારી ચેમ્બરમાં લઈને આવો..!”

 

“જી ! સાહેબ !” આટલું બોલીને કિશોરભાઈ અને ભાર્ગવી ડૉ. રાહુલની ચેમ્બરની બહાર આવેલાં બાંકડા પર બેસેલાં રાજ અને રંજનબેનને ચેમ્બરમાં લઈ આવવાં માટે ઊભા થઈને ડૉ. રાહુલ જૈનની ચેમ્બરમાંથી બહાર નીકળે છે.

 

“શું ! ખરેખર ! રાજ એ રાજકુમાર વિક્રમસિંહનો પુનર્જન્મ હશે ? શું ડૉ. રાહુલ જૈન આ વાત સાબિત કરવામાં સફળ રહેશે ? શું પુનર્જન્મ જેવી બાબતો હાલ આપણાં આ ડિજિટલ જમાનામાં શક્ય છે ? ડૉ. રાહુલે મનમાં શું પ્લાન ઘડેલ હશે ? શું કિશોરભાઈ અને ભાર્ગવી ડૉ. રાહુલ જૈને જે પ્લાન સમજાવ્યો તે પ્રમાણે વર્તવામાં સફળ રહેશે કે પછી તેઓથી કોઈ મોટી ભૂલ થઈ જશે ? જ્યારે રાજ અને રંજનબેનને આ વાસ્તવિકતાનો ખ્યાલ આવશે ત્યારે તેનાં પર શું વિતશે ? તે બંનેની હાલત કેવી થશે ?” - આવા વગરે પ્રશ્નોનો સામનો ડૉ. રાહુલ અને મકવાણા પરીવારનાં દરેક સભ્યોને કરવાનો બાકી જ હતો.

 

 

ક્રમશ