ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-5) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-5)

Girl Friend & Boy Friend.........ક્રમશ:(ભાગ-૫)

થોડી વારમાં મેં કોલેજમાં પ્રવેશ કરયૉ, મેં આજ મોગરાનું અંતર છાટયું હતું, મારી પાસેથી પસાર થતા લોકો પુરક રેચક કરીને પસાર થતા હતા. મને હસવું આવતુ હતું. પણ, હું તો મોહિતને મારામાં મોહિત કરવા માટે મોગરાનું અંતર છાટીંને આવી હતી. મને મોહિત જ હવે કોલેજમાં દેખાતો હતો.હું કેન્ટીનમાં સમોસા હેતલ સાથે ખાય રહી હતી. કોલેજમાં આવતાની સાથે જ હેતલે મને આવકારી હતી. હું 'ના' નો પાડી શકી. કેમકે, સમોસા અને પાણી પુરી હું ગાંડાની જેમ ખાતી હતી. સમોસા જોતા જ હું હેતલ પાસે દોડી ગઈ.

મેં સમોસુ હજી હાથમાં લીધું ત્યા મારી સામે મોહિત આવ્યો.'મે' મોહિતને 'હાય' કહીને આવકાયરયૉ...તેને પણ મને 'હાય' અવની એમ કહ્યું,.મોહિત કહયુ અત્યારમાં સમોસા?.મેં કહ્યું', 'હા'. તમે લેશો?'ના' થેન્કસ .હેતલે મને પુછયું', તે કોણ છે?મેં હેતલને હજી વાત કરી નહોતી.મેં મૌન રહેવાનું પસંદ કયું.સમોસા ખાયને હાથ ધોવા માટે મે પ્રયાણ કરયુ.

આજ પહેલીવાર મૉહીત કેન્ટીનમાં મારી સામે જ કોફી પી રહ્યો હતો. તે પહેલા મેં તેને કયારેય કેન્ટીનમાં જોયો નહોતો.મને તેનો લાલ ચહેરો અને લાલ હોઠ પસંદ આવ્યા.એક લેકચર પછી આજ અમારે ફ્રી લેકચર હતો. મોહિત એકલો જ બેઠો હતો. મારી બાજુમાં હેતલ બેઠી હતી, બીજા થોડા દુર હતા. હું મોહિત પાસે ગઈ, કેમ આજ તું નિરાશ હોય તેવું લાગે છે. ચાલ કેન્ટીનમાં મારી સાથે કોફી પીવા..

મોહિત આજ અવનીને ના નો પાડી શકયો કેમકે, તેને તેમની મદદ કરી હતી. તે કેમ ભુલી શકે મોહિત.'હા' કેમ નહી'.હું અને મોહિત કેન્ટીનમાં સાથે બેઠા. મને અમે મોહિતને લોકો જોય રહ્યા હતા. મને આનંદ થતો હતો.મોહિતે 'બે' કોફીનો ઓર્ડર આપ્યો. મોહિતે મને સવાલ કરયૉ તમે મને કઈ સ્કુલમાં મળ્યા હતા?.અવનીએ કહ્યું,' મને યાદ નથી, પણ તમે કદાચ મને કૉય સ્કુલમાં જ મળ્યા હતા મને યાદ છે.''ઓકે'' મોહિતે કહ્યું', તુ કઈ નાસ્તો લઈશ?.

અવનીને સમોસા ખાવાનું હજી મન થતું હતું, પણ તે 'હા' નો કહી શકી.મોહિતે મને કહ્યું', તમે ભાવનગરમાં જ રહો છો?.મે 'હા' કહ્યું'.મારા પપ્પા ડાયમંડમાં છે.''ઓહ''. મારૂ ઘર તો તમે જોય લીધું.અવની હસતા હસતા બોલી. 'હા'.અવનીએ કહ્યું,' આ કોલેજમાં મારૂ કોઈ ફ્રેન્ડ નથી, તમે મારા ફ્રેન્ડ બની શકો?.મોહિતે થોડી વાર અવનીને સ્માઈલ આપી'. પછી કહ્યું', 'હા' કેમ નહી.પણ' એક શરત પર'.''બોલો'''' તમારે મારી સાથે દરરોજ કોફી પીવા આવવું પડશે તો જ '' નહી તો હું તારો ફ્રેન્ડ ના બની શકું.અવનીને તો એ જ જોતું હતું .'હા' કેમ નહી'.મે ધીમેથી શરમાઈને કહ્યું,'

હું અને મોહિત હવે એક સારા ફ્રેન્ડ બની ગયા હતા.એક મહીનાથી હું અને મોહિત કેન્ટીનમાં કોફીનો સ્વાદ લઈ રહ્યા હતા.લોકો અમને જોયને ખુશ ન હતા. શા માટે લોકો આવું વિચારતા હશે ?

કોઈ બે લોકો ખુશ હોય તો બીજા ઘણા લોકોને અંદરથી બળતરા થતી હોય છે. આ વાતને હું ભારત દેશમાં આગવું સ્થાન આપું છુંપણ, એજ લોકો તેથી ગર્લફ્રેન્ડ કે પછી તેની પત્નીને લઈને ફરતા હોય બાઈક પર લોકો તેને તાકી તાકીને જોવે તો તે પસંદ નથી.તો શા માટે અને મોહિતને લોકો તાકી તાકીને બળતરા કરતા હોય છે. પણ,' આ ભારતની પરંપરા કોઈનો બદલી શકે મને તેની ખાતરી હતી.

મોહિત મને ઘણીવાર કહેતો કે આપણે કોઈ સારી જગ્યા પર બેસવાનું પસંદ કરવી. પણ, હું તેને યાદ અપાવતી'' તને યાદ છે તે મને કેન્ટીનમાં કોફી પીવાનું કહેલું'' દરરોજ'.મોહિત આગળ એક શબ્દ બોલી ન શકતો.મોહિતે મને ફ્રેન્ડ તરીકે તો અપનાવી પણ, મને હજી યાદ હતું. મારે મોહિતને એક સારો બોયફ્રેન્ડ બનાવવાનો હતો. ''હું મોહિતને પ્રેમ કરૂ''. ''મોહિત મને પ્રેમ કરે''. મારે પણ મોહિત સાથે બિન્દાસથી ફરવું હતું.હજી તો મોહિત મારો સારો એક બન્યો છે. મે આજ નક્કી કરયુ'' જો મારે મોહિતને બોયફ્રેન્ડ બનાવવાનો જ હોય તો પહેલા મારે તેનો સ્વભાવ જાણવો પડશે.

મારી ફ્રેન્ડ મને કહેતી બોયફ્રેન્ડ હોય તે ગલર્ર્ફ્રેન્ડ કિસ કરે, અને તેની સાથે શારીરિક સંબંધ બાંધે. પણ, મને તે મંજુર નહોતું.'હા' આમ પણ 'એન્ગેજમેન્ટ'પહેલા લોકો તેને ઓળખવાનો સમય આપે છે. તરત જ લગ્ન નથી કરી આપતા. મારે પણ મોહિત પાસેથી એ જ જાણવું હતું, '' તેનો સ્વભાવ''.કોલેજમાં આજ મંગળવાર હતો. અમે રોજ કેન્ટીનમાં મળતા હતા, પણ' મને તેનો નંબર હજી આપ્યો નહોતો. અને મે પણ મોહિતને મારો નબંર આપ્યો નહોતો.મને મોહિતે કહ્યું', લે તારી એકદમ ગરમ-ગરમ કોફી મેં હસીને મારી તરફ એક કપ કયાઁ.

મોહિત આપણે ઘણા સમયથી કેન્ટીનમાં મળીએ છીએ, ''આજ બહું બોગસ લેકચર છે'', 'આજ મને મૂડ નથી'.ચાલને આપણે મુવી જોવા જઈએ.મોહિત ઘડીભર અવની સામે જોય રહ્યો', પણ' મોહિત અવનીને ના નો પાડી શકયો'.અમે બન્ને મુવી જોવા માટે ભાવનગરથી થોડે દુર નીકળ્યા. આજ પહેલી વાર કોલેજમાં મેં અને મોહિતે બન્ક માયૉ ર્હતો. કોલેજમાં બન્ક મારવાની પણ એક મજા હોય છે.થિયેટરમાં ત્રણ મુવી હતા. મોહિતને મેં કહ્યું', મારે'' મેં તેરા હીરો '' મુવી જોવું છે.તમારે?મને પણ આ મુવી જોવાની ઇચ્છા હતી.થોડીજ વારમાં મુવી શરૂ થયું થિયેટરની લાઈટ બંધ થઈ, મને મોહિતની બે આંખો જ દેખાતી હતી, થોડીવાર રહી મોહિતે મારો હાથ પકડયો.હું કાંઈ બોલી નહીં, કેમકે, તે મારો સારો એવો ફ્રેન્ડ હતો, તેનો એટલો તો હક તો હતો જ.'' મને પણ તે ગમ્યું'' મોહિતે મુવી જોતા જોતા લગભગ ત્રીસ વાર મારી સામે જોયને મોં ફેરવી લીધુ હતું. પણ,'' આજ મને મુવીમાં રસ હતો, મોહિતમાં નહી''.થોડી જ વારમાં મને મોહિતે હાથ પકડી તેની બાજુમાં ખેચી.મેં મોહિતને હસતા મોં એ કહ્યું,' શું કઈ થયું?' તે મને કદાચ તેમની બાજુમાં અડકીને બેસાડવાં માંગતો હતો.પણ,'' મોહિતે છુપાયને કહ્યું,' હું મારી ખુરશીને સેટ કરી રહ્યો છુ'.થોડીવાર મોહિત મારી સામું તાકી રહ્યો',

મેં પણ તે તક જવા ન દીધી, હું પણ તેની સામે આંખમાં આંખ પોરવીને જોતી જ રહી. મોહિતે મારી પાસે આવવાની કોશીષ્ કરી, મોહિત મારા હોઠ ચુમવાની તૈયારીમા જ હતો, પણ' મેં મારૂ મોં ફેરવી લીધુંમે ફરીવાર મુવી તરફ આકષ્ર્વાનો પ્રયત્ન કરયૉ, અને મુવીમાં હું તલ્લીન થઈ ગઈ. થોડી જ વારમાં મુવી પુરૂ થયું. મોહિતે મને બહાર નીકળતા જ પુછયું'' મુવી કેવું લાગ્યું અવની''?મે તેની સામે જોયને કહ્યું', મુવી તો સરસ હતું પણ'' તારા નખરા સરસ નહોતા''.મોહિત મોટેથી હસવાં લાગ્યો.થોડીવાર રહી હું પણ હસવાં લાગી.

મને થતું હતું હું શું કરી કરી હતી? મોહિત કિસ કરવા તને આતુર હતો. એનાથી મને ખાતરી થઈ કે તે મારો સારો બોયફ્રેન્ડ બનવા તૈયાર છે, અને તેનો સ્વભાવ પણ મને ગમ્યો, તેણે મને જબરજસ્તી ન કરી.મને ઘણા કિસ્સા યાદ છે કોઈ તેની ગર્લફ્રેન્ડને કહેતું હોય હું તને બહું જ પ્રેમ કરૂ છું, તારા વગર જીવવું મારે માટે મુશ્કેલ છે. જયારે રમકડાની જેમ ફેકી દેત્યારે ખબર પડે. પણ, તે તો મને રમકડું જ સમજતો હતો.શું દુનિયામાં એવું બની શકે, કે કોઈ સ્ત્રીનું શારિરીક શોષણ થતું હોય અને તે સ્ત્રીને ખબર જ ન હોય?તો' હું તે જવાબમાં ના કહીશ, કેમકે,'' સ્ત્રીને બધી જ ખબર જ હોય છે'', પણ' મને એ વાત ખબર હતી.

જે પુરૂષ સાથે સમય ગાળતા તેમના જીવનમાં તમામ પાસાંઓમાં સલામતીનો અનુભવ થવા માંડે તે પુરૂષ મિત્ર કે જીવનસાથી તરીકે તમારા માટે ઉતમ છે. અને 'હા' સંબંધોમાં જોડે રહેવાથી નહી પરંતુ એકબીજાને સમજવાથી આધાર મળે છે.મોહિત મારા માટે એક સારો છોકરો હતો....... .ક્રમશ: