Tha last night books and stories free download online pdf in Gujarati

ધ લાસ્ટ નાઈટ.

ધ લાસ્ટ નાઈટ

લેખક

પૂજન જાની

લેખક વિશે

પૂજન નિલેશભાઇ જાની ભુજ કચ્છનાં વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M. S. University માં અન્જીનીયરીંગનાં ર-જા વર્ષમાં માં અભ્યાસ કરે છે. ધો ૧રનાં વેકેશનથી જ કંઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ,જે જન્મભૂમી અખબાર જૂથનાં કચ્છ વિભાગનાં દૈનિક કચ્છમિત્રનાં સહકારથી સાકાર થઈ. દોઢવર્ષમાં આશરે ૧પ જેટલાં લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્હાસન આપ્યું,એ માટે કચ્છમિત્રનો અંત:કરણ પૂર્વકઆભાર માનું છું.

આમ તો, અન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદરનાં બે કિનારા છે,પણ આ બંનેનો સુભગ સમન્વયથી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહયો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખને પાંખો મળી છે.

અત્યાર સુધીની માતૃભારતીની યાત્રાએ ઘણું જ આપ્યું છે. મિત્રો, સગાસંબધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.

આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે કયારે મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઇપીંગ અને ભાષાશુધ્ધીમાં હંમેશા સાથે રહી છે.

મારી વાત

બહુ લાંબા સમય થી કાંઈ કાલ્પનિક એટલે ફિકશન લખવાની ઈચ્છા હદય મા હતી કાલ્પનીક નોવેલ લખવી એટલે એના દરેક પાત્ર ને તમે હો એ રીતે જીવવુ પડે. તેની જ દુનિયા માં રચ્યાં પચ્યાં રહેવુ પડે. ખુબ જ સારુ શિસ્ત માંગી લે એક સારી રચના. . . .

અહી મુકેલી એક લઘુ કથા મારી ક્ષામતા જાણવા મુકી છે. આ કોઈ નવલકથા નથી કે જેમા રસિક વર્ણન હોય એક સાદી અને પોઈન્ટ ટુ પોઈન્ટ ટુંકી વાર્તા છે.

૬ મિત્રો એક લાગણી નાં તાર કહો કે વિજાતિય આકર્ષણ થી જોડાયેલા છે. મસ્તી અને મજાક ના મદહોશ વાતાવરણ માં એક ઘટના બની જાય છે. તેની આસપાસ રચાયેલી વાર્તા છે. . . .

પ્રકરણ - 1

''ખરેખર વિચિત્ર ઘટનાં છે એક પણ કડી એકબીજાને મળતી નથી અત્યારે, તમે જેમ કહયું એમ જઈએ તો આખી ઘટનાંનો તાગ મેળવવા માટે મારે વિશ્વામિત્રિની લટાર મારવી પડશે. રાણાને કહો અત્યારે જ ગાડીમાં જ સાથે ડોગ સ્કોવોડ લઈ લે શકય છે હવે ગંધ ન પણ મળે'' મિ. જાનીએ પી. આઈ વ્યાસને કહયું.

આખી ઘટનાં અત્યારે વડોદરામાં 'ટોક ઓફ ધી ટાઉન' બની ગઈ હતી. આ બાબતથી રાજકારણીઓનું પ્રેશર આવતા છેવટે ગુજરાત પોલીસનાં સૌથી બાહોશ ડિટેકટીવ મિ. જાનીને બોલાવ્યા હતાં. જાની પોતે પણ હંમેશ આવા આમંત્રણની તલાશમાં રહેતા. તેમને આવા કામમાં શકિત લગાડવાની ખૂબ મજા પણ પડતી.

સાડા ૬ ફુટની પડછંદ કાયાનાં માલિક જાનીએ અત્યાર સુધી ર૦૦થી વધુ કેસો સફળ રીતે ઉકેલી ધાક જમાવેલી. તેમની સાથે તેમનો પડછાયો ગણાતો રાણા પણ એટલો જ બાહોશ કહેવાતો એની ટીમમાં લેડી ઓફિસર મિસ. ભવ્યા અને મિસ. જુલી પણ હતાં. વજનમાં ઠીકઠાક એવા મિ. જાની હંમેશા ચશ્માનાં આવરણમાં રહેતા. નાક બાજ જેવુ તીક્ષણ અને હાથનાં પંજા એટલે જાણે વાઘનાં પંજા જ સમજી લો ને. તેઓ કોલેજ કાળમાં જેટલાં છોકરીઓમાં લોકપિ્રય હતાં તેટલા આજે પણ છે પરંતુ હવે ધ્યેયો કાંઈક અલગ હતાં.

***

''વિરલ જલ્દી બોલ અને સાચું કહે જે નહીતર તારા ઘર સુધી પહોચતા મને જરા પણ વાર નહી લાગે''જાની ઉંડો સિગારેટનો કસ લેતા બોલ્યા

ર૧ વર્ષનાં નાદાન વિરલને અત્યારે બાહોશ અધિકારીનો સામાનો કરવાનો હતો.

''સર પણ મે બધુ કાલે પોલીસને જણાવી દીધું છે''વિરલે કહયું

''તો મને કહેવામાં કાંઈ પ્રોબ્લેમ છે તને સાલા'' મિ. જાની તાડૂકયા

'' ના. . . . પણ આ. . . . માં મારો કશો વાંક નથી સર'' તે લગભગ રડમશ થઈ ગયો.

'' એ જોવાનો ધંધો સરકારે મને આપ્યો તુ તારે જે હોય તે બોલ'' જાની પણ થોડા નરમ થયાં.

''વાત એમ હતી કે બની અમારી યુનિવર્સીટીમાં દર વર્ષની જેમ આ વખતે પણ નેશનલ લેવલનો ઇવેન્ટ યોજાયેલો. ત્રણ દિવસના આયોજનમાં અમે બધાએ ભાગ લીધેલો અને કાલે એની ફાઇનલ 'કોન્સર્ટ' નાઇટ હતી. આને લીધે અમે પણ મસ્તી,મજાકનાં હળવા મૂડમાં હતા અને આમ ઘટનાં થશે એની સ્વપનમાં પણ કલ્પનાં ન હતી'' વિરલે ઘટનાની શરૂઆત કરી.

''ભાઇ, આ અમે બધા એટલે કેટલા? એ તો કે'' મિ. જાની બોલ્યા

વિરલ જાણી ગયો હતો જાની સાહેબ જરા પણ બાંધછોડ નહી કરે અને કાલની જેમ આજની રાત જાગવાનું છે.

''હું અને મારી ગર્લફે્રન્ડ રિતિકા, સંજય અને એની ગર્લફે્રન્ડ શ્રે્રયા અને રૂષભ અને એની ગર્લફ્રેન્ડ અંજનાં. આમ અમે ૬જણ જોડે જવાના હતાં''

''સાલા મસ્તી કરવી તમને અને પછી કસરત અમને કરવાની કેમ બરાબરને વ્યાસ સાહેબ? ''મિ. જાનીએ વ્યંગ કર્યો.

વ્યાસ પણ ખંધુ હસ્યા અને બોલ્યા ''રાણા અને એની ટીમ આવી ગઇ છે અને ત્યા પહોચી ગઇ છે. ''

''હંમમ ઓ. કે. ''જાનીએ જવાબ આપ્યો.

''ફરી ચાલુ કર કેસેટ તારી ભાઇ'' જાની તાડૂકયા

આ સાંભળતા વિરલ ઝબકી ગયો અને પાણી પીવાનાં બહાને મોબાઇલમાં ટાઇમ જોયો

'' ર વાગે છે દોસ્ત'' જાની કંઇક અલગ જ અવાજમાં બોલ્યો

''હેં. . . હે. . . શું. . . શું''વિરલ ડરી ગયો

''અમે ફતેહગંજ સર્કલ ભેગા થયા છોકરીઓની ત્યાંથી હોસ્ટેલ નજીક પડતી હતી અને અમારી બાઇકમાં પાછળ ગોઠવાઇ ગઇ. અમે મસ્તી કરતાં કરતાં કોલેજ પહોચી ગયા''

''ભાઇ સ્ટોપ જરા તમારા કપડાનું વર્ણન કરો તો જરા''મિ. જાનીએ વચ્ચેથી કહયું

''હેં એ કેમ યાદ હોય?''વિરલ મૂંઝાયો

''મને મારો જવાબ જોઇએ દોસ્ત બાકી કંઇ નહી ''મિ. જાની ઠંડે કલેજે બોલ્યા

જરા વિચાર કરી તે બોલ્યો ''મેં માઇકલ જેંકશનનાં લોગો વાળું બ્લું ટી-શર્ટ અને જીન્સ પહેરેલુ એક કામ કરો અમારો સેલ્ફી જ જોઈ લો''

''હા એ બરોબર દોસ્ત''મોબાઇલ લેતા બોલ્યાં

''વ્યાસ સાહેબ આ જોવો શ્ર્રેયા દીકરીએ પહેરેલો ટોપ તો બીજો છે''જાની બોલ્યા

''અરે હા આ તો નવો વળાંક આવ્યો છે કેસમાં'' વ્યાસ બોલ્યા

''કેસ પણ થોડો ખુલ્લો થયો વ્યાસ સાહેબ શારીરિક હેરાનગતી કરી છે હરામખોરો એ કાલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એટલે પાકકી ખબર પડશે'' જાની પણ થોડા ચિંતત બન્યા અને ફરી બોલ્યા ''રિપોર્ટ આવશે એટલે બોડી પણ આપણા હાથમાંથી જશે''

''ચાલ વિરલ કાલે મડયાં દોસ્ત આજે આટલું પૂરતું છે અને કાલે બરોબર ૧૦ વાગ્યે તારી રાહ જોઇશ'' જાનીએ વિરલને વિદાય કર્યો

મોબાઇલ ર: ૩૦ બતાવતો હતો. વિરલે બાઇકની કિક મારી ત્યાં જ તેનો ફોન રણકયો. તેણે જોયું સંજયનો ફોન હતો તેણે રિસિવ કર્યો

''કયાં છે ભાઇ?''સંજય બોલ્યો

''બરોબર ફસાયા છીએ વિશ્વામિત્રિ પર છું'' વિરલે નિશાસો નાખ્યો

'' અરે હું પણ કોલેજ પર છું એક કામ કર રૂમ પર પહોંચ ત્યાં વાત કરીએ''સંજયે ફોન કટ કયો

બંને સરખા ગોટે ચડયા હતાં બાઇક પર એક જ વિચાર ચાલતો હતો એમનો કે ખરેખર આ શું બન્યું હતું કે બંને આટલી રાત્રે બહાર કેમ હતાં?

સંજય પહેલા પહોચી રાહ જોતો હતો અને છોકરીઓને ફોન કરવાની કોશિશ કરી પણ કોલ રીશીવ ન થયો. હવે વિરલ આવે ત્યારે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.

વિરલ આવ્યો અને આખી પાણીની બોટલ પી ગયો અને પછી બોલ્યો ''તું કેમ કોલેજે હતો?''

''હા મિ. વ્યાસે બોલાવેલો પણ એ ન હતા કોઇ મોટા અધિકારીને કેસની તપાસ આપી છે ભાઇ? અને તું નાવા ગયો તો વિશ્વામિત્રિ કે શું?'' સંજયે હસીને પુરૂ કર્યુંં

''બસ જો ને એ મિ. જાનીનાં સવાલોમાં મગજ ભમી ગયું છે''વિરલે કીધું

''એક વાત સમજમાં આવી તને આપણે બે ને આમ અલગ અલગ બોલાવી ઉલટ તપાસ કરાવે છે આ લોકો''સંજયનાં ચહેરા પર સ્પષ્ટ ચિંતા જણાઇ આવી

''અરે આપણે બે જ નહી કદાચ અંજના અને રિતિકા પણ''?વિરલ બોલ્યો

''તારી વાત સાચી અને તને પૂછેલા પ્રશ્ન બોલ'' સંજય સંમત થતા બોલ્યો

બંનેને કરેલા પ્રશ્નો લગભગ સરખા હતા અને જાનીની હોશિયારી પર ત્યારે આફરીન થયા કે રૂમ મેટ હોવા છતા બંનેને અલગ પાડી દીધા વધારામાં બંનેને સાથે છોડયા એ રહસ્ય પણ ન સમજાયું

''ઉઠ તો હવે દસ વાગે તારા બાપાએ બોલાવ્યા છે''વિરલ એલાર્મ બંધ કરતા બોલ્યા

''કાશ બાપા હોત તો આ દિવસ ન જોવો પડત'' સંજય ગાળની સાથે વાકય પુરૂ કયુર્ં

''હું પેલી બંનેને ફોન કરું છું અને ચા માટે બોલાવું છું'' વિરલ બોલ્યો

''રીતીને મિસ રીેગ આપ આમેય તારી પાછળ બહું ઉડાડે છે'' સંજય હસતા બોલ્યો

''ઓહ ભાઇથી સહન નથી થતું લાગતું'' વિરલ ફોન જોડતા બોલ્યો

''ઉઠયા રીતી મેમ તમે?'' વિરલ થોડી મસ્તીથી બોલ્યો

''સુતા જ નથી ડિઅર'' સામેથી મીઠો અવાજ આવ્યો

આ વાકય માત્રથી જ વિરલ સમજી ગયો કે શું બાબત છે ''સારું તમે થોડી વારમાં આવો આપણે ચા નાસ્તા માટે મળીએ'' તેને ફોન કટ કર્યો

સંજય અને વિરલે ચાલતી પકડી અને રીતીકાએ અંજનાને પણ સાથે લેતા બોલી ''કાલે વિરલની પણ આપણા જ જેવી હાલત કરેલી પેલા અધિકારીએ આપણે હવે સાવધ રહેવું પડશે''

સંજય અને વિરલ પેલેથી જ નાસ્તો લઇ રાહ જોતા હતા ત્યા જ રિતિકા અને અંજના પણ આવી ''હાય ગાઇસ ગુડ મોર્નિંગ'' અંજના બોલી

ગાળ બોલતા સંજય બોલ્યો ''શેની ગુડ મોર્નિંગ''

''ગાળ નહી હો હોશિયારી'' અંજના બોલી

''ઓય ટાઇમપાસ બંધ કરો તો'' વિરલ તાડૂકયો

''હા તો તમને પણ પોલીસ લઇ ગયેલી અમારી જેમ અમને કોમન રૂમમાં બેસાડી બધું પૂછેલું'' રિતિકા બોલી

''હા અમને પણ, મને વિશ્વામિત્રિ અને સંજયને કોલેજ લઇ ગયેલા''વિરલ ચા પૂરી કરતા બોલ્યો

''એટલે આપણા સવાલો કો્રસ મેચ કરી તપાસ કરે છે'' અંજનાએ સૂર પૂરાવ્યો

''અને દોસ્તો શ્ર્રેયાનો ટોપ ચેંન્જ થઇ ગયો હતો એ વાત ચિંતામાં વધારો કરે છે'' વિરલ ચિંતત થતા બોલ્યો

''શું આઇ મીન. . . . '' અંજના બોલી

''હા બસ હવે બોલવાની જરૂર નથી અમે પણ સમજી ગયા અને વિરલા કાલે તો આ ન બોલ્યો'' વાત અડધેથી કાપતા સંજય બોલ્યો

''હા એ વાત બધા વચ્ચે કેવું યોગ્ય લાગ્યું'' વિરલ કોલ્ડડિ્રંકનો ઓર્ડર આપતા બોલ્યો

''આ ભાઇને હજી એંજોય કરવું છે'' સંજય કટાક્ષામાં બોલ્યો

''તારા બાપા મફતમાં બેસવા દેશે અહીં મગજ ન ફેરવ આમેય ટેંનસન છે'' વિરલે જવાબ આપ્યો

''બસ કરો તો'' રિતુ વચ્ચે પડી અને બોલી ''સોરી અંજુ પણ રૂષભ પણ ગાયબ છે શ્રેયાનું આમ ગાયબ થવું અને તુ કહેતી પણ હતી ને એ થોડો શ્રેયા તરફ ઝુકતો હતો''

''પણ એ આમ ન કરે રીતુ અને મને એની પણ ચિંતા થાય છે. મહેરબાની કરી પોલીસ સામે તેનું ઘસાતું ન બોલજો

''હા મને શંકા જાય છે પણ અંતે તો આપણો મિત્ર છે અને મારો રૂમમેટ છે. પોલીસ પાસે આપણે સાવધ રહેવું પડશે'' બધા ઉભા અને ચાલતા થયા

***

હવે મિ. જાનીનાં ફોનની રાહ જોવાતી. આ બધાને લીધે કોલેજનો અભ્યાસક્રમ જતો હતો પણ શું થાય જવું તો પડશે.

બે સીવીલ ડ્રેસ પહેરેલા માણસો કારમાંથી ઉતર્યા અને ઇશારો કર્યો અંદર આવવાનો. આસપાસનાં ટોળામાં થોડું કુતુહલ જન્મયું પણ કોઇએ કશું કહયુ નહી. કાર એકધારી સ્પીડ પર જતી હતી બધા ચૂપ હતા. કારે છાણી સર્કલ ક્રોસ કર્યું હવે વડોદરાની બહારનો વિસ્તાર આવી ગયો હતો. ગાડી ઉભી રહી છોકરીને ઉતારી ત્યાં લેડીસ ઓફિસર તેમને લઇ ગયા ફરી એ જ સ્થિતિ ઉભી બધાને અલગ બોલવી લેવાયા. થોડા સમય બાદ ફરી ગાડી ઉભી રહી અને સંજય ઉતરી ગયો. વિરલને વડોદરા - અમદાવાદ હાઇવે પર ઉતારીને ત્યાથી બીજી કાર લઇ ગઇ.

''વિરલ આવ આવ આશા છે તને મારી તપાસની રીત ખબર પડી ગઇ હશે '' મિ. જાની ખુરશી પર બેસતા બોલ્યા

''હા સર પણ આ બધાથી શું સાબિત કરવા માંગો છો ન સમજાયું?'' વિરલે પોતાનો પ્રશ્ન કહયો

જાનીએ જવાબ દેવો યોગ્ય ન સમજયો તે મૂછમાં હસ્યા ત્યાં વિરલે નજર બિહામણી કોટડી તરફ દોડાવી. કહેવા માટે કોટડી હતી પણ હકીકતમાં કોઇ બંગલાનો રૂમ હતો અને બહારથીએ રીતે બંગલો કવર હતો કે જેથી પસાર થનાર કોઇને ખ્યાલ ન આવે આ શું છે? પોલીસ સિવિલ ડ્રેસમાં ઉભી હતી દરેક બાજું. મિ. જાની આમેય પણ ગુંડાઓની નજરમાં જ હતા એટલે એમને પ્રોટેકસન આપવું પડે એમ હતું.

''વિરલ. . . . . ઓ ભાઇ'' જાની ચિડાયા

''હ. . . . . . સર''

''આવા ૪ર બંગલા છે દોસ્ત મારા આખા રાજયમાં અને દરેકમાં મારા માણસો એક ખાડો તૈયાર રાખે છે જેમાં કયારેક હું અંતિમ કિ્રયા પણ કરી દઉ છું'' મિ. જાની ખંધુ હસ્યા ''દોસ્ત એક ડીસ બટેટા પોવમાં તું મને સહન કરી સકીસ''

''તમે કેમ જાણ્યું સર'' વિરલ હકકોબકકો થઇ ગયો

''દોસ્ત તારા ઘડિયાલ પર હજી નિશાન છે નાસ્તાનાં'' મિ. જાનીએ સમજાવ્યું

પેલી બાજુ મિ. વ્યાસ પણ હસી પડયા અને જાની તરફ સમ્માનથી જોયું

***

બીજી બાજુ વિરલનાં બધા મિત્રો અહી જ હતા પણ અલગ અલગ રૂમમાં

''હા રિતિકા હવે એક વાત કે તમે રાતની પાર્ટીમાં દારૂ પીધેલો ? કે એવો કોઇ નશીલો પદાર્થ કે જે તમને આનનંદિત કરી દે''લેડી ઓફિસર મિસ. ભવ્યા બોલ્યા

મિસ. ભવ્યા મિ. જાનીનો ડાબો હાથ મનાતો દરેક કેસ સફળતા પૂર્વક ઉકેલવામાં એમનું પણ એટલુ જ યોગદાન રહેતું. બાહોસ, કડક ઓફિસર ભવ્યાથી પણ એટલા જ ગુનેગાર ડરતા જેટલા જાનીથી ડરતા. આમેય આ કેસ તેમને સહેલો લાગવાનો કેમ કે અહી રીઢા ગુનેગારોથી બાથ લેવાની ન હતી.

''નાં મેમ અમે એટલા પણ બગડેલા નથી કે આવી પાર્ટી કરીએ અને આ કોઇ રેવ પાર્ટી ન હતી કે ત્યાં આવા પદાર્થ મળી શકે''રિતિકાએ ફોડ પાડયો

''સારું પણ આ રિપોર્ટ કે છે અને શ્રેયાને હોસ્પિટલ લઇ જવાયુ ત્યારે ડોકટર પણ એવું બોલેલા શ્રેયાએ ભરપૂર માત્રામાં ડ્રગ્સ લીધેલો એના બ્લડ સેમ્પલમાં પણ આલ્કોહોલનું પ્રમાણ વધું હતું'' મિસ. ભવ્યાએ રિપોર્ટ નીચે રાખ્યા

રિતિકાએ રિપોર્ટ જોવા ઉપાડયો એ પછી અંજના એ પણ હાથમાં લઇ જોયો પણ સમજાય તો ને. ફરી એ જ સ્થાન પર રિપોર્ટ રાખ્યો ત્યારે જ રિતિકા બોલી ''મેમ રૂષભને દારૂ પીવાની ટેવ ખરી હો કયારેક પાર્ટી મૂડમાં પી લેતો''

મિસ. ભવ્યાનાં ભવા સંકોચાયા રૂષભનો પતો ન હતો અને કેસ માટે શું કરવુંએ અઘરું બનતું હતું

''એ દિવસે પણ ન હતો પીધો મેમ''અંજના તિરસ્કાર ભરી નજરથી જોયું

''તું આટલી ચોકસાઇથી કેમ કઇ શકે કે એ તે દિવસેએ નશામાં ન હતો''

''મેમ હી ઇઝ માય બોયફ્રેન્ડ એન્ડ વી હેવ સમ ધોસ કાંઇડ મોમેન્ટ ઓન ધીસ ડે'' અંજના ખૂબ ઝડપી બોલી ગઇ

રિતિકાએ એની સામે અચરજથી એની સામે જોયું અને લગભગ સન્નાટો છવાઇ ગયો રૂમમાં અંજનાને પણ લાગ્યું ન બોલવાનું બોલાઇ ગયું પણ હવે કાંઇ થઇ શકે તેમ ન હતું

''સાચું બોલે છે તું''રિતિકાએ પૂછયું

''હા હવે કાંઇ અમે બાળક નથી કે આ કોઇ ગુનો નથી અને તું પણ સમજશ તારી અને વિરલ વચ્ચે શું છે એ બધા જાણે છે''અંજનાએ ઉભી થઇની ચાલતી પકડી પણ પછી સમજાયું બહાર નહી જઇ શકાય

''રિતિકા સાચું કે છે અંજના કે માત્ર પોતાના બોયફ્રેન્ડને બચાવવાની પ્રયત્ન કરે છે. ''મિસ. ભવ્યા તાડૂકયા

''મેમ આ કેવા સવાલ હવે તમે કોઇની પર્સનલ લાઇફમાં પણ તમારી તપાસ ઘૂસાડશો'' અંજના સામે તાડૂકી અને રડવા લાગી ''બધાને પેલી મરેલી શ્રેયાની ચિંતા છે પણ મારા રૂષભની ચિંતા નથી એ જીવે છે કે નહી એ પણ નથી કહેતા તમે''

મિસ. ભવ્યાએ આંખનાં ઇશારાથી બે ઓફિસરને બોલાવી અને અંજનાને લઇ જવા કહયું. ત્રણેય જણા એક અલગ જ જણાતા દરવાજામાંથી લઇ ગયા રિતિકાને કાંઇ સમજાયએ પહેલા મિસ. ભવ્યાએ પૂછયું ''હવે તું સાચું કહેજે કે એ બંને વચ્ચે શું હતું''

રિતિકા બોલી ''મેમ એ બંને અમારી કોલેજમાં જ સિવિલ બ્રાંચમાં છે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. લગભગ બે વર્ષ તેઓ એકબીજાને ઓળખે અને અમે બધા પણ લગભગ બે વર્ષથી ઓળખીયે છીએ. હા બીજા કોલેજનાં મિત્રો કરતા અમે ૬ એકબીજાથી ખાસા નજીક છીએ. સાથે કોલેજ જવું, મૂવી જોવા જવું અને કયારેક ફરવા પણ નીકળી જતા. મેમ બોયસ પણ એટલા જ સારા હતા કોઇ દિવસ અડપલાં કર્યા હોય એમ યાદ નથી પણ હા કયારેક શ્રેયા અને રૂષભ વચ્ચે થોડી નોનો વેજ મસ્તી થઇ જતી અમે પણ તેને લાઇટમાં લેતા. અંજના કહે છે એ સાચું નથી લાગતું કેમ કે એ મારી રૂમ મેટ છે એટલે એની હિલચાલ ખબર પડી જ રહે અને એ એવુ બોલી પણ નથી કાંઇ''

''મતલબ એ અત્યારે પેલા રૂષભને જ બચાવવાની કોશિશ કરી રહી છે પણ એને નથી ખબર મિ. જાનીની ટીમ શું વસ્તું છે'' મિસ. ભવ્યા બબડયા અને ફોન જોડયો વાત કરવા થોડા દૂર ખસ્યા જેથી રિતિકને આ વાત થી દૂર રાખી શકાય અને સામે છેડેથી મિ. જાનીનો અવાજ આવ્યો.

પ્રકરણ - 2

મિસ. ભવ્યાની આખીય વાત સાંભળી મિ. જાનીએ અટહાસ્ય કર્યું અને લગભગ બે મિનિટ સુધી હસતા જ રહયા આ બાબત રૂમમાં બેઠેલા કોઇને સમજ ન આવી સૌ મૂઢ થઇને માત્ર જોતા રહયા અને જાની બોલ્યા ''સરસ સમાચાર આપ્યા ભવ્યા તમે બહુ સરસ''

તેમના વાત પરથી મિસ. ભવ્યા પણ સમજી શકતા કે આ ખરેખર શું બની રહયું હતું અને તેમને પણ શંકા થવા લાગી મેં ખરેખર સાચું કર્યું કે ના. . . ''વોટ ડુ યુ મીન બાય ધેટ સર આઇ કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર બીહેવયર''

''મારો અનુભવ કહે છે આ અત્યારે એ લોકોમાં કશુંક ફુટ પડી છે એટલે આમ વસ્તું બહાર આવી છે. ઘર કા ભેદી લંકા ઢાય એ પરિસ્થિતિ ઉભી થઇ છે આપણે લાભ લઇ આગળ વધવું પડશે'' જાની સમજાવતા બોલ્યા

''હા પણ આપણે એમને અલગ અલગ કરવા પડશે તો વધુ સારી રીતે આગળ વધી શકશું'' મિસ. ભવ્યા બોલ્યા

''હંમમ એક કામ કરો તમે મિસ. જુલી સાથે વાત કરી લો અને આગળ વધો''મિ. જાની બોલ્યા

''ઓ. કે સારું'' મિસ. ભવ્યાએ ફોન કટ કર્યો''અને કહયું ''તમે અંજનાને રૂમમાંથી લઇ જાઓ. મિસ. જુલીને કોલ કરો અને કહો અહીં આવી જાય.

***

આ તરફ મિ. જાનીને આટલા આનંદિત થતા જોઇ મિ. વ્યાસ પણ રાજી થયા પણ બોલ્યા નહી કશું તો વિરલ થોડો ગભરાયો કે એવી તો શું બફાટ કરી છે આ બંને એ. . . .

''દોસ્ત કેસ માટે સારી આશા જાગી છે કોંકડુ ઉકેલાસે તો હવ તું આગળ બોલ ચાલ'' મિ. જાનીએ સિગારેટનો કસ લેતા બોલ્યા

''તો અમે બાઇકમાં સાથે નીકળવા માટે જતા પણ. . . . . . '' વિરલ અટકયો

''પણ શું?'' જાની ચમકયા

''રૂષભ ત્યારે કહેલું કે તમે પહોચો અમે આવીયે અમે કારણ પૂછયું તો માત્ર આંખ મારી એણે. અમે સમજી શકીએ અરે અંજના સમજી શકે એ પહેલા એ શ્રેયાને બેસાડી ઝડપથી ચાલ્યો ગયો. અંજના બહુ ગુસ્સે થઇ પણ કાંઇ થઇ શકે તેમ ન હતું. અમે પણ બાઇક ચાલું કરી અને કોલેજ તરફ માંડી ત્યારે અમને એ વિચાર સુધ્ધા પણ ન આવ્યો કે સાલું ત્યા એની પાછળ ગયા હોત તો કાંઇક થઇ શકત કેમ કે અમે પુરા જલસાનાં મૂડમાં હતા અને ત્યારે અંજના પણ સંજયની પાછળ બેસી ગઇ. અમે સેફરોન સર્કલ પુરુ કર્યું ત્યારે રિતિકા બોલી કે યાર આમ તે બંને કયા ગયા હશે મને અજુગતુ લાગે છે. ''મિ. જાનીએ તેને ઉભો રાખ્યો અને મિ. વ્યાસને કહયું ''આ રેકોર્ડ થાય છે ને''

''હા જાની સાહેબ અને આમેય બધી જ જગ્યાએ હીડન કેમરા પણ છે જ એટલે કાલ સવારે કોર્ટમાં ફરી ન શકે''મિ. વ્યાસે જવાબ વાળ્યો

''સરસ અને વિરલ રૂષભનું આ વર્તન અને તમારું આમ કંઇ ન પૂછવું શંકાની સોય તમારી તરફ વાળે છે હો અથવા તું આખી વાત ઉંધી રીતે રજું કરશ એવું લાગી રહયું છે''મિ. જાની ઠંડા કલેજે બોલ્યા

''ના ના સર એેવું કશું નથી હું તો સાચું જ કહી રહયો છું'' વિરલ ફરી રડમસ થઇ ગયો

''ઓય છોકરી જેમ રડે શું છે ભાઇ કાંઇ તને થોડો ફાંસીએ ચડાવું છું'' મિ. જાની ગુસ્સેથી બોલ્યા અને કહયુ ''ચાલ આગળ બોલ તું તારે''

''હા તો ત્યારે તો અંજના પણ બોલી એની ગર્લફ્રેન્ડ હું છુ અને ચિંતા તારે એ જોરથી હસી. અમે કોલેજ પહોચ્યા ત્યાં ખૂબ મોટી લાઇન હતી. બધા પાર્ટી વેર પડામાં હતા. અમે બાઇક પાર્ક કરી. અમે થોડી આછી નજર ફેરવી લીધી લગભગ કોઇ ગર્લએ ઘૂંટણ નીચે ભાગ્યે જ પહેરેલું હતું તો કોઇ બેકલેસમાં હતું. કોઇ છુટા વાળ રાખેલા તો કોઇ પોતાના બોયફ્રેન્ડ જોડે મીઠી મીઠી વાતો કરતું હતું એટલામાં તો રિતિકાનો અવાજ આવ્યો એટલે અમે ત્યાં ગયા. ''

''ભાઇ ચા લાવો કેસમાં મજા આવે છે સોરી દોસ્ત અટકાવવા બદલ'' મિ. જાની બોલ્યા

''હા તો અમે ત્યા કોઇ સિનિયરની તલાસમાં હતા કે જેથી અમને લાઇનમાં ઉભવું ન પડે ત્યાં એટલામાં અમે શ્રેયાની સાથે રૂષભની બાઇક આવતો જોયો એને પણ બાઇક પાર્ક કરી અને શ્રેયાની હાથમાં હાથ લઇ જતો હતો આ જોઇ સંજયથી ન રહેવાયું પણ મેં એનો હાથ રોકયો અને માત્ર જોવાનું જ કહયું. ''

''ચા આવી ચા ચાલો''લગભગ ૧પ વર્ષની આજુબાજુનો છોકરો બોલ્યો અને બધાને ચા અને બિસ્કીટ આપ્યા. વિરલ પણ ચા પીવા રોકયો

''તો એ અમને જોયા વગર જ આગળ કોઇની ઓળખાણથી ગયો ત્યાં સુધીમાં રિતિકા અને અંજનાં પણ આવ્યા એ બંનેને પણ તમે ફોટામાં જોયેલા એ બંને પણ કાતિલ દેખાતી હતી માંડ માંડ અમે અમારું સંયમ જાળવી રાખ્યું હતું. અમને લાઇનમાં જ ઉભુ રહેવુ પડયું કેમ કે એ દિવસે બધા પોતાની ગર્લફ્રેંન્ડનાં ગુલામ હતાં કોઇએ અમને સાથ ન આપ્યો. રૂષભનું આવું વર્તન જોઇ હવે રિતિકા જોડે અંજના પણ શંકા કરવા લાગી.

***

''હા તો અંજના બોલ તારે જે કહેવું હોય તે કે હવે રિતિકા પણ નથી અને આ વાત આપણી વચ્ચે જ રહશે આફટરઓલ હું પણ લેડી છું આઇ કેન અન્ડરસ્ટેન્ડ'' મિસ. ભવ્યા સાંતવના આપતા બોલ્યા

''મેમ હવે શું બધું તો કહયું અમે એ રાત્રે ત્યાં જોડે જ હતા ત્યાં અમે ખૂબ મસ્તી કરી હા થોડા અડપલા પણ એણે મારી જોડે કરેલા અને કયારે અમે નજીક આવી ગયા એનો ખ્યાલ જ ન રહયો અને મે મારી જિંદગીની પ્રથમ કીસ કરી અને એને પણ કદાચ ત્યારે હું એક અલગ જ જગ્યાએ હોઉ એવો અનુભવ થયો અને ત્યારે મને આ સમાજ પર ગુસ્સો આવ્યો કે નાહકનું લોકો સેકસને છીછરી વસ્તું ગણે છે. અમે લગભગ ૧૦ મિનિટ સુધી એકબીજામાં જ ખોવાઇ ગયા. આજુબાજુંનાં આટલા અવાજની અસર મારા પર થઇ જ નહી'' અંજનાએ પુરુ કર્યું

''આગળ વધેલા તમે કે નાં અને તમે આવી પાર્ટીમાં તમારા શરીર સોપી શા માટે દેતા હશો? તમારા આવા વર્તનથી જ લોકો બધા વિષે ખરાબ બોલે છે'' મિસ. ભવ્યા બોલ્યા

''નાં મે પછી મારી જાતને કાબુમાં લીધી અને હા આઇ ડોન્ટ કેર લોકો શું કહેશે આમેય પણ અમે હવે પુખ્ત વયનાં છીએ. આ પરથી ખ્યાલ આવી જ જાય કે એ રાત્રે ડ્રીકં ન તો કરેલો જો હોત તો કયારનો ય લીમીટ કો્રસ કરી ગયો હોત. ''

''તારી વાત જો સાચી માની યે તો રૂષભ નિર્દોષ હોઇ શકે પણ તું એને બચાવવા નાટક પણ કરતી હો કેમ કે તું એને પ્રેમ કરશ અને આ બાબતમાં કોઇ જાતનું જોખમ લેવું મને યોગ્ય નથી લાગતું. ''

''મેમ મે તો સાચું હતું એ જ કહી દીધું અને મે અમારી પર્સનલ વાતો સુધ્ધા અને હજી તમે નથી માનતા તો કંઇ ન થાય'' અંજના પણ થોડી ખારી થઇને બોલી

મિસ. ભવ્યા હસ્યા એમને તો આવા અનુભવ થતા હોય છે એટલે કોઇ જવાબ ન આપી રૂમ છોડીને ચાલ્યા ગયા

***

બીજી તરફ મિ. જાની ખુદ પોતાની આગવી છટાથી પોતાની અને વાકચાર્તુયથી વિરલ સમક્ષા ચક્રવ્યુહ ઉભા કરી રહયા હતા સામે વિરલ બને એટલી સ્વસ્થતાથી આ કોઠા વિંધવાના પ્રયત્ન કરી રહયો હતો.

''અમે હજુ લાઇનમાં જ હતા ત્યાં સુધીમાં અંદર ગીતો ચાલુ થઇ ગયા આથી લાઇનમાં ઉતેજનાં વધી હતી અમે સ્પષ્ટ પણે 'યે જવાની હે દીવાની' નું કબીરા સોંગ સાંભળતા હતા અને ડોલતા હતા ત્યા પોલીસની ગાડી આવી. ટોળામાં કૂતુહલ વ્યાપી ગયું હતું'' વિરલને મિ. જાની અધ્ધવચ્ચે અટકાવ્યો અને મિ. વ્યાસને કહયું ''પોલીસ કેમ તમને ભાળ મળી ગયેલી કે શું?''

''ના એ તો નોર્મલ રૂટીન ચેકિંગ હશે જાની સાહેબ'' મિ. વ્યાસે જવાબ આપ્યો

''હંમમ હા વિરલ બોલ આગળ''

''તો અમે અંદર ગયા ત્યાં શ્રેયા અને રૂષભ ત્યા મળી ગયા પણ અમને જાણે અવગણતા હોય એમ લાગતુ હતું પણ અમે ગયા અને સંજયે શ્રેયાને પૂછયું પણ શ્રેયાએ જવાબમાં સ્માઇલ જ આપી. થોડી વારમાં જ સ્ટેજ પરથી મીઠો રણકો સાંભળ્યો. અમારી જ સિનિયર પૂજા સ્ટેજ પર દેખાતા અમે આગળ ગયા પણ પેલા બે હજી ત્યાં જ હતાં. ''

''મિ. વ્યાસ આ બંને વચ્ચે કાઇ રંધાયુ હોય એમ લાગે છે''મિ. જાની ઉભા થયા અને વિરલને ઇશારો કરી જવા કહયું

વિરલ નીચે ઉતર્યો અને જોયુ તો કાર કંઇક અલગ હતી અને ડ્રાઇવર એમની રાહ જોતો જ હતો. વિરલ પણ કંઇક બોલ્યા વગર બેસી ગયો. ફરી એ જ લાઇનમાં સંજય,રિતિકા અને અંજનાં પણ વારાફરતી બેસી ગયા. કોઇએ પણ કારમાં બોલવાની કોશિશ ન કર. કદાચ એમનો મૂડ ન હતો. કારે એકધારી સ્પીડ હતી બહારની બાજુ એ જ બરોડા હતું એ જ કંપનીમાં જતા કર્મચારી અને એ જ યુનિવર્સીટીમાંથી છુટેલા વિદ્યાર્થીઓ. ૧પ મિનિટ બાદ કાર હોસ્ટેલનાં ગેટ પાસે પહોચી. વારાફરતી તેઓ ઉતર્યા ત્યાં આજુબાજુ ટોળું જમા થઇ ગયુ પણ તેમની જોડેનાં બાઉન્સર તેમને ત્યાં છોડી આવ્યા.

''અરે યાર રાણાએ તો મગજ ફેરવ્યુ હો તમારું કેમ રહયું વિરલ'' સંજય રૂમ ખોલતા બોલ્યો

''પણ અલ્યા જાની સાહેબે ખાસ કંઇ ન પૂછયુ માત્ર આખી સ્ટોરી જાણી''

''એમા જ વાટ ન લાગે જો જે જાની સાલો બદમાશ છે સમજે છે શું પોતાની જાતને હોશિયારી'' સંજયે ગાળ સાથે પુરૂ કર્યું.

''અરે રિતિનો ફોન આવ્યો'' વિરલ ફોન ઉપાડતા બોલ્યો ''હા રિતિકા બોલ પૂછતાજ વખતે કદાચ તમારે ત્યાંથી જ ફોન આવેલો એટલે થોડું ટેનસન થયું''

''હા અંજના થોડી ભાવુક થઇ ગયેલી અને ન બોલવાનું બોલી ગઇ પછી અમને અલગ કરી દીધા હતાં. મારી જોડે આખી ઘટનાક્રમ પૂછયો તને અને સંજયને શું પૂછયું?'' રિતિકાએ પુરૂ કર્યું

''અરે મને પણ એ જ પૂછયુ અને ન બોલવાનું બોલી ગઇ એટલે શું?'' વિરલે પ્રશ્ન પૂછયો

''તુ અન્નાને ત્યાં આવ આપણે મળીએ અને અંજના પણ આવે જ છે'' રિતિકાએ ફોન કટ કર્યો

***

''આવ ભવ્યા અને રાણા તું પણ આવ'' મિસ. જાનીએ બધાને આવકાર્યા

''હા તો એક તારણ પર તો આપણે આવી ગયા કે રૂષભ અને શ્રેયા વચ્ચે કાંઇક રંધાતુ તો હતું. રૂષભ જીવે છે કે નહી એ પણ હજી કંઇ શકાતું નથી'' મિ. જાની બોલ્યા

''અંજના અને રિતિકાનાં મતભેદ પણ કંઇક આવો ઇશારો કરી રહયા છે કે રૂષભ થોડો શંકાનાં દાયરામાં આવે. એ કયારેક ડ્રીંક પણ કરી લેતો ભલે અંજનાં ન કબુલ કરે પણ મે એની પ્રોફાઇલ કોલેજમાંથી કઢાવી. થોડા અશિસ્તનાં બનાવો અને અમુક છોકરીઓનાં બયાન પણ કહેતા હતાં કે કાંઇક ખોટું થાય છે. આમેય એ સુરતનાં કરોડપતિ બાપનો છોકરો છે એટલે રૂપિયાની અછત તો હતી નહી'' મિસ. ભવ્યાએ માહિતી આપતા કહયું

''સંજયનું બયાન કયાં ઇશારો કરે છે રાણા કે તો જરા'' મિ. જાનીએ પૂછયું

''સંજયે પણ કહેલું એને આવી ટેવ હતી સાથોસાથ એને એવું પણ કહેલુ કે એ રાત્રે સતત ફોન પર થોડી થોડી વારે બિઝી રહેતો હતો અને કયારેક ગાળો બોલી તે શ્રેયા અને એની વચ્ચે આવી લઇ જતો તો શ્રેયાએ વાતનો વિરોધ સુધ્ધા ન કર્યો. ''

''શ્રેયાનાં બોડી અને ડ્રેસ પર આલ્કોહોલ મળવુ અને રૂષભની એ રાત્રે આટલું અટેચમેન્ટ અને એક પણ વાતનો વિરોધ ન કરવોએ વાતની નોંધવા જેવી છે. મને તો એમ જણાય છે કે કયાંક શ્રેયાનો જ હાથ નથી ને આ બધામાં'' મિસ. ભવ્યા બોલ્યાં

''પણ શ્રેયા અને સંજય વચ્ચે ઝધડો થયો હોય એવું પ્રતિત થઇ નથી રહયુ તો કાંઇ અંજના અને રૂષભ વચ્ચે પણ એવું થયાનો અણસાર નથી આવતો'' રાણા બોલ્યો

''હું સંમત છું રાણા પણ શ્રેયાને કાંઇક અજુગતુ બનવાનું હોય એમ ખ્યાલ આવી ગયો હશે એ નકકી છે કેમ કે નહી તો સરસ માહોલ છોડીને કોણ જાય આમ આ દિવસો એમનાં સુવર્ણકાળ સમાન હોય. ''મિ. જાનીએ પોતનો મત રાખ્યો

''પણ એવું તો તે શું હોય કે જેને શ્રેયાનું મોત થાય અને રૂષભનો પતો ન લાગે'' રોણા બોલ્યો

''હા અને પાછા તેઓ પોતાનાં બધા ફ્રેન્ડ જોડે જ હતા તો તેમની પર શંકા ન જાય''

''પણ રિતિકા હજુ કયાં સરખું કહે છે '' મિ. જાની મિસ. ભવ્યાને અટકાવતા બોલ્યા

''હા એ માત્ર હા અને નાં માં જ જવાબ આપે છે એવુ મિસ. જુલી પણ કહેતા હતાં'' મિસ. ભવ્યાએ વાતમાં સૂર પૂરાવ્યો

''તો શું રિતિકાને દાયરામાં રાખી પૂછતાજ કરવી યોગ્ય ગણાય? જાની સાહેબ'' રાણાએ મિ. જાનીએ પૂછયું

''મે તો એને ટેકલ નથી કરી પણ હું એ ફુટેજ જોઉ તો જ ખબર પડે આમેય બધામાં સ્માર્ટમાં જણાય છે''

''તો તમે સી. ડી જોઇ લો'' મિ. ભવ્યાએ કહયું

***

''અરે યાર કેટલી વાર છે આ લોકોને'' અંજનાં અકળાતા બોલી

''હા એ લોકો આવશે પણ તું બોલને બીજું શું પૂછયુ મિસ. ભવ્યાએ'' રિતિકાએ પૂછયું

''અરે યાર હવે તું ચાલુ ન થાજે અહી આમેય પૂછતાજનાં નામે માત્ર અહીં ટાઇમપાસ કરે છે અને ભણવાનું બગડે છે એ અલગ'' અંજના જોરથી બોલી એનું ભાન એને પછી થયું

''હા તું સંજય આવે પછી જ બોલજે'' રિતિકાએ કોલ્ડડ્રીંકનો ઓર્ડર આપતા કહયં.

થોડી વાર બંને વચ્ચે કાંઇ વાતચીત ન થઇ. બંને પોતાનાં મોબાઇલમાં ચેટિંગ ચેક કરવામાં મશગૂલ થઇ ગયા લગભગ સવારથી તેમને નેટ ચેક ન હતું કર્યું એટલે મેસેજોની વણજાર હતી

''હા જો બંને આવ્યા'' રિતિકા બોલી

''હા તમે શું ભવાડો કરી આવ્યા છો? તમારે ત્યાંથી આવેલા ફોન પછી જાની સાહેબનાં ચહેરા પર તેજ આવી ગયું હતું'' વિરલ બોલ્યો

''હા એ આ અંજના બહુ આશિક થઇને ફરે છે ને મિસ. ભવ્યાએ જરા ઘસાતું શું બોલ્યું બહેન તો સતી હોય એમ રૂષભનો પક્ષા લેવા મંડી ગયા''

''આ શું અંજના આમ ભાવુક થઇશ તો કેમ ચાલશે આપણે સૌ એક સાથે રહેશું તો આ શું પચાસ જાનીનાં બાપા આવશેને તો પણ કાંઇ નહી શકે''સંજય સાંત્વના આપતા બોલ્યો

બધા હસી પડયા પણ અંજનાંની આંખો પણ હવે ભરાઇ ગઇ કયારનાં રોકાયેલા અશ્રુ વહેવા લાગ્યા અને બોલી ''તમને મારા રૂષભની કોઇ ચિંતા જ નથી''

ખરેખર પ્રેમની બાબતમા દુનિયાની દરેક સ્ત્રી પુરૂષ્ કરતાં એક કદમ આગળ જ હોય છે. તે માત્ર આપવાની રીતે પ્રેમ કરે છે કદાચ આથી જ એના પ્રેમનું સ્વરૂપ ગર્લફ્રેંન્ડ સ્વરૂપે હોય કે પત્ની બહેન હોય કે માતા. દરેક સંબંધ માં દરેક વખતે પુરૂષ્ સ્ત્રી પર આધારિત બની રહે છે અને એ પુરુષ ની જવાબદારી લેવી પણ એને ગમે છે.

પ્રકરણ - 3

''તારો રૂષભ અમારો રૂમ મેટ છે અંજુ તને ચિંતા છે એટલી જ ચિંતા અમને પણ છે અને અમે લગભગ દરરોજ એને ફોન ટ્રાય કરીએ છીએ અને આજે સવારે એનો ફોન''

''ખરેખર વિરલ ફોન લાગી ગયો? જલદી કે ને શું કહયું મારા રૂષભે'' અંજનાં અધ્ધવચ્ચે વાત કાપતાં બોલીં

''અરે વાત તો પૂરી કરવા દે એનાં ફોનની રિંગ જાય છે પણ એ ઉપાડતો નથી અને આટલા દિવસ એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. '' વિરલ બોલ્યો

''એનો મતલબ કે એ જીવતો છે એમ ને ?'' રિતિકાનાં અવાજમાં પણ થોડો ઉત્સાહ આવ્યો

'' એવું પણ બને કે કોઇ બીજાનાં હાથમાં આવી ગયો હોય અને તેને બેટરી ચાર્જ કરી હોય''

અન્ના બધા માટે સલાડ અને છાસ લાવ્યો ત્યાં સંજય મસ્તીમાં બોલ્યો ''અન્ના આ શું અલ્યા કાંદા લાવ્યો જ નહીં''

અન્નાનો ધાબો એટલે હોસ્ટેલનાં સ્ટુડન્ટનો સવાર સાંજનો વિસામો. સાઉથ ઈન્ડિયન અન્નાના મસાલા ઢોસા માટે તો રીતસરની લાઇન લાગી હોય. તે પણ હોસ્ટેલ સ્ટુડન્ટની મજબૂરી સમજતો હોય એમ અડધા ભાવે એ પણ અનલિમિટેડ સંભાર ચટણી જોડે આપતો આમેય સ્ટુડન્ટ કવોલીટીને ભાગ્યે જ પ્રાધાન્ય આપતા હોય છે.

''ભાઇ મોંઘા છે ૪૦ રૂપિયામાં ન પોસાય કાંદા હો''અન્નાએ જવાબ આપી ચાલ્યો ગયો

થોડી વાર માટે બધા હસ્યા ફરી મુદાની વાત પર આવતા વિરલ બોલ્યો'' આપણે આ વાત મિ. જાનીને કહેવી છે કે નહીં એ વાત નકકી કરીએ નહી તો અલગ અલગ બયાન આપણા પર શંકા ઉભી કરશે''

''ના મારું મન નાં કહે છે'' રિતિકા બોલી

''જો કહેશું તો કદાચ પોલીસ પણ કયાંક આપણી મદદ કરી શકે''વિરલ સમજાવતા બોલ્યો

''હા'' અંજનાં પણ બોલી વાત ''સાચી છે તારી, મારો રૂષભ મળી જાય તો મારા મનને શાંતિ મળે''

''તું શું કહેશ સંજય તારો મત કે'' રિતિકા બોલી

''ડન ડીઅર રિતુ'' સંજયએ અંગૂઠો બતાવ્યો

''ઓ. કે. હું પણ અગ્રી ચાલ'' રિતિકા બોલી

''તો હું મિ. જાનીને કોલ કરું છું'' વિરલ બોલ્યો

''હા સારું'' રિતિકા બોલી

***

બીજી તરફ મિ. જાની અને પોલીસ પ્રાઇવેટ મોબાઇલ કંપનીમાં પહોચ્યા. પોલીસને ઓફિસમાં જોઇ કંપનીનાં કર્મચારી પણ ઉભ થઇ સરભરા કરવામાં લાગી ગયા. મિ. જાની અને મિ. વ્યાસ બંને સીધા ઓેફિસનાં બીજા છેડે આવેલી મેનેજરની કેબિનમાં દાખલ થયાં. મેનેજર સાહેબ પણ અચાનક આવેલા તે બંનેને જોઇ અવાચક રહી ગયાં

''ગુડ ઇવનિંગ રોનક મી મિ. જાની આઇ હેવ ટુ કમ ઇન ધીસ વે ફોર સમ ઇમરજન્સી રિઝન''

''ઓહ ઇટસ માય પ્લેસર ટુ હેલ્પ યું'' રોનકએ સામો જવાબ વાળ્યો

***

''જાની સર ફોન નથી રિસિવ કરતા યાર બે વખત ટ્રાય કરી'' વિરલ રિતિકા પાસે જઇ બોલ્યો

''તો એનાં ઘરે કહેવું છે એનાં પપ્પા જોડે ખોટું બોલતા હવે મને પણ શરમ આવે છે. લગભગ ૩ વાર એનાં પપ્પાને કહેલું કોલેજ ટુરને લીધે અચાનક બહાર ગયો છે'' સંજયે ધડાકો કર્યો

''શું?'' વિરલ અને અંજનાં સાથે બોલી ગયાં

''હા મને યોગ્ય ન લાગ્યું સાચું કહેવું અને તમને પણ કે મને એનાં પપ્પાનાં ફોન આવતા હતાં'' સંજયએ ખુલાસો કર્યો

''એવુ તો શું હતું કારણ હતું કે તે અમને આ વાત ન કહીં'' રિતિકા ગુસ્સમાં બોલી

''એક તો આપણી પાછળ ગાંડાની જેમ વડોદરા પોલિસ અને બેવડા જાનીની ટીમ પડી છે વગર વાંકનાં આપણે મોટા ગુનેગારની જેમ ટ્રીટ કરે છે. જો રૂષભનાં પપ્પાનાં ઘરે આ વાત ખબર પડે આપણા મારફતે તો ત્યાં પણ ચિંતા થાય'' સંજયે પોતાનું કારણ મૂકયું

''તું એમ સમજે મિ. જાની દૂધ પીતા બાળક છે કે જેને રૂષભને ઘરે આ વાતની જાણ ન કરી હોય'' રિતિકા ફરી ગુસ્સે થતા બોલી ''અને કદાચ મિ. જાનીએ જ રૂષભનાં ઘરે આપણે ફસાવવાં આ રમત રમી હોય'' વિરલે રિતિકાની વાતમાં સૂર પુરાવ્યો

''પણ હવે કાંઇ ન થાય જલદી જમાવાનું પતાવો અને વિરલ ફરી મિ. જાનીને ફોન કરજે'' અંજના વાતને આગળ વધતા જોઇ અટકાવતા બોલી

''હા પણ એ યોગ્ય લાગ્યું એ વખતે'' છેવટે સંજય બોલ્યો

હવે જમવાનું પૂરુ થયું ત્યાં સુધી કોઇ કશું ન બોલ્યું. અન્ના પણ એટલો કાબેલ હતો કે કયારે પરોઠાની જરૂર છે અને કયારેય પાપડની કદાચ એટલે જ ત્યાં ભીડ વધું રહેતી

નિ:શબ્દ શાંતિ હતી ત્યાં વિરલનાં ફોનની રિંગ વાગી. તેને ફોનમાં જોયું તો મિ. જાનીનો નામ સ્ક્રીનમાં દેખાયું તેણે ફોન રિસિવ કર્યો.

''બોલ દોસ્ત શું કામ હતું''? મિ. જાની બોલ્યા

''હા અગત્યની વાત કહેવી છે તમને'' વિરલ ઉભો થઇ વાત કરવા બહાર ગયો

''બોલ ભઇલું કાંઇ મદદ થઇ શકતી હોય તો''

''સર અમે રૂષભને કેટલા દિવસથી કોલ ટ્રાય કરતા હતાં પણ તેનો ફોન સ્િવચ ઓફ આવતો હતો. કાલે એનો ફોનમાં લાગી ગયો પણ કોઇ રિસિવ નથી કરતો એટલે અમને તમને જાણ કરી જેથી કાંઇ લોકેશનનો પતો લાગી શકે'' વિરલ સમજાવતા બોલ્યો

''હા કાંઇ થઇ શકે તો હું કહું સાયબર કા્રઇમ ડિપાર્ટમેન્ટને જાણ કરું બીજું બોલ નવા જુનીમાં હોય તો કહેજો'' મિ. જાનીએ ફોન કટ કર્યો

***

''રાણા અત્યારે કાંઇ કિરણ દેખાયું છે. એનું લોકેશન મળી જાય એટલે હું સીધો ત્યાં પહોચું'' મિ. જાનીએ કહયું

''પણ આપણે મેનેજરે કહયું એ મુજબ તો એનો ફોન તો એમનાં રેકોર્ડ મુજબ છેલ્લે તેનો ફોન વિશ્વામિત્રિ પાસેથી ડિસકનેકટ થયો હતો અને પછી કયાંય ફોન ટ્રેસ નથી થયો''

''મને નથી લાગતું આ સ્થિતિમાં વિરલ ખોટું બોલે અને આમ પણ મિ. વ્યાસ ખુદ તેમનાં વિભાગમાં ચેક કરાવશે''

''હા હું હમણા જ ઓર્ડર આપું'' મિ. વ્યાસ બોલ્યા

''હા ને આપણે હવે એક મહત્વનાં કામ પર જવાનું છે.'' મિ. જાની બોલ્યા

''કયાં? હજી આ કેસમાં પણ ઉકેલ નથી જડયો અને બીજે જવાની વાત કરો છો?'' રાણાએ પૂછયું

''તું એક કામ કર ડ્રાઇવરને રેડી કર અને તું પણ સુરત માટે તૈયાર થઇ જા''

મિ. જાની તરફથી કોઇ પણ જવાબ ન મળતા તેને પૂછવાનું માંડી વાળ્યું. તે જાણતો હતો કે મહજાની સાહેબ કંઇ એમ નેમ ટાઇમપાસ કરે એવા નથી. જરૂર કંઇક વાતની પાકકી જાણકારી હશે તો જ અચાનક આવો નિર્ણય કર્યો હશે. રાણાએ સુરત જવા માટે ડ્રાઇવરને ફોન જોડયો

''વ્યાસ સાહેબ તમે અહી પેલા બાળકો પર નજર રાખજો કાંઇ નવા જુની કહેતા રહેજો. સુરતનાં કમિશનર પણ મારા ઓળખાણમાં જ છે એમની પણ આ કેસ પર નજર છે અને મને પણ એવું લાગે છે કેસનું કનેકશન સુરત થઇ વાયા બરોડા પહોચ્યું છે'' મિ. જાની સમજાવતા બોલ્યા અને પોકેટમાંથી સિગારેટ કાઢી

''હા પણ સુરત સુધી લાંબા થાવાની શી જરૂર પડી તમને?'' મિ. વ્યાસે પૂછયું

''જરૂર છે સાહેબ શ્રેયાનું ઘર અને રૂષભનું ઘર સુરતમાં છે,કદાચ એવા કોઇ કોમન મિત્રો અને એનાં ઘરનાં લોકો પાસેથી કાંઇક નવું મળી શકે. એ બંનેનાં ફેમીલી મેમ્બર આ વાતનો નીવેડો લાવવા માંગે છે તેથી તેમનાં પાસેથી લાગણી મેળવી હું કદાચ શ્રેયાનાં કાતિલ સુધી પહોચી પણ જાઉં'' જાની સિગારેટનો ઉંડો કસ લેતા બોલ્યા

''સર રમેશથી વાત કરી આપણી ગાડી લઇ તે લગભગ ૬ વાગ્યા સુધીમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન પર આવશે'' રાણા ફોન પતાવીને આવીને બોલ્યો

''સારુ આપણે પણ ત્યાં પહોચીને એની રાહ જોઇ આમેય બીજું કંઇ કેસમાં આગળ વધાય એમ નથી. મિસ. જુલી અને મિસ. ભવ્ય્ાાને પણ તમારી સાથે રાખજો વ્યાસ સાહેબ છોકરી સાથેની એમની પૂછતાજની વાતમાં તમને કયાંક નવું મળી જાય તમને''

વ્યાસ સાહેબ હકારમાં માથું ધુણાવ્યું. ત્રણેય જણા ગાડીમાં બેઠા અને રાણાએ ગાડી સ્ટાર્ટ કરી. કાળાઘોડા સર્કલ કો્રસ જ કરી રહયા ત્યાં જ વ્યાસ સાહેબનું ધ્યાન વિરલ અને તેનાં મિત્રો પર ગયું. ચારેય જણાં કમાટી બાગમાં જઇ રહયા હતાં. ચારેયનાં હાથ એકબીજાનં હાથમાં હતાં અને ચહેરા પર ઉદાસીનાં ભાવો ન હતા જાણે બધું જ ભૂલી ગયા જ હોય એમ અત્યારે એંજોય કરી રહયા હતાં.

''ત્યાં જુઓ જાની સાહેબ''મિ. વ્યાસ આંગળીનાં ઇશારા વડે ધ્યાન દોરતાં કહયું.

મિ. જાનીએ પોતાનાં બ્રાન્ડેડ ચશ્મા ઉતારતા જોયું અને બોલ્યા ''બાળકો મજાનાં મૂડમાં લાગે છે અત્યારે''

''આવું તો ત્યારે જ બને તેઓને આખી ઘટના ઉકેલી લીધી હોય''

''અથવા તો આખીય ઘટનાં ભૂલાવા માંગતા હોય'' મિ. જાનીએ વાકય પુરું કર્યું

''આમેય કયાં એમનાં સગામાં છે રૂષભ અને શ્રેયા. આ ઉંમરમાં આ છોકરા છોકરીઓ માત્ર શારિરીક આકર્ષણથી જોડાયા હોય એવું પણ બને એમાં જાજી ચિંતા જેવું નથી કેમ કે બંને પક્ષો આવી જ માન્યતા ધરાવે છે રાણા આગળ જવા દે આપણે સુરત પહોચવું છે આમેય આપણે કામ પુરુ કરવું જ પડશે'' મિ. જાની ખંધુ હસ્યા અને કારનાં ગ્લાસ ઉંચા કરી લીધા.

''તો હું આાપણા માણસો મોકલું સિવિલ ડ્રેસમાં એમની પાછળ'' મિ. વ્યાસ હજી પણ ચિંતિત જણાતા હતાં

''મને નથી લાગતું વ્યાસ સાહેબ જીવી લેવા દો એમને એમની જિંદગી મસ્તીની ઉંમર છે એમની''

મિ. જાનીની મોઢા પરની રેખાઓની ગણતરી જોઇ રાણાએ બોલવાનું માંડી વાળ્યું અને તેને અનુભવ્યું કે આજે મિ. જાની રિલેક્ષા દેખાય છે જેથી કોઇ નકકર પરિણામ તરફ તેઓ આગળ વધી ગયા હોવા જોઇએ. રાણા ગાડી એ જ સ્પીડે ચલાવતો રહયો અને સયાજીગંજ ટાવર કો્રસ કરી તેણે સયાજીગંજ પોલીસ સ્ટેશન તરફ ગાડી વાળી. થોડી વારમાં તેઓ સ્ટેશન પહોચ્યા. રાણાએ ગાડી બંધ કરી અને ત્રણેય ગાડીમાંથી ઉતર્યા.

''બકા ફસ્ર્ટ કલાસ ચાનું કહી આવ બધા માટે''રાણાએ પટાવાળાને ચાનાં રૂપિયા આપતા કહયું

''આપણો ડ્રાઇવર આવ્યો કે નાં રાણા'' મિ. જાનીએ પૂછયું

''નાં દેખાતો નથી હું ફોન કરું ફરીથી''

પટાવાળો ચા અને સિગારેટ લાવ્યો. મિ. જાની સિગારેટનાં ઉંડા કસમાં કયાંક પોતાનાં અલગ જ ભાવવિશ્વમાં ખોવાઇ ગયા. આજનું આવું વર્તન જોઇ રાણા ખૂબ ખુશ થતો હતો પણ બહારથી એટલો જ ગંભીર હતો

***

''અહીં મારો રૂષભ મળતો નથી અને તમે મને અહીં જલસા કરવા લઇ આવ્યા છો. સંજય તને જરા પણ કંઇ નથી થતું તારું નામ જેનાં મોઢા પરથી ઉતરતું નહી એ શ્રેયા તને છોડી જતી રહી. ખરેખર તમે બધા બોયસ આવા જ હો કે શું કૂતરા જેવા માત્ર પથારીનાં ભૂખ્યા એની માટે આખો દિવસ અમારી પાછળ લાળો પાડવાની અને રાત્રે. . . . મને તો લાગે છે તુ જ એને પતાવી આવ્યો હોઇશ કેમ કે પેલા દિવસેએ રૂષભ જોડે હતી. ''અંજનાં ખૂબ ગુસ્સામાં આવી ગઇ

''ઓ હેલો મેમ આ વાત બોલી એ બોલી હવે બોલીશ તો તને હું પતાવી દઇશ સમજી. શ્રેયા મારે માટે શું હતી એ તને મારે કહેવાની જરૂર નથી અને કૂતરા સાથે સરખાવે છે તું અમને.'' સંજયે જવાબ આપ્યો

''હા સરખાવ્યા તો અને એવા જ હો છો ગરજ માટે લાળો પાડવા વાળા ભે. . ણ. . . ''

''બસ અંજનાં બહું બોલી તુ” રિતિકા વાત અટકાવતા બોલી

''અમને છોકરી જોડે રહેવું એનો મતલબ એ નથી કે અમે સેકસનાં ભૂખ્યા છીએ. અમે એટલા રિલેક્ષા રહીને મસ્તી મજાકનાં મૂડમાં રહી શકીએ છીએ એને તમે તો હવસ કયો છો વોટ રબીસ. . . '' વિરલ બોલ્યો

''રહેવા દે ભાઇ આપણે કૂતરા આ મેડમનાં એની આગળ પૂછડી પટાવવા વાળ. અંજનાં આ બાબત ઉચ્ચારી તે તારી માનસિક બાબત દર્શાવી દીધી છે. તું રૂષભને ડિંસન્ટ કપડામાં, બ્રાન્ડેડ કપડામાં વીથ પરફયુમ જોતી બાકી અમે રૂમમાં એને ગંજીમાં જ જોતા કેમ કે મારી જોડેની ભાઇબંધીમાં એને કોઇ દેખાડાની જરૂર ન હતી. રૂષભ તારી દરેક માંગણી હુકમ લેખી પૂરો કરતો પૂછ વિરલને અમે નાં પાડતા આટલો ગાંડો ન થા પણ એ દરેક વખતે કહેતો મારો પહેલો પ્રેમ છે એ અને પહેલો પ્રેમ માણસનાં જીવનમાં અનોખી છાપ છોડતો હોય છે. સતત ગાળો બોલતો રૂષભ તારી વાત આવે ત્યારે કોઇ ફિલોસોફર હોય એમ વાત કરતો. તને હોટલમાં જમવા લઇ જવી હોય ત્યારે રાતે પોતે ન જમતો કે બીજો કોઇ નાસ્તો કરતો કેમ કે એનાં ઘરેથી પૈસાંનો હિસાબ લેવાતો ભલે એ કરોડપતિ ઘરમાંથી કેમ ન આવતો હોય ને તું એને કૂતરો કહેશ જે તારા શરીરનો ભૂખ્યો હોય અરે અમારી મસ્તીમાં પણ એ કયારેય ઉલટું સીધું બોલ્યો ન હતો. સારું છે શ્રેયા આવા શબ્દો બોલવા માટે હાજર નથી રહી શકી. આને હું ગર્લફ્રેન્ડ ન કહું માત્ર ટાઇમપાસ કરતી રં. . . . . '' સંજય પોતાનો બધો બળાપો કાઢયો અને રડી પડયો

''અરે છોકરો થઇને રડશ'' અંજનાંને પોતાની ભૂલ સમજાતા સંજયની પાછળ ગઇ

''કેમ કૂતરાઓ હવે રડી પણ ન શકે કે શું? સંજય તાડૂકયો

''સોરી . . . . રીયલી વેરી વેરી સોરી. . . . ડિયર હું થોડી ભાવુક થઇ ગઇ હતી મારો ઇરાદો તને દુખ આપવાનો ન હતો વન્સ અગેઇન સોરી ડિઅર''

સંજય કોઇ પણ જાતનો જવાબ ન આપ્યો અને રેતીથી રમવા લાગ્યો ત્યાં વિરલ એની પાસે જઇને બોલ્યો ''અલ્યા બસ કર લીવ ધીસ એન્ડ ફરગીવ હર આપણે અહીં ઝઘડવા ન હતાં આવ્યાં. કેટલાય દિવસોની મગજમારીથી કંટાળીને ફ્રેશ થવા આવ્યા હતાં અને તમે માહોલ બગાડી નાખ્યો''

એણે સંજયને ઉભો કર્યો અને ટીખળ કરતા કહયું ''તને ગાળ સિવાય બોલતા આવડે છે એ મને આજે ખબર પડી ખરેખર હો'' બંને ખખળાટ હસ્યા ''દોસ્ત દિલ પર લાગી આવ્યું હતું''સંજયએ કહયુ

બંનેને હસતા જોઇ અંજનાં અને રિતિકાએ પણ હાસકારો અનુભવ્યો અને બંને દોડતા ત્યાં બંને પહોચ્યા અને ચારેય જણા એકબીજાને ભેટી પડયા એકદમ ચુસ્ત આલિંગન હતું ચારેયનું અને આંખો ગરમ હતી ખુશીનાં આંસુનાં છલકાતી હતી. બે મિત્રોને ખોયા બાદ તેઓ હવે ફરી અલગ થવા ન હતા માંગતા. દરેકને હવે ભાન થઇ કે એમની આજુબાજુ ટોળું વળી ગયું હતું. તેઓ અલગ થયા એકબીજા સામે હસ્યા

''ચલો આઇસકી્રમ ખાઇએ''સંજયે મૌન તોડયું'' આ કોઇ કૂતરા વેડા નથી હો અંજુ''તે હસતા બોલ્યો

''હા ભલે હો બસ કર''

ચારેય આઇસકી્રમ પાર્લર પહોચ્યા ત્યાં ખાસ્સી ભીડ હતી '' મારી સ્ટોબેરી''રિતિકા બોલી

''મારી પણ'' વિરલે કહયું

''તારી અંજુ'' સંજયે પૂછયું

''ચોકલેટ''

થોડી વારમાં આઇસક્રીમ આવી અને બધા શાંતિથી ખાવા લાગ્યા અત્યારે કદાચ એમનાં મનમાંથી આખીય ઘટનાંય નીકળી ગઇ હોય એમ લાગતું હતું

પ્રકરણ - 4

આગળ આપણે જોયું કે મિ. જાની સુરત જવાની વાત કરે છે અને સાથે રાણાને પણ રાખે છે તો બીજી તરફ અહી કમાતી બાગમાં સંજય અને અંજના વચ્ચે બોલાચાલી થઇ જાય છે આથી સંજય ભાવુક થઇ અમુક વાતો કહી દે છે જેથી ફરી સાર-વાના થઇ જાય છે હવે આગળ. . .

***

આઈસ્ક્રીમની મજા માણતા તેઓ પોતાની હોસ્ટેલમાં જવા નીકળે છે. રસ્તામાં તેઓની નજર વોક કરનારા વડીલો અને પ્રેમમાં મગ્ન એવા યુવક અને યુવતી પર પડે છે જેઓ એકબીજાનાં હાથમાં હાથ નાખી ચાલી રહ્યા હતાં તો ક્યાંક એકાંતમાં પ્રેમ કરતાં જોડલ દેખાઈ રહ્યા હતાં. આ બધા વચ્ચેથી તેઓ ભારે પગે ચાલી રહ્યા હતાં તેઓ મજાકના મુડમાં જરૂર હતાં પણ ક્યાંક હૃદય માં ઉચાટ હતો. કોઈ કશું બોલ્યા વગર ચાલી રહ્યું હતું ત્યાં જ રિતિકા એ વાતની શરૂઆત કરી "આજે મિ. જાનીના કાઈ સમાચાર કે ના"

"હાં તેઓ શહેરની બહાર જઈ રહ્યા છે એવું કહેતા હતાં સાંજે" વિરલે કહ્યું.

"હાશ શાંતિ થઇ જીવ લઇ લીધો હતો એમણે " સંજય હસતા અવાજે બોલ્યો.

ફરી સૌ શાંત થઇ ગયા અને કમાતી બાગની બહાર નીકળી ગયા. કમાટી બાગની કલબલ છોડી ફરી ઘોંઘાટ માં પાછા ફરવા તેઓ રીક્ષામાં બેસી હોસ્ટેલે પહોચ્યાં.

***

"લ્યો આવી ગયો ડ્રાઈવર ચલો જાની સાહેબ રેડી ફોર સુરત ?" રાણા બોલ્યો

"યસ ચલો સુરતની સવારી કરવા" મિ. જાની કર તરફ આગળ વધ્યાં અને બોલ્યાં "ભઈલુ કેટલો સમય લઈશ બોલ?"

"સાહેબ આમ તો હાઈ-વે પર ગાડી ૧૦૦ ની નીચે તો નહિ ચાલે આપણી મારી ગણતરી મુજબ જો સામાન્ય ટ્રાફિક હોય તો બે થી અઢી કલાક બહુ છે"

"સરસ તો ચાલો નીકળીએ" મિ. જાનીએ કહ્યું

કાર ઉપડી સયાજીગંજ પોલીસ સ્ટેશન થી ઉપડી અને વડોદરા સુરતનાં એક્સપ્રેસ હાઈવે પર ગાડીએ સ્પીડ વધારી થોડી જ વારમાં ગાડી હવા સાથે વાત કરવા લાગી અને વડોદરા પાછળ છુટી ગયું. સરસ ગીતોની મહેફીલ જામેલી હતી, નવા ગીતોના નશામાં મિ. જાની ડૂબી ગયા હતાં તો રાણા પણ રીલેક્ષ થઇ ગયો હતો. ભરૂચ આવવાની તૈયારી હતી ગાડી પણ ધીમી પડી ત્યાં મિ. વ્યાસનો ફોન મિ. જાનીને આવ્યો" સર અંજનાએ સ્યુસાઈડ ની કોશિશ કરી છે. "

"વોટ? કેમ સાંજે તો સાથે જ હતાં ને તેઓ. " મિ. જાનીએ તરત જ રીએક્ટ કર્યુ.

રાણાએ ગીતો બંધ કરવાનો ઈશારો કર્યો અને ગાડી ચાલુ રાખવાનું કહ્યું.

"જીવતી નશો કાપી લીધી છે મેડમે અત્યારે તે બેહોશ છે" મિ. વ્યાસ બોલ્યાં

"હમ્મ ટેક કેર ઓફ હર" મિ. જાનીએ ફોન કટ કર્યો

"શું પાછા જવું છે?" રાણા બોલ્યો

"અરે કાં આપણા જવાથી બચશે એવું કોને કીધું" જાની ટીખળ કરતાં બોલ્યાં

"હાં વાત તો સાચી સર ભરૂચ પણ આવી ગયું હવે તો"

ફરી એ જ નિરવ શાંતિ છવાઈ ગઈ કારમાં અને કાર એ જ સ્પીડમાં દોડવા લાગી અને થોડી વારમાં અંકલેશ્વર, કામરેજ પાસ કર્યા બાદ સુરત તરફ જમણી બાજુ કારે ટર્ન માર્યો. . .

જેવો ગાડીએ ટર્ન લીધો ત્યાં જ ગુજરાત નું ડાયમંડ સીટી એવું સુરત નજરે પડ્યું 'welcome to Surat' મહાનગર પાલિકા નું બોર્ડ ગાડીએ ક્રોસ કર્યુ અને ગાડીએ વરાછા તરફ ગતિ વધારી. ડાયમંડ સીટી ખરેખર અદભુત હતી. ઠેર ઠેર બનેલા ઓવરબ્રીજો અને તેના પર ચાલતી ઓડી. મર્સીડીઝ જેવી કારો સિટીના વિકાસ ની ઝલક પૂરી પાડતી હતી.

'સર કોના ઘરે પ્રથમ જવું છે?' રાણા બોલ્યો

'પહેલા રૂષભ નાં ઘરે જઈએ ત્યાં જમી અને કાલે સવારે શ્રેયા ને ત્યાં, પછી બરોડા' મિ. જાની એ આખો પ્લાન જણાવી દીધો.

'એટલે કેસ સોલ્વ અને પરમ દિવસે પાછા ગાંધીનગર એમને' રાણા એ હળવા શબ્દમાં કહ્યું.

'ઠાકર કરે એ ઠીક રાણા!'

સીટી વિસ્તારની ટ્રાફિક ને લીધે કાર ખુબ ધીમી ચાલતી હતી અને વારંવાર બ્રેક વાગતા હતાં પણ જાની ખુબ સ્વસ્થ હતાં એક પછી એક ઓવરબ્રીજ પસાર કરી કાર વરાછા પહોચી. એક એવો વિસ્તાર જ્યાં સૌરાષ્ટ્રના ખાસ્સા પાટીદારો રહે છે. એરિયા સમૃદ્ધી તો મકાનના બાંધકામ અને આગળ પાર્ક કરેલી કારોની હારમાળા થી ખબર પડતી હતી.

"સાહેબ આ રૂષભ નાં ઘરનું એડ્રેસ" રાણા એ ઝીણી ચબરખી આપતા કહ્યું.

"ડ્રાઈવર સાહેબ લ્યો આ સ્થળે દોરી જાવ અમને" મિ જાની બોલ્યા

"યસ સર"

"સર રૂષભ પૈસાવાળી પાર્ટી લાગે છે, નહિ તો આટલા મોટા એરિયામાં થોડો રહે. અને એક વાત તો જોઈ કે આવા નબીરાઓ જ ઉંધા રવાડે હોયછે માં માયાળુ, બાપા દયાળુ અને છોકરો રખડું, માં-બાપ ધંધા માં વ્યસ્ત અને છોકરાઓ જલશા માં મસ્ત" રાણાએ બળાપો કાઢતા કહ્યું.

"જોઈએ રાણા તારી કેટલી વાત સાચી પડે છે તારું ગણિત ક્યાં લઇ જાય છે એ તો નહિ ખબર પણ ત્યાં આ વાતો ન કરતો પાછો" મિ. જાની આખો પરથી ગોગલ્સ ઉતારતા કહ્યું.

રાણા થોડો ઝખવાયો અને મનોમન સમજી ગયો કે તે વધારે બોલી ગયો હતો.

"સાહેબ 221B 'મંગલમ' , દર્શનભાઈ નસીત આ રહ્યું રૂષભ નું ઘર" ડ્રાઈવર એ ગાડી ઉભી રાખી.

"વાહ ભઈલુ" જાની પણ ઉત્સાહ માં આવી ગયા.

"ત્રણેય જાણે કારના દરવાજા ખોલ્યા અને નીચે ઉતર્યા. મિ. જાણીએ બંને હાથ ઘસીને આખો પર રાખ્યા અને પછી આગળ વધ્યા રાણા પણ હાથ, પગ ગરમ કરવા લાગ્યો. કાર માં એસી નાં લીધે તેમનું શરીર ઠરી ગયું હતું.

"સાહેબ તમે તમારું કામ પતાવો હું આમ આટો મારી આવું ડ્રાઈવર એ કહ્યું.

"હાં, તને રાણા ફોન કરે એટલે આવી જજે. "

'સારું' એટલું કહી ડ્રાઈવર નીકળ્યો આગળ અને મિ. જાની અને રાણાએ ઘરનો ગેટ ખોલી અંદર પ્રવેશ કાર્યો. ઘર કહેવા કરતાં બંગલો કહેવું યોગ્ય ગણાય એટલું આલીશાન મકાન હતું. બે માળનો બંગલો લગભગ ૪૦૦ વારમાં વિસ્તરેલો હતો. વળી ચારેય બાજુની વનરાજી થી વાતાવરણ ખુબ સરસ લાગતું હતું. કિમતી પથ્થરોથી કરેલું એલીવેશન મકાન ની સુંદરતા માં ચાર ચાંદ પૂરતું હતું. મિ. જાની એ દોર બેલ વગાડી અને રાણા ને કહ્યું "અમુક આક્ષેપો સહન કરવા તૈયાર રહેજો.

'શું કેવા આક્ષેપો' રાણા એ વળતો પ્રશ્ન કર્યો.

ત્યાં તો માધ્યમ કદ ની સ્ત્રી એ દરવાજો ખોલ્યો. ગુલાબી સાડીમાં સજ્જ સ્ત્રી નાં મોઢા પરનું નુર ગાયબ હતું. પણ ચહેરાની સુંદરતા એટલી જ હતી.

"આવો" દરવાજો ખોલતા તે બોલી.

"તમે રૂષભ નાં મમ્મી?" રાણા બોલ્યો.

" હાં અને આ તેમના ફાધર " તે ઈશારો કરતાં બોલી.

ઘર અંદરથી પણ એટલું જ સરસ લાગતું હતું. બેઠક ખંડમાં પથરાયેલી મોંઘી ટાઇલ્સો, ડીઝાઈનીંગ દીવાલો અને આખુંય ઘર સેન્ટ્રલી એ. સી. હતું. જમણી બાજુની દીવાલ પર લગાવેલો ફેમીલી પિક્ચર પણ આકર્ષક હતો. આ ફોટો માં ચાર જાના હતાં જેમાંથી ત્રણ તો ઓળખાઈ ગયા હતાં. ચોથો ફોટો નામની નાજુક યુવાન છોકરી યુવાનીના ઉંબરે ઉભી હોય એવું લાગી રહ્યું હતું કદાચ રૂષભ ની બહેન હોય એમ સમજી આગળ વધ્યા.

"હેલ્લો મિ. જાની" આઈ એમ ફાધર ઓફ રૂષભ " દર્શન ભાઈએ હાથ મિલાવતા કહ્યું અને ફરી બોલ્યા "હેવ અ સીટ"

"યસ સ્યોર" મિ. જાની અને રાણા બેઠા

'any information of my son દર્શન ભાઈ નાં આવાજ માં સ્પષ્ટ ચિંતા જણાઈ આવતી હતી.

' હાં અમે ઘણા આગળ વધી ગયા છીએ હવે બસ તમારી જોડે થોડી વાત કરવી છે' મિ. જાની એ કહ્યું.

'પણ પેલા છોકરાઓ વિરલ અને સજય તો એમ કહે છે તે ટુર પર ગયો છે" રૂષભ નાં મમ્મી બોલ્યા.

" હાં એ ગભરાઈ ગયા છે અને તમારી સાથે વાત કરી શકે એમ નથી" રાણા એ કહ્યું

"તમે છોકરાઓ ને ન કહેતા આ બધી વાત " મિ. જાણીએ વાત કરી.

'હાં તમે શું જાણવા માંગો છો બોલો અમે બધું કહેવા તૈયાર છીએ' દર્શનભાઈ બોલ્યા

'યસ, રૂષભ ને ડ્રીંક ની આદત હતી?' મિ. જાની એ કહ્યું

'શું?'

'પ્લીસ સાચું કહેજો હવે, કઈ છુપાવાની જરૂર નથી હવે. અમારી જોડે જેટલું સાચું કહેશો એટલા ફાયદામાં રહેશો' મિ. જાણીએ કડક થતા કહ્યું.

' હાં, ક્યારેક મિત્રો જોડેની પાર્ટીમાં થી આવતો, પણ લીમીટમાં મોજ ખાતર' દર્શનભાઈ ખુબ ભારે હૃદય થી બોલ્યા.

'રૂષભ ના મમ્મી પણ ઝખાવાણા પડી ગયા અને ઉભા થઇ રસોડામાં ચાલ્યા ગયા.

'જુઓ દર્શનભાઈ અમને શંકા છે એ રાત્રે પણ કાઈક આવું જ બનેલું અને “તમે શ્રેયા વિશે પણ જનતા શો એ પણ અહી સુરત નાં જ છે બંને સારા મિત્રો થી આગળ છે. " મિ. જાનીએ પૂરું કર્યુ.

' હાં, ખ્યાલ છે અમને પણ એનો મતલબ એ નથી એનું મર્ડર રૂષભે કરેલું હોય'

'હાં પણ હું ક્યાં કઈ કરું છું એવું તમે નાહક નાં ગુસ્સે થાવ છો. મિ. જાની ઠંડા કલેજે બોલ્યા.

રૂષભ નાં મમ્મી પાણી લાવ્યા અને જરા શાંત થયા, ત્યાં એના મમ્મી બોલ્યા "શ્રેયા આમ તો સરસ છોકરી હતી આપણા ઘરે પણ આવતી રૂષભ અને શ્રેયા સાથે જ જતા બરોડા ટ્રેન માં"

"હમ્મ" આમ જ એની ફ્રેન્ડશીપ વધી હશે" રાણા એ સુર પુરાવ્યો

"ધ્યાન થી સાંભળજો મારી વાત હવે હું શું કરું છું એ અને હાં કોઈને જણાવતા નહિ પાછું જરા ખાનગીમાં વાત રાખજો"

મિ. જાનીએ ધડાકો કર્યો.

વાતની ગંભીરતા સમજી અને સૌ કોઈ ચુપ રહ્યા. રાણા પણ થોડો અચરજમાં આવી ગયો કે શું કહેવા માંગે છે સર ?

"મારી આ વાત હું પુરાવાને આધારે કહી રહ્યો છું, અને હવે તમારી મદદની ખાસ્સી જરૂર છે મને. "

"રૂષભ જીવતો તો છે ને? " રૂષભ નાં મમ્મી વાત વચ્ચેથી કાપતા બોલ્યા

"હાં" મિ. જાણીએ ટૂંકો જવાબ વળ્યો

"વાહ, માતાજીએ લાજ રાખી મારી " મમ્મી ખુશ થતા બોલ્યા

"તો શું મર્ડર કરી નાશી છૂટ્યો છે એવું કાઈ ?" દર્શનભાઈ બોલ્યા

"એ બાબતે ક્લિયર તો શ્રેયા નાં ઘરે ની મુલાકાત પછી જ થવાશે. રૂષભ અત્યારે અમદાવાદની હોસ્પિટલ છે. તે પાર્ટી વાળી રાતે બધા દોસ્તોને છોડીને ચાલ્યો ગયેલો અને વિશ્વામિત્રી પહોચેલો જ્યાંથી એનો ફોન સ્વીચ ઓફ થયેલો. હવે આ નંબર ઘણા સમય સુથી સ્વીચ ઓફ રહ્યો અને પછી અમદાવાદ માં ઓન થયો છે. તેવું કંપનીના કોલ ડીટેઈલ પર થી ખબર પડી છે. " જાની પાણી પીવા રોકાયા.

" અમદાવાદ ? પણ કેમ ? " બરોડા થી અમદાવાદ એક રાતમાં અને ફોન અમદાવાદ માં કેમ ઓન થયો ?" દર્શનભાઈ એ સવાલો ની ઝડી વરસાવી.

" અમદાવાદ તો તે ફોર્સ થી લઇ જવાયો હશે અને ત્યાં કોઈ અવાવરૂ જગ્યાએ નાખી દેવાયો હતો જ્યાંથી કોઈ અજાણ્યાના વ્યક્તિ નાં હાથમાં ફોન આવતા ફોન ઓપન થયો અને આ બધા જ પર મેં ફોન કંપની ને વોચ રાખવા કહેલું" મિ. જાની સમજાવતા બોલ્યા

"તો હોસ્પિટલ માં કેમ પહોચ્યો? " તેના મમ્મી એ પૂછ્યું. .

"એ માટે તમારે અમદાવાદ પોલીશનો આભાર માનવો રહ્યો કે તરત જ ઘટના સ્થળે પહોચી અને આખીય તપાસ હાથમાં લઇ રૂષભ ને હોસ્પિટલ દાખલ કર્યો ?" હવે તમે એક કામ કરો કાલે સવારે જ અમદાવાદ માટે નીકળો અને રૂષભ જોડે પહોચો એને અત્યારે તમારી સૌથી વધુ જરૂર છે. તે હજી કોમામાં છે એવું જાણવા મળ્યું છે એના માથા પર ગંભીર ઘા વાગ્યા છે આમ છતાં એનું જીવતા રહેવું જ એક ચમત્કાર છે. "

કાજળ રાત્રીનાં અંધકાર માં મિ. જાની એ આખીય ઘટના માંથી તેલ પાણી અલગ થાય તેમ રૂષભ અને શ્રેયા કેસનું કોકડું અડધું ઉકેલ્યું હતું.

***

બીજી તરફ બરોડા માં હોસ્પિટલ માં અંજના એ ટુંકુ પગલું ભરતા સ્થાનિક મીડિયા ગેલમાં આવી ગયું હતું. આખોય કેસ મોટો કરી ટી. વી. પર દર્શાવાતો હતો. પ્રેસ પણ પહોચી આવ્યું હતું અને મિ. વ્યાસ અને એની ટીમ માટે આખીય પરિસ્થિતિ અઘરી થતી હતી. વધારાની પોલીસ ટીમ લાવી પડી હતી. યુનિવર્સીટી નાં વિદ્યાર્થીઓના ટોળે ટોળા ઉતરી આવ્યા હતાં. એક તરફ મીડિયા તો બીજી તરફ વિદ્યાર્થીઓ રાત બહુ થઇ ગઈ હોવાથી ટ્રાફિક અંગેનો પ્રશ્ન તો ન હતો છતાય પરિસ્થિતિ અઘરી હતી.

વિરલ, સંજય અને રિતિકા આમ તેમ થતા હતાં. ત્રણેય જણા ગણેશ ની મૂર્તિ સમક્ષ ઉભી ત્રીજો મિત્ર ખોવો ન પડે તેથી પ્રાર્થના કરતાં હતાં.

આપણી ફ્રેન્ડશીપ પર કોઈની નજર લાગી ગઈ લાગે છે યાર આ ત્રીજો ઝટકો છે આપણે રિતિકા લગભગ રડમશ થઇ ગઈ.

વિરલ તેની પાસે જઈ સાંત્વના આપવા લાગ્યો. ત્યાં થોડી વારમાં એક એમ. એમ. એસ. તેના મોબાઈલ માં આવ્યો વિરલે થોડો દુર ગયો અને તેને એમ. એમ. એસ. ઓપન કર્યો.

લગભગ ૫ થી ૬ મિનિટનો જોતા જ વિરલના પરસેવો નીકળી ગયા. બહારનું વાતાવરણ અને મોબાઈલ માં થયેલો આ ધડાકો કઈ તરફ જશે એ વિચારીને જ ધ્રાસકો પડ્યો.

‘શું થયું અલ્યા. . . ” સંજય બોલ્યો.

'કઈ નહિ" વિરલ મોબાઈલ સંતાડતા બોલ્યો પોતાની જાત પર કંટ્રોલ રાખ્યો ત્યાં સંજયનો મોબાઈલ રણક્યો અને same m. m. s. વિરલ સમજી ગયો પણ કશું ન બોલ્યો અને બોલવાનો ફાયદો પણ ન હતો. સંજયે પણ m. m. s. જોયો પ્રશ્નસૂચક દ્રષ્ટિ સાથે વિરલની સામે જોયું અને ચુપ રહ્યો. વિરલે રિતિકને બોલાવી અને ક્લિપ બતાવી તે પણ હક્કી બક્કી રહી ગઈ.

" આ તો પેલી નાઈટ ની ક્લિપ છે, આ જો અંજના અને રૂષભ સો ક્લોઝ ટુ ઇચ્ અધર. "રિતિકા બોલી ઉઠી.

"હાં પણ આ બધું શું છે? કેમ બન્યું ?" સંજય માથું ખંજવાળતાં બોલ્યો.

"ખબર નહિ પણ અંજનાએ એટલે જ સ્યુસાઈડ કર્યુ ની ટ્રાય કરી છે એ નક્કી છે" રિતિકા બોલી.

પેલી રાતના પાર્ટી મુડમાં કરેલી કીસોનો આખો વિડીયો ઉતરી ગયો હતો અને વાયરલ થઇ રહ્યો હતો બંને એ માનેલી રોમાંચ અને રોમાન્સની ક્ષણો કોઈ એ ઉતારી લીધી હતી. કોઈ પ્રેમી પંખીડા જ્યારે એકમેક જવા તરફ જઈ રહ્યા હોય ત્યારે કેટલાક અસામાજિક તત્વો નું આવું વલણ જ કેટલાય યુવાનોની જિંદગી વેડફી નાખે છે. શું પ્રેમ કરવો ગુનો છે? આવું પૂછવાનું મન થઇ જાય ક્યારેક. . .

"મિ. વ્યાસ ને કહેવું છે કે નાં?" વિરલે મૌન તોડ્યું

હ. . . શાયદ પેલો પકડાઈ જાય" રિતિકા બોલી

ત્રણેય જાના મિ. વ્યાસ જોડે ગયા અને તેમને સાઈડ માં બોલાવતાં કહ્યું "સર અમને ખબર પડી ગઈ કે શા માટે અંજના એ આત્મહત્યા નો પ્રયાસ કર્યો છે.

" શું? ખરેખર?" મિ. વ્યાસે કહ્યું

"હાં, આ વિડીયો જુઓ" વિરલે મોબાઈલ નીકાળ્યો અને વિડીયો ચાલુ કર્યો

આખો વિડીયો જોયા બાદ મિ. વ્યાસ નાં મુખ પર કોઈ જાતના ભાવ ન હતાં એક દમ સ્થિર ભાવે બોલ્યા "આ વિડીયો મીડિયા માં નાં જાય"

ok સર પણ અમને આવ્યો એમ જ ઈન્ટરનેટ પર વાયરલ થશે તો ?" રિતિકા એ પૂછ્યું

"જોયું જશે આવશે એ પણ મોકલનાર એવું કરશે એ પેલા ગિરફ્તાર માં આવી જશે" મિ. વ્યાસ દાદર ઉતારતા બોલ્યા અને આખીય ઘટનાની જાણ મિ. જાનીને કરી.

"બસ આજની રાત સાચવી લ્યો વ્યાસ સાહેબ કાલ સુધી બધું બરોબર થઇ જશે વિશ્વાસ રાખો અને અંજના ની સ્થિતિ શું છે? મિ જાનીએ પૂછ્યું. .

"એ બચી તો જશે પણ લોહી ખાસ્સું વહી ગયું છે શો બેભાન છે અત્યારે ખતરા ની બહાર છે. ' મિ વ્યાસે ખુબ શાંતિ થી કહ્યું

"હાં તો સારું અને પ્રેસ, મીડિયા શું કરે છે?" મિ. જાની ખંધુ બોલ્યા

"આવી જ ગયા છે, ટીવી ઓન કરો જો સંભવ હોય તો "

“ એટલે કાલે ફરી મારું નામ અખબાર નાં ફ્રન્ટ પેજ પર એમને " મિ. જાની ખડખડાટ હસ્યા.

"અને મારું પણ. . . " વ્યાસ પણ હસ્યા અને ફોન કટ કર્યો.

પ્રકરણ - 5

બંને અધિકારીઓના આવા ખંધા વર્તનથી ત્રણેય ડઘાઈ ગયા પણ એમની જોડે હિંમત ન હતી કે કઈ કહી શકે. પોલિસ બને તેટલી મીડિયાને દુર રાખવાનો પ્રયત્ન કરી રહી હતી પણ લગભગ બધા જ પ્રયાસ નિષ્ફળ બની ગયા અને મીડિયાના પત્રકારો ત્રણેય સામે માઈક રાખી ઉભી ગયા.

"શું લાગે છે કોણ છે હત્યારો, શું તમારા માંથી કોઈ"

"શું કોઈ પ્રોફેસરનો હાથ છે?"

"કોઈ રાજકારણી હેરાન કરે છે?"

સતત પ્રશ્નોની ઝ્ડીઓથી ત્રણેય જણા હેબતાઈ ગયા. ખરેખર એક અઘરા અનુભવમાંથી પસાર થઇ રહ્યા હતા. રિતિકા ધ્રુસકે ધ્રુસકે રડી જ પડી એટલામાં પોલિસ આવી અને લાઠીઓ વડે રિપોર્ટરોને અલગ કર્યા ત્રણેય જણા અંજના પાસે પહોચી ગયા.

અંજના હજી બેહોશીની હાલતમાં હતી. લોહી વહી જવાથી શરીર ફિક્કું પડી ગયું હતું. લોહીના બાટલા વડે લોહીની આપૂર્તિ થઇ રહી હતી. રિતિકા એની બાજુમાં જઈને બેઠી.

"અંજના ના મમ્મી પપ્પા આવે છે" રિતિકા બોલી

સંજય અને વિરલ કઈ ન બોલ્યાં બંને બારીમાંથી વડોદરા ને તાકી રહ્યા એ જ અલકાપુરીની ટ્રાફિક, મોલની ભીડ અને યુંવાનીઓની મસ્તી, બસ આજે પરિસ્થિતિએ તેમને આ બધાથી અલગ રાખ્યા છે.

***

રૂષભ ના ઘરમાં થોડી ઉર્જા આવી હતી તે જીવિત છે. એવું ખબર પડતા તેના મમ્મી-પપ્પાના પગમાં ઉત્સાહ આવ્યો હતો આગળ જે થાય તે પણ દીકરો જીવિત હતો એ જાણી ખુશ થઇ ગયા હતા.

"દર્શનભાઈ તમે વહેલી સવાર સુધી ત્યાં પહોચો તો સારૂ" મિ. જાની બોલ્યાં.

"હાં એવું જ કરીએ કઈ હોસ્પિટલમાં છે તે. "

"હું sms કરું છું તમને"

"સારૂ" દર્શનભાઈ ફરી પેકીંગમાં લાગી ગયા.

"ફ્રૂટ્સ, સુકોમેવો, નાસ્તો જે જડ્યું એ રૂષભ ના મમ્મી લેવા લાગ્યા દર્શનભાઈ રૂપિયાની વ્યવસ્થા કરતાં હતા. રાણા અને જાની શાંતચિતે બધું જ જોઈ રહ્યા હતા.

"તમે અહી જ રહો અમારો નોકર રામુ રહેશે અહી સવારે શ્રેયા ને ત્યાં જજો" રૂષભ ના મમ્મી બોલ્યાં

"સારૂ તો અહી જ ઉંઘી જશું" આટલું બોલતા મિ. જાની ઉભા થઇ ગયા અને રાણાને ઈશારો કરી આવવા કહ્યું.

"તો ક્યાં ઊંઘવાનું છે. " રાણા ખચકાતા બોલ્યાં

રાણા અને મિ. જાનીનું આવું વલણ જોઈ દર્શનભાઈ પણ જરા વિસ્મય માં મુકાઈ ગયા પણ તેઓએ વિચાર્યું આ તો એમનું રોજનું થયું એમાં કઈ નવું ન લાગે.

"ઉપર વયા જાવ. " કાઠીયાવાડી માં જવાબ વાળ્યો.

ઉપરનો માળ પણ એટલો જ ભવ્ય હતો તેઓ બેડ પર આડા પળ્યા અને આખા દિવસના થાકેલા ઘસઘસાટ ઉંઘી ગયા બીજી તરફ દર્શનભાઈ અને તેના વાઈફ લગભગ ૧૨ વાગે નીકળી પડે છે પોતાના ડ્રાઈવર ને સમજાવી દે છે પરિસ્થિતિ શું હતી. રાતની નિરવ શાંતિ, આખું સુરત મીઠી ઊંઘમાં હતું અને કાર સુરત ચીરતી ચીરતી હાઈ વે પર પહોચી અને ઠંડો પવન લેવા દર્શનભાઈ એ બારી નો ગ્લાસ ડાઉન કર્યો. કારની A. c. કદાચ ગુંગણામણ આપતું હશે. રસ્તા પર વાહનોના હોર્નના અવાજ શાંતિ ભંગ કરતાં હતા બાકી દુનિયા તેની ઝડપે આગળ ચાલતી હતી.

"શું કર્યુ હશે રૂષભે" તેના મમ્મી એ પૂછ્યું

"વાત મોટી હશે નહિ તો આટલું બધું રાજકારણ ન ગભરાય બસ એને હોશ આવે પછી હું સાંભળી લઈશ" દર્શનભાઈ હાથમાં લેતા બોલ્યાં.

***

આ બાજુ મિ. જાની ઊંઘમાંથી જાગ્યા. ઘડિયાળ બે નો કાંટો દર્શાવતી હતી પોતાની આંખો પર ગરમ હાથ ફેરવી મનમાં જ બોલ્યાં ચાલ દોસ્ત નીકળી પળ. પહેલા તો રાણા ને ઉઠાડ્યો. રાણા પણ ભર ઊંઘમાં હતો. થોડી વાર તો તે પણ ન સમજ્યો વાત શું હતી પણ પછી સમજી તરત રેડી થઇ ગયો.

"ડ્રાઈવર ને ફોન કરું છું સર. "

"ના-ના રહેવા દે મેં કરી દીધો છે . . . . . . . . . એ રેડી છે" જાની એ રૂમનો દરવાજો અંદરથી લોક માર્યો રાણા સામે આંખ મારી રાણા પણ હસ્યો અને રૂમની બારી ખોલી કાઢી, બાજુમાં જતા પાઈપ વડે તેણે નીચે ઉતારવાનું શરૂ કર્યુ ત્યારબાદ મિ. જાની પણ નીચે ઉતાર્યો અને ડ્રાઈવર સાથે ગાડી બોલાવી તેઓ નીકળી પડ્યા.

"આ લે એડ્રેસ" રાણા એડ્રેસ આપતા બોલ્યો

"આટલી રાત્રે સાહેબ શું કઈ લફડું નથી ને?"ડ્રાઈવરે પૂછ્યું

"અલ્યા પોલીસ લફડા કરે? શું વાત કરશ?" મિ. જાની એ ટીખળ કરી.

"હાં" ડ્રાઈવર પણ હસ્યો.

એકદમ ધીમી સ્પીડે કાર જતી હતી સતત વ્યસ્ત રહેતું સુરત અત્યારે શાંત હતું. કારમાં ગુલઝાર ની ગઝલો ચાલુ હતી. મિ. જાની ખુદ તેને દોહરાવી રહ્યા હતા. રાણા મોબાઈલ માં લોકેશન જોવામાં વ્યસ્ત હતો. ત્યાં ગાડી અટકી.

"ચાલો રાણા ઉતરો. " મિ. જાની બોલ્યાં

કારમાંથી ઉતરી અત્યંત દબાતા પગે આગળ વધ્યાં અને ઘરની પાછળની બાજુ ગયા. શ્રેયા ના ઘરે હજી મેહેમાનો હતા બહાર પડેલા ચંપલો જોઈ અનુમાન લગાવી શકાય તેમ હતું. એક રૂમની લાઈટ ચાલુ હતી એ મિ. જાનીએ નોંધ્યું ફરી આગળ વધ્યાં.

"જો રાણા આ શ્રેયા નો રૂમ છે" રાણાને આંગળી ચિંધતા મિ. જાની એ કહ્યું.

"તમને કેમ ખબર?" રાણાએ સવાલ કર્યો

"આ જો એક લાઈટ ચાલુ છે ઉપર અને બીજાની બંધ એનો ભાઈ જરૂર જાગતો હશે ચાલ એના રૂમમાં જઈએ" મિ. જાની હસ્યા અને ઉપર જવાનો રસ્તો શોધવા લાગ્યો.

મિ. જાની આમતેમ નજર દોડાવતા હતા. ત્યાં પાઈપો ન હતા, કદાચ અન્ડરગ્રાઉન્ડ હશે ત્યાં રાણા બોલ્યો " સર જોવો આ બારી પરથી ઉપર જવાશે. પેલી બાલ્કની ની શેડ પર પકડી લઈએ તો જવાશે.

"જો નહિ પકડાય તો આપણે પટકશું અને પકડાશું એ અલગ"મિ. જાની અધ્ધ્વચ્ચે બોલ્યાં.

બંને હસ્યા અને રાણા આ જ ઉપાય જણાયો એટલે અમલ કરવો જ રહ્યો. ધીમે ધીમે રાણા બારી પર ચડ્યા કદાચ દોરડા હોત તો કઈ થાત પણ હતા નહિ. લગભગ ૭ ફૂટ જેટલો કૂદકો મારવાનો હતો રાણા એ કૂદકો માર્યો અને પહોચી ગયો. રૂમની અંદર નજર પડે અને અંદરનો ન જોઈ શકે તેમ બાલ્કની માં સાઈડ સાઈડ આગળ વધ્યો. એની પાછળ જાની એ કૂદકો માર્યો તે પણ આ જ રીતે આગળ વધ્યાં.

અંદર તેનો ભાઈ આટા ફેરા કરતો હતો. ત્યાંથી ધીમેથી શટર ના સ્ક્રુ ખોલી કલોરોફોર્મ સ્પ્રે કરી મિ. જાની અચાનક કુદી પડ્યા રાણા હેબતાઈ ગયો થોડીવાર પછી આગળ આવ્યો.

"આ શું સર?" મિ. રાણા બોલ્યો

મિ. જાનીએ આંખ મારી અને શ્રેયા ના રૂમ તરફ આગળ વધ્યાં. તેનો રૂમ ખુલ્લો જ હતો. મોબાઈલ ની ટોર્ચ ચાલુ કરી ટેબલ ના ખાના, તેનો ડ્રોઅર તપાસવા લાગ્યા. "રાણા તું જરા બહાર નજર રાખ તો, ઘણા લોકો છે નીચે, ઉપર આવશે તો ચોર સમજશે લોકો. "

રાણા બહાર કોઈ દેખાય નહિ એમ ઉભો રહ્યો. મિ. જાની ખુબ ચીવટ પૂર્વક બધું જોતા હતા કામની વસ્તુ સાથે લેતા ગયા. તેમના હાથમાં થોડા આલ્બમો આવ્યા. પણ એમાં કઈ મળ્યું નહિ. મિ. જાનીએ તેનું p. c. ખોલ્યું સદભાગ્યે પાસવર્ડ ન હતું એટલે નવી કડીઓની આશા હતી. તેઓ પિક્ચર ગેલેરીમાં જઈ ફોટો જોવા લાગ્યા. બહુ બધા ફોટા 'બેસ્ટી' નામના ફોલ્ડર મા હતા. અનેક પોઝમાં ફોટાઓ હતા ઘણા બધા ફોટો અંજના અને રિતિકા સાથે હતા. નાઈટ ડ્રેસમાં, સવારના ઉઠેલા ફોટો, હોઠના અનેક પોઝ રાખી તો ચાશ્માઓ રાખી ફોટો હતા.

આ બધામાં આગળ તેઓ પિકનિક ગયા તે ફોટો પણ હતા. તેમનું ગ્રુપ પાવાગઢ, ચાંપાનેર ના કિલ્લા ના ફોટાઓ પણ જોયા. પાવાગઢ ની ખીણના લોકેશન ના ફોટા પણ હતા. અંજના,રૂષભ તો વિરલ,રિતિકા અને તેના ઘણા ફોટા વિરલ સાથે પણ હતા બધા જ ફોટો કમ્પ્યુટર ના બ્લુટુથ થી મોબાઈલ માં લીધા. બધું સમું સુથરું રાખી ફરી બહાર નીકળ્યા.

તેના ભાઈ ના રૂમમાંથી નીકળતા નીકળતા તેનો મોબાઈલ સાથે ઉપાડતા ગયા.

"કેમ સર મોબાઈલ?" રાણા એ નીચે ઉતારતા પૂછ્યું.

"કાલે સવારે ચોરી નો રીપોર્ટ ફાઈલ થશે તો કાઈક બતાવવા તો જોઈશે ને મિ. જાની હસ્યા અને મનમાં બોલ્યાં કાંઈક નવું મળશે આ ફોનમાં.

***

બીજી બાજુ આ તરફ વડોદરા સુધી કાર પહોચી ગઈ હતી. એકધારી સ્પીડ પર કાર ચાલતી હતી સામેથી આવતા લાઈટ ના શેરડા ક્યારેક કારની ગતિ પર બ્રેક મારી દેતા. દર્શનભાઈ અને તેમની પત્ની બંનેનું હૃદય થોડી વધુ ગતિ થી ચાલતું હતું. દર્શનભાઈ પર માથું ઢાળીને તેમના પત્ની સુતા હતા કદાચ હમણાં જ આંખમાંથી આંસુઓ બંધ થયા હતા. અમુક વાત પર આપણો કંટ્રોલ નથી રહેતો તેણે જોઈ અને પછી આપણે આપણો 'શેલ' નક્કી કરવો પડે છે ત્યારે સ્થિતિ થોડી કફોડી બને છે. કારે બરોડા ના સ્ટેશન પર સ્ટોપ કર્યો થોડા ચાય-પાણી પીવા જરૂરી હતા અને કાર પણ થોડી ઠંડી પડે એ જરૂરી હતું.

"સાહેબ તમારી માટે ચાય લેતો આવું છું તમે બેસો. " ડ્રાઈવરે કહ્યું

"દર્શનભાઈ કારનો દરવાજો ખોલતા બોલ્યાં, "ના મારે પણ પગ છુટા કરવા છે થોડુ હું પણ ચાલુ છું.

પાછળ થી ટ્રેન ની વ્હીસલ સંભળાઈ ટ્રેન પુરપાટ ઝડપે આવી અને ઉભી સ્ટેશન ની ચહલ પહલ વધી હતી નિરવ શાંતિ માં ભંગ પડ્યો હતો. બંને જણા ચાની દુકાનમાં ગયા ત્યાં જઈને બેઠા. સામે ટીવી ચાલુ હતું અને તેની હેડ લાઈન માં અંજના ના સમાચાર ચાલુ હતા. આ જોઈ દર્શનભાઈ થોડા ગંભીર થયા. તેમના ચહેરા પરની રેખા વધુ ગાઢ બની. ટીવી કહેતું હતું કે શ્રેયા હત્યાકાંડમાં વધુ એક વળાંક પોલીશ ની વધુ એક નાકામી આટ આટલી નજર છતાં વધુ એક કોયડો. ઋષભ નો એને એના પેરેન્ટ્સ નો પતો નથી જડતો સુરત માં એમના ઘરમાંથી એના પેરેન્ટ્સ પણ ગાયબ.

આ સમાચાર થી તે ડઘાઈ ગયા ડ્રાઈવર પણ ડઘાઈ ગયો બંને એ લગભગ અડધો કલાક ચા પીવામાં લીધો, વધુ સમય પસાર કરવા તેઓએ નાસ્તો પણ મંગાવ્યો બીજી તરફ ઋષભ ના મમ્મી કારમાં ચિંતા કરતાં હતા.

"આપણે છેતરાયા હોઈએ એવું નથી લાગતું?" દર્શનભાઈ બોલ્યાં

ડ્રાઈવરને આખી વાત એટલી ખબર ન હતી એટલે બોલવાનું ઉચિત ન સમજ્યો.

દર્શનભાઈ વધારે ઝડપી ચાલી, સ્ટેશન ણી ભીડ ચિરતા ચિરતા આગળ નીકળ્યા વચમાં આવતા દરેક ફેરિયાને અવગણી ને તે આગળ ગયા અને કાર પાસે પહીચ્યા અને રૂષભના મમ્મી ને આખી વાત કરી થોડી વાર શાંતિ રહી પછી દર્શનભાઈ ને અચાનક બોલ્યાં "હવે અમદાવાદ જ જઈએ પાકું, જે થશે તે જોયું જઈશે. "

ફરી કાર ચાલુ થઇ, વડોદરા ણી આછી ટ્રાફિક ચીરતી ચીરતી આગળ વધી. હોસ્ટેલના વિદ્યાર્થીઓની ચહેલ પહેલ ઘટતી જ ન હતી મસ્તી મજાકમાં ઝુમતા તેઓ આગળ જતા હતા. કર નેશનલ હાઈવે પર પહોચી એકધારી ઝડપે એક પછી એક વાહનનો ઓવર ટેક કરી કાર આગળ વધી.

***

બીજી તરફ હોસ્પિટલમાં ધીમે ધીમે મીડિયાની ભીડ ઓછી થઇ હતી. પોલીસ તરફ થી ઠોસ જવાબો ન મળતા છેવટે પોતાની મનઘડત વાતો કરી બધા પત્રકારો પાછા ફરતા હતા. વિરલ, સંજય અને રિતિકા બહુ જ સમય થી બોલ્યાં વગર બેઠા હતા. એકબીજાની સામે જોઈ માત્ર આંખોથી વાત કરી લેતા હતા પરિસ્થિતિ કોઈ ના કાબુમાં ન હતી આવા સંજોગોમાં માત્ર એક કામ પોલીસને કરવાનું હતું પેલી ક્લિપ કોને 'શેર' કરેલી. મિ. વ્યાસે I. T. વિભાગમાં આખી ઘટના કહી દીધી હતી. સવાર પડતા અંજના ભાનમાં એ નક્કી ન હતું પણ આવશે એવી ખાતરી ડોક્ટર આપી ચુક્યા હતા.

"બાળકો તમે આરામ કરવા જાવ અમારી ટીમ છે ને અહી વ્યાસ આવીને બોલ્યાં

સામેથી કોઈ પણ જાતનો જવાબ ન આવ્યો માત્ર નજરો વડે નકાર આવ્યો હતો. વ્યાસ ખુદ સમજી ગયા અને પાછા નીચેની તરફ દાદર ઉતરી ગયા. રાતનાં ત્રણ ચાલીસ ઘડીયાળ બતાવતું હતું અને સમય નિરંતર આગળ વધતો હતો.

***

"સર હવે વડોદરા જવું છે?" રાણાએ મિ. જાની ને પૂછ્યું

"સવાર સુધી રાહ જોઈએ રૂષભ ના ઘરે જવાબ આપવો પડશે ને એટલે ત્યાં જઈએ પહેલા અને આરામ કરી લઈએ"

તેમની ગાડીમાં ફરી પાછા રૂષભ ના ઘરે આવી ગયા અને કઈ જ ન થયું તેમ ઉંઘી ગયા.

થોડા સમય પછી શ્રેયાના ભાઈને હોશ આવ્યો. આખી ઘટનાને યાદ કરવાનો પ્રયત્ન તેને કર્યો પણ કઈ ચોક્કસ યાદ ન આવ્યું તેણે પોતાનો રૂમ ફંફોસીયો પણ કઈ અજુગતું ન મળ્યું. શ્રેયા ના રૂમમાં વળ્યો ત્યાં પણ કઈ ન જડ્યું. જાની એ રીઢા ગુનેગારની માફક આખુંય કાવતરું પાર પાડ્યું હતું હવે તેનું ધ્યાન મોબાઈલ તરફ ગયું પેન્ટના ખિસ્સા જોયા, કબાટ જોયો ક્યાંય ન જડ્યો ને સમજી ગયો પણ વાત એટલી ગંભીરતાથી ન લીધી અને ફરી ઉંઘી ગયો. સવારના ઘરે વાત કહીશ એમ વિચારી મન વાળ્યું.

આ બાજુ સવારનો નાસ્તો પતાવી મિ. જાની ઉપડી પડ્યા કારમાં મસ્ત ગીતો વગાડતા અંતર કપાતું હતું અને પોતાની ચશ્માની પાછળ થી બધું જોતા હતા. સુરત ફરી નોકરી પર ચડી રહ્યું હતું અને ફરી સ્વપ્ન પુરા કરવા માનવી એ દોટ મુકી હતી. આગળ જતી કાર સતત ચાલતી હતી અને ત્રણેય જણા શાંત સરોવર જેવા હતા. કામ વગર બોલવા પર પ્રતિબંધ હોય તેવું જણાતું હતું. થોડી વારમાં બરોડા ૭૫ km નું બોર્ડ વંચાયું અને મિ. જાનીએ આંખ મીચી.

પ્રકરણ - 6

મીચેલી આંખોમાં થોડી ઊંઘ હતી પણ આખો કેસ ફરી મિ. જાનીની બંધ આંખો સામે ફ્લેશ થવા લાગ્યો. નાની વાત પાછળ વધુ ધ્યાન રાખતા ગયા અને મગજ માં ચેક લીસ્ટ બનાવ્યું આ કામ થયું કે નહિ એ મુજબ right અને wrong કરતાં ગયા એટલામાં સુરત થી P. I. નો ફોન રણક્યો મિ. જાની એ આંખ ખોલી અને ફોન જોઈને ચમક્યા ફોન રીસીવ કર્યો ત્યાં સામેથી અવાજ આવ્યો.

"ગુડ મોર્નિગ સર"

"યસ વેરી ગુડ મોર્નિંગ સર" જાનીએ વળતો જવાબ આપ્યો.

"સર, શ્રેયાના ઘરેથી પોલીસ ફરિયાદ આવી છે ,આમાં તમારો હાથ છે કઈ" P. I. બોલ્યાં

"હાં ભાઈ આવા કાવતરા મેં જ કર્યા છે " મિ. જાની એ ટીખળ કરી

"તો વાત આગળ નથી વધારતો"

"ગુનેગાર આ રહ્યો પકડી લો તમે સાહેબ" ફરી મિ. જાની એ અટ્ટહાસ્ય કર્યુ ફોન કર કરી દીધો.

બસ બરોડા ની હદ આવી ગઈ હતી હવે GJ-6 નંબર પ્લેટ ની અવર જવર આ વાત ની સાક્ષી પુરાવતી હતી કારની સ્પીડ ધીમી પડી હતી અને શાંતિ એ જ રીતે કાયમ હતી.

***

આ બાજુ અંજનાના શરીર ની મુમેન્ટ લેવલમાં આવી હતી હૃદય ના ધબકારા 'સ્ટેબલ' થયા હતા અને આંગળી પણ હલતી હતી આ પ્રગતિ જોઈ ત્રણેય ના ચહેરા પર ખુશી હતી એ વાતનો સંતોષ હતો કે વધુ એક મિત્ર ખોવો નહી પડે. હજી આંખો ખુલી ન હતી એટલે થોડી ઘણી ચિંતા મગજના કોઈ ખૂણે હતી પણ તેનું પ્રમાણ ઘટી ગયું હતું.

વિરલ બધા માટે ચાય લાવ્યો અને સાથે બિસ્કીટ પણ લાવ્યો હતો. રિતિકા એ ચા ઠલવી ત્રણેય જણાય અને મિ. વ્યાસ ને પણ ચાય આપી વ્યાસ પણ હવે ઓછા તણાવ માં હતા. જાની ના આવવાના સમાચાર થી તેમણે થોડી શાંતિ મળી હતી.

નાની વાતોમાં ઝઘડતા મિત્રો અત્યારે એકબીજા માટે જીવી રહ્યા હતા. એકબીજાને પોતાનાથી કેમ મદદ થઇ શકે કઈ રીતે તકલીફ ઘટે એ જ વિચારથી જીવતા હતા. આ બધું મિ. વ્યાસ જોઈને મનમાં કહેતા, નવી પેઢીમાં પણ લાગણી નામનું દ્રવ્ય સુકાયું નથી માત્ર સ્વરૂપ બદલાયું છે.

મિ. જાની હોસ્પિટલ માં આવી ચડ્યા એ જ ચાલની છટા, આંખોમાં ચશ્માં અને ચહેરા પર તેજ પાછળથી આવતા પત્રકારોને અવગણતા અવગણતા હસતો ચહેરો મિ. વ્યાસ જોડે હાથ મિલાવી આગળ વધ્યાં

"શું કહે છે અંજુ" મિ. જાની એ કહ્યું

"બસ સુતી છે હજુ જોવો," વ્યાસે થોડા હળવાશથી કહ્યું

"સરસ તો ભલે કરે આરામ તમે જરા મારી જોડે આવો"

બંને જણા થોડા બાજુ પર ગયા અને મિ. જાનીએ પેલો મોબાઈલ ફોન બતાવ્યો થોડી વાતચીત બાદ મિ. વ્યાસ ને મોબાઈલ આપી વિરલ જોડે આવ્યા. વ્યાસ મોબાઈલ લઈ બહાર નીકળ્યા.

***

દર્શનભાઈ અમદાવાદ પહોચી ચુક્યા હતા તેમનું હૃદય પણ થોડું વધારે ધબકતું હતું પોતાના સંતાનને જોવા માટે તેમના વાઈફ ની માળાઓ ચાલુ હતી. સતત ઈશ્વર સાથે ટચમાં રહી પોતાના છોકરા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. અમદાવાદ ની ટ્રાફિક હેરાન કરનારી હતી સતત ટ્રાફિકથી ઉતેજના વધતી હતી અસારવા આવતા આવતા પરસેવા પડી ગયા હતા.

ભારે સમય પસાર કર્યા બાદ તેઓ સિવિલ હોસ્પિટલ માં પહોચ્ય કાર પાર્કિંગ કરી અને નીચે ઉતર્યા. થોડા ઘણા પોલીસ હવાલદાર ફરતા હતા દર્દીઓની લાઈનથી ઉભરાતી સરકારી હોસ્પિટલ માં એક કરોડપતિ બાપનો દીકરો સારવાર લઇ રહ્યો હતો આ વાતથી દર્શનભાઈ નું હૃદય બળતું હતું.

દરવાજા પરની ફોર્માલીટી પૂરી કરી અને રૂમ નંબર મેળવી તેઓ દાખલ થયા ત્યાં રહેલા પોલીસે તેમની માહિતી અને સબંધ જાની દાખલ થવા દીધા. લગભગ બધા ઉતારચડાવ બાદ ઘણા સમય બાદ પોતાના વ્હાલસોયા ને જોઈને તેઓ ગળગળા થઇ ગયા દર્શનભાઈ બહાર નીકળી પોલીસ સાથે વાત કરતાં થયા અને બધું જ પૂછ્યું ગંભીર મોઢે ચાલેલી ચર્ચા એ વાત વધુ 'ક્લિયર' થઇ અને દર્શનભાઈ શાંત થયા એવું લાગ્યું.

રૂષભ ને શરીર પર ભારે હથિયારો વડે ફટકા પડવાથી સોજા આવી ગયા હતા. આંખો પર ના સોજો ચેહરો વિકૃત બનાવતો હતો. હાથ માં હળવું ફેકચર હતું જેથી હાથ શિથિલ હતો શરીર પર ક્યાંક લોહી બાઝી ગયું હતું જે હવે કાળું પડી ગયું હતું આવું દ્રશ્ય જોઈ તેના મમ્મી તો હેબતાઈ ગયા.

અંજનાનું હોશમાં આવવું હવે બહુ નજીક આવી રહ્યું હતું. એક તરફ રૂષભ પણ હોશમાં આવી રહ્યો તે કદાચ યાદશક્તિ ભૂલી ગયો તેવો ભય ડોક્ટરને સતાવતો હતો પણ કઈ થઇ શકે તેમ ન હતું. પોલીસ ને પણ હવે થોડી શાંતિ મળી હતી ઋષભના વાલીની હાજરીથી થોડા રીલેક્ષ બન્યા હતા. એક તરફ તે રૂષભ ને આ રીતે મારનાર ની શોધખોળ પણ કરી રહ્યા હતા.

***

"હાં તો વ્યાસ સાહેબ જુઓ આ ફોન માં અમુક વસ્તુઓ છે જેનો સીધું કનેક્શન શ્રેયા અને રૂષભ જોડે છે" મિ. જાની એ બોમ્બ ફોડ્યો.

A. C. Office માં ચાય પર ચાલતી ચર્ચા દરમિયાન મિ. જાની દૂધનું દૂધ પાણીનું પાણી કરવાના ઈરાદાથી આવેલા. મીડિયાને મો પાર જવાબ દેવા તે સજ્જ બની ગયા.

"હવે બસ રૂષભ આવે એટલી વાર વ્યાસ સાહેબ"

મિ. જાની ઉભા થયા અને સુરત ફોન જોડી દુર ચાલતા થયા. લગભગ ચાર થી પાંચ ફોન કરી જાની અડધો કલાક રહીને ફરી આવ્યા. રાણા સતત આટા ફેરા કરી રહ્યો હતો તે અમદાવાદ ની અપડેટ આપતો રહેતો હતો.

"રાણા અમદાવાદ કહો કે જો સ્થિતિ બરોબર હોય તો વડોદરા શીફ્ટ થઇ જાવ" જાની બોલ્યાં

"આમ કેમ?" રાણાએ સવાલ કર્યો

જાની મલકાયા અને ચશ્માં ચડાવી ચાલતા થયા અને અંજનાની પરિસ્થિતિ નો તાગ મેળવવા લાગ્યા.

અંજના પણ ખતરાથી બહાર હતી અને હોશ માં આવવાની તૈયારી માં જ હતી. આ બધા કાવાદાવા, નાની ઉમરમાં વિરલ અને તેના મિત્રો જોઈ રહ્યા હતા તેઓ પણ આવી જિંદગી જીવશે તો કેવું લાગશે તે વિચારી હલી જતા હતા.

ઘડીયાળ માં સમય દોડતો હતો રૂષભ ના શરીર માં ચેતના આવવા લાગી. દર્શનભાઈ એ ડોક્ટર ને બોલાવ્યા અને ડોક્ટરને મળેલા મિ. જાનીના મેસેજ પ્રમાણે રૂષભ ને બરોડા જ ટ્રાન્સફર કરવાનો હતો આથી ડોક્ટર પણ બહુ જલ્દી સારવાર કરવામાં લાગ્યા, બ્લડ પ્રેશર, સુગર જોયા બાદ અમુક ફોર્માલીટી સમજાવવા લાગ્યા.

"સો દર્શનભાઈ ready to leave. "

"yes. why not. . ready" હકાર માં ઉતર આપ્યો.

ડોક્ટરની બધીજ પ્રક્રિયા પૂરી થતા જ રૂષભ અને મમ્મી ભેટી પડ્યા પણ ત્યાં પોલીસ આવી ગઈ અને માં-દીકરા નું વ્હાલ પૂરું થયું.

"રૂષભ તો તારી આવી હાલત કઈ રીતે થઇ, બરોડા થી અમદાવાદ કઈ રીતે આવ્યો. શ્રેયા અને તારા વચ્ચે છેલ્લે શું વાતચીત થઇ અને એના મર્ડરમાં તારો હાથ ખરો ?" પોલીસે ઝડી વરસાવી.

"જુઓ આ બધામાંથી હું માત્ર બે પ્રશ્નો નો જ જવાબ આપી શકુ છું બાકી મને નથી ખબર" રૂષભ એ રોકડું પધરાવતા કહ્યું.

રૂમમાં થોડી વાર સન્નાટો છવાઈ ગયો. રૂષભ પડખું ફરવા ગયો પણ તે ન ફરી શક્યો, ડાબી બાજુ મુંઢમાર હતો.

"આહ" તેના મોઢામાંથી કણસ નીકળી ગઈ. આંખ માં આંસુ આવી ગયા પણ ફરી સ્વસ્થ થયો અને બોલવાનું શરૂ કર્યુ.

"પણ ત્યાં મિ. જાણી નો ફોન રણક્યો અને પોલીસ ઇન્સ્પેક્ટર બહાર નીકળ્યા. દસ મીનીટ બાદ તે અંદર આવ્યા અને બધા તરફ જોયું બધાનાં ચહેરા પર પ્રશ્નાર્થ હતું.

"નીચે એમ્બ્યુલન્સ રેડી છે બરોડા જવું પડશે તમારે"

અચાનક આ નિર્ણય આવતા રૂષભ ખુદ ચોંકી ગયો પણ દર્શન ભાઈ ને હાશકારો થયો. તેમણે વિચાર્યું ત્યાં એકાદ ઓફિસર તો જાણીતા છે. આથી તે ઝડપી સામાન લેવા લાગ્યા. લગભગ એકાદ કલાક સુધી આમ થી તેમ સામાન ફેરવ્યા બાદ તેઓ બરોડા માટે નીકળ્યા દર્શનભાઈ એમની કારમાં ડ્રાઈવર જોડે હતા અને રૂષભ તેની મમ્મી જોડે સાથે બે પોલીસ હવલદાર એમ્બ્યુલન્સ માં બેઠા.

આ તરફ અંજના પણ ભાનમાં આવી ગઈ. જાનીએ હજી રૂષભ ના ન્યુઝ જાહેર કર્યા ન હતા. તે હજુ રૂષભ ની જ બાબત માં જાણતા ન હતા તેવા ડોળ કરતાં હતા. અંજના અને તેના મિત્રો તેણે ક્લિપ વિશે વાત કરે છે આથી અંજના થોડી ડીપ્રેશન માં આવે છે પણ મામલો પતી ગયો અને તે ક્લિપ પણ બ્લોક જ થઇ ગઈ એવી જાણકારી વિરલ આપે છે થોડીવાર બાદ વિરલ સંજય અને રિતિકા એ હોસ્પિટલ છોડી તે હોસ્ટેલ માં ફ્રેશ થવા નીકળ્યા. .

"સાંજે પાંચ વાગ્યે આવી જજો" મિ. વ્યાસે કહ્યું.

"હમ્મ " આટલું બોલી નીકળ્યા.

"હાશ, અંજુ ઇઝ ફાઈન નાઉ હવે રૂષભ ના સમાચાર મળે એટલી વાર" રિતિકા એ વાત શરૂ કરી.

બધા રીક્ષા ની શોધખોળ માં લાગ્યા બપોરના સમયે આ લોકો ને આવા લઘરવઘર જોઈ રસ્તા પરના લોકો નાકનું ટીળું ચડાવતા અને જતા હતા ત્યાં રીક્ષા માં બેઠા. રિતિકા વાત અધૂરી મુકી ને જ સુઈ ગઈ, થોડી વાર બાદ રીક્ષાએ સ્ટોપ લીધો.

"ઓ દેવી ઉઠો ઘર આવ્યું હવે તમારું" વિરલ બોલ્યો

થોડી વાર માટે હાસ્ય નું મોજું ફરી વળ્યું તેઓ બંને એ રીતીકાને વિદાય આપી અને હોસ્ટેલ પર ગયા.

" શું લાગે છે રૂશભે જ શ્રેયા ને પતાવી દીધી હશે " વિરલ બોલ્યો

"ટોપા, શું બકવાસ કરશ આવું થોડું હોય "

અને સાંજે પાંચ વાગ્યે શું હે પાર્ટી?, વ્યાસ સર બોલાવ્યા છે આપણે'

"હાં એ પાર્ટી આપશે હો ચાલ છાનો મીનો હવે" બંને હોસ્ટેલ પહોચ્યાં

હોસ્ટેલમાં પણ તેઓ સેલીબ્રીટી હોય તેમ વિદ્યાર્થીઓ જોવા લાગ્યા. કોલેજ ટાઈમ હોવા છતાં તેઓ હોસ્ટેલ માં જ હતા આ વાત બંનેને નવાઈ લાગી. તેઓ રૂમ પર પહોચ્યાં.

"ચાવી લાય" સંજય બોલ્યો

"નહી તારી જોડે?" વિરલ ચીડવતા બોલ્યો અને ચાવી આપી.

રૂમ ખોલતા જ બંને જણા પથારી પર કુદી પડ્યા અને સુઈ જ ગયા. આખા દિવસ ના થાક્યા હાર્યા શારીરિક શાંતિની ખોજમાં હતા જે તેમણે પથારીમાં મળવાની હતી. ગાંડા ની માફક સુઈ ગયા. હાથ અને પગ તો ક્યાં હતા એ તેમને પણ ખબર ન હતી. રૂમ ગજવતા નસકોરા લેતા લેતા સુઈ ગયા. લગભગ બે કલાક પછી ઉઠ્યા, લાલ આંખો અને કળતરા કરતા હાથ પગ મરડતા ઉઠ્યા અને નાહવા ઉપડ્યા.

મૌન રાખી કામ કરતાં હતા થોડા સમય પછી તૈયાર થયા અને રિતિકા ની રાહ જોવા લાગ્યા.

"મેડમ ઉઠ્યા કે નહી" સંજયે પૂછ્યું

"હાં ઉઠ્યા છે બસ આવે છે"

***

હોસ્પિટલ માં ભીડ જમા થતી હતી. મીડિયા, પ્રિન્ટ મીડિયાના પત્રકારો આવી ગયા હતા. રૂષભ અને એના મમ્મી, પપ્પા આવી ગયા સૌ મિ. જાની ની રાહ જોતા હતા. સંજય, વિરલ અને રિતિકા ત્યાં પહોચ્યાં. રૂષભ ને બહુ સમય પછી જોયો હતો આથી ત્રણેય જણા ભેટી પડ્યા. એક શકની નજર હતી એવી વાત રૂષભ ને પ્રતીત થઇ. બીજા બેડની વ્યવસ્થા કરાઈ અને ત્યાં રૂષભ ને સુવાડ્યો.

આ તરફ હલચલ વધી હતી મિ. જાની ચશ્માં પહેરી એ જ અંદાજ માં આવતા હતા સાથે શ્રેયાનું ફેમિલી અને સુરત પોલીસનું સરપ્રાઈઝ પેકેજ હતું જેથી બધા બે ઘડી હેરાન થઇ ગયા. થોડા અભિવાદન પછી ઓળખાણ કરાવી અને જાનીએ સીટ લીધી.

"so mr. how are you now?" મિ. જાનીએ રૂષભ ને પૂછ્યું

" Now feel ok sir, but who are you"

"ઓહ હાં, તમે કોઈએ મારો પરિચય ન આપ્યો આ બાળક ને" જાનીએ ટીખળ કરી

"કીધું છે પણ ઓળખ્યો નહી તો પણ" મિ. વ્યાસ બોલ્યા

" હાં હાં હાં " જાની હસ્યા અને ફરી રૂષભ ની સામે જોયું

"તો રૂષભ હું કરું એ સાચું કે ખોટું " જાની એ વાત આગળ વધારી

"સારું"

રૂષભ સામેથી નજર હટાવી મિ. જાનીએ શ્રેયા ના મમ્મી પપ્પા ને બોલાવ્યા અને બેસાડ્યા

"આને ઓળખસ" શ્રેયાના ભાઈને બોલાવતા કહ્યું

"યસ જીગર છે આ શ્રેયા નો ભાઈ, બહુ ટાઈમ થી વિદેશ હતો આ અને આ એના મમ્મી પપ્પા છે" રૂશભે પૂરું કયું.

"તો જે દિવસે ઝઘડો થયો એ દિવસે તે શું કર્યુ" મિ. જાનીએ પૂછ્યું

"કયો ઝઘડો"

"શ્રેયાનો એના ઘરેથી કેમ તને નહી ખબર " મિ. જાનીએ પૂછ્યું

"ના"

"સાચું બોલ બાળક બચી જઈશ" મિ. જાની સખત થયા

"નથી ખબર સર"

"અંજના તું બોલ,તમારી કિસનો વિડીયો વાયરલ થયો એની પાછળ કાઈ શંકા" જાનીએ ત્યાં ફરીને અંજના ને પૂછ્યું

"સર કાઈ ખ્યાલ નથી મને કે શું થયું" અંજના થોડી ઉદાસ થઇ.

"આ શું વિડીયો હે અને મને તો એ પણ કહેતા નથી કે અંજના એ સ્યુસાઈડ કેમ અટેન્ડ કર્યુ. " રૂષભ થોડો ગુસ્સામાં આવ્યો.

મિ. વ્યાસ બે કદમ આગળ આવ્યા અને મોબાઈલ બતાવ્યો રૂશભે જોયું બે પગ કસીને બાંધેલા રાખી તેઓ અત્યંત ઉતેજીત કિસ કરી રહ્યા હતા.

"અહી રૂષભ આ શું? આ કરવા મુકીએ છીએ તને અમે" દર્શનભાઈ બોલ્યાં.

માહોલ તંગ બનતો હતો અને મિ. જાની ના ચહેરા ના ભવા તંગ થયા હતા. રૂષભ ના મમ્મી પણ ગુસ્સે થયા અને દુર ચાલી ગયા. વિરલ અને તેના મિત્રો પણ ચુપચાપ બેઠા હતા આખી વાત ને સાક્ષી ભાવે જોતા હતા.

" હાં તો આ વિડીયો ને લીધે જ આપણે અહી છીએ" બહુ સમય પછી રાણા બોલ્યો

"અચ્છા આ શું અંજના આવું સાવ" રૂષભ એ કહ્યું

અંજના કઈ ન બોલી અને નીચું જોઈ બેઠી. આંખોની પાપણ ભીની કરી લીધી. જાની તદ્દન શાંત હતા ગંભીર હતા આખી પરિસ્થિતિ માપી અને બોલ્યાં

"છેવટે આ ખુનનો આક્ષેપ તારા પર છે યુ નો" રૂષભ ને કહ્યું

"કેમ મારા પર"

"છેલ્લે તું દેખાયો હતો એની જોડે"

આ વાત સંભાળતા જ શ્રેયા ના પપ્પા આગળ આવ્યા અને બોલ્યાં

"રૂષભ તમે તો સારા મિત્રો હતા તો આ શું?"

"પણ જો કઈ નથી કર્યુ" રૂષભ એ જ ટેપ ચાલુ રાખી

"let me go on" જાની બોલ્યાં

મિ. વ્યાસે આગળ આવી લઇ ગયા તેમને

"તો આખી વાત કહે તું આમને"

"હાં"

"એ રાત્રે હું અને શ્રેયા જોડે તો હતા. એ અપસેટ હતી પણ કઈ બોલતી નથી પણ ત્યારે હું સમજ્યો ન હતો. પણ હવે સમજાયું કે એ ઝઘડો કરી રહી હતી. અને શ્રેયા ને હવે એ પાર્ટી માં રસ ન હતો એટલે દુર જવા લાગી. અંજના અને બાકી બધા મસ્તીના મુડમાં હતા એટલે જો અમને બોલાવ્યા નહી અને હું શ્રેયાની પાછળ ગયો ત્યાં તો પાછળ થી કાઈ આવ્યું"

રૂષભ અટક્યો અને ફરી બોલ્યો "બસ આટલું જ યાદ છે મને"

પ્રકરણ - 7

"પાછળ વળતા જ મારી આંખો કંઈ પણ જોય એના પહેલા જ કંઈક સ્પ્રે જેવું દાખલ થયું અને આંખમાં થયેલી બળતરાને હું હજી ભુલી નથી શક્તો સર આવી પીડા મે ખુદ ક્યારેય નથી અનુભવી. હાથ ગાંડાની માફક ઉલાળવા લાગ્યો અને બુમો પાડતો હતો પણ સંગીતનો અવાજ એટલો હ્તો કે કોઈને મારી ચીસો નહીં સંભાળી અને તરત ફટકો પડયો અને હું બેભાન થઈ ગયો" રૂષભ આટલું બોલી અટકી ગયો

"આવી વાહિયાત વાતથી હું અને આ બીજા અધિકારી માની જ્શે" મિ. જાનીએ ભવા ચડાવ્યા ચહેરાની રેખાઓ તંગ બની

"કેમ વાહિયાત? જે છે એ આ છે બાકી હવે તમને કહેવા માટે મારી જોડે ક્શું જ નથી"

"એક તો વાત કે સ્પ્રે આવ્યું અને તારી આજુંબાજું વાળાનું ધ્યાન પણ ન ગયું અને ફટકો વાગ્યો છ્તાં પણ કોઈ મદદે ન આવ્યું"

જાની આ વાતમાં બધું જાણતા હોવા છ્તાં ન જાણવાનો સરસ અભિનય કરતા હ્તા જેમ બને એમ ઉંડી બાબતોમાં કેસ લઈ જવા માંગતા હતા.

"સર હું અને રૂ ભ તો બહુ સાઈડમાં હ્તા તમે અમારો વિડીયો ન જોયો" અંજના શરમ રાખ્યા વગર બોલી ગઈ

"આખી ઘટના તો તમારી કિસ પછી બની છે તો એ ક્યાં દુર હ્તો અને જ્યારે હુમલો થયો ત્યારે તેની જોડે શ્રેયા જ હતી એ તો નકકી છે મિસ. અંજના ? જાનીએ આખી વાતની પાયાવિહોણી ગણાવી દીધી.

"હા વાત તો સાચી જ છે તમારી હું અને અંજના ફરી ગ્રુપ જોડે એડડ થયા પછી શ્રેયા મને દુર લઈ ગઈ એ કંઈક કહેવા માંગતી હતી એના ચહેરા પર ઉતાવળ જણાતી હતી. જ્યારે મારી જોડે બાઈક પર હતી ત્યારે પણ એ કંઈક કહેતી હોય એમ લાગ્તું હ્તું. મે આખી વાત સાંભળવાની તસ્દી ન લીધી અને બાઈક દોડાવતો ગયો"

આ આખી વાત વિરલ સહિત બધા માટે નવી હતી અને સંજય તો ભયાનક તોફાનમાં ફસાયો હોય તેમ વિચારતો હ્તો કે અને બોલ્યો "આ બધી વાત એણે મારી સાથે 'શેર' કેમ ન કરી"

"કેમ ભાઈ તારી જોડે વાત કરે અને પહેલી વાત તો એ કે ઘરમાં એવું કશું બન્યું જ હતું કે એ 'અપસેટ' હોય આ બધી તમે ફેરવી તોળેલી વાતો છે બંધ કરો આ નાટક" શ્રેયાના પપ્પા ખુબ જ ગુસ્સે ભરાયા

જાનીએ તેમની તરફ ઈશારો કર્યો અને રાણાને કહ્યું ભાઈને શાંત રખાવ. રાણા તેમને લઈ બહાર ગયો. બહાર લોકોમાં કુતુહલ હતું. આટલા બધા પોલીસ ઓફિસરની અવરજવરને લોકો જોઈ લેતા હતા પણ બોલવાની હિંમત કોઈ કરતું ન હતું. એક હોસ્પિટ્લનો રૂમ પોલીસ સ્ટેશનનાં રિમાંડમાં ફેરવાઈ ગયો હ્તો ધારત તો આખુય કામ રિમાંડ રૂમમાં થઈ શકત પણ આ તો જાની હતા અનહોની કો હોની કર દે. . .

રૂમનું એ,સી, ચાલું હોવા છ્તાં તમામના માથા પર પરસેવા બાજી ગયા હતા. દ્સ પંદર જણા રૂમમાં હતા છતાં રૂમમાં નીરવા શાંતિ હતી. બધાના મગજમાં વિચારોના ઘોડા અલગ અલગ દિશામાં દોડી રહ્યા હતાં પણ ઘોડો ચંબલની ખીણોની કોતરોમાં અટવાઈ ગયો હોય તેમ સાચા ગંત્વ્ય સ્થાન સુધી પહોચી શકતો ન હતો

આ બધાની વચ્ચે મિ. જાની સ્વસ્થ હતા પણ કંઈ બોલતા ન હતાં એક ઉંડા વિચારોની ખીણમાં તેઓ પણ ખૂંપી ગયા હતા થોડી થોડી વારમાં પોતાના ચશ્માંનો ચડાવ ઉતાર કરી લેતાં. જાનીનું આ વર્તન રૂષભ અને શ્રેયાનાં પરિવાર સિવાય નવું ન હતું આથી બાકીના લોકોને આ શાંતિને સમજી શકતા હતા. રાણાના આવવાની રાહ જ જોતા હતા તેવું એમના વર્તન દેખાઈ આવતું હતું ફરી ફરીને થોડી વારે દરવાજા તરફ જોતા હતા.

દસ મિનિટ સુધી કોઈ હિલચાલ ન થઈ. એ. સીનો ધીમો અવાજ શાંતિમાં ભંગ પાડતો હતો બાકી નિરવ પ્રશ્નાથઁ શાંતિ હતી. ત્યાં તો દરવાજા પર થોડો અવાજ થયો અને રાણાનાં પડછંદ હાથે દરવાજાને ખોલ્યો. તે જાની સામે હસ્યો અને પાછળથી શ્રેયાના પપ્પા આવ્યા. તેમણે પોતાની જગ્યા લીધી. તેમના ચહેરાની રેખાઓ તંગ હતી.

"હા રૂષભ પછી બોલ હવે" શ્રેયાના પપ્પા બોલ્યા. આ પરિવર્તન અપેક્ષા જાની સિવાય કોઈને ન હ્તી માત્ર જાની મુછોમાં હસતાં હતાં.

"અંકલ એ ફટકા પછી શ્રેયાનાં ચહેરાને એક સેકંડ જોઈ શક્યો અને બેભાન થઈ ગયો એ રાત્રે શું બન્યું એ ભગવાન જ જાણે પછીની સવાર હું ભાનમાં આવ્યો ત્યારે કયાં હતો એ મને પણ ખબર પડતી ન હતી. રાતની શીતળતાએ શરીર કડક કરી દિધું હતું અને ઉભો થવા ગયો પણ ફરી પડી ગયો અંતે ઉભો થયો. થોડો ચાલ્યો ત્યાં ખબર પડી આ તો કાળુપુર સ્ટેશન હતું એટલે સમજી ગયો મને અમદાવાદ લવાયો હતો પણ ન તો કોઈ ખિસ્સામાંથી કોઈ ચબરખી નીકળી અને મારું પર્સ મારી જોડે ન હતો મોબાઈલ પણ નહી. આગળની રાતનું ખાલી પેટ સતત પુરવઠો માંગી રહ્યું હતું પણ આ દુનિયામાં કોઁણ 'ફ્રી ઓફ્ફ' આપે છે ભલાં. માથાની ઈજા થોડી થોડી વારે હાથ ફેરવવા મજબુર કરતી હતી ત્યાં લોહી જામી ગયું હતું એ ખ્યાલ આવ્યો. મન વડોદરા જવા લલચાયું એટલે પાછળ વળ્યો ધીમી ધીમી ચાલે હું આગળ જતો રહ્યો અને અચાનક ફસડાઈ પડ્યો"

આટલું બોલતા જ રૂષભ રડમસ થઈ ગયો એનાં મમ્મી તેની બાજુંમાં આવ્યા અને એની પીઠ પર વહાલથી હાથ ફેરવવા લાગ્યા. માંનો હાથ ફરતા જ તે માંને વળગી પડ્યો અને ડુસકા ભરવા લાગ્યો, આ વલોપાતે વાતાવરણને વધું શાંત કરી દીધું.

"હા વાત તો સાચી છે જાની સર આ છોકરાની" અમદાવાદથી આવેલી પોલીસ બોલી "આ બાળકની જાણ અમને ત્યાંનાં કુલીઓએ કરેલી"

આખી વાતની એટલું તો સાબિત થતું હતું કાતિલ રૂષભ ન હતો. તેની આંખોની માસુમિયત અને ચહેરાનાં હાવભાવ પરથી કોઈ સામાન્ય પણ કહી શકે કે આ વખતે તે નિર્દોષ હતો.

થોડીવાર પછી તે સ્વસ્થ થયો વિરલ બધા માટે ચા લેતો આવ્યો. રિતિકાએ બધાને ચાય આપી. મિ. જાની બહાર નીકળી સિગારેટનો કસ લેવા લાગ્યા. બહાર નીકળતા ધુમાડાની સાથે જાની રિચાર્જ થઈ ગયા હોય તેમ પુરતી ઉર્જાથી ફરી રૂમમાં દાખલ થયા. મોઢામાં ચિંગમ ચાવતા ચાવતા ખુરશી પર બેઠા બાજુમાં રાણા પણ બેઠા.

"સરસ તો આપણે પાછા આગળ વધીયે બોલ તને કોઈ શંકા હોય તો કહે મને કે મારી શંકાની સોય તો અત્યારે સંજય તરફ વળી છે. "મિ. જાનીએ ધડાકો કર્યો

આ ધડાકાથી આખો રૂમ સંજય તરફ જોવા તીક્ષ્ણ અને વક્ર નજરે જોવા લાગ્યા આમ ઓચિંતા આક્ષેપ સંજય પણ ખળભળી ગયો તેનો ચહેરો લાલ થઈ ગયો અને લોહી થીજી ગયું હોય તેમ જણાતું હતું. જીભ પર શબ્દો આવતા ન હતા જાણે તે કોઈ દુકાળ નદી સુકાઈ ગઈ હોય તેમ સુકાઈ ગઈ.

પાંચ સાત મિનિટ સુધી કોઈ હિલચાલ ન થઈ માત્ર બે હવલદાર વિરલને ઘેરી વળ્યા અને તેમને પોતાની સ્થિતી લીધી.

"તો સંજય તું શું કહે છે" રાણા બોલ્યો

"પણ. . . . . શું . . . . . . . બોલું હું ઓચિંતુ તમે ક્યાં આધારે કહી શકો કે હું મારા બે મિત્રને રહેંસી નાખું કંઈક બોલવા ભાન રાખો માત્ર શંકા છે એમ કહી દીધું તમારી જોડે કંઈ આધાર પુરાવા છે કે નહી" સંજયે જેટલું કહેવાનું હતું એનાથી વધું બોલી ગયો એમ તેને લાગ્યું પણ તીર નીકળી ગયું હતું

પ્રકરણ - 8

સંજય નું વધુ પડતું બોલી જવું અને હળબડાઈ જવું શંકા વધુ દ્રઢ બનાવતું હતું. સંજય બધા તરફ જોવા લાગ્યો કોઈના ચહેરા પર સ્પષ્ટ ભાવ ન હતો.

"બકા, કારણ શોધવા કઈ દુર જવું પડે તેમ નથી. સરળ કારણ છે તારા માટે બંનેનું કાસળ કાઢી રાખવા માટે "જાનીએ વાત મુકી.

"પણ શું એ તો કહો" સંજય અધીરો બન્યો

"તો સાંભળ અને સમજ હું શું કહું છું"

સંજય ની સાથે બધાએ પોતાના કાન સરવા કર્યા. મિ. જાનીની છણાવટ સાંભળવા બધા આતુર હતા. અહી જો સંજય પોતાનો ગુનો કબુલ કરે તો કેસ બંધ થવાની પૂરી શક્યતા હતી પણ સંજય હજી કઈ પણ માનવા તૈયાર ન હતો.

"રૂષભ કહે છે એ મુજબ શ્રેયા ના ઘરે ઝઘડો થયો હતો બરોબર, અને એ આખી વાત રૂષભ ને કહે છે અથવા કહેવા માંગતી હોય છે આ વાત શ્રેયા સીધી રૂષભ ને કેમ કહેવા તૈયાર થાય ?" મિ. જાનીએ પ્રશ્ન મુક્યો

"એટલે તમે શું કહેવા માંગો છો?" જીગરે પૂછ્યું

થોડી વાર મિ. જાની કઈ પણ ન બોલ્યાં અને બધાના ઉત્તર ની રાહ જોવા લાગ્યા પણ બધા મોઢા જ ફેરવતા હતા કોઈ પાસે બોલવાનું કઈ જ ન હતું.

"કેમ કે શ્રેયા સૌથી વધુ નજીક સંજય ને હતી એ તો તમને ખબર ન હોય એટલે જ તમે પ્રશ્ન કર્યો" મિ. જાનીએ જીગર ને જવાબ આપ્યો.

"હમ્મ"

"તો એ વાત તો નક્કી જ છે કે એક સ્ત્રી પહેલા વાત અન્ય ને શું કામ કહે છે સંજય ને જ કહે તે" મિ. જાનીએ પૂરું કર્યુ

"અચ્છા. . . . પણ મારી સામે શ્રેયા કઈ જ નથી બોલી તે છેલ્લા દિવસ ની સાંજ સુધી મુડ ઓફ હતી પણ આવું કશું બોલી નહી" સંજયે વળતો જવાબ આપ્યો.

મિ. જાની ની દલીલ સાચી જણાતી હોય તેવું બધાને લાગ્યું પણ સંજય ક્યાં આધારે ખોટો છે એ કેમ કરી નક્કી કરવું, કદાચ શ્રેયા કઈ ન પણ બોલી હોય એવું બની શકે માત્ર આટલું કારણ ખુન માટે પુરવાર કેમ કરી શકે.

તો આખા દિવસ સુધી એ વાતથી મનમાં ઘુંટાતી હશે જેની નોંધ તમે લીધી તો કઈ પૂછ્યું કેમ નહિ અને આ જ દરમિયાન રૂષભ ની જોડે શ્રેયા ને ફરતી જોઈ સંજયે તકનો લાભ લઇ મારી દીધું હોય. બીજી એ વાત નોંધાવી રહી કે કોઈ નજીક નું વ્યક્તિ હોય તો જ એ છોકરીએ બુમાબુમ ન કરી હોય" મિ. જાનીએ ફરી દલીલ આપી.

આ વખતે મિ. વ્યાસ અને સુરત ના અધિકારી પણ સંમત થયા હોય એમ લાગ્યું. બંને એ માથું ધુણાવ્યું.

"સારું ચલો કાલ સવારે ખુની જેલમાં હશે કાલે મળીએ" મિ. જાની અચાનક ઉભા થઈને બહાર નીકળવા લાગ્યા. આંખો પર ચશ્માં ચડાવી કાર નો દરવાજો ખોલ્યો આ સાથે રાણા અને મિ. વ્યાસ પણ દાખલ થયા.

"વ્યાસ સાહેબ તમને માની ગયા હો હું" મિ. જાની હળવે થી બોલ્યાં

રાણાએ કાર ચાલુ કરી. કાચ બંધ કરી ધીમું A. C. ચાલુ રાખી કાર હંકારી.

"કેમ શું થયું જાની સાહેબ" કઈ ન જાણતા હોય એમ મિ. વ્યાસે પૂછ્યું

"તમે આખી વાત જાણો છો ખુની જાણો છો છતાં મારી સાથે આવી એક્ટિંગ કરો છો. આખી વાત દરમિયાન તમારા હાવભાવ પરથી લાગતું હતું કે તમને પિક્ચર માં કામ કરવું જોઈએ" જાનીએ હસીને પૂરું કર્યુ

"હાં હાં હાં શું તમે પણ જાની મસ્તી કરો છો મારે કહેવું જોઈએ આવા અધિકારી મેં પ્રથમ વખત જોયા જે બધી વાત જાણતા હોવા છતાં ગુનેગાર ને પકડવા કરતાં પહેલા ગુનો કબુલ કરાવવા માંગતા હતા અને તેની સજામાં કઈ વધઘટ થાય એ જોવા તત્પર રહેતા હતા. " મિ. વ્યાસે મિ. જાનીની પીઠ થાબડી

રાણા આ વાત અજાણ ન હતો તે જાણતો હતો આ જ આદત છે જાનીની. આ વાતચીત પછી કારમાં કોઈ ન બોલ્યું નિરવ શાંતિ માં F. M. ના ગીતો વાતાવરણ જીવંત બનાવતા હતા. વચ્ચે વછે વાર્તા ઓના ભાગ પણ આવતા હતા. એકધારી ઝડપે કાર ચાલ્યા જતી હતી એકાદ બે જગ્યા પર બ્રેક લાગી આ સિવાય સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રહી.

"અલ્યા રાણા પોલીસ સ્ટેશન તો ગયું ક્યાં જવું છે તારે?" પોલીસ સ્ટેશન થી દુર ગાડી નીકળતી જોઈ જાની બોલ્યાં.

"સર આપણી જિંદગી અહી જ નીકળી જતી હોય છે. 24×7 ની ડ્યુટી માં ગમે ત્યારે રજા રદ્દ થાય, બંદોબસ્ત માં લાગવાનું રાત દિવસ જોયા વગર નાકાબંધી કરવી આ બધું ક્યારેક સંતુલન બગાડી દેતું હોય છે એટલે ક્યારેક મસ્તી ના મુડ માં આવી જવું જોઈએ એટલે ચાલો મારા ઘરે" મિ. વ્યાસે અલગ જ અંદાજ માં વાત છેડી હતી.

"અલ્યા રાણા તું વ્યાસ સાહેબ માટે કામ કરશ કે શું?" જાની એ ટીખળ કરી.

ત્રણેય જણા હસ્યા અને કાર દોડતી રહી. કરે માજલપુર બ્રીજ વટાવ્યો અને મિ. વ્યાસ ના ઘરની બહાર ગાડી પાર્ક કરી.

મિ. જાનીના આવા વર્તન થી હોસ્પિટલ માં કોઈ જ રાજી ન હતા અણગમાના ભાવ સાથે બધા એકબીજાની તરફ જોતા હતા જો પોલીસ ન હોત તો સંજય ને માર પડવાનો પણ નક્કી હતો આથી જાની ખુદ આ બંદોબસ્ત કરી ગયેલા.

સંજય, વિરલ અંજના અને રિતિકા હોસ્ટેલ જવા ઉપડ્યા તો બાકીના સૌ પોલીસ જોડે નીકળ્યા અચાનક રૂમ ખાલી થઇ જતા હોસ્પિટલ માં ફરી અચરજ ઉભી થઇ હતી પણ બધા પોતાના પ્રિયજન 'બીઝી' હતા.

"સંજયે જો તું ખુની હોઈશ તો આઈ વિલ ડીલ યુ" રિતિકા એ ખુબ ઝનુન સાથે કહ્યું

બનેની વચ્ચે વિરલ ને પડ્યું પડ્યું એટલી હદ સુધી રિતિકા ઉતેજીત થઇ ગઈ હતી.

"સંજય પણ ડઘાઈ ગયો હતો પણ બોલ્યો સમય નો પ્રવાહ ઉલટો હોય ત્યારે ક્યારેક સાક્ષી બનવું જ મોટી વાત ગણાતી હોય છે આવી વખતે કોઈ પણ જાતની હિલ ચાલ વગર માત્ર જોયા કરવામાં ફાયદો હોય છે.

ભારી પગે સૌ હોસ્ટેલ પહોચે છે આજે ન તો રિક્ષાની જરૂર પડી કે ન કોઈ વાહન ની. ચારેય જણા બોલ્યાં વગર છુટા પડ્યા અને આવતી કાલ ની ગણતરી કરવા લાગ્યા.

કોણ જાણે કેમ સંજયથી બધા અંતર બનાવી ચાલતા હતા કોઈએ રસ્તા એની સાથે વાત ન કરી. હોસ્ટેલમાં વિરલ પણ અજુગતું વર્તન કરતો હતો. સંજયનો સંયમ જવાબ દેતો હતો છતાં તે બોલવાનું ટાળતો હતો તે પોતાની હકીકત જાણતો હતો આથી કાલે પોતે છૂટી જશે એવો દ્રઢ વિશ્વાસ એને હતો.

તે રાત અઘરી હતી કોઈ જાતની હિલચાલ વગર બંને મિત્રો ખુલ્લી આંખે સુતા હતાં. થોડા થોડા સમયે મન મનાવવા માટે આંખોને આરામ આપતા હતા અને ફરી આંખો ખુલી જતી હતી બસ આખી રાત આમ જ વીતી ગઈ અને આખી ઘટનાની રાતનો સૂર્યોદય થયો હતો.

પ્રકરણ - 9

સવાર પડતા પડતા સાત વાગી ગયા સવારના પહેલા પ્રહરમાં નિંદર આવી હતી એમાં આંખ મોડી ખુલી. આંખો મોડી ખુલી પણ હજી મળી નહીં. બંને જણા એકબીજાની અવગણના કરવાનું ચાલુ રાખ્યું. સાચી વાત સંજયને તો ખબર હતી છતાં તે ચુપ હતો અને વિરલ એ વાતથી નારાજ હતો કે આટલા નજીક હોવા છતાં શા માટે તે ખુલાશો નથી કરતો. અપેક્ષાનો બોજો જ દુઃખી કરી જાય છે એ વાત ખબર હોવા છતાં તે અપેક્ષા રાખી રહ્યા હતાં.

મોબાઈલ રણક્યો સંજયએ ઉપાડવીની તસ્દી ન લીધી. ફરી રિંગ વાગી પણ વિરલના મોબાઈલમાં રિતિ નામ ડિસ્પ્લે થયું. એક તિરછી નજરે વિરલ સંજય સામે જોઈ રહ્યો અને ફોન ઉપડાયો

"હાઈ ગુડ મોર્નિંગ ઉઠ્યા" સામેથી ઠરેલા અવાજે રીતિકા બોલી

"હા આવીએ છીયે અમે થોડી વારમાં"

આટલું બોલીને તરત ફોન કટ કરી દીધો. આ વાતથી રીતિકા ખુદ ચોંકી ઉઠી પણ એને ઇગ્નોર કર્યું.

"શું થયું બકા?" અંજના બોલી

"આવે છે ચાલ આપણે જઇયે હોસ્ટેલ સુધી"

બંને જણા ઉપડ્યા. કોઈ જાતના ભભકા વગર બંને જણ જતા હતાં બોલ્યા વગર રસ્તો કપાતો હતો. વાહનની અવરજવર અને નવા દિવસના જુના કોલેજના મિત્રો સાથે આજે વાત કરવાનો સમય ન હતો.

બંનેની રાહ જોતા આગળ સંજય અને વિરલ થોડું અંતર બનાવી ઉભા હતાં. રીતિકા અને વિરલ વચ્ચે આંખોથી વાત થઈ અને રિક્ષા શોધવા લાગ્યાં.

***

ઋષભ ઘણીવાર પછી શાંતિ અનુભવી રહ્યો હતો પણ ક્યાંક તે પણ મિત્રોને જોવા ઉતવાળો થયો હતો. મિ. જાની સાથે વ્યાસ અને એની ટીમ આવી ગઇ હતી. હોસ્પિટલ જ પોલીસ મથક બની ગયું હતું. બધા સિસીટીવી ચાલુ હતાં પણ એ જાની સિવાય કોઈને ખબર ન હતી.

"વેલકમ" મિ. જાની એ અંદાજમાં ચશ્મામાં વિરલ અને બધાને કહ્યું"તો હવે બોલો કંઈક તો મેળ પડે" શ્રેયાનાં ભાઈએ આવેગમાં કહ્યુંજાની હસ્યાં અને રાણા આવ્યો રૂમમાં "લ્યો સર તમારી બેગ" બેગ મુકતા રાણા બોલ્યો "વાહ સારું કામ કર્યું હો તે રાણા મજા આવી ગઈ"

"હવે ગુનેગાર કોણ છે એ બધાને જાણવું છે કેમ?" આટલું બોલતાં તેમને પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો

"આ તો તારો મોબાઈલ છે" શ્રેયાનાં પપ્પા બોલ્યા

જરા વાર કોઈ ન બોલ્યું. તેણે મોબાઇલ ઉપાડીને જોયું. મનમાં બોલ્યો આ તો મારો જ છે એણે સ્ક્રીન ખોલીને જોયું અને તરત જ બંધ કરી દીધી. જેમાં મોટા લાલ અક્ષરે લખ્યું હતું 'you are under arrest'

મિ. જાની અને રાણાએ બંનેએ એકબીજા સામે જોયું બંને હસ્યાં અને સામેનું દ્રસ્ય પણ જોવા જેવું હતું.

કોઈ બકરો હલાલ થવા જતો હોય અને એની જાણ તેને થઈ ગઇ હોય તેવું બેબાકળું મોઢું તેનું થઈ ગયું હતું. શું બોલવું અને શું ન બોલવું એની જાણ એને પણ ન હતી અને અચાનક બારીમાંથી કૂદકો માર્યો.

સૌ અવાચક બની અને જોતા રહી ગયા. એક માળ ઉપરથી કૂદકો મારવાથી પગને ખાસી ઈજા ન થઈ છતાંય થોડો લંગડાતો લંગડાતો આગળ ગયો ત્યાં તો પોલીસ અચાનકની કાર નીકળી અને ઋષભનો પીછો કરવા લાગી.

રાણાએ રીવોલ્વર નીકાળી અને ફાયર કર્યું નકામો ગયો વાર. મિ. જાની જરા ભી હલતા ન હતા એ તો શાંતિથી પોતાના મોબાઈલમાં કંઈક કરી રહ્યા હતાં.

***

"સર તમને ખબર હતી આ ભાગી જશે એવી આપણું કામ બગાડી દીધું આને તો (ગાળ)" હાથમાં આવેલો શિકાર જતો જોઈ વ્યાસ સાહેબ મગજ પરથી કાબુ ગુમાવી દીધો હતો

"શાંત વ્યાસ સાહેબ મને ખ્યાલ તો હતો એટલે તો પેલી કાર પાછળથી આવી ગઇ એમાં એક શૂટર પણ છે મારો ખાસ અને જોવો આગળથી એક ઈનોવા આવશે જેનાં નંબર છે GJ 6 2230" મિ. જાનીએ વાત મૂકી

"સર આ કાર તો કાલે જ ચોરી થઈ છે નવલખી જોડેથી. કાલે ફોટો પણ મને આવેલો. " વ્યાસ બોલ્યા

"હા મને મારા ખબરી એ વાત કરેલી અને સવારે 4 વાગેથી આ લોકો અહીં જ હતાં અને વ્યાસ સાહેબ એ ભાગી ગયો એમાં જ સારું થયું આપણે વાત સાબિત કરવામાં ઓછી માથાકુટને એ પકડાઈ જશે ચીલ"જાની આખી વાત કહી દીધી

આખીય ઘટનાથી રૂમમાં કોઈ હિલચાલ ન હતી બધા ગભરાઈને એકબીજા જોડે ચીપકી ગયા હતા કોઈ જાતનો અવાજ નહીં માત્ર એસીનો અવાજનો સંભળાતો હતો. શ્રેયાનાં પપ્પા મમ્મી પણ શોક હતાં આ બધું શું હતું? શા માટે તેમના દીકરાએ આ પગલું લીધું હશે અને સગી બહેનનું ખૂન???

બધી જ ન્યુઝ ચેનલો આવી ગઈ જાનીને ઘેરવા માટે. બારીમાંથી જ તેમના વાહનો જોઈ લીધા જાનીએ અને પછી બોલ્યા "આવી ગયા બિનબોલવેલા મહેમાન" બહુ ગુસ્સા સાથે ચશ્મા ચડાવી તેઓ આગળ ગયા અને સામી છાતીએ ઉભા રહ્યા

"તો મિ. જાની આ ઘટના પાછળ તમારુ શું કહેવું છે?""હાથમાં આવેલો ગુનેગાર આ રીતે ભાગી જાય?" બીજા પત્રકારે પૂછયું''અમે કોશિશ કરીયે છીયે" જાનીએ હળવો ઉત્તર આપ્યો બિલકુલ સરકારી અધિકરી જેવો

***

"સર ત્યાં ગોળીબારી ચાલુ થઈ ગઈ છે વધારાની પોલીસ જોઈશે ત્યાં. એ લોકો પૂરતી તૈયારી કરીને આવ્યો છે"રાણા ખબર લઈને આવ્યો

"ઓહ એમ વાત છે કઈ ગન છે મશીન ગન કે સાદી રીવોલ્વર?" વ્યાસ સાહેબ બોલ્યા થોડું ચિંતાનું મોજું ફરી વળ્યું ખાસ કરીને શ્રેયાના પપ્પા અવાચક બની ગયા. સગો ભાઈ સગી બહેનનું કેમ મારે?

વધારાની પોલીસ ત્યાં મુકાઈ અને એ તરફનાં બધા જ રસ્તા બંધ કરી દીધાં પોલીસે. ઈનોવામાંથી બુકાનીધારીઓ થોડા થોડા અંતરે ગોળીઓ છોડતા હતા. કોઈ પ્રોફેશનલ શૂટર ન હતા આથી ગોળીઓ હવામાં જ બગડતી હતી

"પબ્લિક પ્લેસ પર લે કાર"એક જણ બોલ્યો "ક્યાં જવું છે"ડ્રાઈવર સીટ પર બેઠેલો બોલ્યો સતત ઉત્તેજના વચ્ચે અચાનક સાઈન બોર્ડ દેખાયું જેમાં રેલ્વે સ્ટેશન નજીક છે એવું જણાયું. "અલ્યા ડાબી બાજુ લે (ગાળ) હવે બતાવીએ કુત્તાઓને" ખૂબ ભારી અવાજે એક જણ બોલ્યો

ખૂબ ઝડપી શાર્પ વળાંક લઇ કાર અને એની પાછળ પોલીસની જીપ જેમાંથી ગોળીઓ નીકળવાની બંધ થઈ ગઇ હતી હવે

"આ લોકો મરશે હવે સ્ટેશન તરફ જાય છે ભીડમાં જ પકડાઈ જશે હવે," હવલદાર બોલ્યો બંદુક તૈયાર હતી પોલીસે પણ કરની સ્પીડ વધારી દીધી.

રસ્તા પર લોકોના તર્ક વિતર્કો ચાલુ થઈ ગયા હતાં બિલકુલ ફિલ્મી ઢબનો માહોલ ઉભો થઈ ગયો હતો. ઈનોવાએ પોલીસના બેરેકને બરોબરની ટક્કર મારી અને અવગણના કરી આગળ વધી ગઈ.

ઈનોવા ધીમી પડી અને બંદુક ધારી ઉતર્યો પોલીસની જીપના પહેલા ડાબી બાજુના ટાયર પર ગોળી છોડી અને નિશાના પર જીપનું ટાયર ફસસ્સસ્સ

જીપમાં ઝાટકો આવ્યો પોલીસ થોડી બેબાકળી બની વાયરલેસ પર સંદેશો મુકાયો પણ આ જીપ બંધ પડી ગઈ

આગળ વાંચતા રહો. . . અને હાં, ધ લાસ્ટ નાઈટ નો નેક્સ્ટ પાર્ટ હવે મે મહિના ના પહેલા વીક માં આવશે. . જે એક્ઝામ ને લીધે. . સોરી ફોર ધેટ. . .

પ્રકરણ - 10

અચાનક આવેલા પ્રહારથી બેબાકળી બનેલી પોલીસ જીપમાંથી ઉતરે એના પહેલા જ શૂટર પાછળના ટાયર પર નિશાન તાક્યું અને ફાયર કર્યું. બંને તરફથી જીપ બેસી ગઈ અને હવે જીપ બેલેંસ રાખી શકતી ન હતી. પોલીસે પણ વળતો પ્રહાર કર્યો પણ ગોળીબારથી ગભરાઈ ગયેલી પબ્લિક આમ તેમ ભાગતી હતી.

સ્ટેશન પરની લારીઓ ટપોટપ બંધ થવા લાગી સામેની બાજુ આવેલા નાસ્તાની દુકાનના શટર બંધ થઈ ગયા લોકો બને તેટલી જલ્દી આ વિસ્તાર છોડવા બેબાકળા બન્યા. તરત જ કોન્સેબલ જીપમાંથી ઉતરી ગયો અને પેલાની પાછળ થયો. ત્યાં પેલી ઈનોવા બહુ દૂર નીકળી ગઈ હોય એવું પોલીસ વિચારતી હતી.

"આપણે શૂટરને જ પકડી પાડીએ બાકીનાની બાતમી કદાચ મળી જશે" વધુ બે પોલીસ અધિકારી દોડ્યા પાછળ અને ત્યાં મદદ પણ આવી ગઈ

"કઈ તરફ છે ઈનોવા"? ગાડીનું એન્જિન બંધ કર્યા વગર ઉતાવળા અવાજે પૂછ્યું. અંદરથી એક ઈશારો થયો અને તે તરફ કાર દોડાવી. કોન્સેબલ અને શૂટર વચ્ચે અંતર ઘટતું હતું હવે તો ત્યાંના જુવાનિયા પણ પોલીસની મદદે આવી ગયા હતાં અને આ રેસ જોવા જેવી હતી આમથી તેમ દોડતા નાની નાની ગલીઓમાંથી મેઈન રોડ પર દોડ ચાલી રહી હતી.

***

મિ. જાની અને દર્શનભાઈ શ્રેયાનાં પપ્પાને શાંતવાના આપી રહ્યા હતાં. એક સાથે બે સંતાન ખોવાનું દુઃખ તેમને ડંખી રહ્યું હતું. રાણા સતત અપડેટ થઈને માહિતી આપી રહી હતો જેનાથી બધા શોક થતા હતા. ઈનોવા શૂટર અને જીપમાં પંચર પાડી દેવું આ ઘટનાથી જાની ખુદ વિચારમાં પડી ગયા આટલી મોટી રીતે અંજામ આપવો એ નાની સુની વાત નથી જ

"રાણા આ બધાનો ક્રાઈમ રિપોર્ટ ચેક કરવો તો ખબર પડે ક્યાં સુધી તાર અડે છે"જાની એ વાત કરી

"સાહેબ શું વાત કરો છો આ આખો દિવસ પોતાના રૂમમાંથી બહાર ન આવતો એ શું ક્રિમિનલ હોય કેવી વાત કરો છો" શ્રેયાનાં પપ્પા મરણીયા થઈને બોલ્યા

સામેથી કોઈ જવાબ ન આવ્યો અને પોતાના કામે વળગી ગયા.

લગભગ કલાક પછી રાણા ફરી આવ્યો અને બોલ્યો "સર ફાઇનલી હી ઇસ એરેસ્ટ" આ વાત કાનમાં પડતાની સાથે જ જાની સફાળા થઈને ઉભા થઈ ગયાં અને ચહેરા પર એક ગજબની શાંતિ જોવા મળી.

"આવે છે ને અહીં એમને લઈને રાણા?" મિ. જાનીએ જરા પ્રશ્નસૂચક દ્રષ્ટિથી પૂછ્યું. "ના તે ફતેહગંજ પોલીસ સ્ટેશન પહોંચે છે""મને લાગ્યું જ. સારું છે સિક્યોરિટી રહેશે" જાનીએ પુરુ કર્યું અને ઊભા થયા વારાફરતી બધા ઊભા થયા અને પોલીસ સ્ટેશન તરફ ચાલતા થયા

***

ફતેહગંજ સ્ટેશન પર ચહલપહલ વધી ગઈ હતી. મીડિયાની અવરજવર વધી ગઈ હતી. જાની પોતાની કાર પરથી ઉતર્યા અને અંદર પ્રવેશ લીધો. સામે ઉભેલા સાત થી આઠ 25 થી 30 વર્ષનાં યુવાનોને જોઈને જાનીએ નિશાસો નાખ્યો અને બોલ્યા "વેલકમ બેક"

જાનીએ સીટ લીધી અને ત્યાં મિ. વ્યાસ આવ્યા.

"આ ચોરાયેલી કાર તમારી જોડે ક્યાંથી આવી અને આટલા હથિયારો?"

કોઈએ જવાબ ન વાળ્યો. નિરવ શાંતિને જોઈને રાણા આવ્યો અને તેને સ્ટીકથી મારવાનું ચાલુ કર્યું એક પછી એકને પુરા ગુસ્સાથી મારવાનું ચાલુ કર્યું છતાં કોઈએ કશું બોલ્યું નહીં છેવટે શ્રેયાના મમ્મી આગળ આવ્યા અને કહ્યું

"છોકરાવો ભૂલ કરી છે તો બોલી દો અમને પણ ખબર પડે ને અમારી ભૂલ શું હતી" આટલું બોલતા તે રડમસ થઈ ગયા

જાણે આ વાતની અસર થઈ હોય એમ શ્રેયાના ભાઈએ મોઢું ખોલ્યું "સોરી મોમ ડેડ મારી ભૂલ થઈ ગઈ આ બધું મારી ગેરસમજણ અને નાદનીનું પરિણામ છે. રૂપિયા કમાવાની લાલચ અને મિત્રોની ઉશ્કેરણીથી આ બધું થઈ ગયું" આટલું બોલતા જ તે ઘૂંટણ પર બેસી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો

કોઈ બોલતું ન હતું. એક પછી એક વારાફરતી બધા સામે જોતા હતાં પણ બોલતા ન હતાં. બહારના હોર્નના અવાજ વાતાવરણ જીવંત કરતા હતાં. તેના મમ્મી પણ રડવા લાગ્યા પણ તેમને અહેસાસ હતો કે ભૂલ કરી છે તો હવે સજા મળવી જોઈએ જ.

"તો તારી સગી બહેનને કેમ મારી દીધી? તારી સૌથી નજીક હતી એ તારી લાડકીને તે મારી નાખી. તારી માંની કૂખ તે લજાવી " આટલું બોલતા એના પપ્પા જાણે તૂટી જ ગયા

"સર આ પટેલની ઉશ્કેરણી છે આ માં"જાની સામે જોતા બોલ્યો

"એ શું વળી?" જાનીએ તરત પૂછ્યું

બધાની નજર પટેલની શોધતી થઈ. કોઈ ઓળખતું ન હતું એને એટલે બધા પ્રશ્ન સૂચક દ્રષ્ટિથી એને જોતા હતાં. 2-3 મિનિટ પછી એ બહાર આવ્યો. 25-26 વર્ષનો વ્યવસ્થિત ઘરનો લાગતો ફ્રેંચ કટ તાજી ઉગેલી દાઢી ધરાવતો યુવાન આગળ આવ્યો

"પટેલ એમ ને?" રાણાએ કહ્યું

"યસ સર"

"તો તમે એવું તે શું કર્યું કે આ ભાઈએ બહેનનું ખૂન કરી દીધું જરા કહેશો અમને પણ"જાનીએ કટાક્ષ ભર્યા અવાજમાં કહ્યુ

"સર આઈ લવ હર. સાચો પ્રેમ કરતો હું એને"અટકી પડ્યો એ

શ્રેયાના મમ્મી પાપા માટે એક પછી એક આઘાતો આવતા હતાં અને ફરી તેઓ સ્તબ્ધ બની ગયા અને અવાચક સ્થિતિમાં બેસી ગયા બાજુમાં પડેલા સોફા પર.

"તો મારી નાખવાનો એમ સાચા પ્રેમને" વ્યાસ ગુસ્સામાં બોલી ગયા

"સર મને તેના અને એમના આ બધા ફ્રેંડ જોડેના ફોટો બતાવ્યા ખાસ બોયઝ જોડેના અને મને ખોટું સાચું કહેતો રહેતો. શરૂઆતમાં એ એને ઇગ્નોર કર્યો પણ સતત ખોટું જ કહેવાય તો સાચું જ થઈ જાયને અને પછી મેં પણ એની પ્રોફાઈલ ચેક કરવાની ચાલુ કરી દીધી. "

"નાલાયક લાંછન તે તારા પર આમ તો તારી પણ ઘણી બહેનપણી છે તો શું તને મારી નાખું હું?" શ્રેયાના મમ્મી ચડી આવ્યા અને બળાપો કાઢ્યો

"હા આ કાંઈ કારણ થયું યુવાનીયા ફેસબુકની દુનિયામાંથી બહાર આવો ત્યાં ફોટો હોય એટલે શું પ્રેમી પંખીડા સમજવા બધાને અને આ દૂરઉપયોગથી ગુના વધ્યા છે"રાણાએ પોતાની હાજરી પુરાવી

"એક મિનિટ એવા તે ક્યાં ફોટો જોયા તે એ કહે તો અમને પણ"ઋષભ ગુસ્સામાં બોલ્યો અને મારતા અટક્યો પટેલને

ઋષભની સાથે વિરલ પણ આગળ આવ્યો અને બોલ્યો "રોમાન્સ કિંગ (ગાળ)પટેલની વાત તો ક્યારેય શ્રેયાએ નથી કરી અમારી જોડે. નાની નાની વાતો શેર કરતી શ્રેયા આટલી મોટી વાત થોડી ચૂકે"વાક્ય ગાળ સાથે જ પૂરું કર્યું.

"એક મિનિટ એક મિનિટ એ બોલતી હતી એને થોડા સમયથી કોઈ ખોટે ખોટા મેસેજ મૂકીને વારંવાર હેરાન કરતું હતું. સર અને એક વાર એ કહેતી હતી એના ભાઈએ એને એક છોકરા સાથે સેક્સ કરવા ધમકાવી હતી અને મારી પણ હતી"રીતિકા અચાનક જાગી હોય તેમ બોલી

"ગોટ ઈટ રીતુ એ સાંજે પણ કંઈક વાત તો આવી જ હતી જે તે મને કહેવા માંગતી હતી પણ અફસોસ એ વાત પુરી ન થઈ" ઋષભએ વાત મૂકી

જાની પણ સફાળા જાગ્યા અને બોલ્યા "એમના મમ્મી પપ્પાને બહાર લઈ જાવ".

રાણા તેને બહાર લઈ ગયો અને જાની ફરી બોલ્યા "હમ્મ વાત આમ છે કે. પટેલ તું જ હતો કે એ સાચું કે જે નહીં તો હું ફળાકા મારીશ હવે. સાલા છોકરીઓને હેરાન કરશ એ પણ તારા ફ્રેન્ડની બહેનને અને ભાઈ તરીકે તે જરા પણ વિચાર ન કર્યો. "

"ક્યાંથી કરે દારૂની લાલચ જો હતી એને. "અચાનક પટેલ બોલી ઉઠ્યો પાછળથી એને લાગ્યું આ આખી વાત ખોટી ઉખેડી અહીં

"અચ્છા જોયુંને જાની સાહેબ આ મોટા બાપના છોકરાવના કારસ્તાન"

જાની મનોમન શરમ અનુભવવા લાગ્યા. પ્રોપર્ટી માટે ઝઘડો હોય અન તેનાથી આગળ ખૂન પણ આમ નશા માટે બહેનનું ખૂન ઘણું કહેવાય. . . . . . . . . .

પ્રકરણ - 11

"તો આવા છોકરાઓ માટે એક જ જગ્યા છે. નાખો જેલમાં આ બધાને અને રિમાન્ડ મંજૂર કરી ઉલટ તપાસ કરવી પડશે અને થોડી અલગથી ખાતરદારી કરવી પડશે અમારે"વ્યાસ તાડુક્યા અને હાથ ટેબલ પર પછડયો.

વારાફરતી બધાને અંધારી જેલમાં નાખ્યા. દિવાલો વચ્ચેની નાની બારી વાતાવરણને થોડું જીવંત બનાવતા હતાં. દિવસમાં માત્ર એક જ વાર થોડી મિનિટો માટે પ્રકાશના કિરણો આવી શકતાં હતાં એ રીતની કંઈક ગોઠવણ હતી. વારફરતી બધા જેલની અંદર જતા ગયા અને ઉદાશ ચહેરે બધા બેસી ગયાં.

વ્યાસના આ ફેંસલાથી જાની પણ સંમત થયા અને અન્ય કોઈ પણ કંઈ ન બોલ્યું. ચહેરાઓ ગંભીર હતાં અને શ્રેયાનાં મમ્મી પપ્પા શરમથી પાણી પાણી થઈ ગયાં પણ કંઈ બોલ્યા વગર ચાલતાં થયાં. બીજા બધાએ પણ આ જ રીત અનુસરી અને ચાલતા થયાં. કોઈ પણ જાતની વાતચીત વગર બધા પોત પોતાની રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોચ્યાં.

''મને તો આ કેસંનીં નીવ સુધી જવા જેવું લાગે છે. થોડા દિવસો હજી રહીયે વડોદરા આપણે અને સુરત પણ જવું પડે તો જઈયે. " રાણાએ ટેબલ પર ચાનો ખાલી કપ મુકતા વાત મુકી

"અગ્રી વીથ યુ રાણા"વ્યાસએ હકારમાં કહ્યું

બંને જણ જાનીનાં જવાબની રાહ જોતા હતાં. લગભગ 15 થી 20 મિનિટ એક જ સ્થિતિમાં કપ હાથમાં રાખી બેઠા હતાં. બંને વચ્ચે થયેલી વાત તેમને સાંભળી કે નહીં એ પણ રાણા અને વ્યાસ નક્કી કરી શકતાં ન હતાં. જાની ઉભાં થયાં અને બહાર નીકળી ગયાં અને સિગારેટનો લાંબો કસ લીધો જેનાં ધુમાડાનાં આકાર તેઓ જોઈ રહ્યાં હતાં.

"રાણા ટિકિટનો વહીવટ કરી દે જે કાલ સુધી આપણે અહીં જ રહીયે અને કોર્ટ શું કહે છે એ જોઈએ. મને આ લોકોનાં રિમાંડ લેવાની મજા આવશે"જાનીએ ગાળ સાથે વાત પુરી કરી અને અટ્ટહાસ્ય કરતાં કહ્યું

"આજનો દિવસ પુરો કરીયે તો કેમ રહેશે?''

"sure mr. jani " વ્યાસ આટલું કહી ઉભા થયાંમિ. જાનીને જાણે ખ્યાલ આવી ગયો હોય કે અહીંથી જ વાત એક અધરો વળાંક લેવાની છે. પોતાના બધા કનેકસન વિચારી રહ્યાં હતાં. પોતાનું મેક બૂક ખોલ્યું અને મેઈલ લખવાનું ચાલું કર્યું અને 10 જગ્યાએ સેન્ડ કર્યા.

***

જેલનાં વાતવરણથી તંગ બધા અંદરોઅંદર આક્ષેપો કરી રહ્યાં હતાં. થોડી થોડી વારે હવલદારની સ્ટીક પછડાતી હતી અને એમને ખ્યાલ આવી જાય કે અવાજ વધી ગયો હતો. .

"યાર મસ્ત હતાં સુરતમાં ફ્રેન્ડને બચાવવા ખોટા આવ્યાં અહી અને એમાંય આ પટેલ" અહેમદ અફસોસ સાથે બોલ્યો

"શું પટેલ શું હે (ગાળ) વાત કરો છો સાલાઓ. વડોદરા જવાની ઘેલછામાં તો બધા હતાં. દારુ પીવાનાં હતાં અને તું તો ગાંજો પીવાની વાત કરતો હતો નાલાયક"

''ધીમું બોલો ઘેલસફાઓ તમારો બાપ સાંભળે છે અહીં"વાત વચ્ચેથી કટ કરતા એક બોલ્યો

"હા આકાને ખબર ન પડવી જોઈએ આપણા આ કારસ્તાનની નહીં તો આવી બનશે અને કાલે તો કોટઁમાં જવાનું છે ધ્યાન રાખજો વાત નીકળી ન જાય કોઈ મોઢામાંથી નહીં તો મરી જશું" અહેમદ ચિંતામાં બોલ્યો

કોઈએ બોલવાનું પસંદ ન કર્યું અને બધાએ હકારમાં માથું ધુણાવ્યું. સાંજની નિરવ શાંતિમાં બધા એક મધ્ય્મ કહીં શકાય તેવી ઓરડીમાં જ્યાં ગરમી તેમનો જીવ લઈ રહી હતી તો પેશાબની વાસ તેમને પરેશાન કરી રહી હતી. કાલ રાતનાં ભુખ્યા હતાં તેથી તેમનું શરીર તેમને જવાબ આપી રહ્યું હતું. હળવા ચક્કર પણ આવતા હતાં છતાં બધા સહન કરી રહ્યા હતાં.

***

આ તરફ વિરલ, સંજય, અંજના, રિતિકા સહિત બધાએ ભેગા જમવાનું નક્કી કર્યું જેથી શ્રેયા વિશે વાત કરી શકાય. મિત્રોને આમેય પણ અમુક ઉંમરમાં મા બાપ કરતાં વધુ ખબર રહેતી હોય છે.

"બેસોને અંકલ આંન્ટી" વિરલે દર્શનભાઈ તથા શ્રેયાનાં મમ્મી પપ્પાને ખુરશી આપતા કહ્યું

"શો હવે તમે બંને કહો કંઈક શ્રેયા વિશે જે અમને ન ખબર હોય. અમુક વાત તો હશે જે માત્ર તમારા રૂમ પુરતી સિમિત હશે. " વિરલે વાત શરૂ કરી

"પહેલા બધાનો જમવાનો ઓડઁર આપી દઈયે એ સારું રહેશે" દર્શનભાઈએ વ્યાજબી વાત કરી અને બધા માટે ગુજરાતી થાળીનું કહ્યું

"લગભગ છેલ્લા છ જેટલા મહિનાથી એટલે કે નવા સેમની શરૂઆત થઈ ત્યારથી એ થોડી પરેશાન રહેતી અને અમારી જોડે મસ્તી ન કરતી માત્ર કામથી કામ રાખતી પાછું બહું પુછીયે તો સાવ બોલવાનું બંધ કરી દે એટલે અમે તેને બહુ કહી શકતાં ન હતાં અને. . . . . .

"એટલે એ ઘરે આવવાનું ટાળતી હવે સમજાયું મને" શ્રેયાનાં મમ્મી રિતિકાની વાત કાપતા બોલ્યા અને હવે જાણે પરિસ્થિતી સ્વીકારી લીધી હોય તેમ જણાતું હતું

"એક્સેટ આંન્ટી એ કોઈને કોઈ બહાનું કાઢી અને અહીં જ રહેવાનું પસંદ કરતી એટલે કાયમ હું અથવા અંજના બંનેમાંથી કોઈ એક અહીં જ રહેતું. આ વાતની ખબર આ બોયસને પણ નથી" રિતિકા સંજય અને વિરલ સામે જોઈને અટકી અને ફરી વાત ચાલુ કરી "તો એક દિવસ એ નાહવા ગઈ હતી ત્યારે એનો મોબાઈલ ચેક કરવા લાગ્યા પણા લોક હતો એ એટલે કંઈ મેળ ન પડયો. " ત્યાં બધાની થાળી આવી ગઈ અને બધાને અહેસાસ થયો કે બીજા પણ છે અહીં આથી ધીમે વાત કરવી પડશે.

બધા અંદરો-અંદર ગણગણ કરવા લાગ્યા અને જમવા લાગ્યા. કોઈ વ્યક્તિ લગભગ હવે અજાણી ન હતી

"યાર કમાલ છે આ તો કોઈ મુવી જેવું લાગે છે ચડ ઉતર થયા કરીયે છે આજે ઓલ મોસ્ટ એક વિક થશે આ ઘટનાને" સંજય હળવેકથી બોલ્યો ''અને નવા નવા પત્તા ખુલે છે'' અંજનાએ ઉમેર્યું

"જાની ખરા નીકળ્યા આરોપીને ચાલાકીથી પકડી લીધો પણ કઈ રીતે એ કહ્યું નહીં એમને કાલે પુછવું પડશે એમને કે આવું પરાક્રમ કઈ રીતે કર્યું એમને?"

"ભાઈ ગુજરાત પોલીસનાં ખાસ માણસ છે તું જમી લે શાંતિથી હવે"દર્શંનભાઈ ટીખળ કરતા બોલ્યા

બધા હસ્યા વાતાવરણ હળવું બન્યું અને ફરી થાળી પર તુટી પડ્યાં છતાં સંજય માનવા તૈયાર ન હતો તેને મનોમન નક્કી કરી નાખ્યું હતું કે પુછીશ જ

***

મેઈલ મુક્યા બાદ તરત જાનીએ મેકબુક બંધ કર્યું અને બોલ્યા કે "મિ. શાહને આપણા પક્ષ તરફ મળે તો સારું રહેશે. મારા ખાસ મિત્ર થાયએ પ્લ્સ બાહોશ વકીલ છે તે અલગ. એકદમ ડેરિંગ વાળા પર્સન છે. એમની મદદ ઘણા કેસોમાં મળી છે મને એટલે અમારું ટયુનિંગ પણ સરસ છે. "રાણાએ હકારમાં માથું ધુણાવ્યું એ પણ શાહને ઓળખતો હતો અને એનો અનુભવ પણ હતો રાણાનેમિ. વ્યાસે પોતાના ઘર તરફ કાર વાળી. આજની રાત બંને અધિકારીઓ માટે મહત્વની હતી. કેસની કડીઓ જોડવાની હતી અને છેલ્લે સુધી પહોચવાનું હતું. બંનેને ગળા સુધી ખાતરી હતી કે કંઈક નવો જ વળાંક આવવાનો છે આથી બંને માનસિક રીતે તૈયાર પણ થઈ ગયાં હતાં. કાર ઘર પાસે ઉભી રાખી અને ત્રણેય ઘરમાં પ્રવેશ મેળવ્યો. મિસિસ વ્યાસ ખૂબ જ સાદા ડ્રેસમાં અને ખુલ્લા વાળમાં સરસ દેખાઈ રહ્યાં હતાં. કોઈ જાતનો ખોટો દંભ ન હતો શરીર પર. ત્રણેય જણને વેલકમ કર્યું. તેમનું ઘર પણ ખૂબ જ ભવ્ય હતું. કોઈ જાતની વસ્તુની ખોટ ન હતી.

આખી રાત જાગી શકાય એ રીતે જમવાનું તૈયાર હતું. . .

પ્રકરણ - 12

મિ. જાની, મિ. વ્યાસ અને રાણા કેસની ફાઈલો લઈને ગોળાકાર ટેબલ પર ખૂબ નાની નાની બાબતો તપાસતા હતાં. લાંબા કેસો એ પણ ખાસ કરીને સુરતથી શરૂ કરીને જ્યાં સુધી બધાનાં કનેકસન હતાં ત્યાંથી બધા પોલીસ અધિકારીઓનાં મેઈલ આવી ગયાં હતાં. જાની બધાની પ્રિન્ટ આઉટ લેતા હતાં અને ફોટા સાથે સરખાવતા હતાં. વ્યાસ ત્રણ અલગ અલગ રંગોની પેન લઈને ગોળ નિશાન બનાવતા હતાં અને ડાયરીમાં કશુંક નોંધી રહ્યાં હતાં. રાણા પણ ચશ્મા ચડાવીને પાના 'સેટ' કરી રહ્યો હતો.

"રાણા આ લોકો કોઈક મોટી ટોળકીની અસર નીચે છે. " આટલું કહી મિ. વ્યાસે રેડ રાઉન્ડ બતાવ્યાં અને બધી નોટ્સ બતાવી

જાની હજી ખુદ વાતમાં ધ્યાન પરોવતા ન હતાં. એક હાથમાં કોફીનો કપ લઈને પ્રિન્ટને સ્ટેપલર કરી રહ્યાં હતાં.

"તો શું કહો છો વ્યાસ સાહેબ સોરી મારું ધ્યાન ન હતું" મિ. જાનીએ કહ્યું

"જુઓ જાની સાહેબ આ અહેમદ,પટેલ અને મૌનિશ ત્રણેય મૂળ ગોધરા બાજુંનાં છે અને ત્યાંથી તેઓ સુરત આવ્યા. મતલબ કે તેઓ એકબીજાને કોઈ રીતે ઓળખતા હોવા જોઈએ ત્યાં કોઈ જાતનું કામ ન મળતા તેઓ મેચ પર તથા ઈલેક્શન પર સટ્ટો રમવા લાગ્યાં અને 22 મે 2014નાં રોજ રેટ પડેલી જેમાં તેઓ પકડાઈ ગયેલા. આ માટે તેઓ બહુ ઓછા સમય માટે અંદર રહ્યાં અને ફરી તેઓ જાન્યુઆરી'15માં દારૂનાં ધંધામાં તેઓનું નામ ઉછળ્યું હતું અને તેઓ વિરુધ્ધ ફરિયાદ થયેલી પણ સજાનો ઉલ્લેખ નથી અહીં એ વાત નોંધવા જેવી છે અને લાસ્ટમાં તો ડ્રગ્સની હેરાફેરીમાં વડોદરામાંથી તેઓ પકડાયા હતાં. જેઓ અહીં કોલેજીયનનો માસ જોતાં બરોડાને ટાર્ગેટ કરેલું અને આ ટીમમાં તેઓની સાથે મુંબઈનાં અબ્બાસ અને રોહનનો હાથ હતો. આ જુઓ રેડ માર્ક. મેં આ ખાસ અહીં કર્યું છે કેમ કે આ અબ્બાસ અને રોહન ક્યાંક અંડરવલ્ડઁ સાથે જોડાયેલા છે એવા અણસાર સુરત અને અમદાવાદ પોલીસને છે. " મિ. વ્યાસ થોડા રોકાયા જાનીએ તેમને કોફીનો કપ આપ્યો.

"સર આ તો કેસ ખૂનનો ન રહેતા ઘણો જ આગળ વધી ગયો છે. "

"યસ રાણા હવે મારે આગળ વાત કરવી પડશે. એક તો મહારાષ્ટ્રનાં ગૃહમંત્રીને વાત કરવી રહી અને સાથોસાથ ગુજરાત પોલીસ અને રો સાથે વાત કરવી પડશે. " મિ. જાની ખૂબ ગંભીરતાથી બોલ્યાજાનીએ એ. સીનો પાવર કટ કરી અને બારીઓ ખોલી રાતનો પવન શીતળતા આપતો હતો. થોડી વાર સુધી શીતળતા અને ઉષ્ણતાનું યુધ્ધ ચાલ્યું પછી વાતાવરણ થાળે પડ્યું. આજે મિ. વ્યાસ પણ વધુ પડતા ગંભીર જણાતા હતાં તેઓ ફરી માર્ક કરતાં હતાં આ જોઈ જાની પણ તેમને હેરાન કરવા ઈચ્છતા ન હતાં. રાણાને ઈશારો કરી પાસે બોલાવી લીધો અને મેઈલ ચેક કરવા લાગ્યા.

***

આ તરફ જેલમાં ઉંઘે જાણે વિદાય લઈ લીધી હતી અને બધા એ જ વિચાર કરતા હતાં કે જો આ શરારતની વાત આકાને ખબર પડી તો ન જાણે કેવું રિએક્શન આવશે અને જો ઘરે આ કનેક્શનની ખબર પડશે તો સુરતમાં રહેવું મુશ્કેલ બની રહેશે. રાત પોતાના પ્રહર બદલતી હતી અને સાતેય જણ પડખા. મધ્યમ કહી શકાય તેવી ઓરડીમાં અડોઅડ સુતેલા કોઈએ પણ વિચાર્યુ પણ ન હતું સવારનો એક કલાક વડોદરાને હલાવી નાખશે સાથોસાથ પોલીસનું ધ્યાન પણ ફેરવી દેશે. મિ. જાનીના મેઈલનાં આધારે રાજ્ય સરકારે ધ્યાનમાં રાખયો અને બસનાં રૂટ પણ કેન્સલ કરી દીધા હતાં તો અમુક બસો બાયપાસ કરી દીધેલી. વડોદરા એરપોર્ટ પણ સઘન ચેંકિગ કરી રહ્યું હતું. કોર્ટમાં કોઈ પણ જાતની બબાલ થવાની શક્યતા નકારી શકાય તેમ ન હતું કેમ હથિયારોનો વધુ જથ્થો હજુ પણ તેમની પાસે હોઈ શકે.

ગુનેગાર હોવા છતાં ભગવાન બધાને યાદ આવતા જ હોય છે ને. પોતાની આસ્થા પ્રમાણે સૌ ભગવાન સાથે વાત કરી રહ્યાં હતાં. બે જણા હાથ જોડી છતની પેલી પાર જાણે કોઈ એમની વાત સાંભળવાનું છે તેમ પુરતી શ્રધ્ધાથી આંખ બંધ કરી વાર્તાલાપ કરી રહ્યાં હતાં તો પાંચ જણા બરોબર તેમની બાજુમાં ફજરની મુદ્રામાં એ જ ભગવાનને ખુદા કહી તેની જોડે કંઈક સંવાદ કરી રહ્યા હતાં. ભવિષ્યની બાબત પર અંકુશ રહે તેવી જ તેમની ઈચ્છા હતી.

દસ વાગ્યાની આજુબાજુ તેમને જેલમાંથી બહાર કઢાયા અને પોલીસવાનમાં બેસાડ્યાં. કોઈ જાતની વાતચીત થતી ન હતી. બધાની ચેંકિગ કરી લીધા બાદ વાન સ્ટાર્ટ થયું અને કાળાઘોડા ચાર રસ્તા પરથી તેઓ માંડવી તરફ વળ્યાં. આજુ-બાજુથી આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીનાં સ્ટુડંટસની અવરજવર થઈ રહી હતી. પોતાની જ ઉમંરની આસપાસનાં લોકોને જોઈ કયાંક તેઓ અફસોસ પણ કરી રહ્યાં હતાં

"ચાલો ઉતરો જલ્દી કરો આ મિડિયા વાળા મગજનો (ગાળ) કરશે. જાણે કોઈ કામ જ ન હોય તેમ પહોચી આવે ગમે ત્યાં" હવલદાર બબડતો હતો

''એ તો કામ છે ને એનું યાર કેવી વાતો કરશ તું? પણ કયારેક આપણે પણ વહેલા પહોચવાની તક આપવી જોઈએ શું કહેવું છે તારુ'' બંને જણા હસી પડ્યાં અને એક ફરી બોલ્યો "મસ્તી ઓછી કર હાલ જાની સાહેબ અને વ્યાસ સાહેબ આવતા હશે''''અરે રાણાને કેમ ભુલી ગયો તું?'' ફરી હસી પડ્યા અને બધાને લઈને બંને જણ ન્યાયમંદિરની અંદર પ્રવેશ્યા

લગભગ ત્રણ ચાર રિક્ષામાં બીજા બધા પણ પહોચી આવ્યા અને ત્યાં જાની પણ વ્યાસ અને રાણા સાથે પહોચી આવ્યાં. શ્રેયાનાં પપ્પા સીધા તેમની પાસે પહોચ્યાં. મિ. જાનીએ તેમની હિંમત આપી

"દર્શંનભાઈ અને એમનાં વાઈફ ક્યાં?"

"સર એ લોકો સવારની વહેલી ટ્રેનમાં નીકળી ગયાં ડેડીને કોઈનો ફોન આવેલો એટલે" રૂષભે જવાબ વાળ્યો

"સરસ ચાલો ત્યારે અને હા બચ્ચા લોગ તમે પણ નીકળો અહીં તમારું કામ નહીં અમે છીયે''

''હાય ગુડ મોર્નિગ મિ. જાની આઈ. એમ ઇન એટ યોર સર્વિશ" એક 45 થી 50 વષઁનાં આધેડ અને સ્ફુર્તિલા ચહેરા વાળા વ્યક્તિએ અભિવાદન કર્યુ. બ્લેક એન્ડ વાઈટ યુનિફોર્મમાં ટટ્ટાર ઉભેલાં, માથા પર અડધી ટાલ અને અડધા વાળ હતાં. જાની તરત તેને જોઈને ભેટી પડ્યાં "ઓહ વેલકમ મિ. શાહ સોરી પણ જરા આ બાજુ ચાલોને " અને તેમને થોડા બાજુંમાં એકાંતમાં લઈ ગયાં. લગભગ 5 થી 7 મિનિટ પછી જાનીએ રાણાને બધાને અંદર પહોચવાનો ઈશારો કર્યો. આ પછી પણ જાની ખાસ્સા સમય પછી અંદર ગયાં.

વિરલ સહિત બધા મિત્રો રીક્ષા કરીને કોલેજ જવા નીકળ્યાં અને ત્યાં તો 4 થી 5 કાર તે લોકોએ અંદર આવતી જોઈ. એક જ લાઈનમાં ચાલતી બધી કાર જોઈને સૌનું ધ્યાન ખેંચતી હતી.

***

એક હવલદાર આગળ અને એક પાછળ, વચ્ચે એક લાઈનમાં સાતેય જણ નીચું મોઢું કરીને ચાલતાં હતાં. ટી. વીમાં આવવાથી બચી રહ્યાં હતાં. ઘડિયાલમાં ટકોરા પડ્યાં અને અચાનક આગળનાં હવલદારથી કમસેકમ 150 થી 200 પગલા આગળ એક જબ્બરો વિસ્ફોટ થયો અને ન્યાયમંદિરનું આખું ભવન હલબલી ગયું. ચારેય તરફ ધુમાડાનાં ગોટેગોટા થઈ ગયાં અને બુમાબુમ થઈ ગઈ પણ વિસ્ફોટ એટલો શકિતશાળી ન હતો કે કોઈનો જીવ જાય પણ વાતવરણને તંગ બનાવી દેવા પુરતો હતો.

આગળ ચાલતો હવલદાર ડરથી બેહોશ થઈ ગયો અને ઢળી પડયો. વકીલો અંદરથી બહાર આવવા લાગ્યા અને મીડિયાનાં મિત્રોને તે જાણે કંઈક નવો મસાલો મળ્યો હોય તેમ થોડી વારમાં સ્થિર થઈને પોતાનાં કેમેરા સેટ કરી દ્રશ્યો શૂટ કરવા લાગ્યાં અને ટી. વી પર breaking news ચાલુ થઈ ગયાં અને રિપોટઁર બોલવા લાગ્યા "શ્રેયા હત્યાકાંડમાં નવો વળાંક અને ન્યાયમંદિરમાં ભેદી ધડાકો. સાથો સાથ ગઈકાલે જ જેમની ધરપકડ થઈ હતી તે સાતેય આરોપી ગાયબ છે. છેલ્લા કેટલાક દિવસો થઈ રહેલા નાટકીય ઘટનામાં વધુ એકનો ઉમેરો. . . . . . . લાઈવ ફ્રોમ ન્યાયમંદિર વડોદરા"

પ્રકરણ - 13

ન્યાયમંદિરમાં થયેલા ધડાકાનાં પરિણામે પોલીસની ગાડીઓ અને એસ. એસ. જી હોસ્પિટલમાંથી ડોક્ટરની ટીમ આવી ગઈ હતી. પોલીસ સ્ટાફ દ્વારા આખોય વિસ્તાર સીલ કરી દેવાયો હતો. સફેદ કપડાંમાં સજ્જ થયેલા યુવા નર્સિંગ સ્ટાફ વીજળીની સ્પીડે બને તેટલી રીતે મદદ કરવા તત્પરતા બતાવતો હતો. હજી સુધી કોઈ બોમ્બ વિસ્ફોટથી જાન ગઈ ન હતી હાં પણ નજીક રહેલા અસીલો ઘવાયા જરૂર હતાં.

પ્રેસનાં પત્રકારો પણ સારી રીતે અટવાયા હતાં. આખી ઘટનાં માટે કોઈ જવાબદાર અધિકારી તેમને મળતો ન હતો. મિ. જાની રાણા અને મિ. વ્યાસ બધા જાણે ગાયબ જ થઈ ગયાં હતાં. તેમને વિસ્ફોટને કારણે ઈજા થઈ હતી કે નહીં એ પણ જવાબ હજી કોઈને મળ્યો ન હતો તો એક વાત અંદરો અંદર ફરતી હતી કે શું આ આખીય રમત તેમને કેસથી દુર કરવા ન હતી ને?

***

ઈનોવા GJ-6-331 છાણી ચેક પોસ્ટ પર ઉભી રહી અને ત્યાં આઈ કાડઁ બતાવ્યો અને ઈનોવા માટે ગ્રીન સિગ્નલ કરી દેવાયું. ઈનોવા બપોરનાં તાપમાં 100 120 સ્પીડમાં દોડતી. કાચ પર લગાવેલા કાળા સ્ક્રીનને લીધે બહારથી કોઈ અંદર જોઈ શકતું ન હતું. સતત 7 કિલોમીટર જેટલું અંતર કાપ્યા બાદ ઈનોવાએ વળાંક લીધો અને ઉબડખાબડ રોડ પર ઈનોવા પસાર થતી હતી.

અંદર બેઠેલા સાતેયનાં મોઢા રૂમાલ વડે બાંધેલા હતાં તથા જાડી દોરી વડે તેમનાં હાથ બાંધેલા હતાં પણ સાતેય મનોમન ખુશ થતાં હતાં કેમ કે સાતેયને કોર્ટમાંથી મુક્તિ મળી હતી. ઈનોવામાં પાછળની સીટો કાઢી લેવાઈ હતી આથી સાતેય જણા આડા ફ્લોર પર પડ્યાં હતાં. સીટ નીકાળી લેવાનો મેઈન ઉદેશ ડ્રાઈવરની સેફ્ટી હતો. ઈનોવાને પડતી રસ્તાની મારને લીધે તેઓ અંદરોઅંદર પછડાતાં હતાં અને જેનાં લીધે તેઓ અંદરોઅંદર હસતાં પણ હતાં.

ઈનોવા ઉભી રહી. ડ્રાઈવરે ઈનોવાનું એંજીન બંધ કર્યું. અંદર બેઠેલા સાતેયનાં મનમાં મુક્તિનાં લાડવા ફૂટવા લાગ્યા. આગળનાં બંને દરવાજા એક સાથે ખુલ્યા અને ધડામ કરતાં બંધ થયા. એક જણાએ રિવોલ્વર નીકાળી અને ચારેય તરફ જોવા લાગ્યો તેણે ફોન કાઢ્યો તેમાં લોકેશન જોઈ નંબર ડાયલ કર્યા. બે મીનિટ પછી સામેથી મેસેજ આવ્યો 'લૂક એટ લેફ્ટ & બી કેરફૂલ'. એક જણે પાછળ જઈને દરવાજો ખોલ્યો અને બધાનાં એક પછી એક હાથ ખોલી બહાર કાઢયાં. ઔચિંતા પ્રકાશ આવતા જ તેમની આંખો ખુલતી ન હતી. થોડી સેકન્ડ પછી સામે સાત મધ્યમ કદનાં યુવાન કપડું બાંધીને ઉભા હતાં. તેમને જોઈ સાતેય જણ ખુશ થઈ ગયાં અને તેઓની પાછળ તેમને જવાનું કહેવામાં આવ્યું.

હજી તો પાંચ-સાત ડગલાં આગળ ગયાં ત્યાં તો ઈંડિકા ઉપડી અને ટર્ન મારી સ્પીડમાં નીકળી ગઈ. વધુ પાંચ સાત મીનિટ તેઓ ચાલ્યા અને તેમની સામે એક જમીન તરફ જતો માર્ગ આવ્યો અને સૌથી આગળ રહેલો યુવાન તેમાં નીચે ઉતર્યો તેણે પાછળ ઈશારો કર્યો. બધા એક પછી એક તે દાદર ઉતર્યા.

***

''અલ્યાં ભુખડડો ખબર પડી તમને શું થમ્યું એ?" અચાનક સંજય દોડતો દોડતો આવ્યો અને ટેબલ પર હાથ પછાડીને બોલ્યો

"તારા બાપાએ તારા લગ્ન નક્કી કર્યા એમ ને ચીલ અમે આવીશું'' રૂષભ અટ્ટહાસ્ય કરી બોલ્યો

ટેબલની આજુબાજુ ગોઠવાયેલા બધા હસી પડ્યાં. સંજયે મસ્તીમાં ગાળ આપી. રિતિકા અને અંજના પણ એકબીજા સામે જોઈ કંઈક અલગ રીતે હસતાં હતાં. આ ભાવ વિરલે નોટ કર્યા.

"હા બોલ શું થયું" રૂષભ હસવાનું રોકતા રોકતા બોલ્યો

'' ન્યાયમંદિરમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને પેલા સાતેય જણ ફરાર" સંજયે ધડાકો કર્યો

"વ્હોટ" બધા એક સાથે બોલી ગયાં. વિરલ જગ્યા પરથી ઉભો થઈ ગયો અને સંજયને પૂછ્યું " તને કેમ ખબર પડી? "

"કેન્ટીનનાં એફ. એમમાં સાંભળ્યું"

બધાનાં ચહેરાનું નૂર હણાઈ ગયું હતું. આ કેસ જોયેલા વળાંકમાં આ સૌથી મોટો વળાંક હતો. રિતિકા અને અંજના એકબીજાનાં હાથમ પકડી બેસી ગઈ. બોમ્બ બ્લાસ્ટનું નામ સાંભળીને તો બાજુમાંથી આવતાં જતાં લોકો પણ ત્યાં ઘેરો વળીને ઉભા રહી ગયાં અને કેટલાય જણ પોત પોતાનાં રીલેટીવસને ફોન કરવા માટે દુર નીકળી ગયાં. વિરલે પોતાનો ફોન નીકાળ્યો અને મિ. જાનીને ડાયલ કર્યો તમે ડાયલ કરેલો નંબર કવરેજ ક્ષેત્રની બહાર છે થોડા સમય પછી પ્રયાસ કરવા વિનંતિ જાનીનો ફોન ન લાગતા વિરલ ચિંતાતૂર બન્યો અને ફરી ફોન જોડ્યો પણ જવાબ એ જ.

થોડા સમયની શાંતિ બાદ રિતિકા બોલી " અરરરર!!!! શ્રેયાનાં મમ્મી પપ્પા પણ ત્યાં જ હતાં એમને ફોન કરી જોવો એટલે ખબર પડશે"

"નંબર નથી મારી પાસે'' વિરલ આટલું માંડ માંડ બોલી શક્યો

"ઓહ તો હવે"

" આઈ હેવ ડોંટ વેરી" રૂષભ ફોન કાઢતા બોલ્યો અને તેને નંબર ડાયલ કર્યા

"શું થયું'' રિતિકાએ બેબાકળા અવાજે પુછ્યું

"(ગાળ) નથી લાગતો ફક ઈટ"

"એક કામ કરીયે ચાલો એસ. એસ. જી હોસ્પિટલ ત્યાં જ બધાને એડમિટ કર્યા હોય છે એનાં સિવાય કોઈ ઉપાય નથી. "વિરલ ઉભો થયો અને આગળ ઉપડ્યો. તેની વાત બધાએ માની લીધી અને તેની પાછળ બધા ગયાં.

કોલેજ રોડ અચાનક ભીડ વધી ગઈ હતી. સતત પોલીસની ગાડીની અવરજવર ચાલુ હતી.

"રિક્ષા. . . . . રિક્ષા" બધા ચારેય તરફ બૂમાબૂમ કરતાં હતાં છતાં કોઈ ઉભવા માટે જ રાજી ન હતાં. બપોરનો તડકો માથે તપતો હતો અને રિક્ષા કહે મારું કામ.

"એક કામ કરીયે કોલેજમાંથી બાઈક લેતાં આવીયે કોઈની" આટલું બોલતા વિરલ સહિત ત્રણેય અંદર ગયાં

લગભગ અડધો કલાક તેમને લાગ્યો એસ. એસ. જી સુધી પહોચતાં. બોમ્બ વિસ્ફોટ એટલો પ્રચંડ ન હતો છતાં મોટી સંખ્યામાં લોકો નાની મોટી ઈજા પામ્યા હતાં. પાંચેય જણ તરત હોસ્પિટલની અંદર ધક્કામુક્કી કરતાં પહોચ્યાં અને બહાર સતત અપડેટ થતાં લિસ્ટમાં નામ શોધવા લાગ્યા. આ તરફ વિરલ અને રૂષભ સતત ફોન જોડી રહ્યા હતાં પણ કોઈ જાતનો જવાબ આવતો ન હતો.

''છે નામ એમનું'' સંજયે પૂછ્યું

''અંજનાએ નકારમાં માથું ધુણાવ્યું

ખાસ્સા સમય બાદ તેઓ હોસ્પિટલની બહાર નીકળ્યાં અને તેમને જાણી લીધું કે હવે કોઈ નવા લોકોને અહીં લવાશે નહીં. પહેલા શ્રેયા પછી એનો ભાઈ અને હવે એનાં પેરેંટ આટલું વિચારતાં તેઓ ડરી ગયાં. સમયનો ચક્ર તેમને ક્યાં ક્યાં ફરાવતો હતો એ એમને પણ ખબર પડતી ન હતી. કોઈને કોઈ બહાને ફરી તેઓ કેસનાં ઘેરાવામાં ફરી તેઓ આવી રહ્યાં હતાં. થાકતા હારતાં તેઓ સયાજી બાગનાં પહેલા ઘેટ સુધી પહોચ્યાં અને ત્યાં તેઓ વિસામો ખાવા રોકાયાં.

***

ધીમે ધીમે દાદર ઉતરતા સાતેય જણ નીચે ઉતર્યા. ચારેય તરફ અંધારાનું સામ્રાજ્ય હતું. નીચે ગયા બાદ એકબીજાને ખોળવું પણ મુશ્કેલ બની ગયું હતું. તેઓ કયારેક એકબીજામાં પડછાઈ પણ જતાં હતાં. પાછળથી અંદર આવવાની જગ્યા બંધ થઈ ગઈ. રહ્યો સહ્યો પ્રકાશ પણ બંધ થઈ ગયો તેથી તેઓ ક્ષણિક ગભરાઈ ગયાં અને ત્યાં તો બીજી જ ક્ષણે લાઈટો ચાલુ થઈ ગઈ. બધા ચારેય તરફ જોવા લાગ્યાં અને તરત જ બધાએ પોતાની પટ્ટીઓ કાઢી નાખી.

" આ શું છે બધું યાર? કેવું નાટક છે કોઈ ફિલ્મ જેવું લાગે છે '' અહમદે ગુસ્સામાં કહ્યું અને જમીન પર બેઠો

" અરે આપણા આકાનું કામ છે આ તમે સમજ્યાં નહીં હજું. એ જ આ રીતે આટલી ટાઈટ સિક્યોરીટી હોવા છતાં આપણે છોડાવી જાય અને આવી અવાવરુ જગ્યાએ મૂકી જાયને. હવે જો જો અહીંથી આપણે બધાને કોઈ અલગ અલગ સ્થળે લઈ જવાશે અને ત્યાંથી મહિનો ફરી આપણા ઘરે આવવાનું હશે. અરે! આવી તો બહુ રમત રમી આ પોલીસ અને વકીલો તો ટાઈમપાસનો ધંધો છે બધા સાલા નોટોનાં પૂજારી છે (ગાળ)" મૌનિસ આવેગમાં બોલ્યો

" અરે આમ ફરવું પડશે તો મારે દારૂનો ધંધો ભાંગી પડશે યાર આમ ન કે, કાલે હજી મુંબઈમાં ભાઈ જોડે મે 20 લાખનો દારૂ મંગાવ્યો હતો અને પંજાબથી ડ્રગ્સ પણ" અહેમદે વાત મૂકી

''ઓહ હો તું માલદાર બની ગયો હો પેલા જાનીથી પીછો કેમ છોડાવો એ વિચાર કેમ કે એ પોલીસથી પણ ઉપર છે"

" તો પેલા (ગાળ) જાનીથી પીછો કેમ છુટશે? એ કેટલા કડક છે ખબર છે ને મને તો એમની આંખો અઘરી લાગે છે. સાલો બાજની જેમ એટલી તીક્ષ્ણ નજરે જોય છે કે મન તો થાય કે આંખ નોચી લઉ એની (ગાળ). એક તો મને ઘરેથી દૂર કરી દીધો અને માં બાપની બ્લાસ્ટમાં શું હાલત થઈ હશે એ પણ નથી ખબર મને તો યાર" શ્રેયાનો ભાઈ લગભગ રડી જ પડ્યો સાથો સાથ મૌનિસનાં વાક્યો દોહરાવતો રહ્યો.

તેને સાંત્વના આપવા સૌ તેની પાસે આવ્યાં અને આખા રૂમની ચેંકિગ કરવા લાગ્યાં. આમ તેમ કોઈ છે કે નહીં તેની તલાશી કરવા લાગ્યાં.

આ આકા કોણ છે? જાની સહિત બધાનું બ્લાસ્ટ્માં શું થયું હશે? તે જીવે છે કે આકાનાં શિકાર બની ગયાં . . . . . . . .

પ્રકરણ - 14

રૂમમાં આમ તેમ તલાશી દરમિયાન તેમને કંઈ ન મળ્યું. ઘણું જ ફંફોસીયું છતાં હાથમાં નિરાશા જ આવી અને તેઓએ હવે માત્ર બેસી રહેવાનું નક્કી કર્યું. પૂરી પાંચ મિનિટ બાદ તેમને અવાજ સંભાળ્યો જે ધીમે ધીમે વધતો હતો આથી તેઓ સાબદા બન્યાં અને થોડા ખૂશ પણ થયાં. તાળીઓ વધુ નજીક આવતી ગઈ અને ચહેરો પણ સ્પષ્ટ થતો ગયો. બ્લેક ગોગ્લસ અને ગ્રે હેટમાં જાની, વ્યાસ અને રાણાની ત્રિપુટી હાજર થઈ. સાતેય જણનાં ચહેરા પરનો નૂર ઉડી ગયું અને એકબીજા તરફ જોવા લાગ્યાં. કોઈ કશું સમજતું ન હતું માત્ર તેમનાં ચહેરા પર અલગ જાતનાં હાવભાવ જોવા મળતાં હતાં.

" કેમ રહી સફર? તકલીફ ન પડી ને તમને" જાની ખંધુ હસ્યાં અને થોડા વધુ નજીક ગયાં ધીમેથી પોતાનાં ચશ્મા નીકાળ્યાં " કોણ છો તમે. ? જાનીની કોર્ટમાં તમારું સ્વાગત છે. હું મારી રીતે ન્યાય કરું છું અને જો મારી તરફેણમાં હોય તો જ જવા મળશે નહીં તો પાછળ લાશ દાટવાની વ્યવસ્થા છે જ" ઠંડે કલેજે જાનીએ વાત મૂકી.

સૌ એકબીજા સામે એક સાથે જોઈ પડ્યાં અને પરસેવો પણ ક્યાંક ઉતરતો હતો છતાં કોઈનાં મોઢા ખુલતા ન હતાં બસ પૂતળાની જેમ ઉભા હતાં આ જોઈ રાણા અને વ્યાસ પણ મલકાણા

" ત્યાં લાલ લાઈટ દેખાય છે ને દોસ્ત એ સી. સી. ટી. વી કેમેરાની છે ને ત્યાં બધુ કેદ થઈ ગયું છે સમજ્યા તમે જે આકા આકા અને તમારા ધંધાની વાતો કરતાં હતાં તે બધું હવે કોર્ટમાં રજૂ થસે અને તમારી સામેનાં સબૂત વધુ મજબૂત બનશે. કાયદાની મદદ કરી ઓછી સજાએ છુટવું છે કે. . . . . . . " જાનીએ વાત પૂરી ન કરી

"ના સર મારે નથી જવું જેલમાં હું બોલીશ અને જલ્દીથી મને જવા દો" શ્રેયાનો ભાઈ બોલી ઉઠ્યો. બધા એની સામે જોવા લાગ્યાં અને તેમની નજરમાં ખૂબ ગુસ્સો હતો પણ સામે ઉભેલા જાની સામે તેમનું કંઈ ન ચાલ્યું. બાજુંમાં ઉભેલા મૌનિસે તેનો હાથ દબાવ્યો પણ તેને છોડાવી તે આગળ વધ્યો.

" આવ બેટા બેસ તું કંઈક સમજદાર લાગે છે મને ચાલ બોલ" જાની રીઢા અધિકારી જેમ બોલ્યાં

" હા સર એક તો આજ લોકોને લીધે મેં મારી બહેન ગુમાવી છે અને હવે મારી જીંદગીની બીજી ભૂલ કરવા નથી માંગતો હું પણ. આ બધા જે દેખાય છે એટલે કે અમે એક સંગઠનનાં પ્રભાવમાં છીયે એનું નામ છે ' જેહાદ @ ઈંડિયા '.

'' શું? (ગાળ) (ગાળ) (ગાળ)" જાની ચમકીને ઉભા થઈ ગયાં અને સાથો સાથ રાણા અને વ્યાસ પણ.

" સર આ તો પ્રતિબંધિત સંગઠન છે અને આતંકવાદીઓને ભારતમાં 80% આતંકવાદને પાછળ એનો તો હાથ હોય. બે દિવસથી કશ્મીરમાં આ જ જુથ આપણી સેનાને હેરાન કરે છે. " રાણા ગંભીરતાને ધ્યાનમાં રાખી બોલ્યો.

" અને એનાં સાત આતંકવાદી આપણી સામે ઉભા છે જો. " જાની ઉભા થઈને આગળ વધ્યા. " જો તો ખરા આટલી નાની ઉંમરમાં જેહાદનાં અર્થ પણ ખબર નહીં હોય અને નીકળી પડ્યાં છે. ''

'' સર અમે આતંકવાદી નથી'' અહેમદ બોલ્યો

" શટ અપ (ગાળ) એ જ ભવિષ્યમાં બનત જો અહીં પકડાઈ ન જાત તો. મુંબઈમાં દારૂ જુગારનાં ધંધા અને દેશ ભરમાં ડ્ર્ગ્સનો ફેલાવો તો કરો તો કાલે સવારે બંદૂક પણ પકડી લેશો" શાંત દેખાતા વ્યાસ તાડુક્યાં

જાની સમજી ગયાં કે વ્યાસ અને રાણાની મહેનત છે કે એમને દારૂ અને ડ્ર્ગ્સની બધી માહિતી મળી ગઈ.

સામેથી કોઈ જાતની ચહેલપહેલ ન થઈ. કોઈ સ્થિર થાંભલાની જેમ ઉભાં હતાં અને બધાની નજર નીચે હતી. આટલી શાંતિ જાણે જાનીને પસંદ ન આવી હોય એમ તે તાડુક્યો " તમારી કેસેટ કેમ બંધ છે બોલો (ગાળ) આટલે ઉંચે સુધી પહોચ્યાં કઈ રીતે એ તો બકો હવે. "

હજી પણ કોઈનો અવાજ નીકળતો ન હતો. વાતાવરણની શાંતિ ચીરતી ગોળીનો સનનનનન અવાજ જાનીની બંદુકમાંથી નીકળ્યો અને ગોળીને સૌ ઉપર જોઈ રહ્યાં

"બોલવું છે કે તમારામાંથી એકનાં શરીરમાં પસાર કરી દઉં" શ્રેયાનાં ભાઈ સામે જોઈને જાની તાડુક્યાં

મૌનિશે તેને ધકેલ્યો અને તે પણ સમજી ગયો કે બધાની ભલાઈ એમાં જ છે કે હવે સચ્ચાઈ કહી દેવાય.

" સર મારૂ તો તમને ખબર, મારી શરાબની આદત અને એની તલપ મને અહીં ખેંચી લાવી. મારી પાસે અહીં ધર્મ બદલાવાની માંગણી પણ બહુ થઈ અને મને કહેવામાં આવ્યું કે આકા કા હુકમ માન લે વરનાં. . . . . . '' પછી તેને પોતાનાં પગનાં ઘોટલા પર પડેલા નિશાન બતાવ્યાં અને પછી ચૂપ થઈ ગયો

" અને તમને પણ આ લત હતી કે શું?" રાણાએ બધા સામે જોઈને બોલ્યો

'' નાં" મૌનિસ બોલ્યો"તો"

" અમને ફેસબૂક દ્વારા ફસાવવામાં આવ્યાં છે અને પોલીસ સ્ટેશન પર લાગેલા ગુનાની તપાસ કરી તેઓએ અમને સુરત બોલાવ્યા"

"ફેસબૂક પર કઈ રીતે" જાનીથી રહેવાયું નહીં

" હા અમને બધાને છોકરીઓની ફ્રેંડ રિકવેસ્ટ આવતી અને અમે તેમની સાથે વાતો કરતાં. ધીમે ધીમે વાત આગળ વધતી પછી અમે પછી રોજ રોજ અમે ફોન પર વાતો કરતાં. આ રીતે અમને સુરત તરફ ધકેલાયાં ત્યાં આવવાં માટે ફોર્સ થવા લાગ્યો. અમને રૂપિયાની લાલચ બતાવાઈ ત્યાં સુધી અમને ખબર જ ન પડતી કે આ બધું શું છે. ધીમે ધીમે અમને કોમી રમખાણનાં વિડિયો બતાવાયા અને ઉશ્કેરવામાં. ઈરાક અને ઈરાનનાં દ્રશ્યો બતાવાતાં. રીતસર બ્રેઈન વોશ કરી નખાયું અને પછી તો જાણે એ જ અમારા અલ્લાહ હોય તેમ તેની વાત માનતાં થઈ ગયાં. એ કહે રાત તો રાત અને એ કહે દિવસ તો દિવસ બસ આમ અમને રૂપિયા, સેક્સ, શરાબ અને આર. ડી. એક્સ તરફ ધકેલાયાં" મૌનિસે નિસાસો નાખ્યો

આ વાતમાં બધાએ મૌનથી સંમતિ દર્શાવી. આ જોઈને જાનીને લાગ્યું કે છોકરા છુટવા માંગે છે પણ હવે બીક અને સંકોચ તેમને જવા ત્યાં બાંધી રાખે છે. તેમનાં ચહેરા પર સ્પષ્ટ દિલગીરી દેખાઈ આવતી હતી. તેમને ન કોઈ ધર્મ પ્રત્યે જેહાદ હતું કે ન કોઈ પ્રત્યે નફરત બસ માત્ર જલસા કરવાની ઉંમરે તેઓ ફસડાઈ પડ્યાં અને બસ આતંકી સંગઠનની અસર હેઠળ આવી ગઈ. જો સરકારને આ વસ્તુ ખબર પડે તો સાતેયની જીંદગી નર્ક બનવાની હતી.

" તમે મને કઈ શકો એ ક્યાંથી ઓપરેટ થાય છે. જો કે સરકાર પાસે માહિતી હશે જ પણ ત્યાં સુધી જવામાં તપાસમાં મુશ્કેલી પડશે એ નક્કી છે એટલે કહી દો તમને સજા ઓછી થશે એની ખાતરી મારી" જાની કોઈ અવળા રસ્તા પર ચડી ગયેલા સંતાનને બાપ સમજાવે એ રીતે બોલ્યાં

***

સયાજી બાગમાં લગભગ કલાક બેસ્યા બાદ છતાં તેઓ કોઈ નિર્ણય પર પહોંચી ન શક્યાં. જાની સહિત બધાનો ફોન બંધ આવતો હતો. વારંવાર તેઓ ફોન ચેક કરી રહ્યા હતાં કોઈ જાતની મૂવમેંટએ ફોન કરતું ન હતું.

" ચલો જઈયે હવે બહુ સમય થયો" વિરલે ખામોશી તોડીઅચાનક રૂષભનો ફોન રણક્યો અને કોલ રિસિવ કરતા તે બોલ્યો કે " શ્રેયાનાં ડેડી"

તે વાત કરવા દૂર ચાલ્યો ગયો. બધાનાં ચહેરા પર થોડી ઉર્જા આવી ગઈ સાથે મંદ હાસ્ય સાથે તેમનું એક ટેનશન દૂર થયું.

રૂષભને એકદમ ઉત્સાહથી પાછો વળતો જોઈને તેમને ખ્યાલ આવે ગયો કે કોઈ અશુભ સંકેત નથી હવે

" ચલો મેઈન રોડ જઈયે ત્યાં આવે છે અંકલ આંટી"

કોઈએ કોઈ જાતનો સવાલ ન કર્યો અને ચાલતા થયાં. બાઈક પર સવાર થઈ તેઓ મેઈન રોડ પર પહોચ્યાં ત્યાં શ્રેયાનાં મમ્મી પપ્પા ઉભાં હતાં તેમને આટલી મોટી દુર્ધટના પછી ફરી જોઈ તેઓએ હાશકારો અનુભવ્યો

" ક્યાં હતાં અંકલ આંટી તમે અમે તમને કયાં ક્યાં શોધ્યાં તમને ખ્યાલ છે" રિતિકા તરત સવાલનો મારો કર્યો.

" એ તો બધું મહત્વનું નથી આ એક વાત તમને કહેવાની છે પછી હું અને આંટી સુરત વયા જઈશું" શ્રેયાનાં પપ્પા બોલ્યા તેમનાં અવાજ એક પ્રકારની ઉતાવળ જણાતી હતી તેવું રિતિકાએ નોંધ્યું

" પહેલા તો મને વચન આપો કે આ વાત કોઈને નહીં કરો તમે આ આદેશ જાની સાહેબનો છે"

કોઈએ જવાબ ન વાળ્યો આથી હકાર સમજીને જ તેઓ આગળ વધ્યા " આ બ્લાસ્ટ પાછળ, સાતેયને ગાયબ કરવામાં જાની સાહેબનો ફાળો છે"

"એટલે કે તેઓ સેફ છે એમ ને" અંજનાં ઉત્સાહમાં વચ્ચમાં જ બોલી ઉઠી

" હા તેઓને કંઈ થયું નથી એટલે તમે ચિંતા ન કરતાં એટલે જ અમને આ વાત કહેવા મૂક્યાં કેમ કે એમનાં ફોન ટ્રેસ પર મૂક્યા હોઈ શકે એવો ભય છે"

" પણ અંકલ તમને આ કેમ ખબર એ તો કહો" રિતિકાએ ફરી સવાલ પૂછ્યો

"એક ઈનોવા આવી હતી તે ત્યાંથી અમને લઈ ગઈ અને કોઈ જગ્યાએ ઉતારી દીધા અને એક ચીઠી આપી જેમાં લખેલું કે

આ બધા પાછળ મારો જ હાથ છે એટલે ચિંતા કરવી નહેં બી સેફ. આ કાર વાળા કહે છે તેમ કરો અને સુરત ચાલ્યા જાવ

મિ. જાની

આ ચિઠી તેમણે વંચાવી અને તેમણે સુરત જવાં રજા લીધી. . . . . . .

પ્રકરણ - 15

વાત આટલી આગળ સુધી પહોચશેં એ ખબર ન હતી. આ બધું થઈ જતું હોય છે આપણે તો નિમિત્ત માત્ર હોઈયે છીયે. જેમ જેમ વાંચકોનો પ્રેમ મળતો ગયો તેમ તેમ લખવામાં પણ સાહસ આવી ગયું. આ વાર્તા મારા માટે નસીબવંતિ પુરવાર થઈ છે. ઘણા નવા મિત્રો આ વાર્તા એ અપાવ્યા છે જેને ખૂબ વફાદારી પૂર્વક સાથ નિભાવ્યો છે જે આગળ પણ મળતો રહે તેવી આશા સહ. . . . . . . . . .

ચીઠીની વાત કોઈનાં ગળે ઉતરી નહીં છતાં સૌ કોઈ માની ગયાં અને સુરત જવા નીકળેલા શ્રેયાનાં મમ્મી પપ્પાને બાય કહેવા માટે તેમની જોડે રેલ્વે સ્ટેશન તરફ વળ્યાં.

***

જાનીનું વર્તન જોઈને તેઓને ખાતરી થઈ ગઈ કે અત્યારે જો કોઈ તેમનાં હિતેચ્છુ હોય તો બીજું કોઈ નહીં પણ જાની જ છે.

" આતંકવાદી સંગઠનનો એકવાર ઠપો પડી ગયો તો સમજો તમારી લાઈફ ભર જુવાનીમાં આથમી જવાની. સરકારી સાક્ષી બની જાવ તો તમને સજા માત્ર દારૂ અને તેની હેર ફેર માટે થશે. અમારા માટે ગવાઈ આપો તો સમજી લો કે કાયદો પણ તમને માફ કરશે"

" સર કચ્છ ખાવડા પાસે અમને આવવાનાં સૂચનો મળ્યાં છે. આ મહિનાની સાતમી તારીખે અમને સાતેયને અલગ અલગ નામે ટિકિટ બૂક કરી ભૂજ પહોચવાનું હતું જ્યાંથી અમને કોઈ સ્પેશિયલ આકા લઈ જવા આવશે અને ત્યાંથી પાકિસ્તાનનાં ટ્રેનિંગ કેમ્પમાં જવાનું હતું. "

કોઈ કશું બોલ્યું નહીં. મિ. જાની અને વ્યાસ એકબીજાને તાકી રહ્યાં. " સર આ કામ હવે આપણું નહીં હો" રાણાએ પહેલી વખત કોઈ નેગેટીવ વાત કરી હતી.

" યસ સર હવે આ કામ રો અને સેનાનું છે. આતંકવાદ વિરોધી લડવાની ક્ષમતા પણ સેના પાસે જ વધુ છે. " વ્યાસે પણ સંમતિ બતાવી

" હું કેદ્રનાં ડિફેંસ મિનિસ્ટરને લેટર લખું છું , સાથો સાથ આ ટેપ પણ તેમને મૂકું છું. મજબૂત સરકાર જરૂર યોગ્ય પગલા લેશે એ મને ગળે સુધી ખાત્રી છે. જ્યાં સુધી ઓપરેશન ન થાય ત્યાં સુધી આખી વાત ખાનગી રહેશે અને ન્યાયમંદિર વિશે પણ રાજ્ય સરકારને જણાવી દેવાનું છે"

" તો અમારું શું થશે?" અહેમદ બોલ્યો

" તમને તમારૂં રિપોર્ટિંગ કરાવી દેવાનું છે અને ફરી વડોદરા છોડી સુરત જવાનું રહેશે અને હા મારી આખી ટીમ ત્યાં પણ જરાં પણ છટકવાની કોશિશ કરી તો ગયા સમજો. ત્યાં તમારે પોલીસ ડરવાની જરૂર નથી કદાચ તમને તેડુ આવે તો પણ તમને જવાનું રહેશે બરોબર" જાનીએ આખો પ્લાન તેમને કહી દિધો અને તેઓ ત્યાંથી નીકળી ગયાં

બહાર ઈનોવા તૈયાર જ ઉભી હતી. તેમાં સાતેયને જવાનો ઈશારો જાનીએ કર્યો અને કહ્યું " ચિંતા ન કરો સીટ છે અત્યારે" સૌ ખખળાટ હસી પડ્યાં

અને તેઓને સુરતની ટ્રેનમાં બેસાડી દેવાયા

***

" સર તમને ખાતરી છે તેઓ આપણાથી છેતરપિંડી નહીં કરે" રાણાએ ચાનો કપ રાખતાં કહ્યું

" હા નહીં કરે કેમ કે તેઓની વાત પરથી જણાતું હતું કે તેમને આ કોમી વૈમન્સ્યથી તેમને નફરત છે અને જો કંઈ પણ આઘુ પાછુ થયું તો આપણા માણસો તો છે જ ને. જો આ લોકોને આપણે પૂરી દઈયે તો એમનુ કનેકશન જ કટ થઈ જાય અને એ પીક પોઈંટ પર લેવા આવે નહીં. બકરાની લાલચ ધરીયે તો જ એ લોકો આવશે ને. " જાની ખંધૂ હસ્યાં

રાણા પણ સહમત થયો અને તેણે વાત કરવાનું ટાળ્યું.

" જાની સાહેબ મેં બધા છાપાઓમાં વાત કરી દિધી છે કે બોંબ વિસ્ફોટ વખતે અમને ત્યાંથી કિડનેપ કરી લેવાયાં હતાં અને પછી અજાણ્યા સ્થળે લઈ જઈ અમને કહી દેવાયું હતું કે હવે આ કેસ આગળ વધ્યો તો બરોબર નહીં થાય " વ્યાસ સાહેબે મિ. જાનીને માહિતી આપી

" બરોબર કર્યું તમે પ્રેસ વાળાને બધું જાણવાનો અધિકાર નથી " જાનીએ પૂરું કર્યું

***

જાની અને રાણા ખુદ ગાંધીનગર જવા રવાના થયાં અને સરકાર સાથે આખી વાત કરવાનું વિચાર કરતાં હતાં. કચ્છનાં પોલીસવડા અને રાજ્યનાં પોલીસવડા સાથે વિમર્શ કરવો જરૂરી હતો સાથો સાથ દિલ્હીથી સેનાના પ્રતિનિધીને બોલાવવામાં આવ્યાં હતાં. બંધ બારણે આખી વાત થવાની હતી અને કોઈ મોટા ઓપરેશનને અંજામ આપવો પડે તો તેનાં માટેની મંજુરી લેવાની હતી.

કાર હાઈ વે પર દોડતી હતી. જાની વિચારોનાં દરિયાનાં ઉંડા સુધી જઈ મોતી શોધી રહ્યાં હતાં અને બાજુંમાં બરોડાની મિડિયાએ છાપેલા વર્તમાનપત્રો હતાં જેમાં ક્યાંક વ્યાસની બદલી થવાની છે એ પણ સામેલ હતું.

કેવી અજીબ વાત છે કે એક કેસ આટલો બધો ઉંડો નીકળશે કે જેના મૂળ દેશનાં દુશ્મન એવા આતંકી સંગઠનનાં હાથમાં હતાં. જો તેઓ આ કેસમાં નિષ્ફળ ગયા હોત તો કદાચ દેશ મોટી અને ગંભીર ઘટનાનો સાક્ષી બનત. કદાચ ગુજરાતનાં છોકરાઓને હથિયાર બનાવી આવનારી વિધાનસભા 2017ની ચૂંટણીને ટાર્ગેટ કરત તો. કોઈ નાનો લાગતો કેસ આજે સાઈડમાં રહી ગયો હતો અને અત્યારે ગુજરાતનું રાજકારણ ગરમ થઈ ગયું હતું. જાનીનાં મનમાં આખી ઘટના તોલી રહ્યા હતાં.

***

ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસમાં બેઠક રાખવામાં આવી હતી. આ રીતેની બેઠકનો અનુભવ પણ જાનીને ન હતો. તે પોતાની સાથે લાવેલા ફોટોગ્રાફ, વિડિયો અને મિ. વ્યાસ આપેલા પેપરને સેટ કરી રહ્યાં હતા.

" સર આર યુ રેડી?"

" 10 મિનિટ્સ" જાનીએ સચિવાલયનાં માણસને કહ્યું

''ઓકે'' તે ચાલ્યો ગયો

જાની અને રાણા મિટિંગ રૂમ તરફ જવા નીકળ્યાં ત્યાં તેઓએ આવેલા અધિકારીઓ સાથે ઓળખાણ કરી. મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર થોડી વાર બાદ આવ્યાં અને તેમણે અભિવાદન કર્યું. બધાએ પોતપોતાની જગ્યા લીધી માત્ર જાની ઊભા રહયાં અને તેમણે શરૂઆત કરી " હેલો ગૂડ મોર્નિંગ ટુ ઓલ. આઈ એમ અમિત જાની ડિટેક્ટીવ ઓફ ગુજરાત ગર્વમેંટ & બી સાઈડ મી માય રાઈટ હેંડ મિ. રાણા" બધાએ હળવી સ્માઈલ આપી અને ફરી જાનીએ શરૂ કર્યું " તમને ખ્યાલ છે કે બરોડામાં ચર્ચાસ્પદ બનેલો કેસ અત્યારે બહારની દુનિયા માટે બંધ થઈ ગયો છે અને પોલીસની અને મારી નિષ્ફળતા ગણાવી આખી વાત ફંટાઈ ગઈ છે. મેં માનનીય મંત્રીને એક પત્ર દ્વારા જણાવ્યું હતું કે આખી ઘટના અત્યારે દેશ માટે ચિંતાનો વિષય બની છે. સુરતનાં સાત જેટલા યુવાનો અત્યારે એક આતંકી સંગઠનની અસર હેઠળ છે જેઓ લગભગ પાંચથી છ દિવસમાં ભારત છોડી પાકિસ્તાન તરફ જવાનાં છે" જાની આટલું કહી પાણી પીવા અટકાયાં

" આ જોવો એનાં પૂરાવા" જાની સૌ પ્રથમ ફાઈલ આપી અને તેમાં દરેકનાં નામ સાથે તેમનાં ફોટો હતાં. દરેક ફોટોની ડાબી બાજું તેમનું એડ્રેસ અને તેમનાં કેસ સામેલ હતાં. સૌ તે જોવામાં મશગૂલ હતાં અને ત્યાં સુધીમાં રાણાએ પૂછતાજની રેકોડિંગ સેટ કરી.

" આ કોઈ રીઢા ગુનેગાર જણાતાં નથી પણ એવાં લોકોની પસંદગી કરાઈ છે જેઓ શોષિત અને ગરીબ પરિવારનાં. ક્યાંક તેમને રૂપિયાની લાલચ છે તો ક્યાંક મનમાં એક ડંખ છે જે તેમને અહીં લઈ ગયો છે. બીજી વાત આ બધાનાં ફોન આપણા કબજામાં છે ને એટલે ટ્ર્રેસ થાય છે" પોલીસવડાએ જાનીને પૂછ્યું

" યસ સર એમની રજ રજની માહિતી મારી પાસે છે એટલે સુધી ખબર છે તે ક્યારે ઊઠે છે જમે છે અને કયારેય દારૂને ડિલવરી કરે છે. થોડા સમય સુધી આ બધુ ચાલવા દેવું પડે એમ છે બસ પછી તો આ કનેક્શનની લિંક જ કટ કરી નાખીશ. સર આ વાતચીત જોવો" જાનીએ તેમને ટી. વી તરફ જોવા કહ્યું અને ફરી બોલ્યા " આમાં ક્યાંક અવિવેકથી બોલાઈ ગયું હશે હો" બધા હસી પડ્યાં

આખુંય રેકોડિંગ સ્પષ્ટ દેખાતું હતું. અધિકારી જોઈ રહ્યાં ઓ હતાં કે બંને જાની કેટલા અલગ અલગ છે. અહીં સૌમ્ય દેખાતા જાની ત્યાં કેટલા રૌદ્ર દેખાતાં હતાં.

"આ મારી પાસે કેન્દ્ર સરકારનાં દસ્તાવેજ છે જેમાં એ સંગઠનનાં આતંકવાદીઓનાં હિટ લીસ્ટમાં આપણા ઘણા બધા નાગરિક છે અને આપણા ઘણા યુવાનો એમનાં માટે કામ કરે છે. જેમને પાછા લાવવા માટે આપણી ગુપ્તચર સંસ્થા કામ કરી રહી છે અને આ બાબતે તેઓ કચ્છમાં કામ કરી રહ્યા છે. હવે તેની મદદે સેનાએ જવાનું છે જેની માહિતી અને રોડમેપ આ રહ્યો" મંત્રીશ્રી એ સેનાનાં પ્રતિનિધીને કાગળ વાળું કવર આપ્યું અને પોતાની વાત પૂરી કરી.

" આભાર," તેમણે તે કવર ખોલ્યું અને ભૂજ થી ખાવડા તરફનો આખો માર્ગ હતો જેમાં બે થી ત્રણ જગ્યાએ લાલ માર્ક કરેલા હતાં અને નીચે તેનાં પરની નોટ હતી કે અહીનાં ભારતનાં નાગરિકોની મદદથી તેઓ બધી દેખરેખ રાખે છે.

" આપણી સેનાનાં સ્પેશીયલ લોકો છે જ અને જો મિ. જાનીની વાત માનીયે અને એ લોકો ભુજ તરફ આવવાનાં હોય તો આપણે સ્પેશીયલ ઓપરેશન કરી દઈયે એ માટેની તૈયારી મારા પર છોડી દો. આપણી આર્મી તૈયાર છે અને અહીથી નીકળતા કચ્છનાં તમામ ચેકપોસ્ટ સાબતા કરી દઈયે" પ્રતિનિધીએ વાત કરી

" વી વીલ જોઈન યુ" જાનીએ વાત કરી

જાનીનાં મોઢાનું તેજ અને તેમનો આત્મવિશ્વાસ જોતાં તેમને નાં ન પાડી શક્યાં અને હકારમાં માથું ધુણાવ્યું.

" તો પુરુ કરીયે અને તૈયારી કરીયે" મુખ્યમંત્રી ઉભા થયા અને એમનાં ગયા બાદ બધાએ રૂમ ખાલી કર્યો.

બધા ચક્રો ગતિમાન થઈ ગયાં. ભુજની ટુકડીને સૂચના આપી દેવાઈ. કચ્છની પોલીસ સાબતી કરી દેવાઈ અને એમનો મુખ્ય ધ્યેય આકાને ભુજ સુધી લાવવાનો હતો જેથી આસાનાથી કામ થઈ શકે. એક ચુકની કિંમત સેંકડો જીવ હોઈ શકે એટલે કોઈ ચુક પાલવે એમ ન હતી.

પ્રકરણ - 16

" સર તો આપણે કઈ રીતે ભુજ પહોંચીશું ?" જાનીએ સેનાનાં પ્રતિનિધીએ પૂછ્યું

" હા સારું થયું તમે વાત કરી મેં ટિકિટ બૂક કરાવી લીધી છે. ભુજ માટેની ફ્લાઈટ છે આપણી જેમાં હું તમે અને રાણા ત્યાં પહોચીશું અને ત્યાં ભુજની બટાલીયન જોડે આખા પ્લાનને પ્રેકટિસ કરવાની છે, એક દિવસ વહેલા પહોચવાનો એ ફાયદો થશે કે આપણે મંત્રીશ્રીએ આપેલા મેપનો રૂટ કવર કરી લેશું"

" અને આખો પ્લાન કઈ રીતે અંજામ આપીશું એ પણ કહી દો" જાનીએ ફરી પૂછ્યું

''સ્યોર સર મને મજા આવે છે એ વાતથી કે તમારૂ કામ તો ખૂની સુધી પહોંચવાનું હતું છતાંય તમે ખૂબ સરળ રીતે છટકું ગોઠવી અને પર્દાફાશ કરી અમારી આટલી મદદ કરો છો. તમારા જેવા અધિકારીથી તો દેશનાં નાગરિકો રાતે ઉંધી શકે છે. " આટલું કહી તે અટ્ક્યાં ખુરશી પર બેઠા

" ઈટ ઈસ માય ડ્યુટી સર અને તમારી કામગીરી સાથ આપવામાં અમને ગર્વ થાય એ તો અમારો ફાયદો છે" જાનીએ વળતો જવાબ વાળ્યો

સામેથી કોઈ જવાબ ન આવ્યો અને બે મિનિટનાં મૌન પછી તેમને વાત શરૂ કરી

" આખું ઓપરેશન કઈ રીતે થશે એનાં માટે પેલા રેડ માર્ક વાળા નિશાનો પરથી જે સૂચન મળશે એ રીતે આગળ વધશું કેમ કે એ લોકો એક દિવસ અગાઉ જ ત્યાં રાતવાસો કરશે અને આગળ નીકળવા માટે તૈયારી કરશે. આપણે એક દિવસ અગાઉ તેમની જાણકારી લઈ લેશું અને પછી સતત તેમને અને પેલા સાતેયને એમની જોડે ટચમાં રાખીશું અને જો તેઓ સેટેલાઈટ ફોન ઉપયોગમાં નહીં લેતા હોય તો આપણે એમનાં ફોન ટ્રેસ કરી દઈશું. આ જગ્યા ભુજથી 37 કિમી દુર છે ત્યાં આપણી સેનાં છુપા વેશમાં ઉભી હશે જેથી આપણે ત્યાં તેમનાં પર તૂટી પડવાનું છે જરૂર પડતાં આપણે એરફોર્સની મદદ લઈશું જો કે એની શક્યતા નહિવત સ્વીકારવી પણ સ્વીકારવી તો રહી જ. પેલા સાતેયને કોઈ પણ રીતે ત્યાંથી બચાવી લેશું અને તેમણે ત્યાં જીવતા પકડીશું અને એને સેનાનાં હવાલે કરશું. આખીય ઘટના ન પહેલા બનવી જોઈયે ન પછી અને ભુજ શહેરમાં તો જરાય નહીં કેમ કે ત્યાં જરા પણ ગંધ તેમને આવી તો એકનું બીજું થઈ જશે. નિર્દોષ લોકોનાં જાન જશે અને ઉપરથી આપણી સેનાની લાજ જશે એ અલગથી

" એમણે વાત પૂરી કરી અને જાની પણ સંમત થયાં. તદન વ્યાજબી વાત સાથે જાનીએ ખુશ થયા અને તેઓ ત્યાંથી છુટા પડ્યાં.

" સર તમને એ. કે 47 અને ગ્રેનેટ ચલાવી લેશોને?. કદાચ ક્યાંક એવી પરિસ્થિત ઉત્પન્ન થાય તો પોતાની સુરક્ષા માટે તે જરૂરી છે" સેનાનાં પ્રતિનિધી જાણે જાનીને આવનારા ખતરાથી વાકેફ કરાવતાં હોય તેમ બોલ્યાં

જાની પણ થોડી વાર સુધી કંઈ ન બોલ્યાં. એમના મૌને કહીં દીધું કે તેઓ આ રીતનાં હથિયાર ચલાવી શકે તેમ નથી. " નિશાન તાકવામાં તો સર ઉસ્તાદ છે બસ એ. કે. 47ની પ્રેક્ટિસ કરવી પડે એમ છે" રાણા બચાવમાં ઉતર્યો

જાની હસ્યાં અને બોલ્યાં " પડશે એવું દેવાશે"

***

આ તરફ બરોડામાં રૂષભ અને સૌ આખીય ઘટનાં ભુલી ગયા હતાં. તેમને કોઈ જાતની અપડેટ મળતી ન હતી. જાની ક્યાં હતાં એ પણ એમને ખબર પણ ન હતી અને શ્રેયાનાં ખૂનને પણ તેઓ હવે ભુલાવી ચુક્યાં હતાં અને પોતાનાં અભ્યાસ પર ધ્યાન આપી રહ્યાં હતાં. તેમની પરીક્ષાઓ પણ નજીક હતી તેથી હવે બેદરકારી પાલવે તેમ ન હતી.

***

" જાની આપણે વસ્તુની જેમ ઉપયોગ કરી રહ્યો છે અને પોતાનું કામ પતી જશે એટલે આપણે ફેકી દેશે એ જો જો તમે જેલમાં સડવાનું આપણા ભાગે જ આવશે એ તો વાહવાહી લઈને પ્રમોશન મેળવશે આ વાત નોંધી રાખો" અહેમદ ચાયનો કપ રાખતાં આવેગમાં બોલ્યો

સાતેય જણ આજે રોજિંદા ક્રમની જેમ આજે પણ નક્કી કરેલી જગ્યાએ ભેગા થયાં હતાં પણ રોજની જેમ ગાળો અને જલસાનું વાતાવરણ ન હતું. આજે તેઓમાંથી કોઈ બોલવા પણ તૈયાર ન હતું. આજની પરિસ્થિત કંઈક અલગ હતી તેઓની પાછળ જાનીનાં અને પોલીસનાં માણસો હતાં જે તેમની રજે રજની માહિતી ગાંધીનગર પહોચતી હતી જે તેમને ખબર હોવા છતાં તેમને આકા જોડે કંઈ ન થયું તેવું વર્તન રાખવું પડતું હતું. આ વસ્તુ માથાનાં દુખાવા સમાન હતી. જેથી તેમનું કામમાં ધ્યાન પણ લાગતું ન હતું જેથી ક્યાંક નુકશાન જતું હતું.

" જેલમાં જ જવું પડશે ને બાકી બસને જો એક વાર આકાનાં હાથમાં પહોચી ગયાં તો જીવથી જશું બકા. અનેક નિર્દોષ લોકોનાં મોતનાં ભાગીદાર બનવું પડશે અને પછી જો જીવતા પકડાઈ ગયા તો સમજી લે આ દેશનું નામ પણ ડુબાડશું એ નોખું. સરકારને કામમાં મદદ કરીશું તો કંઈક અંશે રાહત મળશે" શ્રેયાનો ભાઈ સમજાવતા બોલ્યો

" અને જો આપણે પણ ચાલાકીથી મારીને એમ કહી દે કે તો આતંકવાદી જ હતાં. આ રાજકારણ છે ગમે તે કરી શકે આ લોકો આપણી જોડે ભાઈ. એમને સંબંધ, લાગણીની ન પડી હોય" અહેમદે દલીલ ચાલુ રાખી

" એક મિનિટ હું મારા મનની વાત મુકું " મૌનિસ બધાને અટકાવવા બોલી ગયો" હા બોલ બધાનો મૌન મને ખટકે છે આમેય ''

" જો આપણે ખોટા કામ કર્યા છે એ વાત તો તું પણ જાણે છે. એમ આઈ રાઈટ?" મૌનિસે સવાલ કર્યોથોડી વાર અહેમદ નક્કી ન કરી શક્યો કે બોલવું કઈ રીતે જો કે બધાની આ જ સ્થિતી હતી. પોતાને ગુનેગાર ગણાવામાં સૌ સંકોચ અનુભવતાં હતાં

" પણ પોતાનાં પેટ માટે જ આપણે આ બધું કરીયે છીયે ને અને દારૂની લોકોને જરૂર પણ છે ને તો આપણે શું ખોટું કર્યું અને આ રાજકારણી કેટલા ભર્યા છે એ વાત તો તને પણ ખબર જ છે. આપણા નિયમિત હપ્તા શું તેમને નથી પહોચતાં અને પેલો મંત્રી તો પોતાની સરકારી ગાડીમાં ડિલવરી કરે છે એનું શું એ કે મને" અહેમદ પણ પાછો પડવા તૈયાર ન હતો

" આ તો એવી વસ્તુ છે કે કામધેનુને સુકુ તણખલું નથી મળતું અને લીલા જંગલો આંખલા ચરી જાય છે" અચાનક બધા હસી પડ્યાં અને બોલ્યા " ઓ બાબાની જય હો"

" જો મારવા જ હોત તો પેલી અંડરગ્રાઉંડ કોઠીમાં મારી નાખત" મૌનિસ ફરી બોલ્યો

" ઓ બાબા આપણી ગરજ છે એમને એટલે આટલી મમતા રાખી છે બાકી જાની અને રાણાને ન્યાયમંદિર પર ક્યાં ભરોસો છે"

" એ જે હોય તે આપણે કાલે ભુજ જવાનું છે આ બાબા આટલું જાણે છે બાકી કંઈ નહી સમજ્યો. ચાલો હું આકા અને જાનીને કહીં દઉં કે આપણે ક્યાં મળવાનું છે"

" ગાળ"

ચાંનાં રૂપિયા ચુકવી તેઓ એ ચાલતી પકડી. કોઈનાં પગમાં ઉત્સાહ ન હતો તેમને ખબર ન હતી કે બે દિવસ પછી તેઓનું અસ્તિવ હશે કે નહી. તેમની એક ભુલ તેમને જાની અને આકાની ગોળીઓનો શિકાર બનાવી શકે છે. ઘરથી 700 કિમી દુર શું થયું એ કદાચ ઘરે ખબર પણ પડે નહીં તેઓ જીવે છે કે નહીં. ભુલની કરવાની મંજૂરી ન હતી અને બંને તરાફથી સૂચનાં હતી કે કોઈ હથિયાર તેમની પાસે ન હોવું જોઈએ.

***

અંતે એ દિવસ આવી ગયો અને જાની સહિત રાણા, ગુજરાત પોલીસનાં વડા અને સેનાનાં પ્રતિનિધી ભુજ આવવા માટે નીકળ્યાં. હંમેશા આવા ઓપરેશન માટે કશ્મીર ટેવાયેલું હોય છે જ્યારે આજે કચ્છમાં આ ઓપરેશન થવાનું હતું જેની માટે ક્યાંક અધિકારીઓ પણ તૈયાર ન હતાં. માત્ર સાત જુવાનીયાને બચાવવાનો સવાલ ન હતો સવાલ ભારતની આંતરિક સુરક્ષાનો હતો જે સાંખી લેવાના મૂડમાં કોઈ ન હતું. અમુક મર્યાદાનું ભાન રાખી તેમને આ કામ કરવાનું હતું. અત્યાર સુધી દરેક ડેટા યોજનાં મુજબ હતો. આકા પોતનાં આલા કમાન સાથે ભારતમાં ગેરકાયદે ઘુસી ગયું હતું અને પોતાનાં નામ અને વેશ બદલાવી કાઢ્યાં હતાં જેથી સરહદ પર સેનાનાં જવાનોનાં મજબૂત હાથમાંથી છટકી જવાય. એવી માહિતી પણ મળેલી કે તેઓ કહે છે કે ભારતમાં આટલી સરળતાથી પ્રવેશ કઈ રીતે મળી ગયો અને પોતાની હોશિયારી પર ફુલાઈ રહી છે. ભારતની લોખંડી સેનાની મજાક ઉઠાવી રહ્યા છે પણ તેઓ જાણતા કે આ બધી યોજના જ હતી એમને દબોચી લેવા માટે . શિકાર કરવા માટે જે રીતે માછલીને ચારો અને હિંસક પ્રાણીને માસ બતાવવું પડે તે જ રીતે આખી યોજનાં હતી. રણમાં ખડે પગે ઉભેલા જવાન જાણતા હતા કે આ લોકો ભારતીય નથી પણ એમને આવવા દેવા એ ઓર્ડર હતો જેથી માત્ર ઘુસણખોરીનાં ગુના કરનાર માલઘારી ન ગણાઈ જાય. . . . . . . . . . . . .

ભુજમાં જઈને શું થશે?

પ્રકરણ - 17

'અમદાવાદ મહાનગરપાલિકા આપનું સ્વાગત કરે છે 'નું સાઈન બોડઁ વટાવ્યા બાદ કારે એરપોટઁ તરફ જવા નીકળી. કારમાં નીરવ શાંતિ હતી. મૌન રહેવાનું કોઈ કારણ પણ ન હતું છતાં કોઈએ એક શબ્દ ગાંધીનગર થી અમદાવાદની મુસાફરી દરમિયાન બોલ્યું ન નહીં. ધીમે ધીમે વાગતાં ગીતોનું મધુર સંગીત તેમને માનસિક શાંતિ આપતું હતું.

' સરદાર પટેલ ઈંટરનેશનલ એરપોટઁ ' આવી ગયું. ત્યાંનાં ડોમેસ્ટીક સેક્સનમાં તેઓ દાખલ થયાં. સૌ એ પોત પોતાનો ડ્રાઈવિંગ લાયન્સ બતાવી વેઈટીંગ રૂમમાં બેઠાં. સામાન્ય જરૂરી લાગતો સામાન લઈ તેઓ ચેકિંગનાં કાઉંટર પતાવી અને ફ્લાઈટમાં બેસવા રવાનાં થયાં. પોતપોતાની સીટો પર તેઓ બેઠાં. પ્લેનની ઠંડી હવામાં જાનીની આંખ મીચાવા લાગી ત્યાં એરહોસ્ટેસનો મીઠો રણકો તેમને સાંભળ્યો અને તેની સુંદરતા પીવા લાગ્યાં. તેને પોતાનું નામ કહી સુચના આપવા લાગી. જાની તેમને એકીટસે જોતાં હતાં, સુચનાઓ પૂરી થઈ ગઈ હતી છતાં જાનીની આંખો એકીટસે ખૂલી હતી.

" સર પ્લીસ ટાઈટ યોર સીટ બેલ્ટ " બીજી એટલી સુંદર અને બંગાળી મીઠાઈ જેવી સફેદ એર હોસ્ટેસે જાનીની બાજુંમાં આવીને કહ્યું.

તેઓ બંને હસી પડ્યાં અને જાનીએ હંમેશની જેમ સીટ બેલ્ટ બાંધી અને બારીની બહાર વિમાનની ગતિ જોવા લાગ્યાં અને એકાએક સ્પીડ પકડી વિમાન વાદળોની વચ્ચે નીકળી પડ્યું. જાનીએ આંખ બંધ કરી.

***

આ તરફ સુરતથી પણ સાતેય જણ નીકળવા તેઓ રવાનાં થયાં, અલબત્ત ટ્રેનમાં. સેકંડ ક્લાસ સ્લીપરમાં તેઓએ પોતાની સવારી ચાલુ કરી. બીજે દિવસે વહેલી સવારે તેઓ પહોંચશે એ તેમની ગણતરી હતી અને ત્યાં કોઈ હોટેલમાં તેમની વ્યવસ્થા રાખવામાં આવી હતી જ્યાંથી તેમને ડુપ્લીકેટ ઓળખપત્ર આપવામાં આવશે અને જેનાંથી તેમને હોટેલમાં રહેવાનું હતું. પોતપોતાની સીટ શોધી તેઓ તેનાં પર ગોઠવાઈ ગયાં. બધા શાંત હતાં, કોઈ જાતની હડબડાટી વગર તેઓ ગીતા અને કુરાન વાંચવા લાગ્યાં. આટલી નાની ઉંમરે તેમનાં હાથમાં ધર્મ ગ્રંથો જોઈ આજુ બાજુનાં સૌ કોઈ પણ અચંબામાં હતાં. તેમનાં પર તીરછી નજર નાખી તેઓ ચાલતાં થઈ જતાં હતાં તો કોઈ તેમને અહોભાવથી જોવા લાગ્યાં.

સવારનાં સાત વાગ્યાની આસપાસ તેઓ ભુજ રેલ્વે સ્ટેશન પહોચીં આવ્યાં. તેઓ પોતાનો લગેજ લઈ ટ્રેનમાંથી હજી ઉતર્યા ત્યાં તો એક લાંબી દાઢી વાળો, આંખમાં આજેલા કાજળ વાળો છ ફૂટ ઉંચો માણસ અહેમદની બાજુમાં આવ્યો અને બોલ્યો " ઈધર આયીયે જનાબ" તેને પાછળની તરફ ઈશારો કર્યો અને ત્યાં ત્રણ એનાથી થોડા ઓછા બિહામણા દાઢી વાળા વ્યક્તિ આવ્યાં. તેઓએ તેમનો સામાન ઉચકી અને તેને બે કારમાં ગોઠવી દીધી

" જી હા શુક્રિયા " અહેમદ આટલું જ બોલી શક્યો અને ત્યાર પછી તેઓ બધા પેલા માણસની પાછળ જવા લાગ્યાં.

સફેદ હોંડા સિટીમાં તેઓ બેઠા અને અંદરથી અવાજ આવ્યો " જન્નત સબકો નહીં મિલતી મેરે શેરો, આપ અલગ હી તકદીર લેકર પૈદા હુયે હૈ. ખુદા કે ચાર હાથ હૈ આપ કે સર પર મેરે બચ્ચો" આગળની સીટ પરથી આવતો ભારે, ધરખમ અને ઉત્સાહ પ્રેરક અવાજે તેમને બે મિનિટ માટે ચણાનાં ઝ1ડ પર ચડાવવા પુરતો હતો અને ફરી તેઓ વાસ્તવિક પરિસ્થિતિમાં આવી ગયાં અને તેમને ફરી અવાજ સંભળાયો જે ડ્રાઈવર માટે હતો " ચલિયે જનાબ. કાર ચાલુ થઈ અને ભુજ શહેર તરફ જવા લાગી. રેલ્વે સ્ટેશનનો પછાત વિસ્તાર છોડ્યાં બાદ તેઓ શહેરની સવારની ચહલપહલનાં સાક્ષી બન્યાં. સવારનો ટ્રાફિક મુખ્યત્વે સ્કુલ તરફનો હતો, આની વચ્ચે તેઓ હોટેલ પર પહોચ્યાં અને આગળથી તેમને એક ચિઠી અપાઈ " હમે કોઈ જલ્દી નહી હૈ ઈસકો ખોલને કી મેરે બચ્ચો, આરામ સે દેખનાં હમે ખુશી હોગી" વાત પૂરી થયાની સાથે જ તેઓનો દરવાજો ખોલી દેવાયો. ત્રણે જણા નીચે ઉતર્યા અને બીજા ચાર જણ પણ પાછળની કારમાંથી ઉતરી તેમની સાથે જોડાયા. તેમને અંદર તરફ લઈ જવાયા અને છેવટે તેઓએ રાહતનો શ્વાસ લીધો. બધા એકબીજાથી વાત કરવા જાણે અધીરા બન્યા હોય તેમ એક સાથે બોલી ઉઠ્યાં " શું છે ચિઠીમાં?" અને ધીમું હસી પડ્યાં

" જનાબે થોડી વાર પછી ખોલવાનું કહ્યું છે મને બકા" અહેમદ નકારમાં બોલ્યો

" એય ચાંપલા ખોલને હાલી આવ્યો જનાબ વાળો મોટો" મૌનિસ હાથમાંથી ચિઠી ખેંચી મારી" ઓય (ગાળ)" અહેમદ આટલું જ બોલી શક્યો

" મેરે બચ્ચો આપકા સ્વાગત હૈ ઈધર, આપ જાનતે હી આપકો અભી એક દુસરી હિ જીંદગી જીને કી હૈ. ઈસ મુલ્ક કો છોડકર પડોસી મુલ્ક મૈં જાના હૈ જેહાદ કે લિયે. આજ સે બલ્કિ અભી સે હે આપકો શહીદી કે લિયે ચૌબીસો ઘંટે આપકો તૈયાર રહેના હૈ. હથેળીમેં જાન લેકર બહુત સારી દહેશત ફૈલાની હૈ, ખોફ ફેલાના હૈ ક્યોકી ઈસ દેશને હમ પર બહુત અત્યાચાર કિયે હૈ ઉસકા બદલા હમેં લેનાં તભી હમ સુકુન કી સાંસ લે પાયેંગે તબ તક તીન સો પૈસઠ દિન હમારી લડાઈ ચલેગી. અબ હમ સભી ખુદા કે ભરોસે હૈ. હમારે અબ્બા હમારી માં ઔર હમારે ભાઈજાન કેવલ વહી હૈ. ઉનકા કામ કરનાં હૈ વહી શકિત દેગાં. સામ કો તૈયાર રહેનાં સભી, નેક કામમે દૈરી કૈસી?"

ખુદા હાફિસ

આ ચિઠીથી વાંચીને તેમને નવાઈ ન લાગી પણ આટલું જલ્દી એમને લઈ જવામાં આવશે એ તેમને ખબર પણ ન હતી તો જાની અને અન્યને કેમ ખબર પાડવી એ બાબતે તેઓ ચિંતામાં હતાં. જો કંઈ કહ્યા વગર તેઓ ચાલ્યા જાય તો તેમને ખબર હતી હવે તેમની આગળ જીંદગી નરક બનવાની હતી, કદાચ એનાંથી પણ બત્તર. તેમનાં ફોન લેવાયા ન હતાં છતાં તેમને ગળા સુધી ખાતરી હતી કે ફોન ન લઈને તેઓ તેમનું પાણી માપવા માંગે છે આથી છેલ્લી ઘડીનું સાહસ તેમને અહીં દફન કરી દેવા પુરતું હતું અને હોટેલમાં પણ તેમનાં માણસો કુતરાની જેમ ચાંપીને બેઠા હોય એમાં પણ નવાઈ નહીં.

" ઉપર રૂમ પર જઈશું કે અહી જ રહેવું છે" અહેમદ બોલ્યો" ઉભ હું ગાડી જોતો આવવું" શ્રેયાનો ભાઈએ આટલું બોલી દરવાજા સુધી ગયો" નથી" આટલું કહી તે સામાન ઉપાડી રૂમ નંબર 435 તરફ નીકળી ગયો.

***

અમદાવાદ થી ભુજનું પ્લેન વહેલી સવારે જ લેંડ થઈ ગયું હતું. તદન સામાન્ય લાગતી કારમાં તેઓ બી. એસ. એફનાં હેડ કવાર્ટર પહોચ્યાં અને ત્યાં તેમને વહેલી સવારનાં અજવાળામાં એક ટુકડીની ચહલ પહલ તેમને જોઈ અને લાગ્યું કે આ જ ટુકડી જોડે તેમને કામ લેવાનું છે. તે જવાનોની આખીય વ્યુહરચના સમજવા માટે તેમને ક્વાટર નંબર 102 માં જવાનું હતું, અડધો કલાક પછી એ પણ!. તેઓ આગળ વધતાં ગયાં તેમ તેમ જોતા ગયા કે કેટલી કડક સિક્યોરીટી દરેક મોરચા પર તૈનાત છે. ગોળીઓથી ભરેલી એ. કે. 47 થોડી જ ક્ષણમાં દાંત ખાટા કરવા માટે તડપાપડ થતી હોય તેમ તેમનાં ખભા પર ટાંગેલી હતી.

" આર યુ રેડી સર, હરી વી હેવ ટુ ગો @ રૂમ નંબર 102 " ઉંચું કદ, હસત ચહેરો અને ઉતાવળા પગે એક જવાન જાનીનાં રૂમમાં દાખલ થયો.

" આઈ એમ રેડી યંગ મેન સેલ વી ગો ?"" યસ સર" અને રાણા તેઓ જવા નીકળ્યાં

લાલ દરવાજા પર લખેલું હતું રૂમ નંબર 102. જવાને ટકોરા માર્યા અને 2 મિનિટ બાદ અંદરથી દરવાજો ખુલ્યો. કોઈ કોન્ફરંસ હોલ જેવો મધ્ય્મ કક્ષાનો તે રૂમ હતો. પાંચેક ટેબલ પર ટેબલકલોથ રાખેલું હતું જેનાં પર જાની સમજી ગયાં 25 થી 30 જવાનની ટુકડી સાથે તેમને રહેવાનું હતું. જાની અને રાણા ખુરશી નીકાળી બેઠાં. થોડી વારમાં જય હિન્દનો અવાજ સંભળાયો અને તે બંને સતર્ક થઈ ગયાં. શિસ્તબધ્ધ સંભળાતો બૂટના પછડાવાનો અવાજ બટાલીયન નજીક આવવાનો સંદેશ આપતો હતો. અંદર આવતાની જ સાથે તેઓએ પોતાની જગ્યા લીધી અને જાની સાથે આવેલા અધિકારીએ ડેસ્ક પર સ્થાન લીધું. પ્રોજેક્ટર ચાલુ થયું અને તેમાં તેમને ગૂગલ મેપ્સ ઓપન કર્યું. થોડી જ સેકંડમાં જ આખીય દુનિયાં સામે આવી ગઈ, પછીની બે ક્ષણમાં તો ભુજ શહેર આવી ગયું.

" લૂક એટ ધીસ જેંટલમેન, અવર ભુજ ઈસ બિઝી એટ ધીસ મોમેંટ. પીપલ ડસ તો અવેર વીથ એની કાઇન્ડ ઓફ ઈમરજન્સી. " એક પ્રકારની ગંભીર ચિંતા તેમનાં મુખ પર જોવા મળી હતી, જે અકળ હતી. તે રેખાઓ શહેરની ચિંતાની હતી, નિર્દોષ નાગરિકોનાં આ શહેરમાં એક મોટા હસ્તક્ષેપની હતી.

થોડી મિનિટ બાદ તેઓ જાણે ફરી જાગ્યા હોય તેમ ફરી મેપની સામે જોયું. ત્યાં જાની અને રાણા પાસે મેપ આવી ગયો, દરેક પાસે મેપ હતો એ પણ અલગ અલગ માર્ક કરેલા સ્કેચપેન વાળો.

"દેખીયે સબ ઈસ નકશેમેં ઈસ મેં અલગ નિશાનીઓ કો સમજનાં જરૂરી હૈ. હમારે એક ટુકડી પુરે હાઈ-વે પર કલ સુબહ હી પહોચ જાયેગી ઔર હમારે ખબરી હૈ ઉસકે પાસ સે અપડેટ લેકર કેપ્ટન પિયુષ મુજે રિપોર્ટ કરેગાં" કેપ્ટન સામે જોઈ તેઓ બે મિનિટ રોકાયાં.

"યસ સર આઈ એમ રેડી" એક અતિ ઉત્સાહી અવાજ સાથે કેપ્ટન પિયુષએ જવાબ વાળ્યો.

સામેથી એક મંદ સ્મિત આવ્યું અને ફરી તેઓએ બોલવાનું શરૂ કર્યું. અડધો કલાક સુધી તેઓ એ આખોય પ્લાન સમજાવ્યો અને બટાલિયનને ફાઈનલ રિહર્સલ માટે કહ્યું.

સામે છેડેથી બદલાઈ ગયેલો પ્લાન સેનાને હાથ તાળી દઈ દેવા પુરતો નિવડશે કે નાં? ઓંચિતો એક દિવસ અગાઉ પ્લાન ચેંજ થઈ જવા પાછળનું કારણ?

પ્રકરણ - 18

હોટેલમાં સાતેય જણા બેચેની અનુભવી રહ્યા હતાં, હવે અહીંથી નીકળવું ભારી પડે એમ હતું અને પ્લાનની જાણ જાનીને કરતા પકડાઈ ગયા તો અહીં જ તેમની અંતિમ વિધિ થઈ જાય એની શક્યતા પણ નકારી શકાય તેમ ન હતી. એક આશા હતી એનો પણ સૂર્યાસ્ત થઈ રહ્યો હતો અને પછી જો આવનરી કાળી રાત વિશેનો વિચાર જ તેમને ડરાવી દેનારો હતો તો રાત કેવી હશે એ બાબતે ચર્ચા કરવી પણ તેમને માટે બિહામણું હતું. " શું એમને ખબર પડી હશે કે આપણા વિચાર બદલાઈ ગયાં હશે? હવે આતંકવાદ તરફ જવું તેમનું ધ્યેય ન હતું એ આપણા અને મિ. જાની સિવાય કોણ જાણતું હતું બકા કે આ લોકોને ખબર પડી જાય?" શ્રેયાનાં ભાઈ હદથી બહાર ચિંતા કરતો હતો.

" પણ તને કોને કીધું કે આમ જ વાત છે, યાર ખોટા બિવડાવ નહીં બધાને. આ ચિંતામાં જો ખોટા જવાબ નીકળી ગયા તો ખોટા હલાલ થઈ જશું આપણે બધાં એના કરતાં જેમ ચાલે છે એમ જવા દે" મૌનિસ ગુસ્સામાં બોલી ઉઠ્યો

" તે આકાને પૂછ્યું, મતલબ કે એમને ફોન કર્યો તે કે ના એટલે કે તે એને વાત કરી કે અમે આવી ગયા છીયે એટલે કે. . . . . . . " તેનો ગભરાટ હવે તેને બોલવા પણ દેતો ન હતો

" એટલે કે. . . . બસ કર ભાઈ જરા શાંતિ રાખ નહીં તો સુઈ જા, એ. સી ચાલુ કરી દઉં તને કહેતો હોતો પણ મગજને ગરમ ન કર. એક તો શું કરવું ખબર નથી પડતીને તું બેઠો ઊંધું વિચારે છે કોણ જાણે કેવા ભવ ફર્યા કે તને અમે અમારા સાથે લીધો" મૌનિસે રૌદ્ર રૂપ ધારણ કર્યું.

આગળ કઈ પણ બોલવું તેને યોગ્ય ન લાગ્યું અને આથી મોબાઈલ લઈને બેસી ગયો. શ્રેયા અને પોતાના ફોટો જોવા લાગ્યો. મમ્મી, પાપા અને તેમની સાથેના પિક્ચર જોઈને તે રડમસ થઈ ગયો. મનમાં વિચારતો રહ્યો કે એક ખોટું પગલું અને અમારા ચારેયની જીંદગીમાંથી હસી ગાયબ થઈ ગઈ. મમાં અને ડેડીએ પોતાના બે સંતાન ૩ થી ૪ દિવસમાં જ ખોઈ નાખ્યા. લાડકી બહેનની લાશ પણ તેઓ જોઈ શક્યા ન હતાં ખરેખર આ બહુ જ અઘરા સંજોગો હતો, કેવા જોગ સંજોગો ઘણી વખત આકાર લેતા હોય છે કે એમાં ખાલી પસ્તાવો જ હાથમાં આવે છે.

દિવસ પોતાની લીલા સમાપ્ત કરવા માટે બેબાકળો બન્યો હતો અને જેથી હવે ગમે ત્યારે એક મેસેજ પર તેમને જવું પડશે. સાડા છ વાગ્યા હતાં, ભુજની જનતા પોતા પોતાનાં ઘર તરફ પરત ફરવા નીકળ્યા હતાં. જુવાનિયાઓનો દિવસ શરૂ થયો હતો અને તેઓ પોતાના સાથીઓ જોડે ફરવા નીકળ્યા હતાં આ બધું જ અહેમદ હોટેલની બારીમાંથી જોતો હતો અને પોતાનું સુરત યાદ કરતો હતો.

સવારે આવેલી કાર બારીમાંથી અહેમદે નીચે આવતા જોઈ. તેમાંથી નીકળેલા બે માણસોને તે ઓળખી શક્યો બાકીના ૪ નવા હતાં. તે તરત જ આગળ ઈન્ટરકોમમાં ફોન જોડ્યા અને બધાને પોતાના રૂમમાં બોલાવ્યા અને સ્થિતિથી વાકેફ કર્યા. પોત પોતાના ઈષ્ટને યાદ કરવામાં વ્યસ્ત બન્યા.

" કમાલ છે કોઈ આવ્યું નહીં હજુ સુધી" અહેમદે વાત મૂકી

" એ જ હતાંને ખરેખર?" મૌનિસે પ્રશ્ન પૂછયો

" હા બકા એ જ હતાં, એ કદાચ બધાનાં રૂમમાં ગયા હશે અને''

"પણ એ તો ખાલી છે" શ્રેયાનો ભાઈ બોલી ઉઠ્યો

" આવશે આવશે અહીં ચિલ, હવે એમ ન લાગવું જોઈએ આપણે ગભરાઈ ગયાં છીયે. જેવું આવશે એવું દેવાશે એમ સમજીને આગળ વધશું અને છેલ્લે બાકી મરી જશું એમની ગોળીઓથી પણ પાકિસ્તાન તો નહીં જ જઇયે આ મારું માનવું છે. " અહેમદ એકદમ જુસ્સા સાથે બોલ્યો

"હા એમની મદદ નહીં કરીયે, દેશમાં રાજકીય અરાજકતા ફેલાવી હજારો લોકોને અસર કરવી એના કરતા મરી જવું સારું આમેય આપણી કોઈને જરૂર નથી"

"તો બધા તૈયારને મરવા માટે" "હા તૈયાર" એકી સાથે 6 અવાજ આવ્યા ત્યાં તો દરવાજા પર ટકોરા પડ્યાં " હેલો મેરા બચ્ચા દરવાજા ખોલો, જન્નત કા રાસ્તા ઈસ તરફ સે હી તો જાયેગા" એક મધ જેવો મીઠો અવાજ દરવાજાની પાછળની બાજુએથી આવ્યો.

અંદરની બાજુ થોડી ગભરામણ થઈ પણ અહેમદના ઈશારાથી સૌ સ્થિર થયાં. શ્રેયાનાં ભાઈને કહ્યું કે દરવાજો ખોલે. તે આગળ ગયો અને દરવાજો ખોલ્યો.

" ખુદા હાફિસ મેરે બચ્ચે, ખુદા તુમ્હે બરકદ્દ દે" સાડા છ ફૂટથી વધારે હાઈટ વાળું એક પડછંદ શરીર તેણે અનુભવ્યું અને આવનારે હળવેથી તેનાં ખભા પર શાબાશીની રીતે મુક્કો માર્યો. જેમ જેમ ચહેરો આગળ આવતો ગયો તેમ તેમ તે સ્પષ્ટ થતો ગયો અને બીજી બે મિનિટમાં તે એકદમ સ્પષ્ટ બની ગયો અને બધા સાથે બોલી ઉઠ્યા "આકા"

"વાહ બચ્ચો સહી પહેચાના તુમ લોગોને" આટલું બોલી તે પોતાની લાંબી દાઢી પર હાથ ફેરવવા લાગ્યો અને બાજુ પર રાખેલા સોફા પર બેસી ગયો.

" સબ તૈયાર હો નાં, બસ અભી પંદરહ મિનિટમેં નિકલેંગે ઔર ફિર તુમહારી આઝાદી કી ઔર. . . . . . " આટલું કહી તે હસવા લાગ્યો.

પોતાની સામે ઉભેલા ખુંખાર આંતકવાદીને જોઇ તેઓ અનિર્ણાયક બની ગયા હતાં. જેના પર ભારત સરકારે ₹35 લાખનું ઈનામ રાખ્યું હતું તે સાંઢ તેમની સામે હતો અને પોતે કાંઈ કરી શકતા ન હતાં માત્ર તેની હા માં હા મિલાવતા હતાં.

" હમારી ખાતરદારી કૈસી રહી, કોઈ કમી તો મહેસૂસ નહીં હોને દિ ને મેરે આદમીઓને?"

કોઈએ જવાબ ન આપ્યો. બે મિનિટ બાદ ફરી આકાએ સાચુકલાઈથી કહ્યું "હમારે બચ્ચે હમસે ડર રહે હે શાયદ, ક્યું જી હમને આપકે સામને ગન રખી હે ક્યાં?" ધીમેકથી પોતાના પઠાણી કુર્તાના ડાબા ખિસ્સામાંથી બંદુક નીકાળી અને તેમના તરફ તાકી અને ફરી ખખડાટ હસી પડ્યો.

સાતેય જણ ડરથી બે ડગલાં પાછળ ખસકી ગયાં અને બાજી સાંભળવા અહેમદ બોલ્યો " નહીં જનાબ આપ સે કિસ બાત કા ડર, આપ તો હમારે સબ કુછ હો આજ સે" આટલું બોલતા અહેમદને ખરેખર ભીંસ પડી હતી છતાં મરતો શું ન કરે?

" યે હુઈનાં કુછ મર્દો વાલી બાત, અભી ડરના નહીં હૈ ખૌફ ફેલાના હૈ. ઈસ મુલ્ક કે લોગો કાં જીના હરામ કરના હૈ હમે. અલ્લાહ હમારે સાથ હૈ ક્યોકી ઇતની અંદર આને કે બાવજુત કિસીને હમે છુઆ તક નહીં ઔર બસ અભી પાંચ સે છ ઘંટેમેં તો હમ ઉડન છુ હો જાયેંગે. હાહાહાહાહાહાહાહ ચલો બચ્ચો નમાજ પઢ લે તે હૈ" આકાની આંખમાં સાતેય જણાએ એક નફરત અને નફ્ફટાઈ જોઈ. એક શિકારી જે રીતે જોતો હોય અદ્દલ એ જ રીતે તે જોતો હતો.

***

સૌ નીચે ઉતર્યા અને સામે ફરી એ જ કાર ઉભી હતી. મૌનિસે થોડું મોં મચકોડયું અને જોયું તો સવારે જે લાંબી દાઢી વાળો માણસ હતો એ ન હતો. વારાફરતી તેઓ બેશુદ્ધ મગજે બેઠા. પોતાનો અંત તરફ જતાં હોય તેમ તેમને લાગતું હતું. હા તેઓની ગતિ હવે મૌત તરફની હતી.

અને કાર સ્ટાર્ટ થઈ, સાંજ હવે રાતમાં પલટાઈ ગઈ હતી. વાહનોની લાઈટ અને રોડ લાઇટની વચ્ચે તેમનું ભાવિ તેમને ધૂંધળું દેખાતું હતું. પાણીની જેમ રસ્તા પર સરકતી કાર જેમ જેમ આગળ જતી હતી તેમ તેમ તેઓની હાર્ટ બીટ વધતી હતી અને જે પ્રતિજ્ઞાપત્ર તેઓ શાળામાં ભણતા હતાં તે આજે તેઓ તોડવા જઈ રહ્યા હતાં.

ભુજની બહાર પહોંચતા તેમને 15 મિનિટ જ લાગી અને હવે રસ્તો હેવી વાહનોથી ભરેલો હતો, અંધારાનું સામ્રાજ્ય ચારે તરફ હતું અને બંને કાર સાઈડમાં ઉભી રહી. તેના બ્રેકથી અહેમદ સફાળો જાગ્યો અને તેને જોયું તો આગળ કોઈ મોટું વાહન ઉભું હતું.

આકા પણ આવી ગયા અને હવે બસ અંતિમ યાત્રા પાકિસ્તાનની તરફ એ પણ એક દિવસ પહેલા. . . . . જાની અને સેનાની જાણ બહાર શું થશે? શું આખો પ્લાન લીક થઈ ગયો કે બીજું કાંઈ? આ મોટા વાહનમાં કોણ હશે? શું હવે તેમને આમાં કેદીની માફક લઈ જવાશે કે કઈ ઔર???

પ્રકરણ - 19

આગળ ઊભેલા મોટા હેવી ટ્રકને જોઈ બંને કાર ઉભી રહી અને કારની અંદર એક ધક્કો આવ્યો અને બધા જાગી ગયાં. અહેમદ આકા તરફ જોયું અને એના ચહેરાનાં હાવભાવ કહેતા હતાં કે કાંઈ અજુગતું તો નથી થયું એટલે તે નિરાશ થયો.

મનમાં વિચાર કરતો હતો કે કાશ હિંમત કરી જાની સુધી આખી વાત પહોંચાડી હોત તો કઈ થઈ શકત આમેય પણ મરવાનું તો હતું, તો ખાલી એક ફોન કરી હિંમત કરી લીધી હોત તો શું થઈ જવાનું હતું? ખરેખર મુશ્કેલીનો સમય જ અઘરો હોય છે જેમાં નિર્ણયશક્તિ બહેર મારી જાય છે અને ક્યારેક જીવ પણ વયો જાય, પણ હવે કઈ થઈ શકે તેમ ન હતું. " ક્યાં હુઆ દોસ્ત કાર કયું રોક દી તુંને?" આકાએ છેવટે મૌન તોડ્યું અને પૂછ્યું" એ હમારા હી ટ્રક હે જનાબ, પાસ કે ગાવ વાલો સે હમારી બાત હુઈ થી અગર કોઈ દિકક્ત હુઈ તો યે હમારી મદદ કે લિયે આ જાયેંગે" ડ્રાઈવરે કહ્યું" તો અભી તો કોઈ દિકક્ત નહીં હે ના "

" હા બસ અભી ફ્લેશ દેતા હું લાઈટ કી ઔર હમારે પીછે વો આયેંગે" આટલું બોલી તેને લાઈટની ફ્લેશ ચાલુ કરી.

રસ્તાઓ સુમસામ હતાં, ભાગ્યે જ કોઈ કૂતરું કે બીજા પ્રાણીઓ રસ્તામાં આવતા ત્યારે જ કાર પર બ્રેકની અસર થતી હતી, બાકી તો જાણે ડ્રાઈવર અને રસ્તાઓ વચ્ચે કોઈ અનોખી મૈત્રી હતી.

બંને કારો હવે ભુજથી 150 કિમી દુર હતી અને તેમાં લગભગ બધાં ઉંઘતાં જ હતાં ત્યાં અચાનક કંઈક અવાજ આવ્યો અને શાંતિમાં ભંગ પડ્યો પણ તેમને દરકાર ન કરી અને ફરી તેઓ એ જ સ્પીડ તેઓ આગળ વધ્યાં. બે કિમી આગળ જ વધ્યાં હશે કે ફરી અજુગતું અવાજ આવ્યો અને કારનાં અચાનક કાચમાં તિરાડ પડી ગઈ.

" ઓહ, ઈન કુત્તોને હમલાં કર દિયા હૈ હમ પર. રિવોલ્વર નિકાલો ઔર ફાયરિંગ કરો. આગે વાલે ટ્રકો સિગ્નલ દે દો, અભી બતા દે તે હૈ ઈન લોગો કો હમ ક્યાં ચીજ હૈ"

સતત ફાયરિંગ થતી હતી બંને પક્ષે અને લાઉડસ્પીકરમાં અવાજ આવ્યો " હથિયાર ફેંક દો, ચારો ઔર સે મિલટરીને તુમ્હે ઘેર લિયા હૈં. બેવજહ જાન ન ગવાની પડે કિસી કો. રૂક જાવ" ત્યાં તો હેંડ ગ્રેનેટ ટ્રક તરફથી ફેંકાયું અને એક મોટો ધડાકો થયો. અગ્નિની જ્વાળા ઉઠી, કાફલાએ તરત જ બ્રેક મારી. પાછળ એક આખી લાઈન હતી જેમાં ત્રણ મિલેટ્રી ટ્રક ભરીને કમાંડો અને જવાન બેઠા હતાં. આગળ પાંચ જીપ ચાલતી હતી.

" કેપ્ટન ગો ફાસ્ટ & મેક યુસ ઓફ મશીન ગન ઓવર & આઉટ" અધિકારી વાયરલેસ પર હુકમ છોડ્યો અને બાજુંમાં બેઠેલા જાની ચમક્યાં " નો સર પ્લીસ ડોંટ ડુ ધીસ, ધે હેવ અવર સેવન સિવિલયંસ. ઈટ ઈસ રિસ્કી ફોર ધેમ" જાની આ વાત અધિકારીએ માની લિધી અને ફરી કહ્યું " હેલ્લો ગો વિથ એ. કે. 47 & અવર સેવન સિવિલયંસ શુડ બી સેફ ઓવર & આઉટ"

ત્યાં તો બંને કાર આગળ નીકળી ગઈ અને ટ્રકમાંથી પાણીનાં વહેણની જેમ ગોળીઓ વરસવા લાગી. કોઈ પણ જાતનાં નિશાનાં વગર માત્ર અંધાધૂંધ ફાયરિંગ થતું હતું. ઓચિંતા ક્યાંક હેંડ ગ્રેનેટ પણ ફુટતાં હતાં. કોઈ જાતનું નુકશાન હજી સુધી થયું ન હતું. આગળ જઈ રહેલી કાર હવે દેખાતી ન હતી એ ચિંતાનો વિષય બન્યો હતો.

અને આગળ જતાં ટ્રકનાં પાછળનાં ડાબી બાજુનાં વ્હિલ પર બરોબર નિશાન લાગ્યું હતું અને ટાયર બેસી ગયું. ટ્રકે સંતુલન ગુમાવી દિધું અને આમ તેમ લથડિયાં ખાવા મંડ્યું. તેમાંથી લગભગ વીસ થી બાવીસ જેટલાં બંદુકધારી વારાફરતી કુદી પડ્યાં અને તે ભાગી ન જાય એનાં માટે ભારતીય સેનાનાં સૈનિકો પણ ઉતર્યા. તેમણે પણ આડેધડ ફાયરિંગ ચાલુ કરી દિધી અને સામેથી પણ વળતો જવાબ આવતો હતો. કોઈનાં હાથ તો કોઈનાં પગ અને માથાની આરપારથી ગોળીઓ વિંધાઈ જતી હતી. પીડાથી કણસતાં અવાજો એનાંમાં મિશ્રિત ગાળો અને મરણચીસોથી વાતાવરણ ઘુંટાતું હતું.

લગભગ બધા જ બાવીસે બાવીસ જણ રસ્તાં પર વિખેરાઈ પડ્યાં અને બે થી ત્રણ જવાન પણ ઘાયલ થયાં હતાં. બધા પાસેથી હથિયાર લઈ અને તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોચાડી દેવાયાં.

***

આ તરફ બંને કાર પોતાની ટોપ સ્પીડમાં હતી અને હાથમાં ન આવવાનો સંકલ્પ લઈને દોડતી હોય તેમ જતી હતી.

"સર બોર્ડર અભી દુર નહી હૈં, અગર આપ વહાં કી બટાલિયન કો તૈયાર હોની કી સૂચનાં દે દો તો અચ્છા રહેગાં" એક કમાંડોએ અધિકારીને સૂચન કર્યું, જાનીએ પણ સંમતિપૂર્વક માથું ધુણાવ્યું અને વાયરલેસમાં મેસેજ પાસ કરી દેવાયો. હવે માત્ર તેઓ પીછો જ કરી રહ્યાં હતાં તેમ જઈ રહ્યાં હતાં વચ્ચે વચ્ચે ફાયરિંગ કરી ગોળી પણ છોડી દેતાં હતાં.

***

" ઈન લોગો કો પત્તાં કૈસે ચલા કી હમ પર તૂટ પડે સારે લોગ, બચ્ચો તુમ સબ ક્યાં ઉગલ કર આયે થે વહાં પર" આકાએ બંદુકનું મોઢું અહેમદનાં લમણા તરફ રાખીને કહ્યું.

તેણે કશો જવાબ ન વાળ્યો અને માત્ર નકારમાં ડોકું ધુણાવ્યું, પણ તેમની વાત આટલી સરળતાથી માની જાય તો તે આકા શાનો.

" તો ક્યાં હમ લોગોને ઈસ શાદીમેં બુલાયા હૈં ઈન લોગો કો સાલે નિકમ્મો (ગાળ) (ગાળ) (ગાળ)" ગુસ્સાથી ધુંવાપુંવા થયેલો એ જ આકા હતો જે થોડા કલાક પહેલાં જ મધથી પણ મધુર વાતો કરતો હતો અને અત્યારે ગાળો ભાંડી રહ્યો હતો.

" લેકીન તુમ લોગ હી હમે કામ આને વાલો હો મેરે બચ્ચો, બોર્ડર કિતની દુર હૈ યહા સે યે પતા કરો ઔર ઉસ પાર સંદેશા ભીજવા દો તૈયાર રહે હમલે કે લિયે "

" હા સરકાર અભી વાયરલેસ પર સંદેશા ભીજવાતા હું" આગળની સીટ પર બેઠેલાએ જવાબ આપ્યો અને આકા પાછળ જોયું તો ટ્રક પુરેપુરો સળગી ગયો હતો. આગની જ્વાળા ચીરીને ભારતીય ફૌજ આવતી હતી અલબત્ત તેઓ તેમને પકડવા માંગતાં ન હતાં કેમ કે તેમની જોડે હથિયારમાં પેલા સાત જણ હતાં અને દુરથી રોકેટ લોંચર પણ ફાયર થઈ શકે તેમ ન હતું.

આ નબળાઈ આકા પણ જાણતો જ હતો આથી તેને પણ ખબર હતી કે એનો જીવ હવે આ સાત જણ પર હતો અને એ પણ ખબર હતી ભારતની સીમા ઓળંગવી હવે અઘરી છે. અચાનક તેને ડાયરી કાઢી અને કંઈક લખવા માંડ્યો. આકાની હરકત કોઈને રાસ ન આવી અને બધાએ તેને અવગણ્યાં. અચાનક કારની પાછળનો દરવાજો ખુલ્યો અને તેને અહેમદને એક લાત મારી, તેનાં ખીસ્સામાં પેલો કાગળ પધરાવી દીધો અને દરવાજો બંધ કર્યો.

બે જ સેંકડમાં રમાયેલી રમતમાં ડ્રાઈવર માંડ માંડ કાર પર કાબુ રાખી શક્યો. અહેમદનાં બે સાથીઓનાં ચહેરા પર પરસેવા ઉતરી પડ્યાં એ જોઈ આકા હસવા લાગ્યો અને બોલ્યો " મારાથી હોશિયારી કરી છે તમે (ગાળ) (ગાળ) "

100 કિમી/કલાકની વધુ સ્પીડ પર ફેંકાયેલો અહેમદનું મગજ સુન્ન થઈ ગયું. અચાનક આવેલી પડછાટથી તેની કમરને ખાસી ઈજા પહોચી અને તેનાં ચહેરા પર લોહી ફુટી નીકળ્યું. તે ઉભો થઈ શકવાની સ્થિતીમાં ન હતો આથી પાછળ આવતાં કાફલાને તે જોતો રહ્યો.

કારની બે સેંકડની અજુગતી હલચલ જોઈને જાની થોડા ગભરાયા પણ બાજુંમાં બેઠેલા અધિકારીએ કહ્યું " એ જીવતો છે જુઓ હલનચલન કરે છે અને એની પાસે કંઈક સંદેશો તેમને કહેવડાવ્યો છે"

આ સાંભળી જાની થોડા હળવા થયા અને તેમનું વાહન ધીમું પડ્યું, સ્તબ્ધ થઈ ગયેલો ચહેરો તેમને જોયો અને તેને ઉચક્યો, પાછળની બાજુ તેને લેટાવ્યો. તેને હાથ લાંબો કરી જાનીને ચિઠી આપી. તેમણે લાઈટ ચાલુ કરી અને તે વાંચવા લાગ્યાં

" પ્યારે કુત્તો,

હમારી ખાતરદારી કે લિયે તુમ આ ગયે યે હમે બિલકુલ પસંદ નહી આયા. વાપસ ખૈરિયત સે ચલે જાયિયે વરનાં આપ કે છે પિલ્લો કો માર દેંગે ઔર ઈધર હી ગાડ દેંગે"

જાનીએ આ ધમકીનું શું કરવું એ સમજી ન શક્યાં, પણ બાજુમાં બેઠેલા અધિકારીએ કહ્યું " ચલે તો ફિર" અને જાની સમજી ગયાં.

પ્રકરણ - 20

ચલોનો હુકમ થતાં જ એમનું વાહન પણ ખાસ્સી સ્પીડ પર ચાલવાં લાગ્યુ આને લીધે આગળ જતી કાર જાણે ધુંવાપુવા થઈ હોય એમ તેમાંથી ગોળીઓ છુટવા લાગી. કોઈ જાતનાં નિશાના વગર આવતી ગોળી મોટે ભાગે નિશાના પર આવતી ન હતી. સામસામે છુટતી ગોળીનો વરસાદ વાતાવરણની ઉત્તેજના વધારતું હતું, પણ હજુ સુધી કંઈ પણ નુકશાન થયું ન હતું એકેય પક્ષને.

" કારમાં બેઠેલા તમામને અહીં જ દફન કરવાનાં છે એ યાદ રહે, એમને ખોટા કેસોમાં દોડાવવા હુ નથી માંગતો" અધિકારી ખંધુ હસ્યો.

" હા એકદમ સાચું. એમની પાછળનો ખોટો ખર્ચો અને પછી પણ નિર્દોષ છોડી દેવાય તો પણ નવાઈ નહીં અથવા તો એમને છોડાવા કોઈ પ્લેન હાઈજેક પણ કરી લેવાય એ પણ હદ સુધી આ નાલાયકો જઈ શકે છે એટલે આ રણ જ તેમની કબર બને એમાં જ ભલાઈ" જાનીએ પેટ છુટી વાત કરી

***

" ગાડી રોક આફતાબ અબ ચુહે બિલ્લે કે ખેલ બહોત હો ગયા, અબ એક્શન હોગા ઔર ઈન કુત્તો કો છઠી કા દૂધ યાદ દિલા દેંગે" આકએ ડ્રાઈવરને કહ્યું

. . . . અને કાર ઉભી રહી. લગભગ 250 મીટર જેટલું અંતર તેમની વચ્ચે હતું અને છ જણાને તેઓએ બંધક બનાવી લીધા હોય તેમ જમીન પર બેસાડી દિધા અને તેમનાં માથા પર રિવોલ્વર તાકીને તેઓ ઉભા રહ્યાં.

" જે વિચાર્યું તું એ જ થયું. આ લોકો સામે છાતીએ તો લડી નહીં શકે એટલે નિર્દોષોને નિશાન બનાવે છે અને આપણી સામે જીતવાનો પ્રયત્ન કરે છે (ગાળ) " જાનીએ ગુસ્સામાં તાડુકી ઉઠ્યાં

" ગાડી રોકો" આટલું કહી અધિકારી ઉતર્યા, જાની અને રાણા પણ ઉતર્યા.

" હથિયાર ફેંક દો કુત્તો, નહી તો એ સબ કુત્તો કી મૌત મરેંગે" આકા તાડુક્યો

જાનીએ બધાનાં ચહેરા જોયાં. એક એક ચહેરાને તેઓ નામ સહિત ઓળખતા હતાં. તેમનાં ચહેરા પર ડર કે ચિંતાનાં ભાવની એક પણ રેખા ન હતી. મનોમન જાનીને પણ થયું કે આ લોકો મારા કહેવાથી જ આટલા ખતરાની સામે ગયાં હતાં અને આ ચહેરા પરનો વિશ્વાસનું કારણ પણ કદાચ હું છું.

"વાપસ ચલે જાવ વરના ઉલટી ગિનતી ચાલુ હો જાયેગી"

" હમારે હી દેશ મેં આકર હમસે હી હોશિયારી સાલે, ઈધર હી ગાડ દેંગે સાલે. હિંમત હે તો સીધી જંગ મે આકર દેખ કભી" અધિકારીએ ચેલેંજ આપી

" હાહાહાહાહાહા" તેને અટ્ટહાસ્ય કર્યું અને કહ્યુ" તુમ્હારે મુલ્ક કે લોગ મરને કો તૈયાર હૈ તો હમ અપને મુલ્ક કે લોગો કી જાન ક્યું લે. બેવફુક હો તુમ સભી, અપની જમીન કો માં કહતે હો ઔર ઉસકી હી ઈજ્જ્ત બેચ આ તે હો. ભુખે હો તુમ સબ, અપને આપ કો છુપાને કે લિયે દેશ કો નંગા કરતે હો સાલે. યે ગાડી, યે હથિયાર, યે તુમ્હારી જગહ જહાં મેં ખડા હું ઔર યહાં તુમ્હારે હી લોગ મેરે નિશાને પર હૈ, સભી જો દેખ રહે હો વો તુમ્હારા હિ તો હૈ ભાઈજાન. . . . . "

" બસ બહુત બોલ લિયા તુ ને સાલે સુવર તું ને, હમારે ટુકડો પે પલને વાલા હમે ભુખા કહેતે હો. હમારે યહા સે કઈ ગુના તો તુમ્હારે આદમી મરતે હૈ તુમ્હારે મુલ્ક મૈં વો ભી હર દો તીન દિનમેં એક દફા. દેશ તો ઠીક સે ચલાના જાનતે નહી ઔર દુમ હિલા કર પહુંચ આતે હૈ"

અચાનક આકાએ ગોળી આકાશમાં છોડી અને બોલ્યો " ચુપ કર નહી તો યે ગોલીયાં ઈન કે દિમાગ મેં હોગી"

કોઈ કશું ન બોલ્યું. પવનનો અવાજ સંભળાઈ એટલી શાંતિ થઈ ગઈ હતી. કદાચ અનિર્ણયની સ્થિતિમાં બંને પક્ષો હતાં. પીછેહટ કરવા કોઈ રાજી ન હતું એ સ્પષ્ટ હતું અને એ પણ સ્પષ્ટ હતું કે બંને એક બીજાને પીછેહટ કરાવવા મથી રહ્યા હતાં.

બરોબર નિશાના પર ગોળી વાગી, આકાનો જમણા હાથનો પંજા પર એ. કે. 47ની ગોળીથી વિંધાઈ ગયો અને હાથમાંની બંદુક હાથમાંથી છટકી ગઈ. બંદુક ગોળીની દિશામાં આગળની તરફ પડી અને ત્યાંથી કોઈ ઉપાડવા જાય તે પહેલા રાણાએ ઉપાડી લીધી. બીજી જ ક્ષણે આ જ રીતે ગોળીઓ આવી અને બધાનાં હાથમાંથી બંદુક છટકી ગઈ.

અચાનક આવેલા પ્રહારથી સ્તબ્ધ બની ગયેલા આકાએ પાછળ જોયું અને તેમને તેની આંખો પર વિશ્વાસ થાય એમ ન હતું, ભારતીય ફોજનાં 30 જેટલા સૈનિકો પોઝીસનમાં ઉભા હતાં. પોતાની આગળની બાજુ પણ આ જ સ્થિતિ હતી અને હાથમાં કોઈ હથિયાર ન હતું.

"ચલો જી સરેંડર હો જાવ અભી કોઈ ચારા નહીં હૈ તુમ્હારે પાસ" અધિકારીએ કહ્યું અને આટલામાં તો પેલા છ જણ પણ જાનીની બાજુમાં આવી પહોચ્યાં.

"(ગાળ) આ બહુ જ મોંધુ પડશે તને" આટલું કહી તેને થુંક ફેકી અને પછી પોતાનાં હાથ તરફ જોયું, દળદળ લોહી વહેતું હતું અને ગોળી હજુ અંદર જ હતી જેનાથી હાથમાં પણ દર્દ થતું હતું.

ફરી ગોળીનો છુટવાનો અવાજ થયો અને આ વખતે ગોળી આકાની પીઠમાં હતી. આ અસહ્યય પ્રહારથી તેં ઘુંટણ પર બેસી ગયો અને એક પ્રશ્નાર્થ નજરથી તે જાની સહિત બધાની સામે જોઈ રહ્યો. આટલું પુરતું ન હોય તેમ ફરી 5 થી 6 ગોળીઓ તેની પીઠ પર આવી અને તેનાં પ્રાણ પંખેરું ઉડી ગયાં. બાકીનાં બધા આખીય ઘટના જોતા રહ્યાં અને તેમનો જીવ તાળવે ચોટી ગયો હતો.

"જી આપ પરેશાન મત હોઈયે આપ કો અભી ઉપર જાનેમેં દેર હૈ" આટલું બોલી અધિકારીએ તેમને વાહનમાં બેસાવાનો ઈશારો કર્યો.

***

સાતે સાત ગેરમાર્ગે દોરવાયેલા તમામનાં ચહેરા પર ખુશીની લહેર હતી, સતત ભયનાં ઓથાર હેઠળ જીવ્યા બાદની શાંતિ હતી. એમને નવી જિંદગી મળી હતી, જો આ ઓપરેશન ન થાત તો તેઓ કદાચ તેઓ અત્યારે ભારતની ધરતી પર ન હોત અને દેશ માટે થું થુંની લાગણી પેદા કરાવત તે અલગથી.

"પણ જાની સર સમજમાં ન આવ્યું તમને આ લોકોનાં પ્લાન વિશે ખબર ક્યાંથી પડી? અમે તો તમને કંઈ પણ કહી શકીયે એ સ્થિતિમાં ન હતાં તો આ કઈ રીતે કર્યુ બધુ તમે?" શ્રેયાનાં ભાઈએ પૂછ્યું

જાની વળતા જવાબમાં હસ્યા પણ એ હાસ્યમાં નિર્દોષતા હતી અને કહ્યું " યાર આપણા જ દેશમાં એ લોકોનાં સ્લીપર સેલ્સ હોય તો આપણા દેશમાં આપણા લોકો ન હોય જે આપણી બી. એસ. એફ અને આર્મીને વફાદાર હોય. તમારા પર સુરતથી જ પહેરો હતો અને તમારામાંથી કોઈ બેની બેગ પર જી. પી. એસ. ભી હતું એટલે ક્યારે શું થયું કે થશે એ લોકેશન તો અમને મળતા રહેતાં હતાં અને હોટલનાં કેમેરા પણ અમારી દેખરેખમાં હતાં એટલે તમે અમને દગો આપો છો કે નહીં એ પણ અમને ખબર હતી. " જાનીએ અધિકારીની પીઠ થાબડતા કહ્યું

આ જવાબ સાંભળીને સાતેય જણને થયું કે આજે પણ અમારો દેશ અમને સાચી દિશા દેખાડવા હર હંમેશ અમારી સાથે જ છે.

"સર હવે આ પકડયેલા આતંકીઓનું શું કરીશું આપણે અને પેલા આકાની લાશ ઠેકાણે પાડવી પડશેને આપણે એનું શું કરીશું?" રાણાએ અધિકારીને પૂછ્યું

"પહેલા તો આખી વાત મિડિયામાં વહેતી નહીં થાય. હું એક મેઈલ લખી આપણા ગૃહપ્રધાનને મોકલી દઈશ. ખાનગી વાત રાખવાથી આપણે આ લોકોનાં સ્લિપર સેલ સુધી પહોચી જશું. એક એક જગ્યાએ એકી સાથે છુપાવેશમાં આપણા જવાન છાપા મારશે અને પકડી પાડશું આખુંય નેટવર્ક આપણે." આખોય પ્લાન એકદમ ગંભીરતા પૂર્વક તેમણે કહ્યો

"છ મહિના સુધી આ સાતેય જણ પણ અંડરગ્રાઉંડ મારી હાજરીમાં રહેશે અને એનાં પછી એમને પેલા ખૂનની સજા તો થશે જ હા પણ ઓછી થશે કેમ કે તેઓની જુબાની પર જ આપણે મોસ્ટ વોંટેડ આતંકવાદી પકડ્યો છે એટલે કંઈક રાહત મળશે"

***

3 મહિના પછી:

ગુજરાતમાં ઠેર ઠેર છાપામારીમાં લગભગ 60 જેટલા લોકોની ધરપકડ. ભારતીય સેના અને પોલીસની ખાસ ટુકડીનું સ્પેશિયલ ઓપરેશન. પોલીસનું કહેવું છે કે આ તમામ લોકો સ્લિપર સેલનાં નેટવર્કનાં છે અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરે છે.

ગુજરાતનાં દરેક પેપરની આ હેડલાઈન હતી અને ઈલેક્ટ્રોનિક મિડિયા પણ કવરેજમાં જોડાઈ હતી અને જાની સહિત બધા આ ખબરથી દુર રહ્યાં હતાં. સાતેય મિત્રોને 4 વર્ષની સજા થઈ જેની સામે તેઓએ હવે પોતાનું જીવન સુધારવાનાં સંકલ્પ લીધા.

***

"સર તમારા ફોન વાગ્યા કરે છે. " રાણાએ ટી. વી જોતાં જાનીને કહ્યું

"લાવ ભાઈ"

" હેલ્લો"

" હેલ્લો સર. . . . . . હેલ્લો સર. . . . . . . ઓળખ્યા કે નહીં અમને" સામેથી એકીસાથે અવાજ આવ્યો

" તમને ભુલાય સાલાઓ વિરલ, રૂષભ ,રિતુ, અંજના અને સંજય હે ને?"

" હાશ યાદ તો છે " રિતુ બોલી

The End

બીજા રસપ્રદ વિકલ્પો