ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-7) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-7)

Girl Friend & Boy Friend.........ક્રમશ:(ભાગ-૭)

અમારે સેમેસ્ટરની ત્રીજી પરીક્ષા આવવાની હતી.

હું અને મોહિત બન્ને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા.'બે' અઠવાડીયા વાંચવાની રજાઓ હતી. હું અને મોહિત રજામાં મળી શકતા ન હતા.કોલેજની કેન્ટીનની કોફી મને બહું જ યાદ આવતી હતી.મેં મોહિતને ફોન કયાઁ આજ મારા મમ્મી અને પપ્પા બહારગામ જવાનાં છે. તું મારા ઘરે આવી શકે?.મને ઘણા પ્રશ્નોમાં ગુંચવણ થાય છે. તો આપણે બન્ને મળીને તેનું સોલ્યુસન પણ કરીએ.મોહિત અવનીને હવે કોઈ વાતની 'ના' નહોતો કહી શકતો.''હંુ આવું હમણા જ ''.અવનીએ મને 'થેન્કસ' કહ્યું.મેં ધીમેથી ફોન નીચે મુકયો.શું વાત છે મોહિત આજ તો અવનીએ તને એનાં ઘરે બોલાવ્યો.મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યો હતો.મોહિતે એન્િજનીયરીંગની 'બે' બુક લઈને અવનીના ઘર તરફ પ્રયાણ કયુઁ થોડી જ વારમાં તે અવનીનાં ઘરે પહોચી ગયો. 'બે' વીકથી હું અવનીને મળ્યો નહોતા. મળવાનું ઘણું મન થતું પણ' સંજોગો અવસત મળી નોહતુ શકતું .

આજ મોહિતને પણ' પુછવું હતું તેના ચહેરા પાછળનાં આંસુનું રહસ્ય અવનીને.મોહિતે 'ડોરબેલ' વગાડયો''.અવનીએ તરત જ દરવાજો ખોલ્યો.અવની હજી 'નાઈડ્રેસમાં જ હતી.મને તેણે તેના ઘરમાં આવવાની મંજુરી આપી. તે મને તેનાં 'રીડીંગ' રૂમમાં લઈ ગઈ.મોહિત તુ અહીં બેસ હું કઈ નાસ્તો લઈ આવું.'ના' , ''અત્યારે તેની જરૂર નથી ''.'ના' , એમ થોડુ ચાલે, મારા ઘરે આજ તુ આવ્યો અને નાસ્તો કરયા વગર ચાલ્યો જા.અવની થોડું ચવાણું અને ખાખરા લઈને આવી અને મારી બાજુમાં આવીને બેઠી.''કેટલુ રીડીંગ કયુઁ ''મોહિતજી''બસ' હજી તો શરૂ જ કરૂ છું.કોલેજમાં ભણતા છોકરા અને છોકરીઓમાં 'રીડીંગ' બાબતે ખોટું બોલવાની આદત પડી ગઈ હોય છે એવું મને લાગી રહ્યું હતુ.ઘણા લોકો તો આખો દિવસ 'રીડીંગ' કરતા હોય તો પણ કોલેજ આવીને કહે મેં તો કઈં 'રીડીંગ' કયુઁ જ નથી. રાત્રે મને નિદંર આવી ગઈ હતી.પછી ભલેેને આખી રાત 'રીડીંગ' કરીને આવ્યા હોય. તમે મારી પર હસશો પણ વાત સાચી છે.મોહિત પણ' આમાનોં એક જ હતો.મોહિતે અવનીને પુછયું,' તારે કેટલું થયું.અવનીનો જવાબ પણ તેવો જ હતો. મને આમાં કઈ સમજ પડતી નથી.'બોલ' શું સમજ પડતી નથી.અવનીએ તરત જ કહ્યું', જો આ દાખલાનો જવાબ.'જો બીજો આ દાખલો'તેણે બીજા ઘણંા બધા દાખલા મનેં બતાવ્યા.તેના જવાબ આપતા મારે સાંજ પડે તેવું હતું. પણ, '' મારે અવનીને જવાબ આપવા જ પડે તેમ હતા''. મેં એક પછી એક દાખલો સમજાવવાની કોશીષ કરી, તે ઘડીભર મારી સામું જોયને તો ઘડીભર ખાખરાનો કટકો તેનાં મોંમાં મુકીને મને સાભંળતી રહી હતી.તે કયારેક કયારેક મારી સામે દલીલ પણ કરતી હતી. પણ, આનું આમ થાય, આમ ન થાય મોહિત.''હું તેને સમજાવતો''. અને તારી ભુલ છે કહીંને આગળ વધતો.હળવે-હળવે મેં તેનાં ઘણા બધા દાખલાઓનાં જવાબ આપી દીધા હતા.હજી પણ, ઘણા બધા બાકી હતા.પણ, હું હવે બોર થઈ રહ્યો હતો કેમકે, મારે કોફીની જરૂર હતી. પાંચ મિનિટ પછી હું રહી ન શકયો', મેં સામેથી અવનીને કહ્યું', 'પ્લીઝ' ''એક કપ કોફી મળશે?''તેણે મારી સામે એક મસ્તની સ્માઈલ આપી. 'હા' કેમ નહી.કેમ આજ મોહિત તને મારા હાથની 'કોફી'પીવાનું મન થાય છે.મેં 'હા' કહ્યું,મંે સવારની કોફી પીધી નથી તેથી હુ બોર થઈ રહ્યો હતો.'ઓકે' હું બનાવીને લાવું.થોડી જ વારમાં તે કોફી બનાવીને લાવી, તેણે મારા હાથમાં એક કપ મુકયો.અવનીએ તેનાં 'બે' નેણ ઉચાં કરીને મને પુછયું,' કેમ છે ,અવનીની કોફી?.બસ, હવે બોર નહી થાવ.તેણે ફરી વાર પહેલાની જેવી જ મને સ્માઈલ આપી.અવનીએ ખાલી કપ કોફીનો મોહિત પાસેથી લઈનેં કહ્યું,' તું મારો બોયફ્રેન્ડ બની શકે?મોહિત અવનીના સામે ઘડીભર જોય રહ્યો' અવની પણ તેની સામે જોય રહી.'હા' હું બની શકું તારો બોયફ્રેન્ડ પણ એક શરત છે.'હા' જો તું મારો બોયફ્રેન્ડ બને તો તું જે કહે તે હું શરત પુરી કરવા તૈયાર છું અવની બોલી.તારે મને તારા ખુશી પાછળ આસુંનું રહસ્ય કહેવું પડશે.અવની એકદમ ડઘાઈ ગઈ. મોહિત મને માફ કરી દે, હું એ તને નહીં કહી શકું, ''સોરી''.'ના' અવની.તે તને શરત આપી હતી કે હું તારી શરત પુરી કરીશ.બીજી કોઈ પણ શરત મોહિત તુ માંગી શકે છે પણ, એ હું તને નહી કહી શકું.''ઓકે'તો મારે તારો બોયફ્રેન્ડ બનવું નથી.નહી' મોહિત.હું તને એ વાત નહી કહી શકું, ભલે તુ મારો ફ્રેન્ડ રહે. અને આજ પછી તું મને આ સવાલ કયારેય કરીશ પણ નહી એ મને વચન આપ.મોહિતને થયું અત્યારે અવનીને પુછવાં જેવું છે નહી, આમ પણ તેની યાદશકિત અત્યારે ગુમાવી બેઠી હોય એવું લાગતું હતું.'ઓકે' પણ, હું તારો બોયફ્રેન્ડ બનવા તૈયાર છું.અવનીના ચહેરાની ખુશી પાછી આવી ગઈ, મોહિત તું મને કયારેક ડરાવી દે છો. મને એમ કે તું મારી સાથે હવે બોલીશ પણ નહી. પણ, તું એક સારો છોકરો છે.મોહિતે પણ હસીને કહ્યું,' તું પણ એક સારી એવી છોકરી છે.અવનીએ 'થેન્કસ' કહ્યું,.તો હવે હું ઘરેથી રજા લઈ શકું?'ના' કેમ બહું ઉતાવળ છે?'મોમ' વાટ જોતી હશે અને હું મોબાઈલ પણ લાવ્યો નથી.'ઓહ' એવું છે, તો જઈ શકે છે.'પરીક્ષામાં મળીએ.મંે 'હા' મા જવાબ આપ્યો.એક જ અઠવાડીયા પછી અમારી પરીક્ષા હતી. હું અને મોહિત પરીક્ષાા તૈયારી કરી રહ્યા હતા.કયારેક કયારેક મોહિત મને ફોન અને મેસેજ પણ કરતો હતો.હવે મોહિત મારો બોયફ્રેન્ડ બની ગયો હતો. મારા સપના સાકાર થઈ રહ્યા હતા.હું મારી જીંદગી બિન્દાસથી જીવવા માંગતી હતી. કોઈ મને પે્મ કરે અને હું પણ તેને પ્રેમ કરૂ. બસ, એજ મારૂ સપનું હતું. અને તે જ તરફ હું આગળ વધવાનો પ્રયત્ન કરી રહી હતી.આજ અમારી પરીક્ષાા પુરી થવાની હતી અને આજ મારૂ અને મોહિતનું છેલ્લુ પેપર હતુ .તે પછી 'મુવી' જોવા જવાનું હતું.મેં પણ, તેને 'હા' કહી હતી. થોડા જ કલાકમાં અમારૂ પેપર પુરૂ થયું, હું મોહિતને શોધતી હતી. ત્યા જ પાછળથી અવાજ આવ્યો, 'હાય' અવની કેવું પેપર ગયુ?ં.મારે સારૂ ગયું , તારે?મારે પણ, તારી જેવું જ. શું વાત છે.અવનીએ કહ્યું,' મેં અને મોહિતે 'મુવી' જોવા માટે પ્રયાણ કયુઁ. પેપર લખીને સારી એવી ભુખ લાગી હતી.મેં મોહિતને કહ્યું,' સમોસા મળશે? મોહિતજી.મોહિતે મારી સામે એ રીતે જોયું, જાણે મારુ મારૂ મોે જ સમોસા જેવું હોય.ચાલ' અહીયા સારી એવી કેન્ટીન છે.હું ઘણીવાર ત્યાં આવું છું.હું અને મોહિત કેન્ટીન તરફ ગયા.મેં એક નહી પણ, એક પછી ચાર સમોસા ખંાધા મોહિત મારી સામું જોય રહ્યો હતો.ચાર સમોસા પછી તેણે કહ્યું,' હવે મંગાવુ ંએક''.મેં મજાક કરીને કહ્યું,' જેવી તારી ઇચ્છા.મોહિત ઓર્ડર દેવા જતો હતો.ત્ય્I મેં કહ્યું,' ચાલ હવે મુવી જોવા' મોડુ થઈ જશે મારા પેટમાં હવે જગ્યા નથી.મેં અને મોહિતે 'હિરોપંતી' 'મુવી' જોવાનું નક્કી કયુઁ . બીજા ત્રણ મુવી હતા પણ એ અમને પસંદ ન પડયા.થોડી જ વાર પછી અમે થીયેટરમાં પ્રવેશ કયાઁ સામે જ 'પોપકોન' જોયને મને 'પોપકોન' ખાવાની ઈચ્છા થઈ પણ,મોહિતને હું કહી ના શકી.અમે થીયેટરમાં અંદર જવાનું પસંદ કયુઁ આજ હું મોહિતનો હાથ પકડીને ચાલી રહી હતી. હવે તો મારો તે બોયફ્રેન્ડ હતો.થોડી જ વારમાં 'મુવી' શરૂ થયું, થિયેટરની લાઈટો બંધ થવા લાગી. આખા થિયેટરમાં અંધકાર છવાય ગયો.મોહિતનો હાથ મારા હાથમાં જ હતો. ' ુવી' જેમ આગળ વધતું જતુ હતું એમ મોહિત પણ મારી પાસે એક ઝરણાનીં જેમ આગળ વધતો જતો હતો.મેં તેને રોકયો નહીં કેમકે, તે હવે મારો બોયફ્રન્ડ હતો, તે મારી નજીક આવતો હતો અને હું તેને રોકી શકતી ન હતી.થોડી જ વારમાં તેણે મારા ગાલ પર એક હાથ મુકયો, 'મેં તેની સામે જોયું' ''મોહિતે પણ મારી સામે જોયું''.અમારી બન્નેની આંખો એક બીજામાં પોરવાય ગઈ હતી, તે થોડો વધુ નજીક આવ્યો અને તેણે મારા ગુલાબી હોઠ પર એનાં હોઠ મુકયા.''હુ ધ્રુજી ગઈ''.''આકાશમાં જેમ વીજળી થાય પછી કડાકા થાય તેમ મારૂ શરીર પણ વીજળી થયાં પછી ઊછાળા મારી રહ્યું હતું.આ ચુંબન હું કયારેય નહીં ભુલી શકુ, મને યાદ હતું,' તરત જ મે તે ચુંબનનુ નામ આપી દીધુ , '' હીરોપંતી ચુબંન''. થોડી જ વાર પછી 'મુવી' પુરૂ થયું. અમે ઘર તરફ જવા માટે પ્રયાણ કર્યું મેં મારા ઘર તરફ જવાનો રસ્તો પસંદ કર્યો...ક્રમશ: