Hu Mohobbat Ne Muktak Viral Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 101

    ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમ...

  • ખજાનો - 68

    "મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે...

  • આત્મા

      એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ...

  • નિતુ - પ્રકરણ 47

    નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુની આંખો પર સૂર્યોદયના ઘ...

  • એક ષડયંત્ર.... - ભાગ 108 (છેલ્લો ભાગ)

    (સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવ...

શ્રેણી
શેયર કરો

Hu Mohobbat Ne Muktak

હું

મોહબ્બત ને મુક્તક

વિરલ દેસાઈ “પાગલ”



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


આ પુસ્તક મા મુક્તક રૂપે મે કંડારેલી મારી લાગણી ની સરીતા આપના મન ને ભીંજાવશે એવી આશા સાથે આપની સમક્ષ રજુ કરૂ છુ.આ પુસ્તક મે લખી છે પણ આની લાગણી ઉદગમ બિંદુ મારી પ્રેરણા મારી રાજકુમારી નો એકવાર દિલ થી આભર. આભાર મારા જીવન ના શિલ્પી એવા મારા માતપિતા નો. આ પુસ્તક વિશે ના આપના પ્રતિભાવો જાણવા ઈછુક અને ઊંત્શુક છુ.

વિરલ દેસાઈ "પાગલ"

desaiviral93@gmail.com
Mobile :- +918732970845

અનુક્રમણિકા

•ચાલો તમને એક વાત કહુ સામભળો

•કાલે બહુ ચુપ હતી રાત મારી

•લખવા ત્યાર છે તો કાગળ છુ હુ

•હુ થાવ રામ તારે જાનકી થાવુ પડશે

•તમે મને તસવીર ની જેમ રાખો

•ખુદા તારી આ રીત પણ જાયજ નથી

•હુ આ બધુ તારા મથાળે લખુ છુ

•જેમ છમ્ઝ્રડ્ઢ મા પેહલા છ આવે

•મારી મિલકત ને મુળી એજ છે

•નથી બવ સરળ,સરળ થાવુ

•હા હા હશે,પણ હશે યાર

•કહી દો એમને કે કામ થી કામ રાખે

•હુ છુ ત્યા સુધી એ રહશે

•તે દિલ આપ્યુ ને હુ રાખુ ને ?

•દુનિયા ને આ બહુ નળ્યુ છે

•આ કોને હાથ મા હથીયાર આપ્યા છે

•તારા મા કઈ મારા જેવુ હોય

•પાગલ છુ કરૂ છુ બધુ પાગલ જેવુ

•મારા મન ના રાજમહેલ ની રાજકુમારી

•મે દિલ નો ઘર મે તારે કાજ રાખ્યુ છે

•એના થકી,એના મહી છે જીવન મારૂ

•ભરોસો રાખ હુ તાર ભીતર છુ

•માનવી મુજ મા બહુ બધા છે

•લાગણી ની બેંક મા હુ રધુરામ રાજન છુ

•મને સહુ થી સરળ આપ જો

•બહુ યાદ આવુ છુ ને? મે કીધુ તુ ને

•ધરતી કેટલી બીક થી આવી છે

•મારા મા પણ છે તાકાત તને છોડી દેવાની

•ભલે મને બીજા કોઈ નો થવા નથી દિધો

•ખુદા સીખવાળ ને તારા જેમ ચુપચપ બધુ જોઈ લેવુ

•એને કીધુ કે હુ તને ભુલી જવ તો કેવુ રેહશે ?

•દિલ ને પણ મગજ જેટલુ હોશીયાર રાખો

•તારૂ આમ હંસી ને આવુ વધાજનક

•લખતા મા મુઝવ ને તને યાદ કરૂ

•દરવાજા ખુલ્લા રાખુ કે કોણ જાણે ક્યાથી આવે

•ધ્યાન થી શબ્દો ના ઢોળાય મારા આગ લાગશે

•મોહબ્ત, મોત અને મુક્તક

•આપણા બન્ને ના દિલ મા તાલમેલ છે

•બીજુ કામ નોતુ ખુદા આના સિવાય કરવાને

•આપણા દિલ મા એક નગર ભર્યુ છે મે

•બહુ મોડામોડા તમને જાણીયા છે

•ખરેખર ખબર નઈ કેમના છીયે

•નેતાઓ ની વાત સીધી ને સાદી છે

•તમે બહુ અંદર સુધી હતા

•ધરા થી હવે નભ યાત્રા

•જ્યારે દિલ નહી તરકીબ દિમાગ થી ઈજાજ કરીશ

ચાલો તમને એક વાત કહુ સામભળો

કે કેટલો થઈ ગયો છે આ ઈંસાન પાગળો

પાગલ હવે માનવી લલકારે છે એને એમ કહી

એ ક્યા છે તારો રહીમ કે ક્યા છે પેલો શ્યામળો

કાલે બહુ ચુપ હતી રાત મારી

તોય તે એ કે મે સાંભળી વાત તારી

ને બેઊં જાણે રાજા વગર ની રાજગાદી થઈ

પાગલ તારી અટારી ને પેલી મારી અટારી

લખવા ત્યાર છે તો કાગળ છુ હુ

તુ હોય આગળ તો પાછળ છુ હુ

જો એ અવર્તે કોઈ ની આંખ થઈ ને "પાગલ"

તો એ આંખ ની પાપણ છુ હુ

હુ થાવ રામ તારે જાનકી થાવુ પડશે

હુ શ્યામલો થાવુ તારે રાધલી થાવુ પડશે

એમ કંઈ થોડી ખુદા તારૂ બધુ સાભળીશ

એના માટે તારે આરતી થાવુ પડશે

તમે મને તસવીર ની જેમ રાખો

હવે એમના પુછો કે કેમ રખો

ને બે રસ્તા છે પ્રેમમા પાગલ

કાતો દિલ મા પ્રેમ રાખો કે દિલ ને હેમખેમ રાખો

ખુદા તારી આ રીત પણ જાયજ નથી

અમુક ને એ મળ્યુ છે જે એને લાયક નથી

જરૂર છે એ બધા રીબાઈ ને મરે છે પાગલ

ને દવાઓ એમની પાસે છે જે ઘાયલ નથી

હુ આ બધુ તારા મથાળે લખુ છુ

હુ બસ એક નામ રાત ને દાળે લખુ છુ

તારો જ છો ભલે પાગલ છુ

તને દરેક રસ્તે દરેક લાટારે લખુ છુ

જેમ છમ્ઝ્રડ્ઢ મા પેહલા છ આવે

એમ જીવન મા મારા એ આવે

ને આપણે નિયમ સાદો બનાવી દિધો છે

હટાવી દઈશ બધા મારા ને તારા વચ્ચે જે આવે

મારી મિલકત ને મુળી એજ છે

આંખે નાની ને ગુસ્સો તેજ છે

ને જે જાણે છે કે શુ નથી એ જાણતો

“પાગલ ”સંસાર મા ગુણી એજ છે

નથી બવ સરળ,સરળ થાવુ

પ્રેમ મા જ થઈ શકે મરણ પેલા મરણ થવુ

ને મિત્રો ભલે ને દુર્યોધન બને “પાગલ”

હુ સીખી લઈશ કરણ થાવુ

હા હા હશે,પણ હશે યાર

જેને જવુ હશે એ જશે યાર

આપણે આપણુ કરો પાગલ

બાકી જેનુ જે થવુ હશે એ થશે યાર

કહી દો એમને કે કામ થી કામ રાખે

છે શું? એ તે ગુમાન રાખે

ને પાગલ આ માનવી બહુ મતલબી

ઝગડા એમના ને વચ્ચે રહીમ ને રામ રાખે

હુ છુ ત્યા સુધી એ રહશે

એનેજ કીધુ તુ કે એ રહશે

મે ક્યા ના પાડી પાગલ એમા

કીધુ તો કરી એ જે એ કેહશે

તે દિલ આપ્યુ ને હુ રાખુ ને ?

એ પગલી બોલ ને પાકુ ને ?

દિલ, તારા, સુરજ, ચંદ્ર લઈ ને આયો

બોલને તારી તારા કપળે ટાકુ ને ?

દુનિયા ને આ બહુ નળ્યુ છે

કે મને ક્યા કોઈ નળ્યુ છે

ને ટટોલતા મુજ મા મે પાગલ

મને મુજ મા એનુ દિલ જળ્યુ છે

આ કોને હાથ મા હથીયાર આપ્યા છે

આ તમે કોને સાથ યાર રાખ્યા છે

ને હવે જેવા સાથે તેવા વાળી વાત છે પાગલ

હવે અમે પણ જવાબ ત્યાર રાખ્યા છે

તારા મા કઈ મારા જેવુ હોય

પાગલ આવુ તે કેવુ હોય

ને સાચુ ના બોલવાદો એમને

આ જુઠ્‌ઠાઓ ને સાચુ કેવુ કેવુ હોય

પાગલ છુ કરૂ છુ બધુ પાગલ જેવુ

પ્રેમ મા આપણે હમેશા માગણ જેવુ

લોકો કહે છે કે પાગલ કેમ એને જોઈ ખીલી ઉઠો છો ?

એનુ આગમન મારે મન છે ફાગણ જેવુ

મારા મન ના રાજમહેલ ની રાજકુમારી

મારી મોહબ્ત મારી હિમ્મત મારી ખુમારી

ને ખુદા તુ વેહમ મા છે કે તુ મને જીવાડે છે

એતો એજ છે મારા હ્યા ના સ્વાસ હકાવનારી

મે દિલ નો ઘર મે તારે કાજ રાખ્યુ છે

ને મે એનુ નામ અમદાવાદ રાખ્યુ છે

ને આખુ દિલ બરબાદ થઈ ગયુ છે પાગલ

પણ એમા તારૂ નામ આબાદ રાખ્યુ છે

એના થકી,એના મહી છે જીવન મારૂ

એ એક ડાળખી ”પાગલ” છે ઉપવન મારૂ

અને એ જે ભુલી ગયાતા જાણીજોઈ રૂમાલ જતી વેળા એ

મે સાચવી રાખ્યુ છે,કારણ? એ છે કફન મારૂ

ભરોસો રાખ હુ તાર ભીતર છુ

હુ જળ છુ હવા છુ હુ જ કાદકીચળ છુ

ને આખી રમત મારી રચેલી છે પાગલ

હુ બોલર, હુ બેટ્‌શ્મેન ને હુ જ કીપર છુ

માનવી મુજ મા બહુ બધા છે

અમુક છે બીરબલ સમા ને અમુક ગધા છે

ને તુ ગઈ ને ત્યારે મારૂ સ્મિત બોલી ઊંઠયુ

“પાગલ” તારા મુખે આપણે આજ થી રજા છે

લાગણી ની બેંક મા હુ રધુરામ રાજન છુ

ને મારી સઘળી મુળી તુ સાજણ છુ

ને આપણી વાત કરૂ તો કંઈક એમ થશે

કે પાગલો ને જ સમજાય એવુ હુ ડાપણ છુ

(ખાસ મિત્રો માટે)

મને સહુ થી સરળ આપ જો

જ્યારે પણ મરણ આપ જો

ને બહુ વધારા ની આશા નથી ”પાગલ”

મિત્રો મા મને એક કરણ આપ જો

મરોનક, શિવુ, આરતી અને અન્ય તમામ મિત્રો

બહુ યાદ આવુ છુ ને? મે કીધુ તુ ને

આંશુ નો વરસાદ લાવુ છુ ને? મે કીધુ તુ ને

ને આટલે થી થોડી અટક સે આ વાત પાગલ

હજુ તો શુ હાલાત લાવુ છુ,મે કીધુ તુ ને

ધરતી કેટલી બીક થી આવી છે

મારા મન પર માસુમ સવાલો ના ઘા ઝીકતી આવી છે

ધુત્કાર,તિરસ્કાર ને નફરત “પાગલ”

જનતા ની સાથે કેટલુ વેઠતી આવી છે

મારા મા પણ છે તાકાત તને છોડી દેવાની

પણ બીક લાગે છે તારૂ દિલ તોડી જવાની

ને સાભળી લે હથીયાર મા આટલુ છે મારી પાસે “પાગલ”

હુ પિસ્તોલ ને મારા શબ્દો ની ગોળી થવાની

અઢળક ને અગણિત છુ

હુ લાગણી નો એટલો ધનિક છુ

મને ખુદા પથ્થર જ રખ જે

જેલ જેવુ જ લાગે છે, જે વીંટી મા જળીત છુ

ભલે મને બીજા કોઈ નો થવા નથી દિધો

પણ તારી યાદે એક લો રેવા નથી દિધો

ને યાદ આવે છે એ અદાલત એની “પાગલ’

ગુનેગાર ઠેરવી દિધો એક શબ્દ પણ કેહવા નથી દિધો

ખુદા સીખવાળ ને તારા જેમ ચુપચપ બધુ જોઈ લેવુ

સ્ત્રી જોડે સીખવી છે કળા કે કેમ મોહી લેવુ

ને એમને કહે કે એ વેમા છે એ પાગલ

કે તને કોને કિધુ સરળ છે રોઈ લેવુ

એને કીધુ કે હુ તને ભુલી જવ તો કેવુ રેહશે ?

મે કહ્યુ કે મારૂ પણ વર્તન તારા જેવુ રેહશે

પાગલ પણ છુ,છુ થોડો ડાહ્યો પણ

મુજ એક મા ઈંસાન બેઊં રેહ્‌શે

દિલ ને પણ મગજ જેટલુ હોશીયાર રાખો

અંદર જે પણ હોય બહાર હાસ્ય ઈખ્તિયાર રાખો

લાગણી,પ્રેમ ને ને થોડુ પાગલપન ”પાગલ”

હારવો હોય મને તો આવા હથિયાર રાખો

તારૂ આમ હંસી ને આવુ વધાજનક

તારી ચુપી તો હયા હણક છે

નેતા થઈ ને પણ આ ગુણ? “પાગલ”

કે કરી વાયદો હજુ એના પર અળગ છે

લખતા મા મુઝવ ને તને યાદ કરૂ

મારા મા ઉલઝવ ને તને યાદ કરૂ

તારા ગયા દિલ ના તરફળીયા જોઈ

રોઈ ને ભીજાવ ને તને યાદ કરૂ

દરવાજા ખુલ્લા રાખુ કે કોણ જાણે ક્યાથી આવે

આપણે તો દર્દ ની આવા દો જ્યાથી આવે

ને સુરજ ને ડુબતો જોઈ પાગલ

મને યાદ આ ક્ષણીક ખ્યાતી આવે

ધ્યાન થી શબ્દો ના ઢોળાય મારા આગ લાગશે

હજુ કરશે અસર પણ વાર લાગશે

ને ચુપ છુ ને એમ રેવાદો મને “પાગલ”

નઈ તો પછી લોકો ને હ્યે બાણ લાગ

મોહબ્ત, મોત અને મુક્તક

આમ ત્રણે આપે છે દિલ ફુર્શત

હુ પાગલ છુ ને વાતો પણ મારી પાગલ જેવી

આપણી વાત વાંચો ત્યારે દિમાગ ને રૂક્સત

આપણા બન્ને ના દિલ મા તાલમેલ છે

તો આ સંબધો મા શેની ઘાલમેલ છે

હુ અંદર સુધી નિહાળી ને આવ્યો છુ પાગલ

બહાર થી ચોખા ના દિલ મા કેટલો મેલ છે

બીજુ કામ નોતુ ખુદા આના સિવાય કરવાને

બસ મોહબ્બત જ મળી મારી હણવાને

ને આજે તારા રસ્તા એ વફા કહી તારી

કિધુ મારા સિવાય તુ નથી આવી એકલી કોઈ ને મલવાને

આપણા દિલ મા એક નગર ભર્યુ છે મે

બાંધકામ એમા બધુ અસલ કર્યુ છે મે

ને થોડીક સાચી લાગે,ને થોડી કલ્પનિક

એટલે “પાગલ" એનુ નામ ગઝલ રાખ્યુ છે મે

બહુ મોડા મોડા તમને જાણીયા છે

તમારા નાના દિલ મા ટકી રેહવા ટુટી વાળીયા છે

ને અંધારા થી તને બીક લાગે છેને ?

તુ ના ડરેવ એટલે દિલ ના દિવા બાળ્યા છે

ખરેખર ખબર નઈ કેમના છીયે

પણ હા અમે એમના છીયે

ને માનવી આ મઝાક સમાન જ છેને પાગલ

કે થોડુ દુખ નુ ઝેર પી ને શંકર ના વેમમા છીયે

નેતાઓ ની વાત સીધી ને સાદી છે

કે ર્માં બાપ ને પરીવાર બધુ ગાદી છે

ખુર્શી પામવાને આ વેચાવ વાંદરા પાગલ

બધા જ ખેલ કરવાને રાજી છે

તમે બહુ અંદર સુધી હતા

જ્યા સુધી એક સચોટ અંદર સુધી હતા

ને તારા પ્રેમ એ હાલાત કરી ફકીર જેવી

બાકી આપણા પણ રાજ અંબર સુધી હતા

ધરા થી હવે નભ યાત્રા

આ પાગલ મારી શબયાત્રા

બહુ કરી મે આખી જિંદગી પગ યાત્રા

પેહલી છે, કોઈ ના સહારે કોઈના ખભ યાત્રા

જ્યારે દિલ નહી તરકીબ દિમાગ થી ઈજાજ કરીશ

ત્યારે પાકુ આ બધા ડાહ્યા નો ઈલાજ કરીશ

ને આજે જેવો ચાલ બદલી ને ચાલે છે આજ કાલ

મારો વખત આવા દો પછી સીધા બધા ના મિજાજ કરીશ

-------------------------------------

આરંભ જેવો અંત