રોબોટ્સ એટેક 20 Kishor Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ્સ એટેક 20

રોબોટ્સ એટેક

ચેપ્ટર 20

મેજરના ગયા પછી પાર્થ મો ધોઇને થોડો સ્વસ્થ થઇ ગયો અને પછી તે તેના ટેંટની બહાર આવ્યો.તે બહાર આવ્યો ત્યારે તેના ટેંટ પાસે જ લોકોની ભીડ ધીમે ધીમે વધી રહી હતી.ફક્ત દસ જ મિનિટમાં બધા લોકો ત્યાં આવી પહોચ્યા હતા.બધા આવી ગયા તેવુ લાગ્યુ એટલે પાર્થે વાત કહેવી શરુ કરી.પાર્થે બોલવાનુ શરુ કર્યુ એટલે બધા એકદમ ચુપ થઇ ગયા અને ધ્યાનથી તેની વાત સાંભળવા લાગ્યા. “જુઓ મારા વહાલા મિત્રો અને વડીલો, હુ તમારા બધા કરતા ઉમરમાં અને યુદ્ધના અનુભવમાં નાનો છુ પણ મારા પિતાએ મને આ યુદ્ધનુ નેત્રુત્વ કરવાની જવાબદારી સોંપી છે.તેમને મરતા પહેલા મને કહ્યુ કે આ બધા મારા જ લોકો છે તેઓ અહિંયા મારા ભરોસે છે અને મારા ગયા પછી તે બધાની જવાબદારી તારી છે.મને ખબર નથી કે હુ આ જવાબદારી પુરી રીતે નિભાવી શકીશ કે નહી? પણ મારા પિતાએ અને તમે લોકોએ મારા પર આટલો સમય જે વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસ જાળવી રાખસો તો આપણે ચોક્કસ આપણા કાર્યમાં સફળ થઇશુ.મને ખબર છે કે તમને બધાને આપણા લોકો અને મારા પિતાના મોતનુ ખુબ જ દુઃખ છે.પણ આ લડાઇ છે અને એમાં આપણે બલિદાન તો આપવા જ પડશે.મારા પિતાએ પણ આ દુનિયા,સમગ્ર માનવજાતિ અને તમારા ખાતર તેમના પ્રાણોનુ બલિદાન આપ્યુ છે.હવે જો આપણે આમ જ તેમના મોતની પાછળ આંસુ સાર્યા કરીશુ તો તેમને હાથમાં લીધેલુ કાર્ય ક્યારેય પુરુ નહી થાય.તમે બધા જો સાચે જ તેમને ચાહતા હોય તો તમારે બધાએ અત્યારે જ ઉભુ થવુ પડશે આ દુઃખને અહિંયા જ ભુલી જવુ પડશે અને આગળ વધવુ પડશે.હુ પણ આગળ વધી ચુક્યો છુ,તમારે પણ આગળ વધવુ પડશે.જ્યારે આપણે મારા પિતાએ અધુરુ છોડેલુ કાર્ય પુરુ કરીશુ ત્યારે જ તેમના આત્માને શાંતિ મળશે.ત્યારેજ તેમને અને બાકીના શહીદોને સાચી શ્રદ્ધાંજલી આપી ગણાશે”.પાર્થ બોલી રહ્યો હતો અને લોકો તેને ચુપચાપ સાંભળી રહ્યા હતા.પાર્થના શબ્દોની બધા પર જાણે કોઇ જાદુઇ અસર થઇ રહી હતી.પાર્થે બધાને ઉંચા અવાજે પુછ્યુ, તો શુ તમે બધા મારી સાથે છો? બધાએ એકીઅવાજે આખુ જંગલ ગુંજાવી નાખતા અવાજે હા કહી.પાર્થે આગળ કહ્યુ, મારા પિતાએ ભલે મને આ જવાબદારી સોંપી હોય પણ આટલી મોટી સેનાનુ નેત્રુત્વ કરવાનો અનુભવ અને અધિકાર મેજર સાહેબનો જ છે.તેથી આજપછી આપણે મેજર સાહેબના નેત્રુત્વમાં કુચ કરીશુ.હુ તો તમારી સાથે જ છુ અને હંમેશા રહીશ. મેજરની આંખોમાં આંસુ હતા.થોડીવાર પહેલા જે છોકરો તેના ટેંટમાં બેસીને તેના પિતાના મોત પાછળ રડી રહ્યો હતો અત્યારે તેને આ બધા લોકોને આત્મવિશ્વાસથી ભરી દીધા હતા.તે જોઇને તેમની આંખોમાં આંસુ આવી ગયા.તેઓ તો પાર્થને જ સેનાપતિ તરીકે રાખવા માગતા હતા.પણ પાર્થે જ સામેથી તેમને સેનાપતિપદની જવાબદારી સોંપી તેથી તે ના ન કરી શક્યા.આ જગ્યા પર ખુની ખેલ ખેલાઇ ગયો હતો. રોબોટ્સ ક્યારેય પણ આ જગ્યા પર આવી જાય તે પહેલા આ જગ્યા છોડવાની હોવાથી મેજરે તરત જ બધાને જરુરી સામાન લઇને એક જ કલાકમાં કુચ માટે તૈયાર રહેવા માટે કહ્યુ.

*

ડૉ.વિષ્નુના અને તેમની સાથે શહીદ થયેલા બધા જ સૈનિકોના મોતને આજે તેર દિવસ પુર્ણ થઇ ગયા હતા.રોબોટ્સના સાથે થયેલી તે ઘટના પછી બધા જ લોકો ખુબ જ વધારે સતર્ક થઇ ગયા હતા.હવે સેનાની કમાન મેજરના હાથમાં હતી.સેનાની બધી જવાબદારી તો પહેલા પણ મેજર જ સંભાળતા હતા પણ જ્યાં સુધી ડૉ.વિષ્નુ હતા ત્યાં સુધી બધા નિર્ણયો તેઓ જ લેતા હતા.તેમને લીધેલો દરેક નિર્ણય યોગ્ય સાબિત થયો હતો.તેથી જ લોકોને અને તેમના અંગત સાથીઓને પણ તેમના દરેક નિર્ણય પર પુરો ભરોસો હતો. મેજરે ત્યારપછી ખુબ જ સાવધાની રાખીને સેનાને આગળ દોરી હતી.જે જગ્યાને રાત્રી રોકાણ માટે પસંદ કરતા હતા તેની પહેલા ખુબ જ બારીકીથી જાંચ કરતા હતા જેથી એવી ઘટના ફરીથી ના બને અને તેમને તેમના જીવથી પણ વહાલા સાથીઓ ના ગુમાવવા પડે.ડો.વિષ્નુના મોત પછી પાર્થ એકદમ બદલાઇ ગયો હતો.તે વધારે સમય એકલો જ વિતાવતો હતો.તે હવે તેની જવાબદારી પ્રત્યે વિશેષ સાવધાની રાખતો હતો. તેને સોપાતા દરેક કાર્યને તે ખુબ જ ગંભીરતાથી લેતો હતો.તેને મનમાં એક જ ગાંઠ વાળી લીધી હતી કે હવે તેના જીવનનુ એક જ લક્ષ્ય છે,શાકાલને ખતમ કરવો.શાકાલને ખતમ કરવાનુ તો તે પહેલા જ નક્કી કરી ચુક્યો હતો.પણ ડૉ.વિષ્નુના મોત પછી તેનો નિશ્ચય એકદમ દ્રઢ બની ચુક્યો હતો.જેમ મહાભારતમાં અર્જુનને માંછલીની આંખ વિંધતી વખતે ફક્ત તેની આંખ જ દેખાતી હતી તેમ તેને ફફ્ત તેનુ લક્ષ્ય શાકાલ જ દેખાતો હતો.હવે તેના લક્ષ્યમાં માનવહીતની સાથે તેના પિતાના મોતનો બદલો પણ ભળી ચુક્યો હતો. તેથી હવે તેના લક્ષ્ય તરફના માર્ગમાં ભલે ગમે તેટલી મુસીબતો આવે તે તેનો સામનો કરવા માટે તૈયાર હતો.ખરા અર્થમાં તે હવે પુરેપુરો પરિપક્વ બની ચુક્યો હતો.

અત્યારે તેઓ એક નાના ગામડામાં રોકાયા હતા.ત્યાં ગામ તો હતુ પણ કોઇ માણસનુ નામોનિશાન ન હતુ. શાકાલના રોબોટ્સ આ જગ્યાએથી અહિંના લોકોને ઉઠાવી ગયા હતા.જેથી તેમની પાસે ગુલામી કરાવી શકે અને તેમનો તેના ફાયદા માટે ઉપયોગ કરી શકે.મેજરે આ ગામમાં તેમની સેનાને લઇને આવ્યા પહેલા ગામની પુરી તલાશી લીધી હતી.તેમને અહિંયા રોબોટ્સ કે માણસના હોવાના કોઇ સંકેત મળ્યા ન હતા.તેથી જ તેમને આ જગ્યા સેનાના રાત્રી રોકાણ માટે પસંદ કરી હતી.હજુ થોડીવાર પહેલા જ તેઓ અહિંયા આવ્યા હતા.બધા લોકો જગ્યાને સાફ કરીને રહેવા અને ખાવા માટેની વ્યવસ્થા કરવામાં પડ્યા હતા.પાર્થ એકલો જ ગામની બહાર નિકળીને ગામની બહાર આવેલા તળાવના કિનારે એક ઝાડની નીચે બેઠો હતો.મેજરે આમતેમ જોયુ પણ પાર્થ ક્યાંય નજર નહોતો આવી રહ્યો તેથી તે પણ તેને શોધતા શોધતા ગામની બહાર આવી ગયા.ત્યાં તેમની નજર ઝાડની નીચે બેઠેલા પાર્થ પર ગઇ.તેઓ પાર્થની નજીક આવીને બેઠા.પાર્થે તે જોયુ.તે એમ જ ચુપચાપ બેઠો રહ્યો.મેજરે જ વાત શરુ કરતા કહ્યુ, “શુ વાત છે પાર્થ, હુ જોઇ રહ્યો છુ કે જ્યારથી મારો જીગરી દોસ્ત તારા પિતાજી આપણને છોડીને ચાલ્યા ગયા છે ત્યારથી તુ એકદમ બદલાઇ ગયો છે.તુ કોઇની સાથે વાત પણ કરતો નથી અને હંમેશા એકલો જ રહે છે.હુ જાણુ છુ કે અત્યારે તુ ખુબ જ દુખી છે પણ દિકરા જીંદગીમાં ક્યારેક આપણુ ધાર્યુ થાય છે તો ક્યારેક આપણે જે નથી ધાર્યુ હોતુ તેવુ પણ થાય છે.પણ આપણે બધુ સ્વીકારીને જીંદગીમાં આગળ વધવુ પડે છે.તારે તારા આ દુખને ભુલવુ પડશે.તો જ તુ જીંદગીમાં આગળ વધી શકીશ,આગળ કંઇક કરી શકીશ.વળી તારા સાથે તો કેટલાય લોકોની આશાઓ,સપના અને તેમનુ ભવિષ્ય જોડાયેલુ છે.જો તુ જ આમ ભાગી પડીશ તો તેમનુ શુ થશે? તારે લોકો માટે,આ દુનિયા અને માનવજાતિના ભવિષ્ય માટે તારા દુખને ભુલવુ જ પડશે.ફક્ત લોકોની સામે મજબુત બનવાથી કંઇજ નહી થાય તારે અંદરથી મજબુત બનવુ પડશે.તારે શાકાલને હરાવતા પહેલા તારી અંદર રહેલા શોંકને અને દુ:ખને હરાવવુ પડશે.તારે ફરીથી એજ હિમ્મત દેખાડવી પડશે.તો જ તુ શાકાલને હરાવી શકીશ”.

પાર્થ જે અત્યાર સુધી ચુપચાપ મેજરની વાત સાંભળી રહ્યો હતો.તે મેજરની વાત સાંભળીને બોલ્યો, “હુ જાણુ છુ મેજર અંકલ કે મારા પર શુ જવાબદારી છે અને લોકોને મારાથી શુ આશાઓ છે.એવુ નથી કે મને મારી જવાબદારીઓનુ ભાન નથી.હુ મારી જવાબદારી સારી રીતે સમજુ છુ પણ મારા પિતાને હુ કઇ રીતે ભુલી જાઉ નાનપણથી જ મારા માતાપિતા હયાત હોવા છતા એક અનાથની જીંદગી હુ જીવતો રહ્યો.હજી થોડા સમય પહેલા જ મને મારા માતાપિતા મળ્યા.એટલા સમયમાં હુ મારા બધા જ દુખોને ભુલી ગયો અને આમ અચાનક જ ભગવાને ફરીથી મારા પિતાને મારી પાસેથી છીનવી લીધા.હુ કઇ રીતે ભુલી શકુ જે પિતાએ મને જીવનનુ એક લક્ષ્ય આપ્યુ,જીંદગી જીવવાનુ એક કારણ આપ્યુ અને હુ પણ કંઇક છુ એવો વિશ્વાસ આપ્યો.આજે એ જ પિતા મારી સાથે નથી હુ એ સત્ય કઇ રીતે સ્વીકારી લઉ?” મેજર ચુપચાપ પાર્થની વાત સાંભળતા રહ્યા.તેઓની પાસે તેનો કોઇ જવાબ ન હતો.પાર્થે આગળ કહ્યુ, હજુ તો મે જીંદગીની કેટલીક પળો જ તેમની સાથે વિતાવી હતી.હુ તેમની સાથે રહેવા માગતો હતો,જીંદગીભર તેમની સેવા કરવા માગતો હતો.જેમની આખી જીંદગી લોકોની સેવામાં નિકળી ગઇ તેમની સેવા કરીને થોડુ પુણ્ય કમાવા માગતો હતો.પણ ભગવાને એ મોકો પણ મને ના આપ્યો.પાર્થની આંખોમાં આંસુ નિકળી આવ્યા.તેના ગળામાં ડુમો ભરાઇ આવ્યો.તે હજુ પણ તેના પિતા વિશે કહેવા માગતો હતો.તે કહેવા માગતો હતો કે તેના પિતા દુનિયાના શ્રેષ્ટ પિતા છે અને તે તેમનો શ્રેષ્ટ પુત્ર બનવા માગતો હતો પણ...............

મેજરે પાર્થને ગળે લગાવી દીધો અને તેને રડવા દીધો.તે જ્યાં સુધી રડતો રહ્યો ત્યાં સુધી તેને રડવા દીધો કેટલાય દિવસોથી તેના દિલમાં છુપાયેલુ દર્દ આજે આંસુ બનીને બહાર આવી રહ્યુ હતુ તેથી જ મેજરે તે આંસુને રોક્યા નહી.થોડીવાર પછી જ્યારે પાર્થ શાંત થયો ત્યારે તેમને પાર્થેને કહ્યુ, “તુ એવુ કેમ કહે છે કે તારા પિતા હવે નથી રહ્યા!! હું છું ને તારો પિતા.... હુ તારી સાથે જ છુ અને ડૉ.વિષ્નુ આપણને છોડીને ક્યાંય નથી ગયા તે આપણી સાથે જ છે.જેમને આ લડાઇની શરુઆત કરી હતી,જેમને લોકોને અન્યાય વિરુદ્ધ લડવા માટે પ્રરણા આપી હતી,તે આ લડાઇ અડધેથી છોડીને ક્યારેય ના જાય.તે અત્યારે પણ આપણી વચ્ચે જ છે અને આપણને જોઇ રહ્યા છે.તેથી આપણે જો દુ:ખી થઇશુ તો તેમને પણ દુ:ખ થશે.આપણે તેમના અધુરા કાર્યને પુરુ કરવાનુ છે તો જ તેમને ખુશી મળશે અને તેમના આત્માને શાંતિ મળશે.પણ એ માટે આમ હિમ્મત હારી જવાથી કે દુખી થઇને એકલા ફરવાથી કંઇ જ નહી થાય.ઉલટા તારે તો લોકોને હિમ્મત આપવાની છે કે તેમનો મસિહા તેમની સાથે છે અને જ્યાં સુધી તે તેમની સાથે છે ત્યાં સુધી શાકાલ તો શુ કોઇ પણ આવે તો તેમનુ કંઇ જ નહી બગાડી શકે.તારે એ બધાને વિશ્વાસ અપાવવાનો છે કે તુ તેમને તેમનો હક અપાવીને જ રહીશ”.

મેજરની વાતો સાંભળીને પાર્થનુ દિલ એકદમ હળવુ થઇ ગયુ.તે બધુ જ દુઃખ ભુલી ગયો.તે એકવાર ફરીથી નોર્મલ બની ગયો.હવે તેને તેના પિતાના મોતનુ દુઃખ ન હતુ પણ તેને તેના પિતાએ લોકો માટે આપેલા તેમના બલિદાન પર ગર્વ હતો.તેને નક્કી કરી લીધુ કે હવે તે શાકાલને હરાવીને જ રહેશે.પણ તે તેના પિતાના મોતનો બદલો લેવા માટે નહી પણ દુનિયા અને માનવજાતિના હિત માટે લડશે અને તેના પિતા દ્વારા શરુ કરેલા આ મિશનને પુરુ કરશે.તેનો ખોવાઇ ગયેલો આત્મવિશ્વાસ પાછો આવી ગયો હતો.હવે તેને રોકવો શાકાલ માટે પણ મુશ્કેલ સાબીત થવાનુ હતુ.તેને મેજરને કહ્યુ, “તમે સાચુ કહો છો મેજર અંકલ હુ થોડીવાર મારા પોતાના દુ:ખને જ જોઇ રહ્યો હતો.થોડીવાર માટે હુ સ્વાર્થી બની ગયો હતો.લોકોએ અને મારા પિતાએ પણ જે આટલા વર્ષો સુધી દુઃખો અને તકલીફો સહન કર્યા છે તેની સામે મારુ દુ:ખ તો કંઇજ નથી.હવે મને સમજાઇ ગયુ છે કે મારા દુ:ખથી પણ મોટુ મારા પિતાનુ સપનુ અને તેમનુ અધુરુ કાર્ય પુરુ કરવાનુ છે. તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી હંમેશા લોકો માટે જ જીવ્યા છે અને લોકો માટે જ તેમને તેમની જાન આપી દીધી.હુ પણ મારા પિતાજીના રસ્તે જ ચાલીશ.જો એ રસ્તે ચાલીને મારે મોતનો પણ સામનો કરવો પડશે તો મને મંજુર છે પણ હવે પછી તમને ફરીયાદનો મોકો નહી મળે”.મેજર પણ આત્મવિશ્વાસથી ભરેલા પાર્થને જોઇને ખુશ થઇ ગયા.તેમને ફરીથી પાર્થને ગળે લગાવી લીધો અને કહ્યુ, “ધેટ્સ માય બોય, હવે લાગી રહ્યુ છે કે તુ ખરેખર લોકોનો મસિહા છે”.ત્યારબાદ બન્ને ગામમાં જવા માટે ઉભા થયા.