ભાગ-૪
અવની શબ્દ બોલનાર કોઈ બીજું નહી પણ 'મોહિત' જ હતો.
''લગભગ કાલે તો હું નહીં જ આવી શકું પણ આજે કહી દઉ છું ''હેપી-બર્થ-ડે''.
અવનીને આ સાંભળીને ઘડીક વાર એમ લાગ્યું કે મારા પપ્પાએ મારો જન્મદિવસ અહીં કોલેજમાં જ પાટી રાખીને ઊજવી નાખ્યો,
થોડીક વાર રહીને અવની બોલી:, '' થેન્કયું મોહિત''.
મોહિતે તેનાં હાથમાં રહેલી પેન અવનીને આપી અને બોલ્યો,: ''ગિફટ તો નાની છે પણ મોટી માનજો''.
સારૂ આવજો કહીને મોહિત ત્યાથી નીકળી ગયો.
મોહિતનેં શું ખબર કે અવનીને આપેલી પેન એ સૌથી મોટામાં મોટી તેનાં જન્મદિવસની ગિફટ હતી.
અવની તો ખુશ-ખુશાલ હતી.
અવનીનાં પપ્પાએ અવનીનો જન્મદિવસ ધામ-ધુમથી ઊજવ્યો. અવનીને થયું જો મારા જન્મદિવસનાં દિવસે મારા ઘરે મોહિત હોત તો તેનાંથી પણ સારો જનમદિવસ ઉજવાત.
આજ સોમવાર હતો. રવિવારની રજા પછી અવનીને એમ લાગતું કે લગભગ હું મોહિતને ઘણા સમયથીં મળી નથી.
કયારેક તો અવનીને થતું શું આ રવિવારનીં રજા રાખવી જરૂરી છે?
અવની એક દિવસ બસસ્ટેન્ડ ઊભી હતી. અને સામેથીં મોહિત રોડ કો્રસ કરી રહ્રયો હતો. એટલામાંજ અવની સામે જ મોહિતનો અકસ્માત થયો. અને અવની દોડીનેં મોહિત પાસે આવી ગઈ.
મોહિતનાં માથા માથીં લોહી વહીં જતુ હતું, તે જોયને અવની ગભરાય ગઈ. શું થય મોહિતને?. અવની મોહિતનો હાથ પકડે છે. યુવાનીમાં પહેલીવાર અવનીએ કોઈનો હાથ પકડયો હતો. યુવાનીમાં કોઈ સ્ત્રી કે પુરૂષ તેનાં સંગમાં આવે તો કોઈ સ્ત્રી કે પુરૂષ તલ-પાપડ બની જાય છે. તેમ અવની પણ આજ ઘડીક વાર મોહિતનો હાથ પકડી તલ-પાપડ બની ગય હતી. પણ, અત્યારે યુવાનીમાં તેને જોશની નહીં પણ મોહિતનીં પડી હતી.
શું થયું મોહિતનેં?.
અવનીએ રીક્ષાવાળાનેં હાથ ઊંચો કયર્ો, ત્રણ પૈડાવાળી રીક્ષા દોડીને અવની પાસે આવી, અવનીએ હાથ પકડીને મોહિતને રીક્ષામાં બેસાડયો.
મોહિતને લોહી નીકળવાને કારણે કઈ બોલી શકતો ન હતો.
અવની જાણતી હતી કે મોહિત આ રસ્તા પરથી આવે છે પણ, તેને રીક્ષાને નિર્મળનગર તરફ વળાવી, કેમકે મોહિતને અત્યારે ડો.પાસે લઈ જવાનીં જવાબદારી અત્યારે તેની જ હતી.
''ભાઈ, નિર્મળનગર''
''સારૂ''
રીક્ષામાં અવની અને મોહિત બેઠા એવી જ રીક્ષા શરૂ કરી, પહેલી વાર અવની મોહિતની સાથે બેઠી-બેઠી હષઁનાં આંસું પાડતી હતી.
મોહિતને ચક્કર આવતા હોવાથીં અવનીનાં એક ખંભા પર માથું ટેકવીને મોહિત સુતો હતો અને અવની બોલતી હતી ''કઈ વાંધો નહી સારૂ થઈ જશે.''
થોડીક વાર રહીને રીક્ષાા ઊભી રહી, મોહિતે આંખ ઊઘાડીને જોયું ''કેમ અહીયા''
''પણ મારે''
એટલું મોહિત બોલ્યો ત્યા અવની બોલી પણ,પણ, કંઈ નહી ઈજા થઈ છે તો ડોકટર પાસે જવાય અને સાજા થાવ તો કોલેજ જવાય, અને પલંગમાં પડયા રહો તો ઘરે જ રહો.
મોહિતને થોડું હસવું આવ્યું. અવની ઘડીક વાર મજાક કરવામાં ઉત્સાહી હતી. કોઈ પાસે કઈ રીતે બોલવું, કઈં રોતે કામ પડાવવું તેમાં તો તે માહીર હતી. દુકાને જાય તો પણ ચકાસી-ચકાસીને વસ્તુની તારીખ અને કિમંત તો ખાસ જોયને જ લેતી . 'હા' તે બરાબર ન હોય તો દુકાનદારને ઠપકો પણ આપતી.
દવાખાનામાં મૉહિત અને અવની અંદર પ્રવેશ્યા, અવની ઘણીવાર તેના મમ્મી સાથે અહી આવતી હતી. ડોકટર અવનીને સારી રીતે જાણતા હતા.
આવ'' અવની કેમ આજે આવવાનું થયું?, આ મોહિતનાં માથાં પર ઘાં વાગ્યો છે અને ચક્કર આવે છે''.
ડોકટર' મોહિતને તપાસે છે'.
શું વાત છે અવની તે કઈં લગ્નતો નથી કરી લીધાને?.
'ના' તમે પણ, મારા કલાસમેટ છે.
ઓહ'' સોરી''
''કઈં ખાસ નથી, આ પાટો બાંધી દીધો છે અને આ દવા લખી આપુ છુ, સમયસર લઈ લેજો.
મોહિત હકારમાં માથું ધુણાવે છે. પણ અવનીતો બોલતી જ, ''વાંધો નહી સાહેબ''.
અવનીએ ડોકટરને પૈસા આપી પણ દીધા.
પણ, 'અવની'
મોહિતને અવની પણ, સિવાય બોલવાજ દેતી નહોતી. મોહિતને રીક્ષામાં બેસાડી એક મિનિટ આવું કહી અવની મેડીકલ પર ગઈ. ''આ બધું થયું પણ, મોહિત હજી આ વાતથી અજાણ જ હતો. શું થઈ રહ્રયું છે? તેને કાઈ સમજાતું ન હતું''.
'' સારૂ તો'' મોહિતજી તમારૂ ઘર કયા છે?
''સુભાષનગર લઈ લ્યો''
''સારૂ ભાઈ''
' તમે અહી ઉતરી ગયા હોત તો શા માટે તકલીફ લ્યો છો?
અવની બોલી'' હું કયા તકલીફ લઉં છું તકલીફતો તમને છે, તમને ચક્કર આવે છે.
'અવની હસતંા હસતાં બોલી'
''જોત જોતામાં સુભાષ્ાનગર આવી ગયુ''.
'ચાલો મોહિત હું નીકળુ ત્યારે'.
''કેમ, અહીં સુધી તમે મુકવા આવ્યા અને મારે ઘરે ન આવો તો મારે ને તમારે વેરનો સંબંધ કહેવાય. માટે હવે ઘરે તો આવવું જ પડે''
''ના'' અત્યારે નહીં પણ ફરીવાર કયારેક આવીશ.
''ના'' અત્યારે જ ફરી કયારેક ફરીથી પણ, અત્યારે તો આવવું જ પડશે.
''સારૂ તો ચલો''
નીચી ઉતરીને મોહિતને ખિસ્સમાં પાકિટ કાઢયું ત્યા તો અવનીએ રીક્ષાવાળાને પૈસા આપી પણ દીધા.
પણ, મોહિતે રીક્ષાવાળાને કહ્રયું', તેમના પૈસા પાછા આપી દો'.
એટલે, રીક્ષાવાળાએ આપી પણ દીધા, પણ અવની કઈ બોલે તે પહેલા મોહિતે તેના હોઠ પર આંગળી મુકી અને પૈસા આપ્યા.
ચાલો, હવે તમારો ઉપકાર માનું એટલો ઓછો છે.
''શેનો ઉપકાર''
જાણે અવનીએ મોહિતનો કોઈ ઉપકાર કર્યા જ નો હોય તેમ.
'એતો મારી ફરજ છે'
ઘરમાં તમારા પપ્પાનાં અવસાન પછી મમ્મી જ ઘરે હશે એમને.
'હા' મોહિત બોલ્યો.
'જોત જોતામાં મોહિતનું ઘર આવી ગયું. ઘરને જોતા જ અવની થોડી અચકાણી પછી બોલી'' શું મોહિતનું ઘર છે?
ત્યા મોહિત બોલ્યો'', ઘરને બહારથી જોશો કે અંદર પ્રવેશ કરશો''.
'હા' કેમ નહી, અહી આવ્યા છીએ તો અંદર તો આવશું જ ને'. એમ કહીને અવનીએ દરવાજામાં પ્રવેશ કરયૉ. અંદર પ્રવેશ કરતા જ કંચનબેન બોલ્યા', કેમ મોડુ થયું '?.
અવનીને થયું તેનાં મમ્મીનો અવાજ લાગે છે. કંચનબેન એટલું બોલ્યા ત્યાં પમીળ જોયું તો મોહિતનાં માથાં પર પાટો બાંધ્યો હતો.
શું થયું મારા મોહિતને ?
ત્યા અવની આવી.
કઈ નથી થયું આન્ટી અકસ્માતને કારણે થોડી ચોટ આવી ગઈ હતી. અમે ડોકટર પાસે જઈને આવ્યા. તેમને આ દવા
લેવાનું કહ્રયું',છે, આ દવાથી સારૂ થઈ જશે.
''સારૂ તમે મળી ગયા નહી તો મારા મોહિતની શું હાલત થાત.
'ના' એવું બોલોમાં હે તો મારી ફરજ છે.
'' તમે બન્ને અહી બેસો હું પાણી લઈને આવું ''.
''બેસો મોહિતે કહ્રયું',
અવની બોલી ''પહેલા તમારે બેસવાની જરૂર છે મારે નહી.
'હા' તો તમે શું લેશો? ચા, કોફી કે શરબત''.
'અવની' થોડીવાર અડકીને બોલી', એમાં શું તકલીફ લેવાની ના' બસ પાણી આવી ગયું એટલે ઘણું.
પણ, તમે તમારી ઓળખાણ નહીં આપી.
'ઓહ' આન્ટી હું મોહિતની કલાસમેટ છું, હું અને મોહિત એક કલાસમાં અભ્યાસ કરીએ છીએ.
ચાલો આન્ટી હું નીકળૂ છું.
કેમ', હજી તો આવ્યા છો.
'ના' ઘરે મારા મમ્મી-પપ્પા રાહ જોતા હશે.
'હા' જા તારા મમ્મી -પપ્પા તારી રાહ જોતા હશે , આજ મોડું પણ થઈ ગયું છે.
''હા'' આવજો મોહિતને અવનીએ કહ્રયું',
'હા' આન્ટી તમે પણ આવજો૧
'હા' જરૂર અને તમે પણ આવતા રહેજો.
'હા' જરૂર આવીશ આન્ટી ,અવનીએ ત્યાથી વિદાય લીધી.
મોહિત પણ આજ ખુશ હતો.
કોણ હતીએ છોકરી? કંચનબેને હસતા હસતા પુછયું.
મોહિત અચકાણો જે હોય તે પણ સારા ઘરની હતી.
આમતો કંચનબેનને મોહિતને પરણાવવાની ખુબ જ ઈચ્છા હતી.કેમકે, પ્રભુ પાસે જવાનો સમય આવી ગયો હતો. બસ એક ઇચ્છા હતી કે મોહિતની પત્િન એટલે કે મારી વહું ને હું એકવાર જોવ.
તે મારા કોલાસમા જ છે અને સારી છોકરી છે.
મોહિતને પણ તેના પણ હવે પ્રેમની લાગણી ઊભરાવવા લાગી હતી. મોહિત કોઈ દિવસ અવનીની સામે પણ જોવા તૈયાર થતો નહી, પણ આજ તેનાં ગુણગાન ગાવામાં તેના મમ્મી પાસે તલીન હતો.
શું કુદરતની લીલા છે.........કમશ...