Aapghat vedaae books and stories free download online pdf in Gujarati

આપઘાત વેળાએ...

આપઘાત વેળાએ...

અશ્ક રેશમિયા..

'અરે ભાઈ,છોડી દે! મને પકડનાર તું કોણ છે?'

' અરે, યાર! પહેલા એ બતાવ કે તું કોણ છે ને ક્યાથી આવે છે?'

' હું ગમે તે હોઉં તારે નાહકની શી લેવાદેવા? બોલ?'

'તો તારે મને પૂછવાની શું જરૂર?'

' જરૂર? આ મારો હાથ છોડી દે.પછી કશું જ નહી પૂછું!'

'જરૂરથી છોડું, પણ જેના કાજ આવ્યો છે તે માંડી વાળે તો!'

'નહી તો?' તું શું કરી લેવાનો છે?'

'તો તને નહી છોડું.....મારી નબળી તાકાતની તને અસલી ખબર નથી હજી.!'

તો નહી છોડું...સાંભળીને જેનો હાથ પકડાયેલ હતો એ યુવાનની આંખોમાંથી અશ્રુધારા વહી આવી! હવે કેમ જીવાશે? એવા વિચારે એ જમીન પર ફસડાઈ પડ્યો. વિશ્વાસઘાતની નિર્દયી વેદનાનું આખું વૃતાંત એને વેરવિખેર બનાવી ગયું.નર્મદાની મુખ્ય કેનાલને કિનારે એ શબવત બની ગયો.

હતાશાની,નબળી નિરાશાની તાકાત કેટલી?? માણસને ખુદથી વિખુટા પાડી દેવાની!!

એ યુવાન એટલે અમન.અમન અવિનાશી!કિન્તું જાણે આ અમન અવિનાશી વિનાશ થવા જ સર્જાયો હોય એમ એને પ્રણયભગ્નતા સાંપડી.

એકવીસ વર્ષનો ફાંકડો જુવાન હતો એ.ચડતી જવાનીની મુગ્ધતામાં આરસી નામની તરોતાજા યુવતીને પ્રેમ કરી બેઠો હતો એ.

પહેલી જ નજરે જ્યારે આરસી એની કીકીમાં ઊતરી'તી એ જ ઘડીએ એણે દિલના દરબારમાં તેણીનો રાજ્યાભિષેક કરી લીધો હતો.એના એકરારનામાના શબ્દો હતા:'મારે તારી સંગાથે લગ્નના તાંતણે બંધાવું છે.તું અનુમતિ આપી શકશે?'

ને એ પ્રસ્તાવના પ્રત્યુત્તરમાં આરસી અમનના રસાળ અધરોને શ્પર્શી ગઈ! અને બેયના જીવનબાગમાં ઊર્મિઓની છોળો ઉડી.સુખની તીતલીઓ અસ્તિત્વ ફરતે નાચતી રહી.

પ્રેમ પારસમણિ છે.જીવનના વિકટ રાહનો એ શીતળ આરસપહાણ છે.પ્રણય પાગલનેય પ્રેમાળ બનાવી શકે છે.ને શાંત સાગરસમાં સીનાને ભયંકર સુનામી સર્જતો દરિયો બનાવી શકે છે.લાગણીની લીલા અપરંપાર છે.

આજના જમાનામાં પ્રણયની સફળતાને હેમખેમ ચાખી જનાર માણસ પ્રેમની નિષ્ફળતાને કેમ જીરવી નહી શકતો હોય!

એકમેકના સાનિધ્યમાં પ્રેમથી તરબોળ જીંદગી જીવાતી હતી.વિષાદ,ઉદાસી કે ક્ષણભરમાંય વિરહનું ક્યાંય નામોનિશાન નહોતું.બંનેની જિંદગી પ્રણયના આનંદથી બેશુમાર-બેશુમાર બની ગઈ હતી.

એ બંને એક બનીને એમ જીવતા હતા જાણે આ જગતમાં એમના બે સિવાય કોઈ છે જ નહી.એમના પ્રેમની ખુશી સાતમાં આસમાને વિહરતી હતી.

પાંગરતા પ્રણયની તાકાત કેટલી કે એ માણસને સ્વૈરવિહારી અને સ્વર્ગવિહારી બનાવી દે છે.

અત્યારના જમાનામાં કહેવાતા પ્રયણનો જુવાળ ફૂલ્યો ફાલ્યો છે.એથીયે વધારે કહેવુ હોય તો આજના જમાનનો પ્રેમ નશાથીયે ક્યાંય આગળ નીકળી ગયો છે!પ્રેમ ખરે જ નશો છે અને પ્રાચીન યુગથી ચાલ્યો આવે છે.કિન્તું આજના આધુનિક સમયમાં સંબંધોમાં જેટલી ખુલાશ છે એટલી તો કોઈ જમાનામાં નહી હોય શાયદ! અત્યારના પ્રણયનો ઘોર નશો એવો છે કે વ્યક્તિ એકસાથે વધારે પાત્રો જોડે પ્રણયસંબંધથી બંધાવા લાગી છે! આજે એકપાત્રી પ્રેમનું અસ્તિત્વ જ ખોરંભે ચડી ગયું છે!

પણ આ બધાની વચ્ચે અમન-આરસીનો પ્રણયસંબંધ સાચા હ્યદયનો હતો. છતાંય સાચા અને નિશ્વાર્થ સંબંધમાંય ક્યારેક અણધાર્યા એવા વળાંકો આવી જાય છે કે જીવન વેરવિખેર બની જાય છે!

સાચો પ્રેમ માનવીને માનવતાના સર્વોત્તમ શિખરે લઈ જાય છે.

મિલન મુલાકાતોથી જવાની મહેંકી ઉઠી હતી.પ્રણય ભૂખ્યા હૈયાઓની સ્પર્શલીલા ખેલાઈ ચૂકી હતી.જિંદગીભર એકમેકના સામિપ્યમાં રહેવાના અફર વાયદાઓ સ્પષ્ટ થઈ ગયા હતા.જિંદગી જાણે આનંદથી જીવવા માટે જ હોય એમ પૂરપાટે મોજથી વહી રહી હતી.અરે, જીવન આનંદથી માણવા માટે જ છે.

માણસના સ્વભાવની એક વિચિત્રતા એ છે કે એ જ્યારે સંયોગના સ્વર્ગમાં મહાલતો હોય છે ત્યારે એ વિયોગના વંટોળનેય વીસરી જાય છે.એ એમ નથી વિચારતો કે સંયોગ પછી વિયોગના ઝેરી વાયરાઓ ફૂંકાવાના છે! જીવનનો આ આફર નિયમ છે.સંયોગ પછી વિયોગનો.

વિચાર્યા વિનાનો વિયોગ જ્યારે દિલની ડેલીએ ડગ મૂકે છે ત્યારે માણસ સાવ નાસીપાસ થઈ જાય છે.માટે માણસે સુખદુખની જોડીને ધ્યાનમાં રાખવી જ જોઈએ.

એવામાં બન્યું એવું કે અમનને મહિના લગી બહાર જવાનું બન્યું.આ તકનો લાભ આરસીના માવતરે ઊઠાવ્યો.તાત્કાલિક આરસીના લગ્ન ક્યાંક બીજે કરાવી લીધા!પરિવારને વશ થયેલી આરસી ના પણ ન ભણી શકી.

પ્રણય ગજબની ચીજ છે.ખતરનાક પણ એટલો જ છે આ પ્રણય! પ્રેમ નામના આ માયાવી અને મોઘમ ચીજનો ઐતિહાસિક દસ્તાવેજ તપાસતા માલૂમ પડ્યું છે કે એ કોઈને હેમખેમ મંઝીલે પહોચાડી શક્યો હોય એવા પુરાવા હસ્તગત થયેલ નથી.આ પ્રણયે કોઈને તડપાવ્યા ન હોય,રઝડાવ્યા ન હોય, જખમાવ્યા ન હોય,હીજરાવ્યા ન હોય,ઊજરડાવ્યા ન હોય કે પછી દર્દ, દગા,બદનામ કે બરબાદ કર્યા ન હોય એવા એક પણ કિસ્સા સાંભળ્યા હોય એવું ક્યાંય જોવા-સાંભળવા-વાંચવા મળેલ નથી!

દેખીતી રીતે કહી શકીએ કે પ્રણયની તાકાત એ નફરતની-દર્દની તાકાત સામે વામણી રહી છે.

અમનને જ્યારે આ વાતની ભાળ મળી કે પોતાની પ્રેમપ્રિયા પરાઈ થઈ બેઠી છે ત્યારે એનું મન આ વાત સ્વિકારવા સ્હેજેય તૈયાર નહોતું.પણ જ્યારે એણે સઘળી લીલા સગી આંખે-સગા કાને સાંભળ્યું એ જ ઘડીએ તે આખેઆખો ફાટી પડ્યો.જીગરમાંથી જાણે જીવ જ નીકળી ગયો હોય એમ એ ઢળી પડ્યો.

આરસીના અભાવની બેભાનીમાંથી જ્યારે એ જાગ્યો ત્યારે જીંદગી,જવાની અને પ્રેમ એને સાવ નકામા લાગ્યા.

આખરે જિંદગીથી હારીને એણે એ વાટ પકડી જે વાટ પ્રણયના ભયંકર દગાઓ ખાનારા,જીંદગીથી હારી જનારા ને પરીક્ષામાં અનુતીર્ણ થનારા પાગલો પકડે છે.એ વાટ એટલે આત્મહત્યાની વાટ.કુદરત વિરુધ્ધની વાટ!

પ્રણયની લીલા કેવી!સાવ વિચિત્ર! જે પ્રેમસંબંધ વ્યક્તિને આનંદના અતિરેકમાં સ્વૈરવિહાર કરાવતો હોય છે એ જ સંબંધ એ જ વ્યક્તિને નર્કના ભયંકર રવાડે ચડાવે છે.આવુ કેમ થાય છે એ હજુ સુધી સમજી શકાયુ નથી.

પ્રણયનો ખરેખરો આશિક એ છે જે જિંદગી અને જવાનીના દર્દ,દગાઓ,બેવફાઈ અને બદનામીના જામને હસતા મોઢે સહી શકે.બાકી પ્રેમના રઘવાટમાં જીવનનો અંત લાવી દેવાની વાત સાવ સાવ જ કાયરપણુ છે.

જીવનમાં બધું જ છુટથી કરવું પણ આપઘાતનો વિચાર ગમે તેવી ભીષ્ણ મજબુરીમાંય ન કરવો.ભલેે ને પછી હ્દય પર દર્દના હજારો હિમાલય ગબડી પડે!

આરસી વિના નહી જીવી શકવાના ભયથી ભાગેલો અમન નર્મદાની મુખ્ય નહેર પર આવી ગયો.જીવ નહોતો ચાલતો છતાંય એણે કૂદી પડવા છલાંગ ભરી.કિન્તું એવામાં તો કોઈએ એનો હાથ ઝાલ્યો!

પોતાનો હાથ પકડનાર તરફ અમને નજર દોડાવી.કિંતું આ શું? એ વ્યક્તિને ચહેરો જ નહી! ધડ વિનાનું માત્ર હાડપિંજર!અમન ડગાઈ જ ગયો.

એ હાડપિંજર એક ભટકતો આત્મા હતો.એ આત્માએ અમનને કહેવા માંડ્યું:'ભઈલા જરા આ તરફ જો.અમને એ તરફ નજર ફેરવી.જોયું તો સેંકડો જીવો રોતા કકળતા હતા.કોઈના શરીરે આગના ડામના નિશાન હતા તો કોઈની આંખો બહાર લટકી રહી હતી.કોઈનુ કાળજુ શરીર બહાર રમતું હતું તો વળી કોઈના પગના ટુકડે ટુકડા થઈ માંસ લટકતું હતું.ચારેબાજું દર્દનાક ચિચિયારીઓ પાડતા એ સઘળા આત્માઓ છુટકારો પામવા માટે આમતેમ ભાગદોડ મચાવી રહ્યા હતાં.અમન એ બધું જોઈને કકળી ઊઠ્યો.એ બરાડી ઊઠ્યો કે આના કરતા તો દર્દથી કણસતી જીંદગી સારી.

અમનનો હાથ છોડતા એ આત્મા બોલ્યો,ભાઈ!જોયું ને આ? અમે સૌ સંસારની પીડાથી કંટાળીને અહીં આવીને આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું.કિન્તું તું જો..આત્મહત્યા કરનારા અમારા બધાની આ દશા જો!આ તો દિવસ છે.પણ તારે ખરેખરી અમારી દર્દનાકી જોવી હોય તો રાત્રે આવજે.તને ભાન આવશે કે આપઘાતીઓની વલે કેવી થાય છે?આવા તો એંશી હજાર જન્મ લઈશું ત્યારે આ યાતનામાંથી છુટકારો થશે.

આ સાંભળ્યું ન સાંભળ્યું ને અમને પોબારા ગણ્યા.એ ઘેર આવી પહોચ્યો.

આરસી અને આત્મહત્યાના વિચારને લીલે લાકડે દઈ આયખું હેમખેમ જીવી ગયો!

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED