Aapne-j Aapna Shatru books and stories free download online pdf in Gujarati

આપણે જ આપના શત્રુ

આપણે જ આપણા શત્રુ

પૂજન નિલેશભાઇ જાની

Facebook:
www.facebook.com/Poojan N.Jani
www.facebook.com/JawaniZindabad
E-mail: poojan5104@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


લેખક વિશે

પૂજન નિલેશભાઇ જાની ભુજ કચ્છનાં વતની છે.હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત ોઈકઈ ગદયઅભચકયતથમાં એન્જીયરીંંગનાં ર–જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધો ૧રનાં વેકેશનથી જ કંઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભૂર્િમ અખબાર જૂથનાં કચ્છ વિભાગનાં દૈનિક કચ્છમિત્રનાં સહકારથી સાકાર થઈ. દોઢ વર્ષમાં આશરે ૧પ જેટલાં લેખો પ્રસ્સિધ કરી આગળ વધવા પ્રોત્હાસન આપ્યું, એ માટે કચ્છમિત્રનો અંતઃકરણ પૂર્વકઆભાર માનું છું.

આમ તો, એન્જીયરીંંગ અને સાહિત્ય સમંદરનાં બે કિનારા છે, પણ આ બંનેેનો સુભગ સમન્વયથી જ સાહિત્ય જગતમાં પા–પા પગલી માંડી રહયો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખને પાંખો મળી છે.

અત્યાર સુધીની માતૃભારતીની યાત્રાએ ઘણું જ આપ્યું છે. મિત્રો, સગાસંબધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.

આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે કયારે મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઇપીંગ અને ભાષા શુધ્ધીમાં હંમેશા સાથે રહી છે.

ાબ્'ભ્ખ્ઃઃૠસ્

ધ્ધ્ધ્ઈ)બ્'ભ્ખ્ઃઃૠઈ'ઃ?ળ.ઃઃવ્બ્દ્ય દઈવબ્દ્યય્

ધ્ધ્ધ્ઈ)બ્'ભ્ખ્ઃઃૠઈ'ઃ?ળવબ્ધ્બ્દ્યય્રય્દ્યમ્બ્ખ્બ્મ્ઃદ્યય્દ્યિભ્બ્ચ્ત્ય્'ભ્િ(ભ્ચ્ય્ભ્(

ભઢ?બ્ય્સ્િ ઉઃઃવ્બ્દ્યપક્ષ્ડ,%ન્?બ્ય્િઈ'ઃ?

ધઝબ્ત્( બ્ઉઉ જ્ઞટજ્ઞ,પઠપ×,પ

કોણ ખરેખર જાણે છે,

અને કોણ સોગનપૂર્વક કહી શકે,

સર્જન કેવી રીતે થયું કયારે અને કયાં કોણ ખરેખર જાણે છે,

કોણ સાચોસાચ કહી શકે,ઞ્કયારે અને કયાં,

સર્જનનો પ્રારંભ થયો? એની ઇચ્છાથી આ થયું કે નહીં?

આ તો માત્ર, ઉપર એ જ જાણે કે પછી,

કદાચ એ પણ નથી જાણતો

ૠગ્વેદ ૧૦ઃ૧ર૯

આ લેખ વિશે થોડું

સામાન્ય રીતે હું પોઝીટીવ માણસ (યુવાન) છું અને છેલ્લા દોઢ વર્ષમાં વર્તમાનપત્રો અને માતૃભારતીમાં પણ પોઝીટીવ લખ્યું છે પણ હવે થોડું નેગેટીવ લખવું જરૂરી લાગ્યું એટલે એક પ્રયાસ કરેલો છે. કડવી દવા ફાયદો કરતી હોય છે એ હેતુથી જ લખ્યું છે. અહીં લખેલી બાબતોથી હું બાકાત છું એમ સમજવાની ભૂલ ન કરવી. આફટરઓલ હું પણ તમારી જોડે રહેતો બે પગ વાળો જ માનવી છું.

આશા છે લખાણ ગમશે અને જરૂર લાગે ત્યાં તમારી જાત પર થોડું વિચારજો.

તમારો જ...

પૂજન

ચાલો જવાની ઝીંદાબાદ કરીએ...

ભારત દેશ પાસે અત્યારે વિશ્વનાં અન્ય દેશો કરતા વધુ યુવા નાગરીક છે જે એક પ્લસ પોંઈટ છે, પણ ખરા અર્થમાં જોઈએ તો વિઝન ધરાવતો યુવા કે તે પ્રાપ્ત કરવા સંધર્ષ કરતો યુવા દેશ માટે ખરા અર્થમાં પ્લસ પોંઈટ બની રહેશે. જો આમ કરવામાં આપણે નિષ્ફળ જશું તો યુવા વાયુની આંધી જેમ દેશને ધમરોળી દેશે.

મિત્રો એક ૧૮–૧૯ વર્ષનો હું તમને સલાહ શું આપીશ? પણ એટલું જ કહીશ કે હું આ જવાનીને કઈ રીતે સમજું છું. આજે કયાંક યુવાન દિશાહીન થઈ રહયો છે.કોલેજોમાં દેખાતી યુવાનીએ માત્ર દંભ છે. ગુટકાની પડીકી અને સિગારેટનાં ધુમાડામાં રચ્યો પચ્યો રહેતો આ યુવાન હોય કે યુવતી ઞ્દેશને શું મદદ કરશે.

આ યુવાનીનો દાયકો કાંઈ ટાઈમપાસ નથી. બાળપણ જેમ ડર, નિદોર્ષતા અને સુરક્ષા કવચ માંગે છે તેમ યુવાની રોમાંચ, ઝનૂન અને સાહસ માંગે છે. યુવાની પસાર કરવા માટે નથી પરંતુ પડકાર ઝીલવા માટે છે. જો આ યુવાની વ્યવસ્થિત જીવસું તો આપણી પ્રૌઢ અને વૃધ્ધ અવસ્થા આપણી મુજબની હશે.

આ યાત્રાાનાં પ્રારંભમાં મને જે મળ્યુ તે મારી સમજણ મુજબ મેં અહી ઉતાર્યુ છે અને મારા યુવાન દોસ્તોને કયાંક ઉપયોગી બને એ જ ઇચ્છા છે.

''આમ જુઓ તો ડાહયા ડમરા ને આમ જુઓ તો જિદી,

સૌ પીવે ઞ્છે અધ્ધરથી અમે જિંદગી મોઢે માંડી પીધી''

આપણે જ આપણા શત્રુ

સાત સમંદર તરવા ચાલી

જયારે કોઈ નાવ એકલી,

ઝંઝા બોલી ખમ્મા ખમ્મા

હિંમત બોલી અલ્લાબેલી

શૂન્ય પાલનપુરી

ઞ્ ઞ્ ઞ્ ઞ્ ઞ્ ઞ્ શીર્ષક વાંચતા જરા આશ્ચર્ય થશે પણ આ હકીત સ્વીકારવી જ પડશે. આજે આપણા શત્રુ આપણી સાથે જ છે બહાર શોધવાની મહેનત કરવી પડે એમ નથી ઘર કા ભેદી લંકા ઢાયે જેવી સ્થિતિ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે.જેમાં આપણા નાનકડા પરિવારથી માંડી ઉચ્ચ ક્ષેત્ર પર બિરાજમાન શાસકો હોય કે તેમના મારફતે નીમાયેલા અન્ય લોકો જેમાં ઉચ્ચ અધિકારી થી માંડી તમામ વર્ગનો સમાવેશ કરી શકાય. આજે આપણા દેશમાં આપણા જ લોકો આપણું ધન લૂંટી રહયા છે જેનાથી દેશમાં અમીરો–ગરીબો વચ્ચેની ખીણ વધતી જ જાય છે. શું ખરેખર લોકશાહીની વ્યાખ્યા ગાંધી,સરદારે આવી કરેલી? અને ભવિષ્યની પેઢીને આ જ વારસો મળશે? આ વિચાર માત્રથી આપણે ડઘાઈ જઈએ છીએ તો ખરેખર વાસ્તવિકતા કેટલી કડવી હશે?

ઞ્ ઞ્ ઞ્ ઞ્ ઞ્ ઞ્આ તો સામાજિક ક્ષેત્રોની વાત છે પણ આપણી જાતના શત્રુ આપણે જ છીએ.આપણા માટે ભગવાન માત્ર બે ટંકના ભોજન પૂરતો જ બંધાયેલો છે,પણ આપણે આ જિંદગી ભોૈતિકવાદ તરફ દોડાવી છે અને જીવનનો ધ્યેય બદલાવી દીધો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખરેખર આપણી જરૂરીયાત વધી છે, આ ફાસ્ટ લાઈફનું જ કારણ છે કે પીસી કમ્પયુટરનાં સ્થાને લેપટોપ આવી ગયા છે તો કી પેડ ફોન તો ઇતિહાસ બની ગયા છે. આજનું પાંચ વર્ષનું બાળક પણ આ વસ્તુની મોહમાયા અનુભવી રહયુ છે.

ઞ્ ઞ્ ઞ્ ઞ્ ઞ્ ઞ્ એક વાર્તા ખૂબ સરસ વાંચેલી જેમાં એક વ્યકિત એક માછીમાર પોતાનું કામ પતાવી શાંતિથી બેઠો હતો ત્યાં એક બિઝનેસમેન પસાર થાય છે. એ કહે છે શા માટે શાંતિથી બેઠો છે? કામ વધુ કર,આગળ વધ તો પેલો પૂછે છે શા માટે? તો એ કહે છે કે જો વધુ કામ કરીશ તો વર્ષો પછી માછલીઓનો મોટો વેપારી બની શાંતિથી જીવન ગાળી શકીશ જયારે અત્યારે તું માત્ર નાનો માછીમાર છે. આ વાત સાંભળી પેલો માછીમાર કહે છે શાંતિથી જીવન ગાળવાની વાત હોય તો હું અત્યારે શું કરી રહયો છું બોલો? આ સાંભળી પેલો બિઝનેસમેન ઝંખવાણો પડી ચાલ્યો જાય છે. સંતોષ જરૂરી છે જે પેલા માછીમાર પાસે હતો.પેલો બિઝનેસમેન આખી જિંદગી દોડાદોડ જ કરી છેલ્લે પસ્તાશે જયારે સામાન્ય માછીમાર આપણે ઘણુંં જ શીખવી જાય છે. અહી એવો ભાવાર્થ કાઢવો ભૂલભરેલો ગણાશે કે તમારું વિઝન નાનું રાખો કે જેથી જીવન સીધા રસ્તા જેવું બની જાય તમારું.

ઞ્ ઞ્ ઞ્ ઞ્આજે આપણ જ આપણી જાતને એવી માયાજાળમાં બાંધી લીધી છે કે જેમાં બહાર નીકળતાં નીકળતાં બીજી વાર અવતાર લેવો પડશે. આ જિંદગી તો વોટસ એપમાં નીકળી જશે કંઈ કરવા અન્ય અવતારની જરૂર પડશે – એ મેસેજ ખૂબ હસાવે છે,પણ તેમાં ઉંડો મર્મ છુપાયેલો છે. આજે મોબાઈલની અંદર ઈન્ટરનેટ કનેકશન બંધ હશે તો આપણો મૂડ જ બગડી જશે,બેટરી નહિ હોય તો ગાંડા થઈ જશું. હાલ જ જયારે અઠવાડિયા માટે નેટ સદંતર બંધ રહયું ત્યારે ખરેખર અહેસાસ થયો કે હવે નેટ એ ભોજન સમકક્ષ જરૂરીયાત બની ગઈ છે. (અલબત માત્ર ટાઈમપાસનો ધંધો છે આ બીજું કશું નહી પણ એની પણ મજા લઈ શકાય જો ટાઈમ હોય તો.)

લાગણીનું ઞ્ઝરણું સુકાય છે જાની,

લોકો ઞ્એને સોશીયલ મીડયા કહે છે

આજે સંબંધોની ભાવના આ ઈન્ટરનેટની સોશિયલ સાઈટોને લીધે ભૂલાઈ રહી છે.છેતરિંપડી, એમ.એમ.એસ કિલપીંગ જેવા સાયબર ક્રાઈમમાં ૩૦ વર્ષથી ઓછી વયના લોકો વધુ જોવા મળે છે, જે સમાજ સામે લાલબતી છે.એ વાત ઉડીને આંખે આવી છે આ સોશયીલ મીડીયા આપણી ઘણી દીકરીઓની જિંદગી બાળીને ખાખ કરી દીધી છે. આપણે જ સામે ચાલીને પહેલા તો વસ્તુ બનાવીએ પછી તેનો ખોટી રીતે ઉપયોગ કરી તે વસ્તુ કોસીએ ત્યારે વાંક હંમેશ આપણો જ હોય છે, પછી એ વાત મોબાઈલના ઉપયોગની હોય કે પછી બંદૂકથી માંડીને પરમાણુ બોમ્બ જેવા હથિયારોના ઉપયોગની વાત હોય અને આ જ સમાજમાં વર્ષોથી એક નિબંધ ગોખાવે છે વિજ્ઞાન શાપ કે અભિશાપ પણ એ નથી શીખવતો ઉપયોગ કેમ કરવોે?

અમેરિકાએ થોડાં વર્ષો પહેલા લાદેનને ઘરમાં જઈ માર્યો ઞ્અને હવે ઈરાકના આતંકી સંગઠનના ખાત્માની વાત કરી રહયું છે. ભારત સરકાર દાઉદને લાવાવની વાત કરે છે અને હાલ જ છોટા રાજન પકડમાં આવ્યો છે, પરંતુ આતંકી સંગઠન હોય કે પછી અન્ય બળવાખોર સંગઠન તેમની પાછળનો હેતુ સામાજિક, રાજકીય કે અન્ય કોઈ અસંતોષ રહેલો છે જે પૂર્ણ થઈ જાય તો આટલા લોકોની જાન પણ ન જાય અને આ સંગઠનને નાશ કરવાનો ખર્ચ પણ ન વેઠવો પડે તે ઞ્વધારામાં ઞ્આપણા દેશમાં પણ માઓવાદી, નકસલવાદી જેવા સંગઠનો પણ અસંતોષનું પરિણામ છે જેનો ભોગ આપણી નિર્દોષ પ્રજા બને છે. પરંતુ દરેક વખતે અસંતોષ પૂર્ણ ન પણ થાય એ વાત પણ નોંધવી જ રહી.

પહેલાં મારી પાસે સમય હતો ઘડિયાલ ન હતી

હવે ઘડિયાલ છે તો સમય નથી.

ઞ્ ઞ્ ઞ્ ઞ્ આજની થકાવનારી દોડાદોડી ભરી જિદગીએ આપણો નિત્યક્ર્ર્રમ બની ગયો છે. આ થકાવ શારિરીક નથી હોતો પણ માનસિક હોય છે. જેથી આપણે વધુનેવધુ ડિપ્રેશ થઈ એ છીએ. શારિરીક થાક તો શરીરને સ્ફૂતિલુ રાખવા મદદગાર બને છે. જેનુૃં ઉદાહરણ આપણા દાદાપરદાદા છે. જેઓ આજે પણ શ્રમ કરવાની ક્ષમતા ધરાવે છે. આજે બધુ કામ કમ્પ્યૂટર, લેપટોપ વડે આગળીનાં ઈશારા પર કરીએ છીએ આથી શારિરીક શ્રમની બાદબાકી થઈ ગઈ છે. આપણે આજે યોગ, કસરતથી કોશો દૂર છીએ જેથી આજે નાની ઉંમરમાં બ્લડપ્રેશર, ડાયાબીટીસ આપણા શરીરને પોતાનું ઘર બનાવી લે છે. પરિવર્તનનો ઈનકાર નથી પણ એ આપણી જાતનાં ભોગે ન હોય.

ઞ્ ઞ્ ઞ્ ઞ્ ઞ્હાલ જ એક એવા સમાચાર વાંચેલા. બાળક કમ્પ્યૂટર પર ગેમ રમી રહેલું અને જયારે તેની માતા આ કમ્પ્યૂટર બંધ કરી દે છે ત્યારે બાળક માતાને થપ્પડ મારી દે છે અને આ બાળક બાર વર્ષથી નીચેનું હતું બોલો આટલી નાની ઉંમરથી ગુસ્સો બાળકને માતા વિરુધ્ધ હાથ ઉપાડવા પે્રરી દે છે. આજે યુધ્ધની માનસિકતા ધરાવતી અનેક ગેમ આપણા પ્લે સ્ટોર કે એપલ સ્ટોરમાં સ્થાન જમાવી બેઠી છે. એવા પણ મિત્રો પણ જોયેલા છે કે જે રાતનાં ત્રણ વાગ્યા સુધી આવી ગેમો રમતા હોય છે. આ તો માત્ર સમયનો, આંગળનો અને આંખનાં બગાડનો ત્રિવેણી સંગમ જોવા મળે છે પણ કોને ચિંતા છે? ઞ્ ઞ્ઞ્

ઞ્ ઞ્ ઞ્ ઞ્આપણી દોડાદોડી ભરી જિંદગીને લીધે આવક તો વધી છે જેને લીધે જમવા માટે કદાચ ટેબલ ખુરશી તો છે પણ ઘરની દરેક વ્યકિત એકલું જમી લે છે અથવા ટિફિન ખાઈ લે છે. વળી,બાળકો તો ફૂડ પેકેટ ઞ્પર જ જીવે છે. બાળક શાંત નથી રહેતું એને બહારનું ફૂડ પેકેટ આપી દો આજનાં શિક્ષત વાલી પણ કયાંક દેખાદેખી આવું કરતા જણાય છે. આ આંધળા પ્રેમને પરિણામે ઞ્બાળકની ક્ષમતા ઘટે, મેદસ્વિતાની પણ કયાંક શરૂઆત થાય છે, સાથે બાળકો પર વડીલોનો પ્રભાવ પણ ઘટે છે. આ પ્રભાવ ઘટવાથી જ યૌવન ઞ્કાળમાં બાળક ઞ્નાનો મોટો ગુનો કરી બેસે છે. જેથી તેની જીંદગી વીસ બાવીસ વર્ષે જ પૂરી થઈ જાય છે. ઉપર જ કહેલુ કે સાયબર ક્રાઈમમાં યુવાનોની હાજરી નોંધપાત્ર વધી રહી છે.

ઞ્ ઞ્ ઞ્ સંયુકત કંટુંબની પ્રથા તૂટવાથી આજે સંબંધો પણ કયાંક તૂટયા છે. બતાવવા અને ખાવાનાં દાંત અલગ એવી સ્થિતિ ઉભી થઈ છે. અમુક તહેવાર પ્રસંગે મળવાનું થાય ત્યારે વાલીઓ માત્ર દેખાડા માટે પોતાનાં સંતાનનું પ્રમોશન કરે છે જેથી કયાંક અદેખાઈનાં બી પણ રોપાય છે. પણ શું કરે સાહેબ જમાનો છે સ્વપ્રશંસાનો.

પૂજન નિલેશભાઇ જાની

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED