આખરી શરૂઆત - 11 ત્રિમૂર્તિ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આખરી શરૂઆત - 11

(ગયા ભાગમાં આપણે જોયું કે અસ્મિતા અને ઓમ સુરતમાં ફસાઈ જતાં અસ્મિતાએ ઓમના ઘરે રોકાવું પડે છે! પછી બંનેના માતા પિતા સગાઈનો નિર્ણય લઈ લે છે અને સગાઈમાં આદર્શ દ્વારા વિઘ્નો ઊભા કરાય છે અને છેલ્લે આદર્શે ઓમ માટે મીઠાઈમાં ભેળવેલું મરક્યુરીનું પોઇંઝન ભૂલથી અસ્મિતાના પેટમાં પહોંચી જાય છે! હવે આગળ..)

આદર્શે ઊભા કરેલા અનેક વિઘ્નો વચ્ચે પણ ઓમ અને અસ્મિતાની સગાઈ સારી રીતે પૂરી થઈ. પણ આદર્શની ભૂલનું પરિણામ અસ્મિતાએ ભોગવવું પડયું. આદર્શે ઓમ માટે ભેળવેલું ઝેર અસ્મિતા ગળી ગઈ હતી.. પણ ઝેર તેની અસર છોડ્યા વગર રહ્યું નહીં. જોકે મરક્યુરીનું ઝેર 4-5 દિવસ પછી અસર કરતું હોવાથી અસ્મિતાને સગાઈમાં કઈ થયું નઈ અને ઓફિસ અને ઘરમાં પણ 3-4 દિવસ કઈ થયું નઈ.. પણ અચાનક એક દિવસ ઘરે એને ખૂબ બળતરા થવા લાગી. તેને એમ કે એસિડિટી હશે મટી જશે પણ ધીરે ધીરે તેને કળતર પણ થવા લાગી. માથું ચઢવા લાગ્યું. તે અશક્તિ અનુભવી રહી હતી. નિર્મિતા બહેને તરત ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે તપાસી કહ્યું, મરક્યુરીનું ઝેર હોય એવા લક્ષણો છે પણ છતાં ટેસ્ટ કરવી લઈએ. પણ અસ્મિતાની હાલત બગડતી જતી હતી એટલે ડોક્ટરે એડમિટ કરવાની સલાહ આપી. તરત અસ્મિતાને દવાખાને ખસેડવામાં આવી.. અસ્મિતા ઓફિસ ના આવી એટલે ઓમે ફોન કર્યો પણ અસ્મિતાનો ફોન ઘરે હતો. ઓમને થયું ટ્રેન લેટ થઈ હશે કે બીજું કાંઈ! ઓમે થોડી વાર પછી પાછો ફોન કર્યો છતાં ના ઉપાડ્યો એટલે એને ચિંતા થઈ અને એણે આદર્શને ફોન કર્યો! છેવટે તેણે આકાશને ફોન કર્યો અને તેને અસ્મિતાના દાખલ થયાના સમાચાર મળ્યા! એણે એની અસ્મિતા સાથે વાત કરાવા કહ્યું. પણ હોશમાં નહોતી... ટેસ્ટના રિપોર્ટમાં પણ ડોક્ટરની શંકા સાચી ઠરી. મરક્યુરી પોઈઝનની વાત હતી. ડોક્ટરે નિર્મિતા બહેનને કહ્યું તમારે ધીરજ રાખવી પડશે આવા કેસમાં શ્યોરીટી હોતી નથી.. મરક્યુરી પોઈઝન આમજ ધીરે ધીરે પ્રસરે છે.. ઓમને આકાશના અવાજ પરથી વાત કહેવા કરતા વધારે ગંભીર જણાતા સાંજે અમદાવાદ આવી ચડયો. પણ અસ્મિતા હજી હોશમાં નહોતી.. પ્રકાશભાઇ પણ કામે જયપુર ગયા હતા એટલે બધી જવાબદારી નિર્માતા બેન પર હતી ઓમના આવવાથી તેઓ સહારો અનુભવવા લાગ્યા. પણ રાત્રે એક જણને રેહવાની રજા હતી. ઓમે નિર્મિતાબેન ને ખૂબ સમજાવ્યા પણ જવા તૈયાર નહોતા. "તમે સવારના ભૂખ્યા, તરસ્યા છો, આકાશ પણ ઘરે છે તમે જાઓ આન્ટી! હું અહીં રહું છું.. અને જેવો અસ્મિતાને હોશ આવશે એવા હું તમને બોલાવી લઈશ!" ઓમે કહ્યું. છેવટે નિર્મિતા બહેન ઓમ ને માથે હાથ ફેરવી ઘરે ગયા.. તરફ ઓમ અસ્મિતા પાસે બેઠો.. ડોક્ટરે અસ્મિતાની નજીક જવા ના પાડી હોવા છતાં તેણે અસ્મિતાનો હાથ પોતાના હાથમાં લીધો.. ઓમને પણ આજે અંદરથી થોડો ડર લાગી રહ્યો હતો એની આંખો એક મિનિટ પણ ઝબક્તી નહોતી. અસ્મિતાનું શરીર પણ ગરમ હતું ઓમની ચિંતા પણ વધતી જતી હતી.. પણ અચાનક રાતના સાડા ત્રણ વાગે ઓમને અસ્મિતાની આંખો ઉઘડતી હોય એવું લાગ્યું. પણ અસ્મિતાને ખૂબ ઝાખું દેખાતું હતું તે ઓમને ઓળખી શકતી નહોતી માત્ર તેની પાસે કોઈ છે એમ લાગતું હતું. ધીરે ધીરે આંખો ઊઘડવા લાગી.. ઓમની ઉત્સુકતા વધતી જતી હતી. અસ્મિતા ઉઠ, ઉઠ અસ્મિતા! હવે અસ્મિતાની આંખો એક્દમ ખૂલી હતી તે ઓમને ઓળખી શકતી હતી.. તેણે જોયું તો ઓમના ચહેરા પર સ્મિત સમાતું નહોતું. હજી પણ અસ્મિતાનો હાથ એના હાથમાં હતો. તે અચાનક ઊભો થઈ બહાર જઈ ડોક્ટરને બોલાવી લાવ્યો અને તેણે નિર્મિતા આન્ટીને પણ તરત જણાવી દીધું. "અસ્મિતા યૂ આર વેરી લકી! તને આટલી જલ્દી હોશ આવી ગયો બાકી આવા કેસમાં..." "બસ બસ ડોક્ટર, હવે અસ્મિતા કેમ છે?" ઓમે ડોક્ટરને પૂછ્યું.. "હાલત થોડી સુધરી તો છે પણ આપણે ખૂબ ધ્યાન રાખવું પડશે મિ. ઓમ" કહી ડોક્ટર જતા રહ્યાં. અસ્મિતા કઈ બોલ્યા વગર માત્ર ઓમને જોયા કરતી હતી તે જાણતી હતી કે ઓમને એની કેટલી ચિંતા થઈ રહી હતી. સાડા ચાર જેવું નિર્મિંતા બહેન પણ આવી ગયા. થોડા દિવસ પછી અસ્મિતાને રજા આપી દેવાઈ.. ઓમે ત્રણ દિવસ રજા પાડી હતી હોવાથી હવે તેણે નીકળવું પડે તેમ હતું એટલે સુરત જવા રવાના થયો. આદર્શને વાતની જાણ થતાં હેબતાઈ ગયો! તેને ખબર નહોતી કે બે ટીપાં ઝેરના આટલા ભારે પડશે.. તે તરત અસ્મિતાને મળવા જઈ પહોંચ્યો. આદર્શ જાણે કઈ બન્યું ના હોય એમ એને પૂછવા લાગ્યો, " બધું કઈ રીતે થઈ ગયું અસ્મિતા!" " એની તો મનેય ખબર નથી આદર્શ" હવે ધીમે ધીમે અસ્મિતાની હાલત સુધરી હતી. પણ જ્યાં સુધી સંપૂર્ણ સારી ના થઈ જાય ત્યાં સુધી એને ઓમે આવવાની ચોખ્ખી ના પાડી હતી. જાગૃતિ બહેન પણ આવ્યા હતા તેમણે થોડી વાર અસ્મિતાને મળી જોઈ પછી નિર્મિંતા બહેનને એકાંતમાં બોલાવ્યા! "મેં ઓમ અને અસ્મિતા ના જન્મક્ષાર જોવડાવ્યાં છે. હમણાં ઓક્ટોબર ચાલે છે.. દેવ ઊઠવાની તૈયારીમાં છે.. તો જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં લગ્ન લઈ લઈએ તો..." "પણ જાગૃતિ બહેન શું ઉતાવળ છે?" નિર્મિંતા બહેને પૂછયું.. "હું તમારી વાત સમજુ છું નિર્મિંતા બહેન પણ વાત એમ છે કે ઉનાળામાં લગ્ન લેવા યોગ્ય નથી. ગરમીને લીધે સૌ હેરાન થશે. અને એમાં પણ બંનેના જન્મક્ષાર મુજબ અખાત્રીજ સિવાય સમયે બીજું મહુરત નથી પછી લંબાવીશું તો પછી દેવ પોઢશે! અને સીધુ એક વર્ષ નીકળી જશે.. એટલે હું..." તમારી વાત સાચી છે એટલે હું અસ્મિતાના પપ્પા સાથે વાત કરીશ અને તમને જલ્દીથી વિગતે જણાવીશ.. જાગૃતિ બહેન લગ્નની વાત કરતા હતા ત્યાં આકાશ બહાર ઊભો ઊભો બધી વાત સાંભળી ગયો તે જે કામ માટે આવ્યો હતો ભૂલી સીધો અસ્મિતાના રૂમમાં ગયો અને એને બધું જણાવ્યું. અસ્મિતા પહેલા તો ખુશ થઈ ગઈ પણ પછી એને વિચાર આવ્યો કે થોડા દિવસમાં એનું ઘર તેનુ પિયરઘર બની જશે. એવા અનેક વિચારોથી દુખી થઈ આકાશને ભેટી પડી.. કેમકે હવે બહુ ઓછા દિવસ આકાશ સાથે રહેવાની હતી. પછી આકાશ પાછો ગયો અને અસ્મિતા ગેલેરી મા હિચકા પર બેઠી અને ઓમને ફોન લગાવ્યો.. ઓમ સમયે મીટિંગમાં હતો.. "હાય ઓમ.." "જલ્દી બોલ હું અત્યારે મીટિંગમાં છું."ઓમે કહ્યું.. " આપણા લગ્નની વાત થઈ છે જલ્દી આપણા લગ્ન થઈ જશે!" અસ્મિતાએ કહ્યું.." શું??" ઓમે ઉત્સાહિત થઈને કહ્યું પણ પછી ભાન થતાં કે તે મીટીંગમાં છે બહાર ગયો અને પછી બધી વાત કરી.. પછી ઓમે એની તબિયત વિશે પૂછ્યું. "હવે સારું છે એક બે દિવસમાં રી -જોઇન કરી લઈશ" અસ્મિતાએ કહ્યું.. "ઓકે અંકલ આવી ગયા?" ઓમે પૂછ્યું "ના કાલે આવશે" "ઓકે ફોન મૂકું છું.. મીટિંગ ચાલુ છે!" કહી ઓમ મીટિંગમાં ગયો. બીજા દિવસે પ્રકાશભાઈ પણ આવી ગયા અને અસ્મિતાને હેમખેમ જોઈ એમને શાંતિ થઈ.. પછી અસ્મિતાએ આદર્શને કોલ કર્યો, "આદર્શ એક ગુડ ન્યૂઝ છે! મારા અને ઓમના મેરેજ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં લેવાના છે!" અસ્મિતાએ ખુશ થઈને કહ્યું.. "શું આટલી જલ્દી! મને વિચારવાનો સમય પણ નહી!" આદર્શ થી અનાયાસે બોલી જવાયું.. "શું એમાં તારે શું વિચારવાનું આદર્શ !" અસ્મિતાએ નવાઈથી પૂછ્યું.. "ના એતો તને ગિફ્ટ આપવાની હતી ખૂબ સરસ વિચારવાનું બાકી હતું!" આદર્શે વાત બદલતા કહ્યું. પછી આદર્શે કામનું બહાનું કાઢી ફોન મૂકી દીધો.. આદર્શનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો..હંમેશની જેમ અત્યંત ગુસ્સામાં આવી ગયો અને બધું તોડફોડ કરી અસ્તવ્યસ્ત કરવા લાગ્યો. ઘરની ફૂલદાનીઓ તોડી નાખી! લગભગ અડધો કલાક પછી એનો ગુસ્સો શાંત થયો અને હવે એણે માસ્ટર સ્ટ્રોક ફટકારવાનું નક્કી કરી લીધું. સગાઈ વખતના બધા પ્લાન ફોગટ ગયા હતા પણ હવે એને ફુલ પ્રૂફ યોજના ઘડી ડગલે ડગલે તેનો અમલ કરવાનો નક્કી કરી લીધું...

બીજી બાજુ નિર્મિંતા બહેને પણ પ્રકાશભાઈને વાત જાગૃતિબહેન વાળી કરતા એમણે પણ હામી ભરી અને વડોદરા જઈ તારીખ કાઢવાનું નક્કી કર્યું. બીજે દિવસે બંને વડોદરા જવા રવાના થયા અને અસ્મિતા આરામ કરવા ઘરે રહી. બન્ને ઓમના ઘરે પહોંચ્યા. મહારાજ પણ આવેલા હતા. બંનેના જન્માક્ષર પરથી મહારાજે 28 જાન્યુઆરી નું મહુરત સૂચવ્યું. બંને પક્ષે માન્ય રાખતા મહારાજ દક્ષિણા લઈ ગયા અને જાગૃતિબેનના અતિ આગ્રહથી નિર્મિતા બહેન અને પ્રકાશભાઈ લંચ માટે રોકાઈ ગયા અને પછી અમદાવાદ રવાના થયા. ઘરે જઈ અસ્મિતાને તારીખ જણાવી પછી બધી તૈયારીઓની યાદી બનાવાઈ. મહારાજ બોલાવવા, હોલ નક્કી કરવો, કપડા ઘરેણાં વગેરે તમામ ખરીદી, મહેંદી,પીઠીની તૈયારીઓ, કેટરીંગની, મંડપનું ડેકોરેશન, કંકોત્રી છપાવવી વગેરે વગેરે... પ્રકાશભાઈ પણ હવે થોડા દિવસ પછી રજા લઇ લેવાના હતા તૈયારી માટે.. અસ્મિતાએ પણ પાછી જોબ ચાલુ કરી દીધી. પ્રકાશભાઈ પણ હવે તૈયારીઓમાં લાગી ગયા હતા. આદર્શને ઘડી ઘડી કામ સોંપવું એમને યોગ્ય લાગતું. અમદાવાદનો બેસ્ટ પાર્ટી પ્લોટ 'સમય પાર્ટી પ્લોટ' એમણે ઓળખાણથી બૂક કરાવી લીધો. પછી નિર્મિતા બહેને પણ મહેંદી વાડો બૂક કરી લીધો. કોઈ મિ. નવરોઝ મહેંદીવાલા નામ હતું. જે થોડા મોંઘા હતા, પણ ખૂબ સુંદર જાતજાતની મહેંદી ખૂબ ઝડપી મુકતા હતા . પછી કપડાની ખરીદીમાં શનિ- રવિ જતા રહ્યા. બીજી બાજુ જાગૃતિબહેન પણ જોરશોરથી તૈયારીઓમાં લાગી ગયા હતા. એકવાર અસ્મિતા પણ વડોદરા આવી અને એના જાગૃતિબેન તરફના ઘરેણાં અને કપડા પસંદ કરવાના હતા. પછી પ્રકાશભાઈએ ગુરૂવારે ઘરે કંકોતરી લખવા વડીલોને બોલાવ્યા અને સૌની સલાહો મુજબ વ્યવહારો નક્કી કર્યા. પછી નજીકના સગાને કંકોત્રી રૂબરૂ અપાઈ અને બાકીની પોસ્ટ કરી દીધી. જાગૃતિબહેને પણ છપાવી લીધી. અને બંને પરિવારોએ પણ કંકોત્રીની આપલે કરી લીધી. જમણવારનું મેનુ પણ પ્રકાશભાઈએ ગોઠવી દીધું ખૂબ ભવ્ય આયોજન કરાયું હતું. ધીરે ધીરે આદર્શે પણ પોતાની તૈયારીઓ આરંભી હતી. પ્રકાશભાઇની મોટાભાગની તૈયારીઓ હવે પૂરી થઈ હતી. આજે 17 તારીખ પણ થઈ હતી. આદર્શ પણ એની તૈયારીઓના અંતિમ ચરણમા હતો. કેમ કે પણ જાણતો હતો કે તેની પાસે અંતિમ મોકો છે જો એકવાર લગ્ન થઈ જશે તો તેને તોડવું ખૂબ મુશ્કેલ થઈ પડશે! એનો ગુસ્સો હજુ એટલો પ્રજ્વલિત હતો. કોઈ પણ ભોગે લગ્ન રોકવા માંગતો હતો.

આજે મહેંદી હતી. મિ. નવરોઝ પણ આવી પહોંચ્યા હતા. અસ્મિતા, ઉર્મિલા કાકી, નિર્મિતા બહેન, ઉર્મિલાકાકી ની દીકરી સૌની મહેંદી મુકાઈ ગઈ. સૌએ ડાંસ પણ કર્યો. પછી સૌના આગ્રહથી અસ્મિતાએ પણ ઓમનો 'o' લખાવ્યો અને એને ડિઝાઈનમાં છુપાવી દીધો. બીજા દિવસે સંગીત સંધ્યા હતી. ઓમ અને એમના ઘરવાળા પણ આવ્યા હતા. ઓમે લાલ અને પીળા કોમ્બીનેશન વાળા ચૂડીદાર અને કુરતો પહેર્યા હતા. અસ્મિતાએ આછા ભૂરા રંગની ચોલી પહેરી હતી. રિંકલ પણ એના જેટલી સુંદર લાગતી હતી. આદર્શ પણ નેવી બ્લૂ શેરવાનીમાં આવ્યો હતો પણ હેન્ડસમ તો હતો ... ઓમ અને અસ્મિતાએ પ્રેમ ગીતો પર રમઝટ જમાવી. પછી આકાશ અને રિંકલે વારાફરતી નવા ગાયનો પર ડાંસ કર્યો. આદર્શે પણ સૌના આગ્રહથી નાચવું પડયું! પછી સૌ વડીલોએ પણ હાથ પગ હલાવ્યા અને હસતા રમતા સંગીતસંધ્યા પૂરી થઈ!

પીઠી પણ ચોળાઈ ગઈ હતી. હવે આવતીકાલે માત્ર ગ્રહશાંતિ અને લગ્ન બાકી હતા. ઓમના બધા સગા વહાલા વડોદરા આવી પહોંચ્યા. અંતિમ રાત્રીએ અસ્મિતા એના ઘરની એક એક વસ્તુને બારીકાઈથી જોઈ રહી હતી. નિર્મિતા બહેન અને પ્રકાશભાઈ પણ વિચારી રહ્યા હતા દિવસો કેટલી જલ્દી વીતી જાય છે હજી કાલે અસ્મિતાનો જન્મ થયો હોય એમ લાગતું હતું અને એનું બાળપણ, એની નિખાલસતા, વાતો, નખરા.. તેની એક એક વાતો પ્રકાશભાઈની આંખોમાં તારી રહી હતી. પ્રકાશભાઈની આંખો ભીંજાઈ ગઈ હતી. અસ્મિતા પણ બધુ યાદ આવતું હતું અને પડખા ફર્યા કરતી હતી કોણ જાણે કેમ તેને ઉંઘ આવતી નહોતી.. એકબાજુ લગ્ન નો અદમ્ય ઉત્સાહ , ઓમનો એના પ્રત્યેનો પ્રેમ હતો, નવા જીવનની કલ્પ્નાઓ હતી.. તો બીજી બાજુ જૂના જીવનની યાદો.. આકાશ, મમ્મી પપ્પા, બહેનપણીઓ વગેરે.. શું દરેક છોકરીના જીવનમાં આવું થતું હશે! ઓમને પણ આજે એના પપ્પા ખૂબ યાદ આવી રહ્યા હતા. કેટલી મહેનત અને પ્રેમથી એને ઉછેર્યો અને સુખ ભોગવાનો વારો આવ્યો ત્યારે જતા રહ્યા... બધું હતું પણ છતા તેને અધુરુ લાગતુ હતુ પણ તે કોઈને વાત જણાવા દેતો હતો. વાજતે ગાજતે લગ્નનો સૂર્ય ઉગી ગયો. તરફ પ્રકાશભાઈ અને નિર્મિતા બહેન ગ્રહશાંતિ કરવાના હતા અને બીજી તરફ જાગૃતિ બહેન એકલા હોવાથી ઓમ અને અસ્મિતા લગ્ન પછી ગ્રહશાંતિ કરવાના હતા. ગ્રહશાંતિ આરંભાઈ. પછી અસ્મિતાના મામાએ મામેરું ભર્યું. અસ્મિતા એકની એક ભાણી હોવાથી મામેરું ભવ્ય હતું સૌ જોઈ દંગ રહી ગયા. સોનાના દાગીનાઓ, અસ્મિતા એના મમ્મી પપ્પા, આકાશ સૌના કપડા, વહેંચણીના કવરો, અસ્મિતાનું ભારેમાંનું ડિઝાઇનર પાનેતર! જે સ્પેશિયલ બોમ્બેથી મંગાવાયું હતું. ઉપરાંત બીજી અનેક શણગારની વસ્તુઓ, મીઠાઈઓ થી મામેરું ભરાયેલું હતું. નિર્મિતા બહેને પણ ભાવથી મામેરું આવકાર્યું. પછી સૌ સાંજની તૈયારીઓમાં લાગી ગયા. આદર્શ પણ અસ્મિતાને ત્યાંજ આવી ગયો હતો. બીજી બાજુ ચાર વાગે જાન ઉપાડવાની હતી. સૌ જાનૈયાઓ બસમાં બેસવા લાગ્યા.. જ્યારે ઓમ તૈયાર થઈ આવ્યો ત્યારે સૌ જોઈ રહ્યા! મરુણ અને સફેદના કોમ્બિનેશનની શેરવાની હતી, માથે એવા કોમ્બિનેશનનો સાફો હતો. શેરવાની આમ તો અસ્મિતાની પસંદની હતી. ગળામાં સોનાની ચેન હતી જે એના પપ્પાની આખરી નિશાની હતી. કોલ્હાપુરી ગોલ્ડન મોજડી હતી. સાફાની મધ્યમાં કપાળ પાસે હીરો હતો. મરુણ રંગમાં ઓમનો ગોરો રંગ વધારે ગોરો લાગતો હતો. ચશ્મા હમેશની જેમ રીમલેસ હતા. બધા ઓમને જોયા કરતા હતા. પછી જાગૃતિબહેને આખા મીઠાથી ઓમની નજર ઉતારી. અને બધા અમદાવાદ જવા ઉપડ્યા. નક્કી કરાયું હતું કે સૌ જાનૈયાઓને અમદાવાદમાં ઉપવન નિવાસમાં ઉતારો આપવાનો હતો અને ત્યાંથી લગ્નનો પાર્ટી પ્લોટ નજીક હતો. એટલે ઉપવન નિવાસથી વરઘોડો કાઢવાનો હતો. ઉતારાની જવાબદારી આદર્શ અને અસ્મિતાના મામાને અપાઈ હતી. જાન ઉપવન નિવાસ પહોંચી ત્યારે ઓમ અને આદર્શ મળ્યા બન્ને થોડી વાતચીત કરી. આદર્શ પણ આજે ખૂબ સુંદર લાગતો હતો. તેણે થ્રી પીસ સૂટ પહેર્યો હતો. જાગૃતિ બહેને એને જોઈ કહ્યું, "ખૂબ સરસ લાગે છે બેટા! હવે તું પરણી જા જલ્દી થી" આદર્શે ફિક્કું હસી વાત દબાવી દીધી. ઓમ વોશરૂમમાંથી ફ્રેશ થઈ બહાર આવ્યો ત્યાંતો એને ફોન આવ્યો. "હેલો, મિ. ઓમ આઈ એમ મિ. બ્રેન્ડન.. સેક્રેટરી ઑફ મિ. ઓબેરોય" સામેથી કોઈ બોલ્યું.. "યા યા.. પ્લીઝ ટેલ.." ઓમે ક્હ્યું.. "વી આર એટ અમદાવાદ એરપોર્ટ..આઇ હોપ યૂ આર કમિંગ ટુ પિક અસ!" ઓમતો સાંભળીને દંગ રહી ગયો. મિ. ઓબેરોય એની કંપનીના ખૂબ ઊંચા હોદેદાર હતા. ઓમે તેમને ઇન્વાઇટ તો કર્યા હતા પણ એને આશા નહોતી કે તે સાચેમાં આવી ચડશે! અને મિ. ઓબેરોય આદર્શના કાકાના ખાસ મિત્ર હતા એટલે આદર્શે એમને ઓમની જાણ બહાર આગ્રહ કરી બોલાવ્યા હતા! ઓમે તો યસ સર, આઇ એમ ઓન વે કહી ફોન કટ કરી દીધો. આટલા મોટા વ્યક્તિને ઓમે જાતેજ લેવા જવું પડે તેમ હતું. ઓમ માત્ર જાગૃતિ બહેન ને જણાવી કારમાં બેસી એરપોર્ટ તરફ નીકળી ગયો. જાગૃતિ બહેનને યોગ્ય લાગ્યું પણ વાત સમજી એમણે રજા આપી. ઓમ રસ્તામાં હતો.. આદર્શની અડધી યોજના નિર્વિઘન પાર પડી હતી. અચાનક ઓમ જે ગાડીમાં ગયો હતો તે ગાડી ચાર રસ્તે પહોંચી અને એનો એક ભયંકર, ભલભલાની આત્મા ધ્રુજી ઉઠે એવો અકસ્માત થયો! ઓમની ગાડી ટ્રેક્ટર સાથે અથડાઈ અને ડિવાઇડર પાસે જઈ સળગી ઉઠી હતી! તરત આદર્શને મેસેજ આવ્યો કે કામ થઈ ગયું છે. અને આદર્શ એની યોજનામાં સફળ થયો હતો....

અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ