નિશ્ફળ દિકરો
“ આખી જીંદગી મને વસવો પુશ્કળ રહ્યો
કે “પાગલ’’ દિકરા તરીકે નિશ્ફળ રહ્યો ”
લેખક:- વિરલ દેસાઈ
આ વાર્તા છે એક દિકરા ના એવા નિર્ણય ની જે સાચો છે કે ખોટો એ તમારે નક્કી કરવા નુ છે.અપેક્ષા અને અપમાન માણસ પાસે શું શું કરાવે એનુ આ ઊદાહરણ છે.આપણા બાળક ને કેવા શવ્દો બોલવા કે એની નિષ્ફળતા વીષે એને શું કેટલુ અને કેવું કેહવુ.હું એક નિષ્ફળ દિકરા ની લાગણી કેટલી શબ્દો થકી જીવીત કરી શક્યો છું કે કેમ એ આપના પ્રતિભાવ કેહશો.મારી પેહલી વાર્તા આપની સમક્ષ મુકતા આંનદ ની લાગણી અનુભવી રહ્યો છું.આગળ મારી કવિતાઓ ને જેવો પ્રેમ આપ્યો એવો આને પણ મળે તેવી ઈચ્છા સાથે.આપના પ્રતિભાવ મને મોકલો.
Facebook :- Viral Desai
Mail :-
What’s app :- 8732970845
આ પુસ્તક મારા પ્રિય મિત્રો
રોનક,બિરવા,આરજુ,
મોંટુ(પારસ),અતુલભાઈ,વૈદેહી
ને
અર્પણ....
એક સામાંન્ય પરિવાર રોંજીદી જીંદગી ના કાર્ય ચાલુ હતા.ત્યારે ધર માં અચાનક ચીર શાંતિ છવાઈ ગઈ.હંમેશા કલબલાટ ચાલતો રેહતો એ ઘર માં ભેકારા જેવી શાંતિ હતી.શું બોલવુ ? કેમ વર્તવુ તે કોઈ સમજી શક્તુ ન હતુ.
ઘર ના કાનજીભાઈ ના હાથ માં એક પત્ર હતો.તે બધા વારા ફરતી બધા વાચી રહ્યા હતા.પણ કાનજીભાઈ તરફ કોઈ જોઈ રહ્યુ ન હતુ.કેમ જાણે બધુ લુટાઈ ને બેઠા હોય એવા ભાવ સાથે એ પથ્થર જેવી એ આંખો માંથી ઝરણા માંફક આંશું વહી રહ્યા હતા.એ પત્ર એમના મોટા પુત્ર વીર નો હતો.આ સાથે જ તેમની નજર સામે થોડાક આગલા દિવસ દોડવા લાગ્યા.
કાનજીભાઈ નુ કુટુંબ માં કુલ ૫ સભ્યો હતા.કાનજીભાઈ, કાનજીભાઈ ના પત્નિ રચનાબેન,મોટો પુત્ર વીર,અને બીજા બે પુત્રો રાહીલ,કાવ્યેશ.કાનજીભાઈ સરકારી કર્મચારી હતા.તેઓ હાઈર્કોટ માં કારકુન હતા.પુત્રો પ્રત્યે પ્રેમાંળ પણ થોડાક જુનવાણી એવા કાનજીભાઈ નુ જ ઘર માં ચાલે.ઘર સામાંજીક રૂપે તો બહુ સધર અને માંનવંતુ કુટુંબ હતુ.પરંતુ આર્થિક સ્થિતી એટલી સઘર ન હતી.પરંતુ કાનજીભાઈ ને એમના પુત્રો પાસે ખુબ અપેક્ષા હતી.ખાસ કરી મોટા પુત્ર વીર પાસે.એ ભણવા હોશિયાર સાથે ભાગવને તેને સુંદર વાણી પણ આપી હતી.પણ અપેક્ષા આંધળી હોય છે.સામે વાળી વ્યક્તિ એ ના માંટે ક્ષમતા ધરાવે છે કે નઈ અને જો ધરાવે છે તો એ પરીપૂર્ણ કરવા ઝંખના છે કે નઈ.કદાચ આ કુટુંબ માં પણ એવુ જ કંઈક થઈ રહ્યુ હતુ.
વીર લેખન ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવવા માંગતો હતો.પણ કઈ શક્તો ન હતો.કારણ કે એ એના પિતા ની મુશ્કેલીઓ સારી રીતે સમજ્તો હતો.જો એ એના પિતા ની વિરૂધ કે એમની અપેક્ષા વિરૂધ કાર્ય કરશે તો એના પિતા ખોઈ બેસે તેમ હતુ.તેથી તે ચુપચાપ પોતાન સ્વપ્નો નુ ખુન કરી હસ્તા મો એ જીવી રહ્યો હતો.હવે વીર કોલેજ માં આવી ગયો હતો.એની સગાઈ ની પણ વાત થવા લાગી હતી,અને F.Y પતે એ પેહલા એની સગાઈ કીંજલ નામ ની યુવતી સાથે કરવા માં આવી.સગાઈ બાદ વીર પેલા દુખ કોઈ સાથે વેહચી શક્તો હતો.હવે એની ગુગળામણ ને વાચા મળી ગઈ હતી.કીંજલ પણ વીર ને એટલો જ પ્રેમ કરતી હતી.કીંજલ અને વીર રોજે કલાકો સુધી ફોન પર વાતો કરતા.બન્ને જાણે વર્ષો થી જાણતા હોય એમ જ લાગતુ.પણ હવે કંઈ એવુ થવા નુ હતુ એ ઘણા બધા ના જીવન પર અસર પડવા ની હતી.વીર પ્રેમ ની લાગણી માં એટલો તે તણાઈ ગયો કે ભણવા પ્રત્યે લાપરવાહ થઈ ગયો.એને પેહલીવાર FY માં ATKT આવી.આમ પણ એને કોર્મસ માં રસ હતો નહી.અને ઉપર થી એને આ લાગણી ના ખેચાણ એ બધુ લાપરવાહ બનવી દીધો.પછી તો એની આવી જ આદત બની ગયેલી ભણવા માં કોઈ જ ધ્યાન નઈ.પણ હવે ની ધટના જીવન બદલવા ની હતી.SY માં પણ ATKT આવતા એના પિતા કાનજીભાઈ ની અપેક્ષા પર વજ્રઘા પડી રહ્યા હતા.આ વખતે એ ઘા આગ બની વીર પર વર્શી રહ્યા હતા.એને બોલવા માં આવેલો એક એક શબ્દ એના દિલ પર અણુબોમ્બ જેવો વિસ્ફોટ કરી રહ્યો હતો.
કાનજીભાઈ કહ્યુ કઈ કામ નો નથી.બસ બોજ છે ઘર પર.તારા થી જીવન માં કશું જ નહી થાય.બસ ફર્યા અને આખી જીંદગી ભટકજો.આ શબ્દો કહી કાનજીભાઈ તો ચુપ થઈ ગયા.પણ એ 20 વર્ષ ના દિકરા પર એની અસર જાણે વિશ્વયુધ બાદ હારેલા દેશ ની જે દશા હોય એવી જ એના દિલ ની હતી.એના પણ સ્વમાંન સાવ હણાઈ ગયુ હતુ.હવે જો ધરતી માંર્ગ આપે તો એમાં સમાંઈ જાય એવી સ્થિતી હતી એની.એ આગળ શું કરવુ એ વિચારી રહ્યો હતો.એના માંટે આત્મહત્યા તો પાપ નહી મહાપાપ હતુ.કારણ કે આત્મહત્યા હમેશા કાયરો નુ કામ હોય અને એક લેખક ગરીબ હોઈ શકે,બીમાંર હોઈ શકે પણ ક્યારેય કાયર ના હોઈ શકે.એ વિચારી એને એ ખ્યાલ તો કર્યો જ નહી.પણ અપમાંન એને ઝંઝોડી રહ્યો હતો.એને ઘર છોડવા નુ નક્કી કરી લીધુ.કદાચ એને એના પ્રેમ કીંજલ વિષે વિચાર્યુ જ નહી.આ નિર્ણય ખોટો હતો પણ માંણસ નો જ્યારે એની લાગણી પર કાબુ ખોઈ બેશે છે પછી એની સાચુ ખોટુ સમજવુ કે વિચારી શક્વા ની શક્તિ પણ ખોઈ બેસે છે.ત્યારે બસ આપણ ને આપણી લાગણી જ સત્ય ને યોગ્ય લાગે છે.પણ એક રીતે વિચારેયે તો કોઈ નિર્ણય સાચો છે કે ખોટો કે તેની યોગ્યતા કે અયોગ્યતા એનુ પરીણામ નક્કી કરે છે.આ વિચાર સાથે એને ઘર છોડી દિધુ.એને એક પત્ર લખ્યો.
(વીર નો પત્ર )
પપ્પા હુ તમને અને તમાંરી અપેક્ષાઓ ને વધુ ધા આપવા નથી માંગ તો.પણ હુ કોઈ પર બોજારૂપ રહી ને જીવી નહી શકુ.અને તમે એમ ના મનતા કે હુ ભાગી રહ્યો છુ,ફક્ત દુર જઈ રહ્યો છુ.અને હા કીંજલ મને ખબર છે તારા માંટે આ સેહલુ નહી હોય માંરા માંટે પણ ન હતુ.પણ જીવન આપણી શરતો પર નહી આપણે એને આધીન રહી ને જીવવા નુ હોય છે.તો જે કુદરત ને ગમ્યુ તે ખરુ હવે તુ તારા જીવન ની નવી શરૂઆત કરજે.અને શક્ય હોય તો મને માંફ કરી દેજે.અને કીંજલએ રડતી નહી આંખો નીચે ડર્ક સર્કલ્સ પડી જશે.માંરી સાથે તારી આપેલી પેન લઈ જઈ રહ્યો છુ.આજ પેન માંરુ ભવિષ્ય લખશે.હા માં તારો દિકરો જાય છે પણ હુ આવીશ પાકુ આવીશ.પણ અત્યારે માંરુ જવુ જરૂરી હતુ.તુ રડ્તી નઈ કેમકે તુ માંરી માં છે વીર ની રડ્વુ આપણને ના શોભે.અને માંરા બને વાધ જોવો હુ નથી હવે તમે ઘર ના મોટા છો .હવે મસ્તી ના કરતા હવે કોઈ બચાવશે નઈ અને મમ્મીપપ્પા નુ ધ્યાન રાખ જો.કદાચ માંરો નિર્ણય ખોટો હશે પણ ખોટો બની જીવી શકીશ પણ બોજો બનવુ માંરા માંટે વધારે અધરુ હતુ.હુ એક પુત્ર તરીકે યોગ્ય નથી જ એ માંનુ છુ..
તમાંરો નિશ્ફળ દિકરો
વીર
હવે ધર માં હળવો કલબલાટ રોકકળ ચાલુ હતી.કોણ કોને સમભાળે બધા ની સ્થિતી એક સમાંન જ હતી.કાનજીભાઈ તો કંઈ બોલી જ નોતા રહ્યા.એ શાંતિ એવી વર્તાઈ રહી હતી જાણે સમંદર માં તુફાન આવ્યા પેહલા હોય.બીજી એક મુશ્કેલી એ પણ હતી કે કેમ કરી ને વીર ના સાસરાવાળા ને કહે?પણ એ સમાંધાન વીર ના ફોને કરી આપ્યુ.વીર ફોન ઘરે જ મુકી ને ગયો તો ફોન રણક્યો ને એનો ફોન કાવ્યેશએ જોયો તો કીંજલ નો ફોન હતો.કાવ્યેશ એ ડરતા ડરતા ફોન ઊપાડ્યો.એના અવાજ માં રહેલા ડચકા એ કીંજલ ને જણાવી દીધુ કે કંઈ બન્યુ છે.તરત કીંજલ બોલી ઊઠી કે કાવ્યેશ શું થયુ છે મને કેહ તો તુ? કાવ્યેશ એ ડચકા લેતા કહ્યુ કે વીરભાઈ જતા રહ્યા.ક્યા?ક્યારે?કેમ? એ આવુ કંઈ રીતે કરી શકે? એવા હજારો લાખો સવાલો એના મન માં ચાલી રહ્યા હતા.એને ખચકાટ અને ડર સાથે પુછ્યુ ક્યા જતા રહ્યા? કાવ્યેશ એટલુ બોલી ધુરૂશ્કે ને ધુરૂશ્કે રડવા લાગ્યો કે ઘર છોડી ને.પછીએ કશું કહી શક્યો નહી.કીંજલ ની દુનિયા તહેશનહેશ થઈ ગઈ હતી.એના સ્વપ્નો નો તો આમ એવાતે વિખરાયા જાણે જાણે સુનામી આવી એક આખુ નગર વિખેરી નાખે.પાનખર માં પેલા ખરતા પાદડા સમાંન એ એ ધરતી પર ઢળી પળી અને ફક્ત એટલુ બોલી હતી વીર આવુ કેમ કર્યુ?કીંજલ ની મમ્મી જોશનાબેન પણ અચાનક કીંજલ ના વર્તન થી ડઘાઈ ગયા.એમને કીંજલ ને કહ્યુ શું થયુ કીંજલ? કીંજલ કંઈ પણ બોલા ની હાલત માં ન હતી.જોશનાબેન એ તરત કીંજલ ના પિતા રમણભાઈ ને ફોન કરી બધી વાત જણાવી.એ દોળતા ઘરે આવ્યા ને કીંજલ જોડે વાત કરવા નો પ્રયત્ન કર્યો,પણ કીંજલ ત્યા હતી છતા ન હોવા બરોબર જ ગણીલો.એ જીવીત હતી પણ એના માં જીવ ન હતો.ક્યાથી હોય એને એનો જીવ તો ગુમાંવી દીધો હતો.એનો વીર.એનુ મુખ જાણે રણ બની ગયુ હતુ.આંખો નુ પાણી પણ જાણે સુકાઈ ગયુ હતુ.એ બોલી તો શું રડી પણ શકતી ન હતી.પેલા મીણ ના પુતળા માંફક બસ એકી ટગર જોઈ જ રહી હતી.રમણભાઈ તરત કાનજીભાઈ ને ફોન કર્યો.પણ સ્વભાવીક રીતે એ ફોન નો જવાબ મળ્યો નહી.હવે તો રમણભાઈ ની આંખ માં પણ વરસાદ માં નળીયા માં રહેલી જગ્યા વટે જે પાણી ટપકે એમ ટપટપ આંશું સરવા લાગ્ય.એ તરત જ ગાડી કાઢી ને એ કીંજલ ને જોશનાબેન કાનજીભાઈ ના ઘરે જવા નીકળ્યા.કાનજીભાઈ નુ ઘર એમના ઘર થી ૧૦ કિલોમીટર જેટલુ દુર હતુ.પણ આજે આ રસ્તો કપાતો જ ન હતો.જાણે આજે રસ્તો એમને પોહચાડવા ઈચ્છતો ન હતો.એક એક મીટર જાણે માંઈલ લાગી રહ્યા હતા.સવાલો ના વંટોળ બધા ના મન માં એક સરખી ગતીએ ચાલી રહ્યા હતા.માંડમાંડ તેઓ પોહ્ચયા.ઘર માં પ્રવેશતા ની સાથે રમણભાઈ એ સવાલો ની વણઝર વરસાવી દીધી.પણ સામે જવાબ માં ફક્ત મૌન જ મળ્યુ. રમણભાઈ પોતાની જાત ને સમભાળતા શાંત થઈ કાનજીભાઈ જઈ ને કહ્યુ આપણે વેવાઈ પછી પેહલા સારા મિત્ર છીયે.તો બેઝીઝક મને કે શું થયુ જવાબ માં કાનજીભાઈ એ પોતાના પાસે રહેલો પત્ર આપ્યો.પત્ર જેમ જેમ વાંચતા ગયા તેમ એમના આંખ ના આંશું નો વેગ પણ વધતો ગયો.બધા રડ્વા માંડ્યા પણ કીંજલ સાવ સુનમુન બેસી રહી.રચનાબેન નુ ધ્યાન જતા એમણે કીંજલ બાથ માં લીધી પણ હજુય એ ચુપ હતી એની આંખ માંથી એ ટપકુ આંશું પડ્યુ નહી.રમણભાઈ એ પેલો પત્ર કીંજલ ના હાથ માં આપ્યો.કીંજલ વાંચવા ની હાલત માં તો ન હતી પણ જ્યા રચનાબેને કહ્યુ વીર નો પત્ર છે ત્યા કીંજલ એકદમ ચમકી ને પત્ર વાંચવા માંડી.અંત માં એ પત્ર ને પોતાની છાતી એ જક્ડી ને રડવા માંડી.જાણે એને પેલા પત્ર માં વીર દેખાયો હોય.આકર્દં માં દિવસો વીતવા લાગ્યા.વીર નો પતો જળતો ન હતો.વીર ને ગયે આજે એક વર્ષ થઈ ગયુ.હવે કાનજીભાઈ ને રમણભાઈ નક્કી કર્યુ કે કીંજલ ના જીવન ની નવી શરૂઆત કરવી જોયે કરવી જોયે.પણ કીંજલ ના દીલ ની એકએક જગ્યા ફક્ત વીર માંટે જ હતી.બીજા વ્યક્તિ વિષે સાથે સબંધ તો દુર ની વાત એ વિષે વિચાર સુધા એના માટે પાપ હતુ.એને હજુ હતુ કે વીર આવશે એને બાહો માં લઈ ને કેશે હું આવી ગયો.પણ એવા કોઈ આસાર દેખતા ન હતા.બન્ને પરિવાર ઈચ્છતા હતા કે કીંજલ જીવન ની નવી શરૂઆત કરે.પ્રેમ એની જગ્યા એ છે.પણ આપણે સમાજ માં છીયે.આપણે લાગણી માં તણાયા વગર વિચાર્વુ જોયે.પણ કીંજલ ને આ કોણ સમજાવે.એક દિવસ રચનાબેન કીંજલ પાસે જઈ બીજે સગાઈ ની વાત કરી.કીંજલ તરત જ ભડકી અને બોલી હુ ક્યાય નઈ જવાની વીર તમને મારા ભરેશે મુકી ને ગયા છે.એના આવે ત્યાં સુધી તમે મારી જવાબદારી છો.ને હુ રબારી ની દિકરી ક્યારેય જવાબદારી થી ભાગી ના શકુ.કીંજલ નો આ જવાબ સામભળી ને રચનાબેન પોતાને રોકી ના શક્યા અને કીંજલ ને ભેટી ને રોવા માંડ્યા.પણ કીંજલ ના રડી એને એના પ્રેમ એ એટલી હિમ્મત આપી દિધી હતી કે એ બન્ને ઘર ની જવાબદારી ઊપાડી લીધી.કીંજલ ને જોઈ ને મને આજે પણ થાય છે કે આશા કેટલી તાક્તવર છે કે કોઈ ની આવાની આશા સાથે જીવન નીકળી જાય.આ દુનિયા માં જ્યા ફક્ત થોડાક પૈસા માંટે પોતાના માં જ્ણયા ભાઈ ને મોત ને ઘાટ ઊતારી દેવા માં આવે છે જ્યા હવે પ્રેમ ફક્ત શરીર પુરતો જ સીમીત થઈએ ગયો છે ત્યા આવો પ્રેમ.વાહ વાહ નમન છે તને રબારણ નમન છે તને....
આગળ હવે આવતા અંકે.........