Global Management-04 Dipak Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Global Management-04

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

E-mail : writetodeepakbhatt@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.સફળતાની કિંમત ભવિષ્યની ચેલેન્જ છે. એ જ પ્રગતિને આવકાર

૨.ફેમીલી બિઝનેસમાં સંધર્ષ ટાળવો જરૂરી છે

૩.નિર્ણયશક્તિને યોગ્ય રીતે વિકસાવવી જરૂરી છે

૪.સફળ બનવા માટે ઉદેશ્ય જરૂરી

સફળતાની કિંમત ભવિષ્યની ચેલેન્જ છે.

એ જ પ્રગતિને આવકાર

એક માણસે છાપામાં જાહેરાત આપી "એક યોગ્ય બાળકની જરૂર છે." આ જાહેરાતના જવાબમાં ત્રણ આવેદનપત્રો આવ્યા. જાહેરાત આપનારે આ ત્રણે બાળકોને બોલાવ્યાં અને ત્રણે બાળકોના હાથમાં વારાફરતી બોલ મૂકી દુર રાખેલ નિશાન પર મારવા કહ્યું. ત્રણે બાળકોમાંથી કોઈનું પણ નિશાન ન લાગ્યું. તેણે ત્રણેય બાળકોને કાઢી મુક્યાં. બીજે દિવસે એક નાનકડો છોકરો આવ્યો. બોલ્યો, ’શ્રીમાન, હું કામ કરવા ઈચ્છુ છું.’ પેલા માણસે તો તેના હાથમાં બોલ પકડાવી દીધો અને લક્ષ્ય પર મારવા કહ્યું. બલકે તરત જ લક્ષ્ય વીંધી નાખ્યું. પેલા માણસે પૂછ્‌યું, "તે આ કેવી રીતે કર્યું?" "મને મારા મિત્ર પાસેથી જાણવા મળી ગયું કે તમે આવી રીતે પરીક્ષા કરો છો, મેં આખી રાત પ્રેક્ટીસ કરી છે, ને મારી માં માંદી છે, તે ગરીબ છે. હું તેણે મદદરૂપ થવા ઈચ્છુ છું." પેલા માણસે આ છોકરાને કામ પર રાખી લીધો. એ બાળકે લક્ષ્યવેધ કરી દીધું હતું. જીવનમાં લક્ષ્ય બનાવવું સહેલું છે, પણ એ લક્ષ્ય વીંધી કાઢવું ખુબ કઠીન છે. તમે જ્યાં સુધી લક્ષ્યભેદ નહિ કરો ત્યાં સુધી તમારો કાયાકલ્પ નહિ થાય.

તમારૂં લક્ષ્ય નક્કી કરો. પછી એ લક્ષ્ય તરફ આગળ વધવા માંડો. તમે તે સિદ્ધ નહિ કરો ત્યાં સુધી તો તમને લક્ષ્ય દૂર જ લાગશે. ગુરૂ શંકરાચાર્યે બાળપણમાં જ સન્યાસી બનવાનો નિર્ધાર કરી લીધો હતો. મગરમચ્છનું નાટક કરીને તે પોતાની માતાની આજ્જ્ઞા મેળવી શક્યા. સમય જતાં તે બાળક ભારતના એક સુખ્યાત ધર્માચાર્‌ય બન્યા. યુવાનીમાં અબ્રાહમ લિંકન પોતાની વાણીમાં જાદુ કરવા ઈચ્છતા હતા. તે પોતાના અધ્યાપક મેન્ટર ગ્રેહામને મળ્યા અને અને પોતાની મહેચ્છા તેમની આગળ રજુ કરી. અધ્યાપકે જવાબ આપ્યો, "જો તું તારામાં કોઈક જાદુઈ અસર લાવવા માંગતો હોય તો તારે હંમેશા વ્યાકરણનું ધ્યાન રાખવું પડશે." લીન્કને સ્વીકારી લીધું. તે દિવસોમાં વ્યાકરણના પુસ્તક સરળતાથી મળતાં નહોતા, લિંકનના ઘરથી પાંચ કિલોમીટર દૂર એક ગામમાં આ વ્યાકરણનું પુસ્તક હતું. તે એ ગામ પહોંચી ગયા. ત્યાંથી પુસ્તક ઉધાર માગીને ઘેરે લાવ્યા. પછી તો તેમણે રાત ને દિવસ જોયા વગર એ પુસ્તકનું અધ્યયન કરવા માંડયું. લગભગ બે અઠવાડિયાની મહેનત પછી તેમણે ઘણુબધું વ્યાકરણ કંઠસ્થ કરી લીધું. લિંકનની આ રૂચી જોઈને પછી તો આસપાસના લોકો પણ તેમણે મદદ કરવા લાગ્યા હતા. સ્કુલના શિક્ષક પણ તેમને યથાશક્તિ મદદ કરતા હતા. આમ પોતાના સમયના સૌથી ઉત્તમ વક્તા તરીકે અબ્રાહમ લિંકન ખ્યાતી પામ્યા. પોતાના ધ્યેયની સિદ્‌ધિ માટેના દ્રઢ મનોબળને આધારે માણસ શું ન કરી શકે? એક વખત દ્રઢ સંકલ્પ કરી તેણે અમલમાં મુકવાનો આરંભ કરો.

માણસ એકવાર ડગ ભરવા માંડે છે, તે પોતાના ગુણ ઓળખી લે છે, પછી તો તે સતત આગળ જ વધતો રહે છે, તેણે કોઈ રોકી શકતું નથી. વારાણસીના શ્રી રામકુરા ચૌબેએ ચૌદ વિષયોમાં એમ. એ. ની ડીગ્રી મેળવી હતી અને ચૌદ વર્ષો સુધી એક એક વિષયમાં દર વર્ષે એમ. એ. પડવી તે મેળવતા રહ્યા હતા. એકવાર લક્ષ્ય નક્કી કરી લીધું, પછી તેણે હાંસલ કરવા તરફ જ મનહૃદય રાતદિવસ કામ કરે છે.

કોઈ માણસને સફળતા મળે છે તે જાણીને-જોઈને આપણામાં પ્રથમ ઈર્ષા ઉદભવે છે. આપણે એની સફળતા પાછળ રહેલા સંઘર્ષના ઈતિહાસ તરફ ધ્યાન આપતા નથી. આપણે તેનું હૃદય જો જોઈ શકીએ તો સમજાશે કે તેણે કેટલા બધા ઘા પડયા છે! તેના હૈયા પર આવા ઘાના એક-બે નહિ પરંતુ સેંકડો નિશાન છે. જીવનમાં કાંઈ જ મફતમાં મળતું નથી, સફળતાનું એવું જ છે. દરેક સિદ્‌ધિની કિંમત લોહી-પસીનાથી ચૂકવવી જ પડે છે.

ફેમીલી બિઝનેસમાં સંધર્ષ ટાળવો જરૂરી છે

ભારતમાં ફેમીલી બિઝનેસની ખુબ જ બોલબાલા છે. વર્ષોથી કરવામાં આવતાં બિઝનેસને લોકો હવે આધુનીકરણથી સજ્જ કરી રહ્યા છે. ખાસ કરીને વિવિધ પ્રોજેક્ટ કે પ્રોડક્ટમાં ઈન્વેસ્ટમેન્ટ કરીને ધંધાના વ્યાપને વિકસાવવામાં આવે છે. આ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટને કારણે લોકોને રોજગારી મળે છે અને દેશની ઈકોનોમી આગળ આવે છે. જૂના જમાનાની જો વાત કરીએ તો દાદાઓની પેઢીથી શરૂ કરેલો ધંધો આજે તેમનો પોત્ર કે પોત્રી ચલાવતા જોવા મળે છે. કોલેજમાંથી એમ.બી એ. કરીને બહાર પડેલા આ યુવાનોને જીવનમાં કશુક કરી છૂટવાની એક મહત્વાકાંક્ષા હોય છે જે આગળ જતા તેને સફળતા અપાવે છે. જેઓ ફેમીલી બીઝનેસમાં છે તેઓને વર્ષોનો બહોળો અનુભવ હોય છે. દીકરો કે દીકરી સવારે કોલેજમાં જાય અને બપોર પછી પોતાના ધંધાની અલગ અલગ રીત રસમો શીખવા માટે ઓફીસ કે દુકાને આવતાં હોય છે.

જયારે યુવાધન હોય ત્યાં થોડી પરિપક્વતાનો અભાવ જોવા મળતો હોય છે. તેઓના સપનાં હંમેશા તેના બીઝનેસને આગળ લઈ જવા માંગતા હોય છે. જયારે તેના વડીલ પિતા કે જે આ બીઝનેસને વર્ષોથી ઓળખે છે તેઓને ગઈકાલની અને આવતીકાલની ગ્રાહકલક્ષી સૂઝબૂઝ પહેલેથી જ હોય છે કેમ કે તેમને તે કામનો અનુભવ હોય છે. હવે આ પરિસ્થિતિમાં મોટા ભાગે બિઝનેસને અંતર્ગત મતભેદ થતાં જોવા મળે છે. ધંધાનો વ્યાપ વધારવાનો હોય, કોઈ નવી પ્રોડક્ટ બજારમાં મુકવાની હોય, ગ્રાહકલક્ષી સેવા આપવાની હોય કે પછી કોઈ જગ્યાએ પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે પિતા, પુત્ર કે પુત્રી વચ્ચે વાતચીતમાં થોડો સંઘર્ષ જોવા મળે છે.

આ સંઘર્ષને ટાળવા માટેના થોડા સૂચનો જોઈએ.

* દરેક વસ્તુનો એક સમય હોય છે તેવી જ રીતે બીઝનેસની કમાન ક્યારેય પણ સંતાનોને સીધી સોંપવી જોઈએ નહિ. તેમને બિઝનેસનો કોઈ બીજી જગ્યાએ અનુભવ લેવા દો. અનુભવ તેમને સફળતા અને નિષ્ફળતાના પાઠ શીખવશે.

* તેમનો મોટા ભાગનો સમય નવા ઉદ્યોગ સાહસિકો વચ્ચે રાખો. આમ કરવાથી તેમને ધંધાકીય ગતિવિધિના પાસાઓની ખબર પડશે.

* રતન ટાટા, આદિત્ય બિરલા, ધીરૂભાઈ અંબાણી, સ્ટીવ જોબ્સ, જેવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની બાયોગ્રાફી, વિડીયો સ્પીચ કે તેમની સફળતાના પુસ્તકો વાંચવાનું કહો. આમ કરવાથી તેમનામાં બિઝનેસના વિવિધ પાસાઓ જેમ કે, માર્કેટિંગ સ્કીલ્સ, પ્રોડક્ટ ઈનોવેશન, ગ્રાહકની સર્વિસ વિશે ઊંંડાણપૂર્વક સમજ પડશે.

* તેમની સાથે દલીલ કરવાને બદલે તેમને ધ્યાનપૂર્વક સાંભળો. તેમના આઈડિયાને પ્રોત્સાહન આપો. દલીલ કરવાથી મતભેદ વધશે અને તેમને ધ્યાનપૂર્વક સાંભળવાથી તેમનામાં પરિપક્વતા આવશે.

* તેમણે કરેલા અભ્યાસને હંમેશા માન આપો. આમ કરવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે.

* તેમને પ્રોડક્ટનો વિગતવાર અભ્યાસ કરવાનું કહો. અને પછી તે અભ્યાસ અંગેનો રીપોર્ટ માંગો. આમ કરવાથી તેમની નિર્ણય લેવાની શક્તિ, પ્રોડક્ટને સમજવાની, માર્કેટિંગ કરવાની સ્કીલમાં વધારો થશે અને તમને ખ્યાલ પડશે કે તે કેટલું કામ કરવા માટે સક્ષમ છે.

* ગ્રાહકને આપવા અંગેની સર્વિસ અંગે તેમને જરૂરી દરેક માહિતી પૂરી પાડો. ગ્રાહકને સમજવાની, તેમની ખરીદશક્તિ અંગેનો નિર્ણય, વાતચીત કરવાની કળા વિશે બને તેટલી બધું માહિતી આપો.

* કોમ્યુનીકેશન, પ્રેઝેન્ટેશન, નેગોશિયેશન જેવી સ્કીલ અપગ્રેડ થાય તે માટે જરૂરી કોર્સીસ કરવા માટે પુરતો સપોર્ટ આપો.

* તમારા સંતાન પાસે ડમી ગ્રાહક મોકલીને બિઝનેસનો વાસ્તવિક અનુભવ કરાવવો જોઈએ.

નિર્ણયશક્તિને યોગ્ય રીતે વિકસાવવી જરૂરી છે

એરિસ્ટોટલે કહ્યું છે કે આપણી ખુશીઓ અને ભાવિ એક સાચા નિર્ણય પર નિર્ભર કરે છે, તો જિંદગીમાં શું કરવું છે એ માટેનો નિર્ણય પણ આપણો જ હોવો જોઈએ અને તે જ આખરી હોવો જોઈએ. નિર્ણયશક્તિ એટલે કે ડિસિઝન પાવર ડેવલપ કરવાનાં કોઈ ઈન્જેક્શન દવાની દુકાને મળતાં નથી. એ અનુભવ, દૂરંદેશી અને પોતાના પર પૂરા આત્મવિશ્વાસથી જ વિકસે છે

ક્રિકેટના ખેલાડી મેદાનમાં ઊંતરે એ પહેલાં પીચ પર ટોસ ઉછાળવાનો રિવાજ છે જે ટીમનો ખેલાડી ટોસ જીતે એ ફિલ્ડ કે બેટિંગ બેમાંથી એક વિકલ્પ પસંદ કરે છે, તેના આ નિર્ણય પર આખી ટીમ અને મેચનું ભવિષ્ય નક્કી થાય છે. હાર અને જીતનો ફેંસલો થાય છે. કોઈ વ્યક્તિની કારકિર્દી વિશે જો વિચારીએ તો ઓપ્શનના ખુલ્લા મેદાનમાં જીત હાંસલ કરવા માટે વ્યક્તિ પોતે જ કેપ્ટન છે અને ખેલાડી પણ ખુદ જ હોય છે. ખરો યક્ષપ્રશ્ન હોય છે, નિર્ણય એકમાત્ર ડિસિઝન લેવાનો અને ક્ષેત્રની પસંદગી કરવાનો. એ એક સાચો ફેંસલો જિંદગી તારી શકે અને ખોટો નિર્ણય ડુબાડી શકે એટલે જ તમારા ભવિષ્ય માટે જે કરો એ સમજી વિચારીને કરો.

મનગમતા ક્ષેત્રનો નિર્ણય

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘મન વગર માળવે ન જવાય’ એમ જો તમે તમારા ભવિષ્ય અંગે કે ક્ષેત્ર પસંદગી અંગે નિર્ણય લેવામાં ગફલત કરશો તો તમે જે મંઝિલ નક્કી કરી હશે તેને પામી નહીં શકો. તમારી કારકિર્દી અંગે કોઈ પણ નિર્ણય કરતા પહેલાં પોતાની રૂચિને જાણો, રસના વિષયો જાણો. પછી એ રસ કે રૂચિના વિષયમાં આગળ વધવાનો તમને ભવિષ્યમાં અફસોસ ન થાય એ માટે તમારા નિર્ણય પર શાંતિથી પાંચ વખત વિચારી જુઓ પછી તેને અમલમાં મૂકો. એક વખત જો તમારા ધ્યેય સુધી પહોંચવા માટેનો નિર્ધાર પાક્કો થઈ જશે તો તમને એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો ઉત્સાહ આપોઆપ જાગશે.

અડગ રહો

ઘણી વખત એવું બને કે માતા - પિતા અને વડીલોનાં સ્વપ્નાંને સાકાર કરવા જતાં તમારા નિર્ણય અંગે તમને શંકા ઉપજે. તમારો નિર્ધાર એમની આશાઓ વચ્ચે ક્યાંક ખોવાઈ જાય. દોસ્તોની દેખાદેખીમાં તમે પણ મિત્રની પસંદગીના ક્ષેત્રમાં પ્રવેશ લો કે કરિયર બનાવવા વિચારો. તો આસપાસના લોકોની માન્યતાને અને પસંદગીને કોરાણે મૂકીને ‘સૂનો સબ કી કરો મન કી’ને ફોલો કરો. બશર્તે તમને પોતે નક્કી કરેલા ક્ષેત્રમાં આગળ વધવા માટેના ડિસિઝન પર પૂરેપૂરો વિશ્વાસ હોય. તમે કરેલા નિર્ણયને સિદ્ધ કરવા ઈચ્છો છો એમાં લોકોને ભરોસો હોય કે નહીં તમને પોતાના પર પૂરો ભરોસો હોવો જોઈએ.

ધ્યેયપ્રાપ્તિ

અડીખમ નિર્ણય તમારા ધ્યેયને પામવાનું સબળ પાસું છે. ‘સારા કામમાં સો વિઘ્‌ન’ આવે તો પણ તમારો નિર્ણય અફર રહેવો જોઈએ. અભ્યાસ દરમિયાન ક્યારેક કોઈ એક દાખલોય ન આવડે તો વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્નની કરિયરને બાય બાય કહી દે છે. એ સમયે એ દાખલા કે પ્રશ્નને સોલ્વ કરો, કોઈની મદદ માંગો, પણ ડિસિઝનને પામવાનું છોડશો નહીં. તમે જે કારકિર્દી માટે નિર્ણય લીધો છે એ પાછળની મહેનતથી તમને સંતોષ થવો જોઈએ.

ડિસિઝનની ડેડલાઈન

માણસના ઉંમરના પડાવ સાથે તેની નિર્ણયશક્તિમાં અનુભવ દેખાય છે. વિદ્યાર્થી માટે કયા ક્ષેત્રમાં શિક્ષણ મેળવવું છે તેનો નિર્ણય. એ શિક્ષણ મેળવ્યા પછી પ્રોફેશનલ લાઈફને કઈ રીતે સફળ બનાવવી એ અંગે સાચી દિશાનું ડિસિઝન. જોબમાં ટાર્ગેટ કઈ રીતે પૂરા કરવા અને આગળ કઈ રીતે વધીને પ્રમોશન મેળવવું એ. દરેક ડિસિઝન સાથે ડેડલાઈન જોડાયેલી છે. દરેક નિર્ણય માટે એક ચોક્ક્સ સમય હોય છે. સમય વીતી ન જાય અને નિર્ણય લેવામાં મોડું ન થઈ જાય એનો આધાર માત્ર તમારા પર છે.

નિર્ણયશક્તિ વિકસાવવા આટલું કરો

તમે જે નિશ્ચય કર્યો છે તે અંગે ગંભીરતાથી વિચારી જુઓ કે તે ખરેખર અમલમાં મૂકી શકાય તેમ છે? તે વાસ્તવિક રીતે શક્ય છે.

આજુબાજુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લો આત્મઅવલોકન એટલે કે સેલ્ફ રિવ્યૂ કરો

જો તમે તમારા નિર્ણય અંગે શ્યોર ન હોય તો તમને સાચું માર્ગદર્‌શન આપી શકે તેમ હોય તેની સલાહ લેવાની રાખો.

ક્યારેક પ્રોફેશનલ લાઈફમાં કોઈ ડિસિઝન લેવાનો વારો આવે તો પહેલ કરો. ખચકાવ નહીં.

અનુભવ

વ્યક્તિ જેમ જેમ આજુબાજુની દુનિયામાંથી શીખતી જાય, અનુભવ કરતી જાય, પ્રેક્ટિકલ નોલેજ મેળવતી જાય તેમ તેમ તેની નિર્ણયશક્તિ દૃઢ બનતી જાય છે. એટલે જ હંમેશાં આંખ કાન ખુલ્લા રાખો. કંઈક નવું જાણવા અને નવું શીખવા માટે તત્પર રહો. ક્યારેક કોઈ પરિસ્થિતિ જટિલ લાગે તો તે પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કંઈક નવું જાણો. કંઈક નવું જાણવાથી તમારી નિર્ણશક્તિ ખીલશે. એ સિવાય તમારી જાણકારી વધે છે. વિચાર વ્યાપક બને છે અને બીજી કોઈ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી હિંમત બંધાય છે. અનુભવના આધારે જ તમારામાં ઝડપી નિર્ણયશક્તિના ગુણનો પણ વિકાસ થશે.

વ્યક્તિત્વને નિખારો

જ્યારે તમે વ્યવસ્થિત પોતાની જાતને રજૂ કરવા માટે સજ્જ થાઓ છો આંતરિક રીતે જ તમારામાં કોઈ પણ નિર્ણય લેવા માટેનો અનોખો એટિટયૂડ જન્મ લે છે. જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. સાથે સાથે તમારી આસપાસની વ્યક્તિ પણ તમારા નિર્ણયમાં વિશ્વાસ ધરાવતી થાય છે.

સફળ બનવા માટે ઉદેશ્ય જરૂરી

વૈજ્જ્ઞાનિકોનો એવો મત છે કે પચાસ એકર ધરતી પર સૂર્યની ગરમીમાં એટલી શક્તિ છે કે જેનાથી વિશ્વના યંત્રોને ચલાવી શકાય છે. પરંતુ વિશ્વભરમાં મશીનો ત્યારે બનશે કે જ્યારે એ ઉર્જા એક સ્થાને એકત્ર કરી શકશે, અથવા એને એક બિન્દુ પર કેન્દ્‌રિત કરી શકાશે. એકત્રિત સૂર્યકિરણોમાં એટલી શક્તિ હોય છે કે જો એને હીરા પર કેિ ન્દ્રત કરી દેવાય તો હીરાને બાષ્પમાં પરિવર્તન કરી શકાય છે. તમે અનુભવ્યું હશે કે અત્યંત યોગ્ય અને વિશાળ પ્રતિભાના સ્વામી ધનવાન વ્યક્તિ લગભગ નિર્બળ હોય છે. એમની નબળાઈ એ હોય છે કે તેઓ પોતાની યોગ્યતા અથવા કાર્ય શક્તિને કોઈ એક બિન્દુ પર કેન્દ્‌રિત રાખી શકતા નથી. બીજા શબ્દોમાં, કાર્યશક્તિને એકાગ્ર કરવી એમના માટે કઠીન હોય છે. સફળતા અને નિષ્ફળતા વચ્ચે આ જ અંતર છે. જોબમાં પણ જો એક કાર્યની યોગ્યતાને એક જ ઉદેશ્યની તરફ લગાડવામાં આવે તો સફળતાના શિખરે પહોંચી શકાય છે. બરાબર આથી વિપરિત બહુમુખી પ્રતિભા અને યોગ્યતાને કોઈ એક જ કાર્યમાં કેન્દ્‌રિત કરવામાં ન આવે, તો કોઈ પરિણામ મળતું નથી. એ યોગ્યતા નિષ્ફળ જાય છે. તોપની નાળમાં ભરેલો દારૂગોળાની શક્તિ જ ગોળાને ઘણે બધે આવેલ લક્ષ્ય પર ફેંકવામાં સફળ થાય છે. તોપગાડીમાં ભલે ઢગલાબંધ દારૂગોળો ભરેલો હોય, એ ગોળા ફેંકવા માટે અસમર્થ હોય છે. તોપના નાળચામાં એકત્રિત શક્તિ જ ગોળાને ફેંકી શકે છે.

જો તમારે આગળ વધવું છે, તમારે ઉચ્ચ શ્રેણીએ પહોંચવું છે, લોકો પર તમારે પ્રભાવ પાડવો છે, તો તમારે આળસનો ત્યાગ કરી તમારે માટે એક માર્ગ પસંદ કરી લેવો જોઈએ. તમારે એક ઉદેશ્ય નિર્ધારિત કરવો પડશે. શ્વેત પોશાક હોવાની જુઠી શાન અને હાથથી કામ કરવાનો સંકોચ છોડવો પડશે. તમારે તમારી પૂરી શક્તિ અને યોગ્યતાને એ લક્ષ્યની પૂર્તિને માટે લગાડવી પડશે. અસ્થિરચિત વ્યક્તિ, જેને કોઈ ઉદેશ્ય હોય, પણ સ્થિર ન હોય, એ કોઈ પણ ક્ષેત્રે પ્રભાવ પાડી શક્તિ નથી. એને કીર્તિ અને યશ નથી મળતા. પોતાની કોઈ છાપ પણ એ છોડી શકતો નથી. આજના આ યુગમાં આવા લોકો માટે કોઈ જ સ્થાન નથી. લગભગ અસફળતાઓને કારણે વ્યક્તિ અસ્થિરચિત બની જાય છે. કોઈ એક કામ પર ચિત્તને સ્થિર ન રાખવું એ એક નબળાઈ છે.

આવા પ્રકારના અસફળ લોકો સંસારમાં ઘણા છે. એમનું જીવન એક ખાલી વાસણ જેવું છે, જે કુવામાં પહોચ્યાં પછી પણ ખાલી જ બહાર આવે છે. એક વખત એક અમેરિકન રસાયણશાસ્ત્રીએ કહ્યું હતું, ’મિસ્ટર ’અ’ એ મને હાંસી પાત્ર બનાવી મૂક્યો હતો. કારણ કે હું એક જ ઉદેશ્ય પાછળ પડી ગયો હતો, જ્યારે એ એક સાથે અનેક ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હતા અને એ બધામાં સમાન રૂપે પ્રકાશવા માંગતા હતા, પરંતુ હું મારી તોપનો દારૂગોળો એક જ લક્ષ્ય પર ચલાવવા માંગતો હતો.’ આ વ્યક્તિ પ્રથમ સાધારણ સ્કુલ - શિક્ષક હતો પણ પછી એ યુવક પોતાના દેશની અનેક સંસ્થાઓમાંથી એક સુપ્રસિદ્ધ સંસ્થાનો અધ્યક્ષ બન્યો. વ્યક્તિનું નામ હતું પ્રોફેસર હેનરી અને એ સંસ્થા હતી સ્મિથ સોનીયમ ઈન્સ્ટીટ્‌યુટ. સુપ્રસિદ્ધ કવિ ગેટનું કહેવું છે, ’આપણે કોઈ એવા કાર્ય માટે ઉદેશ્ય ન બનાવવો જોઈએ, જેને સંપન્ન કરવામાં રૂચિ, શક્તિ, કે તાલીમ આપણી ભીતર ન હોય.’ જે કાર્ય કરવા માટે તમે તમારૂં લક્ષ્ય નિર્ધારિત કર્યું એને તમારે તમારા હાથથી જ કરવું જોઈએ અને એને એવું રૂપ આપવું જોઈએ જે અગાઉ કોઈ આપી શક્યું ન હોય. એક પ્રાચીન કહેવત છે, ’એક જ ધંધામાં પૂર્ણતા ચતુર વ્યક્તિ પોતાના સાત બાળકો અને પત્નીનું ભરણ પોષણ કરી શકે છે, જ્યારે સાત વ્યવસાયોમાં લાગેલ વ્યક્તિ પોતાના નિર્વાહ પણ નથી કરી શકતો. સફળ કર્મચારીને એક જ સુનિશ્ચિત કાર્યક્રમ હોય છે. એ પોતાના ઉદેશ્યને અપલક આંખે જુએ છે, અને એ તરફ જ નિશાન લગાવે છે. ઘણા યુવકો એવા હોય છે કે જેઓ કોઈ એક કાર્યમાં પૂર્ણ થયા પૂર્વે જ હતોત્સાહ થઈ જાય છે અને અન્ય કોઈ કાર્યમાં પ્રવૃત થયાનું વિચારે છે. માણસને પોતાના કાર્યની મુશ્કેલીઓનું જ્જ્ઞાન સરળતાથી થઈ જાય છે, જ્યારે બીજાના કાર્યોની મુશ્કેલીઓ જાણવી સરળ નથી. આપણને ત્યાં ફૂલવાડી જ જોવા મળે છે. ઉદાહરણરૂપે એક યુવક કોઈ ડોક્ટરને પોતાની કારમાં જતો જુએ છે ત્યારે વિચારે છે કે, મેં જે ધંધો અપનાવ્યો છે એ કેવો કઠોર, પરિશ્રમી છે, પરંતુ એ એમ નથી વિચારતો કે ડોક્ટર બન્યા પૂર્વે એણે કેવો કઠોર પરિશ્રમ કર્યો છે. ખાવું-પીવું, ઊંંઘવું ભૂલીને એણે કઠીન ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. જે કોઈ માણસ જીવનભર ક્લાર્ક રહ્યો, પરંતુ એ સમયમાં એણે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કર્યું હોય તો અનેક લોકો એના મિત્રો બની જાય છે. એ પછી એ પોતાનો સ્વતંત્ર વ્યવસાય અપનાવે ત્યારે એણે અનુભવ થાય છે કે એની પાસે મિત્રોની ભારે પુંજી છે, અને આ પુંજીના બળ પર એ ઉન્નતિના સાચા માર્ગે આગળ વધતો જાય છે.

વગર વિચાર્યે વ્યવસાય બદલવો એ તમારા મનની અસ્થિરતા બતાવે છે અને આ અસ્થિરતા જ અસફળતાનો માર્ગ છે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે એમને કોઈના કોઈ દિવસે સફળતા મળી જશે. આ વાત બરાબર નથી. કારણ કે એક તો એમાં સંદેહની છે, બીજી વાત કે તમે યોજનાબદ્ધ અને સીમા નિશ્ચિત કરીને કાર્ય નહિ કરો તો જીવનભર આમ-તેમ ઘુમ્યે રાખશો. ઉદેશ્ય સ્થિર કરીને પદ્‌માસન વાળી બેસી જવાથી સફળતા પ્રાપ્ત થતી નથી. એ માટે એકાગ્ર માંથી શ્રમ કરવો પડે છે. દક્ષીણ અમેરિકાના મેદાનોમાં એક જંગલી ફૂલ થાય છે, જેનું મુખ સદા ઉત્તર દિશા તરફ જ રહે છે. જો કોઈ વટેમાર્ગુ રસ્તો ભૂલી જાય, તો આ ફૂલ તેને મદદ કરે છે. યુવક કોઈ એક કાર્યમાં પ્રશિક્ષણ લે અને એ કાર્યમાં પોતાની પ્રતિભાની અમીટ છાપ છોડે. ઉદેશ્યની સ્થિરતા એ સુનિશ્ચિત વિચારોની સકીર્ણતા નથી. ધ્યેય એ છે કે તમારી શક્તિઓ જે તે વિષયો વગર કાર્ય-સિદ્‌ધિમાં લગાડાય. આનો અર્થ એ પણ નથી કે તમારા મગજને તાળું મારી દેવામાં આવે અને આસપાસના વાતાવરણમાંથી આંખો બંધ રાખી ફરો.

ઉચ્ચ શિક્ષણ અને જ્જ્ઞાનપૂર્ણ મગજ ઉદેશ્યના જ્જ્ઞાન વગર વ્યર્થ છે. ઉદેશ્ય્‌હીન વ્યક્તિને કદાપી યશ મળતો નથી. સંસારમાં એ પોતાની છાપ છોડી શકતો નથી. એ તો ભીડમાં ભટકતો રહે છે. એનું વ્યક્તિત્વ ઉભરીને સામે આવતું નથી. એ અયોગ્ય સિદ્ધ થાય છે. જે યુવક કામને આયોજનપૂર્વક કરે છે, અને જેને કાર્યમાં સફળતા મેળવવાની લગન છે, એણે જોઈ બધા લોકો આનંદ અનુભવે છે, આદર કરે છે. અને ગુણવાનોમાં તેની ગણના થાય છે.