vank books and stories free download online pdf in Gujarati

વાંક

ધારા હાથ માં માથું પકડી ને બેસી ગયી, સવાર નો સમય હતો, ઉતાવળ હતી,બેસવાનું પોસાઈ એવું નોહતું તો પણ, વારંવાર એની નજર રસોડા માં વેરણ છેરણ પડેલી વસ્તુ પર જતી હતી. શાક સમારેલું પડ્યું હતું, કઢી માટે દહીં વલોવી ને રાખેલું હતું,લોટ બંધાઈ ગયેલો, બસ ભાત ની સીટી વાગે ત્યાં સુધી શાક કઢી થઇ જાય, ગરમા ગરમ પૂરીઓ ઉતારી અપાશે અને મઠો તો સવારે આવતા વખતે જ લઇ આવેલી,બસ હવે કોઈ પણ સમયે કાકા અને કાકી આવી પોહ્ચે જમવા માટે.

એજ સમયે સાસુ રસોડા માં આવ્યા અને આ બધું જોઈ ને બોલ્યા: મેહમાન નથી અવાના, લે તને કહ્યું હતું ને, નોહ્તું કહ્યું? કહ્યું હતું તે સાંભળું નહિ હોઈ.

આવું જ થતું ધારા સાથે હંમેશા. વાંક એનો જ નીકળતો, સાસુ એ માની લીધું કે એમને ધારા ને કહ્યું જ છે.હકીકત એ હતી કે સાસુ જયારે રાત્રે એમના રૂમ માંથી બૂમ પડી ને કેહતા હતા ને કે ધારા સાંજે નિર્મલ નો ફોને આવ્યો હતો કાકા ને કાકી કાલે નહિ પરમ દિવસે આવશે ત્યારે ધારા ઘરે નોહતી, સાસુ તો ભૂલી જ ગયેલા કે ધારા ને શાક લેવા મોકલેલી, ને તો પણ વાંક ધારા નો હતો કે સાસુ ની સૂચના એને સાંભળી નહિ.

હંમેશા એવું થતું ધારા સાથે, ઘર માં કોઈ ના હાથ માંથી કાચ નો ગ્લાસ પડી ને ફૂટી જાય તો, ધારા હલકા ગ્લાસ લઇ આવી લાગે છે આ વખતે, દૂધ વાળો ના આવ્યો હોઈ તો આ ધારા એ જ કંઈક કહ્યું હશે એને, વરસાદ અને ભેજ ને કારણે કપડાં સુકાયા ના હોઈ તો, આ ધારા એ જ કપડાં સરખા તારવ્યા નહિ હોઈ, ચમચી ના જડતી હોઈ તો, આ ધારા ને બધું આમ તેમ મુકવાની આદત છે, બધી જ વાત માં ધારા નો વાંક જ હોઈ એવું કઈ રીતે શક્ય બને..ધારા ત્રસ્ત થઇ જતી, દરકે વાત ના વાંક નો ભાર ઉપાડી ઉપાડી ને થાકી જતી.

પરણી ને આવી ત્યારે ધારા ને આ બધું ખટકતું નહિ, સ્વભાવિક ક્રમ લાગતો, ત્યારે તો હસી પણ કાઢતું એ સમયે.. પણ પછી શબ્દો અણીયાના થવા લાગ્યા, કમસેકમ ધારા ને તો એવું લાગવા જ લાગ્યું. ધારા ને લાગવા લાગ્યું કે વરસાદ, સુમની અને ભૂકંપ આવે તો પણ ધારા નો જ કંઈક વાંક હશે કદાચ..

ખુબ સેહલું છે કોઈક ના માથા પાર દોષ નો ટોપલો ઊંધો વળી દેવો, ધારા ના સાસુ આવા જ, એમના થી દૂધ ઉભરાઈ જાય તો શુકન કેહવાઈ, ગ્લાસ તૂટી જાય તો નવો આવશે, એમના થી શાક ના ફોડવા મોટા થાય તો નાત ના જમણ જેવું શાક થશે.

ધારા ખુબ અકળાય જતી,ને એમાં એનો વાર જય જો અડફેટે ચડી ગયો તો આવી ગયું બિચારા નું, વાત નું મૂળ એને ખબર ના હોઈ અને પછી જો કોઈ સવાલ પૂછે તો આવી બને બિચારા નું.

તમે પણ મમ્મી ની જેમ મારો વાંક કાઢશો રાઈટ ? પાણી નો લોટો દવા પીધા પછી એમને ખાટલા નીચે મુક્યો એમાં મારો વાંક, મેં જ કંઈક મૂકી દીધો હશે એમ માની ને આખાય ઘર માં મારી પાસે જ ગોતાવ્યો.પણ મળ્યા પછી પણ વાંક તો મારો જ નીકળ્યો એ તો ધારા એ જ એ વખતે કંઈક પૂછ્યું ને એમાં હું ભૂલી ગઈ. તમે પણ બોલો તમારા મમ્મી ની જેમ ફાઈલ તમે કંઈક મૂકી દીધી હશે અને વાંક મારો જ નીકળશે હવે.

બિચારો જય, પાણી ના લોટા ને અને પોતાની ફાઈલ ને શું સામ્યતા એમ વિચાર કરતો ઉભો રહે, ધારા ની આખા દિવસ ની અકળામણ જય પર ઠલવાઇ અને જો જય ના હોઈ તો છોકરા બિચારા એના હાથ માં આવે વગર વાંકે. ધારા એ ના સમજી શકે કે જેવું એની સાથે થઇ રહ્યું છે એવું જ એ પોતાના પતિ અને બાળકો સાથે કરી રહી છે. વાંક વગર એ બને ને દોષી બનાવી રહી છે.

ધીરે ધીરે ધારા ને એમ લાગવા લાગ્યું કે એનો જ વાંક નીકળશે, કામ કરવા માં એનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગ્યો, અને પછી તો ખરેખર એની ભૂલો થવા લાગી, એ વાતો ભૂલવા લાગી, એનું ધ્યાન ઓછું રહેવા લાગ્યું, અને એની ક્ષમતા પણ ઘટવા લાગી, સામાન્ય રીતે સરળતા થી સાંભળી લેતી ધારા હવે વાતે વાત સામે નાનકડો તો નાનકડો જવાબ તો આપતી જ, એને સાસુ કઈ કે એ પેહલા જ બોલી નાખતી, વાત શરુ થતા પેહલા જ તોડી પાડતી.

સાસુ ને લાગતું કે ધારા વધારે પડતા સ્વંત્રત મિજાજ ની થઇ ગઈ છે, જય ને લાગતું ધારા વધાર પડતો જ રિએક્ટ કરે છે, અને ધારા ને લાગતું કે એ સાચી છે.

આ બધા ના કારણે થતું એવું કે સતત તંગ રહેતું વાતાવરણ, કઈ થતું નહિ તો પણ કશુંક બનશે એવી પરિસ્થતિ સર્જાયેલી રહેતી, અને ધારા સતત તૈયાર રહેતી એન પર થતા વાર ન ખાળવા માટે.

ધારા ની આવી સ્થિતિ ન કારણે એની તબિયત પર પણ અસર થાવ લાગી. નાની એવી ઉંમરે એન હાઈ બ્લડપ્રેશર આવ્યું. ડોક્ટર એ દવા સૂચવી, યોગ, મેડિટેશન સૂચવ્યા પણ મન નો રોગ એમ જાય..? જય ન ખરેખર ચિંતા થઇ આવી.

આ ધારા હતી જ નહિ, એની સમજવાની અને વિચારવાની શક્તિ જાણે અદ્રશ્ય થઇ ગઈ હતી..એની શાંત પ્રકૃતિ બદલાય ને હવે ઉચાટ વાળી બની ગઈ હતી , ઘડી મા એને એની દયા આવતી એની પત્ની માટે અને ઘડી મા ગુસ્સો આવતો, કબુલ કે પોતાની મમ્મી નો સ્વભાવ વાત વાત માં ટોકવાનો, પણ એથી કરી ને તબિયત પર અસર થાય એ તો કેમ ચાલે.?

જય મુંજાઈ ગયો, મમ્મી ને કેહવા જાય તો મમ્મી કહે: લે તારી પત્ની કે કઈ કેહવાઈ પણ નહિ ? હા ભાઈ પત્ની તારી તો ભારે..

અને ધારા ને કંઈક કહે તો એ કહે: ખેંચો તમે તમારી મમ્મી નો પક્ષ, તમે પણ કાઢો મારો વાંક એટલે તમને પણ સંતોષ થાય બસ.

મામાજી અને મામીજી આવેલા ૨-૪ દિવસ રોકવા માટે, સારું થયું એમને પોતાની નજરે જ ધારા અને પોતાની બેહેન વચ્ચે નો સંવાદ જોયો, મામા ને હસવું આવી ગયું.

સાયકોલોજી ના પ્રોફેસર હતા એ અને જય એ પોતાને મુંજવતા બધા પ્રશ્નો કહી દીધા હતા મામા ને. મામા એ દિવસે સાંજે જ પ્રયોગ શરુ કરી દીધો.

જમવા બેઠેલા બધા અને ધારા ના સાસુ તરત બોલ્યા,ધારા એ શાક બનાવ્યું છે એટલે મીઠું ઓછું છે બાકી હું એટલું ઓછું મીઠું ના નાખું.

મામા એ આ તક ઝડપી લીધી: તું ભૂલે છે બેન, મારે મીઠું ઓછું ખાવાનું છે અને તમને આ બધું ફાવે કે નહિ એટલે તારા ભાભી એ જ શાક બનાવ્યું છે.

ધારા ના સાસુ નું શિક્ષણ ત્યાર થી ચાલુ થયું તો મામા ગયા ત્યાં સુધી ચાલ્યું.એક દિવસ ભાઈ બેન બંને બેઠા હતા એટલે મામા એ તક સમજી ને પૂછ્યું: બેન આ તું ધારા નો વાત વાત માં વાંક કાઢે છે એમાં મને તારો વાંક વધુ જણાય છે.પણ તને યાદ છે નાનપણ માં આપણે જયારે કોઈ નો વાંક કાઢતા તો આપણા બાપુ શું કેહતા ?

વાત તો સાચી હતી મામાજી ની, એમના બાપુ હંમેશા કેહતા: કોઈ નો વાંક કાઢવો, કોઈ ની તરફ આંગળી ચીંધો તો અચૂક યાદ રાખવું કે બાકી ની આંગળીઓ આપણી તરફ હોઈ છે.

મામાજી બોલ્યા: એટલા વર્ષો માં ધારા એ કયારેય કોઈ વાંક તારો કાઢ્યો છે? બેન ધારા પણ મોટી થઈ, એને પણ ખબર પડે છે બધી, એને પણ એના સંસાર ની ફિકર હોઈ, તું વાતે વાતે ટોકીશ, વાતે વાતે વાંક કાઢીશ તો કેમ ચાલશે. આ તો ઠીક છે સંસ્કારી ઘર ની છોકરી છે સામે તડ નું ફ્ડ નથી કરતી, બાકી અત્યાર ના છોકરા ને ચાલે નહિ આ બધું, અરે આજકાલ ના છોકરા ને ગમે જ નહિ આવું બધું.


તને નથી ખબર બાપુ જો કોઈ એના વિદ્યાર્થી ની ભૂલ હોઈ તો પણ કેટલા પ્રેમ થી સમજાવતા. રહેવા દે આ બધું બેન, ના કર આવું ,બોલતા પેહલા એક ક્ષણ, એક ક્ષણ તો વિચાર કર..

ધારા ના સાસુ વિચાર માં પડી ગયા. વાત તો સાચી હતી ભાઈ ની હંમેશા એને ધારા નો વાંક કાઢ્યો છે હંમેશા, ધારા સામે બોલતી નોહતી એટલે?

થોડી શરમ આવી અને પછી ઉમળકા થી બોલ્યા : હવે ધ્યાન રાખીશ ભાઈ, બાપુ ના ગુણ તારા માં બરાબર ઉતર્યા છે. મને પુરે પુરી સમજ પડી ગઈ.

બોલતા બોલતા સાસુ ઉભા થયા તો પગ સાથે ચા નો કપ અથડાયો અને કપ સ્વાભાવિક રીતે જ તૂટી ગયો. ધારા હાંફળી ફાફળી દોડતી આવી , સાસુ ની નજર એક ક્ષણ માટે ભાઈ સાથે મળી અને પછી બોલ્યા: એ તો મારો પગ અડી ગયો અને કપ તૂટી ગયો, કંઈ જ નથી જા તું કામ કર.

મામા ના ચેહરા પર સંતોષ નું હાસ્ય છવાયું, ધારા રસોડા માં ગઈ એની આંખો માં ઝળઝળિયાં ....

બીજા રસપ્રદ વિકલ્પો