આખરી શરૂઆત 5 ત્રિમૂર્તિ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

આખરી શરૂઆત 5

ડિનર બાદ બંને છૂટા પડ્યા. આદર્શ એની બાઇક લઈ નિકળ્યો અને અસ્મિતા રિક્ષાની રાહ જોઈ ઉભી રહી પણ ત્યાં જ એણે ખબર પડી એક કલાક પહેલાં રીક્ષાચાલકો ભાવવધારાની માંગ સાથે હડતાળ પર ઉતરી ચૂક્યા હતા. ઘડીએ - ઘડીએ ઉર્મિલાકાકી ને ઘરે રહેવું પણ એટલું યોગ્ય નહોતું એટલે એ થોડું ચાલી સરિતાને ફોન કરવાનું વિચારે છે અને એ સ્ટેશન સુધી મુકી જશે. એમ વિચારી એ ફોન કાઢે છે પણ એના હાથમાંથી ફોન પડી જાય છે અને બગડી જાય છે અને આવા કમોસમી વરસાદના સમયમાં અત્યારે કોઈ મોબાઈલ રિપેર કરવાવાળા મળવા મુશ્કેલ હતા અને લોકલ ફોનવાળા તો હવે ક્યાં દેખાય જ છે? અસ્મિતા એટલી ખુદ્દાર હતી કે બીજા પાસે ફોન માંગવાનો વિચાર સુદ્ધા ના ઝબકે! હવે એ છેલ્લા ઓપ્શન તરીકે ટેક્સી કરવાનું નક્કી કર્યું. સદનસીબે બહાર જતામાં જ ટેક્સી મળી અને સ્ટેશન માટેની હા જોઈ બેસી ગઈ.વરસાદના લીધે એ પલળી ગઈ હતી એટલે ભૈયા 10-20 રૂપિયા વધારે લઈ લેજો મારી લીધે તમારી ટેક્સી બગડી ગઈ"."અરે મૅડમ મેં ક્યા તમારી પાસે એકસ્ટ્રા માંગ્યા તમે મારી ગાડીની ચિંતા ના કરશો.ઓલરેડી એક યુવક ફ્રંટ સીટ પર બેઠેલો હોય છે એ મિરર સેટ કર્યાં કરે છે અને ઘડીએ-ઘડીએ અસ્મિતાને જોવાની કોશિશ કર્યા કરે છે એટલેથી ન અટકતા એક સિટી પણ મારે છે ડ્રાઇવરનું ધ્યાન હોવા છતાં કશું બોલ્યો નહીં.અસ્મિતાએ ડ્રાઇવરને ગાડી રોકવાનું કહ્યું "ગાડી રોકો". "શું થયું બેન"? "આને મને સિટી મારી". "ચાલ ઉતર મારી ગાડીમાંથી " ડ્રાઇવરે થોડી કડકાઈથી કહ્યું."નઈ ઉતરુ જા શું કરી લઈશ? "અસ્મિતાને ગુસ્સો આવી ગયો અને એ ટેક્સીમાંથી ઉતરી અને પેલા યુવકને પકડીને બહાર કાઢ્યો અને થપ્પડ મારી દીધી" હવે ફરી નજરે ચડયો તો કોઈને જોવાને કાબેલ નઈ રહે. હવે આખો શું કાઢે છે બેસ ટેક્સીમાં નહીતો એમ્બ્યુલન્સમાં જવાનો વારો આવશે! "પેલા યુવકને ખરેખર ગુસ્સો આવ્યો અને હાથ ઉપાડવા જ જતો હતો ત્યાં ફિલ્મી ઢબે ડ્રાઇવરે હાથ પકડી લીધો. અસ્મિતાને પોતે શું કર્યું તેનું ભાન થતાં જ ત્યાથી રીતસરની ભાગી અને પૈસા આપવાનું ભૂલી જ ગઈ. અસ્મિતા ફરી ચાલી નીકળી સ્ટેશનની રાહે.થોડી વારમાં એક કાર એની પાસે આવી અને ઉભી રહી. "Wanna help?"અસ્મિતા પહેલા થોડી ખચકાઈ છે કારણકે એ હતા તો એના સીનિયર જ ને.. સીનિયરનું ફેવર લેવું કેટલું ભારે સૌ જાણે!પણ બીજો કોઈ ઓપ્શન ના હોવાથી કારમાં બેસી જાય છે અને સ્ટેશન જવા રવાના થઈ.

***

ધીરે ધીરે ઓમ અને અસ્મિતાનો સંપર્ક વધી રહ્યો હતો એમની મિત્રતા પણ અજીબ હતી. એકબીજાને કહ્યા વગર એકબીજાની મનની વાત જાણી લેતા. એકવાર અસ્મિતાની કંપનીમાં ટીફીન સર્વિસ આપતી બહેનો બહારગામ જવાનું હોવાથી રજા પર હોય છે. અસ્મિતા તો ઘરેથી ટિફિન લાવતી હોવાથી એણે આવી કોઈ ચિંતા નહોતી પણ તે જમવા જતી હતી ત્યાં ઓમનો વિચાર આવ્યો એ લંચટાઇમમાં પણ લેપટોપ પર જ કામ કરી રહ્યો હતો.તરત જ અસ્મિતા ટિફિન લઈને ઓમની કેબિનમાં દાખલ થઈ. "અસ્મિતા તું અત્યારે અહીં શું કરે છે જા લંચ કરી લે"."તમે કરી લીધું લંચ?" "ના આજે ટીફીન નથી આવવાનું હું વડાપાઉ જેવું કાંઈક મંગાવી લઈશ તું મારી ચિંતા ના કરીશ હું મેનેજ કરી લઈશ". "ના ના આજે આપણે સાથે લંચ કરીશું"."પણ એ ચક્કરમાં તું અડધી ભૂખી રહીશ"."એ હું કાંઈ ના જાણું.. તમે લંચ નહી કરો તો હું પણ નથી કરવાની."પણ અસ્મિતા.." મારે કાંઈ નથી સાંભળવુ વી આર ફ્રેન્ડ્સ ફોર્માલિટીની કઈ જરૂર નથી!"તું દર વખતે તમે તમારે કહીને ફોર્માલિટી કરે તેનું કાંઈ નહિ?" સારું પણ આપણે લંચ સાથે જ કરીશું" "ઓકે ચલ બેસ" ઓમે લેપટોપ બંધ કરતા કહ્યું.અસ્મિતાએ ટીફીન ખોલ્યું ત્યાં જ દુધી-ચણાના શાકની સુગંધ આવતી હતી. "આ તો મારુ ફેવરિટ..." ઓમ અચાનક બોલ્યો પણ અસ્મિતા સામે જોતા શરમાઈ ગયો. અસ્મિતા બોલી આ માત્ર તમારું જ નહીં મારું પણ મનપસંદ શાક છે.ઘણા લાંબા સમય બાદ ઘરનું ખાધું હોય તેવો સંતોષ ઓમના મુખ પર સ્પષ્ટ જણાઇ રહ્યો હતો. "ઓમ તમને સોરી સોરી તને જોઈને એવું લાગે છે કે જાણે વરસો પછી તે ઘરનું ખાધું હોય!" "વરસો બાદ નહિ પણ દિવસો પછી તો ખરું જ! બેઝિકલી આઈ એમ ફ્રોમ બરોડા.. તો મહિને એકાદ વાર જવાનું થાય ત્યારે જ ઘરનું ખાવાનો મેળ પડે. ઓમે એક નિસાસો નાખતા કહ્યું. "તો પછી હવે ડન હું તમારી માટે રોજ જ ટિફિન લઈને આવીશ". "ના, ના અસ્મિતા તારે ખોટી તકલીફ ઉઠાવવાની જરૂર નથી હું તો આમ જ કહેતો હતો. એકાદ દિવસમાં ટિફિન ચાલુ થઈ જશે"."અરે એમાં તકલીફ શાની? મારી માટે તો લાવું જ છું તારી માટે પણ લાવીશ. "ઓકે પણ તારે પણ મારી એક વાત માનવી પડશે. આ દરરોજ તું અથડાતી-કૂટાતી સ્ટેશને જાય છે એના કરતાં હું તને મૂકી જઈશ". "અરે ના ના મેં કઈ સોદો નથી કર્યો ફેવરના બદલામાં ફેવર!!" "જે હોય તે અને આમ પણ આપણે લગભગ સાથે જ નીકળીએ છીએ તો..." "પણ સર તમને આખો રસ્તો ઊંધો નહીં પડે? તમારા ક્વાર્ટર્સ આમ અને સ્ટેશન આમ?" "અરે પાંચ મિનિટમાં શુ થઈ જવાનું છે. બસ ડન એટલે ડન તને કોઈ પ્રોબ્લેમ તો નથીને હું તને ડ્રોપ કરી જાઉં તો?" "અરે એવું કાંઈ નથી". "બસ તો પછી ફિક્સ" આટલું કહી ઓમ પોતાના કેબિનના વૉશરૂમ માં ગયો અને અસ્મિતા પણ લંચબ્રેક પુરો થતાં કામે વળગી.

***

એક દિવસ નિર્મિતાબેન અસ્મિતાના માથામાં તેલ નાખી રહ્યા હતા અને મા-દીકરી રવિવાર હોવાથી ગપ્પા મારી રહ્યા હતા. અચાનક નિર્મિતા આંટીને યાદ આવ્યું કે " અસ્મિ પેલો છોકરો અને એની મમ્મી આપણે ઘરે આવ્યા હતા તે શું કરે છે હજી અપ-ડાઉન કરે છે તારી સાથે?" "ઓહ શીટ આટલા દિવસની ભાગદોડમાં હું તને કહેવાનું જ ભૂલી ગઈ કે નીતા આંટી કે જે તારા બહું મોટાં ફૅન હતા ને એ હવે આ દુનિયામાં નથી રહ્યા. આશરે મહિના પહેલા જ..." "શું??!" નિર્મિતા બેન તેલ નાખતા અટકી ગયા."પણ એતો સારા અને સ્વસ્થ હતા તો અચાનક આમ કેમ?"અસ્મિતાએ જ્યારે આખી ઘટના કીધી ત્યારે નિર્મિતાબેનની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. "મને લાગ્યું એમની કમ્પની મળી રહેશે મને પણ... આ બધું શું થયું અને ડોબી તું મને અત્યારે કહે છે? મારાથી એમની કોઈ ક્રિયાવિધીમાં પણ ના જવાયું"."ના મમ્મી મને પણ હમણાં થોડા દિવસ પહેલાં જ ખબર પડી કેમકે આદર્શ ટ્રેનમાં આવતો જ નહોતો"."ઓહ તો શું કરે છે હવે એ?" "હમણાં મળ્યો ત્યારે એવું કહેતો હતો' સુરતમાં જ મકાન ભાડે રાખ્યું છે' એટલે ટ્રેનમાં મુલાકાત નથી થતી. ઓમ દરરોજ ટીફીન ખાધા પછી આંટીના ખાવાના ટેસ્ટના વખાણ કરતો અને થેન્ક યુ કહેતો અને અસ્મિતા પણ સામે રોજ એક જ ડાયલોગ મારી 'દોસ્તી મે નો સોરી નો થેન્ક યુ' અને બંને સ્માઇલ સાથે છૂટા પડી ફરી પોતપોતાના કામે લાગી જતા.

'ટ્રીન.... ટ્રીન...ટ્રીન ' આદર્શના ફોનની રીંગ વાગી. "જય શ્રી કૃષ્ણ બેટા" આદર્શ જાણીતો અવાજ સાંભળીને ખુશ થઈ ગયો. "કાકી તમે બહુ દિવસે જય શ્રી કૃષ્ણ તમારી તબિયત કેવી છે? કાકા મજામાં?" "બસ બધાં મજામાં". થોડી ફોર્મલ વાતો બાદ કાકી મેઈન વાત પર આવ્યા "આપણું ફાર્મહાઉસ જે તારા પપ્પા અને કાકાએ મળીને બનાવ્યું હતું અને લગભગ વપરાયા વગર પડ્યું હતું એ વેચાઈ ગયું છે અને એના પૈસા પણ આઈ ગયા છે તો તું આજે તારા ભાગના રૂપિયાં લઈ જાય તો સારું કારણ કે હવે ના તો પ્રમોદભાઈ રહ્યા છે અને ના તો નીતા બેન, બધું તારા એકલા નું જ છે". "કાકી હું આજકાલ કામમા બહું બીઝી રહું છું અઠવાડિયા પછી નહી ચાલે?" "અરે ના બેટા મારી માનતા હતી એટલે અમે તત્કાળ ટિકિટ કરાવી અને ચારધામની યાત્રા અને ત્યાથી દુબઈ જવાના છીએ". અને જૈમિશ અને યામિની આખો દિવસ નોકરી પર હોય તો ઘરમાં આટલું મોટું જોખમ રાખવું સારું નહીં તું લઈ જાય તો સારું". "સારું કાકી હું આજે રાત્રે આવીને લઈ જઈશ" "અરે પણ એક રાત તો રોકાઈ જજે" "ઓકે કાકી". અને બંને છેડેથી ફોન મુકાઈ ગયો. "ઓમ આજે આપણે સ્ટેશન સુધીની સફર સાથે નહી ખેડી શકીએ." "કેમ?" અચાનક આ જાણી ઓમથી પ્રશ્નાર્થભાવે પૂછાઈ ગયું."મારે થોડું કામ છે રસ્તામાં એ પતશે પછી સ્ટેશન જઈશ". "હું ત્યાં આવી જઈશ તારી સાથે". "અરે સર કેમ આટલી તકલીફ લો છો?" "અરે એમાં શું તું પણ તો મારી માટે રોજ ટીફીન લાવે છે"."એ કાંઈ ના કહેવાય". "તો આ પણ કાંઈ જ ના કહેવાય". "તમને કોઈ ના જીતી શકે! આપણે સાથે જઈશુ ખુશ?" "હા એકદમ" આટલું બોલી ઓમ હસી પડ્યો. સાંજના સુમારે અમીછાંટણા શરૂ થઈ ગયા. આ વરસાદે તો ભારે કરી!શું કરે છે કાંઈ ખબર નથી પડતી એણે ગઈકાલ વાળી ઘટના યાદ આવી ગઈ.એણે હજુ આશ્ચર્ય થતું હતું કે એનામાં આટલી હિંમત કેવી રીતે આવી?અને એને જે કર્યું એ યાદ કરી સહેજ હસી. પણ કાંઈક નવો અનુભવ મળ્યો એની ખુશી બી મળી! સાંજ ઢળવા આવી હતી ભાનુ ક્ષિતિજને ભેટી લેવા થનગની રહ્યો હતો ત્યાં શાંત થયેલો વરસાદ ફરી ચાલુ થયો! "તમારા સુરતમાં તો બિન બાદલ વરસાદ બહું વરસે અમારે તો સીઝનમાં પણ આટલો માંડ પડતો હશે.." અસ્મિતાના ટેબલ પર ફાઈલ આપવા આવેલી જિજ્ઞાને અસ્મિતાએ કહ્યું."તારે મારી છત્રી જોઈતી હોય તો લઈ જા હું એક દિવસ મેનેજ કરી લઈશ તું ક્યાં રોજ રોજ પલળીશ અને ઉપરથી તને શરદી પણ થઈ છે" "અરે ના ના એની કોઈ જરૂર નથી મને તો રોજ ઓ... અસ્મિતાએ તરત વાત બદલી નાખી હું ટૅક્સી કરી લઈશ." ઓકે જેવી તારી મરજી" કહી જિજ્ઞા જતી રહી.થોડી વારમાં ઓમનો મિસકૉલ આવ્યો.મિસકૉલ એ કોડ હતો કે મારું કામ પતી ગયું છે તારું કામ પતે એટલે પાર્કિંગમાં મળીએ . અસ્મિતા પણ પોતાનું કામ પતતા મિસકૉલ મારી નીકળી. વરસાદમાં બંને નીકળે છે ગાડીના વાઇપર ચાલુ હોય છે અને રેડિયો પણ. અસ્મિતા અને ઓમ બંને ચૂપ હતા ત્યાં જ ઓમે ચૂપ્પી તોડતા કીધું "ડુ યુ લાઇક રેઈન?" "તો આ શરદી એમજ થોડી થઈ છે આઇ લવ રેઈન" "ઓહ હો મૅડમ સરસ મને પણ ગમે બટ તમારા જેટલો નહી".અસ્મિતા વિચારોમાં ગરકાવ થઈ ગઈ ક્યાક મને ઓમ ગમવા તો નથી માંડયો ને?એટલામાં રેડિયો પર સોંગ વાગવાનું ચાલુ થયું 'કુછ તો હુઆ હે કુછ હો ગયા હે' જાણે રેડિયોજૉકી પણ અસ્મિતાના દિલની વાત કહેતા હોય !"સર ઉભી રાખો જલ્દી જલ્દી" હજુ કોઇક વખત અનાયાસે અસ્મિતા ઓમને સર કહી દેતી. "શું થયું?" "મકાઈવાળો જલ્દી ઉભી રાખો " અસ્મિતા હાથ હલાવતા બોલી"અરે પણ એક મિનિટ જરા તો ધીરજ ધર " "અરે તમને શું ખબર કે વરસાદમાં ગરમ-ગરમ મકાઈ ખાવાની કેવી મજા આવે." "ઓકે.. ઓકે.. "કહી ઓમે કાર ઉભી રાખી સારી જગ્યાએ પાર્ક કરી."2 શેકેલા મકાઈ લીંબુ-મરચાં વાળા અસ્મિતાએ ઓર્ડર આપતા કહ્યું. "આપણે આવી કોઈ પણ જગ્યાએ ખાઈશુ તો બીમાર નહી પડીએ.? " ઓમને જે શક હતો એણે પૂછી લીધો." એટલે જ મે તારી મકાઈનો ઓર્ડર નથી આપ્યો. બંને મારી જ છે.નાની-નાની વાતોમાં ખુશી શોધી લેતા શીખી જાવ જિંદગી જીવવાની ઓર મજા આવશે."ઓકે ભાઈ ત્રણ મકાઈ આપજો" ઓહો તરત જ નિર્ણય-પલટો!"આતો તને કંપની આપું છું." "બસ બસ બહાના રહેવા દો." "બંને આરામથી મકાઈ ખાધી અને પાછા સ્ટેશન તરફ રવાના થયા.પણ એના કારણે અસ્મિતાની રોજની ટ્રેઈન છૂટી ગઈ. બીજી ટ્રેનને હજુ વાર હતી. "ચાલ, હું પણ તને કંપની આપવા થોડી વાર ઉભો રહું છું" "અરે તમને લેટ નથી થતું?" મારી ઘરે કોણ રાહ જોવાનું છે? "ઓમે હાસ્ય સાથે કહ્યું. બંને પ્લેટફોર્મ પર ગયા. આદર્શ પણ એ જ ટ્રેનમાં આવવાનો છે તે વાતથી અજાણ એવી અસ્મિતા ટ્રેનની કાગડોળે રાહ જોઈ બેસી રહી.

- અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ