અનઅરેન્જ Radhi patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનઅરેન્જ

આરવ પોતાના ડોક્યુમેન્ટ શોધી રહીયો હતો પાસપોર્ટ અને વિઝા માટે તેના પપ્પા ના કબાટ માં, પણ તેના હાથ માં અમુક કવરો આવી ગયા અને એ પણ ખુલેલા..એના પર લખ્યું હતું "મારી પ્રિય મયુ"... વાંચુ કે નહિ ના અવઢવ માં ઉભો હતો થયું કે નજર ફેરવી લવ..

હજી એ કંઈક વિચાર કરી રહીયો હતો ત્યારે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો અને આરવ ઝબકી ગયો તેને ખ્યાલ આવી ગયો કે પપ્પા આવી ગયા છે. આરવ એ ઝડપ થી 2-3 કવર ખીચા માં નાખી ને ઝટ પટ રૂમ માંથી બહાર નીકળ્યો અને "hii પપ્પા" કેહતો પોતાના રૂમ માં ચાલ્યો ગયો..

કવર ખોલી ને જોયું, અક્ષર તો પપ્પા ના જ હતા, પણ જો કાગળો લખ્યા હતા તો પોસ્ટ કેમ નોહતા કર્યા? સરનામું નોહ્તું લખ્યું એટલે કે પછી પોસ્ટ નોહ્તો કરવો એટલે..? અસંખ્ય પ્રશ્નો હતા એના મન માં.. શું કરું વાંચુ કે નહિ? કોને પૂછું? પપ્પા કેટલા સમય થી ઓળખતા હશે આ મયુ ને? શું મમ્મી જાણતી હતી આ મયુ ને? અને કદાચ આ વાંચી ને કંઈક એવું જાણવા મળે જે સહન ના થાય તો? આરવ ખુબ અસમજ માં હતો.. એ રૂમ માંથી બહાર આવ્યો અને પપ્પા ને જોયા ..

ઓફિસે થી આવ્યા પછી રાકેશ ચા બનાવી ને બાલ્કની માં બેસી ને રેડીઓ પર આવતા જુના ગીતો સાંભળતો, આ વખતે રાકેશ ને કોઈ પણ ડિસ્ટબ ના કરે... એ કંઈક દૂર ક્ષિતિજ માં ખોવાઈ જતો એની આંખો તરલ બની જતી એનું ભાવવિશ્વ જાણે ફરી જતું.. આમ રાકેશ ને જોઈ ને આરવ હંમેશા વિચાર કરતો કે પપ્પા કદાચ મમ્મી ને યાદ કરતા હશે.. પણ આજે ૨૦ વર્ષ માં આરવ ને પેહલી વાર એમ વિચાર આવ્યો કે પપ્પા મયુ ને તો યાદ નહિ કરતા હોઈ ને?

આરવ જલ્દી રૂમ માં પાછો આવ્યો, મનો મન નક્કી કરી લીધું કે પપ્પા ના કાગળો તો વાંચી જ લેવા અને કાગળ ખોલ્યો. તારીખ હતી 1 જુલાઈ 1991, આજે થી ૩૦ વર્ષ પેહલા, આરવ ના જન્મ પેહલા નો હતો આ કાગળ.. કાગળ કે પ્રેમ પત્ર? કદાચ પ્રેમ પત્ર જ.

આરવ એ કાગળ ખોલ્યો, લખ્યું હતું મારી પ્રિય મયુ. પત્ર કોઈ મયુ નામ ની છોકરી માટે લખાયો હતો એમ લાગતું હતું. મુગ્ધ પ્રેમ ની વાતો હતો બસ, પ્રેમ નો એકરાર હતો, કેટલો પ્રેમ કરે છે એ હતું, અને લાગતું હતું કે મયુ પણ પ્રેમ કરતી હશે.. પણ કાગળો લખાયા હતા તો પોસ્ટ કેમ નોહતા થયા એ પ્રશ્ન હતો. આમ 2-3 કાગળો વાંચવાથી કઈ ખબર નોહતી પડી રહી કે વાત શું હશે..

આરવ એ નક્કી કરી લીધું કે બધા કાગળો વાંચવા જ અને હવે એ પપ્પા ના કબાટ ખોલવાની તક શોધવા લાગ્યો. પપ્પા દરરોજ ચાવી લઇ ને જ જતા ઓફિસે એ એટલે તક મેળવી અધરી હતી..

એક વાર પપ્પા ચાવી ને કબાટ માં જ લટકતી જ ભૂલી ને ચાલ્યા ગયા, પણ ઓફિસે એ પોહચી ને યાદ આવતા પટાવાળા ભાઈ ને ઘરે મોકલ્યા ચાવી લેવા માટે પણ ત્ત્યાં સુધી માં તો આરવ એ કાગળો લઇ લીધા હતા અને પોતાની રૂમ માં બધા કાગળ નો આજુ બાજુ પાથરો કરી ને તારીખવાર બધા પત્રો વાંચવાનું શરુ કર્યું..આમ તો પત્ર નહિ ડાયરી જ કેહવાઈ એટલા પત્ર હતા.. એક પત્ર માં મયુ ને જોઈ ને રાકેશ ની શી હાલત થાય હતી એ લખ્યું હતું તો એક માં મયુ મળવા કેમ ના આવી એની ફરિયાદ કરી હતી..

આરવ લગભગ કેટલી વાર આ પત્ર વાંચી ગયો હતો એને ખબર નોહતી પડતી કે એનો સામનો કઈ રીતે કરે..પત્ર હતો 11 સપ્ટેબર 1994 અને લખ્યું હતું..
"મારી પ્રિય મયુ..
ખબર છે મને આ પત્ર તારા સુધી નહિ પોહચે, હિંમત નથી મારી આ પત્ર મોકલવાની ગુનેગાર છું ને તારો એટલે. કેટલા વર્ષ થી તું મારી રાહ જોતી રહી અને હું પરણી ગયો..
પણ જયારે છેલ્લી વાર મળી તો તે મને રોક્યો કેમ નહિ, કેમ તારો હક ના માંગ્યો, કેમ મારી સાથે ઝગડી નહિ, હિસાબ ના માંગ્યો..
તારે લડવું હતું મારી સાથે તારા હક માટે, એક મોકો પણ ના આપ્યો બધું સરખું કરવાનો.. ના સહન કરી શક્યો તારી ચુપી ને.. તારી એ કઈ ના બોલ્યા વગર પણ કેટલું બધું બોલતી આંખો ને, ના સહન થઇ તારી એ આંખો મારા થી, ચાલ્યો આવ્યો તને છોડી ને..
મયુ, આ લગ્ન મારી મરજી થી નથી થયા, મારા પપ્પા ની ઈચ્છા થી થયા છે અને મારી કમનસીબી તો જો મારી પત્ની મારા પપ્પા ના એક નાનપણ ના ભાઈબંધ ની દીકરી છે..
એના થી કંઈક ભૂલ થઇ હતી અને એ માં બનવાની હતી . મારા પપ્પા જાણતા હતા કે નહી એ મને નથી ખબર પણ મને પૂનમ સાથે પરણાવી દીધો.
બધા ની સામે હું એક પતિ અને એક બાળક નો બાપ પણ છું પણ પૂનમ અને મારી વચ્ચે કોઈ જ સબંધ નથી..
અને જેની સાથે સબંધ હતો એવી તું કંઈક દૂર વસવા લાગી છે સાંભળ્યું છે કે જ...."

બાકી અક્ષરો રેલાય ગયા હતા કદાચ આંસુ થી..
આરવ હચમચી ગયો, આ શું લખ્યું હતું પપ્પા એ.. આ કાગળો હતા કે મારા જીવન ની એવી હકીકત કે જેના થી હું સાવ અજાણ હતો..વારંવાર વાંચ્યા પછી એને ખબર પડી આરવ રાકેશ નો દીકરો જ નોહ્તો.. એટલો પ્રેમ આપનાર પપ્પા ખરેખર એના પપ્પા જ નોહતા..

આરવ ની આંખો ભારે થઇ ગઈ એને રડવાનું મન થઇ આવ્યું..અચાનક એને એમ થયું કે હું તો અહીંયા નો છું જ નહિ.. એને પોતાના અસ્તિત્વ પર સવાલો થવા લાગ્યા..એને એમ લાગવા લાગ્યું કે કોઈ એ એના મૂળ કાપી લીધા છે એ મૂળ વગર નો થઇ ગયો એવું લાગવા લાગ્યું ..
હવે એક પત્ર બચ્યો હતો ખાલી, પણ એને વાંચવા માટે કેટલી બધી હિંમત ભેગી કરવી પડે એમ હતી પણ એને વિચાર આવ્યો કે આના થી વધારે તો શું ખરાબ થઇ શકે એમ વિચાર કરી ને છેલ્લો પત્ર હાથ માં લીધો.. તારીખ હતી ૨૩ ઓક્ટોબર ૧૯૯૫.. પોતાનો જન્મદિવસ..અને રાકેશ એ લખ્યું હતું..

"મારી પ્રિય મયુ,
ખબર છે પત્ર નથી જ મોકલી શકવાનો પણ જયારે પત્ર લખું છું મન હળવું થઇ જાય છે અને લાગે છે તારી સાથે વાત થઇ ગઈ..
આજે એક દીકરા ને જન્મ આપી ને પૂનમ અવસાન પામી. ખબર નહિ શું લેણદેણ હશે મારી એના દીકરા સાથે. આરવ નામ પાડ્યું છે તને બોવ ગમતું હતું ને મયુ..
ખુબ લાંબી જિંદગી છે અને હવે તો જવાબદારી પણ છે.. પણ પણ તું નથી મયુ.."

આરવ સમજી નોહતો શકતો કે રાકેશ ને શું ગણે? એક સાચો પ્રેમી, એક સાચો પતિ, એક સાચો પિતા, માણસ કે પછી દેવ..
હવે આરવ આતુર થઇ રહીયો હતો આ મયુ ને મળવા માટે કોણ હશે આ મયુ, કેવી હશે જેના લીધે આખી ઝીંદગી ખર્ચી નાખી રાકેશ એ..
ધાર્યું હોત તો આરવ ને કંઈક મૂકી ને જવાબદારી માંથી મુક્ત થઇ ને મયુ સાથે લગ્ન કરી શક્યો હોત પણ એવું ના કર્યું.
અને કદાચ ત્યાં સુધી માં ખુબ મોડું થઇ ગયું હશે, કદાચ મયુ એ પણ લેગ કરી લીધા હશે અને કંઈક સેટ થઇ ગઈ હશે એટલે રાકેશ એ એવું ના કર્યું..

આરવ નો જીવ બળવા લાગ્યો રાકેશ માટે, રાકેશ ની તો કોઈ ઝીંદગી જ નોહતી એને પુરી જિદગી ખર્ચી નાખી પોતાના અને પોતાની માં માટે. હવે આરવ ને થયું મારે વાત કરવી જોઈએ પપ્પા સાથે,પોતે તો ચાલ્યો જશે વિઝા લઇ ને વિદેશ ભણવા માટે પછી ? પછી પપ્પા તો સૌ એકલા થઇ જશે પછી એનું કોણ અહીંયા..

સાંજ પડી..
રાકેશ નિયમ મુજબ જ બાલ્કની માં બેઠો બેઠો રેડીઓ સાંભળી રહીયો હતો.. આરવ એ આવી ને રેડીઓ બંધ કર્યો..
રાકેશ એ પ્રશ્નાર્થ ભરી નજરે આરવ સામે જોયું.. આરવ એ કાગળો હળવે થી ટીપોય પર મૂકયા. રાકેશ બેબાકળો બની ગયો , આરવ એ રાકેશ ના ખભા પાર હાથ મુક્યો અને બોલ્યો રિલેક્સ પપ્પા મને બધી ખબર છે..

પેહલા મને એ કયો કે ક્યાં છે મયુ અને શું કરે છે..?
રાકેશ ઉભો થઈ ને બાલ્કની ની પાળી પાસે આવ્યો અને બોલ્યો કઈ જ ખબર નથી અને કોઈ જ નહિ એ વખતે ખબર પડી કે જયપુર ચાલી ગઈ છે બસ અને પછી સૂકી આંખે દૂર તાકી રહીયો રાકેશ.. અને ફરી વાર આરવ સામે જોયું અને બોલ્યો એનું નામ માલા છે..
રાકેશ એ સ્વીકારી લીધું હતું આ જીવન, પત્ની નું અવસાન, પોતાનો નહિ એવો દીકરો અને ૩૦ વર્ષ નો પ્રેમિકા નો વિરહ..

આરવ વિચાર તો હતો કે રાકેશ ૩૦ વર્ષ થી માલા ને ઝખતો હોય અને એને ખબર જ ના હોઈ કે એ છે ક્યાં અને એ પણ આ જમાના માં Facebook, WhatsApp, Instagram, Twitter, google map .

રાકેશ એ ભલે સ્વીકારી લીધું હોઈ પણ આરવ નું મન નોહ્તું માનતું એ ને મળવું હતું માલા ને..અને જાણવું હતું કે આખી વાત માં રાકેશ નો કોઈ જ દોષ નોહતો.. બધા પત્રો એને આપવા હતા જે પપ્પા એ કયારેય પોસ્ટ જ નોહતા કર્યા. પ્રેમ અઢળક કરતો હતો આરવ એના પપ્પા ને પણ હવે માન પણ વધી ગયું હતું..

પિતા કરતા પણ બને મિત્રો વધારે હતા, આરવ ને કયારેય જાણવા નથી દીધું કે એ એના સાચા પિતા નથી અને જાણે પણ કેમ, એટલો બધો પ્રેમ કરવા વાળા પિતા હોઈ તો શંકા પણ કેમ જાય..

આરવ એ પોતાના પપ્પા ના બધા જુના મિત્રો ને પૂછી જોયું કોઈ જ પતો નોહતો માલા નો..એક ફોટો સુધા નોહતો માલા નો કોઈ ની પાસે.. હવે આરવ જીદ એ ચડ્યો હતો એને તો માલા ને મળવું જ હતું અને એટલે હવે એને જયપુર જવાની જીદ પકડી.. રાકેશ એ ખુબ સમજાવ્યો આરવ ને પણ એ ના
માન્યો એટલે ના જ માન્યો..

માલા.. બસ આ નામ એક જ હતું જેને લઇ ને આરવ પોહચી ગયો જયપુર.. સેહલું હતું નહિ કઈ એમ એક નામ પર થી કોઈ ને આખા જયપુર માં ગોતવું.. 5-6 દિવસ ના રઝળપાટ અને રખડપટ્ટી પછી એક સરનામું મળ્યું..
આરવ પોહચી ગયો ત્યાં, નાનકડું ઘર હતું અને આજુ બાજુ સરસ મજાનું ગાર્ડન અને નેમપ્લેટ હતી "માલાસ હોમમાં".. આગળ સરસ મઝા નાનો લાકડા નો દરવાજો હતો અને પછી લોન હતી.
એમાં ઉભી ઉભી એક સરસ ૫૦ વર્ષ ની સુંદર સ્ત્રી ફોન માં વાત કરી રહી હતી કોઈ ની સાથે..
આરવ ત્યાં જ અટકી ગયો.

ફોન માં વાત કરતા કરતા એ સ્ત્રી એ આરવ સામે જોયું અને ફોન મૂકી ને પૂછ્યો.. યસ હું માલા..તમે કોણ?
આરવ પેહલા થોડો થોથવાયો એને શબ્દો નોહતા મળતા કે શું કેહવું અને કેમ કેહવું..
એના મોઢા માંથી ધ્રુજતા ધ્રુજતા અવાજ નીકળ્યો.. હું રાકેશભાઈ નો દીકરો..
માલા એ કહ્યું તો તો તારું નામે આરવ હોવું જોઈએ.. આરવ ડધાઈ ગયો.. માલા આગળ બોલી, નક્કી તો અમે એ જ કર્યું હતું કે દીકરો આવે તો આરવ અને..
આરવ બોલ્યો અને દીકરી આવે તો..? શું નામે રાખ્યું છે તમારી દીકરી નું..?
માલા હસી પડી..મેં લગ્ન જ નથી કર્યા.. ગીર્લ્સ સ્કૂલ માં ભણાવું છું અને બધી ને દીકરી કહું છું..
આરવ એ ધીમે થી કહ્યું.. તમને પૂછવું નથી હું અહીં કેમ આવ્યો છું? રાકેશ કેમ છે? તમને યાદ કરે છે કે નહિ?
માલા બોલી એક અબજ મુકતા થી.. કરતો જ હશે,જેમ હું કરું છું.. રાહ જોતો હશે,જેમ હું જોવ છું..
મેહસૂસ કરતો હશે,જેમ હું કરું છું.. મારી સાથે વાતો કરતો હશે,જેમ હું કરું છું..મારુ નામે ભગવાન ની જેમ રટતો હશે,જેમ હું રટુ છું..

આરવ બસ જોઈ રહીયો આ પ્રેમિકા ને.. રાકેશ અને માલા વર્ષો થી મળ્યા ના હોવા છતાં, અલગ હોવા છતાં કેટલા પાસે હતા એકબીજા ની..એકદમ લગોલગ જાણે..
આરવ એ રાકેશ ના લખેલા બધા પત્રો મયુ ને આપ્યા અને માલા વાંચતી રહી અને ભીંજાતી રહી રાકેશ ના પ્રેમ અને પોતાના આંસુ માં... અડધી રાત સુધી માલા ને ખબર જ ના રહી અને એ ખોવાયેલી રહી રાકેશ ના પ્રેમ માં..
આરવ ને ઊંઘ આવી ગઈ હતી આરામખુરશી માં બેઠા બેઠા.. રાત ના લગભગ ૩:૩૦ એ એના ખભા પર કોઈ એ હાથ મુક્યો.. આરવ ઝબકી ગયો, જોયું તો માલા ઉભી હતી એક બેગ પકડી ને..
માલા ધીમે થી બોલી: સવારે ૬ ની ટ્રેન છે જઈશું?
નીકળી પડી માલા પોતાના પ્રેમી રાકેશ ને મળવા..