ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-6) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-6)

Girl Friend & Boy Friend.........ક્રમશ:(ભાગ-૬)થોડાક દિવસ પહેલા જ મોહિતનો જન્મદિવસ હતો.

મેં અને મોહિતે બહાર શૉપ પર 'કેક' કાપીને મોહિતનો જન્મદિવસ ઊજવ્યો હતો. પણ' એક અઠવાડીયા પછી મારો જન્મદિવસ હતો,

આજ ફરીવાર મારા પપ્પાએ મારી જન્મદિવસની પાર્ટી રાખવાનું નક્કી કર્યુ.અવની ખુશ થઈ, હવે તો મારા ઘરે મોહિત મારી જન્મદિવસમાં આવશે જ, હવે તો મને ના નહી કહીં શકે.કોલેજનું બીજુ વષૅ શરૂ થઈ ગયું હતું. કેન્ટીનમાં દરરોજની જેમ આજ પણ મારી સામે કોફી પડી હતી. મોહિત તને ખબર છે?

અઠવાડીયા પછી મારો જન્મદિવસ છે, મારા પપ્પા જન્મદિવસની પાર્ટી રાખવાનાં છે તું આવીશ ને?.મોહિતને કયારેક અવની તું તો કયારેક તમે કઈને બોલાવતી હતી પણ મોહિતને તે ગમતુ હતું. મોહિત હસતા હસતા બોલ્યો તું મને કહેતો ખબર હોયને તારો બર્થ-ડે છે, મને શું ખબર?અવની '' મજાક નહી'''હા' અવની હું આવીશ મને તારો બર્થ-ડે યાદ છે. પણ, તારા ઘરનું એડ્સ મને ખબર નથી.ઓહ' '' હું તને મારો મોબાઈલ નંબર લખી આપુ છું અને 'એડ્સ' પણ''.તુ મારા મોબાઈલ પર તારા ઘરનું 'એડ્સ' સેન્ડ કરી દેજે. તારુ ઘર તો મેં જોયુ છે પણ, તે જગ્યાનું મને કદાચ નાંમ યાદ નથી.હું કદાચ કાલે કોલેજ નહી આવું કેમકે, મારા મમ્મી બહારગામ જવાના છે, પપ્પા ઘરે એકલા જ છે.'ઓકે' મેં કહ્યું.મને એવું લાગ્યુ કે'' કાલે મેં કોલેજ અાવાની ના પાડી તો મોહિતને ગમ્યુ નહીં.થોડી જ વારમાં પછી હું અને મોહિત છુટા પડયા. મેં અને મોહિતે ઘર તરફ જવાનો રસ્તો પસંદ કરયૉ

આજ અવની કોલેજ આવી ન હતી, મોહિતને આજ એકલતા અનુભવી રહ્રયો હતો.મોહીતને એમ થતું કદાચ અવની કોલેજમાં ન આવી હોત તો????પણ' હા' અવની એક સારી છોકરી હતી.મોહિત અવનીને પ્રેમ કરવા લાગ્યો હતો, પણ' હું અવનીને કહી શકીશ?.જો હું અવનીને કહીશ અને મને તે ના પાડશે તો મારે કોલેજ પણ ના પાડવાની સાથે છોડી દેવી પડશે.''હું નહી રહી શકું અવની વગર''.અવનીનો કાલે જન્મદિવસ હતો, મોહિતના ફોનમાં બે દિવસ પહેલા જ તેનું એડ્રસ આવી ગયું હતું. પણ' મોહિતને થતું હું અવનીના ઘરે મારા પ્રેમની રજુઆત કરૂ?પણ' પછી તેને થતું તે મને ના પાડીને મારી જીદંગીમાંથી વહી જશે તો હું તડફડીશ અવની માટે. તે અત્યારે મારી ફે્ન્ડ જ સારી છે, અને તે સ્થાનને હું ઓળંગવાનો પ્રયત્ન નહીં કરૂ. મોહિતની વાત પણ સાચી હતી.આ બાજુ અવની મોહિતને હજી તેનો બોયફ્રેન્ડ બનાવવા માંગતી હતી. પણ, મોહિત તેને પ્રમ કરવા લાગ્યો હતો, પણ' તે કદાચ અવનીને ખબર નહોતી.મોહિતની ઘડીયારમાં ૧૧:૩૦ થઈ હતી તો પણ અવનીની યાદમાં તડફડીયા મારી રહ્યો હતો.કયારે બાર વાગે અને હું અવનીના ફોનમાં મેસેજ કરૂ. '' હેપી બર્થ-ડે અવની''.જીદંગીમાં પ્રેમ કદાચ બધાને નથી મળતો પણ' જેને મળે છે તેને જીવી લેવું જોઈએ. કોઈ પ્રેમીકા કે કોઈ પ્રેમીની યાદમાં તડપવુ એ પણ એક ખુશીની વાત છે.મોહિત પણ આજ અવનીની યાદમાં તડપતો હતો અને ૧ર:૦૦ વાગે એટલે સૌથી પહેલા મેસેજ કરીને હેપી બર્થ-ડે અવની'' એમ કહેવા માંગતો હતો. અવનીની યાદમાંજ ૧ર:૦૦ વાગ્યાનું આલર્મ વાગ્યુ, કદાચ મોહિતને ઊંઘ આવી જાય તો તેને આલર્મની વ્યવસ્થા પણ કરી રાખી હતી.''કેવો છે પ્રેમ''?મને તો કયારેક થતું કોઈ છોકરી ને પ્રેમ કરવો જોઈએ. જીદંગી જીવવાની તમને અને એમને ખબર પડે. ''મેં કોઈ પ્રેમની વ્યાખ્યા જોય નથી''. કોઈ પ્રેમી પ્રેમીકાને કહેતો હોય છે કે હું તો તારા દિલમાં છું, પણ' તે તેનાં શરીરમાં દિલ છે ખરૂ?''મે કદી જોયું નથી, તમે કદાચ જોયું હોય તો''?પણ, ''પ્રેમ થઈ જાય છે'' એ વાત માનવા જેવી છે,'' પ્રેમ કહેતો નથી કે તું આને પ્રેમ કર''. તુ પહેલી છોકરીને પ્રેમ કર, બસ, પ્રેમ થઈ જાય છે.

પ્રેમ ઘણી રીતે થઈ શકે. જેમકે, કોઈનો ચહેરો જોયને, તો કોઈનું ભોળાપણું જોયને, પણ' મોહિતને સામેથી આવકાર મળ્યો હતો, એટલા માટે તે કહી શકતો ન હતો કે મને કેવી રીતે પ્રેમ થયો છે?મોહિતે તરત જ બાજુ માંથી મોબાઈલ લઈ અવનીને 'મેસેજ' ક્રરયૉ ''હેપી બર્થ-ડે અવની''.થોડી જ વારમાં અવનીનો પણ 'મેસેજ' આવ્યો', ''થેન્કસ''.મને હતું જ સૌથી પહેલા તમારો 'મેસેજ' આવશે. પણ' કાલે મારા ઘરે પાર્ટી છે તને યાદ છે નેમે રીપ્લાયમાં તેને 'હા' કહ્યું.અવનીને નીદંર આવી ગઈ હતી પણ,મોહિત હજી અવનીની યાદમાં જ તડફડતો હતો. મોહિતને થતું શું અવની મારે સાથે લગ્ન કરશે? કદાચ જો એ મારી સાથે લગ્ન ના કરે તો હું તેના વગર નહી રહી શકુ. અવનીની યાદમાં ને યાદમાં કયારે નિદંર આવી ગઈ, મોહિતને યાદ પણ ના રહ્યું.

આજ સવારમાં મોહિતને વહેલા ઊઠવાનું હતું કેમકે, આજે મારે અવની માટે ગિફટ લઈ જવાનું હતું. ઘડીભર થતું શું લવ એના માટે ગિફટ?. ''શો-પીસ'' લઈ લવ, 'નાં' શો-પીસને શું કરશે?હું એક સારી 'વોચ' લઈ લવ તેને પણ ગમશે. અવની માટે 'વોચ' લેવા મોહીતે ભાવનગરની બજારોમાં પ્રયાણ કરયુંલોકો જાત-જાતની ખરીદી કરી રહ્યા હતા. કોઈ કપડા લઈ રહ્યા હતા , તો કોઈ ઘરની ચીજ વસ્તુઓ લઈ રહ્યા હતા.મને થતું લોકોની પાસે એ વસ્તુ હોય તો પણ બીજીવાર શા માટે ખરીદતા હશે?પણ' મને જ યાદ આવ્યું હું અવની માટે 'વોચ' ખરીદુ છું તેની પાસે પણ સારી 'વોચ' છે. પણ' મારે તો અવનીની ખુશી માટે 'વોચ'ની જ ખરીદી કરવી હતી. મને થયું બજારમાં પણ લોકો તેમની અથવા તેમનાં ઘરમાં ખુશી લાવવા વસ્તું ખરીદતા હશે.મેં પણ બજારમાથી એક સારી 'વોચ' પસંદ કરી અવની માટે. સાંજના પ.૦૦ વાગી ગયા હતા, ૬.૦૦ વાગ્યે તેનાં ઘરે પાર્ટી હતી. મોહિત પહેલી વાર આવી પાર્ટીમાં જઈ રહ્રયો હતો, આ પહેલા તેને આવું કાઈ પસંદ પણ નહોતું.મોહિત સરસ મજાનું વ્હાઈટ ટી-સર્ટ પહેરીને ઉપર બ્લેક જેકેટ અને બ્લુયુ જીન્સ પહેરીને તૈયાર થઈ ગયો હતો. મારી મમ્મીએ મારી સામે ત્રણવાર જોયું પણ' મને પુછયું નહી કે તું કયાં જઈ રહ્યો છે, હું ''વ્હાઈટ લંડન સ્પે્ર'' છાટી રહ્યો હતો. ત્યા જ મારી મમ્મીએ મારી સામે ચોથીવાર જોયું ને કહ્યું', મોહિત આજ કયાય જવાનું છે તે આટલો બધો તૈયાર થઈ રહ્યો છે?આજે અવનીનો બર્થ-ડે છે, અને તેના ઘરે પાર્ટી છે, હું પાર્ટીમાં જઈ રહ્યો છું.'ઓહ' એમ વાત છે એમનેમમ્મી', હું જાવ છું રાત્રે વહેલો આવી જઈશ.'ઓકે' ''બાય'' બેટા.થોડી જ વારમાં હું મારૂ બાઈક લઈને અવનીના ઘરે પહોચ્યો.ત્યા જ મારી સામે અવનીની ફ્રેન્ડ હેતલ ઊભી હતી.'ઓહ' ''મોહિત''.તમને પણ માં આ પાર્ટીમાં આમંત્રણ છે એમને!!'હા' કેમ 'ના' હોય.?'હા' તમારે તો અમારી પહેલા હોય.હું મનમાં જ હસયો, અને મેં અંદર જવાનું પસંદ કયુઁહેતલ તેની કોઈ બીજી ફ્રેન્ડનો ત્યા ઈન્તજાર કરતી હોય તેવું મને લાગ્યું આજ પહેલીવાર હું અવનીના ઘરે આવ્યો હતો, મેં અવનીના ઘરમાં પ્રવેશ કરયૉ પ્રવેશ કરતાની સાથે જ અવની મારી સામે આવી, 'ઓહ' મોહિત તું?મેં એક ક્ષાણનો પણ વિલમ કરયા વગર, મેં લીધેલી ગિફટ એના હાથમાં આપી. અને કહ્યુ',''હેપી બર્થ-ડે'' અવની.અવનીએ મને 'થેન્ક યું' કહ્યુઅવની આજે સાડીમાં એકદમ પરી જેવી લાગતી હતી, તેની સાડીમાં જીણા-જીણા મોતી હતા, તે તેના ચહેરાને આકષ્રક બનાવતા હતા. તેનાં વાળમાં સોનેરી કલરની પીન આકષ્રણ કરતી હતી. તેની ડોક કોઈ કોયલ ટહુંકો કરી રહી હોય તેવી જ લાગતી હતી, વાદળી કલરની સાડીમાં તેણે વાળેલી નાની-નાની પાટલી તેની કેડને વધુ મૉહીત કરતી હતી. અવનીની સાડી એટલી લાંબી હતી કે તેનું પગનું વર્ણન કરવું મુશ્કેલ હતું, પણ' તેના પગ અપ્સરાને ભુલાવી દે તેવા હતા, મારા પગ ઘણીવાર તેને સ્પર્શ કરી ચુકયા હતા.ભગવાને શા માટે સ્ત્રીઓને જ રૂપ આપ્યુ હશે. સ્ત્રીઓને લગ્ન સમયે તૈયાર થતા 'બે' કલાકનો સમય લાગે, પણ' પુરૂષને તૈયાર થતા 'બે' મિનિટ લાગે.''કેવી નવાઈની વાત છે''.હું હજી અવનીના વિચારમાં જ હતો ત્યા મને અવનીએ કહ્યું,' મોહિત '.હું ઝબકી ગયો.મારી સામે જ તેના મમ્મી અને પપ્પા હતા.પપ્પા આ મોહિત છે, કોલેજમાં મારા કલાસમાં છે, મારો ફ્રેન્ડ છે.મે અવનીનાં મમ્મી-પપ્પાને પ્રણામ કરયા.તેણે મને તેમની દિકરી સોપી દીધી હોય તેવા આશીર્વાદ આપ્યા.પણ' અવનીના પપ્પાનાં મોં પરથી મને એવું લાગતું નહતુ કે તે આસાનીથી 'હા' પાડી દે.અવનીના મમ્મી-પપ્પાએ મને આશીર્વાદ આાપ્યા.

હું અવનીનાં ઘરમાં સોફા પર બેઠો. મારી ઉપર જ એક પંખો હતો. તે મરતા-મરતા ફરી રહયૉ હતો તેવું મને લાગ્યું, તેને થોડી તાકાત આપવાનું મને મન થયું, પણ' મેં તે ન કરયુંમારી સામે જ કોઈ કપલ બેઠું હતું. હું તેને ઓળખતો નહોતો. તે અવનીના ઘર વિશે વાત કરી રહ્યા હતા.થોડી જ વારમાં મને અવનીએ બોલાવ્યો',. મોહિત, અંકલ બધા ચાલો.મારી સામે બેઠેલા અવનીનાં અંકલ હતા. અમે બધા એક રૂમમાં ગયા.આખો રૂમ ફુગ્ગાઓથી શણગારેલો હતો. ઘણી બધી ગિફટો હતી. મારી પણ ગિફટ ત્યા જ પડી હતી.થોડી જ વાર પછી અવનીએ તેની લાલ 'લિપસ્ટીક' વાળા હોઠ ભીડીને ધીમેથી ફુંક મારી મીણબતી ઓલવી. 'બધા એક સાથે બોલી ઉઠયા'.''હેપી બર્થ-ડે ટુ યુ'' અવનીએ કેક કાપી તેના મમ્મી અને પપ્પાને ખવડાવી તે મારી તરફ આવી. 'બધા મારી તરફ જોય રહ્રયા હતા'.અવનીએ ડરયા વગર મને કેક આપી !!!અવનીએ લાઈનમાં બધાને કેક ખવરાવતી જતીને હસતી જતી હતી.થોડી જ વારમાં પાર્ટી પુરી થઈ.મેં અવની પાસેથી રજા લીધી.'' અવની હવે હું જઈ શકું.'હા' મોહિત તારે ઘરે મોડુ થશે તું જઈ શકે છે.પણ આવવા માટે 'થેન્ક- યું'.

મોહિત મનમાં મુસ્કુરાતો હતો. તે ત્યા જ ઉભો રહ્રયો,ઘડીભર. મોહિતને ખબર હતી કે અવની એકવાર પાછું ફરીને જોશે જ, અવનીએ એકવાર નહી બે વાર જતા-જતા મારી સામે પાછું ફરીને જોયું.પણ' બીજીવાર ફરી ત્યારે જમણા હાથે આંસુ લુછયા, મને નવાઈ લાગી.

જે છોકરી આટલી બધી ખુશ હોય અને આંસુ કઈ રીતે આવે , કઈંક તેને પ્રોબ્લેમ હોવો જોઈએ.''તે કેમ મને કહેતી નહી હોય''.પણ,' મોહિતે નક્કી કરયુંહું અવનીને પુછીને એ પ્રોબ્લેમનું નિરાકરણ લાવીશ જ.પણ' મારે તે જાણવું પડશે.અવની આટલી બધી ખુશીમાં દુ:ખી કેમ છે?.... ક્રમશ: