પારકી મા
આજે આ ઘર મા જોર જોરથી રડવા નો અવાજ આવી રહ્યો હતો. એક ખૂણામાં નાનો દિગઁ આ બધું જોઈ રહ્યો હતો. કેમ કે આ 5 વષૉ ના દિગઁ ને કંઈ સમજ પડતી જ ન હતી. ... તે બસ જોય રહ્યો હતો બધા ને રડતા અને જમીન પર સૂઈ ગયેલી તેની માતા જે તેની હજારો વખત બોલાવવામાં આવવા છતા બોલી નહી. ...
પછી દિગઁ ને તેના માસી લઈ ગયા ને તેના પડોશી ને ત્યાં મુકી આવ્યા. . બસ છેલ્લી વાર તેને તેની મમ્મી ને જોઈ અને બોલાવી પણ તે ના બોલી. .
વિચાર કરો કે આ બાળક પર સુ વીતી હશે જયારે તેના કેટલી વાર બોલાવા છતા તે બોલી નહીં. ..તે બાળક જાણતું પણ નહોતું કે આ ચાલી સુ રહયું છે...
દિગઁ ના ગયા પછી તેની માતા ની અંતિમ કિયા કરવામાં આવી. જ્યારે બધા ઘરે પરત આવ્યા તો ઘર ખાલી ખાલી લગવા લાગ્યુ. .બધા લોકો પોતાના ઘરે પરત ફર્યા બાદ દિગઁ તેના ઘરે આવી તેના પપ્પા ને નિદોશતા થી પુછ્યું " પપ્પા મમ્મીને કયા મુકી આવ્યા? "
તેના પપ્પા એ દિગઁ સામે જોઈ ને તેને ભેટી પડ્યા અને રડતાં રડતાં બોલ્યા " બેટા તારી મમ્મી આપણ ને બને ને એકલા મુકી ને ચાલી ગઇ" આટલું બોલતાં તે ધુસકે ધુસકે રડવા લાગ્યા. .. દિગઁ પપ્પા ના આંસુ લુછી બોલ્યો " પપ્પા મમ્મી ક્યાંય ગઇ નથી અહીંયા જ છે આપણી પાસે પપ્પા રડો નહીં તમે..."
આમ જ એક બીજાને સંભાળતા સભાળતા એક વર્ષ નીકળી ગયુ. .. દિગઁ ની ઉમર નાની હોવાથી કુટુંબ ના વડીલો એ રમણલાલ ને બીજા લગ્ન કરવા સૂચવ્યું. ... એક વર્ષ સુધી રમણલાલ ના જ પાપાડતા રહ્યા વડીલો ના સમજાવવા થી દિગઁ માટે માની ગયા....
પછી દિગઁ માટે મા ગોતવા લાગ્યા. ..
મા મળી પણ ગય પણ રમણલાલ ને થોડી ખબર હતી કે આ દિગઁ ની મા નહી પણ પારકી મા લાવ્યા છે રમણલાલ અને ગીતા ના લગ્ન થયા ને બે મહિના પણ થઈ ગયા. ..
એક વાર રમણલાલ દિગઁ ને પાસે બેસાડી ને વાતો કરી રહ્યા હતા પણ રમણલાલ એ વાત વાતમાં પુછી લીઘું કે " બેટા તને તારી મમ્મી અને ગીતા મા શું ફરક લાગે છે?"..
દિગઁ બોલ્યો " પપ્પા મારી જુની મમ્મી ખોટી હતી પણ નવી મમ્મી સાચી છે. ..."
આ સાંભળીને રમણલાલ ના તો હોશ ઉડી ગયા... કે દિગઁ ને એની જન્મ આપવા વાળા મા ખોટી અને કાલે આવેલી મા સાચી લાગે છે. ...
તેને દિગઁ ને પુછ્યું કે કેમ આવુ લાગે છે બેટા. ..?
દિગઁ એ જવાબ આપ્યો " પપ્પા જયારે હું ખુબ મસ્તી કરતો તો મમ્મી કે મસ્તી કરીશ તો જમવાનું નહી આપુ.. તો પણ હું ખૂબ વઘારે મસ્તી કરતો પણ તમને ખબર છે પપ્પા એ મને ગમે ત્યાં થી શોધી બાજુ મા બેસાડી પોતાના હાથે થી જમાઙતી. ....."
અને નવી મમ્મી પણ આમ જ કે છે કે " મસ્તી કરીશ તો જમવાનું નહી આપુ.. તો પણ હું ખૂબ વઘારે મસ્તી કરી પણ તમને ખબર છે આજે સાચે મમ્મી એ મને ત્રણ દિવસ થી જમવાનું નથી આપ્યું. ..."
" આ નિદોશ ને ખબર પણ નથી કે આને પારકી મા કહે છે " રમણલાલ એ મન મા વિચાર કયો...
પછી મન મા કશુંક વિચાર કરી ઊભા થઈને થાળી લઈ આવ્યા જેમાં થી દિગઁ ને પોતાના હાથે થી જમાઙયો પણ રમણલાલ ની આંખ મા પાણી હતુ જે દિગઁ જોઇ રહો હતો .....
આ બનાવ પછી રમણલાલ પોતે દિગઁ ની કાળજી લેવા લાગ્યા. ..ખૂબ સરસ રીતે તૈયાર કરી આપતા, ભણાવતા, જમાઙતા, સાથે જ સુતા......
હવે દિગઁ મોટો થવા લાગ્યો તેને સમજવા લાગ્યુ કે આ મારી પારકી મા છે છતા તે હમેશા તેણી ને સન્માન આપતો દિગઁ એ હમેશા તેણી ને મમ્મી જ માનતો. ...
જો ગીતા બીમાર પડતી તો ધ્યાન પણ એ જ રાખતો પણ ગીતા હમેશા દિગઁ ને ખરાબ ખરાબ બોલતી. ...પણ દિગઁ એ કયારેય અનાદર ના કયો તેની મમ્મી નો....
આમ ને આમ પંદર વર્ષ નીકળી ગયા હવે રમણલાલ ઘરે જ રહેતા હતા ઘર મા ગીતા અને રમણલાલ દિગઁ ઙોકટર બની ગયો છે... બધા નુ ખુશી ખુશી થી જીવન ચાલતું હતું.....
પણ લાગે છે કે દિગઁ ને હજુ કંઇક જોવા નુ બાકી હતું. ....
અચાનક રમણલાલ ની તબિયત લથડી... ગીતા એ દવાખાને
ને ફોન લગાવ્યો અને દિગઁ હેબતાઈ ગયો જલદી ઘરે જવા રવાના થયો.....
પણ દિગઁ ના નસીબ ને તો બસ બીજી વાર દિગઁ ની પરીક્ષા કરવી હતી. ...
દિગઁ ઘરે પહોંચ્યો તો રમણલાલ તેની છેલ્લી શ્વાસ ગણી રહ્યા હતા. ... દિગઁ એ પપ્પા માટે મોટા મોટા ઙોકટર બોલાવ્યા હતા. ..પણ દિગઁ એ આટલું જોય અને વેઠયા પછી પણ કદાચ ભગવાન ને શાંતિ ન થઈ હોય એમ રમણલાલ પણ આ દુનિયા અને દિગઁ ને એકલો મુકી ચાલ્યા ગયા. ...
રમણલાલ ને ખબર હતી કે ગીતા ને દિગઁ સાચવશે જ પણ હવે દિગઁ ને સાચવવા કોઇ હતું નહીં. ..
રમણલાલ ના ગયા પછી દિગઁ ની જિંદગી મશીન જેવી થઈ ગઈ હતી. ..પણ ગીતા આ બધું જાણતા છતા કંઇ પણ કરી શકતી નહોતી. ...
થોડા દિવસો થોડા મહિના કરતાં કરતાં એક વર્ષ નીકળી ગયુ. ....એક વાર ગીતા ની તબિયત પણ લથડી દિગઁ તો ફરી વાર હેબતાઈ ગયો.. કેટલા ઙોકટર ને બોલાવ્યા કેટલા દિવસ સુધી ગીતા પથારી વશ રહી. .....થોડી તબિયત મા સુધાર થતાં ચાલવા લાગી. ...દિગઁ પણ ખૂબ ધ્યાન રાખતો. ..કોઇ કમી ન
પડવા દીધી. ...
એક વખત દિગઁ અને ગીતા સાથે બેઠા હતા તો ગીતા એ દિગઁ ને પુછ્યું. ." દિગઁ મે તો કયારેય તને માતા નો પ્રેમ નથી આપ્યો તો તે કેમ દિકરો થઈ ને મારી સેવા કરે છે? "
" મમ્મી તમે ભલે દિકરો ના માનો તો પણ હું તો છું તમારો જ દિકરો મમ્મી..... મે તો તમને ત્યારે જ મમ્મી માની લીધા હતા જ્યારે તમે મારા પપ્પા ની જીવનસાથી બન્યા હતા......મે એક મમ્મી ને તો ગુમાવ્યા બીજા ને ગુમાવવા નથી માગતો. ...." દિગઁ બોલ્યો.
આ સાંભળીને ગીતા ની આંખ બંધ ન થાય તેમ પાણી આવ્યુ. ... ગીતા દિગઁ ને ભેટી ને ખુબ રડી. .. દિગઁ ને બોલી હવે તારી બે બે સગી મા છે એક દેવકી અને એક યશોદા. ...
જયારે નફરત સામે એક ફરિયાદ વગર તમે હમેશા અઢળક પ્રેમ આપો તો સામે વ્યક્તિ મજબુર થઈ જાય ત્યારે એ તમને પોતાના થી વધારે પ્રેમ આપશે. .
*****